________________
લૂણુવસહીના લેખે.
૩૬૧ સૌથી પ્રથમના (નં. ૨૫૦ ના) લેખના સંબંધમાં પ્રો. યુડર્સ જણાવે છે કે –
આ લેખ લગભગ ૩૧૩ ” પહોળો તથા ૨૭” લાંબો છે. તે ઘણું જ સુંદર રીતે કરવામાં આવ્યા છે. અને સારી સ્થિતિમાં છે. દરેક અક્ષરનું માપ રે” છે. લેખ જન નાગરી લિપિમાં લખાએલે છે. મૂળ લેખમાં 4 ને વ વચ્ચે તફાવત માત્ર વચમાં ઝીણું ટપકાનો જ રાખેલો છે, તેથી નકલમાં આ તફાવત સ્પષ્ટ રીતે માલુમ પડતું નથી. તેથી કેટલીક વખત ૨ તથા ઓળખવા અઘરાં પડે છે. આખો લેખ સંસ્કૃત પદ્યમાં છે. માત્ર આરંભને ૐ તથા પંક્તિ ૧૭, ૨૬ ને ૩૦ માં અવેલાં કેટલાંક વાકયો તેમજ પંક્તિ ૪૬-૪૭ માં આપેલું કેટલુંક અંતનું વિવેચન ગદ્યમાં છે. આ લેખ રચનાર ચાલુકય રાજાઓને પ્રખ્યાત પુરોહિત તથા તિૌમુત્રીને પ્રણેતા સામેશ્વરદેવ છે. પરંતુ, જે કે કેટલાંક પદ્યો “ વીતિyીની રચનાશૈલી સાથે સરખાવી શકાય તેવાં છે, તો પણ ઘણીવાર પિષ્ટપેષણ કરવામાં આવ્યું છે. તેમજ કેટલાંક પવો અસંબદ્ધ છે. ભાષા વિષે વિચાર કરતાં કેટલાંક શિક પશાસ્ત્રના શબ્દ વપરાયેલા છે જે ધ્યાન ખેંચે તેવા છે. જેમકે વસ્ત્રાને ( પદ્ય ૬) અને વત ( પદ્ય ૬૪). વાન એ મરાઠી વાળી હોય એમ લાગે છે. એને અર્થ મલેકવર્થ ( Molesworth ) અને કેન્ડી ( Candy. ) ના શબ્દકોષ ( Dictionary )માં “ દેવાલયના * ગભારા ' (ગર્ભાગાર ) અથવા “ સભા મંડપ ની ભીતને જોડીને બનાવેલી ઉચી બેઠક ” એમ આપે છે. “વત્ત ને અર્થ
ઈ પણ શબ્દકોષમાંથી મહને મળ્યો નથી. સંબંધ ઉપરથી તેને અર્થ “ ગાદી” અગર “બેઠક” થાય છે. કેટલાંક
* વાન અને Qત્ત શબ્દો માત્ર કેટલાક જન લેખમાં જ જોવામાં આવે છે, અન્યત્ર દષ્ટિગોચર થતા નથી. તેથી આ શબ્દવાય વરતુઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org