________________
૩૭૫
લૂણવસહીના લેખો. જીતી શકતું નથી એ તે આ ધારાવર્ષ, પૃથ્વી ઉપર પ્રગટ-ખુલ્લી રીતે “દાશથિ-દશરથ રાજાના પુત્ર રામચંદ્ર” તરીકે ઓળખાવા લાગે, કે જે અવ્યાકુલ-અવ્યગ્ર મતિવાળો, જાણે સીતાના હરણ વખતે નિમિત્તભૂત થયેલા મૃગરૂપવાળા મારીચ નામના રાક્ષસના વેરને લીધે જ ન કરતો હોય તેમ હજુ પણ હરણને શિકાર કર્યા કરે છે. ૩૭. સામંતસિંહની* સાથેના યુદ્ધની ભૂમિમાં ક્ષીણ બલવાળા
આ સામંતસિંહ કયાંને રાજા હતો એ વિષયમાં હજુ સુધી પૂર્ણ નિશ્ચાયક પ્રમાણ મળ્યું નથી. તો પણ ઘણુ ખરા વિદ્વાને ધારે છે તેમ તે મેવાડને ગુહિલ રાજા સામંતસિંહ હોવો જોઈએ. ડૉ. લ્યુડસ આ વિષયમાં જણાવે છે કે –
જે ગુર્જર રાજાનું રક્ષણ, સામંતસિંહના હાથમાંથી પ્રહલાદને કર્યું હતું તે ગુર્જર રાજા ભીમદેવ (બીજો ) હો જોઈએ. પરંતુ આ સામંતસિંહ કેણ છે તે નક્કી કરવું સરલ કાર્ય નથી. પ્રસ્તુત લેખમાં તે વિષયમાં કાંઇ પણ વિશેષ આપ્યું નથી. તેમજ તે વખતે આ (સામંતસિંહ ) નામના ઘણું રાજાઓ હેવાથી તે કયો રાજા હશે એ સહેલાઈથી સિદ્ધ થઈ શકે તેમ નથી. મારા મત પ્રમાણે આ લેખને સામંતસિંહ તે આબુ + પર્વત ઉપરના તથા સાદડીના * લેખમાં આવેલ સામંતસિંહ નામને (મેવાડને ) ગુહિલરાજા હશે, પણ આબુના લેખમાં, ઇ. સ. ૧૧૨૫ માં થયેલા વિજયસિંહ પછી તે પાંચમે નંબરે છે અને તેજસિંહથી પાંચ પેઢી પ્રથમ છે. આ તેજસિંહનો ચિત્તોડગઢને લેખ વિ. સં. ૧૩૨૪ ( ઇ. સ. ૧૨૬૭ ) નો છે. આ ઉપરથી એમ માલમ પડે છે કે તે ઇ. સ. ૧૨૦૦ માં રાજ્ય કરતે હોવો જોઈએ અને તેને પ્રતિ
+ જુઓ, ઈન્ડીયન એન્ટીકરી પુ. ૧૬, પૃ. ૩૪૫. * જુઓ, ભાવનગરનું લેખ સંગ્રહ નામનું પુસ્તક, પૃષ્ઠ ૧૧૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org