________________
१८
અવલોકન.
૧૯ થી ૨૪ સુધીનાં પદ્યમાં મંત્રી વસ્તુપાલ અને તેજપાલની યુગ્મરૂપે પ્રશંસા કરતાં કવિ કહે છે કે-જેમ વૈશાખ માસથી યુક્ત ચૈત્ર માસ (વસંત ઋતુ હેવાથી) કેને હર્ષ પામાડે છે તેમ, નાના ભાઈ તેજપાલથી યુક્ત આ વસ્તુપાલ કયા માણસના હૃદયને આનંદિત નથી કરતો ? અર્થાત્ દરેકનાં હૃદયેને હર્ષ પમાડે છે. ૧૯. “મુસાફરીના માર્ગમાં કઈ દિવસ એકલા ન જવું” આ સુભાષિત વાક્યને યાદ કરીને જ જાણે તેનું અનુકરણ ન કરતાં હોય” તેમ, જમ્બર મેહરૂપી ચિરવાળા ધર્મ માર્ગમાં તે બને ભાઈઓ (વસ્તુપાલ, તેજપાલ) સાથે મળીને પ્રવૃત્તિ કરે છે અને ભેગા મળીને ધર્મકાર્યો કરે છે. ૨૦. થેંસરાના જેવડી લાંબી ભુજાઓની શોભાવાળું, તે બને સહેદર (વસ્તુપાલ-તેજપાલ)નું આ જોડલું હંમેશા ઉદયને પામો, જે નિર્દોષ, નિષ્કલંક જેડલાએ આ ચોથા કલિયુગમાં પણ કૃતયુગનું આગમન કરાવ્યું છે, અર્થાત તેમણે કલિયુગમાં ઘણું સત્યયુગને પ્રવર્તાવ્યું છે. ૨૧. જેઓની નિર્મળ કીર્તિ વડે આ ઉજજવલ પૃથ્વીમંડલ જાણે મોતીઓથી જ ભરેલું હોય એવું છે, તે બન્ને ભાઈઓનું મુક્તામય (નીરોગી -રગ રહિત) શરીર ઘણું લાંબા કાળ સુધી–કાયમને માટે વિદ્યમાન રહો. રર. તે બંને ભાઈઓના પિતપોતાના બંને હાથે જે કે એક સાથે જ ઉત્પન્ન થયા છે, તે પણ તેમાંથી ( બે હાથમાંથી ) એક હાથ વામ-ડાબે થયે છે–એકે
ડાબે હાથ” એવું નામ ધરાવ્યું છે. પરંતુ તે બન્ને ભાઈઓ જેના જમણે પડખે ઉભા રહ્યા–જેના પક્ષમાં ભળ્યા, તેને વામ-શત્રુ કે પણું માણસ કદાપિ થયો નથી. ૨૩. ઠેકાણે ઠેકાણે પૃથ્વીને ધર્મનાં સ્થાનેથી યુક્ત બનાવતા એવા આ બન્ને ભાઈઓએ બલાત્કારથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org