________________
ગુજરાતના મહામંત્રી તેજપાલે બંધાવેલા શ્રીલૂણસિંહ-સહિકા (લૂણવસહિ) મંદિરનાં
પ્રશસ્તિઓ અને લેખા
આ લેખસંદેહમાં, ગુર્જર મહામાત્ય તેજપાલે બંધાવેલા ભારતીય શિલ્પકલાના આદર્શભૂત અને ઉત્કૃષ્ટ કારીગરીવાલા “લૂણસિંહ વસહિકા” નામના જગપ્રસિદ્ધ મંદિરમાંના કુલ (નં. ૨૫૦ થી ૪૦૬ સુધીના) ૧૫૭ લેખ આપવામાં આવ્યા છે.
આ લેખમાંના ૩૨ લેખે, “એપીગ્રાફીઆ ઈન્ડીકા ના ૮ મા ભાગમાં ( EPIGRAPHIA INDICA, Vol. VIII. ) પ્રેફેસર એચ. લ્યુડર્સ ( Professor H, Luders, Ph. D. ) પ્રકટ કરેલા છે. પ્રારંભમાં જે બે હેટી પ્રશસ્તિઓ આપેલી છે તે, પ્રથમ પ્રો. વિષ્ણુ આબાજી કાથવટેએ સંપાદિત કરેલી, સોમેશ્વરદેવકૃત રીતિપુરી ના પરિશિષ્ટમાં; તથા ભાવનગર રાજ્યના
પુરાણવસ્તુ શોધ-ખેળ ખાતા તરફથી પ્રકટ થયેલા “પ્રાકૃત અને સંસ્કૃત લેખસમુહ” (Collection of Prakrit and Sanskrit Inscriptions ) નામના પુસ્તકમાં પણ અંગ્રેજી ભાષાંતર સહ પ્રકટ થયેલી છે. તથા આ બંનેને કેવળ અંગ્રેજી સારાર્થ સૌથી પ્રથમ ઈ. સ. ૧૮૨૮ માં એચ. એચ. વીસને (H. H. Wilson) એશીયાટીક રીસચીસના ૧૬ માં પુસ્તકમાં (પૃષ્ઠ ૩૦૨) ( Asiatic Researches Vol. XVI. P. 302 ff. ) પ્રકટ કરે છે. ત્યારપછી થોડાં વર્ષો ઉપર ઉપર્યુક્ત ૩૨ લેખો સહિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org