________________
વિમલવસહીના લેખે.
૩૫૩
( ૨૪૪-૨૪૫)
આ બન્ને લેખે, લુણવસહી મંદિરની પાસેના કીર્તિસ્તંભના ચિતરાની નીચેના એક નાના ચોતરામાં ઉભા કરેલ “સુરહી” ના એક જ પત્થરમાં ખોદાયેલા છે. આ “સુરહી ” માં પણ ઉપરની સુરહીઓની પેઠે મથાળે સૂર્ય-ચંદ્ર, તેની નીચે ધાવતા વાછરડા શીખે ઘાસ ખાતી ગાય અને તેની નીચે લેખ કોતરેલ છે. લેખની શરુઆતમાં જ સહીની જગ્યાએ ભાલાનું ચિહ્ન કેતરેલું છે, કારણ કે મેવાડના મહારાણાઓનું રાજ્ય ચિહ્ન ભાલું છે. આ દાનપત્રને લેખ મેવાડના મહારાણા કુંભકરણને છે. મહારાણા કુંભકરણે સં. ૧૫૦૬ ની આસપાસમાં સિરેહીના મહારાવ પાસેથી આબુ પહાડ ઝુંટવી–પડાવી લીધું હતું અને તે છે ત્યાં સુધી એટલે સં. ૧૫ર૫ સુધી આબુ પર્વત તેના કબજામાં રહ્યો. તેના સ્વર્ગવાસ પછી, તેના પુત્રની કમજોરીથી અથવા ઘર કંકાસની ભાંજગડમાં સિરોહીના ચૌહાણ મહારાવે આબુ પાછો પિતાને કબજે કરી લીધે.
એટલે તે સમયમાં લગભગ વીસેક વર્ષ આબુ, મેવાડના મહારાણા કુંભકરણના કબજામાં રહ્યો હતે. તે દરમ્યાન એટલે વિ. સં. ૧૫૦૯ માં તેણે આબુ ઉપર આવેલી અચલગઢની ટેકરી ઉપર જમ્બર કિલ્લે બંધાવ્યું હતું. જેના અવશેષે હજુ ત્યાં વિદ્યમાન છે.
લેખાંક ૨૪૦ થી ૨૪૩ સુધીના લેખમાં જણાવ્યા પ્રમાણે સંઘ આવતાં અને ઉત્સવાદિ પ્રસંગોને સમયે ચંદ્રાવતીના ઠાકર, રાજકુમાર, આબુના જાગીરદાર, સેલહથ અને ગામી-મુખી વગેરેને રક્ષા નિમિત્તે જે કાંઈ આપવામાં આવતું, તે બધું માફ થઈ ગયું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org