________________
૩૫ર
અવલોકન.
સલખણસિંહ, કુમાર ડુંગરસિંહ. શાક્ષિઓગ્રાહિરિ લૂણસી, રાવલ આલ્હા, ચાહિરિ સૂલુ અને સર રામ. (૨૪૨)
લે. ૨૪૩-(સુરહી ત્રીજી) સંવત ૧૩૭૨ ના ચિત્ર વદિ ૮ ને બુધવારે, આજ અહીં શ્રીઆબુને માટે, મહારાવ શ્રીલંઢાજીના કલ્યાણ-પવિત્ર અને વિજયી રાજ્યમાં શાસનપત્ર–દાનપત્ર લખાય છે કે–પઘારી જ્ઞાતિના કઆના પુત્ર લૂણમાએ શ્રીવિમલવસહી અને શ્રીલુણવસહીના કાર્યવાહકો પાસેથી સેલહથ–સેલથા તરીકે પર્વ– મહત્સવ વગેરે પ્રસંગે કાપડ, કમ્મ, ધાન્ય સુખડી, વગેરે જે કાંઈ મળતું તે બધું પિતાના પૂર્વ પુરુષના કલ્યાણ માટે ઉક્ત બને મંદિરને જ ભેટ કર્યું –અર્થાત્ હવેથી લેવાનું બંધ કર્યું. આ આજ્ઞાપત્ર અમારા વંશ-વારસદારોએ પણ અવશ્ય પાળવું.
શેઠ ત્રિભુવનના પુત્ર શેઠ સુહઠસિંહના શુભ પ્રયાસથી આ કાર્ય થયું હોય તેમ જણાય છે. (૨૪૩)
મિતિને હિસાબે આ ત્રણે સુરહીઓમાં લે. ર૪ર વાળી પહેલી, લે. ૨૪૩ વાળી બીજી અને લે. ૨૪૦ વાળી ત્રીજી છે. એટલે વિમલવસહી અને લૂણવસહીના કાર્યવાહક પાસેથી સંઘ, કલ્યાણકના ઉત્સવ, મહોત્સવ વગેરે પ્રસંગે જે કાંઈ મળતું તે બધું લેવાનું પહેલાં ચંદ્રાવતીના ઠાકરે અને પાટવી કુમારે, પછી તે ઠાકરના હાથ નીચે કામ કરનાર સેલહશે અને ત્યાર પછી દેલવાડાના મુખી–પટેલ વગેરે ગામના લોકોએ લેવાનું સદાને માટે બંધ કર્યું. આ ત્રણે ફરમાને બે જ વરસની અંદર થોડા થોડા સમયને અંતરે થયાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org