________________
વિમલવસહીના લેખ.
૩૨૭ (૧૫, ૧૯૭, ૨૦૩) આ ત્રણ લેખે, આબુ ઉપરના દેલવાડા, અચલગઢ આદિ ગામમાં સાધુઓએ ચોમાસાં કરીને યાત્રા કર્યા સંબંધી હોવાથી એક સાથે આપ્યા છે. તેને સારાંશ આ પ્રમાણે છે –
લે. ૧૯૫-શ્રી સમસુંદરસૂરિના સંતાનોય ( શિષ્ય) શ્રી એમદેવસૂરિના શિષ્ય શ્રી સુમતિસુંદરસૂરિના શિષ્ય તપાગચ્છનાયક શ્રીપૂજ્ય શ્રીકમલકલશસૂરિના શિષ્ય શ્રી જયકલ્યાણસૂરિ | પૂજ્ય પંન્યાસ સમયહંસ ગણિના શિષ્ય પં. કુલેદય ગણિના શિષ્ય પં. ઉદયકમલ ગણિ, લાવણ્યકમલ ગણિના શિષ્ય રત્નકમલ મુનિ અહીં સં. ૧૫૮૩ ના વર્ષમાં વર્ષ ચોમાસું રહેલા, તેઓ શ્રી આદિનાથ અને નેમિનાથ ભગવાનને હમેશાં ત્રિકાળ પ્રણામ-વંદના કરે છે. (૧૫)
લે. ૧૭-સં. ૧૭૮૫ ના ચૈત્ર શુદિ ૧ ને બુધવારે તપાગચ્છીય શ્રીકમલકલશસૂરિની શાખામાં પૂજ્ય ભટ્ટારક શ્રીપદ્મરત્ન સૂરીશ્વરા શ્રી અચલગઢમાં પં. ઉમંગવિજય ગણિના શિષ્ય ભાવવિજય ગણી ડાનું પની સાથે વર્ષો મા રહ્યા હતા. તેમણે દેલવાડા આવીને સફળ યાત્રા કરી. (૧૯૯૭)
લે. ૨૦૩–શ્રીઅંચલગચ્છના ઉપાધ્યાય શ્રીઉદયરાજના શિષ્ય વાચનાચાર્ય વિમલરંગ, પં. દેવચંક, પં. જ્ઞાનરંગ, પં. તિલકરાજ, સેમચંદ, હર્ષરત્ન, ગુણરત્ન, દયારત્ન વગેરે સમસ્ત પરિવારે યાત્રા કરી અને સંઘના આગ્રહથી તથા શ્રીગુણનિધાનસૂરિની પ્રસન્નતાથી ૫. જ્ઞાનરંગ અને હર્ષરને અહીં વર્ષો મામું કર્યું. શ્રીમાળી ખેતા, વરશી, છીમા, ભજાડા અને રામાની યાત્રા સફલ થજે. (૨૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org