________________
૩૪૪
અવલોકન.
નવે હાથીઓ ઉપર પાલખીની પાછળ છત્રધર કે ચામરધરની બબ્બે ઉભી મૂતિઓ કતરેલી હતી. તેમાંની ઘણું ખરી મૂર્તિઓ નષ્ટ થઈ ગઈ છે. માત્ર થોડીક જ મૂર્તિઓ અવશિષ્ટ છે.*
આઠમા હાથી નીચે ઠ. જગદેવના નામની પહેલાં પjતાર શબ્દ લખેલે છે, તેને અર્થ બરાબર સમજવામાં આવ્યું નથી, પરંતુ તે વખતે રાજ્યના ઓફિસરે–અમલદારને એ નામને કઈ હો હશે, એમ જણાય છે. (૨૩૩).
( ૨૩૬ ) સં. ૧૨૨૬ ના વૈશાખ શુદિ ૩ ને સેમવારે, શ્રીઅબુંદગિરિ મહાતીર્થમાં, મહામંત્રી કવડિએઃ પિતાના પિતા ઠ૦ શ્રીઆમાસા
* હસ્તિશાલાની વિશેષ હકીક્ત જાણવા માટે “આબૂ ” ગુજરાતી, બીજી આવૃત્તિ, પૃષ્ઠ ૮૩ થી ૮૮ જુઓ.
: મહામાત્ય કવડિનું સુધારેલું ( સંસ્કૃત ભાષામાં) “ પદિ ” નામ હતું. તે મહારાજા કુમાસ્પાલને ઘણે માનીત મહામંત્રી હતો. તે જૈનધર્મ પાળનારે, મહાધનાઢય અને મહાદાતાર હતો. એટલું જ નહીં પણ તે મહાપરાક્રમી અને વિદ્વાન પણ હતો. મહારાજા કુમાળ પાળના મૃત્યુ પછી વિ. સં. ૧૨૩૦ માં અજયપાળ ગાદીએ બેઠો. તે વખતે તેણે “ કપર્દિને મહામંત્રી બનાવવાથી તે દબાયેલો રહેશે ” એમ ધારીને તેને મહામંત્રી પદ સ્વીકારવાનું કહ્યું. કપર્દીિએ શુકન જોયા પછી લેવાની હા કહી. બીજે દિવસે સવારે શુકન જોયાં. પરંતુ મૃત્યુ નજીકમાં આવેલ હેઇ ખરાબ શુકનોને પણ સારા માની, રાજસભામાં જઈ, આનંદપૂર્વક મહામંત્રી પદ સ્વીકાર કરી, મોટા ઉત્સવ પૂર્વક સાંજે ઘેર આવ્યું. પણ એ જ રાત્રિએ રાજાએ તેને પકડી તેના ઉપર પેટા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org