________________
૩૦૮
અવલોકન
(૧૨૬ ) સં. ૧૩૦૪ ના ફાગણ શુદિ ૨ ને બુધવારે શ્રીઆબુની તલેટીમાં આવેલા કાશદસ્થાન (કાસીંદ્રા) ના રહેવાસી શેઠ સંતિનાગના સંતાનીય શેઠ દેદાની ભાર્યા પુનસિરિના પુત્રો વરદેવ અને પાહણ. તેમાંના વરદેવની ભાય પદ્મશ્રીના પુત્ર કુંવરાની ભાર્યા મેહિણના પુત્રો અબડ, પૂનડ, પૂપડ; પુત્ર વધુઓ સલષ અને નાઈકી; તથા ઉપર્યુક્ત પાહણની ભાર્યા શ્રીમતીના પુત્રો કેલા, શામલ, પિતા વગેરે કુટુંબ સાથે ઉપર્યુક્ત શેઠ કુંવરા નામના શ્રાવકે ભામતીની પાંત્રીશમી દેરીમાં ડાબા હાથ તરફ શ્રીકાષભદેવ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની ગુરુઓએ પ્રતિષ્ઠા કરી હતી.
(૧૨૭) સં. ૧૩૯૪ માં શેઠ ગુણપાલના પુત્ર ઠ. હરિપાલે પોતાના કલ્યાણ માટે ભમતીની પાંત્રીશમી દેરીમાં ડાબા હાથ તરફ છે, તે એક જિનબિંબ ભરાવ્યું અને તેની શ્રી ધર્મઘોષસૂરિની પરંપરામાં થયેલા શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૧૨૮ સં. ૧૩૭૮ માં શ્રી માંડવ્યપુરીય (મંડઉરના વાસી) શેઠ મહાધરની ભાર્યા ભાદેવીના પુત્ર સાંગણે પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે ભમતીની પાંત્રીશમી દેરીમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની ઉપર્યુક્ત શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
- આબુરોડથી ઉત્તર દિશામાં ૮ માઈલ દૂર, આબુની તલેટીમાં જ કાશહદ ( કાસીંદ્રા ) નામનું આ ગામ અત્યારે પણ વિદ્યમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org