________________
હ - 19
વિમલવસહીના લેખે.
(૧૨૪ ). સં. ૧૨૪૫ ના વૈશાખ વદિ પ ને ગુરુવારે રિવાલજ્ઞાતીય મહામાત્ય શ્રી પૃથ્વીપાલના પ્રતીહાર (કદાચ પ્રાઈવેટ સેક્રેટરી, સિરસ્તદાર કે એવા બીજા કોઈ હેદાને-હોદ્દેદારને તે વખતમાં પ્રતીહાર કહેતા હોય.) પૂનચંદ્ર ઠ૦ ધામદેવ, તેના ભાઈ સિરપાલ અને ભત્રીજા દેસલ, ઠ, જસવીર, ધવલ, ઠ૦ દેવકુમાર, બ્રહ્મચંદ્ર,
વીસલ, રામદેવ, ઠ૦ આસચંદ્ર, જાજા વગેરેએ ભમતીની પાંત્રીશમી દેરીમાં મૂ. ના. શ્રી શ્રેયાંસનાથ ભગવાનની પ્રતિમા ભરાવી, (કદાચ એ દેરીને તેમણે જીર્ણોદ્ધાર પણ કરાવ્યું હોય.) અને તેની શ્રી બૃહદ્ગછીય શ્રી આરાસણ (કુંભારીયા) વાળા શ્રી યદેવસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
(૧૨) સં. ૧૨૮૮ ના ચૈત્ર વદિ ૩ ને શુકવારે ધર્કટવંશીય શેઠ બાહટિના પુત્ર શેઠ ભાનના પુત્ર શેઠ ભાઈલે, શેઠ લીંબા, ભાઈ કેલ્પણ, દેદા, અચલ, ભાવેદેવ, બાહ, ભાદા, હડી,
સરિ, પાહણ, કેહલ, સાવંત, જલદેવ અને ધણું તથા ઉધરણ, જગસિંહ, વિજયસિંહ, ભેજા વગેરે કુટુંબ સાથે ભમતીની પાંત્રીશમી દેરીમાં જમણા હાથ તરફ શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની બહદુગચ્છીય વાદિ શ્રી દેવસૂરિસતાનીય શ્રીપૂર્ણ ભદ્રસૂરિના શિષ્ય શ્રીપદ્યદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
* આરાસણ ( કુંભારીયા ), આબુરોડથી દક્ષિણ દિશામાં ૧ માઈલની દૂરી પર આવેલું છે. કુંભારીયા તીર્થ છે. ત્યાં મનહર પાંચ જિનાલય, ધર્મશાળા અને કારખાનું વગેરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org