________________
૩૨૨
અવલોકન.
(૧૭૩) ભમતીની દેરીઓમાંની કેટલીક જિન-મૂત્તિઓ, પરિકરની ગાદીઓ અને કેટલીક બારશાખ ઉપર બહુ ટુંકા લેખે બલ્ક શેડા થોડા અક્ષરે જ માત્ર ખેદેલા છે. જો કે તેમાંથી કાંઈ ઇતિહાસ અથવા વધારે જાણવા જેવું મળી શકે તેમ નથી, + છતાં તે બધું ખોદાયેલું સચવાઈ રહે તેટલા માટે તેને લખી લીધું હતું. આવા ત્રુટક અને છુટક ટુંકા ૩૭ લેખો હતા. તે બધાને જુદા જુદા નંબરે આપવા ઠીક નહીં લાગવાથી અહીં લે. ૧૭૩ ના મથાળા નીચે તે બધા આપ્યા છે. આમાંના ર૭ લેખે જિન-મૂત્તિઓના, ૨ પરિકરની ગાદીઓના, ૬ બારશાખના, ૧ સ્તંભને અને ૧ ખંડિત જિનમૂર્તિ પર છે. આમાંના (૩૦ ) મા લેખમાં પં. સુંદરપ્રભ ગણું શ્રી સુધાનંદનસૂરિ અને ૫. સૂત્રમાણિક્ય ગણનાં નામો છે. તે એક સ્તંભ ઉપર ખોદેલ છે. ઘણું કરીને તેઓએ અહીં ચોમાસું કર્યું હશે અથવા યાત્રા કરવા આવ્યા હશે. (૩૭) મે લેખ ખંડિત જિન-મૂર્તિ નીચે ખેલે છે. તેમાં સં, ૧૫૬૫ અને “જય કલ્યાણ”નું નામ આપેલું છે. લેખને બાકીને ભાગ ખંડિત થઈ ગયે છે. આમાંના કેટલાક લેખ, બીજા લેખોના ધણીઓની સાથે મળતા આવ્યા, તે તે લેખેને ત્યાં ત્યાં ઉલ્લેખ કરેલો છે. બાકીના લેખમાં તીર્થકર ભગવાનનું, પ્રતિમા ભરાવનારનું કે દેરીને જીર્ણોદ્ધાર કરાવનારનું નામ માત્ર જ હોવાથી અને તે મૂળ લેખોથી સારી રીતે સમજી શકાય તેમ હોવાથી તેનું વિવેચન કર્યું નથી.
- + આ ટુંકા લેખમાંથી પણ જીણોદ્ધાર વગેરેના કેટલાંક કુટુંબીયોનાં નહીં જણાયેલાં નામો મળી આવ્યાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org