________________
૨૯૮
અવકન. પરંતુ તે આઠે મૂર્તિએ મૂળનાયક તરીકે જ સ્થાપન કરાયેલી છે, તેના આ બધા લેખે મૂ ના. જીના પરિકરની ગાદીમાં ખોદાયેલા છે અને બધી મૂત્તિઓની એક સાથે જ એક જ દિવસે એક આચાર્યેજ પ્રતિષ્ઠા કરેલી છે. તેથી એમ જણાય છે કે-મંત્રી ધનપાળે કંઈક જીર્ણ થયેલી આ દેરીઓને જીર્ણોદ્ધાર કરાવીને જ તેમાં મૂ. નાજીની મૂત્તિઓ ભરાવી હશે. આ આઠે લેખમાં વિ. સં. ૧૨૪૫ ના વૈશાખ વદી ૫ ને વાર ગુરુવારે પરવાલ વંશની અંદર તિલક સમાન મહામંત્રી પૃથ્વીપાલના પુત્ર મહામંત્રી ધનપાલે અથવા તેના કુટુંબીઓએ મૂત્તિઓ ભરાવ્યા સંબંધીની અને તેની કાસહદ ગચ્છીય* શ્રીસિંહસૂરિજીએ પ્રતિષ્ઠા કર્યા સંબંધી ની હકીકત બરાબર સરખી જ આપેલી છે. ફક્ત તેમાં ભગવાનની મૂત્તિ એનાં નામે અને ભરાવનારના કુટુંબીઓનાં નામેામાં જ છેડે થે ફેરફાર છે. તે આ પ્રમાણે છે –
લે. ૯૫–મંત્રી ધનપાલે તેના મોટા ભાઈ ઠ.જગદેવના કલ્યાણ
* આબુરોડથી ઉત્તર દિશામાં આઠ માઈલ દૂર અને ખાસ આબુની તલેટીથી એક માઈલની દૂરી પર આવેલ કાયંદ્રા ( કાસિંદ્ર ) ગામ કે જેનું નામ પહેલાં કાસહદ હતું, તે કાસહદ ગામના નામ ઉપરથી કાસહદ ગ૭ નિકળ્યો છે. કાયંદ્રામાં એક પ્રાચીન જૈન મંદિર હાલ વિદ્યમાન છે, જેને ચેડાં જ વર્ષો પહેલાં જીર્ણોદ્ધાર થયો છે. તેમાં મૂળ મંદિરની ફરતી ચારે બાજુમાં બીજી નાની નાની દેરીઓ છે. જેમાંની એકના દ્વાર ઉપર વિ. સં. ૧૦૯૧ ને પ્રાચીન લિપિને લેખ છે. ત્યાં એક બીજું પણ પ્રાચીન જૈનમંદિર હતું. જેના પત્થર વગેરે ત્યાંથી લઈ જઈને તેની નજીકમાં આવેલા હિડા ગામમાં નવા બનેલા જૈનમંદિરમાં લગાડી દેવામાં આવ્યા છે. કાયંદ્રામાં અત્યારે શ્રાવકનું માત્ર એક જ ઘર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org