________________
२९६
અવલોકન. પુત્ર શાહ મેલ્લાએ કરાવ્યો હોય એવી કદાચ સંભાવના થઈ શકે ખરી.
(૪૫) સં. ૧૨૦૨ ના અષાડ શુદિ ૬ ને સોમવારે ઠ, જસરાએ પિતાના પિતા ઠ. ધવલના કલ્યાણ માટે નવમી દેરીના મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ ભરાવી અને તેની શ્રી કકુંદાચાર્યજીએ પ્રતિષ્ઠા કરી છે.
. (૪૬). સં. ૧૩૮૨ ના કારતક સુદિ ૧૫ ને દિવસે પિરવાલજ્ઞાતીય વેપારી રાવીના પુત્ર ઠ, મંતણ અને રાજડના કલ્યાણ માટે રાજડના પુત્ર જીવાએ ભમતીની નવમી દેરીમાં મૂ. ના. શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા પધરાવી.
(૪૭) શ્રી શ્રીમાલ કુળમાં ઉત્પન્ન થયેલા મહામંત્રી વીરના પુત્ર મહામંત્રી નેઢના પુત્ર મંત્રી લાલિગના પુત્ર મંત્રી મહિંદુકના પુત્ર મંત્રી દશરથે પોતાનાં સ્ત્રી-પુત્ર વગેરેની સાથે ભમતીની દશમી દેરીના મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાનનું મનોહર બિંબ પિતાના કલ્યાણ–મેક્ષને માટે ભરાવ્યું. આ લેખ ભમતીની દશમી દેરીના પબાસણ નીચેના એક આરસના ટુકડા ઉપર ખેદે છે. મંત્રી દશરથના પૂર્વજોનાં નામે આપવા સાથે તેણે આ દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યા સંબંધીની સંક્ષેપમાં હકીકત સુંદર અનુટુપ બે શ્લોકથી આ લેખમાં આપી છે. લેખાંક ૫૦ અને ૫૧ ના બને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org