________________
૨૭૨
અવલેાકન.
પુત્ર હતા કે જે પેાતાના કુળરૂપી કમળને પ્રફુલ્લિત કરવામાં સૂર્ય સમાન તથા તમામ અથી-યાચક લેાકેાને માટે કલ્પવૃક્ષ તુલ્ય હાઇ આ દુનિયામાં શ્રીમાન્ ‘વીર મ’ત્રી’’ એવા નામથી પ્રસિદ્ધ થયા હતા. ૪૫. તે વીર મ`ત્રીને; ભાગ્યશાળી, બુદ્ધિરૂપી ધનવાળા, ધૈર્યવાન, જૈનધર્મની આરાધના કરવામાં તત્પર રહેનાર, સ્વાભિમાની, મેટી મેટી ઇચ્છાઓવાળા, દાનેશ્વરી, ભાગી અને પેાતાના કુટુ′બીએરૂપી કમળને પ્રફુલ્લિત કરવામાં ચંદ્ર સમાન એવા મંત્રી નેઢ નામના પહેલા–માટે પુત્ર હતા તથા જૈનધર્મનું આલખન લેનાર–જૈનધર્મનું પાલન કરનાર અને મહારાજા ભીમદેવ ( પહેલા ) ના મુખ્ય સેનાપતિ મંત્રી વિમલ નામના બીજો પુત્ર હતા. કે જેણે આખુ પર્વત ઉપર સંસારરૂપી સમુદ્ર તરવા માટે મેટા પુલ સમાન એવું આ વિશાળ જિન–મંદિર ( વિમલ–વસહી ન:મનુ' ) ખંધાવ્યું છે. ૬–૭. તે નેઢ મંત્રીને; ધમમાં જ રમણ કરનારી બુદ્ધિવાળા, વિવેકના સ્થાનભૂત, ગંભીરતાએ સમુદ્ર સમાન, દીન-દુઃખી–અનાથ પ્રાણીઆની ઉપર ઉપકાર કરવાના કાર્યોંમાં અતિપ્રેમ રાખનારા, અત્યંત ડાહ્યો, સારા ધર્મી લેાકેાની સાખત કરનારા અને પેાતાના રૂપ વડે કરીને કામદેવના રૂપને પણ જીતનાર એવા મ’ત્રી લાલિ નામના પુત્ર હતા. ૮. તે લાલિગ મંત્રીને; ભાગ્યશાળી, રૂપવાન, તમામ માણુસાના દિલને રંજન–રાજી કરનાર, સદાચારે કરીને સુશેોભિત કીર્ત્તિવાળા અથવા ન્યાય—નીતિથી શોભાયમાન વૃત્તિઆજીવિકાવાળા, જિનેશ્વર ભગવાન અને મુનિરાજોનાં ચરણ-કમળેાની સેવા વડે કરીને જેણે પેાતાનાં પાપાને ધેાઇ નાંખ્યા છે એવા, અને સારા સારા ગુણે! જેનામાં ઠાંસી ઠાંસીને ભર્યાં છે, એવા મ’ત્રી મહિંદુક નામના પુત્ર હતા. ૯. તે મંત્રી મહિંદુકને;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org