________________
અવલોકન. (૨૪૧ )
લે. ૧. છે, પણ દાન કરતી વખતે તે ભૂમિ જેની હેય-જે ભૂમિપતિ હોય તેને જ તે દાનનું શુભ ફળ મળે છે. ૧. દેવદ્રવ્ય-દેવ સંબંધિ મિલક્તનું અપહરણ કરનારા–આવા દાનપત્રોને ભંગ કરનારાઓ, વિંધ્યાચળની પાણી વિનાની ભયંકર અટવીમાં સુકાઈ ગયેલાં વૃક્ષની કેટરોમાં રહેનારા કાળા સર્ષપણે ઉત્પન્ન થાય છે. ૨. પંડિત પુરુષે ઝેરને ઝેર કહેતા નથી, પણ દેવદ્રવ્ય-દેવ સંબંધી મિલકતને જ ખરેખરું ઝેર કહે છે. કેમકે-વિષ તે જે ખાય તેને એકલાને જ મારે છે, પણ અપહરણ કરાયેલું દેવદ્રવ્ય તે હરણ કરનારને તથા તેના પુત્ર-પૌત્ર આદિ સમસ્ત કુટુંબને નાશ કરે છે. ૩. ઈત્યાદિ સ્મૃતિનાં વા જોઈને–જાણીને ભવિષ્યમાં થનારા અમારા વંશના તથા અન્ય વંશના રાજાઓએ મારા કરેલા આ દાનપત્રને-આજ્ઞાપત્રને કદાપિ લેપ કરે નહીં અને બીજાઓ પાસે કરાવે પણ નહીં. મહારાવલ, દાનપત્ર આપીને વળી આ પ્રમાણે કહે છે મારા વંશના તથા અન્યવંશના ભવિષ્યમાં જે કંઈ અહીં રાજાઓ થાય, તેઓને હાથ જોડીને હું કહું છું કે-મારા આ દાનપત્રને કઈ પણ કદાપિ લેપ કરશે નહીં. ઠાકર જયસિંહના પુત્ર પારેખ પેથાએ આ લેખ લખી આપે છે. તેમાં કોઈ પણ અક્ષર એવધુ લખાણ હોય તે પણ આ લેખ પ્રમાણભૂત માનવ મહારાજ કુલ (મહારાવળ) શ્રી વિસલદેવની (ડુત્ર દુઆયતી) આજ્ઞાથી મંત્રી સાંગણ આ આજ્ઞાપત્ર માટે નીચે લખેલા બધા શાક્ષીભૂત છે. શ્રી અચલેશ્વર દેવના રાવલ (પૂજારી–પંડ્યા) નંદિ, શ્રી વશિષ્ઠદેવના તપોધન–સાધુ (નામ ઘસાઈ ગયું છે), શ્રી અંબાદેવી-શ્રી અબુદાદેવીના અબ નીલકંઠ. તથા આબુ ઉપરના ગામના પઢીઆર રાજા પ્રમુખ સમસ્ત પઢીઆરે (પઢીઆર જાતિના રાજપુત) પણ આ વિષયમાં શાક્ષીભૂત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org