________________
લે૧.
( ૨૫૦ ) અ. પ્રા. શૈ. લેખસંદેહ, અને ગુણદેવીની તથા લાલાનાં માતા-પિતા મહણસિંહ અને મીણલદેવીની મૂર્તિએ સં. વીજડે સં. ૧૩૯૮ માં ભરાવી છે, તે અત્યારે પણ વિમલ-વસહીના ગૂઢમંડળમાં વિરાજમાન છે. તે દરેકની નીચે ટુંકા લેખે છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે – ( ૧ ) સં. ૧૩૯૮ ના માહ શુદિ ૭ ને દિવસે શાહ ગેસલની આ
મૂર્તિ શાહ વીજડે કરાવી. ( ૨ ) સૈભાગ્યવંતી સૌભાગ્યદેવી. ( ૩ ) , ગુણદેવીની આ મૂર્તિ સં. ૧૩૯૮માં શાહ
વીજડે કરાવી. (૪) શાહ મહણસિંહની મૂર્તિ સં. ૧૩૯૮ માં કરાવી. ( ૫ ) સૌભાગ્યવંતી મયણલદેવીની મૂર્તિ. નવ ચેકીઓ અને સભામંડપના લેખે –
( ૨૦-૨૧-૨ ) આ ત્રણે લેખ વિમલ-વસહીને જીર્ણોદ્ધાર કરાવનાર સં. વીજડની સાથે સંબંધ રાખનારા છે. તેથી એક સાથે આપ્યા છે. સં. ૧૩૭૮ ના અષાડ શુદિ ૧૦ ને દિવસે સંઘવી ધનસિંહની ભાર્યા ધાંધલદેવી, તેના પુત્ર વિજડ, સમરસિંહ, વિજપાલ અને વરધવલે ( વિદાકે) પોતાના ભાઈ ખિમધરના કલ્યાણ માટે નવ ચેકીના મનહર ગોખલામાં શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ ભરાવી અને તેની પ્રતિષ્ઠા શ્રી ધર્મઘોષસૂરિના પટ્ટકમને દીપાવનાર શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ કરી. (૨૦). *" * * આ માટે જુઓ “આબૂ ગુજરાતી, આવૃત્તિ બીજી, પૃષ્ઠ ૩૬-૩૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org