________________
લે. ૧.
( ૨૪૨ ) અ૦ પ્રાજૈ૦ લેખસંદેહ, આ લેખને ખોદનાર સલાટ નર.............( પછીના થોડાક અક્ષરે ઘસાઈ ગયા છે.)
મૂળ ગભારાના લેખે–
( ૩-૪) પહેલી પ્રશસ્તિ (લેખાંક ૧) માં જણાવ્યા પ્રમાણે આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવનાર સંઘપતિ લાલા તથા વીજડે પિતાના આખા કુટુંબના કલ્યાણ માટે મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની, પંચતીર્થીના વિશાળ પરિકર યુકત, મનહર મૂર્તિ ભરાવી તે સંબંધીના લગભગ સમાન જ શબ્દ અને સમાન અર્થોવાળા આ બે લેખે મૂ. ના. જીના પરિકરના બને કાઉસ્સગ્ગીયાની નીચે ખેદેલા છે. લેખાંક ત્રણવાળા લેખના અંતને કેટલેક ભાગ આરસ લગાવવામાં દબાઈ ગયો છે, પણ તે, લેખાંક ચેથાથી પૂર્ણ થઈ શકે છે. બન્ને લેખોને સાર આ પ્રમાણે છે –
સં. ૧૩૭૮ ના જેઠ વદિ ૯ ને સોમવારે માંડવ્યપુરીય (માંડવગઢના) સંઘપતિ દેશલના પુત્ર સં. ગેસલના પુત્ર સં. ધનસિંહના પુત્ર સં. વજડ તથા સં. ગેસલના ભાઈ શાહ ભીમાના પુત્ર સં. મહણસિંહના પુત્ર સં. લાલા. એ લાલા અને વીજડનામના બને ભાઈઓએ પોતાના કુટુંબના કલ્યાણ માટે શ્રી ધર્મઘોષસૂરિની પાટ-પરંપરામાં થયેલા શ્રી જ્ઞાનચંદ્રસૂરિના ઉપદેશથી શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું.
* સંઘપતિ એટલે “સંઘમાં આગેવાન ” એ અર્થ નહીં પણ જેણે અથવા જેના પૂર્વજોએ સંધ કાઢયો હોય તેને સંઘપતિ સંઘવી કહેવામાં આવે છે, તે અર્થ અહીં લેવાનો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org