________________
અવલોકન. (૨૨૩).
લે. ૧. પતિ લલ્લ અને વીજડે જ કરાવ્યું છે. તે સિવાય અમુક ગૃહસ્થાએ અમુક દેરીઓને જીર્ણોદ્ધાર કરાવ્યું છે અને બાકીના ગૃહસ્થોએ મૂર્તિઓ ભરાવી છે. તેમજ સંઘપતિ લલ્લ અને વીજડે જીર્ણોદ્ધારને આ પ્રતિષ્ઠા મહોત્સવ પણ બહુજ ધામધૂમથી કર્યો જણાય છે. તે વખતે ઓછામાં ઓછા ૫-૭ સૂરિવર્યો ઉપરાંત અનેક સાધુ-સાધ્વીએ. તથા શ્રાવક-શ્રાવિકાઓને બહેળો સમુદાય એકત્રિત થયે હશે, એ પણ ઉપરના લેખેથી જણાઈ આવે છે.
જીર્ણોદ્ધારકના તેમજ બીજા પણ કેટલાક ગૃહસ્થના વિ. સં. ૧૩૯૪ના લેખમાં પ્રતિષ્ઠક તરીકે ઉપર્યુક્ત શ્રીમાન જ્ઞાન ચંદ્રસૂરિજીનું નામ જોવામાં આવે છે, એટલે એ સંવમાં પણ ઉક્ત સૂરિવયે કેટલીક મૂર્તિઓની અહીં અંજન શલાકા-પ્રતિષ્ઠા કરી જણાય છે. આટલી પ્રસંગે પાત્ત વાત કહ્યા પછી હવે આપણે મૂળ વિષય ઉપર આવીશું.
આ મુખ્ય લેખ (લે. નં. ૧)ને સાર શું છે?–તેમાં મુખ્ય શું શું હકીકત આવે છે? એ તે પ્રારંભમાં આપેલા છે. એક કીલ હર્નના વિવેચનથી વાચકોએ સંક્ષેપમાં જાણી લીધું હશે જ. પરંતુ સંસ્કૃત નહીં જાણનારાઓ પણ આ લેખમાં આપેલી સંપૂર્ણ હકીકતથી માહિતગાર થાય એટલા માટે ઉક્ત આખા લેખને ભાવાર્થ લેકેના અનુક્રમ પ્રમાણે અહીં આપવામાં આવે છે. તે આ પ્રમાણે છે
આબુ તીર્થની પ્રશસ્તિ લખાય છે. આ પ્રશસ્તિને પહેલે લેક દ્વિઅર્થી છે. તેમાં શ્રી ઋષભદેવ ભગવાનને શંભુ–મહાદેવના વિશેષણથી સંબંધિત કરેલ છે. મહાદેવના પક્ષમાં જેણે અચલગઢનું સ્થાન સ્વીકારેલ છે, વૃષભ ઉપર બેઠેલ છે, શરીરે ભૂતિ–ભસ્મ લગાડેલી છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org