________________
લેટ ૧.
( ર૩૮ ) અ. પ્રા. જે લેખસંદોહ,
(૨) લાગાની વ્યવસ્થા સંબંધીને ગુજરાતના મહારાજા સારંગદેવના સમયને આ લેખ, વિમલવસહીની ભમતીની તેરમી દેરીની બહારની દીવાલમાં એક શિલામાં ખાદીને લગાવેલ છે. આમાં કુલ ૨૪ પંક્તિઓ છે. તે લેખને સારાંશ આ પ્રમાણે છે –
સં. ૧૯૫૦ ના માહ શુદિ ૧ ને મંગળવારે અણહિલપુર પાટણના અધિનાયક (મહારાજાધિરાજ) પરમેશ્વર, પરમભટ્ટારક, ઉમાપતિવરલબ્ધ, પિતાના પ્રૌઢ પ્રતાપ વડે કરીને બધી દિશાઓના રાજાઓને જેણે આકમિત કર્યા છે-જીત્યા છે, માળવા દેશના રાજાના સૈન્યના હાથીઓના કુંભસ્થળને વિદારણ કરવામાં સિંહસમાન, સમસ્ત મંડલિક રાજાઓથી શોભતા અને અભિનવ સિદ્ધરાજ બિરુદને ધારણ કરતા એવા મહારાજાધિરાજ શ્રીમાન સારંગદેવ જ
* સારંગદેવ, વાઘેલા વંશના રાજા અજુનદેવને પુત્ર હતો. તેણે સંવત ૧૩૩૧ થી ૧૩૫૩ સુધી ( ૨૨ વર્ષ ) રાજ્ય કર્યું હતું. એના વખતને એક લેખ કચ્છમાં આવેલા કંથકેટ પાસે ખાખર નામના ગામમાં એક પાળીઓ ઉપર છે. માંડવીથી ૩૫ માઈલ છેટે આવેલા ભદ્રેશ્વર ગામમાંથી જે જૈનેનું તીર્થસ્થાન ગણાય છે-એ લેખ ત્યાં લાવવામાં આવ્યું હતો. તેની ઉપર સંવત ૧૩૩૨ ની સાલ છે અને તેમાં એને “મહારાજાધિરાજ' લખે છે. તેમાં એના પ્રધાનનું નામ માલદેવ લખેલું છે. બીજે એક લેખ જેની ઉપર સંવત ૧૩૪૩ ની સાલ છે, તે પ્રથમ સોમનાથમાં હતા, પણ હાલમાં પિર્તગાલમાં આવેલા સેટ્રા ગામમાં છે. એ લેખમાં ત્રિપુરાન્તક નામના માણસે કરેલી યાત્રાની વાત લખી છે અને રાજા સારગદેવની વંશાવળી આપી છે. ડાકટર ભાંડારકરને અમદાવાદમાંથી એક હસ્ત1 લિખિત ગ્રંથ મળ્યું હતું, તેમાં લખ્યું છે કે એ ગ્રંથ સંવત ૧૩૫૦ ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org