________________
અવલોકન. ( ૨૧૭ )
લે. ૧. આ કઠામાં બતાવેલા માણસો ચુસ્ત રીતે જૈનધર્મને વળગેલા હતા. જેહા મૂળ પુરૂષ છે. તે એક વ્યાપારી હતા અને તેના ગુરૂ ધર્મસૂરી હતા. દેસલ વિષે એમ કહેવામાં આવ્યું છે કે તેણે સાત પવિત્ર સ્થળે ૧૪ વાર સંઘ કાઢયા હતા. આ સ્થળો તે શત્રુજય વિગેરે છે. આ વંશનાં બીજાં માણસોનાં સાધારણ રીતે વખાણ કર્યા છે. - વિમલના મંદિરમાં તેના વંશના લેકેના બીજા લેખો છે; આ લેઓની મિતિ | વિક્રમ ] સંવત ૧૩૭૮ છે. વળી આ વંશને એક લાંબો લેખ છે. (સં. ૧૭૯૧ ને કાઉસેન્સ લીસ્ટ) જેની મિતિ શબ્દોમાં અને આંકડામાં લખેલી છે–વિ. સં. ૧૩૯. આ લેખમાં ૨૫ લીટીઓ છે અને તે ૧૫ કડીઓમાં છે. તેમાં આનંદસૂરીએ કરેલી, વિમલની વસહિકા ” માં નેમિનિન (નેમિનાથ) ની પ્રતિમાની સ્થાપના વિશે આપવામાં આવ્યું છે. તેમાંથી એમ જણાય છે કે આ વંશ, ઉકે [] વંશને છે અને તેને મૂળ સ્થાપક જેહાક
૧ જુએ પાન ૧૫૪, આગળ.
૨ આ સાત સ્થળો અગર ક્ષેત્રે વિષે વારંવાર કહેવામાં આવ્યું છે; પણ એ સાત સ્થળોનાં નામે મળી શકતાં નથી.
૩ આવી રીતે બીજો [ લેખ ] સં. ૧૩૦૯ જણાવે છે પણ બીજું કાંઈ નહિ ” આવા શબ્દોમાં, એશિયાટીક રીસર્ચીસ પુ. ૧૬, પા. ૩૧૧ ઉપર કહેલો લેખ તે આ છે.
૪ એટલે કે ઓશવાળ જાત; જુઓ એપીગ્રાફકા ડિકા, પુ. ૨, પાન ૪૦.
* સ્થાપક નહીં પણ પ્રભાવક-ઉત્તેજક-જયંતવિજય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org