________________
અવલોકન.
( ૨૧૯ )
લે૧..
લખાયલા એક હસ્તલિખિત પુસ્તકમાં વર્ણવેલા છે. આ પુસ્તકમાં ૧૦૯ મા પાને આનંદસૂરિની પહેલાં ધર્મસૂરી (રાજગચ્છના શીલભદ્રસૂરિના શિષ્ય) વર્ણવેલા છે, જે ઉદ્ધત વિવાદ કરનારાઓ તરફજેમ હાથીને સિંહની ગર્જના તેમ–હતા અને જેમણે રાજા વિગ્રહના ચિત્તને ચમત્કૃત કર્યું હતું. પ્ર. પીટરસનના ત્રીજા રીપોર્ટના એપેન્ડીકસ, પાન ૧૫ ને ૩૦૭ ઉપર આજ માણસને ધર્મઘોષસૂરીનું નામ આપ્યું છે અને તેમાં તે શાકમ્મરિના રાજાને બોધ આપતા હોય તેમ વર્ણવ્યા છે. વળી આજ પુસ્તકના પાન ર૬૨ ઉપર તેમણે સપાદલક્ષ દેશના રાજાની સમક્ષમાં ઘણા વાદ કરનારાઓને હરાવ્યા હતા એમ કહેલું છે. આ ઉપરથી નિઃસંશય એમ કહી શકાય કે આ લેખમાં વર્ણવેલા ત્રણ રાજાઓમાં એક શાકરભરિનો રાજા વિગ્રહરાજ છે. (આ શાકસ્મરિ સપાદલક્ષ દેશનું મુખ્ય શહેર છે). હું ધારું છું એ રાજા તે વીસળદેવ—વિગ્રહરાજ હશે જેના દિલ્હી સિવાલિક સ્તંભ લેખ (મારા નર્ધર્નલીસ્ટને નં. ૧૪૪) માં [વિકમ], સંવત ૧૨૨૬ એટલે કે (ઈ. સ. ૧૧૭૦ ) મિતિ આપેલી છે. બે રાજાઓ જ્યા તે હું ઓળખી શકતું નથી. તેમજ વાદિચંદ્ર અને ગુણચંદ્ર જેમને ધમસૂરિએ હરાવ્યા તે કોણ તે કહી શકતું નથી.
૪૨ મી કડીમાં આપેલી મિતિ આ પ્રમાણે –
વસુઓ (૮) મુનિઓ (૭) ગુણો (૩) અને ચંદ્ર (૧) થી બનેલા વર્ષમાં એટલે કે [ વિકમ ] સં. ૧૩૭૮ માં જયેષ્ઠ “સિતિ” (વદિ) નવમી તિથિને વાર સોમ. અહીં એક હરકત છે.
૧ એક વાદિચંદ્ર તે છે કે જેણે “ જ્ઞાનસૂર્યોદય ' રચ્યું છે, આ લેખમાં વર્ણવેલા વાદિચંદ્ર તે એ હશે કે કેમ તે કહી શકાય નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org