________________
અવલોક્ન. (૨૦૯ )
લે ૧. નાંખ્યાનીઝ વિગત પણ આવે છે. બીજા વિભાગ (કડી ૧૪–૨૩)માં આ મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યાના વખતે પર્વતના માલીક જે રાજ્ય કર્તા હશે તેઓની “રાજાવલી” આવે છે. અને ત્રીજા વિભાગમાં (કડી ૨૪-૩૮) જીર્ણોદ્ધાર કરાવનાર માણસના વંશનું વર્ણન છે. અંતમાં ( કડી ૩૯-૪૨) ઉદ્ધાર કરેલા દેવાલયની પ્રતિષ્ઠા કરનાર આચાર્યનું નામ તથા તેમને વંશ અને મિતિ આપેલાં છે.
ઐતિહાસિક રસ વિનાની બાબતે બાદ કરતાં, પ્રથમ વિભાગમાં અબુંદ ઉપર વસિષ્ઠ રૂષિના અનલકુંડમાંથી પરમારની ઉત્પત્તિની વિગત આવે છે. તેના વંશમાં કાન્હડદેવ કરીને પ્રતાપી રાજા થયે; તેના વંશમાં ધંધુ (ધંધુરાજ)નામને એક રાજા થયે જે ચંદ્રાવતીને અધિપતિ હતા, અને જે (ચાલુક્ય) રાજા ભીમદેવ પહેલાને નહિ નમતાં અને તેના ધમાંથી બચવા ધારાના રાજા ભેજના પક્ષમાં ગયો. ત્યાર બાદ એકદમ કર્તા આપણને કહે છે કે, વિમલ નામને એક પ્રખ્યાત માણસ પ્રાગ્વાટ વંશમાં થયે, જેનામાં તે વખતે ચાલતી દુષ્ટતાના અંધકારમાંથી ધર્મની પ્રજવલિત વાળા ઝળકી ઉઠી. તેને ભીમ રાજાએ “દંડપતિ” (સેનાપતિ) નિમ્યા અને ત્યાં એક પ્રસંગે રાત્રે શ્રી અંબિકાએ પર્વત ઉપર યુગાદિભર્તા (યુગાદિજિન, આદિનાથ)નું એક સુંદર દેવાલય બાંધવાનું તેને ફરમાન કર્યું. આ આજ્ઞાને વિમલ આધીન થયે એ વાત પદ્યમાં કર્તાએ આ પ્રમાણે મૂકી છે –
* વિ. સં. ૧૦૮૮. એ, વિમલે બંધાવેલા આદિનાથના દેવળને -પા નાંખ્યાનું વર્ષ નથી, પણ એ મંદિરને પૂર્ણ કરીને તેની પ્રતિષ્ઠા ક્યનું વર્ષ છે.-જયંતવિજય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org