________________
( ૧૧૦ ) છે. તે સંબંધી ઐતિહાસિક વિગતો, તેના શિલાલેખો, પાષાણુ-ધાતુ પ્રતિમા લેખો એકઠા કરી તે તીર્થના વહીવટદારોએ પ્રગટ કરવાની અતિશય આવશ્યકતા હતી, તે આખરે બને તેટલી સંપૂર્ણ આકારે કરી આપે પૂરી પાડી તે માટે જૈન સમાજ આપને કૃતજ્ઞ છે.
આબૂ પરના શિલાલેખોનાં “ રબિંગ' લઈ તેની નકલ કરવાનું પછી પ્રકટ કરવાનું પ્રથમ માન યુરોપીય વિદ્વાનોને છે; પરંતુ જે પ્રકટ થયા તે સંખ્યામાં ઘણું ઓછા અને કવચિત કવચિત અશુદ્ધિવાળા હતા; તેથી આપે જાતીય તપાસ કરી આબુ પર્વત પર દિવસના દિવસો અને મહિનાના મહિના ગાળી છપાયેલાનું સંશોધન કરી અને અપ્રકટને ઉકેલી તેની નકલ કરી એકનિષ્ઠ સંગ્રહકાર અને સંશોધક તરીકે જે સેવા કરી છે તે પ્રશંસનીય છે અને તેના પરિણામે લગભગ સંપૂર્ણ સંગ્રહ આપ સમાજચરણે ધરી શક્યા છે.
ગૂજરાતને સુન્દર મનોહર ગિરિપ્રદેશ આબૂ છે, તેથી આ બંને ઇતિહાસ તે ગુજરાતનો ઈતિહાસ છે. શિલાલેખો એ પાષાણમાં ઉત્કીર્ણ કરેલ ચિરંજીવ ઈતિહાસ છે. ગુજરાતી જૈનેએ ગુજરાતના ઇતિહાસમાં મોટો ફાળો આપે છે. તે લેખને કેતરાવનાર સ્ત્રીપુરુષો, પ્રતિષ્ઠા કરનાર સાધુઓ, જૈન સંઘના ઇતિહાસમાં સ્થાન પામે છે, તેથી તતતત સમયના શ્રાવકનાં ગોત્રો, નામે, પરિવાર, ધર્મપ્રેમ સ્થિતિ ઉપરાંત સાધુઓના ગચ્છ, ગુરુપરંપરા, વગેરે અનેક ઐતિહાસિક સામગ્રી સાંપડે છે. આ સર્વે પર અવલોકનમાં અન્ય સ્થળેથી ઉપલબ્ધ માહિતી આપી જે પ્રકાશ પાડ્યા છે તે ભવિષ્યના ઇતિહાસકારોને ઉપયોગી થશે.
જૈન શિલાલેખ પુસ્તકાકારે પ્રકટ કરવાનું પ્રથમ માન શ્રીમાન પૂર્ણચંદ્ર નહાર એમ. એ., બી. એલ. ને ઘટે છે. પછી શ્રી બુદ્ધિસાગરસૂરિના ધાતુપ્રતિમા લેખે, શ્રીમાન જિનવિજયજી સંપાદિત પ્રાચીન જૈન લેખ સંગ્રહ, મુનિ શ્રી વિદ્યાવિજયજી સંપાદિત પ્રાચીન લેખ સંગ્રહ બહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org