________________
શ્રી વિમલવસહીની પ્રશસ્તિઓ અને લેખ.
આબુ ઉપરના દેલવાડા ગામમાં આવેલા શ્રી વિમલવસહી મંદિરમાંથી નાના મોટા કુલ લગભગ ૨૪૯ લેખો મળી આવ્યા છે. જે બધા આમાં આપવામાં આવ્યા છે. જેમાંના “શ્રી પ્રાચીન લેખ સંગ્રહ, ભાગ બીજો” પ્રકાશિત થયા પહેલાં માત્ર બે ત્રણ લેખો જ પ્રગટ થયા હતા. ત્યાર પછી “પ્રાચીન લેખ સંગ્રહ, ભાગ બીજા”માં નંબર ૧૩રથી ૨૪૮ અને નં. ર૭૧ એમ વિમલ-વસહીના નાના મેટા કુલ ૧૧૮ લેખો પ્રગટ થયા હતા. તે સિવાયના વિમલ–વસહિના નાના મોટા ૧૩૧ લેખ આમાં સૌથી પહેલી વાર જ પ્રગટ થાય છે. પ્રા.લે. સં. ભાગ. બીજામાં પ્રગટ થયેલા લેખેને પણ આમાં ફરીને પ્રગટ કરવાનું કારણ મેં મારા કિંચિત્ વક્તવ્યમાં જણાવ્યું છે. વિમલવસહીમાં મુખ્ય લેખ, જે આ સંદેહમાં પહેલા નંબરમાં મૂકવામાં આવ્યો છે તે, પ્રેફેસર એફ. કલહને એપીગ્રાફીઆ ઈન્ડીકાના દસમાં ભાગમાં (પૃષ્ઠ ૧૪૮ ઉપર) વિવેચન સાથે પ્રગટ કર્યો છે. જો કે તે વિવેચનમાં કઈ કઈ સ્થળે ભૂલ કરેલી છે, છતાં તે માહિતી વગેરે માટે ઘણું ઉપયેગી હોવાથી “પ્રાચીન જૈન લેખ સંગ્રહ” ભાગ બીજા ઉપરથી તેની કુટનેટ સાથે અક્ષરશઃ ઉતારીને અહીં આપવાનું ઉચિત ધાર્યું છે.
એ લેખ ઉપર ઉક્ત પ્રેફેસરનું વિવેચન આ પ્રમાણે છે –
ઈ. સ. ૧૮૨૮માં એચ. એચ. વિલ્સને એશીઆટીક રીસ ચીસ. પુસ્તક ૧૬ના પાન ૨૮૪ ઉપર અબુંદ એટલે કે હાલના આબુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org