Page #1
--------------------------------------------------------------------------
________________
પૂ. સિદ્ધર્ષિગણિ વિરચિત ઉપમિતિભવપ્રપંયા ક્યા
શબ્દશઃ વિવેચન
ભાગ-૧ પંચમ પ્રસ્તાવઃ માયા-સ્તેય-ધ્રાણેન્દ્રિય વિપાક વર્ણન
T
TILITY
'વિવેચક: પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
Page #2
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંયા કથા
શબ્દશઃ વિવેચન પંચમ પ્રસ્તાવ જ ભાગ-૧
ન મૂળ ગ્રંથકાર - વ્યાખ્યાતૃચૂડામણિ, માનસશાસ્ત્રવિદ પ. પૂ. શ્રી સિદ્ધર્ષિગણિ
- દિવ્યકૃપા - વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના શિષ્યરત્ન ષડ્રદર્શનવેત્તા,
પ્રવચનિકપ્રતિભાધારક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા
* આશીર્વાદદાતા ને વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન
પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા
* વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
- સંકલનકારિકા - રાખીબેન રમણલાલ શાહ
ને પ્રકાશક :
માતા ગગ?
“શ્રુતદેવતા ભવન', ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
Page #3
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ શબ્દશઃ વિવેચન
* વિવેચનકાર + પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વીર સં. ૨૫૪૧ - વિ. સં. ૨૦૭૧
જ
આવૃત્તિ : પ્રથમ + નકલ : ૫૦૦
મૂલ્ય : રૂ. ૨૫૦-૦૦
ક
આર્થિક સહયોગ -
પરમપૂજ્ય શ્રી વિશ્વદર્શનવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી
શ્રી શરદભાઈ અમૃતલાલ ઝવેરી પરિવાર, મુંબઈ.
મુખ્ય પ્રાપ્તિસ્થાન :
માતા ગા.
૧૮૨
મૃતદેવતા ભવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
Email : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com
Visit us online : gitarthganga.wordpress.com
ન મુદ્રક -
મુદ્રેશ પુરોહિત સૂર્યા ઓફસેટ, આંબલી ગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૫૮. ફોન : ૦૨૭૧૭- ૨૩૦૧૧૨
સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
સુજ્ઞ વાચકો ! પ્રણામ..
અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે.
કારણ ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે.
તેવી જ રીતે.... અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્સ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જે જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહ્યો, તો તે વધારે દયાપાત્ર છે;
કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભર્યા રહસ્યોના જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે.
અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૮ વિષયોના માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી ગયા છીએ.
અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલાં રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતા વિરોધાભાસોના નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જોડવા દ્વારા તેમાં છુપાયેલાં રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે.
જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયના લોકોને સીધાં પચતાં નથી, કેમ કે તે દુર્ગમ જિનશાસનના નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાના માર્ગદર્શક પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અર્ધાશ પ્રગટ થયેલ છે.
અલબત્ત, આ શૈલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદના વિષયો સંબંધી અખૂટ રહસ્યગર્ભિત શાસ્ત્રવચનોનો પરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા Encyclopedia (વિશ્વકોષ) કહે છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રી સંઘને શાસનનાં રહસ્યજ્ઞાનની પ્રાપ્તિમાં તૈયાર સામગ્રી પૂરી પડશે.
‘વિકાનેવ વિનાનાતિ વિજ્ઞાનપરિશ્રમમ્' એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિદ્રહ્મોગ્ય અને અશ્રુતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે.
બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે.
જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લક્ષ્યથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે.
ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ...
“મૃતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણ
અને શ્રુતભક્તો
Page #6
--------------------------------------------------------------------------
________________
પાંચમો પ્રસ્તાવ
બહિરંગ વર્ધમાન નગર
ધવલ રાજા - વર્ધમાન નગરનો રાજા કમળ સુંદરી - ધવળ રાજાની રાણી, વિમલની માતા વિમલ
- ધવળ રાજાનો અને કમળ સુંદરીનો પુત્ર સોમદેવ - શેઠીઓ, વામદેવનો પિતા કનકસુંદરી - સોમદેવ શેઠની સ્ત્રી રામદેવ - સંસારી જીવ, સોમદેવ અને કનકસુંદરીનો પુત્ર તેય
- વામદેવનો મિત્ર (ચોરીનું રૂપક) બહલિકા (માયા) - વામદેવની સખી
ક્રીડાનંદન ભવન રત્નચૂડ - વિદ્યાધર, વિમલનો મિત્ર, રત્નશિખા-મેઘનાદનો પુત્ર, મણિપ્રભની
દીકરીનો દીકરો અચળ
- મણિશિખા અને અમિતપ્રભનો પુત્ર, રત્નચૂડનો હરીફ ચપળ - અચળનો ભાઈ
ચૂતમંજરી - રત્નચૂડની પત્ની, મણિપ્રભના પુત્ર રત્નશેખરની દીકરી વૈતાઢ્ય પર્વતમાં ગગનશેખર નગર
મણિપ્રભ - ગગનશેખરનો રાજા કનકશિખા - મણિપ્રભની રાણી રત્નશેખર - મણિપ્રભનો પુત્ર રત્નશિખા - મણિપ્રભની પુત્રી-મેઘનાદની સ્ત્રી મણિશિખા - મણિપ્રભની પુત્રી-અમિતપ્રભની સ્ત્રી ચંદન
- સિદ્ધિપુત્ર-રત્નશેખરનો મિત્ર
Page #7
--------------------------------------------------------------------------
________________
મણિપ્રભ-કનક શિખા
રત્નશખર-રતિકાંતા
રત્નશિખા-મેઘનાદ મણિશિખા-અમિતપ્રભ ચૂતમંજરી પુત્રી
રત્નચૂડ પુત્ર
અચળ ચપળ - મુખર - એક દૂત, રત્નચૂડે રાખેલો ગુપ્ત માણસ - બુધ આચાર્ય – એક મહાત્મા ઉપકારી સાધુ
બઠર ગુરુ કથાનક ભવ ગ્રામ સ્વરૂપ શિવમંદિર સાર ગુરુ-શવાચાર્ય
બઠર ગુરુ - શૈવાચાર્યનું તસ્કરોપિત નામ મહેશ્વરી - શિવ ભક્તો
ભાવનગરના ચારે પાડામાં પાત્રો પ્રથમ પાડામાં - ઠીકરાનું પાત્ર બીજા પાડામાં - સરાવળ ત્રીજા પાડામાં - ત્રાંબાનું પાત્ર ચોથા પાડામાં - રૂપાનું પાત્ર
બુધસૂરિના પાત્રો શુભવિપાક - ભૂતળનગરનો રાજા – બુધસૂરિના પિતા નિજસાધુતા - શુભવિપાકની રાણી - બુધસૂરિના માતા બુધ - શુભવિપાક – નિજ સાધુતાનો પુત્ર અશુભવિપાક - શુભવિપાકનો નાનો ભાઈ પરિણતિ - અશુભવિપાકની રાણી
- અશુભવિપાક – પરિણતિનો પુત્ર ધિષણા - વિમલમાનસ નગરના શુભ અભિપ્રાય રાજાની પુત્રી અને બુધની
ભાર્યા વિચાર - બુધ અને ધિષણાનો પુત્ર દ્માણ
નાસિકા પ્રદેશમાં રહેલ મંદનો મિત્ર ભુજંગતા - ધ્રાણની પરિચારિકા
મ
Page #8
--------------------------------------------------------------------------
________________
vii
રેતા - વિચારની માસી સત્ય - ચારિત્ર રાજાનો દૂત
સંયમ - ચારિત્ર રાજાનો સૂબો - લીલાવતી - દેવરાજની પત્ની, મંદકુમારની બહેન - કમળ – ધવલ રાજાનો નાનો પુત્ર - દીક્ષાવસરે ધવલ રાજા તેનો અભિષેક કરે છે. વિશદમાનસનગર શુભઅભિસંધિ - વિશદમાનસનો રાજા
- શુભઅભિસંધિની પ્રથમ સ્ત્રી પાપભીરુતા - શુભઅભિસંધિની બીજી સ્ત્રી ઋજુતા - શુભઅભિસંધિ અને શુદ્ધતાની પુત્રી
(બહલિકાને દૂર કરનાર) અચોરતા - એક ભદ્ર પ્રકૃતિના શેઠ સરળ શેઠ - એક ભદ્ર પ્રકૃતિના શેઠ બંધુમતી - વામદેવને ઘરમાં રાખનાર-સરળ શેઠની પત્ની બંધુલ - કાંચન પુર અને સરળ શેઠનો મિત્ર
Page #9
--------------------------------------------------------------------------
________________
viii
60% અનુક્રમણિકા
0%
ક્રમ
વિષય
પાના નં.
- જે નું x
૧૯
$ $ $ $ 9 રે ?
૫૪
o
ઝ
છે
વિમલ રાજકુમાર અને સંસારી જીવ વામદેવનો જન્મ આદિ વિમલ અને વામદેવની મિત્રતા ક્રિીડાનંદન નામનો બગીચો પુરુષના લક્ષણો સત્ત્વની શુદ્ધિના હેતુઓ
સ્ત્રીના લક્ષણો રત્નચૂડના વૃત્તાંતનો આરંભ વિમલ અને રત્નચૂડનો સંબંધ રત્નચૂડ દ્વારા વિમલને રત્નનું દાન આદીશ્વર પ્રભુના જિનમંદિરમાં પ્રવેશ વિમલને સમ્યક્તની ઉત્પત્તિ વિમલ દ્વારા રત્નચૂડે કરેલા ભાવઉપકારનું કીર્તન વિમલનો દીક્ષા ગ્રહણનો અભિલાષ બુધાચાર્યના સ્વરૂપનું કથન બુધાચાર્ય વડે રૂપપરાવર્તન વિમલથી રત્નચૂડનો વિયોગ વામદેવ વડે કરાયેલ રત્નની ચોરી વામદેવ પર ગુસ્સે થયેલ દેવી વિમલ વડે વનદેવતા પાસેથી વામદેવની મુક્તિ રત્નચૂડનું આગમન વિમલે કરેલ સ્તુતિ રત્નચૂડ વડે અપાયેલ અભિનંદન રત્નચૂડનું વિદ્યાધરના રાજા થવું દુઃખી જીવની શોધ બુધાચાર્યનું આગમન રાજા પાસે બુધાચાર્યનું કર્ષણ બુધાચાર્ય વડે કહેવાયેલું સંસારી જીવનું સ્વરૂપ
>
>
७८
૮૮
૯૩
૯૪
૯૯
૧૧૦
૧૧૨
૧૨૧
૧૨૪
૨૯.
૧૨૫
૧૩૮
Page #10
--------------------------------------------------------------------------
________________
કમ
વિષય.
પાના નં.
૨૮.
૧૭૨
૧૭૭ ૧૮૦
૧૮૪
૧૯૯
૧૯૯
૨0૧
૨૧૦
૨૧૬
૨૨૧
૨૨૨
૨૨૭
૨૩)
કહેવાયેલ ઉપદ્રવોનો અભાવ બઠરગુરુનું કથાનક બઠરગુરુની મતિનો વિપર્યાસ બઠરગુરુના કથાનકનો ચતુર્ગતિરૂપ જીવલોકને વિષે ઉપનય ધવલ રાજાની પોતાના મોક્ષ સંબંધી ચિંતા બઠરગુરુની શેષ કથા બઠરગુરુની બાકીની કથાનો ઉપનય બુધાચાર્યનું ચરિત્ર બુધ અને મંદને નાસિકા અને ઘાણનો સંગમ બુધ વડે કરાયેલી ભુજંગતાની ઉપેક્ષા મંદ વડે ઘાણ અને ભુજંગતાનું લાલન બુધનો વિવેક વિચાર વડે ઘાણના વૃત્તાંતનું કથન વિચારને માર્ગાનુસારિતાનો મેળાપ સાત્ત્વિકમાનસનગર આદિનું દર્શન સંયમનો પરાભવ ચારિત્રધર્મની રાજસભામાં સંભ્રમ સમ્યગ્દર્શનનું કથન | સર્બોધનું કથન સદ્ધોધ મંત્રી દ્વારા નીતિશાસ્ત્રનું પ્રકાશન સદ્ધોધ મંત્રી વડે પોતાના અભિપ્રાયનું પ્રકાશન સંસારી જીવની જાગૃતિનો ક્રમ સત્ય નામના દૂતનું પ્રેષણ મહામોહની સભામાં ક્ષોભ ચારિત્ર અને મોહનું યુદ્ધ મોહરાજાનો યુદ્ધમાં વિજય વિચારનું પ્રત્યાગમન બુધસૂરિના વૃત્તાંતનો ઉપસંહાર
૨૩૯
૨૪૧
૨૪૪
૨૪૯
૨૫૧ ૨૫૪
૨૫૭
૨૬૩
૨૬૭
૨૭૩
૨૭૫
૨૭૭
૨૮૩
૫૫.
૨૮૫
Page #11
--------------------------------------------------------------------------
________________
ક્રમ
પાના નં.
પક.
૨૯૨ ૨૯૫
૩૦૩
વિષય ધવલરાજા વગેરેનો પ્રતિબોધ અને દીક્ષા ગ્રહણ વામદેવના અપ્રતિબોધનું કારણ સ્તેય અને બહુલિકાથી મુક્તિનો ઉપાય સરલના ઘરમાં વામદેવ વડે કરાયેલ ધનની ચોરી દંડપાશિકો વડે વામદેવને રાજા પાસે નયન વામદેવનું દયનીય દશામાં મરણ પ્રજ્ઞા વિશાલાની સંવેગ ભાવના ભવ્યપુરુષનો વિસ્મયપૂર્વક વિમર્શ સંસારીજીવનું આનંદનગરમાં પ્રયાણ
૩૦૫
૩૦૭
૩૧૧
૩૧૪
૬૪.
૩૧૯
Page #12
--------------------------------------------------------------------------
________________
में ही अहँ नमः । में ही श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
ऐ नमः ।
પૂ. સિદ્ધર્ષિગણિ વિરચિત ઉપમિતિભવપ્રપંચા કથા
શબ્દશઃ વિવેચન
ભાગ-૧ * પંચમ પ્રસ્તાવ : માયા-સ્તેય-ધ્રાણેન્દ્રિય વિપાક વર્ણન ૧
બ્લોક :
अथ तल्लोकविख्यातं, सर्वसौन्दर्यमन्दिरम् ।
बहिरङ्गं जगत्यस्ति, वर्धमानं पुरोत्तमम् ।।१।। શ્લોકાર્ય :
લોકમાં વિખ્યાત, સર્વ સૌંદર્યનું મંદિર, વર્ધમાન એવું તે બહિરંગ ઉત્તમ પુર જગતમાં છે. આવા શ્લોક :
પૂર્વામાપી શુત્તિઃ પ્રજ્ઞો, રક્ષિો નાતિવત્સતઃ |
नरवर्गः सदा यत्र, जैनधर्मपरायणः ।।२।। શ્લોકાર્ય :
જ્યાં=જે વર્ધમાન નગરમાં, પૂર્વાભાષી, શુચિ, પ્રાજ્ઞ, દક્ષિણ, જાતિવત્સલ જૈનધર્મપરાયણ નરવર્ગ સદા છે. Ifશા શ્લોક :
विनीतः शीलसंपन्नः, सर्वावयवसुन्दरः । सल्लज्जाभूषणो यत्र, धार्मिकः सुन्दरीजनः ।।३।।
Page #13
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
જે નગરમાં વિનીત, શીલસંપન્ન, સર્વઅવયવથી સુંદર, સલજ્જાના આભૂષણવાળો, ધાર્મિક સુંદરીઓનો સમૂહ છે. llll. બ્લોક :
तत्र दर्पोद्धुरारातिकरिकुम्भविदारणः ।
अभूनिर्व्याजसद्वीर्यो, धवलो नाम भूपतिः ।।४।। શ્લોકાર્ચ -
ત્યાંeતે નગરમાં, દર્પથી ઉદ્ધર એવા શગુરૂપી હાથીના કુંભને વિદારણ કરનારો, નિર્વાજ સર્વીર્યવાળો ધવલ નામનો રાજા હતો. llll શ્લોક :
यः शशाङ्कायते नित्यं, स्वबन्धुकुमुदाकरे ।
कठोरभास्कराकारं, बिभर्ति रिपुतामसे ।।५।। શ્લોકાર્ય :
જે રાજા પોતાના બંધરૂપી કુમુદના આકરમાં ચંદ્રની જેમ હંમેશાં આચરણ કરનાર છે. શહુરૂપી તામસમાં= અંધકારમાં, કઠોર ભાસ્કરના આકારને ધારણ કરનાર છે. llll
विमलवामदेवजन्मादि
બ્લોક :
तस्यास्ति सर्वदेवीनां, मध्ये लब्धपताकिका । सौन्दर्यशीलपूर्णाङ्गी, देवी कमलसुन्दरी ।।६।।
વિમલ રાજકુમાર અને સંસારી જીવ વામદેવનો જન્મ આદિ શ્લોકાર્થ :
તેને સર્વદેવીઓના મધ્યમાં લબ્ધ પતાકાવાળી, સૌંદર્ય, શીલથી પૂર્ણ અંગવાળી, કમલસુંદરી દેવી છે. III
શ્લોક :
तस्या गर्भे समुद्भूतः, सद्भूतगुणमन्दिरम् । सुतोऽस्ति विमलो नाम, तयोर्देवीनरेन्द्रयोः ।।७।।
Page #14
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
તેના ગર્ભમાં કમલસુંદરીના ગર્ભમાં, ઉત્પન્ન થયેલ સભૂત ગુણનું મંદિર એવો તે દેવીનો અને રાજાનો વિમલ નામનો પુત્ર છે. I૭ll બ્લોક :
स तदा बालकालेऽपि, वर्तमानो महामतिः ।
लघुकर्मतया धन्यो, न स्पृष्टो बालचेष्टितैः ।।८।। શ્લોકાર્ચ -
તે=વિમલ નામનો પુત્ર, ત્યારે બાલ્યકાલમાં પણ વર્તતો મહામતિવાળો, લઘુકર્મપણાને કારણે ધન્ય, બાલ ચેષ્ટાઓથી સ્પર્ધાયેલો ન હતો. IIkII. શ્લોક :
अथ तत्र पुरे ख्यातः, समस्तजनपूजितः ।
आसीद् गुणाश्रयः श्रेष्ठी, सोमदेवो महाधनः ।।९।। શ્લોકાર્ચ -
હવે, તે નગરમાં સમસ્તજનથી પૂજાયેલો, પ્રસિદ્ધ, ગુણના આશ્રયવાળો, મહાધનવાળો, સોમદેવ નામનો શ્રેષ્ઠી હતો. ll ll શ્લોક :
धनेन धनदं धन्यो, रूपेण मकरध्वजम् ।
धिया सुरगुरुं धीरो, यो विजिग्ये गतस्मयः ।।१०।। બ્લોકાર્ધ :
ધન્ય, ધીર, ગર્વ રહિત એવા જેણે ધન વડે કુબેરને, રૂ૫ વડે કામદેવને અને બુદ્ધિ વડે સુરગુરુને=બૃહસ્પતિને જીતી લીધો. ll૧૦| શ્લોક -
तस्यानुरूपाशीलाढ्या, लावण्यामृतशालिनी ।
भर्तृभक्ताऽभवद् भार्या, नाम्ना कनकसुन्दरी ।।११।। શ્લોકાર્ચ -
તેને અનુરૂપ શીલવાળી, લાવણ્ય અમૃતશાલી, ભર્તામાં ભક્ત કનકસુંદરી નામની ભાર્યા હતી. II૧૧II
Page #15
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
બ્લોક :
ततोऽहं गुटिकादानाद् भवितव्यतया तया ।
તસ્થા: પ્રવેશિતઃ વુક્ષો, ભદ્ર પુષ્પોન્વિતઃ સારા શ્લોકાર્ચ -
ત્યારપછી=સંસારી જીવ અનેક ભવોને ભટકીને ચરમભવની ગુટિકા જીર્ણ થાય છે ત્યારપછી, હું=સંસારી જીવ, તે ભવિતવ્યતા વડે ગુટિકા દાનથી તેણીની કુક્ષિમાં-કનકસુંદરીની કુક્ષિમાં, હે ભદ્રે ! અગૃહીતસંકેતા ! પુણ્યોદય સહિત પ્રવેશ કરાવાયો. ll૧રી શ્લોક :
अथ संपूर्णकालेन, प्रविभक्तशरीरकः ।
स्थितश्चाहं बहिोंने रङ्गमध्ये यथा नटः ।।१३।। શ્લોકાર્ચ -
હવે સંપૂર્ણકાલથી ગર્ભના સંપૂર્ણકાલથી, પ્રવિભક્ત શરીરવાળો શરીરની રચના સંપન્ન થઈ છે એવો, હું યોનિમાંથી બહાર આવવામાં સ્થિત થયો. જે પ્રમાણે રંગ મધ્યમાં નટ. અર્થાત્ જે પ્રમાણે નટ રંગ મધ્યમાં પ્રવેશ કરે છે તે રીતે હું ગર્ભમાંથી બહાર નીકળ્યો. II૧all શ્લોક :
ततः किल प्रसूताऽहं, जातो मे पुत्रकोऽनघः ।
इति भावनया चित्ते, जनन्या प्रविलोकितः ।।१४।। શ્લોકાર્ચ -
ત્યારપછી=સંસારી જીવ ગર્ભમાંથી બહાર આવે છે ત્યારપછી, હું પ્રસૂતા છું, મારો નિર્દોષ પુત્ર થયો. એ પ્રકારની ભાવનાથી ચિતમાં માતા વડે હું જોવાયો. ll૧૪ll શ્લોક :
सोऽपि पुण्योदयो जातः, केवलं नेक्षितस्तया ।
जनदृष्ट्या न दृश्यन्ते, तेऽन्तरङ्गजना यतः ।।१५।। શ્લોકાર્થ:
તે પણ પુણ્યોદય-મારી સાથે આવેલો તે પણ પુણ્યોદય, જન્મ્યો. કેવલ તેણી વડે મારી માતા વડે, જોવાયો નહીં. જે કારણથી જનદષ્ટિથી તે અંતરંગ લોકો પુણ્યોદયાદિ અંતરંગ લોકો, દેખાતા નથી. તેથી માતા વડે પુણ્યોદય જોવાયો નહીં એમ અન્વય છે. ll૧૫ll
Page #16
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
ज्ञातोऽहं सोमदेवेन, परिवारनिवेदितः ।
તતષ તિસ્પેન, સુતનન્મમહોત્સવઃ ।।૬।।
શ્લોકાર્થ :
સોમદેવ વડે પરિવારથી નિવેદિત કરાયેલો એવો હું જણાયો. અને ત્યારપછી તેના વડે=સોમદેવ વડે, પુત્રજન્મમહોત્સવ કરાવાયો. II૧૬
શ્લોક ઃ
दत्तानि भूरिदानानि पूजिता गुरुसंहतिः ।
प्रनृत्ता बान्धवाः सर्वे, वादितानंदमर्दलाः । ।१७।।
શ્લોકાર્થ ઃ
ઘણાં દાનો અપાયાં. ગુરુવર્ગ પૂજાયો. સર્વ બંધુવર્ગો નૃત્ય કરવા લાગ્યા. આનંદની મર્દલાઓ વગાડાઈ=વાજિંત્રો વગાડાયાં. ||૧૭||
શ્લોક ઃ
अथातीतेऽतितोषेण, द्वादशाहे च सोत्सवम् ।
ततो मे विहितं नाम, वामदेव इति स्फुटम् ।।१८।।
૫
શ્લોકાર્થ :
હવે અતિતોષથી ઉત્સવ સહિત બાર દિવસ પસાર થયે છતે ત્યારપછી વામદેવ એ પ્રમાણે સ્પષ્ટ મારું નામ કરાયું. ૧૮
શ્લોક ઃ
ततः संवर्धमानोऽहमत्यन्तसुखलालितः ।
યાવન્ મદ્રે! સમાપન્નો, વ્ય ચૈતન્યસંવત:।।શ્।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી અત્યંત સુખથી લાલિત થયેલો, સંવર્ધન કરાતો એવો હું હે ભદ્રે અગૃહીતસંકેતા ! જ્યાં સુધી વ્યક્ત ચૈતન્ય સંગત થયો, ૧૯૫
શ્લોક ઃ
तावद्दृष्टौ मया भद्रे !, कृष्णाकारधरौ नरौ । તોપ નિફ્ટે વા, નારી વનિતદિન ।।૨૦।।
Page #17
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
ત્યાં સુધી હે ભદ્ર અગૃહીતસંકેતા ! કૃષ્ણ આકારને ધારણ કરનાર બે મનુષ્યો મારા વડે જોવાયા અને તે બેની નિકટમાં કરચલીના દેહવાળી વક્ર નારી જોવાઈ. આર.ll શ્લોક :
चिन्तितं च मया हन्त, किमिदं मानुषत्रयम् ।
मत्समीपे समायातं, किंवाऽऽश्रित्य प्रयोजनम्? ।।२१।। શ્લોકાર્ચ -
અને મારા વડે વિચારાયું. આ માનુષત્રય કોણ છે? કેમ મારી સમીપે આવ્યું છે ? અથવા કયા પ્રયોજનને આશ્રયીને આવ્યું છે ? ||૧| શ્લોક :
अथैकस्तत्र मां गाढं, बलादालिङ्ग्य मानवः ।
निपत्य पादयोस्तेषां, ततश्चेत्थमभाषत ।।२२।। શ્લોકાર્ચ -
હવે ત્યાં તે ત્રણ માનુષમાં, એક માનવ મને બલાત્કારથી ગાઢ આલિંગન કરીને તેઓના=બે મનુષ્યોના, ચરણમાં પડીને, ત્યારપછી આ પ્રમાણે બોલ્યો. પરચા બ્લોક :
मित्र! प्रत्यभिजानीषे, किं मां किं नेति वा पुनः? ।
मयोक्तं नेति तच्छृत्वा, सञ्जातः शोकविह्वलः ।।२३।। શ્લોકાર્ચ -
હે મિત્ર ! શું મને ઓળખે છે ? અથવા વળી નથી ઓળખતો ? મારા વડે કહેવાયું. નહીં હું ઓળખતો નથી. તે સાંભળીને હું ઓળખતો નથી તે સાંભળીને, શોકવિત્વલ થયો તે એક પુરુષ શોકવિહ્વળ થયો. ll૨3II શ્લોક :
मयोक्तं तात! किं जातस्त्वमेवं शोकविह्वलः? ।
तेनोक्तं चिरदृष्टोऽपि, यतोऽहं विस्मृतस्त्वया ।।२४।। શ્લોકાર્ચ - મારા વડે કહેવાયું. હે તાત! શું થયું. આ રીતે તું શોકવિહ્વળ કેમ છો ? તેના વડે કહેવાયું તે
Page #18
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
પુરુષ વડે કહેવાયું, જે કારણથી ચિર જોવાયેલો પણ હું વિત થયો ઘણા ભવોનો આપણો પરિચય હોવા છતાં તું મને ઓળખતો નથી. તેથી હું શોકવિહ્વળ છું એમ અન્વય છે. ૨૪ll શ્લોક :
मयोक्तं कुत्र दृष्टोऽसि, त्वं मया वरलोचन! ।
तेनोक्तं कथयाम्येष, समाकर्णय साम्प्रतम् ।।२५।। શ્લોકાર્ચ -
મારા વડે કહેવાયું. હે વરલોચન ! તું મારા વડે ક્યાં જોવાયો છું? તેના વડેeતે મનુષ્ય વડે, કહેવાયું. આ હું કહું છું હવે તું સાંભળ. ll૨૫ll શ્લોક :
पुरेऽसंव्यवहारे त्वमासीर्वास्तव्यकः पुरा ।
તત્ર સન્માશાસ્તોત!, વંદવર્ત વયસ્થા: Jારદ્દા શ્લોકાર્ય :
અસંવ્યવહાર નગરમાં પૂર્વમાં તું વાસ્તવિક હતો, ત્યાં મારા જેવા છે. તાત ! તારે ઘણા મિત્રો હતા. llll. શ્લોક :
केवलं तत्र नाभूवमहमद्यापि ते सखा ।
अन्यदा निर्गतोऽसि त्वं, पूरे भ्रमणकाम्यया ।।२७।। શ્લોકાર્ચ -
કેવલ ત્યાં હું હજી પણ તારો મિત્ર થયો નહીં. અન્યદા તું નગરોમાં ભ્રમણની કામનાથી નીકળેલો છો. ર૭ી. શ્લોક :
ततश्चैकाक्षवासे त्वं, विकलाक्षपुरे भ्रमन् ।
पञ्चाक्षपशुसंस्थाने, कदाचित्पुनरागतः ।।२८ ।। શ્લોકાર્ચ -
અને ત્યારપછી એકાક્ષવાસમાં, વિકલાક્ષેપુરમાં ભમતો તું પંચાક્ષપશુસંસ્થાનમાં ક્યારેક વળી આવ્યો. ૨૮II
Page #19
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
બ્લોક :
तत्र ये गर्भजाः सन्ति, संज्ञिनः कुलपुत्रकाः ।
अन्यस्थानानि पर्यट्य, तेषु प्राप्तोऽसि सुन्दर! ।।२९।। શ્લોકાર્ચ -
ત્યાં જે ગર્ભજ સંજ્ઞી કુલપુકકો છે અન્ય સ્થાનોને ભટકીને તેઓમાં સંજ્ઞી ગર્ભજ કુલપત્રકોમાં, હે સુંદર ! તું પ્રાપ્ત છો. l/ર૯ll શ્લોક :
अथ तत्र स्थितस्यायं जातस्तव वयस्यकः ।
तिरोभूतपरत्वेन, न सम्यग् लक्षितस्त्वया ।।३०।। શ્લોકાર્ચ -
હવે ત્યાં=સંજ્ઞી ગર્ભજ કુલપત્રકોમાં, રહેલા એવા તારો આ વયચક થયો=હું તારો મિત્ર થયો. તિરોભૂત થવામાં તત્પરપણું હોવાને કારણે=મારું તિરોધાનપણું હોવાને કારણે, તારા વડે સમ્યમ્ જોવાયો નહીં. lBoll શ્લોક -
ततो भ्रमणशीलत्वात्तातानन्तेषु धामसु ।
अनन्तवारान् भ्रान्तोऽसि, सह स्वीयमहेलया ।।३१।। શ્લોકાર્ચ -
ત્યારપછી ભ્રમણશીલપણું હોવાથી હે તાત!અનંત ધામોમાં અનંતવાર પોતાની પત્ની ભવિતવ્યતા સાથે તું ભમ્યો છે. અર્થાત્ સંસારી જીવની એક ગતિમાંથી અન્ય અન્ય ગતિમાં ભ્રમણશીલપણું હોવાથી મૃષાવાદ તેને કહે છે કે હે તાત! તું અનંતભવોમાં અનંતીવાર તારી પત્ની ભવિતવ્યતા સહિત ભમ્યો છે. II3II. શ્લોક :
कुतूहलवशेनाथ, पुरे सिद्धार्थनामके ।
बहिरङ्गे गतस्तात! कदाचित्त्वं सभार्यकः ।।३२।। શ્લોકાર્ચ -
હવે કુતૂહલના વશથી બહિરંગ સિદ્ધાર્થ નામના નગરમાં હે તાત! તું ક્યારેક ભાર્યા સહિત= ભવિતવ્યતા સહિત, ગયો. Il3II.
Page #20
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
नरवाहनराजस्य, भवने त्वं तदा स्थितः ।
दिनानि कतिचिन्नाम्ना, प्रसिद्धो रिपुदारणः ।।३३।। શ્લોકાર્થ :
ત્યારે નરવાહનરાજાના ભવનમાં કેટલાક દિવસો રિપુદારણ નામથી પ્રસિદ્ધ રહેલો. ll૧૩. શ્લોક :
संसारिजीव इत्येतत्तात! ते नाम पूर्वकम् ।
वासके वासके नाम, जायते चापरापरम् ।।३४।। શ્લોકાર્ય :
હે તાત ! સંસારી જીવ એ પ્રકારનું તારું પૂર્વનું નામ વાસક વાસકમાં=દરેક ભવમાં, અપર અપર થાય છે. ll૩૪ll બ્લોક :
ततस्तत्र स्थितेनाहं, भवता वरलोचन! ।
वयस्य! प्रत्यभिज्ञातो, मृषावाद इति स्फुटम् ।।३५ ।। શ્લોકાર્ચ -
તેથી ત્યાં=નરવાહનરાજાના ભવનમાં, રહેલા એવા તારા વડે હે વરલોચન મિત્ર ! હું મૃષાવાદ એ પ્રમાણે સપષ્ટ પ્રત્યભિજ્ઞાત થયો. llઉપા શ્લોક :
ततस्तत्र मया साधू, ललितोऽसि वरानन!। संजाता च परा प्रीतिर्मदीये ज्ञानकौशले ।।३६।।
શ્લોકાર્ય :
ત્યારપછી ત્યાં રિપદારણના ભવમાં, હે સુંદર મુખવાળા વામદેવ ! મારી સાથે તું રમેલો છે. અને મારા જ્ઞાનકૌશલમાં તને ઘણી પ્રીતિ થયેલી. ll૧૬ll
બ્લોક :
पृष्टश्चाहं त्वया तोषाद्यथेदं तव कौशलम् । जातं कस्य प्रसादेन, ममानन्दविधायकम् ? ।।३७।।
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
અને હું તારા વડે તોષથી પુછાયેલો. જે પ્રમાણે મને આનંદને કરનારું આ તારું કોશલ્ય કોના પ્રસાદથી થયું. ll૩૭ી શ્લોક :
मयोक्तं प्रतिपन्नाऽस्ति, भगिनी मे महत्तमा ।
मूढतानन्दिनी माया, रागकेसरिणोऽङ्गजा ।।३८।। શ્લોકાર્ચ -
મારા વડે કહેવાયું મૃષાવાદ વડે કહેવાયું. મૂઢતાની પુત્રી અને રાગકેસરીની પુત્રી માયા મારી મોટી બહેન સ્વીકારાઈ છે. ll૩૮ll શ્લોક :
इदं तस्याः प्रसादेन संजातं मम कौशलम् ।
सा हि संनिहिता नित्यं, मम मातेव वत्सला ।।३९।। શ્લોકાર્ધ :
અને આ મારું કૌશલ્ય તેના પ્રસાદથી માયાના પ્રસાદથી, થયું છે. દિ=જે કારણથી, તેત્રમાયા, માતાની જેમ વત્સલ મારી નિત્ય સંનિહિત છે. ll૧૯ll. બ્લોક :
यत्र यत्र मृषावादस्तत्र तत्रेह मायया ।
भवितव्यमिति प्रायो, विज्ञातं बालकैरपि ।।४०।। શ્લોકાર્ચ -
જ્યાં જ્યાં મૃષાવાદ છે ત્યાં ત્યાં અહીં=સંસારમાં, માયા વડે હોવું જોઈએ. એ પ્રમાણે પ્રાયઃ બાલકો વડે પણ વિજ્ઞાત છે. Ilol શ્લોક :
त्वयोक्तं दर्शनीयेति, साऽऽत्मीया भगिनी मम ।
मयाऽपि प्रतिपन्नं तत्तावकीनं वचस्तदा ।।४१।। શ્લોકાર્ચ -
તારા વડે કહેવાયેલું=રિપુદારણના ભવમાં વામદેવ વડે કહેવાયેલું, તારી તે ભગિની મને બતાવવી જોઈએ. મારા વડે પણ=મૃષાવાદ વડે પણ, ત્યારે તારું વચન સ્વીકારાયું. l૪૧||
Page #22
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
શ્લોકાર્થ
-
ततस्तद्वचनं तात! स्मरन्नेषोऽहमागतः ।
भगिनीं पुरतः कृत्वा, दर्शयामीति ते किल ।। ४२ ।।
તેથી=ભગિનીને બતાવવાનું વચન સ્વીકાર્યું તેથી, હે તાત ! વામદેવ ! તે વચનને સ્મરણ કરતો આ હું=મૃષાવાદ, આવેલો છું. ભગિનીને આગળ કરીને ખરેખર તને બતાવું છું. ॥૪૨॥
શ્લોક ઃ
यावता
स तदा तादृशः स्नेहस्तव तात ! मयासह ।
તત્તાદૃશા: સમુત્તાપા:, સા ૨ મૈત્રી મનોહરા ||૪રૂ।।
૧૧
શ્લોકાર્થ :
જ્યાં સુધી હે તાત ! વામદેવ ! તારો તેવો સ્નેહ ત્યારે=રિપુદારણના ભવમાં મારી સાથે હતો તે કારણથી તેવા પ્રકારના સમુલ્લાપો અને તે મનોહર મૈત્રી હતી. II૪૩]I
શ્લોક ઃ
तथापि -
न त्वं प्रत्यभिजानीषे, दृष्टमप्यधुना जनम् ।
महत्तरमतोऽपि स्यात्किं शोकभरकारणम् ? ।।४४ ।।
શ્લોકાર્થ :
તોપણ જોવાયેલા પણ જનને હમણાં તું ઓળખતો નથી. આનાથી પણ મહત્તર શોકભરનું કારણ શું હોય ? ||૪૪||
શ્લોક ઃ
तदेष मन्दभाग्योऽहं भवता परिवर्जितः ।
क्व यामि क्व च तिष्ठामि ?, संजातश्चिन्तयाऽऽतुरः ।। ४५ ।।
શ્લોકાર્થ :
તે કારણથી=આપણો જુનો પરિચય હોવા છતાં અને ગાઢ મૈત્રી હોવા છતાં તું મને ઓળખતો નથી તે કારણથી, મંદભાગ્ય એવો હું તારા વડે ત્યાગ કરાયેલો ક્યાં જાઉં અને ક્યાં રહું ? ચિંતાથી આતુર થયો=એ પ્રકારની ચિંતાથી મૃષાવાદ આતુર થયો. ।।૪૫।।
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
मयोक्तं न स्मरामीम, वृत्तान्तं भद्र! भावतः । तथापि हृदये मेऽस्ति, यथा त्वं चिरसंगतः ।।४६।।
શ્લોકાર્ય :
મારા વડે કહેવાયું વામદેવ વડે કહેવાયું. હે ભદ્ર!મૃષાવાદ ! ભાવથી આ વૃત્તાંતનું હું સ્મરણ કરતો નથી. તોપણ જે પ્રમાણે તું ચિરસંગવાળો છે, તે પ્રમાણે મારા હૃદયમાં છે. ll૪૬ll શ્લોક :
યત:दृष्टि, शीतलीभूता, चित्तमानन्दपूरितम् ।
त्वयि भद्र! मृषावादे, जाते दर्शनगोचरे ।।४७।। શ્લોકાર્ય :
જે કારણથી હે ભદ્ર! મૃષાવાદ એવો તું દર્શનનો વિષય થયે છતે મારી દષ્ટિ શીતલ થઈ છે. ચિત્ત આનંદથી પુરાયું છે. ll૪૭ll શ્લોક :
नूनं जातिस्मरा मन्ये, दृष्टिरेषा शरीरिणाम् ।
प्रिये हि विकसत्येषा, दृष्टे दन्दह्यतेऽप्रिये ।।४८।। શ્લોકાર્થ :
ખરેખર જીવોની આ દષ્ટિ હું જાતિસ્મરણ માનું છું દિ=જે કારણથી, આ દષ્ટિ, પ્રિય જોયે છતે વિકસે છે, અપ્રિય જોયે છતે બળે છે. Il૪૮il શ્લોક :
तस्मादत्र न कर्तव्यः, शोको भद्रेण वस्तुनि ।
वयस्यः प्राणतुल्यस्त्वं, ब्रूहि यत्ते प्रयोजनम् ।।४९।। શ્લોકાર્ચ -
તે કારણથી=વામદેવ મૃષાવાદને કહે છે કે મારા હૃદયમાં તારું સ્થાન છે તે કારણથી, આ વસ્તુમાં=મારા વિસ્મરણરૂપ વસ્તુમાં, ભદ્ર વડેઃમૃષાવાદ વડે, શોક કરવો જોઈએ નહીં. મિત્ર પ્રાણતુલ્ય છે. તે કહે તારું પ્રયોજન છે. llwell
Page #24
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
तेनोक्तमियदेवात्र, मम तात! प्रयोजनम् ।
यदेषाऽऽत्मीयभगिनी, दर्शिता तेऽतिवत्सला ।।५०।। શ્લોકાર્ધ :
તેના વડેઃમૃષાવાદ વડે, કહેવાયું. હે તાત ! અહીં–મારા આગમનમાં, આટલું જ પ્રયોજન છે. જે કારણથી મારી અતિવત્સલ આત્મીય ભગિની તને દેખાડાઈ. II૫oll શ્લોક :
मायेति सुप्रसिद्धाऽपि, जनैश्चरितरञ्जितैः ।
इयं बहुलिका तात!, प्रियनाम्नाऽभिधीयते ।।५१।। શ્લોકાર્ય :
માયા એ પ્રમાણે સુપ્રસિદ્ધ પણ, ચરિત્રથી રંજિત થયેલા લોકો વડે હે તાત ! વામદેવ ! આ= માયા, બહુલિકા એ પ્રકારના પ્રિય નામથી કહેવાય છે. II૫૧TI
બ્લોક :
तदेनया समं तात!, वर्तितव्यं यथा मया । अहं तिरोभविष्यामि, नास्ति मेऽवसरोऽधुना ।।५२।।
શ્લોકાર્થ :
તે કારણથી=મૃષાવાદે પોતાની ભગિનીનો પરિચય કરાવ્યો તે કારણથી, હે તાત! જે પ્રમાણે મારી સાથે વર્તન કરો છો તે પ્રમાણે આની સાથે-માયા સાથે વર્તવું જોઈએ. હું તિરોધાન થઈશ. હમણાં મારો અવસર નથી. પરા. શ્લોક :
તિयत्रेयमास्ते तत्राहं, स्थित एवेह तत्त्वतः ।
परस्परानुविद्धं हि, स्वरूपमिदमावयोः ।।५३।। શ્લોકાર્ય :
પરંતુ જ્યાં આ છે=માયા છે, ત્યાં તત્ત્વથી અહીં હું રહેલો જ છું. દિ=જે કારણથી, અમારા બેનું આ સ્વરૂપ=માયા અને મૃષાવાદનું આ સ્વરૂપ, અનુવિદ્ધ છે. પBll
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
अयं तु पुरुषस्तात!, कनिष्ठो मे सहोदरः ।
युक्तस्ते मित्रभावस्य, तेन संदर्शितो मया ।।५४ ।। શ્લોકાર્ચ -
હે તાત ! વામદેવ ! વળી આ પુરુષ મારો કનિષ્ઠ સહોદર છે. તારા=વામદેવના, મિત્રભાવને યુક્ત છે. તેથી મારા વડેઃમૃષાવાદ વડે, બતાવાયો છે. પ૪ll શ્લોક :
स्तेयनामा महावीर्यस्तिरोभूतः स्थितः पुरा ।
प्रस्तावमधुना ज्ञात्वा, सोऽयं तात! समागतः ।।५५।। શ્લોકાર્ચ -
સ્તેય નામથી મહાવીર્યવાળો, પૂર્વમાં તિરોભૂત રહેલો હમણાં પ્રસ્તાવને જાણીને હે તાત ! વામદેવ ! તે આ આવ્યો=સ્તેય આવ્યો. પપI. બ્લોક :
तदेषोऽपि त्वया नित्यं, यथाऽहमवलोकितः ।
तथैव स्नेहभावेन, द्रष्टव्यः प्रियबान्धवः ।।५६।। શ્લોકાર્ચ -
તે કારણથી=સ્તેય નામનો મારો નાનો ભાઈ છે તે કારણથી, આ પણ તારા વડેકવામદેવ પડે, નિત્ય જે પ્રમાણે હું અવલોકન કરાયો મૃષાવાદ અવલોકન કરાયો, તે પ્રમાણે જ સ્નેહભાવથી પ્રિયબાંધવ=ત્તેય, જોવો જોઈએ. પછી શ્લોક :
मयोक्तंयेयं ते भगिनी भद्र!, सा ममापि न संशयः ।
यस्ते सहोदरो भ्राता, स ममाप्येष बान्धवः ।।५७।। શ્લોકાર્ચ -
મારા વડે કહેવાયું વામદેવ વડે કહેવાયું. હે ભદ્ર ! મૃષાવાદ જે આ તારી ભગિની છે તે મારી પણ ભગિની છે, સંશય નથી. જે તારો સહોદર ભ્રાતા છે તે આ મારો પણ બાંધવ છે. પછી
Page #26
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૫
શ્લોક :
तेनोक्तंअहो महाप्रसादो मे, विहितो मदनुग्रहः ।
संजातः कृतकृत्योऽहमेवं सति नरोत्तम ।।५८।। શ્લોકાર્ચ -
તેના વડે કહેવાયું–મૃષાવાદ વડે કહેવાયું. મારા ઉપર મહાપ્રસાદ છે મારો અનુગ્રહ કરાયો. આમ હોતે છતે તે માયા અને તેનો સ્વીકાર કર્યો એમ હોતે છતે, હે નરોત્તમ ! હું મૃષાવાદ કૃત્યકૃત્ય થયો. પિ૮ll
શ્લોક :
इत्युक्त्वा स मृषावादस्तिरोभावमुपागतः । તતો જે હર સંગાતો, વિત: સ ર વીશ: ? ા૨ાા
શ્લોકાર્ય :
એ પ્રમાણે કહીને મૃષાવાદ તિરોભાવને પામ્યો. તેથી=મૃષાવાદે આ બે મનુષ્યોનો પરિચય કરાવ્યો તેથી, મારા હૃદયમાં વિતર્ક થયો. અને તે કેવા પ્રકારનો છે ? તે કહે છે – ૫૯ll.
શ્લોક :
अहो मे धन्यता नूनं, संपन्नं जन्मनः फलम् । भगिनीभ्रातरौ यस्य, समापन्नौ ममेदृशौ ।।६०।। ततो विलसतस्ताभ्यां, सार्धं मे मनसीदृशाः । નીતા વિતર્વ7ોતા, મદ્દે વિગ્રાન્તવેતસ: સાદા
બ્લોકાર્ધ :
અહો મારી ધન્યતા છે. ખરેખર મારા જન્મનું ફલ સંપન્ન થયું. જેને આવા પ્રકારનાં ભગિની અને ભાઈ પ્રાપ્ત થયાં. તેથી તે બેની સાથે માયા અને સ્ટેયની સાથે, વિલાસ કરતાં, વિભ્રાંત ચિત્તવાળા મારા મનમાં હે ભદ્ર ! અગૃહીતસંકેતા ! આવા પ્રકારના વિતર્કકલ્લોલ થયા. II૬૦-૬૧il.
શ્લોક :
वञ्चयामि जगत्सर्वं, नानारूपैः प्रतारणैः । परेषां धनसर्वस्वं, मुष्णामि च यथेच्छया ।।६२।।
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્થ :
અનેક પ્રકારના પ્રતારણથીeઠગવાથી, જગત સર્વને હું શું અને પરનું ધનસર્વસ્વ યથાઈચ્છાથી હું ચોરી કરું. llફરી શ્લોક :
ततोऽहं वञ्चनेऽन्येषां हरणे चान्यसम्पदाम् ।
प्रवर्तमानो निःशङ्कस्तुलितो लोकबान्धवैः ।।६३।। શ્લોકાર્ચ -
તેથી હું અન્યોના વંચનમાં અને અન્યની સંપત્તિના હરણમાં નિઃશંક પ્રવર્તતો લોકબાંધવો વડે તલિત થયો=હલકો થયો. II3II. બ્લોક :
ततस्तत्तादृशं वीक्ष्य, मामकीनं कुचेष्टितम् ।
गणितस्तुणतुल्योऽहं तैः सर्वैर्लोकबान्धवैः ।।६४।। શ્લોકાર્ધ :
તેથી તાદશ એવા મારા સંબંધી તે કુચેષ્ટિતને જોઈને તે સર્વ લોકબાંધવો વડે હું તૃણમુલ્ય ગણાયો. ll૧૪ll ભાવાર્થ :
રિપુદારણ ત્યારપછી અનંતાભવો ભટકી ભટકીને કોઈક રીતે કંઈક પુણ્ય ઉપાર્જન કરીને વર્ધમાન નગરમાં આવે છે. તે વખતે તે નગરમાં રાજાને પુત્ર વિમલકુમાર થાય છે અને વામદેવ શ્રેષ્ઠીપુત્ર થાય છે. વામદેવના પિતા સોમદેવ ધનાઢય છે અને કંઈક પુણ્યના ઉદયથી વામદેવ જન્મ્યો છે તેથી તે પુત્રના જન્મ સાથે જ પુણ્યોદય પણ જન્મ લે છે. કેવલ લોકોને તે પુણ્યોદય દેખાતો નથી. આ જીવ આ ઉત્તમ કુળમાં જન્મ્યો છે સાથે પુણ્યોદય પણ ઉત્પન્ન થયો છે અથવા સાથે પાપોદય ઉત્પન્ન થયો છે તેવો નિર્ણય સૂક્ષ્મ દૃષ્ટિથી જોનારા ઋષિઓ કરી શકે છે. તેથી સ્થૂલ દૃષ્ટિથી જોનારા જીવોને તે પુણ્યોદય ચક્ષુગોચર થતો નથી. તોપણ નિપુણમતિવાળા જીવો પુણ્યોદયના કાર્યને જોઈને અનુમાન કરી શકે છે કે આ જીવને આ પ્રકારનો સર્વત્ર આદરસત્કાર મળે છે, તેનું કારણ તેની સાથે જન્મેલ પુણ્યનો ઉદય છે. આથી જ કેટલાક જીવોને સર્વત્ર તિરસ્કાર થતો જોઈને અનુમાન કરે છે કે આ જીવની સાથે તે પ્રકારનો પાપોદય જન્મ્યો છે અને વામદેવ કંઈક પુણ્યથી જન્મેલો હોવાથી જન્મમહોત્સવાદિ દ્વારા સત્કાર પામે છે અને કંઈક વ્યક્ત ચૈતન્યવાળો થાય છે ત્યારે કૃષ્ણ આકારને ધારણ કરનાર બે પુરુષ અને તેની નજીકમાં કરચલીના દેહવાળી વકનારી તેને દેખાય છે. જે તેની ચિત્તવૃત્તિમાં વર્તતા મૃષાવાદ અને સ્નેય નામના બે પુરુષ છે અને માયા
Page #28
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
નામની સ્ત્રી છે. આ ત્રણને જોઈને વામદેવ વિચારે છે કયા પ્રયોજનથી આ મારી પાસે આવ્યા છે ? આ પ્રમાણે વિચારે છે ત્યારે તે ત્રણમાંથી એક પુરુષ જે મૃષાવાદ છે તે વામદેવને ગાઢ આલિંગન કરીને તેઓના પગમાં પડીને=વામદેવના પરિવારના પગમાં પડીને આ પ્રમાણે કહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવમાં વર્તતો મૃષાવાદનો પરિણામ પોતાના પૂર્વભવનો પરિચય કરાવવા અર્થે કઈ રીતે અભિવ્યક્ત થાય છે તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રીએ મૃષાવાદ સાથે વામદેવનું સંભાષણ અહીં બતાવેલ છે; કેમ કે ચિર પરિચયને કારણે તે મૃષાવાદ પોતાનો પરિચય બતાવીને અન્યોન્ય પોતાના સાગરીતો સાથે કઈ રીતે પરિચય કરાવે છે કે જેથી જીવમાં કુમિત્રનો સંસર્ગ પ્રગટ થાય છે. તે પ્રકારે બતાવવા અર્થે ગ્રંથકારશ્રીએ પ્રયત્ન કર્યો છે. વામદેવ વડે કહેવાયું. હું જાણતો નથી. તે સાંભળીને મૃષાવાદ શોકવિહ્વળ થાય છે. કેમ મૃષાવાદ શોકવિહ્વળ થાય છે, તેમ વામદેવ પૂછે છે ત્યારે કહે છે લાંબાકાળથી આપણો પરિચય છે છતાં હું વિસ્તૃત કરાયો તેથી મને શોક થાય છે. આ પ્રકારે કહીને મૃષાવાદનો જીવને ક્યારથી પરિચય છે એ બતાવે છે. પૂર્વમાં વામદેવનો જીવ અસંવ્યવહારમાં હતો ત્યાં મારા જેવા ઘણા મિત્રો હતા અર્થાતુ અસંવ્યવહાર રાશિમાં કષાયો-નોકષાયો આદિ ઘણા પરિણામો હતા. કેવલ ત્યાં હું મિત્ર તરીકે અભિવ્યક્ત થયો નહીં. પરંતુ ત્યાંથી નીકળ્યા પછી એકેન્દ્રિયમાં, વિકલેન્દ્રિયમાં, પંચેન્દ્રિય પશુસંસ્થાનમાં જ્યારે સંસારી જીવ આવ્યો ત્યારે હું તારો મિત્ર થયેલો એ પ્રમાણે મૃષાવાદ કહે છે; કેમ કે તે તે ભવોમાં જીવમાં પોતાનું વાસ્તવિક સ્વરૂપ છુપાવીને પોતાનું અવાસ્તવિક સ્વરૂપ બતાવવાની વૃત્તિઓ થાય છે. વળી, જ્યારે સિદ્ધાર્થ નામના નગરમાં નરવાહનનો પુત્ર રિપુદારણ થયો ત્યારે વ્યક્તરૂપે મૃષાવાદની મિત્રતા થઈ. આ પ્રકારે મૃષાવાદ પોતાનો પરિચય બતાવીને પોતાની સાથે માયા નામની મોટી બહેનને લાવેલ છે. વળી, મૃષાવાદનો નાનો ભાઈ તેય લાવેલ છે તેનો પરિચય કરાવે છે. તેથી પૂર્વભવમાં મૃષાવાદના પરિચયને કારણે વામદેવના ભવમાં કંઈક મૃષાવાદનો પરિણામ હોવા છતાં પ્રધાનરૂપે માયા અને તેય નામના મિત્રોની પ્રાપ્તિ થાય છે. તેથી વામદેવના જીવને તે બંને સાથે પરિચય કરાવીને મૃષાવાદ કઈ રીતે અન્ય અન્ય કષાયો તે તે ભવના નિમિત્તે પ્રાપ્ત કરાવે છે તેનું નિરૂપણ ગ્રંથકારશ્રીએ અહીં કરેલ છે. વળી મૃષાવાદ કહે છે મારી બહેન માયા અને મારા ભાઈ તેમનો પરિચય કરાવીને હું તિરોધાન થાઉં છું. મારો હમણાં અવસર નથી. તેથી વર્તમાનના ભવમાં મૃષાવાદનાં આપાદક કર્મ વામદેવને પ્રચુર નથી પરંતુ માયા અને તેમનો પરિચય પ્રચુર છે તેથી માયા સાથે ક્યારેક ક્યારેક મૃષાવાદ આવે છે તોપણ પ્રધાનરૂપે વામદેવના ભવમાં માયાના અને ચોરીના જ વિકલ્પો વર્તે છે. તેથી વારંવાર ચોરી કરવાનો અને માયા કરવાનો પરિણામ વામદેવને થાય છે જેના કારણે લોકોમાં તે નિંદાપાત્ર બને છે.
विमलवामदेवयोः सख्यम्
શ્લોક :
इतश्च नृपतेर्भार्या, या सा कमलसुन्दरी । साऽभूत्कनकसुन्दर्याः, सर्वकालं सखी प्रिया ।।६५ ।।
Page #29
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
વિમલ અને વામદેવની મિત્રતા
શ્લોકાર્ધ :
અને આ બાજુકવામદેવનું વર્ણન કર્યું ત્યારે આ બાજુ, રાજાની જે પત્ની કમલસુંદરી છે તે સર્વકાલ કનકસુંદરીની પ્રિય સખી થઈ. IIકપી શ્લોક -
ततोऽसौ तनयस्तस्या विमलो राजदारकः । जातो मे मातृसम्बन्धात्सखा निर्व्याजवत्सलः ।।६६।।
શ્લોકાર્ધ :
તેથી-કનકસુંદરી કમલસુંદરીની સખી છે તેથી, તેણીનો આ પુત્ર રાજદારક વિમલ મારી માતાના સંબંધથી વામદેવની માતાના સંબંધથી, નિર્વાવત્સલ મિત્ર થયો. III
શ્લોક :
सदोपकारपरमः, स्नेहनिर्भरमानसः । स महात्मा मया साधु, शाठ्यहीनः प्रमोदते ।।६७।।
શ્લોકાર્ય :
સદા ઉપકાર પર, સ્નેહથી નિર્ભર માનસવાળો તે મહાત્મા=વિમલકુમાર, મારી સાથે શાક્યહીન પ્રમોદ કરે છે=આનંદથી રમે છે. I૬૭ી. શ્લોક :
अहं तु तस्या वीर्येण, भगिन्याः शठमानसः ।
વિમત્તે િમત્તાપૂર્ણા, સંગાત: કોટિનાશ : II૬૮ા. શ્લોકાર્ચ -
વળી તે ભગિનીના વીર્યથી મૃષાવાદની ભગિની માયાના વીર્યથી, વિમલમાં પણ હું શઠ માનસવાળો મલઆપૂર્ણ કુટિલ આશયવાળો થયો. ll૧૮. શ્લોક :
निर्मिथ्यशाठ्यभावेन, तदेवं वर्तमानयोः । अनेकक्रीडनासारमावयोर्यान्ति वासराः ।।६९।।
Page #30
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
આ રીતે નિર્મિધ્યા અને શાક્યભાવથી વર્તતા એવા અમારા બેનાં અનેક ક્રીડાના સારવાળાં વર્ષો પસાર થાય છે=વિમલકુમાર નિર્મિધ્યાભાવથી વર્તે છે અને વામદેવ શાક્યભાવથી વર્તે છે એવા અમારા બેનાં અનેક ક્રીડાના સારવાળાં વર્ષો પસાર થાય છે. I૯ll શ્લોક :
ततश्चकौमारे वर्तमानेन, विमलेन महात्मना ।
आसाद्य सदुपाध्याय, गृहीताः सकलाः कलाः ।।७०।। શ્લોકાર્ય :
અને ત્યારપછી કુમાર અવસ્થામાં વર્તતા એવા વિમલ મહાત્મા વડે સઉપાધ્યાયને પામીને સકલ કલા ગ્રહણ કરાઈ. ll૭૦] શ્લોક :
योषितां नयनानन्दं, मीनकेतनमन्दिरम् ।
लावण्यसागराधारं, तारुण्यकमवाप सः ।।७१।। શ્લોકાર્થ :
સ્ત્રીઓના નયનનો આનંદ, મીન કેતનનું મંદિર કામદેવનું મંદિર, લાવણ્યના સાગરનો આધાર એવું તારુણ્ય તે વિમલ, પામ્યો. II૭૧II
क्रीडानन्दनकाननम् બ્લોક :
अथान्यदा मया सार्धं, ललमानो महामतिः । स क्रीडानन्दनं नाम, संप्राप्तो वरकाननम् ।।७२।।
ક્રીડાનંદન નામનો બગીચો શ્લોકાર્થ :
હવે અન્યદા મારી સાથે રમતો મહામતિ એવો તે વિમલકુમાર, ક્રીડાનંદન નામના શ્રેષ્ઠ બગીચામાં પ્રાપ્ત થયો. ll૭૨ા.
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૦
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
=
तच्च कीदृशम् ? - अशोकनागपुन्नागबकुलाङ्कोल्लराजितम् । चन्दनागरुकर्पूरतरुषण्डमनोहरम् ।।७३।। द्राक्षामण्डपविस्तारवारितातपसुन्दरम् ।
विलसत्केतकीगन्धगृद्ध्याऽन्धीकृतषट्पदम् ।।७४।।
શ્લોકાર્થ :
તે કેવા પ્રકારનો છે ?=તે બગીચો કેવા પ્રકારનો છે ? તેથી કહે છે. અશોક, નાગ, પુન્નાગ, બકુલ, અંકોલથી શોભતો, ચંદન, અગુરુ, કપૂર તરુષંડથી મનોહર, દ્રાક્ષના મંડપના વિસ્તારથી વારણ કરાયેલા તડકાથી સુંદર, કેતકીના ગંઘની ગૃદ્ધિથી વિલાસ કરતા અંધીકૃત ભમરાવાળો,
||૭૩-૭૪||
શ્લોક ઃ
अनेकतालहिंतालनालिकेरमहाद्रुमैः । यदाह्वयति हस्ताभैः, सस्पर्धमिव
નન્દનમ્ ।।૭।।
શ્લોકાર્થ ઃ
હાથ સરખાં એવાં અનેક તાલ, હિંતાલ, નાળિયેરનાં મોટાં વૃક્ષોથી જે નંદનવનની સ્પર્ધા સહિત જાણે આહ્વાન કરે છે=બોલાવે છે. II૭૫II
શ્લોક ઃ
अपि च
विविधाद्भुतचूतलतागृहकं, क्वचिदागतसारसहंसबकम् ।
सुमनोहरगन्धरणद्भ्रमरं, घुसदामपि विस्मयतोषकरम् ।। ७६ ।।
શ્લોકાર્થ :
વળી વિવિધ પ્રકારના અદ્ભુત ચૂતલતાના ગૃહવાળો, કોઈક સ્થાને આવેલા સારસ હંસના બગલાવાળો, સુમનોહર ગંધથી રણકારા કરતા ભમરાવાળો, દેવતાઓને પણ વિસ્મયતોષને કરનારો શ્રેષ્ઠ બગીચો છે એમ અન્વય છે. II૭૬।।
શ્લોક ઃ
स च तत्र मया सहितो विमलः, सरलो मनसा बहुपूतमलः । उपगत्य तदा सुचिरं विजने, रमते स्म मृगाक्षि ! मनोज्ञवने ।। ७७ ।।
Page #32
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
અને ત્યાં=બગીચામાં, તે વિમલ મનથી સરળ, બહુ પવિત્ર મનવાળો, મારી સાથે આવીને ત્યારે સુચિર એકાંતમાં હે મૃગાક્ષ ! અગૃહીતસંકેતા ! મનોજ્ઞવનમાં રમતો હતો. Il૭૭ll શ્લોક :
अत्रान्तरे किं संपनं?नूपुरारवसंमिश्रः, साशको निभृतो ध्वनिः ।
कयोश्चिज्जल्पतोर्दूरादागतः कर्णकोटरम् ।।७८।। શ્લોકાર્ય :
એટલામાં શું થયું ? એ કહે છે – બોલતા એવા કોઈક બેના નૂપુરના અવાજથી સંમિશ્ર, સાશંક નિભૂત ધ્વનિ કર્ણકોટરમાં આવ્યો. ll૭૮II
ततो विमलेनाभिहितं-वयस्य! वामदेव! कस्यायं ध्वनिः श्रूयते? मयोक्तं-कुमार! अस्फुटाक्षरतया न सम्यग् मयापि लक्षितो, बहूनां चात्र ध्वनिः संभाव्यते । यतोऽत्र काननाभोगे विचरन्ति यक्षाः, परिभ्रमन्ति नरवराः, संभाव्यन्ते विबुधा, रमन्ते सिद्धा, हिण्डन्ति पिशाचाः, संभवन्ति भूता, गायन्ति किन्नराः, पर्यटन्ति राक्षसा, निवसन्ति किम्पुरुषा, विलसन्ति महोरगा, ललन्ते गान्धर्वाः, क्रीडन्ति विद्याधराः, तस्मात्पुरतो गत्वा निरूपयावः, येन निश्चीयते कस्यायं शब्द इति, प्रतिपन्नमनेन, गतौ स्तोकं भूमिभागं, दृष्टा पदपद्धतिः । विमलेनोक्तं-वयस्य! वामदेव! मनुषमिथुनस्य कस्यचिदेषा पदपद्धतिः ,
તેથી વિમલ વડે કહેવાયું. હે મિત્ર વામદેવ ! કોનો આ ધ્વનિ સંભળાય છે ? મારા વડે=વામદેવ વડે, કહેવાયું – અસ્પષ્ટ અક્ષરપણું હોવાથી મારા વડે પણ સમ્યમ્ જણાયો નથી. અને અહીં આ બગીચામાં, ઘણા ધ્વનિની સંભાવના કરાય છે. જે કારણથી આ બગીચામાં યક્ષો વિચરે છે. તરવરો=શ્રેષ્ઠ મનુષ્યો, પરિભ્રમણ કરે છે. દેવતાઓ સંભાવના કરાય છે. સિદ્ધો રમે છે. પિશાચો ફરે છે. ભૂતો સંભવે છે. કિન્નરો ગાય છે. રાક્ષસો પર્યટન કરે છે. કિંજુરુષો નિવાસ કરે છે. મહોરમ=વિલાસ કરે છે. ગાંધર્વો રમે છે વિદ્યાધરો ક્રિીડા કરે છે. તે કારણથી આગળ જઈને આપણે બે જોઈએ. જેથી કોનો આ શબ્દ છે તે નિશ્ચય કરાય છે. આના દ્વારા=વિમલકુમાર દ્વારા, વામદેવનું વચન સ્વીકારાયું. થોડાક ભૂમિભાગમાં બંને ગયા. પદની પદ્ધતિ જોવાઈ. વિમલ વડે કહેવાયું. હે મિત્ર ! વામદેવ ! કોઈક મનુષ્ય મિથુનની આ પદપદ્ધતિ છે=આ પગલાંઓ છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
Cोs:
यतःपश्यैकानि पदान्यत्र, कोमलानि लघूनि च ।
दृश्यन्ते वालुकामध्ये, सूक्ष्मरेखाङ्कितानि च ।।७९।। श्लोार्थ :
જે કારણથી, તું જો. એક પ્રકારનાં પગલાંઓ અહીં=આ સ્થાનમાં, કોમલ અને લઘુ છે. पातु। मध्यमां सूक्ष्मरणाथी iडित जाय छे. II७८ ।। Cोs:
तथाऽन्यानि पुनर्व्यक्तचक्राङ्कुशझषादिभिः ।
लाञ्छितानि विभाव्यन्ते, पदानि विरलानि च ।।८।। दोडार्थ :
અને વળી અન્ય પગલાંઓ વ્યક્ત, ચક્ર, અંકુશ, માછલાંદિથી લાંછિત વિરલ પદો વિભાવન राय छे. IIcoll श्टोs:
लगन्ति च न देवानां, पदानीह भुवस्तले ।
सामान्यपुरुषाणां च, नेदृशी पदपद्धतिः ।।८१।। टोडार्थ:
અને દેવોના પગો અહીં ભૂતલમાં લાગતા નથી. અને સામાન્ય પુરુષોની આવા પ્રકારની પદપદ્ધતિ નથી=આવાં પગલાંઓ નથી. ll૮૧ll
तदत्र वयस्य वामदेव! विशिष्टेन केनचित्ररमिथुनेन भाव्यं, मयोक्तं-कुमार! सत्यमेवमिदमग्रतो गत्वा निरूपयावः, ततो गतौ पुनः स्तोकं भूभाग, दृष्टमतिघनतरुगहनमध्ये लतागृहकं, निरूपितं लतावितानविवरेण, तत्र च निलीनं दृष्टमपहसितरतिमन्मथसौन्दर्यं तन्मिथुनं, विलोकितं विमलेन नखाग्रेभ्यो वालाग्राणि यावत्, न दृष्टौ मिथुनेनावां, अपसृतौ कतिचित्पदानि, विमलेनोक्तं-वयस्य! न सामान्याविमौ स्त्रीपुरुषौ, यतोऽनयोः शरीरे विशिष्टानि लक्षणान्युपलभ्यन्ते, मयोक्तं -कीदृशानि नरनार्योर्लक्षणानि भवन्ति?, महत्कुतूहलं मे, ततस्तान्येव तावनिवेदयतु कुमारः, विमलेनोक्तं
તે કારણથી અહીં છે મિત્ર વામદેવ ! કોઈ વિશિષ્ટ વરમિથુન હોવું જોઈએ. મારા વડે કહેવાયું. તે કુમાર ! સત્ય જ છે. આ રીતે આગળથી જઈને આપણે બંને આ જોઈએ. ત્યારપછી બંને થોડાક ભૂભાગ ગયા. અતિઘડતરુના ગહનતા મધ્યમાં લતાગૃહક જોવાયું. લતાના વિસ્તારને વિવરણથી
Page #34
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૩
જોવાયું. અને અપહસિત તિરસ્કૃત, કર્યું છે રતિ અને મન્મથના સૌંદર્યને જેણે એવું તે મિથુન ત્યાં તે લતાગૃહમાં, નિલીન થયેલું જોવાયું. વિમલ વડે નખના અગ્રભાગથી વાળના અગ્રભાગ સુધી જોવાયું. મિથુન વડે અમે બે જોવાયા નહીં. કેટલાંક પદો પાછળ ફરાયા=વિમલ અને વામદેવ કેટલાંક પદો પાછા ફર્યા. વિમલ વડે કહેવાયું. હે મિત્ર ! આ સામાન્ય સ્ત્રી-પુરુષ નથી. જે કારણથી આ બેના શરીરમાં વિશિષ્ટ લક્ષણો દેખાય છે. મારા વડે કહેવાયું=વામદેવ વડે કહેવાયું. કેવા પ્રકારનાં સ્ત્રીપુરુષનાં લક્ષણો હોય છે. મને મહાન કુતૂહલ છે. તેથી તેને જ=સ્ત્રી-પુરુષનાં લક્ષણોને, કુમાર નિવેદિત કરો. વિમલ વડે કહેવાયું –
पुरुषलक्षणानि શ્લોક :
लक्षग्रन्थसमाख्यातं, विस्तरेण वरानन! । पुंलक्षणं झटित्येव, कस्तद्वर्णयितुं क्षमः? ।।८२।।
પુરુષના લક્ષણો શ્લોકાર્ચ -
હે વરાનન ! વામદેવ ! વિસ્તારથી લક્ષગ્રંથ કહેવાયો છે. તે પુરુષના લક્ષણને જલ્દીથી જ વર્ણન કરવા કોણ સમર્થ છે ? llcશા. બ્લોક :
तथैव लक्षणं नार्या, विज्ञेयं बहुविस्तरम् ।
तद्वर्णनं हि को नाम, पारयेत्कोऽवधारयेत् ? ।।८३।। શ્લોકાર્ચ -
તે પ્રમાણે જ સ્ત્રીનું લક્ષણ બહુ વિસ્તારવાળું જાણવું. તેનું વર્ણન કરવા કોણ સમર્થ થાય ? કોણ અવધારણ કરે ? Ilcall. શ્લોક :
अतः समासतस्तुभ्यं, यदि गाढं कुतूहलम् ।
ततोऽहं कथयाम्येष, लक्षणं नरयोषितोः ।।८४।। શ્લોકાર્ચ -
આથી તે લક્ષણો ઘણા વિસ્તારવાળાં છે આથી, જો ગાઢ કુતૂહલ છે તો આ હું=વિમલકુમાર, સમાસથી તને સ્ત્રી-પુરુષના લક્ષણને કહું છું. ll૮૪ll
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
મયો- અનુપ્રદ્દો મે, વિમલેનોरक्तस्निग्धमवक्रं च, पद्माभं मृदु कोमलम् ।
प्रशस्तं वर्णितं प्राज्ञैः, सुश्लिष्टं पादयोस्तलम् ।। ८५ ।।
*
શ્લોકાર્થ :
મારા વડે=વામદેવ વડે, કહેવાયું. મારા ઉપર અનુગ્રહ છે. વિમલ વડે કહેવાયું. રક્ત, સ્નિગ્ધ, અવક્ર, પદ્મના જેવું મૃદુ, કોમલ, સુશ્લિષ્ટ બે પાદનું તલ પ્રાજ્ઞ પુરુષ વડે પ્રશસ્ત વર્ણન કરાયું છે. II૫II
શ્લોક ઃ
शशिवज्राङ्कुशच्छत्रशङ्खादित्यादयस्तले ।
पादयोर्यस्य दृश्यन्ते, स धन्यः पुरुषोत्तमः ।। ८६ ।।
શ્લોકાર્થ ઃ
ચંદ્ર, વજ, અંકુશ, છત્ર, શંખ, આદિત્ય આદિ જેના બે પગના તલમાં દેખાય છે તે ધન્ય પુરુષોત્તમ છે. II૮૬ા
શ્લોક ઃ
एत एव च चन्द्राद्या, यद्यसंपूर्णभिन्नकाः ।
भवेयुः, पश्चिमा भोगाः संपद्यन्ते तदा नरे । ८७ ।।
'
શ્લોકાર્થ ઃ
અને આ જ ચંદ્રાદિ જો અસંપૂર્ણ, ભિન્નરૂપવાળા થાય તો મનુષ્યને પાછળની વયમાં ભોગો
પ્રાપ્ત થાય છે. II૮૭]]
શ્લોક ઃ
रासभो वा वराहो वा, जम्बुको वा परिस्फुटम् ।
दृश्येत पादतलयोर्यस्यासौ दुःखितो नरः ।।८८ ।।
શ્લોકાર્થ :
રાસભ, વરાહ, જમ્બુક જેના પાદતલમાં પરિસ્ફુટ દેખાય છે આ મનુષ્ય દુઃખિત થાય છે. ।।૮।
Page #36
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
मयोक्तं
लक्षणे प्रस्तुते वक्तुं त्वयेदमपलक्षणम् ।
વિમુરું? વિમતઃ પ્રાદ્ઘ, સમાજળય વ્હારણમ્ ।।૮।।
શ્લોકાર્થ :
મારા વડે કહેવાયું=વામદેવ વડે કહેવાયું. કહેવા માટે લક્ષણ પ્રસ્તુત હોતે છતે તારા વડે=વિમલકુમાર વડે, આ અપલક્ષણ કેમ કહેવાયું ? વિમલ કહે છે કારણ સાંભળ. IIII
શ્લોક ઃ
लक्ष्यते दृष्टमात्रस्य, नरस्येह शुभाशुभम् ।
येन तल्लक्षणं प्रोक्तं, तद्द्वेधा सुन्दरेतरम् ।।९०।।
શ્લોકાર્થ ઃ
દૃષ્ટ માત્ર નરનું અહીં=સંસારમાં, જેના વડે શુભાશુભ લક્ષણ જણાય છે તે=લક્ષણ, સુંદરઈતર બંને પ્રકારનું કહેવાયું છે. II૯૦
શ્લોક ઃ
ततश्चेदं समासेन, सुखदुःखनिवेदकम् ।
शरीरसंस्थितं चिह्न, लक्षणं विदुषां मतम् ।।९१ ।।
૨૫
શ્લોકાર્થ :
અને તેથી આ=લક્ષણ, સંક્ષેપથી સુખ-દુઃખનું નિવેદક છે. શરીરમાં રહેલું ચિહ્ન વિદ્વાનોને લક્ષણ મનાયું છે. II૯૧૩૫
શ્લોક ઃ
तेनापलक्षणस्यापि, यदिदं प्रतिपादितम् । યુń તદ્ ભદ્ર! નાનીહિ, પ્રસ્તુતે નરનક્ષને ।।૨।। मयोक्तं
માર! પરિદાસોયં, વ્યુત્પત્યર્થ મા તઃ ।
तद्ब्रूहि सर्वं यद्वाच्यं द्विगुणोऽयमनुग्रहः ।। ९३ ।।
શ્લોકાર્થ :
તેના કારણે અપલક્ષણનું પણ જે આ પ્રતિપાદન કરાયું છે તે હે ભદ્ર ! પ્રસ્તુત નરલક્ષણમાં
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ યુક્ત તું જાણ. મારા વડે કહેવાયું. હે કુમાર ! વ્યુત્પત્તિ અર્થે જાણવા માટે, મારા વડે આ પરિહાસ કરાયો છે. જે વાચ્ય છે તે સર્વ તું કહે. આ દ્વિગુણ અનુગ્રહ છે. ll૯૨-૯૩ll શ્લોક :
विमलेनोक्तंउत्तुङ्गाः पृथुलास्ताम्राः, स्निग्धा दर्पणसनिभाः ।
नखा भवन्ति धन्यानां, धनभोगसुखप्रदाः ।।१४।। શ્લોકાર્ય :વિમલ વડે કહેવાયું. ઉત્તુંગ, પૃથલ, તામ્ર, સ્નિગ્ધ, દર્પણ જેવા નખો ધન્ય જીવોને ધન, ભોગ અને સુખને દેનારા થાય છે. II૯૪ll શ્લોક :
सितैः श्रमणता ज्ञेया, रुक्षपुष्पितकैः पुनः ।
जायते किल दुःशीलो, नखैलोकेऽत्र मानवः ।।१५।। શ્લોકાર્ચ -
સિત નખો વડે શ્રમણતા જાણવી. રુક્ષ, પુષ્પિતક એવા નખો વડે ખરેખર આ લોકમાં માનવ દુ:શીલ થાય છે. Imલ્પા શ્લોક :
मध्ये संक्षिप्तपादस्य, स्त्रीकार्ये मरणं भवेत् ।
निर्मांसावुत्कटौ पादौ, न प्रशस्तावुदाहृतौ ।।९६ ।। શ્લોકાર્ય :
મધ્યમાં સંક્ષિપ્ત પાદવાળા પુરુષનું સ્ત્રીના કાર્યમાં મરણ થાય છે. નિર્માસવાળા ઉત્કટ બે પગો પ્રશસ્ત કહેવાયા નથી. II૯૬ શ્લોક :
कूर्मोन्नतौ घनौ स्निग्धौ, मांसलौ समकोमलौ ।
सुश्लिष्टौ चरणौ धन्यौ, नराणां सुखसाधको ।।९७।। શ્લોકાર્ચ -
કૂર્મમાં ઉન્નત, ધન, સ્નિગ્ધ, માંસલ, સમકોમલ, સુશ્લિષ્ટ ધન્ય બે ચરણો મનુષ્યના સુખ સાધક છે. II૯૭ી.
Page #38
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
ये काकजङ्घाः पुरुषास्तथैवोद्बद्धपिण्डिकाः ।
ये दीर्घस्थूलजङ्घाश्च, दुःखितास्तेऽध्वगामिनः ।।९८।। શ્લોકાર્ચ -
જે કાકજંઘાવાળા પુરુષ છે, તે પ્રમાણે જ ઉબદ્ધપિંડીવાળા છે, જે દીર્ઘ સ્કૂલ જંઘાવાળા છે તે પુરુષો માર્ગમાં જનારા દુઃખિત છે. II૯૮II. શ્લોક :
ये हंसशिखिमातङ्गवृषगत्यनुकारिणः ।
नरास्ते सुखिनो लोके, दुःखिनोऽन्ये प्रकीर्तिताः ।।९९।। શ્લોકાર્થ :
જેઓ હંસ, શિબિ=મોર, માતંગ, વૃષ ગતિને અનુસરનારા નરો છે તેઓ લોકમાં સુખી છે. અન્ય દુઃખી કહેવાયા છે. II૯૯II શ્લોક :
जानुद्वयं भवेद् गूढं, गुल्फो वा सुसमाहितौ ।
यस्यासौ सुखितो ज्ञेयो, घटजानुर्न सुन्दरः ।।१००।। શ્લોકાર્ચ -
જાનુ બે ગૂઢ હોય અથવા સુસમાહિત ગુલ્ફ જેને હોય એ સુખી જાણવો. ઘટનાનુવાળો સુંદર નથી. II૧૦૦II શ્લોક :
हस्वं राजीवसच्छायमुन्नतं मणिके शुभम् ।
वक्रं दीर्घ विवर्णं च न लिङ्गमिह शस्यते ।।१०१।। શ્લોકાર્ધ :
હૃસ્વ કમળ જેવી કાંતિવાળું મણિકમાં ઉન્નત શુભ લિંગ જાણવું અને વક્ર, દીર્ઘ, વિવર્ણવાળું લિંગ અહીં પુરુષમાં, પ્રશસ્ત નથી. II૧૦૧ાા શ્લોક :
दीर्घायुष्का भवन्तीह, प्रलम्बवृषणा नराः । उत्कटाभ्यां पुनस्ताभ्यां, ह्रस्वायुष्काः प्रकीर्तिताः ।।१०२।।
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
અહીં=મનુષ્યલોકમાં, પ્રલમ્બવૃષણવાળા નરો દીર્ઘ આયુષ્ક થાય છે. વળી ઉત્કટ એવા તે બંને દ્વારા હૃસ્વ આયુષ કહેવાયા છે. ll૧૦રા. શ્લોક :
मांसोपचितविस्तीर्णं, शुभकारि कटीतटम् ।
तदेव दारिद्र्यकरं, विज्ञेयं ह्रस्वसङ्कटम् ।।१०३।। શ્લોકાર્ચ -
માંસથી ઉપચિત વિસ્તીર્ણ, શુભને કરનાર કટીતટ છે. હૃસ્વ અને સાંકળી તે જ=કટીતટ જ દારિત્ર્યને કરનાર, જાણવું. ll૧૦૩|| શ્લોક :
यस्योदरं भवेत्तुल्यं, सिंहव्याघ्रशिखण्डिनाम् ।
तथैव वृषमत्स्यानां, भोगभोगी स मानवः ।।१०४।। શ્લોકાર્થ :
જેનું ઉદર સિંહ, વાઘ, અને શિખંડીઓને તુલ્ય હોય તે પ્રમાણે જ વૃષ અને મત્સ્યોને તુલ્ય હોય તે માનવ ભોગભોગી થાય છે. ll૧૦૪ શ્લોક :
वृत्तोदरोऽपि भोगानां, भाजनं किल गीयते ।
शूरो निवेदितः प्राज्ञैर्मण्डूकसमकुक्षिकः ।।१०५।। શ્લોકાર્ચ -
વૃત્ત ઉદરવાળો પણ ભોગોનું ભાજન ગણાય છે. મંડૂક સમ કુક્ષિવાળો પ્રાજ્ઞો વડે શૂર, નિવેદિત કરાયો છે. ll૧૦૫ શ્લોક :
गम्भीरा दक्षिणावर्ता, नाभिरुक्तेह सुन्दरा ।
वामावर्ता च तुङ्गा च, नेष्टा लक्षणवेदिभिः ।।१०६।। શ્લોકાર્થ :
અહીં=શરીરમાં, ગંભીર, દક્ષિણ આવર્તવાળી નાભિ સુંદર કહેવાય છે. અને ડાબા આવર્તવાળી તુંગ=ઊંચી નાભિ લક્ષણના જાણનારાઓ વડે ઈષ્ટ નથી. II૧૦૬ો.
Page #40
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
विशालमुन्नतं तुङ्ग, स्निग्धलोमशमार्दवम् ।
वक्षःस्थलं भवेद् धन्यं, विपरीतमतोऽपरम् ।।१०७।। શ્લોકાર્ચ -
વિશાલ, ઉન્નત, તુંગ=ઊંચું, સ્નિગ્ધ, લોમશ=રોમવાળું, માર્દવ વક્ષઃસ્થલ ધન્ય પુરુષને હોય છે, આનાથી બીજું વિપરીત છે. II૧૦૭ી. બ્લોક :
कूर्मसिंहाश्वमातङ्गसमपृष्ठाः शुभा नराः ।
उद्बद्धबाहवो दुष्टा, दासास्तु लघुबाहवः ।।१०८।। શ્લોકાર્થ :
કૂર્મ, સિંહ, અશ્વ, માતંગ જેવા પૃષ્ઠવાળા મનુષ્ય શુભ છે. ઉબદ્ધ બાહુવાળા દુષ્ટ છે. લઘુબાહુવાળા દાસ છે. ll૧૦૮l બ્લોક :
प्रलम्बबाहवो धन्याः, प्रशस्ता दीर्घबाहवः ।
अकर्मकठिनौ हस्तौ, विज्ञेयाः पादवन्नखाः ।।१०९।। શ્લોકાર્ચ -
પ્રલમ્બબાહુવાળા ધન્ય છે. દીર્ઘબાહુવાળા પ્રશસ્ત છે. બે હાથ ક્રિયા રહિત હોવાથી કઠિન છે. પગની જેમ નખો જાણવા. II૧૦૯ll બ્લોક :
दीर्घा मेषसमः स्कन्धो, निर्मासो भारवाहकः ।
मांसलो लक्षणज्ञानां, लघुस्कन्धो मतः किल ।।११०।। શ્લોકાર્ચ -
દીર્ઘ, માંસ વિનાનો, મેષ જેવો સ્કંધ ભારને વહન કરનારા છે. લક્ષણ જાણનારાઓને માંસલ પુષ્ટ, લઘુસ્કંધ સમ્મત છે. II૧૧૦|| શ્લોક :
कण्ठो दुःखकरो ज्ञेयः, कृशो दीर्घश्च यो भवेत् । સ પુત્રિમ શ્રેષ્ઠ, વનિત્રવિરનતઃ પા૨૨૨
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
જે કૃશ અને દીર્ઘ હોય તે-કંઠ, દુઃખને કરનારો જાણવો, કમ્બના જેવો વલિત્રયથી શોભતો શ્રેષ્ઠ જાણવો. II૧૧૧II. શ્લોક :
लघ्वोष्ठो दुःखितो नित्यं, पीनोष्ठः सुभगो भवेत् ।
विषमोष्ठो भवेद्भीरुर्लम्बोष्ठो भोगभाजनम् ।।११२।। શ્લોકાર્ચ -
લઘુ ઓષ્ઠવાળો નિત્ય દુઃખિત થાય. પીન ઓષ્ઠવાળો સુભગ થાય. વિષમ ઓષ્ઠવાળો ભીરુ થાય. લંબ ઓષ્ઠવાળો ભોગનું ભાજન થાય. ll૧૧ શ્લોક :
શુદ્ધ સમા શિરિનો, દ્રા નિકથા થના: અમ:
विपरीताः पुनर्जेया, नराणां दुःखहेतवः ।।११३।। શ્લોકાર્થ :
શુદ્ધ, સમાન, શિખરિણી જેવા દાંતો સ્નિગ્ધ, ઘન, શુભ છે. વળી વિપરીત-પૂર્વના કહેલા ભાવોથી વિપરીત દાંતો મનુષ્યને દુઃખના હેતુ છે. ll૧૧all શ્લોક :
द्वात्रिंशद्रदनो राजा, भोगी स्यादेकहीनकः ।
त्रिंशता मध्यमो ज्ञेयस्ततोऽधस्तान सुन्दरः ।।११४।। શ્લોકાર્ચ -
બત્રીશ દાંતવાળો પુરુષ રાજા થાય. એકહીનવાળો ભોગી થાય. ત્રીશ દાંતવાળો મધ્યમ જાણવો. તેનાથી હીન દાંતવાળો સુંદર નથી. II૧૧૪ll. શ્લોક -
स्तोकदन्ता अतिदन्ता, श्यामदन्ताश्च ये नराः ।
મૂષ: સમદ્રિત્તીશ્વ, તે પાપા: પરિવર્તિતા. સાધા શ્લોકાર્ચ -
થોડા દાંતીવાળા, અતિ દાંતવાળા, શ્યામ દાંતવાળા જે નરો છે, ઉંદરડા સમાન દાંતવાળા છે તે પાપી કહેવાયા છે. II૧૧૫
Page #42
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
बीभत्सैश्च करालैश्च, दन्तैर्विषमसंस्थितैः । तेऽत्यन्तपापिनो ज्ञेया, दुष्टशीला नराधमाः ।।११६।।
શ્લોકાર્થ ઃ
બીભત્સ, કરાલ વિષમ સંસ્થિત દાંતોથી તે અત્યંત પાપી, દુષ્ટશીલવાળા નરાધમ જાણવા. ||૧૧૬||
શ્લોક ઃ
=
या पद्मदलसच्छाया, सूक्ष्मा सा शास्त्रवेदिनाम् ।
भवेज्जिह्वा विशालाक्ष ! चित्रिता मद्यपायिनाम् ।।११७ ।।
શ્લોકાર્થ
જે પદ્મદલની સછાયાવાળી જિહ્વા છે તે શાસ્ત્રને જાણનારાઓની સૂક્ષ્મ જિહ્વા છે. હે વિશાલાક્ષ ! મધ પીનારાઓની જિહ્વા જુદા જુદા પ્રકારની થાય છે. ।।૧૧૭।।
શ્લોક ઃ
शूराणां पद्मसच्छायं, भवेत्तालु मनोरमम् ।
कृष्णं कुलक्षयकरं, नीलं दुःखस्य कारणम् ।। ११८ ।।
૩૧
શ્લોકાર્થ :
શૂરવીર પુરુષોનું તાળવું કમળના પત્ર જેવી કાંતિવાળું મનોરમ હોય છે. કૃષ્ણ તાલુ કુલને ક્ષય કરનાર છે, નીલ તાલુ દુઃખનું કારણ છે. II૧૧૮।।
શ્લોક ઃ
हंससारसनादानुकारिणः सुस्वरा नराः ।
भवन्ति सुखिनः काकखरनादास्तु दुःखिताः ।।११९।।
શ્લોકાર્થ :
હંસ, સારસના નાદને અનુસરનારા સુસ્વરવાળા નરો સુખી થાય છે. કાગડા અને ખરનાદવાળા દુઃખિત થાય છે. ||૧૧૯૪॥
શ્લોક ઃ
दीर्घया सुखितो नित्यं, सुभगस्तु विशुद्धया ।
नसा चिपिटया पापश्चौरः कुञ्चितनासिकः ।। १२० ।।
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ - દીર્ઘ એવી નાસિકાથી નિત્ય સુખી હોય છે. વિશુદ્ધ એવી નાસિકાથી સુભગ હોય છે. રિપિટ એવી નાસિકાથી પાપી હોય છે. કુંચિત નાસિકાવાળો ચોર હોય છે. ll૧૨૦|| શ્લોક :
नीलोत्पलदलच्छाया, दृष्टिरिष्टा मनस्विनाम् । मधुपिङ्गा प्रशस्तैव, पापा मार्जारसन्निभा ।।१२१ ।।
શ્લોકાર્ધ :
નીલકમલના દલની કાંતિ જેવી દષ્ટિ મનસ્વીઓને ઈષ્ટ છે. પીળા વર્ણવાળી દષ્ટિ પ્રશસ્ત જ છે. બિલાડા જેવી દષ્ટિ પાપી છે. ll૧૨૧II શ્લોક :
सदृष्टिब्रिह्मदृष्टिश्च, रौद्रदृष्टिश्च केकरा ।
दीनातिरक्ता रूक्षा च, पिङ्गला च विगर्हिता ।।१२२।। શ્લોકાર્થ :
વાંકી દષ્ટિ, સદ્દષ્ટિ, રૌદ્રદષ્ટિ, કેકરા છે=વક છે. દીન, અતિરક્ત, રુક્ષ અને પિંગલા દષ્ટિ ગહિત નિંધ છે. II૧૨ll શ્લોક :
इन्दीवराभा धन्यानां, गम्भीरा चिरजीविनाम् ।
विपुला भोगिनां दृष्टिरुच्छ(ज्ज्व)ला स्तोकजीविनाम् ।।१२३।। શ્લોકાર્ચ -
ધન્ય જીવોને ચંદ્રની આભા જેવી દષ્ટિ હોય છે. ચિરજીવીઓને ગંભીર દષ્ટિ હોય છે. ભોગીઓની વિપુલ દષ્ટિ હોય છે. થોડું જીવનારાઓની ઉચ્છલ ઊછળતી દષ્ટિ હોય છે. II૧૨૩ાા શ્લોક :
काणाद्वरतरोऽन्धः स्यात्केकरादपि काणकः ।
वरमन्धोऽपि काणोऽपि, केकरोऽपि न कातरः ।।१२४ ।। શ્લોકાર્ય :
કાણાથી અંધ શ્રેષ્ઠ છે. અંધ પણ સારો, કાણો પણ સારો, કેકર ત્રાંસી આંખવાળો પણ સારો, કાયર પુરુષ સારો નથી. I૧૨૪TI.
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ બ્લોક :
अबद्धलक्ष्या सततं, घूर्णते कारणं विना ।
रूक्षाभा म्लानरूपा च, सा दृष्टिः पापकर्मणाम् ।।१२५ ।। શ્લોકાર્ધ :
અબદ્ધ લક્ષવાળી દષ્ટિ કારણ વગર સતત ભટકે છે. અને રુક્ષ જેવી પ્લાનરૂપ તે દષ્ટિ પાપકર્મોવાળા જીવોને છે. ll૧૫l શ્લોક :
अधो निरीक्षते पापः, सरलं ऋजुरीक्षते ।
ऊर्ध्वं निरीक्षते धन्यस्तिरश्चीनं तु कोपनः ।।१२६ ।। શ્લોકાર્થ :
પાપી નીચે જુએ છે. ઋજુ સરલ જુએ છે. ધન્ય ઊર્ધ્વ જુએ છે. કોપવાળો તિરછું જુએ છે. II૧૨૬ll શ્લોક :
दीर्घ पृथुलरूपे च, मानसौभाग्यशालिनाम् ।
भ्रवौ नराणां हीने तु, योषिदर्थे महापदाम् ।।१२७।। શ્લોકાર્ય :
માનસૌભાગ્યશાળી એવા મનુષ્યોના દીર્ઘ અને પૃથલરૂપવાળા ભૂ-ભવાંઓ, હોય છે. સ્ત્રીના અર્થમાં મહાઆપત્તિવાળાઓને હીન ભવાં હોય છે. ll૧૨૭ી શ્લોક :
लघुस्थूलौ महाभोगौ, कर्णौ तौ धनभागिनाम् ।
आखुकणे भवेन्मेधा, लोमशौ चिरजीविनाम् ।।१२८ ।। શ્લોકાર્ય :
ધનભાગીઓને મહાભોગવાળા લઘુનાના, અને સ્થૂલ તે બે કાન હોય છે. ઉંદરડા જેવા કાનમાં મેધા=બુદ્ધિ, હોય છે. લોમવાળા બે કાનો ચિરજીવીઓને હોય છે. ll૧૨૮ll શ્લોક :
ललाटपट्टो विपुलश्चन्द्राभः सम्पदाकरः । दुःखिनामतिविस्तीर्णः, संक्षिप्तः स्वल्पजीविनाम् ।।१२९।।
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૪
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
વિપુલચંદ્રના જેવું લલાટપટ્ટ સંપત્તિઓનું સ્થાન હોય છે. દુઃખિતોનું અતિવિસ્તીર્ણ લલાટપટ્ટ હોય છે. સ્વલા જીવીઓનું સંક્ષિપ્ત લલાટપટ્ટ હોય છે. ll૧૨૯ll શ્લોક :
वामावर्तो भवेद्यस्य, वामायां दिशि मस्तके ।
निर्लक्षणः क्षुधाक्षामो भिक्षामट्यात्स रूक्षिकाम् ।।१३०।। શ્લોકાર્ચ -
મસ્તકમાં ડાબી દિશામાં જેને વામ આવર્ત હોય તે નિર્લક્ષણવાળો, સુધાથી ક્ષીણ શરીરવાળો રુક્ષિકા ભિક્ષાને માટે ભટકે છે. ll૧૩૦|| શ્લોક :
दक्षिणो दक्षिणे भागे, यस्यावर्तस्तु मस्तके ।
तस्य नित्यं प्रजायेत, कमला करवर्तिनी ।।१३१ ।। શ્લોકાર્થ :
મસ્તકના દક્ષિણ ભાગમાં જેને દક્ષિણ આવર્ત છે તેને નિત્ય કરવત કમલા=લક્ષ્મી, થાય છે. II૧૩૧II
શ્લોક :
यदि स्यादक्षिणे वामो, दक्षिणो वामपार्श्वके । पश्चात्काले ततस्तस्य भोगा नास्त्यत्र संशयः ।।१३२।।
શ્લોકાર્થ :
જો પુરુષના મસ્તકના ડાબા ભાગમાં જમણો ભમરો હોય અથવા જમણા ભાગમાં ડાબો ભમરો હોય તો તેને પાછળના કાલમાં ભોગો પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. II૧૩રા શ્લોક :
स्फुटिता रूक्षमालिनाः, केशा दारिद्र्यहेतवः ।
सुखदास्ते मृदुस्निग्धा, वह्याभाः केलिहेतवः ।।१३३।। શ્લોકાર્ચ - રુક્ષ, મલિન, સ્ફટિત કેશો દારિદ્રયના હેતુઓ છે. મૃદુ, સ્નિગ્ધ, અગ્નિ જેવા, કેલિના હેતુ એવા કેશો સુખને દેનારા છે. II૧૩૩
Page #46
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૩૫
શ્લોક :
ચર્થउरोमुखललाटानि, पृथूनि सुखभागिनाम् ।
गम्भीराणि पुनस्त्रीणि, नाभिः सत्त्वं स्वरस्तथा ।।१३४।। શ્લોકાર્ચ -
અને બીજું, સુખભાગીઓને ઊર, છાતી અને લલાટ વિશાળ હોય છે. તથા નાભિ, સત્વ અને સ્વર ત્રણ વળી ગંભીર હોય છે. II૧૩૪ll શ્લોક :
केशदन्तनखाः सूक्ष्मा, भवन्ति सुखहेतवः ।
कण्ठः पृष्ठं तथा जो, ह्रस्वं लिङ्गं च पूजितम् ।।१३५ ।। શ્લોકાર્ચ -
સૂમ એવા કેશ, દાંત અને નખ સુખના હેતુ થાય છે. કંઠ, પીઠ. બે જંઘા પુરુષચિહ્ન ટૂંકું હોય તે પૂજવા યોગ્ય થાય છે. ll૧૩૫ll શ્લોક :
रक्ता जिह्वा भवेद्धन्या, पाणिपादतलानि च ।
पृथुलाः पाणिपादास्तु, धन्यानां दीर्घजीविनाम् ।।१३६ ।। શ્લોકાર્ચ -
દીર્ઘજીવી વન્ય પુરુષોને જીભ રાતી હોય છે. હાથ-પગનાં તળિયાં લાલ હોય છે અને હાથ-પગ વિશાળ હોય છે. ll૧૩૬ll શ્લોક :
स्निग्धदन्तः शुभाचारः, सुभगः स्निग्धलोचनः ।
नरोऽतिदी? ह्रस्वश्च, स्थूलः कृष्णश्च निन्दितः ।।१३७।। શ્લોકાર્ચ - સ્નિગ્ધ દાંત હોય, શુભ આચાર હોય, સ્નિગ્ધ નેત્રવાળો હોય, સુભગ હોય છે. જે પુરુષ ઘણો લાંબો અને ઘણો ટૂંકો અને જાડો અને કાળો નિંદા કરવા યોગ્ય છે. ll૧૩ના
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
બ્લોક :
त्वचि रोमसु दन्तेषु, जिह्वायां चिकुरेषु च ।
नेत्रयोश्चातिरक्षा ये, ते न धन्याः प्रकीर्तिताः ।।१३८ ।। શ્લોકાર્ચ -
ચામડીમાં, રોમમાં, દાંતોમાં, જીભમાં, કેશમાં અને બે નેત્રોમાં આ બધાં સ્થાનોમાં જે પુરુષો અતિરુક્ષ હોય તે પુરુષો ધન્ય કહેવાતા નથી. ll૧૩૮ શ્લોક :
पञ्चभिः शतमुद्दिष्टं, चतुर्भिर्नवतिस्तथा । त्रिभिः षष्टिः समुद्दिष्टा, लेखाकै लवर्तिभिः ।।१३९।। चत्वारिंशत्पुनः प्रोक्तं, वर्षाणि नरजीवितम् ।
ताभ्यां द्वाभ्यां तथैकेन, त्रिंशद्वर्षाणि सुन्दर! ।।१४०।। युग्मम् । શ્લોકાર્ચ -
હે સુંદર ! કપાળમાં રહેલી પાંચ રેખાના ચિહ્ન વડે સો વર્ષનું આયુષ્ય, ચાર રેખા વડે નેવું વર્ષનું આયુષ્ય, ત્રણ રેખાઓ વડે સાઈઠ વર્ષનું આયુષ્ય બતાવ્યું છે. વળી, બે રેખા વડે ચાલીસ વર્ષનું મનુષ્યનું જીવિત કહ્યું છે, તથા એક રેખા વડે ત્રીસ વર્ષનું મનુષ્યનું જીવિત કહ્યું છે, II૧૩૯-૧૪oll શ્લોક :
વિશ્વअस्थिष्वर्थाः सुखं मांसे, त्वचि भोगाः स्त्रियोऽक्षिषु ।
गतौ यानं स्वरे चाज्ञा सर्वं सत्त्वे प्रतिष्ठितम् ।।१४१।। શ્લોકાર્થ :વળી હાડકામાં ધન, માંસમાં સુખ, ચામડીમાં ભોગ, આંખોમાં સ્ત્રીની પ્રાપ્તિ, ગતિમાં વાહન, સ્વરમાં આજ્ઞા અને સત્ત્વમાં સર્વ રહેલું છે. ll૧૪૧૫ શ્લોક :
गतेर्धन्यतरो वर्णो, वर्णाद्धन्यतरः स्वरः ।
स्वराद्धन्यतरं सत्त्वं, सर्वं सत्त्वे प्रतिष्ठितम् ।।१४२।। શ્લોકાર્ય :
ગતિ કરતાં વર્ણ (શરીરનો રંગ) વધારે ધન્ય છે. વર્ષ કરતાં સ્વર વધારે ધન્ય છે. સ્વર કરતાં સત્ત્વ વધારે ધન્ય છે. સત્ત્વમાં સર્વ રહેલું છે. ll૧૪રા
Page #48
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
यथा वर्णस्तथा रूपं, यथा रूपं तथा मनः ।
यथा मनस्तथा सत्त्वं, यथा सत्त्वं तथा गुणाः ।।१४३।। શ્લોકાર્ચ -
જેવા પ્રકારનો વર્ણ તેવા પ્રકારનું રૂ૫, જેવા પ્રકારનું રૂપ તેવા પ્રકારનું મન, જેવા પ્રકારનું મન તેવા પ્રકારનું સત્વ, જેવા પ્રકારનું સત્વ તેવા પ્રકારના ગુણો. ll૧૪all શ્લોક -
तदिदं ते समासेन, वर्णितं नरलक्षणम् ।
अधुना योषितां भद्र!, लक्षणं मे निशामय ।।१४४।। શ્લોકાર્ચ -
તે આ મનુષ્યનાં લક્ષણ સંક્ષેપથી તને વર્ણન કરાયાં. હે ભદ્ર! હાલમાં મારા વડે વર્ણન કરતાં સ્ત્રીઓનાં લક્ષણને તું સાંભળ. II૧૪૪ll શ્લોક :
मयोक्तंकुमार! भवता तावदाधारमिह कीर्तितम् ।
सर्वस्य लक्षणस्यास्य, सत्त्वमत्यन्तनिर्मलम् ।।१४५।। શ્લોકાર્ચ -
મારા વડે કહેવાયું વામદેવ વડે કહેવાયું, આપના વડે અહીં આ સર્વ લક્ષણનો આધાર અત્યંત નિર્મળ સત્ત્વ કહેવાયું, I/૧૪ull બ્લોક :
तच्च किं यादृशं जातं, तादृगेवावतिष्ठते? ।
किं वा कथञ्चिद्वर्धेत, नराणामिह जन्मनि? ।।१४६।। શ્લોકાર્થ :
તે સત્વ આ જન્મમાં મનુષ્યોને જેવા પ્રકારનું પ્રાપ્ત થયું હોય એવા પ્રકારનું શું રહે છે ? અથવા શું કથંચિત્ વૃદ્ધિ પામે છે ? II૧૪૬ll
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
सत्त्वशुद्धिहेतवः
विमलेनोक्तं
सन्ति संवर्धनोपायाः, सत्त्वस्यात्रैव जन्मनि ।
ते चेमे ज्ञानविज्ञानधैर्यस्मृतिसमाधयः । ।१४७।। સત્ત્વની શુદ્ધિના હેતુઓ
શ્લોકાર્થ :
વિમલ વડે કહેવાયું. આ જ જન્મમાં સત્ત્વના સંવર્ધનના ઉપાયો છે. અને તે આ જ્ઞાન, વિજ્ઞાન, ધૈર્ય, સ્મૃતિ, સમાધિ છે. ।।૧૪૭।।
શ્લોક ઃ
ब्रह्मचर्यं दया दानं निःस्पृहत्वमृतं तपः ।
औदासीन्यं च सर्वत्र, सत्त्वसंशुद्धिहेतवः । । १४८ ।।
શ્લોકાર્થ :
બ્રહ્મચર્ય, દયા, દાન, નિઃસ્પૃહતા, સત્ય, તપ અને ઔદાસીન્ય સર્વત્ર સત્ત્વની સમ્યક્ શુદ્ધિના હેતુઓ છે. ।।૧૪૮।।
શ્લોક ઃ
एतैरविमलं सत्त्वं, शुद्ध्युपायैर्विशुध्यति ।
મુખ્યમાન વાવર્ગ:, ક્ષારપેરામિ: ।।૪।।
શ્લોકાર્થ :
આ શુદ્ધિના ઉપાયો વડે અવિમલ=અશુદ્ધ, સત્ત્વ શુદ્ધ થાય છે. ક્ષાર, વસ્ત્ર અને હાથાદિ વડે સાફ કરાતો આરીસો જેમ શુદ્ધ થાય છે. II૧૪૯॥
શ્લોક ઃ
યત:
भावस्नेहं निराकृत्य, रूक्षयन्ति न संशयः ।
માવા તેઽન્તરાત્માનું, સેવ્યમાનાઃ પુનઃ પુનઃ ।।।।
Page #50
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
જે કારણથી
વારંવાર સેવન કરાતા આ ભાવો=બ્રહ્મચર્ય દયા દાન વગેરે ભાવો, ભાવસ્નેહને= ભાવમલને, દૂર કરીને આત્માને રુક્ષ કરે છે=મલ રહિત કરે છે, તેમાં સંશય નથી. II૧૫૦II
શ્લોક ઃ
रूक्षीभूतात्पतत्यस्मादात्मनो मलसञ्चयः ।
ततः शुद्धा भवेल्लेश्या, सा च सत्त्वमिहोच्यते । । १५१ । ।
શ્લોકાર્થ :
રક્ષ થયેલા આ આત્માથી મલનો સંચય પડી જાય છે=દૂર થાય છે. ત્યારપછી શુદ્ધ લેશ્યા થાય છે. અને તે શુદ્ધ લેશ્યા અહીં સત્ત્વ કહેવાય છે. II૧૫૧||
શ્લોક ઃ
शुद्धे च सत्त्वे कुर्वन्ति, लक्षणानि बहिर्गुणम् ।
अपलक्षणदोषाश्च जायन्ते नैव बाधकाः ।।१५२।।
૩૯
શ્લોકાર્થ :
સત્ત્વ શુદ્ધ થયે છતે લક્ષણો બહાર ગુણને કરે છે અને અપલક્ષણરૂપ દોષો બાધક બનતા નથી. II૧૫૨)ા
શ્લોક ઃ
तदेवं भद्र! विद्यन्ते ते भावा यैर्विवर्धते ।
समस्तगुणसम्भाराधारं तत्सत्त्वमुत्तमम् ।। १५३ ।।
શ્લોકાર્થ :
તે કારણથી હે ભદ્ર ! આ પ્રમાણે તે ભાવો વિધમાન છે. જે ભાવોથી સમસ્ત ગુણસમૂહના આધાર એવું તે ઉત્તમ સત્ત્વ વધે છે. II૧૫૩||
શ્લોક ઃ
एवं च वदति विमले
મા મદ્રે! ન વિજ્ઞાતો, ભાવાર્થસ્તત્ર છ્તન ।
तथापि भगिनीदोषात्तं प्रतीदं प्रजल्पितम् । । १५४।।
શ્લોકાર્થ :
આ પ્રમાણે વિમલે કહ્યુ છતે હે અગૃહીતસંકેતા ! તેમાં=વિમલે સત્ત્વ સંબંધી વાત કરી તેમાં,
Page #51
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
મારા વડે=વામદેવ વડે, કોઈ ભાવાર્થ ન જણાયો. તોપણ ભગિનીના દોષથી=માયારૂપી ભગિનીના દોષથી, વિમલ પ્રતિ આ બોલાયું=મારા વડે બોલાયું. ।।૧૫૪]
શ્લોક ઃ
४०
कुमार! साधु साधूक्तं, नष्टो मे संशयोऽधुना । तत्तावद्वर्णयेदानीं, लक्षणं मम योषिताम् । । १५५ । ।
શ્લોકાર્થ ઃ
હે કુમાર !=હે વિમલ ! સારું, સારું કહેવાયું. હાલમાં મારો સંશય નાશ પામ્યો. હાલમાં મને સ્ત્રીઓના લક્ષણનું વર્ણન કર=બતાવ. ૧૫૫॥
શ્લોક ઃ
अन्यच्च कीदृशं तावदिदं ते प्रतिभासते ।
मिथुनं लक्षणैर्येन, जातस्ते विस्मयोऽतुलः । । १५६ ।।
શ્લોકાર્થ :
અને બીજું કેવા પ્રકારનું મિથુન લક્ષણ વડે તને પ્રતિભાસે છે, જે કારણથી તને અતુલ વિસ્મય થયો. I૧૫૬||
શ્લોક ઃ
विमलेनोक्तं आकर्णय
चक्रवर्ती भवत्येव, नरोऽमूदृशलक्षणैः ।
નાનાડપીવૃશી મદ્ર!, માર્યા, તસ્યેવ ખાયતે ।।૭।।
શ્લોકાર્થ :
વિમલ વડે કહેવાયું – સાંભળ. હે ભદ્ર ! વામદેવ ! આવા પ્રકારનાં લક્ષણો વડે નર ચક્રવર્તી થાય જ છે, આવા પ્રકારની સ્ત્રી તેની=ચક્રવર્તીની, જ ભાર્યા થાય છે. II૧૫૭।।
શ્લોક ઃ
तेन मे विस्मयो जातो, दृष्ट्वेदं मिथुनोत्तमम् ।
નિશામય તતો મદ્ર!, નક્ષળ યોષિતોડડથુના ITI
શ્લોકાર્થ :
તે કારણથી ઉત્તમ એવા આ મિથુનને જોઈને મને વિસ્મય થયો, ત્યારપછી હે ભદ્ર ! વામદેવ ! હાલમાં સ્ત્રીઓના લક્ષણને તું સાંભળ. II૧૫૮।।
Page #52
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
स्त्रीलक्षणानि શ્લોક :
मयोक्तं कथयतु कुमारः, विमलेनोक्तंमुखमधु शरीरस्य, सर्वं वा मुखमुच्यते । ततोऽपि नासिका श्रेष्ठा, नासिकातोऽपि लोचने ।।१५९।।
સ્ત્રીના લક્ષણો શ્લોકાર્ચ -
મારા વડે=વામદેવ વડે, કહેવાયું, કુમાર કહો, વિમલ વડે કહેવાયું. શરીરનો અડધો ભાગ મુખ છે. અથવા શરીરનું સર્વ મુખ છે=મુખની સુંદરતા ઉપર શરીરની સુંદરતા છે. મુખ કરતાં પણ નાસિકા શ્રેષ્ઠ છે. નાસિકા કરતાં પણ બે નેત્રો શ્રેષ્ઠ છે. ll૧૫૯ll
શ્લોક :
चक्रं पद्म ध्वजं छत्रं, स्वस्तिकं वर्धमानकम् । યાસાં પતિને વિન્યા, તા: સ્ટિયો રોનોષિતઃ પાર૬૦ાા
શ્લોકાર્ચ -
જે સ્ત્રીઓના પગના તલે ચક્ર, કમળ, ધ્વજ છત્ર, સ્વસ્તિક અને વર્ધમાનનું ચિહ્ન હોય તે સ્ત્રીઓ રાજની સ્ત્રીઓ છે. એ
- II૧૬oll
શ્લોક :
दासत्वं पृथुलैः पादैर्वक्रैः शूर्पनिभैस्तथा । शुष्कर्दारिद्र्यमाप्नोति, शोकं चेति मुनेर्वचः ।।१६१।।
શ્લોકાર્થ :
સૂપડા જેવા અને વિશાળ પગ વડે સ્ત્રીઓ દાસપણાને પામે છે અને શુક પગ વડે દારિત્યને પ્રાપ્ત કરે છે અને શોક પામે છે, એ પ્રમાણે મુનિનું વચન છે. ll૧૬ll શ્લોક :
अगुल्यो विरला रूक्षा, यस्याः कर्मकरी तु सा । स्थूलाभिर्दुःखमाप्नोति, दारिद्रयं च न संशयः ।।१६२।।
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્લોકાર્થ :
જે સ્ત્રીઓની પગની આંગળીઓ વિરલ=છૂટી છૂટી હોય, અને રુક્ષ હોય તે સ્ત્રી કામ કરનારી થાય છે. અને સ્થૂલ વડે=વધારે જાડી હોય તેના વડે દુઃખને પ્રાપ્ત કરે છે અને દારિત્ર્યને પ્રાપ્ત કરે છે. સંશય નથી. ૧૬૨।।
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
સ્નિગ્ધ, સંહત=એક સરખી, અત્યંત ગોળ, લાલ અને અતિ દીર્ઘ ન હોય એવી આંગળીઓ વડે સુખથી યુક્ત સ્ત્રીઓ છે. II૧૬૩।।
શ્લોક ઃ
શ્લોકાર્થ
:
श्लक्ष्णाभिः संहताभिश्च सुवृत्ताभिस्तथैव च । रक्ताभिर्नातिदीर्घाभिरङ्गुलीभिः सुखान्विताः । । १६३ ।।
શ્લોકાર્થ ઃ
જે સ્ત્રીની જંઘા અને સાથળ પુષ્ટ હોય, અત્યંત સંહત હોય, સ્નિગ્ધ હોય, સિરા=નસો અને રોમથી રહિત હોય, હાથીની સૂંઢ સમાન હોય તે સ્ત્રી વખણાય છે. ।।૧૬૪।।
શ્લોક ઃ
utt सुसंहत स्निग्ध, सिरोमविवर्जितौ ।
हस्तिहस्तनिभौ यस्या जङ्घारू सा प्रशस्यते । । १६४।।
:
विस्तीर्णमांसला गुर्वी, चतुरस्राऽतिशोभना ।
સમુન્નતનિતમ્બા ઘ, ઋટિઃ સ્ત્રીનાં પ્રશસ્યતે ।।૬ ।।
વિસ્તારવાળી, માંસલ=પુષ્ટ, ગુર્વી=વિશાલ, ચારે બાજુથી અતિ શોભતી સમુન્નત નિતંબવાળી સ્ત્રીની કટી વખણાય છે. II૧૬૫।ા
શ્લોક ઃ
उदरेण शिरालेन, निर्मासेन क्षुधार्दिता ।
विलग्नमध्यशोभेन, तेनैव सुखभागिनी । । १६६ ॥
શ્લોકાર્થ
માંસ રહિત, શિરાવૃંદ દેખાતા હોય=નસો દેખાતી હોય તેવા ઉદર વડે ક્ષુધાથી પીડિત સ્ત્રી
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ / પંચમ પ્રસ્તાવ જાણવી, વિલગ્ન મધ્યભાગ વડે જેનો મધ્યભાગ બરાબર લાગેલો હોય, અને શોભતો હોય તેવા ઉદર વડે જ સુખને ભોગવનારી સ્ત્રી જાણવી. ||૧૬૬ll શ્લોક :
कुनखैः सव्रणैः स्विनैविस्तीर्णे रोमशैः खरैः ।
વિવૃતઃ પાડુંરે રૂક્ષે હસ્તે સુવિતા: પાક્કા શ્લોકાર્ચ -
ખરાબ નખવાળા, વ્રણ સહિત, પરસેવાવાળા વિસ્તીર્ણ, વધારે રોમવાળા, કઠોર, વિકૃત, ફિક્કા, રુક્ષ, એવા હાથો વડે સ્ત્રીઓ અત્યંત દુઃખી જાણવી. ll૧૬૭ll
यावच्चैवं किल विस्तरेण निवेदयिष्यति मम नारीलक्षणं विमलस्तावदकाण्ड एव किं संपनं? - ખરેખર વિમલ જેટલામાં આ પ્રમાણે વિસ્તારથી મને સ્ત્રીના લક્ષણને બતાવશે તેટલામાં અકાંડ જ=અકસ્માત જ, શું સંપન્ન થયું? તે બતાવે છે – બ્લોક :
आकाशे भास्कराकारो, निष्कृष्टासी बिभीषणौ ।
नरौ विलोकितौ तूर्णमागच्छन्तौ तदा मया ।।१६८।। શ્લોકાર્ચ -
આકાશમાં સૂર્યના જેવા આકારવાળા, ખેંચી છે તલવાર જેમણે, ભયંકર શીઘ આવતા એવા બે મનુષ્યો તે વખતે મારા વડે જોવાયા=વામદેવ વડે જોવાયા. II૧૬૮II.
ततः ससंभ्रमं तदभिमुखवलोकयता मयाऽभिहितं-कुमार! कुमारेति, ततो विमलेनापि विस्फारिता किमेतदिति चिन्तयता तदभिमुखं विमलकोमलकमलदलविलासलासिनी दृष्टिः, अत्रान्तरे प्राप्तौ लतागृहकस्योपरि तौ पुरुषौ, ततोऽभिहितमेकेन-अरे रे निर्लज्ज पुरुषाधम! नास्ति नश्यतोऽपि भवतो मोक्षः, तदिदानीं सुदृष्टं कुरु जीवलोकं, स्मरेष्टदेवतां, पुरुषो वा भवेति, एतच्चाकासौ लतागृहकमध्यवर्ती पुरुषो धीरा भवेति संस्थाप्य तां ललनामरे रे न विस्मर्तव्यमिदमात्मजल्पितं, पश्यामः को वाऽत्र नश्यतीति ब्रुवाणः समाकृष्य करवालमुत्पतितस्तदभिमुखं,
ત્યારપછી=વામદેવે બે ભીષણ પુરુષને તલવાર ખેંચીને આવતા જોયા ત્યારપછી, સંભ્રમપૂર્વક તેને અભિમુખ અવલોકન કરતાં મારા વડે વામદેવ વડે, હે કુમાર ! હે કુમાર !' એ પ્રમાણે કહેવાયું. ત્યારપછી વિમલ વડે પણ આ શું છે એ પ્રકારની ચિંતાથી તેને અભિમુખ વિમલ, કોમલ, કમલદલના વિલાસને કરનારી દષ્ટિ વિસ્ફારિત કરાઈ. એટલામાં લતાગૃહના ઉપરમાં તે બંને પુરુષો પ્રાપ્ત થયા.
Page #55
--------------------------------------------------------------------------
________________
४४
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ત્યારપછી એક વડે કહેવાયું. અરે રે નિર્લજ્જ પુરુષાધમ ! નાસતાં પણ તારો મોક્ષ નથી. તે કારણથી હમણાં તું સુદ એવા જીવલોકને કર. ઈષ્ટ દેવતાનું સ્મરણ કર. અથવા પુરુષ થા અર્થાત્ યુદ્ધ કરવા તત્પર થા. આ સાંભળીને તે પુરુષનાં કઠોર વચન સાંભળીને, લતાગૃહમધ્યવર્તી આ પુરુષ=તે યુગલમાંથી જે વિદ્યાધર પુરુષ છે એ, તું ધીર થા એ પ્રમાણે તે સ્ત્રીને સંસ્થાપન કરીને, અરે રે, આ પોતાનું જલ્પિત વિસ્મરણ કરવું જોઈએ નહીં. અમે જોઈએ છીએ કોણ અહીં આપણા યુદ્ધમાં, વાસે છે એ પ્રમાણે બોલતો કરવાલને તલવારને, ખેંચીને તેને અભિમુખ દોડ્યો, શ્લોક :
ततस्ताभ्यां समं तस्य, विलसत्खड्गवारणम् । प्रेवत्खणखणारावसिंहनादातिभीषणम् ।।१६९।। अनेककरणोद्दामवल्गनोद्धतिबन्धुरम् ।
जातमायोधनं भीममाकाशे कृतविस्मयम् ।।१७० ।। युग्मम् । શ્લોકાર્ચ -
તેથી તે બંનેની સાથે તેનું તે વિધાધર પુરુષનું, વિલાસ પામતા તલવાર અને બસ્તરવાળું, અત્યંત હાલતા ખણખણના અવાજવાળા સિંહના નાદથી અતિ ભીષણ, અનેક કરણથી ઉદ્દામ, ઊંચા-નીચા વલ્સનની રીતથી મનોહર, આકાશમાં કૃતવિસ્મયવાળું ભયંકર આયોધન યુદ્ધ થયું. ll૧૬૯-૧૭oll
तयोश्चैकः पुरुषो मुहुर्मुहुर्लतागृहकं प्रवेष्टुमभिवाञ्छति स्म, ततः सा बाला भयविह्वला वेपमानपयोधरा हरिणिकेव सिंहवासिता दशस्वपि दिक्षु चक्षुः क्षिपन्ती निर्गत्य पलायितुं प्रवृत्ता, ततो दृष्ट्वा विमलकुमारमभिहितमनया-त्रायस्व पुरुषोत्तम! त्रायस्व, गताऽस्मि तवाहं शरणं, विमलेनोक्तं-सुन्दरि! धीरा भव, नास्त्यधुना ते भयं, अत्रान्तरे तद्ग्रहणार्थं प्राप्तः स पुरुषः, स च विमलकुमारगुणगणावर्जितया तस्मिन्नेव गगने स्तम्भितो वनदेवतया,
તે બેમાંથી એક પુરુષ યુદ્ધ માટે આવેલા તે બે પુરુષમાંથી એક પુરુષ, વારંવાર લતાગૃહકમાં પ્રવેશ કરવા માટે ઇચ્છતો હતો. તેથી તે બાલા ભયથી વિઘલ, કંપતા સ્તનવાળી, સિંહથી ત્રાસિત હરિણિકાની જેમ દશે પણ દિશામાં ચક્ષને ફેંકતી નીકળીને પલાયન થવા પ્રવૃત્ત થઈ. તેથી વિમલકુમારને જોઈને તેણી વડે કહેવાયું – હે પુરુષોત્તમ ! રક્ષણ કર. રક્ષણ કર. હું તારા શરણે આવી છું. વિમલ વડે કહેવાયું. હે સુંદરી ! ધીર થા. હવે તને ભય નથી. એટલામાં=વિમલકુમારે તે સ્ત્રીને આશ્વાસન આપ્યું એટલામાં, તેના ગ્રહણ માટે–તે સ્ત્રીના ગ્રહણ માટે, તે પુરુષ પ્રાપ્ત થયો. અને તેeતે સ્ત્રીને ગ્રહણ કરવા માટે આવેલો પુરુષ, વિમલકુમારના ગુણના સમૂહથી આવજિત થયેલી વનદેવતા વડે તે જ આકાશમાં સ્વસ્મિત કરાયો.
Page #56
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૪૫
શ્લોક :
ततो विस्फारिताक्षोऽसौ, विलक्षो विगतक्रियः ।
चित्रभित्ताविव न्यस्तो, गगनस्थः स्थितो नरः ।।१७१।। શ્લોકાર્ચ -
તેથી વિસ્ફારિત નેત્રવાળો આ સ્ત્રીને ગ્રહણ કરવા માટે આવેલો પુરુષ, વિલક્ષ થયેલો, વિગત ક્રિયાવાળો, ભીંતમાં સ્થાપન કરાયેલા ચિત્રની જેમ ગગનમાં રહેલો નર સ્થિર થયો. II૧૭૧
अत्रान्तरे स तस्य द्वितीयः पुरुषो निर्जितस्तेन मिथुनकेन पलायितुं प्रवृत्तः, लग्नस्तत्पृष्ठतो मिथुनकः दृष्टः स्तम्भितनरेण, गृहीतोऽसौ रोषोत्कर्षेण, प्रवृत्ता पृष्ठतो गमनेच्छा, लक्षितो देवतया तद्भावः, ततश्चोत्तम्भितोऽसौ वनदेवतया, प्रवृत्तः पृष्ठतो वेगेन, इतश्च लङ्घितौ दृष्टेर्गोचरमितरौ, गतः सोऽपि तदनुमार्गेणाऽदर्शनं, ततः सा बाला आर्यपुत्र! हा आर्यपुत्र! क्व यासि मां मुक्त्वा मन्दभाग्यामिति प्रलपितुं प्रवृत्ता, संस्थापिता कथंचिद्विमलेन मया च, गता कियत्यपि वेला ।
એટલામાં તેનો=સ્ત્રીને ગ્રહણ કરવા માટે આવેલા પુરુષતો, તે બીજો પુરુષ તે મિથુનક વડે જિતાયેલો પલાયન થવા પ્રવૃત્ત થયો. તેની પાછળ લાગેલો મિથુનક સ્વસ્મિત નર વડે જોવાયો, રોષના ઉત્કર્ષથી આ ગ્રહણ કરાયો=સ્તભિત પુરુષ ગ્રહણ કરાયો. પાછળ જવાની ઇચ્છા પ્રવૃત્ત થઈ, દેવતા વડે તેનો ભાવ જણાયો. તેથી આ=સ્તંભન કરાયેલો પુરુષ વતદેવતા વડે મુક્ત કરાયો, વેગથી પાછળમાં પ્રવૃત થયો. આ બાજુ દષ્ટિના ગોચરથી ઈતર બંનેવિદ્યાધર અને તેની સાથે યુદ્ધ કરવા આવેલ બંને લંધિત થયા. તે પણ=ધનદેવતાથી ખંભિત કરાયેલો પુરુષ પણ તેના અનુમાર્ગથી અદર્શન થયો. ત્યારપછી તે બાલા હે આર્યપુત્ર ! હે આર્યપુત્ર ! મંદ ભાગ્યવાળી એવી મને છોડીને ક્યાં જાઓ છો એ પ્રમાણે બોલવા માટે પ્રવૃત્ત થઈ. કોઈક રીતે વિમલ વડે અને મારા વડે=વામદેવ વડે, સંસ્થાપિત કરાઈ=આશ્વાસન આપીને શાંત કરાઈ, કેટલીક વેલા પસાર થઈ. શ્લોક :
ત્રાન્તરે– जयश्रिया परीताङ्गो, लसत्कान्तिमनोहरः ।
समागतः स वेगेन, तस्या मिथुनको नरः ।।१७२।। શ્લોકાર્ચ -
એટલામાં, જયશ્રીથી પરીત અંગવાળો-શત્રનો વિજય કરીને પ્રાપ્ત થયેલા દેહવાળો, વિલાસ કરતી કાંતિથી મનોહર તે મિથુનક નર વેગથી તેની પાસે આવ્યો. ll૧૭ના ततस्तं दृष्ट्वा सा बालिकाऽमृतसेकसिक्तेव गता परमपरितोष, निवेदितश्च तया तस्मै वृत्तान्तः।
Page #57
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
४५
ततः स पुरुषो विमलकुमारं प्रणम्येदमाह
તેથી=તેનો પતિ વિદ્યાધર આવ્યો તેથી, તેને જોઈને તે બાલિકા અમૃતથી સિંચાયેલાની જેમ परमतोषने पामी. तेएगी वडे ते जालिका वडे, तेने=पतिने वृत्तांत निवेहित उरायो त्यारपछी ते પુરુષ=વિદ્યાધર મિથુનક, વિમલકુમારને નમસ્કાર કરીને આ પ્રમાણે કહે છે
श्लोक :
बन्धुर्भ्राता पिता माता, जीवितं च नरोत्तम! |
त्वं मे येन प्रिया धीर । रक्षितेयं मम त्वया ।।१७३ ।।
—
श्लोकार्थ :
हे नरोत्तम ! तुं जंधु छो, भ्राता छो, पिता छो, भाता छो. भारुं भवित छो. ने अरराथी हे धीर ! तारा वडे भारी मा प्रिया रक्षण राई ॥१७३॥
श्लोड :
अथवा
दासोऽहं किङ्करो वश्यः, प्रेष्यस्ते कर्मकारकः ।
तद्दीयतां ममादेशः, किं करोमि तव प्रियम् ? ।।१७४।।
श्लोकार्थ :
અથવા હું દાસ છું, કિંકર છું, વશ્ય છું, તારો પ્રેષ્ય છું, કર્મકારક છું. તે કારણથી મને આદેશ पो. हुं तमारं शुं प्रिय हुं ? || १७४ |
रत्नचूडवृत्तान्तारम्भः
विमलेनोक्तं- महासत्त्व! अलमत्र सम्भ्रमेण के वयमत्र रक्षितुं ? रक्षितेयं स्वमाहात्म्येनैव भवता । केवलं महत्कौतुकं मे कथयतु भद्र ! कोऽयं वृत्तान्तः ? किं वा ते गतस्य संपन्नमिति, तेनोक्तं - यद्येवं ततो निषीदतु कुमारः महतीयं कथा ततो निषण्णाः सर्वेऽपि लतागृहके, स प्राह कुमाराकर्णय - अस्ति शरच्छशधरकरनिकरधवलो रजतमयो वैताढ्यो नाम पर्वतः, तत्र चोत्तरदक्षिणे द्वे श्रेणी, तयोश्च षष्टिः पञ्चाशच्च यथाक्रमं विद्याधरपुराणि वसन्ति, तत्र दक्षिणश्रेण्यामस्ति गगनशेखरं नाम पुरं, तत्र मणिप्रभो राजा, तस्य कनकशिखा देवी, तस्याश्च रत्नशेखरस्तनयो रत्नशिखामणिशिखे च दुहितरौ, तत्र रत्नशिखा मेघनादस्य दत्ता, मणिशिखा त्वमितप्रभस्य । ततस्तयो रत्नशिखामेघनादयोर्जातोऽहं तनयः, प्रतिष्ठितं मे नाम रत्नचूड इति, मणिशिखाऽमितप्रभयोस्तु द्वौ सूनू जातावचलश्च चपलश्च रत्नशेखरस्य च रतिकान्ता पत्नी, तस्याश्चेयमेका चूतमञ्जरी दुहिता जातेति, सहक्रीडितानि
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ सर्वाण्यपि वयं बालकाले, प्राप्तानि कुमारभावं, गृहीताः कुलक्रमायाता विद्याः । इतश्च रत्नशेखरस्य बालवयस्योऽस्ति चन्दनो नाम सिद्धपुत्रकः,
રનયૂડના વૃત્તાંતનો આરંભ વિમલકુમાર વડે કહેવાયું. હે મહાસત્વ ! આમાં પ્રસ્તુત પ્રસંગમાં, સંભ્રમ વડે સર્યું. અહીં=આવા પ્રસંગમાં, રક્ષણ કરવા માટે અમે કોણ છીએ ? આ તારી પ્રિયા, તારા વડે સ્વમાહાભ્યથી જ રક્ષા કરાઈ છે. કેવલ મને મહાન કૌતુક છે. તે ભદ્ર ! મને કહો. શું આ વૃત્તાંત છે ? અથવા ગયેલા એવા તને શું પ્રાપ્ત થયું. તેના વડે કહેવાયું. જો આ પ્રમાણે છે તને મારો પ્રસંગ જાણવામાં કુતૂહલ છે, તો કુમાર બેસો. મોટી આ કથા છે. ત્યારપછી સર્વ પણ=ચારે જણા પણ, લતાગૃહમાં બેઠા. તે=વિદ્યાધર, કહે છે. કુમાર સાંભળ. શરદઋતુના ચંદ્રના કિરણના સમૂહ જેવો ધવલ ચાંદીમય વૈતાઢ્ય નામનો પર્વત છે અને ત્યાં ઉત્તર-દક્ષિણ બે શ્રેણી છે. અને તે બેમાં યથાક્રમ સાઈઠ અને પચાસ વિદ્યાધર નગરો વસે છે. ત્યાં દક્ષિણ શ્રેણીમાં ગગનશેખર નામનું નગર છે. ત્યાં મણિપ્રભ નામનો રાજા છે. તેની કનકશિખા દેવી છે. તેણીનો રતશેખર પુત્ર છેકનકશિખાનો પુત્ર છે. રત્નશિખા અને મણિશિખા નામની બે પુત્રીઓ છે. તેમાં તે બે પુત્રીમાં, રત્નશિખા મેઘનાદને અપાઈ, વળી મણિશિખા અમિતપ્રભને અપાઈ. ત્યારપછી તે બેનો=રત્નશિખા અને મેઘનાદનો, હું પુત્ર થયો. મારું નામ રત્નચંડ પ્રતિષ્ઠિત કરાયું. મણિશિખા અને અમિતપ્રભના અચલ અને ચપલ બે પુત્ર થયા. રત્નશેખરની રતિકાંતા પત્ની છે. તેણીતી આ એક ચૂતમંજરી પુત્રી થઈ. બાલ્યકાલમાં અમે સર્વ પણ સાથે રમ્યાં છીએ. કુમારભાવને પામ્યાં. કુલક્રમે આવેલી વિદ્યાઓ ગ્રહણ કરાઈ. આ બાજુ રત્નશેખરનો બાલમિત્ર ચંદન નામનો સિદ્ધપુત્રક છે,
શ્લોક :
स चसर्वज्ञागमसद्भावभावितो निपुणस्तथा ।
निमित्ते ज्योतिषे मन्त्रे, सतन्त्रे नरलक्षणे ।।१७५ ।। શ્લોકાર્ધ :
અને તે સર્વજ્ઞ આગમના સદ્ભાવથી ભાવિત તે પ્રકારે નિમિત્તમાં, જ્યોતિષમાં, મંત્રમાં, સતંત્રમાં, નરલક્ષણમાં નિપુણ છે. I૧૭૫ll
શ્લોક :
ततस्तदीयसम्पर्कात्संजातो रत्नशेखरः । गाढं रक्तो दृढं भक्तो, धर्मे सर्वज्ञभाषिते ।।१७६।।
Page #59
--------------------------------------------------------------------------
________________
४८
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
श्लोकार्थ:
તેથી તેના સંપર્કથી=ચંદન નામના સિદ્ધપુત્રકના સંપર્કથી, રત્નશેખર સર્વજ્ઞભાષિત ધર્મમાં ४ मत, 18 रति थयो. ।।१७।। Acts:
ततो मदीयताताय, मेघनादाय सादरम् ।
दत्तस्तेनापि सद्धर्मो, भगिन्यै मह्यमेव च ।।१७७।। श्योहार्थ :
તેથી મારા પિતાને રત્નસૂડના પિતા મેઘનાદને, આદરપૂર્વક તેના વડે પણ સદ્ધર્મ અપાયો. भगिनीने-रत्नशिणाने, म भने धर्म मपायो. ||१७७।।
दोs:
इतश्चनिर्दिष्टश्चन्दनेनाहं, किञ्चिदालोक्य लक्षणम् ।
यथाऽयं दारको विद्याचक्रवर्ती भविष्यति ।।१७८।। लोकार्थ:
અને આ બાજુ હું ચંદન વડે કંઈક લક્ષણને જોઈને કહેવાયો. જે પ્રમાણે - આ પુત્ર વિધાધરનો यवती थशे. ||१७८||
विमलरत्नचूडसंबन्धः अत्रान्तरे मयोक्तं-कमार! संवदति तत्तावकीनं वचनं, विमलेनोक्तं-वयस्य वामदेव! न मामकीनं तत्, किं तर्हि ?, आगमवचनं, अत्र च कुतो विसंवादः ? रत्नचूडेनोक्तं-ततस्तेन मदीयमातुलेन रत्नशेखरेण साधर्मिकोऽयमुचितोऽयं सलक्षणोऽयमिति मत्वा दत्ता मद्यमियं चूतमञ्जरी, परिणीता मया, ततः प्रकुपितावचलचपलौ, न च मां परिभवितुं शक्नुतः मृगयेते छिद्राणि, ततो मया छलघाताशङ्कया मुक्तो मुखरनामा चरः, तेन चागत्य निवेदितं मे, यथा कुतश्चिदवाप्ता ताभ्यामचलचपलाभ्यां काली विद्या, तत्साधनार्थं तौ कुत्रचिद् गताविति, मयोक्तं-भद्र! यदा तावागच्छतस्तदा निवेदनीयं भवता । मुखरेणोक्तं- यदाज्ञापयति देवः, ततोऽद्य प्रभातसमये निवेदितं तेन मे, यथा देव! समायातौ तौ, सिद्धा काली विद्या, जातं तयोर्मन्त्रणं, अभिहितमचलेन यथा चपल! मया रत्नचूडेन सह योद्धव्यं, भवता तु चूतमञ्जरी हरणीयेति एतदाकर्ण्य देवः प्रमाणम्, ततो मया चिन्तितं-शक्तोऽहं सविद्ययोरपि तयोनिराकरणे, केवलं न मारयितव्यौ मातृष्वसुः पुत्रौ तौ तावदचलचपलौ मया धर्म
Page #60
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ क्षतिभयाल्लोकापवादभयाच्च, दुष्टशीलश्चासौ चपलः, ततश्छलेन हत्वा यद्येनां चूतमञ्जरी विनाशयिष्यति ततो मे गृह्णतो मुञ्चतश्चैनां लाघवं संपत्स्यते, न चान्योऽस्ति मे सहायो यो युध्यमानस्य मे चूतमञ्जरी रक्षति, तस्मादत्रावसरे ममापक्रमणं श्रेयः, ततो गृहीत्वा चूतमञ्जरीमपक्रान्तोऽहं, दृष्टपूर्वं च मयेदं बहुशः क्रीडानन्दनमुद्यानं, ततोऽत्र समागत्य स्थितो लतागृहके यावदनुमार्गेणैव मे समागतौ तावचलचपलौ, समाहूतश्चाहं गतोऽहं तदनुमार्गेण यावत्प्राप्तोऽसौ मया उत्तेजितः परुषवचनैः वलितो मदभिमुखं पुनर्लग्नमायोधनं ततो मया दत्त्वा बन्धमास्फोटितोऽसावचलो, गगनवर्तिनैव सतिरस्कारं सस्पर्धं निष्ठुरमचलेन, ततस्तद्वचनमाकर्णयतो मे हृदयं कीदृशं संपन्नं? -
વિમલ અને રત્નચૂડનો સંબંધ એટલામાં મારા વડે કહેવાયું વામદેવ વડે, કહેવાયું. હે કુમાર ! વિમલ તારું તે વચન સંવદન કરે છે પૂર્વે વિમલકુમારે મિથુનનાં પગલાંઓને જોઈને કહેલું કે કોઈક વિશિષ્ટ પુરુષ અહીંથી ગયેલ છે તે તારું વચન સત્યતાને બતાવે છે. વિમલ વડે કહેવાયું. હે મિત્ર વામદેવ ! તે વચન મારું નથી તો શું? એથી કહે છે – આગમવચન છે. અને અહીં=આગમવચનમાં, વિસંવાદ ક્યાંથી હોય ? રત્વચૂડ વડે કહેવાયું. ત્યારપછી તે મારા મામા રત્નશેખર વડે આ ઉચિત છે, આ સાધર્મિક છે, આ સલક્ષણવાળો છે એ પ્રમાણે માનીને મને આ ચૂતમંજરી આપી, મારા વડે પરણાઈ, ત્યારપછી અચલ અને ચપલ પ્રકુપિત થયા. અને મને પરાભવ કરવા માટે સમર્થ થયા નહીં. છિદ્રોને ગોતે છે. તેથી છલઘાતની શંકાથી મારા વડે મુખર નામનો ચર મોકલાયો. તેના વડેકચર પુરુષ વડે, આવીને મને નિવેદન કરાયું. જે ‘થા'થી બતાવે છે. કોઈક રીતે તે અચલ-ચપલ દ્વારા કાલી વિદ્યા પ્રાપ્ત કરાઈ છે. તેને સાધવા માટે-તે કાલી વિદ્યાને સાધવા માટે, તે બંને અચલ-ચપલ, કોઈક ઠેકાણે ગયા છે. મારા વડે કહેવાયું–ર–ચૂડ વડે કહેવાયું. હે ભદ્ર ! મુખર ! જ્યારે તેઓ આવે ત્યારે તારા વડે નિવેદન કરાયું જોઈએ. મુખર વડે કહેવાયું. દેવ જે આજ્ઞા કરે છે. ત્યારપછી આજે પ્રભાત સમયે તેના વડે=મુખર વડે, મને નિવેદન કરાયું. જે “યથા'થી બતાવે છે. હે દેવ ! તે બેકઅચલ અને ચપલ આવ્યા છે. કાલી વિદ્યા સિદ્ધ થઈ છે. તે બંને વડે મંત્રણા થઈ છે. અચલ વડે કહેવાયું. જે આ પ્રમાણે – હે ચપલ ! મારા વડે રત્વચૂડ સાથે યુદ્ધ કરાવું જોઈએ. વળી, તારા વડે ચૂતમંજરી હરણ કરાવી જોઈએ. આ સાંભળીને દેવ=રત્વચૂડ, પ્રમાણ છે એમ મુખર બોલે છે. ત્યારપછી મારા વડે વિચારાયું રત્વચૂડ વડે વિચારાયું. સવિદ્યાવાળા પણ તે બેનું નિરાકરણ કરવામાં હું સમર્થ છું. કેવલ માસીના પુત્ર એવા તે અચલ-ચપલ ધર્મક્ષતિના ભયથી, લોકઅપવાદના ભયથી મારા વડે મારવા જોઈએ નહીં. અને દુષ્ટશીલ એવો આ ચપલ છે. તેથી છલથી આ ચૂતમંજરીને હરીને વિનાશ કરશે, તો આને ચૂતમંજરીને, ગ્રહણ કરતા અને મૂકતા એવા મને લાઘવ પ્રાપ્ત થશે. અને યુદ્ધ કરતા એવા મને સહાય એવો અન્ય તથી, જે મારી ચૂતમંજરીનું રક્ષણ કરે, તે કારણથી આ અવસરમાં મને અપક્રમણ શ્રેય છે અર્થાત્ સ્વઘરથી અન્યત્ર ચાલ્યા જવું શ્રેય છે. તેથી ચૂતમંજરીને ગ્રહણ કરીને હું અપક્રાંત થયો=સ્વસ્થાતથી
Page #61
--------------------------------------------------------------------------
________________
પ૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ અન્યત્ર ચાલ્યો ગયો. અને મારા વડે આ ક્રીડાનું ઉદ્યાન ઘણી વખત પૂર્વમાં જોવાયેલું. તેથી અહીં આવીને લતાગૃહમાં જેટલામાં હું રહ્યો, તેટલામાં મારા અનુમાર્ગથી તે અચલ અને ચપલ આવ્યા. હું બોલાવાયો યુદ્ધ માટે બોલાવાયો. તેના અનુમાર્ગથી હું ગયો, એટલામાં આ પ્રાપ્ત થયો તેટલામાં મારા વડે કઠોર વચનોથી ઉત્તેજિત કરાયો. મારી અભિમુખ વળ્યો. વળી, યુદ્ધ શરૂ થયું. ત્યારપછી ગગતવર્તી જ એવા મારા વડે બંધનને આપીને આ અચલ આસ્ફોટિત કરાયો. ગગતવર્તી એવા અચલ વડે તિરસ્કારપૂર્વક સ્પર્ધાપૂર્વક નિષ્ફર વચન કહેવાયું=મને કહેવાયું, તેથી તેના વચનને સાંભળતાં મારું હૃદય કેવા પ્રકારનું પ્રાપ્ત થયું? તે બતાવતાં કહે છે – શ્લોક :
इतः प्रियतमास्नेहतन्तुनिर्बन्धकीलितम् ।
इतश्च शत्रुदुर्वाक्यैः, सङ्ग्रामरसभासुरम् ।।१७९ ।। શ્લોકાર્થ :
આ બાજુ પ્રિયતમાના સ્નેહના તંતુના નિબંધથી કીલિતકપ્રિયતમાના સ્નેહના તંતુના રાગથી ખેંચાયેલું, મારું હૃદય થયું એમ અન્વય છે. આ બાજુ શગુના દુર્વાક્યથી=અચલના દુર્વાક્યથી, સંગ્રામના રસથી ભાસુર મારું હદય થયું. ll૧૭૯ll શ્લોક :
न तिष्ठति न वा याति, मूढं कर्तव्यताकुलम् ।
दोलारूढमिवाभाति, क्षणं मे हृदयं तदा ।।१८०।। શ્લોકાર્ય :
કર્તવ્યતાથી આકુલ મૂઢ એવું મારું ચિત્ત રહેતું નથી=પિયતમાની પાસે રહેતું નથી અથવા જતું નથી યુદ્ધ કરવા જતું નથી. ત્યારે મારું હૃદય ક્ષણ-ક્ષણભર, દોલારૂઢ જેવું ભાસે છે અર્થાત પ્રિયતમા પાસે રહું કે શત્રુ સામે યુદ્ધ કરવા જાઉં એ પ્રકારના બે વિચારોમાં હીંચકા ખાતું મારું મન ભાસે છે. ll૧૮ell
तथापि गाढामर्षवशेन समुत्पतितोऽहं तदभिमुखं, लग्नमायोधनं दृष्टं च तत्प्रायो युष्माभिः, यावन्नष्टोऽचलो, गगनस्थेनैव भूतले ततस्तस्य चूर्णितान्यङ्गोपाङगानि, विगलितं पौरुषं संजातं दैन्यं न वहन्ति विद्या, निष्पन्दं शरीरं, ततो मया चिन्तितं-सर्वथा तथा संपन्नो यथा न पुनरागच्छति,
તોપણ=મારુ ચિત્ત દોલારૂઢ જેવું હતું તોપણ, ગાઢ આમર્ષના વશથી શત્રુના પૌરુષવચનને કારણે થયેલા ગાઢ ગુસ્સાના વશથી, હું તેને અભિમુખ સમુત્પન્ન થયો. યુદ્ધ શરૂ થયું. અને તે-યુદ્ધ, પ્રાય તમારા વડે જોવાયું. જ્યાં સુધી અચલ તાસ્યો, તેથી ગગનસ્થ જ એવા મારા વડે ભૂતલમાં તેનાં
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
અન્ય અંગોપાંગો ચૂર્ણ કરાયાં. પૌરુષપણું વિગલિત થયું. દીનપણું થયું. વિઘા વહન થતી નથી. શરીર નિષ્યંદિત થયું. તેથી મારા વડે વિચારાયું. સર્વથા તે પ્રકારે થયો છે=અચલ થયો છે, જે પ્રમાણે ફરી આવશે નહીં.
શ્લોક ઃ
किंतु
हतं मुष्टिभिराकाशं, कण्डिताश्च तुषा मया ।
योऽस्याहं पृष्ठतो लग्नस्तां हित्वा चूतमञ्जरीम् ।।१८१ ।।
-
શ્લોકાર્થ :
પરંતુ તે ચૂતમંજરીને છોડીને જે હું આની પાછળ=અચલની પાછળ, લાગ્યો તે મારા વડે મુઠ્ઠીઓ વડે આકાશ હણાયું અર્થાત્ મુઠ્ઠીઓથી આકાશને હણવાની નિરર્થક ચેષ્ટા કરાઈ. અને ફોતરાં ખંડાયાં=ફોતરાંને ખાંડવા જેવી નિરર્થક ચેષ્ટા કરાઈ. II૧૮૧II
શ્લોક ઃ
यतः सैकाकिनी बाला भयेनैव मरिष्यति ।
अथवा चपलः पापः स तां नूनं हरिष्यति । । १८२ ।।
શ્લોકાર્થ :
જે કારણથી એકાકી એવી તે બાલા=સૂતમંજરી, ભયથી જ મરશે. અથવા તે પાપી એવો ચપલ ખરેખર તેણીને હરશે. II૧૮૨ા
यद्वा किमत्र वक्तव्यं, हतैव ननु बालिका । तदधुना क्व याति स दुरात्मेति विचिन्त्य चलितोऽहं वेगेन यावद्दृष्टो मया सम्मुखमागच्छंश्चपलः, ततो मया चिन्तितं - अये किमेष चपलः समागतः किं न दृष्टाऽनेन चूतमञ्जरी किं वाऽनिच्छन्ती सुरतं रोषान्निपातिताऽनेन पापेन ? सर्वथा तस्यां स्वाधीनायां जीवन्त्यां वा न कथञ्चिदस्यागमनं युज्यते, तथाहि
અથવા આમાં=મારા કૃત્યમાં, શું કહેવું. ખરેખર તે બાલિકા હરાઈ જ છે. તે કારણથી તે દુરાત્મા= ચપલ દુરાત્મા, ક્યાં ગયો છે એ પ્રમાણે વિચારીને વેગથી ચલિત=ચાલેલો એવો જ્યાં સુધી હું છું ત્યાં સુધી સન્મુખ આવતો એવો ચપલ મારા વડે જોવાયો. તેથી=ચપલ મારી સન્મુખ આવ્યો તેથી, મારા વડે વિચારાયું. અરે શું આ ચપલ આવ્યો. શું આના વડે ચૂતમંજરી જોવાઈ નથી અથવા કામને નહીં ઇચ્છતી એવી ચૂતમંજરી રોષથી આ પાપી વડે મારી નંખાઈ છે ? સર્વથા તેની સ્વાધીનતામાં અથવા જીવતી તેણીમાં=ચૂતમંજરી સ્વાધીન થયે છતે અથવા જીવતી હોતે છતે, કોઈ રીતે તેનું આગમન ઘટતું નથી. તે આ પ્રમાણે –
Page #63
--------------------------------------------------------------------------
________________
પર
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
शून्ये दधिघटीं दृष्ट्वा, काकः स्थगनवर्जिताम् ।
लब्धास्वादोऽपि तां मुक्त्वा, कथमन्यत्र गच्छति ।।१८३।। શ્લોકાર્ય :
મનુષ્ય વગરના શૂન્ય સ્થાનમાં ઢાંકણ રહિત દહીંની ઘટીને (નાની ઘડીને) જોઈને લબ્ધ આસ્વાદવાળો પણ કાગડો તેને દહીંના ઘડાને, છોડીને, કઈ રીતે અન્યત્ર જાય ? I૧૮૩
ततो निश्चितं-न जीवति मे प्रियतमा, यावच्चैवमहं चिन्तयामि तावदापतितश्चपलः, लग्नं युद्धं, ततः सोऽपि मया तथैवास्फोटितो भूतले जाता तस्यापि सैव वार्ता, ततो हा हन्त किं मृता सा? किं नष्टा सा, किं विनष्टा सा, किं क्वचिद् गोपायिता सा, किमन्यस्य कस्यचित्करीभूतेति प्रियतमागोचरानेककुविकल्पलोलकल्लोलजालमालाकुलचेतोनदीस्रोतःप्लवे प्लवमानः प्राप्तोऽहमिममुद्देशं, दृष्टा प्रियतमा ततः समुच्छवसितं हृदयेन, पुलकितमगेन, स्थिरीभृतं चेतनया, कृतमास्पदं शरीरे सुखासिकया, विगतं चित्तोद्वेगेनेति, कथितं चानया मे सवृत्तान्तं भवदीयमाहात्म्यं, तदेष मया निवेदितः समासेन प्रस्तुतवृत्तान्तः ।
તેથી નિશ્ચિત કરાયું=ચપલ એકલો આવે છે તેથી નિશ્ચિત કરાયું, શું નિશ્ચિત કરાયું ? તે કહે છે – મારી પ્રિયતમા જીવતી નથી. જ્યાં સુધી આ રીતે હું વિચારું છું ત્યાં સુધી ચપલ સન્મુખ આવી પડ્યો. યુદ્ધ શરૂ થયું. ત્યારપછી તે પણ ચપલ પણ, મારા વડે તે પ્રમાણે જ=મારા વડે જે પ્રમાણે અચલને આસ્ફોટન કરાયેલું તે પ્રમાણે જ, ભૂતલમાં આસ્ફોટિત કરાયો. તેની પણ=ચપલની પણ તે જ વાત થઈ. ત્યારપછી હા ખરેખર શું તે-ચૂતમંજરી, મરી ગઈ ? શું નાસી ગઈ ? શું કંઈક વિનાશ કરાઈ? શું તે કોઈક ઠેકાણે ગોપવન કરાઈ? શું તે અન્ય કોઈકના હાથમાં ગઈ? એ પ્રકારે પ્રિયતમાના ગોચર અનેક કુવિકલ્પના ચપળકલ્લોલના જાળાની માલાથી આકુળ ચિત્તની નદીના સ્ત્રોતવાળા પ્લવમાં પ્લવમાન ડૂબકીઓ મારતો, હું આ સ્થાનમાં પ્રાપ્ત થયો. પ્રિયતમા જોવાઈ. તેથી હદયથી ઉવસિત થવાયું=સ્વસ્થ થવાયું. અંગથી પુલકિત થવાયું. ચેતતાથી સ્થિરીભૂત થવાયું. શરીરમાં સુખાસિકાનું સ્થાન કરાયું=સુખાસિકાનું સંવેદન કરાયું. ચિત્તના ઉદ્વેગથી દૂર થવાયું. અને આણી વડેઃચૂતમંજરી વડે, મને વૃતાંત સહિત તમારું માહાભ્ય કહેવાયું. તે આ પ્રસ્તુત વૃતાંત મારા વડે સમાસથી નિવેદિત કરાયું. શ્લોક :
एवं च स्थितेतदेनां रक्षता तात!, रक्षितं मम जीवितम् । कृता कुलोन्नतिधीर! दत्तं मे निर्मलं यशः ।।१८४ ।।
Page #64
--------------------------------------------------------------------------
________________
પર
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
અને આ રીતે સ્થિત હોતે છતે ચૂતમંજરીનું તેં રક્ષણ કર્યું એ પ્રમાણે સ્થિત હોતે છતે, તે કારણથી આનું રક્ષણ કરતાં હે તાત ! વિમલકુમાર !મારું જીવિત રક્ષણ કરાયું. હે વીર ! કુલની ઉન્નતિ કરાઈ. મને નિર્મલ યશ અપાયો. ||૧૮૪ll શ્લોક - __ किंवाऽत्र बहुनोक्तेन? नास्ति तद्वस्तु किञ्चन ।
महानुभाव! लोकेऽत्र, यन्न मे विहितं त्वया ।।१८५।। શ્લોકાર્થ :
અહીં વધારે કહેવાથી શું? હે મહાનુભાવ ! આ લોકમાં તેવી કોઈ વસ્તુ નથી જે તારા વડે મારી કરાઈ નથી. ll૧૮પા. શ્લોક :
सुप्रसिद्वं चेदं लोके, यदुतकृते प्रत्युपकारोऽत्र, वणिग्धर्मो न साधुता ।
ये तु तत्रापि मुह्यन्ति, पशवस्ते न मानुषाः ।।१८६।। શ્લોકાર્ચ -
અને લોકમાં આ સુપ્રસિદ્ધ છે. શું સુપ્રસિદ્ધ છે ? તે ‘યહુતથી બતાવે છે – કરાયેલા આ ઉપકારમાં પ્રત્યુપકાર વણિધર્મ છે, સાધુતા નથી. જે વળી તેમાં પણ મોહ પામે છે અર્થાત્ મેં તેનો પ્રત્યુપકાર કર્યો છે એ પ્રમાણે મોહ પામે છે, તે મનુષ્ય નથી, પશુઓ છે. ll૧૮૬ો. શ્લોક :
तद्दीयतां ममादेशः, क्रियतां मदनुग्रहः ।
येन संपादयत्येष, प्रियं ते किकरो जनः ।।१८७।। શ્લોકાર્ચ -
તે કારણથીતમારા ઉપકારનો બદલો વાળવો શક્ય નથી તે કારણથી, મને આદેશ અપાઓ. મારો અનુગ્રહ કરાઓ. જે કારણથી આ કિંકર જન એવો હું તારા પ્રિયને કરું. I૧૮૭ી.
विमलेनोक्तं-अहो कृतज्ञशेखर! अलमतिसम्भ्रमेण, किं वा न संपन्नमस्माकं युष्मदर्शनेन ? किमतोऽप्यपरं प्रियतरमस्ति? વિમલકુમાર વડે કહેવાયું. અહો કૃતજ્ઞશેખર ! અતિ સંભ્રમથી સર્યું અર્થાત્ આ પ્રકારે ઉચિત
Page #65
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ અતિસંભાષણથી સર્યું. અમને તમારા દર્શનથી શું પ્રાપ્ત નથી થયું ? અર્થાત્ તમારા દર્શનથી સર્વસ્વ પ્રાપ્ત થયું છે. શું આનાથી પણ=તમારા દર્શનથી પણ, અપર પ્રિયતર છે ?
શ્લોક ઃ
૫૪
तथाहि
वचः सहस्रेण सतां न सुन्दरं, हिरण्यकोट्याऽपि न वा निरीक्षितम् । अवाप्यते सज्जनलोकचेतसा, न कोटिलक्षैरपि भावमीलनम् ।।१८८ ।
શ્લોકાર્થ :
તે આ પ્રમાણે સંતોનું સુંદર વચન હજારોથી નથી=હજાર સોનામહોરથી મળતું નથી, કરોડ સોનામહોરથી પણ નિરીક્ષિત=ભાગ્યવાનનું દર્શન, મળતું નથી, સજ્જન લોના ચિત સાથે ભાવથી મિલન લાખો કરોડ સોનામહોરથી પણ પ્રાપ્ત કરાતું નથી. II૧૮૮ના
किंवाऽत्र मया विहितं ते? येनैवमात्मानं पुनः पुनः संभ्रमयति भद्रः इत्येवं वदति विमले कुतः सुजनेऽर्थित्वं ? कर्तव्यश्चास्य मया कश्चित्प्रत्युपकारो, न भवत्यन्यथा मे चित्तनिवृत्तिरिति मन्यमानेन प्रकटितं रत्नचूडेनैकं रत्नं हस्ततले, तच्च कीदृशं ? -
અથવા અહીં=ચૂતમંજરીના રક્ષણમાં, મારા વડે તમારું શું કરાયું ? જેથી આ પ્રમાણે પોતાને ભદ્ર એવો રત્નચૂડ ફરી ફરી સંભ્રમ કરે છે અર્થાત્ મારા આ અત્યંત ઉપકારી છે એ પ્રમાણે સંભ્રમ કરે છે. આ પ્રમાણે વિમલકુમારે કહ્યુ છતે ઉત્તમ પુરુષમાં અર્થીપણું ક્યાંથી હોય ? અને આનું=વિમલકુમારવું, મારા વડે=રત્નચૂડ વડે, કોઈક પ્રત્યુપકાર કરાવો જોઈએ અન્યથા મારા ચિત્તની નિવૃત્તિ નથી=મારા ચિત્તમાં સંતોષ નથી એ પ્રમાણે માનતા રત્નચૂડ વડે હસ્તતલમાં એક રત્ન પ્રગટ કરાયું. અને તે કેવું છે ? विमलाय रत्नदानं
શ્લોક ઃ
किं नीलं किमिदं रक्तं, किं पीतं यदिवा सितम् ।
किं कृष्णमिति सुव्यक्तं, लोकदृष्ट्या न लक्ष्यते ।। १८९।।
રત્નચૂડ દ્વારા વિમલને રત્નનું દાન
શ્લોકાર્થ :
શું નીલ છે ? શું આ રક્ત છે ? શું આ પીત છે ? શું આ સફેદ છે ? શું આ કૃષ્ણ છે ? એ પ્રમાણે લોકદૃષ્ટિથી સુવ્યક્ત જણાતું નથી. ।।૧૮૯।।
Page #66
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
द्योतिताशेषदिक्चक्रं, सर्ववर्णविराजितम् । लसदच्छप्रभाजालैर्दिक्षु बद्धेन्द्रकार्मुकम् ।।१९० ।। तच्च दर्शयित्वाऽभिहितं रत्नचूडेन - कुमार ! सर्वरोगहरं धन्यं, जगद्दारिद्र्यनाशनम् । गुणैश्चन्तामणेस्तुल्यमिदं रत्नं सुमेचकम् ।।१९१।।
૫૫
શ્લોકાર્થ ઃ
પ્રકાશિત કરી છે સર્વ દિશાચને એવું સર્વવર્ષોથી શોભતું, દિશાઓમાં વિલાસ પામતી ચંદ્રની પ્રભાના જાલોથી બદ્ધ ઇન્દ્ર કામુક એવા તેને=રત્નને, બતાવીને રત્નચૂડ વડે કહેવાયું. હે કુમાર ! સર્વ રોગને હરનાર, ધન્ય, જગતના દારિદ્રયને નાશ કરનાર, ગુણોથી ચિંતામણિતુલ્ય આ સુમેચક=સર્વ રંગવાળું રત્ન છે. II૧૯૦-૧૯૧||
શ્લોક ઃ
दत्तं ममेदं देवेन, तोषितेन स्वकर्मणा ।
इह लोके करोत्येतत्सर्वाशापूरणं नृणाम् ।।१९२।।
શ્લોકાર્થ :
સ્વકર્મથી તોષિત એવા દેવ વડે મને આ અપાયું છે. આ લોકમાં મનુષ્યોની સર્વ આશાના પૂરણને આ કરે છે. II૧૯૨૪)
तदस्य ग्रहणेन ममानुग्रहं करोतु कुमारो, नान्यथा मे धृतिः संपद्यते, विमलेनोक्तं - महात्मन्न कर्तव्यो भवताऽऽग्रहो, न च विधेया चेतस्यवभावना, दत्तमिदं त्वया, गृहीतं मया, केवलं तवैवेदं सुन्दरं अतः संगोप्यतामिदं मुच्यतामतिसम्भ्रमः, ततश्चूतमञ्जर्योक्तं- कुमार ! न कर्तव्यो भवताऽऽर्यपुत्रस्यायमभ्यर्थनाभङ्गः, तथाहि
તે કારણથી=આવું આ ઉત્તમ રત્ન છે તે કારણથી, આવા ગ્રહણથી કુમાર મતે . અનુગ્રહ કરો=વિમલકુમાર મને અનુગ્રહ કરો. અન્યથા મને ધૃતિ પ્રાપ્ત થતી નથી=કુમાર ગ્રહણ ન કરે તો મારું ચિત્ત સ્વસ્થતાને પામતું નથી. વિમલકુમાર વડે કહેવાયું. હે મહાત્મન્ ! તારા વડે આગ્રહ કરાવો જોઈએ નહીં. ચિત્તમાં અવભાવના કરવી જોઈએ નહીં=વિમલકુમારે આને ગ્રહણ કર્યું નથી એ પ્રકારે ચિત્તમાં ખેદ કરવો જોઈએ નહીં. આ=રત્ન, તારા વડે અપાયું. મારા વડે ગ્રહણ કરાયું. કેવલ તને જ આ સુંદર છે. આથી આ સંગોપન કરો=આ રત્નને તમારી પાસે જ ઉચિતસ્થાને રાખો. અતિસંભ્રમ દૂર કરો. તેથી ચૂતમંજરી વડે કહેવાયું. હે કુમાર ! તમારા વડે આર્યપુત્રની આ અભ્યર્થનાનો ભંગ કરાવો જોઈએ નહીં. તે આ પ્રમાણે –
-
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૬
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
निःस्पृहा अपि चित्तेन, दातरि प्रणयोद्यते ।
सन्तो नाभ्यर्थनाभङ्गं, दाक्षिण्यादेव कुर्वते । ।१९३।।
શ્લોકાર્થ ઃ
પ્રણયથી ઉધત એવા દાતામાં=પ્રીતિથી તત્પર થયેલા દાતામાં, ચિત્તથી નિઃસ્પૃહ પણ સંતો દાક્ષિણ્યથી જ પ્રાર્થનાભંગને કરતા નથી. ।।૧૯૩||
શ્લોક ઃ
एवं च चूतमञ्जर्यां, वदन्त्यां विमलः किल ।
किमुत्तरं ददामीति यावच्चिन्तयते हृदि । । १९४ ।। तावद्वस्त्राञ्चले तस्य, रत्नचूडेन सादरम् । तद्रत्नं बद्धमेवोच्चैर्दिव्यकर्पटके स्थितम् । । १९५ । ।
શ્લોકાર્થ ઃ
આ રીતે ચૂતમંજરીએ કહ્યુ છતે વિમલકુમાર શું ઉત્તર આપું એ પ્રમાણે જ્યાં સુધી હૃદયમાં વિચારે છે ત્યાં સુધી તેના=વિમલકુમારના, વસ્ત્રના છેડામાં રત્નચૂડ વડે અત્યંત દિવ્યકર્પટકમાં રહેલું રત્ન આદરપૂર્વક બંધાયું જ. ||૧૯૪-૧૯૫]
શ્લોક ઃ
अथ तादृशरत्नस्य, लाभेऽपि विगतस्पृहम् ।
मध्यस्थं हर्षनिर्मुक्तं, विमलं वीक्ष्य चेतसा । । १९६ । ।
स रत्नचूडः स्वे चित्ते, तद्गुणैर्गाढभावितः ।
तदा विचिन्तयत्येवं, विस्मयोत्फुल्ललोचनः । । १९७।।
શ્લોકાર્થ -
હવે તેવા રત્નના લાભમાં પણ ચિત્તથી વિગત સ્પૃહાવાળા, મધ્યસ્થ, હર્ષથી રહિત વિમલને જોઈને તેના ગુણોથી ગાઢ ભાવિત એવો તે રત્નચૂડ વિસ્મયથી ઉફુલ્લ લોચનવાળો ત્યારે સ્વચિત્તમાં આ પ્રમાણે વિચારે છે. ||૧૯૬-૧૯૭૫
શ્લોક ઃ
अहो अपूर्वं महात्म्यमहो निःस्पृहताऽतुला । इदमस्य कुमारस्य, लोकातीतं विचेष्टितम् ।।१९८ ।।
Page #68
--------------------------------------------------------------------------
________________
પ૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
यद्वा यस्येदृशं जातं, चित्तरत्नं महात्मनः । तस्यास्य बार्लोिकेऽत्र, किं वा रत्नैः प्रयोजनम् ? ।।१९९।। एतदेवंविधं चित्तं, जायते पुण्यकर्मणाम् ।। प्रायोऽनेकभवैधर्मकर्मरञ्जितचेतसाम् ।।२००।। ये तु पापाः सदा जीवाः, शुद्धधर्मबहिष्कृताः ।
तेषां न संभवेत्प्रायो, निर्मलं चित्तमीदृशम् ।।२०१।। શ્લોકાર્ધ :
અહો અપૂર્વ માહાભ્ય, અહો અતુલ નિઃસ્પૃહતા, આ કુમારનું લોકથી અતીત આ વિચેષ્ટિત છે અથવા જે મહાત્માનું આવું ચિતરત્ન થયું તે આને આ લોકમાં બાહ્ય રત્નોથી શું પ્રયોજન છે? આવા પ્રકારનું આ ચિત્ત પ્રાયઃ અનેક ભવોથી ધર્મકર્મથી રંજિત ચિતવાળા પુણ્યકર્મવાળા જીવોને થાય છે. વળી, જે જીવો શુદ્ધધર્મથી બહિસ્કૃત સદા પાપી જીવો છે તેઓને પ્રાયઃ આવા પ્રકારનું નિર્મળ ચિત સંભવતું નથી. II૧૯૮થી ૨૦૧ાા ભાવાર્થ :
વળી રાજાની પત્ની કમલસુંદરી અને કનકસુંદરી પરસ્પર સખી છે તેથી કમલસુંદરીનો પુત્ર વિમલકુમાર અને કનકસુંદરીનો પુત્ર વામદેવ એવો હું=સંસારી જીવ, પરસ્પર મિત્ર થયા. વિમલકુમાર નિર્મળબુદ્ધિથી મિત્રતા ધારણ કરે છે. અને વામદેવ એવો હું શઠ ભાવથી મિત્રતા ધારણ કરું છું. એક વખત વિમલકુમારના કથનથી અમે ઉદ્યાનમાં ગયા. તે રમ્ય ઉદ્યાનમાં કોઈકનાં પગલાં જોયાં. તેને જોઈને વિમલકુમાર આ કોઈક લક્ષણવંત પુરુષ છે અને પત્ની સાથે ગયો છે એ પ્રમાણે વિચારે છે તેથી વામદેવને કહે છે. કોઈક વિશિષ્ટ મિથુનયુગલ અહીંથી ગયેલું હોવું જોઈએ. ત્યારપછી કંઈક આગળ જઈને લતાગૃહમાં જોયું તો અદ્ભુત સૌંદર્યવાળું મિથુનયુગલ જોવાયું. તે મિથુનયુગલે વિમલકુમાર અને વામદેવને જોયા નહીં. પરંતુ વિમલકુમારે અને વામદેવે તેમને જોયાં. અને તેમનાં લક્ષણો જોઈને લક્ષણશાસ્ત્રમાં નિપુણ એવો વિમલકુમાર પુરુષનાં લક્ષણો અને સ્ત્રીનાં લક્ષણો વિસ્તારથી કહે છે. એટલામાં જ તેઓએ જોયું કે તે મિથુનયુગલ ઉપર કોઈક બે પુરુષ યુદ્ધ માટે આવે છે અને તે મિથુનયુગલમાંથી પુરુષને તે આવનાર પુરુષ આક્રોશ કરે છે. તે આક્રોશ સાંભળીને તે વિદ્યાધર પોતાની સ્ત્રીને કહે છે તું ધીર થા. એમ કહીને તેની સાથે યુદ્ધ કરવા જાય છે. તે વખતે તે બે પુરુષમાંથી એક પુરુષ તે મિથુનયુગલની સ્ત્રીને ગ્રહણ કરવા માટે સન્મુખ આવે છે તેથી તે બાળા વિમલકુમારને કહે છે મારું રક્ષણ કરો. તે વખતે વિમલકુમારના ગુણથી આવર્જિત વનદેવતા જે વિદ્યાધર તે સ્ત્રીને ગ્રહણ કરવા તત્પર થયેલ. તે વિદ્યાધરને આકાશમાં ખંભિત કરે છે. એટલામાં તે મિથુનયુગલમાંથી જે પુરુષ તે વિદ્યાધર સામે યુદ્ધમાં તત્પર થઈને તેને મૃતપ્રાયઃ કરે છે અને પાછો આવે છે ત્યારે તે સ્ત્રીને લેવા માટે આવેલ પુરુષ જે ખંભિત હતો તેને વનદેવતા મુક્ત કરે છે. તેથી તે મુક્ત થયેલો પુરુષ વેગથી તેની સન્મુખ જાય છે અને તેની પાછળ તે વિદ્યાધર પણ જાય છે. ત્યારપછી પ્રથમ પુરુષની
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
જેમ બીજા પુરુષને પણ મૃતપ્રાયઃ કરીને તે વિદ્યાધર રત્નચૂડ પોતાની પત્ની પાસે આવે છે, ત્યારપછી તે રત્નચૂડ વિમલકુમારના ઉપકારને સ્મરણ કરીને અત્યંત પ્રશંસા કરે છે અને વિચારે છે કે આ ઉપકારનો બદલો વાળવો મારા માટે અશક્ય છે, જેના ઉપરથી ઉત્તમ પુરુષનો કૃતજ્ઞતાગુણ કેવા પ્રકારનો વિશિષ્ટ હોય છે તેનો માર્ગાનુસારી બોધ થાય છે. વળી, ગુણના અર્થી જીવે કોઈનો પણ કરાયેલો અલ્પ પણ ઉપકાર નિત્ય સ્મરણ કરીને પોતાનો કૃતજ્ઞતાગુણ અતિશય કરવો જોઈએ એમ સૂચિત થાય છે. વળી, રત્નચૂડ અત્યંત શિષ્ટભાષાથી વિમલકુમારને તે ઉપકારને અભિવ્યક્ત કરે છે જે સાંભળીને ઉત્તમ પ્રકૃતિવાળા વિમલકુમાર પણ કહે છે – આ તારી પત્ની તારા માહાસ્યથી જ રક્ષણ કરાઈ છે, ફક્ત તમારો આ શું પ્રસંગ છે ? તે જાણવા માટે મને કૌતુક છે. તેથી રત્નચૂડ પોતાનું જન્મસ્થાન વગેરે અને તેની પત્નીને લેવા માટે આવેલા બે વિદ્યાધરો કોણ હતા તે સર્વ સંક્ષેપથી કથન કરે છે. અને પોતે તેઓને પરાસ્ત કરીને આવેલો છે ત્યારે પોતાની પત્ની ચૂતમંજરી વિષયક તેને અત્યંત ચિંતા થાય છે અને તેનું રક્ષણ કરીને હે વિમલકુમાર ! તેં મારું રક્ષણ કર્યું છે ઇત્યાદિ કહીને તેના ઉપકારને અત્યંત સ્મરણ કરે છે. વિમલકુમાર પણ અત્યંત વિવેકપૂર્વક નમ્રભાષાથી તેને ઉત્તર આપે છે. અંતે તે ઉપકારનું સ્મરણ કરીને રત્નચૂડને દેવતાથી પ્રાપ્ત થયેલા રત્નને આપવાનો પરિણામ થાય છે. અને તેને ગ્રહણ કરવા અત્યંત આગ્રહ કરે છે. પરંતુ તે રત્નના ગુણોને જાણીને પણ વિમલકુમારનું ચિત્ત ગ્રહણ કરવાના અભિમુખ તેને ભાવવાળું થતું નથી, તે વખતે ચૂતમંજરી અત્યંત આગ્રહ કરીને કહે છે કે આર્યપુત્રની અભ્યર્થનાનો ભંગ તમારે કરવો જોઈએ નહીં. તેને શું ઉત્તર આપવો એ પ્રમાણે વિમલકુમાર મનમાં વિચારે છે, એટલામાં રત્નચૂડ દિવ્ય વસ્ત્રમાં રહેલ તે રત્નને કુમારના વસ્ત્રના છેડે બાંધી દે છે. તે વખતે રત્નચૂડ વિચારે છે કે આ વિમલકુમારનું આવું સુંદર ચિત્તરત્ન છે આથી જ આવા રત્નને જોઈને પણ તે નિઃસ્પૃહ રહે છે, લેશ પણ ગ્રહણ કરવાનો પરિણામ થતો નથી. તેવા મહાત્માને બાહ્ય રત્નોથી શું પ્રયોજન છે. ખરેખર ઘણા ભવો સુધી સુંદર ધર્મને સેવીને પુણ્યશાળી જીવોને જ આવું સુંદર ચિત્ત પ્રાપ્ત થાય છે અને જેઓ શુદ્ધધર્મ સેવતા નથી તેઓને આવું સુંદર ચિત્ત સંભવતું નથી. તેથી ફલિત થાય છે કે સદ્ધર્મનું સેવન મહાત્માના ચિત્તને અત્યંત નિઃસ્પૃહ બનાવે છે. આથી જ પૂર્વભવના સધર્મના સેવનને કારણે અનેક પ્રકારની વિશેષતાથી યુક્ત તે રત્ન હોવા છતાં કુમારનું ચિત્ત લેશ પણ તે રત્નને ગ્રહણ કરવાના પરિણામવાળું થતું નથી જે શુદ્ધધર્મના સેવનથી થયેલું ઉત્તમ ચિત્ત છે.
ततश्चैवमवधार्य चिन्तितं रत्नचूडेन-अये! पृच्छामि तावदेनमस्य कुमारस्य सहचरं, यदुतकुत्रत्योऽयं कुमारः? किंनामा? किंगोत्रः? किमर्थमिहागतः? किंवाऽस्यानुष्ठानमिति, ततः पृष्टोऽहं यथाविवक्षितमेकान्ते कृत्वा रत्नचूडेन, मयाऽपि कथितं तस्मै यथाअत्रैव वर्धमानपुरे क्षत्रियस्य धवलनृपतेः पुत्रोऽयं विमलो नामा, अभिहितं चाद्यानेन यथावयस्य वामदेव! यदिदं क्रीडानन्दनमुद्यानमतिरमणीयं जनवादेन श्रूयते तन्मम जन्मापूर्वं, ततोऽद्य गच्छावस्तद्दर्शनार्थं, मयोक्तं- यदाज्ञापयति कुमारः, ततः समागताविह, श्रुतो युवयोः शब्दः तदनुसारेण गच्छद्भ्यां दृष्टा पदपद्धतिः तथा
Page #70
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ लक्षितं नरमिथुनं ततो लतागृहके दृष्टौ युवां निरूपितौ कुमारेण कथितं मे लक्षणं निर्दिष्टं च यथाऽयं चक्रवर्तीयं चास्यैव भार्या भविष्यति । तदिदमिहास्यागमनप्रयोजनं, अनुष्ठानं पुनरस्य सर्वं यथा चेष्टितं श्लाघनीयं विदुषामभिमतं लोकानामाह्लादकं बन्धूनामभिरुचितं वयस्यानां स्पृहणीयं मुनीनामपीति, केवलं न प्रतिपन्नमनेनाद्यापि किञ्चिद्दर्शनम् । रत्नचूडेन चिन्तितं-अये! सर्वं सुन्दरमाख्यातमनेन, तदिदमत्र प्राप्तकालं दर्शयाम्यस्य भगवबिम्बं, उचितोऽयं तद्दर्शनस्य, संपत्स्यतेऽस्य तद्दर्शनेन महानुपकारः, एवं च कुर्वतो ममापि प्रत्युपकारकरणमनोरथः परिपूर्णो भविष्यतीति विचिन्त्याभिहितोऽनेन विमलकुमारः यथाकुमार! इह क्रीडानन्दने समागतः क्वचित्पूर्वं मदीयमातामहो मणिप्रभः, प्रतिभातमिदमतिकमनीयं काननं, ततोऽत्र पुनः पुनर्विद्याधराणामवतारणार्थं महाभवनं विधाय प्रतिष्ठितं तेन भगवतो युगादिनाथस्य बिम्बं, अत एव बहुशोऽहमिहागतः पूर्वं, ततो ममानुग्रहेण तद्रष्टुमर्हति कुमारः, विमलेनोक्तं-यद्वदत्यार्यः, तदाकर्ण्य हृष्टो रत्नचूडः, ततो गता वयं भवनाभिमुखं ततो दृष्टं भगवतो मन्दिरं, तच्च कीदृशम् ?
ત્યારપછી=૨ત્વચૂડે વિમલકુમારનું નિઃસ્પૃહ ચિત્ત જોયું ત્યારપછી, આ પ્રમાણે અવધારણ કરીને આ મહાત્મા શુદ્ધધર્મ સેવીને આવેલ છે માટે જ આવું નિઃસ્પૃહ ચિત્ત છે એ પ્રમાણે અવધારણ કરીને, રત્વચૂડ વડે વિચારાયું. ખરેખર ! આ કુમારના આ સહચરને હું પૂછું. શું પૂછું? તે ‘દુતથી બતાવે છે – આ કુમાર ક્યાંના છે? શું નામ છે? કયા ગોત્રવાળા છે? કયા પ્રયોજનથી અહીં આવેલ છે? અને આનું કુમારનું, શું અનુષ્ઠાન છે=શું પ્રવૃત્તિ છે. તેથી હું=વામદેવ, એકાંતમાં લઈ જઈને રતચૂડ વડે જે પ્રમાણે વિવક્ષા કરેલ=પૂછવાનો વિચાર કરેલ, તે પ્રમાણે પુછાયો. મારા વડે પણ=વામદેવ વડે પણ, તેનેત્રરતચૂડને, કહેવાયું. શું કહેવાયું ? તે “યથા'થી બતાવે છે – આ જ વર્ધમાનપુરમાં ક્ષત્રિય એવા ધવલરાજાનો આ વિમલ નામનો પુત્ર છે. અને આજે આના વડે=વિમલકુમાર વડે, મને કહેવાયું. શું કહેવાયું ? તે “યથા'થી બતાવે છે – હે મિત્ર ! વામદેવ ! જે આ ક્રીડાનંદન ઉદ્યાન અતિ રમણીય જનવાદથી સંભળાય છે તે જન્મમાં અપૂર્વ મને છે=આ જન્મમાં મેં પૂર્વમાં જોયું નથી, તેથી આજે તેના દર્શન માટે= ઉદ્યાનને જોવા, આપણે જઈએ. મારા વડે કહેવાયું. કુમાર જે આજ્ઞા કરે છે. તેથી અહીં=આ ઉદ્યાનમાં, અમે બે આવ્યા. તમારા બેનોરત્નચૂડ અને ચૂતમંજરીનો, શબ્દ સંભળાયો. તેના અનુસારથી જતા અમને બંનેને પદવી પદ્ધતિ જોવાઈ=પગલાં જોવાયાં. અને તરમિથુન જોવાયું. તેથી લતાગૃહમાં તમે બંને જોવાયાં. કુમાર વડે તમે બંને કહેવાયાં. મને લક્ષણ કહેવાયું. અને કહેવાયું, જે પ્રમાણે આ ચક્રવર્તી છે અને આ આની જ પત્ની થશેઃરચૂડની જ પત્ની થશે. તેથી અહીં=ઉદ્યાનમાં, આના-કુમારના, આગમનનું પ્રયોજન આ છે. વળી, આનું આ કુમારનું સર્વ અનુષ્ઠાન યથાચેષ્ટિત વિદ્વાનોને શ્લાઘનીય છે. લોકોને અભિમત છે. બંધુઓને આલ્લાદક છે. મિત્રોને અભિરુચિત છે. મુનિઓને પણ સ્પૃહણીય છે. કેવલ હજી પણ આના વડે વિમલકુમાર વડે, કોઈ દર્શન સ્વીકારાયું નથી. રત્વચૂડ વડે વિચારાયું. ખરેખર આના વડે=વામદેવ
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ વડે, સર્વ સુંદર કહેવાયું. તે કારણથી અહીં=વિમલકુમારના વિષયમાં, આ પ્રાપ્તકાલ છે=આ કરવા યોગ્ય છે. આને ભગવાનનું બિબ બતાવું. તેના દર્શનને આ યોગ્ય છે=ભગવાનના દર્શનને આ યોગ્ય છે. તેના દર્શનથી જિનબિંબના દર્શનથી, આ=વિમલકુમારને, મહાન ઉપકાર થશે. અને આ રીતે કરતાં આને જિનબિંબના દર્શન કરતાં, એવા મને પણ પ્રતિઉપકાર કરવાનો મનોરથ પરિપૂર્ણ થશે. એ પ્રમાણે વિચારીને આના વડે=રત્વચૂડ વડે, વિમલકુમાર કહેવાયો. શું કહેવાયો? તે ‘ાથા'થી બતાવે છે – હે કુમાર ! આ ક્રિીડાનંદનમાં ક્યારેક પૂર્વમાં મારા દાદા મણિપ્રભ આવેલા. આ ઉદ્યાન અતિમનોહર પ્રતિભાષ થયેલ. તેથી=મારા દાદાને આ ઉદ્યાન મનોહર લાગેલ તેથી, અહીં ફરીફરી વિદ્યાધરોના અવતરણ માટે મહાભવન કરીને તેમના વડે=મણિપ્રભ વડે, ભગવાન યુગાદિનાથનું બિંબ પ્રતિષ્ઠિત કરાયું છે. આથી જ હું ઘણી વખત અહીં પૂર્વમાં આવેલો. તેથી મારા અનુગ્રહથી કુમારને તે જોવું યોગ્ય છેઃજિતબિંબ જોવું યોગ્ય છે. વિમલ વડે કહેવાયું. આર્ય જે કહે છે. તે સાંભળીને=વિમલકુમારે જિનબિંબ જોવા માટે પોતાના વચનનો સ્વીકાર કર્યો તે સાંભળીને, રત્વચૂડ હષિત થયો. ત્યારપછી અમે ભવનને અભિમુખ ગયા. ત્યારપછી ભગવાનનું મંદિર જોવાયું. તે કેવું છે? તે બતાવે છે –
युगादिदेवभवने प्रवेशः શ્લોક :
विमलस्फटिकच्छायं, स्वर्णराजिविराजितम् । तडिद्वलयसंयुक्तं, शरदम्बुधरोपमम् ।।२०२।।
આદીશ્વર પ્રભુના જિનમંદિરમાં પ્રવેશ શ્લોકાર્ચ -
વિમલ સ્ફટિકની છાયાવાળું, સ્વર્ણરાજિથી શોભતું, વીજળીના વલયથી સંયુક્ત, શરદપૂર્ણિમાના ચંદ્રની ઉપમાવાળું, /ર૦રા. શ્લોક :
विलसद्वज्रवैडूर्यपद्मरागमणित्विषा । नष्टान्धकारसम्बन्धमुद्योतितदिगन्तरम् ।।२०३।।
શ્લોકાર્ધ :
વિલાસ કરતા વજ, વૈડૂર્ય, પદ્મરાગ મણિની છાયાથી નષ્ટ થયેલા અંધકારના સંબંધવાળું, ઉધોતિત દિગંતરવાળું=બધી દિશાઓ જેણે ઉઘોધિત કરી છે તેવું મંદિર હતું. ૨૦3II.
Page #72
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
अपि च-लसदच्छाच्छनिर्मलस्फटिकमणिनिर्मितकुट्टिमसंक्रान्तविलसत्तपनीयस्तम्भं स्तम्भविन्यस्त
૬૧
विद्रुमकिरणकदम्बकरक्तमुक्ताफलावचूलं अवचूलविरचितमरकतमयूखश्यामायमानसितचमरनिकरं सितचमरनिकरदण्डचामीकरप्रभापिञ्जरितादर्शमण्डलं आदर्शमण्डलगतविराजमानारुणमणिहारनिकुरुम्बं हारनिकुरुम्बावलम्बितविशदहाटककिङ्किणीजालमिति । तत्र चैवंविधे भुवननाथस्य भवने प्रविश्य तैरवलोकितं भगवतो युगादिनाथस्य बिम्ब,
અને વળી વિલાસ કરતા સ્વચ્છ, નિર્મલ, સ્ફટિકના મણિથી નિર્મિત ભૂમિમાં સંક્રાંત થયેલા વિલાસ કરતા સુવર્ણના સ્તંભવાળું, સ્તંભમાં વિચસ્ત વિદ્રુમતા કિરણના સમૂહથી રક્ત મુક્તાફલના અવચૂલવાળું, અવચૂલમાં વિરચિત મરકતમણિનાં કિરણોથી શ્યામ જેવા દેખાતા સફેદ ચામરના સમૂહવાળું, સફેદ ચામરોના સમૂહના દાંડામાં સુવર્ણની પ્રભાથી પીળા થયેલા આદર્શના મંડલવાળું, આદર્શના મંડલગત વિરાજમાન અરુણ મણિના હારના સમૂહવાળું, હારના સમૂહમાં અવલંબિત ઉજ્જળ સોનાની કિંકિણીની જાલવાળું એવા તે જિનાલયનો અંદરનો ભાગ હતો. અને ત્યાં આવા પ્રકારના ભુવનનાથના ભવનમાં પ્રવેશ કરીને તેઓ વડે=રત્નચૂડ આદિ બધા વડે, ભગવાત યુગાદિનાથનું બિંબ જોવાયું.
શ્લોક ઃ
તત્ત્વ
दिक्षु प्रेङ्खत्प्रभाजालं, शातकुम्भविनिर्मितम् ।
शान्तं कान्तं निराटोपं, निर्विकारं मनोहरम् ।।२०४ ।।
શ્લોકાર્થ :
અને તે=ભગવાનનું બિંબ, બધી દિશાઓમાં પ્રસરતી પ્રભાજાલવાળું, શાતકુંભથી=સુવર્ણથી, વિનિર્મિત, શાંત, કાંત, આટોપ વગરનું નિર્વિકાર, મનોહર હતું. II૨૦૪॥
ततः सर्वैरपि विहितो हर्षभरविस्फारिताक्षैः प्रणामः, वन्दितं च विशदानन्दपुलकोद्भेदसुन्दरं वपुर्दधानाभ्यां विधिवच्चूतमञ्जरीरत्नचूडाभ्याम्, तच्चेदृशं सचराचरभुवनबन्धोर्भगवतो बिम्बं निरूपयतो विमलकुमारस्य सहसा समुल्लसितं जीववीर्यं विदारितं भूरिकर्मजालं वृद्धिमुपगता सद्बुद्धिः प्रादुर्भूतो दृढतरं गुणानुरागः, ततश्चिन्तितमनेन - अहो भगवतोऽस्य देवस्य रूपं, अहो सौम्यता, अहो निर्विकारता, अहो सातिशयत्वं अहो अचिन्त्यमाहात्म्यता, तथाहि
તેથી બધા વડે પણ=વિમલકુમાર આદિ બધા વડે પણ, હર્ષના ભરાવાથી વિસ્ફારિત થયેલાં ચક્ષુઓ વડે પ્રણામ કરાયો=જિનબિંબને પ્રણામ કરાયો. અને વિશદ આનંદના પુલકના ઉભેદથી સુંદર એવા દેહને ધારણ કરતાં ચૂતમંજરી અને રત્નચૂડ દ્વારા વિધિપૂર્વક વંદન કરાયું. અને તે
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
સચરાચર ભુવનના બંધુ=ચરાચર ભુવનના બંધુ, એવા ભગવાનનું આવા પ્રકારનું બિંબ જોતા વિમલકુમારનું સહસા જીવવીર્ય ઉલ્લસિત થયું. ઘણાં કર્મોનો સમૂહ વિદારિત થયો. સદ્ગદ્ધિ વૃદ્ધિને પામી. દઢતર ગુણાનુરાગ પ્રગટ થયો. તેથી આવા વડે=વિમલકુમાર વડે, વિચારાયું. અહો ! ભગવાન એવા આ દેવનું રૂપ, અહો સૌમ્યતા, અહો નિર્વિકારતા, અહો સાતિશયપણું, અહો અચિંત્ય માહાસ્યતા, તે આ પ્રમાણે – શ્લોક -
आकार एव व्याचष्टे, निष्कलङ्को मनोहरः ।
अनन्तमस्य देवस्य, गुणसम्भारगौरवम् ।।२०५।। શ્લોકાર્ય :
આકાર જ પ્રતિમાનો આકાર જ, દેવના નિષ્કલંક, મનોહર, અનંત ગુણસંભારના ગૌરવને કહે છે. ર૦પા શ્લોક :
वीतरागो गतद्वेषः, सर्वज्ञः सर्वदर्शनः ।
सुनिश्चितमयं देवो, बिम्बादेवावगम्यते ।।२०६।। શ્લોકાર્ચ - વીતરાગ, દ્વેષ રહિત, સર્વજ્ઞ, સર્વદર્શી, આ દેવ સુનિશ્ચિત બિંબથી જ જણાય છે. ll૨૦૬ શ્લોક :
यावत्स चिन्तयत्येवं, मध्यस्थेनान्तरात्मना । विमलः क्षालयन्नुच्चैर्मलमात्मीयचेतसः ।।२०७।। तावत्तस्य समुत्पन्नं, स्वजातेः स्मरणं तदा । अतीतभवसन्तानवृत्तान्तस्मृतिकारणम् ।।२०८।। युग्मम् ।
બ્લોકાર્ધ :
તે વિમલકુમાર, આ રીતે શ્લોક-૨૦૫, ૨૦૬માં કહ્યું એ રીતે, કેટલામાં પોતાના ચિત્તના મલનું અત્યંત ક્ષાલન કરતો તે વિમલકુમાર મધ્યસ્થ અંતરાત્માથી આ પ્રમાણે ચિંતવન કરે છે, તેટલામાં તેને અતીત ભવના સંતાનવૃત્તાંતની સ્મૃતિનું કારણ સ્વજાતિનું સ્મરણ ત્યારે ઉત્પન્ન થયું. Il૨૦૭-૨૦૮II
Page #74
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
अथ संजातमूर्टोऽसावचिन्त्यरसनिर्भरः ।
પતિતો ભૂતત્તે સદ, સર્વેષ વૃતસંક્રમ: પારા શ્લોકાર્ચ -
ત્યારપછી સંજાત મૂર્છાવાળો આ વિમલકુમાર, અચિંત્ય રસથી નિર્ભર, સર્વને કરાયેલા સંભ્રમવાળો શીઘ ભૂતલમાં પડ્યો. ll૨૦૯ll બ્લોક :
अथ वायुप्रदानेन, संजातः स्पष्टचेतनः । पृष्टं किमेतदित्येवं, रत्नचूडेन सादरम् ।।२१०।। ततः प्रादुर्भवद्भक्तिः, स्फुटरोमाञ्चभूषणः । हर्षोत्फुल्लविशालाक्षः, प्रबद्धाञ्जलिबन्धुरः ।।२११।। विमलो रत्नचूडस्य, गृहीत्वा चरणद्वयम् ।
आनन्दोदकपूर्णाक्षः, प्रणनाम मुहुर्मुहुः ।।२१२।। શ્લોકાર્ચ -
ત્યારપછી વાયુપ્રદાનથી થયેલ સ્પષ્ટ ચેતનાવાળો વિમલકુમાર આ શું છે એ પ્રમાણે આદરપૂર્વક રત્નચૂડ વડે પુછાયો. તેથી રત્નચૂડે પૂછયું તેથી, પ્રગટ થયેલી ભક્તિવાળો, સ્પષ્ટ રોમાંચના ભૂષણવાળો, હર્ષના ઉદ્ભૂલથી વિશાલચક્ષવાળો, બે હાથને જોડેલો વિમલ રત્નપૂડના ચરણદ્વયને ગ્રહણ કરીને આનંદના ઉદકથી પૂર્ણચક્ષુવાળો વારંવાર પ્રણામ કરે છે. ll૧૦થી ૨૧રા. શ્લોક :
प्राह चशरीरं जीवितं बन्धु थो माता पिता गुरुः ।
देवता परमात्मा च, त्वं मे नास्त्यत्र संशयः ।।२१३।। શ્લોકાર્ય :
અને કહે છે – તું જ મારું શરીર છે, જીવિત છે, બંધુ છે, નાથ છે, માતા છે, પિતા છે, ગુરુ છે, દેવતા છે અને પરમાત્મા છે એમાં સંશય નથી. II૧all
શ્લોક :
येनेदं दर्शनादेव, पापप्रक्षालनक्षमम् । त्वया मे दर्शितं धीर! सबिम्बं भवभेदिनः ।।२१४।।
Page #75
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
જે કારણથી હે વીર ! દર્શનથી જ પાપના નાશમાં સમર્થ, ભવનો નાશ કરનાર એવું પરમાત્માનું આ સબિંબ તારા વડે મને બતાવાયું. ll૧૪ll
विमलस्य सम्यक्त्वोत्पादः एतद्धि दर्शयता रत्नचूड! भवता दर्शितो मे मोक्षमार्गः, कृतं परमसौजन्यं, छेदिता भववल्लरी, उन्मूलितं दुःखजालं, दत्तं सुखकदम्बकं, प्रापितं शिवधामेति । रत्नचूडेनोक्तं-कुमार! नाहमद्यापि विशेषतोऽवगच्छामि, किमत्र संपन्नं भवतः ? विमलेनोक्तं-आर्य! संपन्नं मे जातिस्मरणं, स्मृतोऽद्यदिनमिवातीतो भूरिभवसन्तानः, यतः पुनरपि निवेशिता मया भक्तिभरनिर्भरेण भूरिभवेषु वर्तमानेन भगवद्बिम्बे दृष्टिः, निर्मलीकृतं सम्यग्ज्ञाननिर्मलजलेन चित्तरत्नं, रञ्जितं सम्यग्दर्शनेन मानसं, सात्मीकृतं सदनुष्ठानं, भावितो भावनाभिरात्मा, वासितं तत्साधुपर्युपासनयाऽन्तःकरणं, सात्मीभूता मे समस्तभूतेषु मैत्री, गतोऽङ्गाङ्गीभावं गुणाधिकेषु प्रमोदः, धारितं बहुशश्चित्ते क्लिश्यमानेषु कारुण्यं, दृढीभूता दुर्विनीतेषूपेक्षा, निश्चलीभूतं वैषयिकसुखदुःखयोरौदासीन्यं, तथा परिणतः प्रशमः, परिचितः संवेगः, चिरसंस्तुतो भवनिर्वेदः, प्रगुणिता करुणा, अनुगुणितमास्तिक्यं, प्रगुणीभूता गुरुभक्तिः, क्षेत्रीभूतौ तपःसंयमाविति । ततो यावदृष्टं मयेदं भुवनभर्तुर्भगवतो निष्कलङ्क बिम्बं तावदहं सिक्त इवामृतरसेन, पूरित इव रत्या, स्वीकृत इव सुखासिकया, भृत इव प्रमोदेन, ततः स्फुरितं मम हृदये यदुत
વિમલને સખ્યત્ત્વની ઉત્પત્તિ હિં=જે કારણથી, આને બતાવતા હે રત્નચૂડ ! તારા વડે મને મોક્ષમાર્ગ બતાવાયો. પરમ સૌજન્ય કરાયું. ભવની વેલડી છેદાઈ. દુ:ખજાલનું ઉમૂલન કરાયું. સુખનો સમૂહ અપાયો. મોક્ષનું ધામ પ્રાપ્ત કરાવાયું. રત્વચૂડ વડે કહેવાયું. હે કુમાર ! હજી પણ હું વિશેષથી જાણતો નથી. અહીં=પ્રતિમાના દર્શનમાં, તને શું પ્રાપ્ત થયું? વિમલ વડે કહેવાયું. હે આર્ય ! મને જાતિસ્મરણ થયું. આજના દિનની જેમ જ અતીતના ઘણા ભવોની પરંપરાનું સ્મરણ થયું, જે કારણથી ફરી પણ ઘણા ભવોમાં ભક્તિના સમૂહથી નિર્ભર વર્તતા એવા મારા વડે ભગવાનના બિબમાં દષ્ટિ સ્થાપન કરાઈ છે. સમ્યજ્ઞાનરૂપી નિર્મલ જલથી ચિતરત્ન નિર્મલ કરાયું. સમ્યગ્દર્શનથી માનસ રંજિત કરાયું. સદનુષ્ઠાન આત્મસાત્ કરાયું. ભાવનાથી આત્મા ભાવિત કરાયો. સાધુની પર્યાપાસનાથી અંતઃકરણ વાસિત કરાયું. મને સમસ્ત જીવોમાં મૈત્રી સાત્મીભૂત થઈ. ગુણાધિક જીવોના ઉપર પ્રમોદ અંગાંગીભાવને પામ્યો. ઘણી વખત ચિત્તમાં ક્લિશ્યમાન જીવોની કરુણા ધારણ કરાઈ. દુર્વિનીત જીવોમાં ઉપેક્ષા દઢીભૂત=દઢ થઈ. વૈષયિક સુખ-દુ:ખમાં ઔદાસી નિશ્ચલીભૂત નિશ્ચલ, થયું. અને પ્રથમ પરિણામ
Page #76
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ પામ્યો. સંવેગ પરિચિત કરાયો. ભવનિર્વેદ ઘણી વખત સેવાયો છે. કરુણા પ્રગુણિત થઈ. આસ્તિક્ય અનુગુણિત કરાયું સ્થિર કરાયું. ગુરુભક્તિ પ્રગુણીભૂત થઈ. તપ-સંયમ ક્ષેત્રભૂત થયા=મારી પ્રકૃતિરૂપ થયા. તેથી=પૂર્વભવોમાં આ સર્વ મેં સેવેલું છે તેથી, જ્યાં સુધી મારા વડે આ ભુવનભત ભગવાનનું નિષ્કલંક બિંબ જોવાયું, ત્યાં સુધી હું જાણે અમૃતરસથી સિંચાયો. જાણે રતિથી પુરાયો. જાણે સુખાસિકાથી સ્વીકાર કરાયો. જાણે પ્રમોદથી ભરાયો. તેથી મારા હૃદયમાં સ્કુરિત થયું. શું સ્ફરિત થયું? તે વડુતથી બતાવે છે – શ્લોક :
रागद्वेषभयाज्ञानशोकचिह्नविवर्जितः ।
प्रशान्तमूतिर्देवोऽयं, लोचनानन्ददायकः ।।२१५।। શ્લોકાર્થ :
રાગ, દ્વેષ, ભય, અજ્ઞાન અને શોકનાં ચિહ્નોથી વર્જિત, પ્રશાંત મૂર્તિવાળા, લોચનના આનંદને દેનાર આ દેવ છે. ll૧૧૫ll શ્લોક :
दृश्यमानो यथा धत्ते, ममाह्लादं तथा पुरा ।
नूनं क्वचिन्मया मन्ये, दृष्टोऽयं परमेश्वरः ।।२१६ ।। શ્લોકાર્ચ -
જોવાતા એવા દેવ જે પ્રમાણે મને આહ્વાદ આપે છે તે પ્રમાણે પૂર્વમાં ખરેખર ક્યાંક મારા વડે આ પરમેશ્વર જોવાયા છે એ પ્રમાણે હું માનું છું. /ર૧૬. શ્લોક :
एवं च चिन्तयन्नेव, लोकातीतं रसान्तरम् ।
प्रविष्टोऽनुभवद्वारसंवेद्यमतिसुन्दरम् ।।२१७।। શ્લોકાર્થ :
અને આ રીતે ચિંતવન કરતાં જ અનુભવ દ્વારા સંવેદ્ય, અતિસુંદર, લોકથી અતીત એવા રસાંતરમાં હું પ્રવેશ્યો. ll૧૭ના શ્લોક :
यतो भवात्समारभ्य, प्राप्तं सम्यक्त्वमुत्तमम् । ततः स्मृता मया सर्वे, तदारानिखिला भवाः ।।२१८ ।।
Page #77
--------------------------------------------------------------------------
________________
५५
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
ત્યારપછી જે ભવથી માંડીને ઉત્તમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરાયું ત્યારથી માંડીને નિખિલ સર્વ ભવો મારા વડે સ્મરણ કરાયા. II૨૧૮ા
तदिदं महात्मन्नत्र मे संपन्नं, अतः कृतं तन्मे भवता यत्परमगुरवः कुर्वन्तीति ब्रुवाणो रत्नचूडचरणयोर्निपतितः पुनर्विमलकुमारः । ततो नरोत्तम! अलमलमतिसंभ्रमेणेति वदता समुत्थापितोऽसौ रत्नचूडेन साधर्मिक इति वन्दितः, सविनयं अभिहितं च- कुमार ! संपन्नमधुना मे समीहितं, परिपूर्णा मनोरथाः, कृतस्ते प्रत्युपकारो यदेवं मादृशजनोऽपि ते परिचिततत्त्वमार्गप्रत्यभिज्ञाने कारणभावं प्रतिपन्न इति, स्थाने च कुमारस्यायं हर्षातिरेकः,
હે મહાત્મન્ ! અહીં=પ્રતિમાના દર્શનમાં, મને તે આ પ્રાપ્ત થયું. આથી મારું તારા વડે તે કરાયું જે પરમગુરુઓ કરે છે. એ પ્રમાણે બોલતો એવો વિમલકુમાર ફરી રત્નચૂડના પગમાં પડ્યો. ત્યારપછી હે નરોત્તમ ! અતિસંભ્રમ વડે સર્યું એ પ્રમાણે બોલતા રત્નચૂડ વડે આ=વિમલકુમાર, ઊભો કરાયો. સાધર્મિક છે એ પ્રમાણે વંદન કરાયો. અને સવિનય કહેવાયો. હે કુમાર ! અહો મારું સમીહિત પ્રાપ્ત થયું. મનોરથો પૂર્ણ થયા. તારો પ્રત્યુપકાર કરાયો. જે કારણથી આ રીતે મારા જેવો જન પણ તારા પરિચિત તત્ત્વમાર્ગના પ્રત્યભિજ્ઞાનમાં=તારા દ્વારા જન્મજન્માંતરમાં પરિચય કરાયેલા ભગવાનના માર્ગ વિષયક પ્રત્યભિજ્ઞાન કરાવવામાં, કારણભાવને પામ્યો. અને કુમારનો=વિમલકુમારનો, આ હર્ષનો અતિરેક સ્થાને છે.
શ્લોક ઃ
:
યતઃ
सत्कलत्रे सुते राज्ये, द्रविणे रत्नसञ्चये ।
अवाप्ते स्वर्गसौख्ये च नैव तोषो महात्मनाम् ।। २९९ ।।
શ્લોકાર્થ
જે કારણથી સુંદર સ્ત્રીમાં, પુત્રમાં, રાજ્યમાં, ધનમાં, રત્નસંચયમાં, પ્રાપ્ત થયેલ સ્વર્ગના સુખમાં મહાત્માઓને તોષ નથી જ. II૨૧૯।।
શ્લોક ઃ
તથાદિ
तुच्छानि स्वल्पकालानि, सर्वाणि परमार्थतः ।
તાનિ તેન થીરાળાં, નૈવ તોષસ્ય દ્વારળમ્ ।।૨૨।।
Page #78
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૬૭
શ્લોકાર્ય :
તે આ પ્રમાણે – પરમાર્થથી સર્વ=પત્ની આદિ સર્વ, સ્વલ્પકાળવાળા તુચ્છ છે. તે કારણથી ધીરોને આ પત્ની આદિ, તોષનું કારણ નથી જ. ||૨|| શ્લોક :
जैनेन्द्रं पुनरासाद्य, मार्ग भीमे भवोदधौ ।
सुदुर्लभं महात्मानो, जायन्ते हर्षनिर्भराः ।।२२१।। શ્લોકાર્ચ -
વળી ભયંકર ભવોદધિમાં સુદુર્લભ એવા જૈનેન્દ્ર માર્ગને પામીને મહાત્માઓ હર્ષનિર્ભર થાય છે. ર૨૧II શ્લોક -
તથાદિसंप्राप्तस्तत्क्षणादेव, मार्गः सर्वज्ञभाषितः ।
शमसातामृतास्वादसंवेदनकरो नृणाम् ।।२२२।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – સર્વજ્ઞાભાષિત માર્ગ સંપ્રાપ્ત થયો તે ક્ષણથી જ મનુષ્યોને શમરૂપી શાતાના અમૃતના આસ્વાદનના સંવેદનને કરનારો છે=ભગવાનનો માર્ગ છે. ll૨૨૨ શ્લોક :
अनन्तानन्दसंपूर्णमोक्षहेतुश्च निश्चितः ।
अतः सतां कथं नाम, न हर्षोल्लासकारणम् ? ।।२२३।। શ્લોકાર્ય :
અનંત આનંદથી સંપૂર્ણ એવા મોક્ષનો હેતુ નિશ્ચિત છે. આથી સંત પુરુષોને હર્ષના ઉલ્લાસનું કારણ કેમ ન થાય ? Il૨૨૩ll
શ્લોક :
अन्यच्चसत्त्वानुरूपं वाञ्छन्ति, फलं सर्वेऽपि जन्तवः । श्वा हि तुष्यति पिण्डेन, गजघातेन केसरी ।।२२४ ।।
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
અને બીજું, સર્વ પણ જંતુઓ સત્ત્વને અનુરૂપ ફલને ઈચ્છે છે. દિ=જે કારણથી, કૂતરાઓ પિંડથી તોષ પામે છે. કેસરી-સિંહ, હાથીના ઘાતથી તોષ પામે છે. ll૨૨૪ો. શ્લોક :
मृषको व्रीहिमासाद्य, नृत्यत्युत्तालहस्तकः ।
गजेन्द्रोऽवज्ञया भुङ्क्ते, यत्नदत्तं सुभोजनम् ।।२२५ ।। શ્લોકાર્ચ -
ઉંદરડાઓ ધાન્યને પામીને નૃત્ય કરે છે. ઉત્તાલહસ્તક એવો ગજેન્દ્ર=ઊંચી સૂંઢવાળો એવો હાથી, યત્નથી અપાયેલું સુંદર ભોજન અવજ્ઞાથી ખાય છે. ll૨૨૫ll શ્લોક :
તથાअदृष्टतत्त्वा ये मूढाः, स्तोकचित्ता मनुष्यकाः ।
धनराज्यादिकं प्राप्य, जायन्ते ते मदोत्कटाः ।।२२६ ।। શ્લોકાર્થ :
અને અદષ્ટતત્વવાળા જે મૂઢ અ૫ચિત્તવાળા મનુષ્યો છે તેઓ ધન રાજ્યાદિને પામીને મદથી ઉત્કટ થાય છે. ર૨૬ll. શ્લોક :
त्वं तु पूर्वंचिन्तामणिसमे रत्ने, लब्धे मध्यस्थतां गतः ।
न लक्षितो मया धीर! हर्षदोषकलङ्कितः ।।२२७।। શ્લોકાર્ચ -
વળી તે પૂર્વમાં ચિંતામણિ સમાન રત્ન પ્રાપ્ત થયે છતે મધ્યસ્થતાને પામેલ. હે ધીર!મારા વડે હર્ષરૂપ દોષથી કલંકિત જોવાયો નહીં. ll૨૨૭ll
શ્લોક :
अधुनैवं पुनर्धन्यः, स्फुटरोमाञ्चसुन्दरः । सन्मार्गलाभे तुष्टोऽसि, साधु साधु नरोत्तम! ।।२२८ ।।
Page #80
--------------------------------------------------------------------------
________________
૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ય :
વળી હમણાં આ રીતે ધન્ય એવો તું સન્માર્ગના લાભમાં=પ્રતિમાના દર્શનથી પૂર્વમાં કહ્યું એ રીતે સન્માર્ગના લાભમાં, હેનરોત્તમ! સુંદર સુંદર સ્પષ્ટ રોમાંચથી સુંદર તોષવાળો છે. ll૨૨૮
केवलमत्र जने नैवमतिगुरुत्वमारोपणीयं कुमारेण, किमत्र मया विहितं कुमारस्य ? निमित्तमात्रं अत्र संपन्नोऽहं, स्वयमेव योग्योऽसि त्वमेवंविधकल्याणपरम्परायाः, मयाऽपि हि तावकीनां पात्रतामुपलक्ष्यायं विहितो यत्नः, तथाहि
કેવલ આ જનમાં=રત્વચૂડ એવા મારામાં, આ પ્રમાણે કુમાર વડે અતિગુરુપણું તમે જ માતા છો, પિતા છો ઈત્યાદિ રૂપ ગુરુપણું, આરોપણ કરવું જોઈએ નહીં. અહીં=સન્માર્ગની પ્રાપ્તિમાં, કુમારનું મારા વડે શું કરાયું ? અહીં કુમારની સન્માર્ગની પ્રાપ્તિમાં, હું નિમિત્ત માત્ર પ્રાપ્ત થયો. આ પ્રકારની કલ્યાણની પરંપરાને તું સ્વયં જ યોગ્ય છો. હિં=જે કારણથી, મારા વડે પણ=રત્વચૂડ વડે પણ, તારી પાત્રતાને જાણીને આ યત્ન કરાયો જિનપ્રતિમાના દર્શન અર્થે યત્ન કરાયો. તે આ પ્રમાણે – શ્લોક :
स्वयंविज्ञातसद्भावा, लोकान्तिकसुरैस्तदा । यदि नाम प्रबोध्यन्ते, तीर्थनाथाः कथञ्चन ।।२२९ ।। तथापि ते सुरास्तेषां, न भवन्ति महात्मनाम् ।
गुरवस्तादृशे पक्षे, द्रष्टव्योऽयं त्वया जनः ।।२३०।। युग्मम् । બ્લોકાર્ય :
સ્વયં વિજ્ઞાત સભાવવાળા તીર્થકરો કોઈક રીતે ત્યારેદીક્ષા અવસરમાં, લોકાંતિકદેવો વડે જે પ્રબોધ કરાય છે તોપણ તે દેવો તે મહાત્માના તીર્થકરોના, ગુરુ થતા નથી. તેવા પ્રકારના પક્ષમાં તારા વડે આ જન જોવો જોઈએ. ll૨૨૯-૨૩૦||
उपकारकीर्तनं विमलेनोक्तं-महात्मन्मा मैवं वोचः न सदृशमिदमस्योदितं भवता, नहि भगवति बोधयितव्ये लोकान्तिकसुराणां निमित्तभावः, भवता तु दर्शयता भगवद्बिम्बं संपादितमेव ममेदं सकलं कल्याणं,
વિમલ દ્વારા રત્નચૂડે કરેલા ભાવઉપકારનું કીર્તન વિમલ વડે કહેવાયું. હે મહાત્મન્ ! આ પ્રમાણે ન કહો, ન કહોકલોકાંતિકદેવો જેવો રત્નચૂડના પ્રબોધનનો પ્રકાર છે એ પ્રમાણે ન કહો ન કહો. આવા સદશ=લોકાંતિકદેવોના ભગવાનના પ્રબોધન સદશ, આ તમારા વડે કહેવાયું નથી. દિ=જે કારણથી, બોધ કરવા યોગ્ય ભગવાનમાં લોકાંતિકદેવોનો
Page #81
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
નિમિત્તભાવ નથી. વળી, ભગવાનના બિંબને દેખાડતા તમારા વડે મારું આ સકલ કલ્યાણ સંપાદિત
જ કરાયું છે.
શ્લોક ઃ
૭૦
ર. પ
निमित्तमात्रतां योऽपि, धर्मे सर्वज्ञभाषिते ।
प्रतिपद्येत जीवस्य स गुरुः पारमार्थिकः । । २३१ ।।
શ્લોકાર્થ :
અને અહીં=સંસારમાં, સર્વજ્ઞભાષિત ધર્મમાં જે નિમિત્તમાત્રતાને પ્રાપ્ત કરે છે તે જીવનો પારમાર્થિક ગુરુ છે. II૨૩૧II
શ્લોક ઃ
एवं मे विदधानस्त्वं, गुरुरेव न संशयः ।
उचितं तु सतां कर्त्तुं, सद्गुरोर्विनयादिकम् ।।२३२।।
શ્લોકાર્થ :
આ રીતે મને કરતા તમે=મારા જિનપ્રતિમાના દર્શનના નિમિત્તને કરતા તમે, ગુરુ જ છો, સંશય નથી. સંતોને સદ્ગુરુનું વિનયાદિક કરવું ઉચિત છે. II૨૩૨||
શ્લોક ઃ
तस्मादुचितमेवेदं सर्वं तावकोपकारस्येति । किञ्च - एषा भगवतामाज्ञा, सामान्यस्यापि सुन्दरम् ।
વ્હાર્ય: સામિ સ્વેદ, વિનયો વન્દ્વનાવિજઃ ।।૨રૂ।।
શ્લોકાર્થ :
તે કારણથી તમારા ઉપકારને આ સર્વ ઉચિત જ છે=હું તમને ગુરુ તરીકે પૂજું છું તે સર્વ ઉચિત જ છે. વળી, ભગવાનની આ આજ્ઞા છે. સામાન્ય પણ સાધર્મિકનો અહીં=સંસારમાં, વંદન આદિ સુંદર વિનય કરવો જોઈએ. ।।૨૩૩||
શ્લોક ઃ
किं पुनस्ते महाभाग ! नैवं सद्धर्मदायिनः ।
युज्यते विनयः कर्तुं निर्मिथ्यस्यापि सद्गुरोः ।।२३४।।
Page #82
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
હે મહાભાગી ! આ પ્રકારે સદ્ધર્મને દેનારા નિર્મિધ્ય સાચા એવા, પણ સદ્ગુરુ એવા તમારો શું વળી વિનય કરવો ઉચિત નથી ? અર્થાત્ વિનય કરવો જોઈએ. //ર૩૪|| શ્લોક :
रत्नचूडेनोक्तं-मा मैवमादिशतु कुमारः, तथाहिगुणप्रकर्षरूपस्त्वं पूजनीयः सुरैरपि ।
त्वमेव गुरुरस्माकं, तन्नैवं वक्तुमर्हसि ।।२३५ ।। શ્લોકાર્ય :
રત્નમૂડ વડે કહેવાયું. કુમાર આ પ્રમાણે કહો નહીં, કહો નહીં. તે આ પ્રમાણે – ગુણપ્રકર્ષરૂપ તમે દેવોથી પણ પૂજનીય છો. તમે જ અમારા ગુરુ છો. તે કારણથી આ પ્રમાણે કહેવું ઉચિત નથી. //ર૩પI શ્લોક :
विमलेनोक्तंगुणप्रकर्षरूपाणां, कृतज्ञानां महात्मनाम् । इदमेव स्फुटं लिगं, यद् गुरोर्भक्तिपूजनम् ।।२३६।। स महात्मा स पुण्यात्मा, स धन्यः स कुलोद्गतः । स धीरः स जगद्वन्द्यः, स तपस्वी स पण्डितः ।।२३७।। यः किङ्करत्वं प्रेष्यत्वं, कर्मकारत्वमञ्जसा ।
दासत्वमपि कुर्वाणः, सद्गुरूणां न लज्जते ।।२३८ ।। શ્લોકાર્ચ -
વિમલ વડે કહેવાયું. ગુણપ્રકર્ષરૂપ કૃતજ્ઞ મહાત્માઓનું આ જ સ્પષ્ટ લિંગ છે. જે ગુરુની ભક્તિથી પૂજન કરે, તે મહાત્મા છે, તે પુણ્યાત્મા છે, તે ધન્ય છે, તે કુલમાં ઉદ્ગત છેઃઉત્તમ છે, તે ઘીર છે, તે જગતબંધ છે, તે તપસ્વી છે, તે પંડિત છે જે સદ્ગરના કિંકરપણાને, પ્રેષ્યપણાને, શીઘકર્મકારકપણાને, દાસપણાને પણ કરતો લજ્જા પામતો નથી. ll૨૩૬થી ૨૩૮il. શ્લોક :
स कायः श्लाघितः पुंसां, यो गुरोविनयोद्यतः । सा वाणी या गुरोः स्तोत्री, तन्मनो यद् गुरौ रतम् ।।२३९ ।।
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
તે પુરુષમાં પ્રશંસનીય કાયવાળો છે, જે ગુરુના વિનયમાં ઉધત છે. તે વાણી છે જે ગુરુની સ્તુતિ કરે છે. તે મન છે જે ગુરુમાં રત છે. ર૩૯ll શ્લોક :
अनेकभवकोटीभिरुपकारपरैरपि ।
धर्मोपकारकर्तृणां निष्क्रयो न विधीयते ।।२४०।। શ્લોકાર્ચ -
અનેક ભવનોટી-કરોડો ભવ સુધી ઉપકારમાં તત્પર જીવો વડે પણ ધર્મના ઉપકાર કરનારાઓનો નિષ્ક્રય કરાતો નથી=ઉપકારનો બદલો પૂર્ણ કરાતો નથી. ll૨૪oll
विमलस्य दीक्षाग्रहणाभिलाषः अन्यच्चेदमधुना पर्यालोच्यं भवता सार्धं मया यदुत-विरक्तं तावन्मे भवचारकवासाच्चित्तं, गृहीता दुःखात्मकतया विषयाः, भावितो लोकोत्तरामृतास्वादरूपतया प्रशमः, न स्थातव्यमधुना गृहपञ्जरे, ग्रहीतव्या भागवती दीक्षा, केवलं सन्ति मे तातप्रभृतयो बहवो बान्धवाः, तेषां कः प्रतिबोधनोपायः स्यात् ? एवं हि तेषां मया बन्धुत्वकार्यमाचरितं भवति, यदि तेऽपि मनिमित्तकं भगवद्भाषिते धर्म प्रतिबुध्यन्ते, नान्यथा । रत्नचूडेनोक्तं-अस्ति बुधो नामाचार्यः, स यदीह कथञ्चिदागच्छेत्ततस्तानपि तव ज्ञातीनवश्यं प्रतिबोधयेत्, स हि भगवानिधिरतिशयानामाकरश्चित्तज्ञतानैपुण्यस्य, प्रकर्षः प्राणिप्रशमलब्धेरियत्ताभूमिर्वचनविन्यासस्येति । विमलेनोक्तं-आर्य! क्व पुनरसौ दृष्टो बुधसूरिर्भवता?
વિમલનો દીક્ષા ગ્રહણનો અભિલાષ અને બીજુ હમણાં તમારી સાથે મારે આ પર્યાલોચન કરવા યોગ્ય છે=નિર્ણય કરવા યોગ્ય છે. શું નિર્ણય કરવા યોગ્ય છે ? તે “વત'થી બતાવે છે – મારું ચિત ભવરૂપી કેદખાનાથી વિરક્ત છે. વિષયો દુઃખાત્મકપણાથી ગૃહીત છે. લોકોત્તર અમૃતતા આસ્વાદરૂ૫પણાથી પ્રશમ ભાવિત છે. હવે ગૃહરૂપી પાંજરામાં મારે રહેવું જોઈએ નહીં. ભાગવતી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. કેવલ પિતા વગેરે ઘણા બંધુઓ છે તેઓને પ્રતિબોધનનો ઉપાય શું થાય ? દિકજે કારણથી, આ રીતે તેઓને પ્રતિબોધન કરવામાં આવે એ રીતે, તેઓનું બંધુત્વનું કાર્ય મારા વડે આચરિત થાય. જો તેઓ પણ=પિતા વગેરે પણ, મારા નિમિતે ભગવભાષિત ધર્મમાં પ્રતિબોધ પામે, અન્યથા નહીં અન્યથા તેઓના બંધુત્વનું કાર્ય થાય નહીં. રત્વચૂડ વડે કહેવાયું. બુધ નામના આચાર્ય છે તેઓ જો કોઈક રીતે અહીં= આ નગરમાં, આવે તો તે પણ તારા જ્ઞાતીઓને અવશ્ય પ્રતિબોધ કરે. દિ=જે કારણથી, તે ભગવાન અતિશયોના વિધિ છે. ચિત્તજ્ઞતા સંબંધી પુણ્યના આકર છે. પ્રાણીઓમાં પ્રશમલબ્ધિતા પ્રકર્ષ છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
७3
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ વચનવિન્યાસની ઇયત્તાભૂમિ છે=મર્યાદાભૂમિ છે. વિમલ વડે કહેવાયું. હે આર્ય ! આ બુધસૂરિ તમારા વડે કયાં જોવાયા ?
बुधसूरिस्वरूपकथनम् रत्नचूडेनोक्तं-अत्रैव क्रीडानन्दनेऽस्यैव च भगवद्भवनस्य द्वारभूमिभागे दृष्टोऽसौ मया । यतः समागतोऽहमतीताष्टम्यां सपरिकरो भगवत्पूजनार्थमिह मन्दिरे, प्रविशता च दृष्टं मया बृहत्तपोधनमुनिवृन्दं, तस्य च मध्ये स्थितः कृष्णो वर्णेन, बीभत्सो दर्शनेन, त्रिकोणेन शिरसा, वक्रदीर्घया शिरोधरया, चिपिटया नासिकया, विरलविकरालेन दशनमण्डलेन, लम्बनोदरेण, सर्वथा कुरूपतयोद्वेगहेतुर्दृश्यमानः केवलं परिशुद्धमधुरगम्भीरेण ध्वनिना विशदेन वर्णोच्चारणेनार्थसमर्पिकया गिरा धर्ममाचक्षाणो दृष्टो मयैकस्तपस्वी, संजातश्च मे चेतसि वितर्कः, यथा बत भगवतो न गुणानुरूपं रूपम् । प्रविष्टोऽहं चैत्यभवने, निवेशिता भक्तिसारं भगवबिम्बे दृष्टिः, अवतारितं निर्माल्यं, विधापितं सन्मार्जनं, कारितमुपलेपनं, विरचिता पूजा, विकीर्णः पुष्पप्रकरः, प्रज्वालिता मङ्गलप्रदीपाः, समुल्लासितः सुगन्धिधूपः, निःशेषितं पूर्वकरणीयं, प्रमार्जितमुपवेशनस्थानं, न्यस्तानि भूमौ जानुकरतलानि, निबद्धा भगवद्वदने दृष्टिः, प्रवर्धितः सद्भावनया शुभपरिणामः, संजातो भक्त्यतिशयः, प्लावितमानन्दोदकबिन्दुनिष्यन्दसन्दोहेन लोचनयुगलं, संपन्नं कदम्बकुसुमसन्निभं बृहदानन्दविशदपुलकोद्भेदसुन्दरं मे शरीरं, पठितो भावार्थानुस्मरणगर्भं भक्तिनिर्भरतया शक्रस्तवः, कृतः पञ्चाङ्गप्रणिपातः, निषण्णो भूतले, स्तुतः सर्वज्ञप्रणीतप्रवचनोन्नतिकरैर्योगमुद्रया प्रधानस्तोत्रैर्भावसारं भगवान्, रञ्जितं भगवद्गुणैरन्तःकरणं, विहितो भूयः पञ्चाङ्गप्रणिपातः, तदवस्थेनैव वन्दिताः प्रमोदवृद्धिजनकाः सूरिप्रभृतयः, समुत्थितो जिनमुद्रया संपादितं चैत्यवन्दनं, तदन्ते कृतं प्रणिधानं मुक्ताशुक्तिमुद्रया ।
બુધાચાર્યના સ્વરૂપનું કથન રત્વચૂડ વડે કહેવાયું. આ જ ક્રિીડાનંદનમાં આ જ ભગવાનના દ્વારભૂમિભાગમાં આ=બુદ્ધસૂરિ, મારા વડે જોવાયા. જે કારણથી હું અતીત અષ્ટમીમાં પરિવાર સહિત ભગવાનના પૂજન માટે આ મંદિરમાં આવેલો. અને પ્રવેશતા એવા મારા વડે બૃહત્ તપોધન એવું મુનિર્વાદ જોવાયું. અને તેના મધ્યમાં રહેલ વર્ણથી કૃષ્ણ, ત્રિકોણ એવા મસ્તક વડે, વક્રદીર્ઘ એવા શિરોધર વડે, ચિપિટ નાસિકા વડે, વિરલ વિકરાલ એવા દાંતના મંડલ વડે, લાંબા એવા ઉદર વડે, દર્શનથી બીભત્સ સર્વથા કુરૂ૫પણાને કારણે ઉદ્વેગનો હેતુ કેવલ પરિશુદ્ધ મધુર ગંભીર ધ્વનિ વડે વિશદ વર્ગોચ્ચાર વડે અર્થને સમર્પિત એવી વાણી વડે, ધર્મને કહેતા એક તપસ્વી મારા વડે જોવાયા. અને મારા મનમાં વિતર્ક થયો. ખરેખર ભગવાનનું રૂપ ગુણને અનુરૂપ નથી. હું ચૈત્યભવનમાં પ્રવેશ્યો. ભક્તિસાર ભગવાનના બિંબમાં દષ્ટિ સ્થાપન કરાઈ. નિર્માલ્ય દૂર કરાયું. સન્માર્જન કરાયું. ઉપલેપન કરાયું. પૂજા કરાઈ.
Page #85
--------------------------------------------------------------------------
________________
७४
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ પુષ્પો સમૂહ મુકાયો. મંગલપ્રદીપ પ્રજવલિત કરાયા. સુગંધી ધૂપ સમુલ્લાસિત કરાયું. પૂર્વકરણીય પૂરું કરાયું. બેસવાનું સ્થાન પ્રમાર્જન કરાયું. ભૂમિમાં જાતુ અને કરતલોને સ્થાપત કરાયા. ભગવાનના વદનમાં દષ્ટિ નિબદ્ધ કરાઈ. સદ્ભાવનાથી શુભ પરિણામ પ્રવર્ધિત કરાયો. ભક્તિનો અતિશય થયો. આનંદના પાણીના બિંદુના નિષ્પદનના સમૂહથી લોચતયુગલ પ્લાવિત કરાયું. કદંબ કુસુમ જેવું બૃહદ્ આનંદથી, વિશદપુલકના ઉભેદથી, સુંદર મારું શરીર થયું. ભક્તિના નિર્ભરપણાથી ભાવાર્થના અનુસ્મરણગર્ભિત શક્રસ્તવ બોલાયો. પંચાંગ પ્રણિપાત કરાયો. ભૂતલમાં બેઠો. સર્વજ્ઞપ્રણીત પ્રવચનની ઉન્નતિ કરનારા પ્રધાન સ્તોત્રો વડે યોગમુદ્રાથી ભાવસાર ભગવાન સ્તુતિ કરાયા. ભગવાનના ગુણોથી અંતઃકરણ રંજિત કરાયું. ફરી પંચાંગ પ્રણિપાત કરાયો. તદ્અવસ્થ જ પ્રમોદના વૃદ્ધિના જનક સૂરિ વગેરે વંદન કરાયા. જિતમુદ્રાથી ઊઠ્યો. ચૈત્યવંદન સંપાદન કરાયું. તેના અંતમાં મુક્તાશક્તિ મુદ્રાથી પ્રણિધાન કરાયું.
अत्रान्तरे मत्परिवारेण निर्वर्तितं भगवतो बलिविधानं, सज्जीकृतं स्नात्रोपकरणं, विस्तारिता विचित्रवस्त्रालङ्कारोल्लोचाः, प्रारब्धः सङ्गीतकं, समापूरिताः कलकाहलाः, चालिताः सुघोषघण्टाः, राणितानि कणकणकभाणकानि, ध्वानिता दिव्यदुन्दुभयः, नादिता मधुरशङ्खाः, वादिताः पटुपटहाः, आस्फालिता घर्घरिकया मृदङ्गाः, समुच्छलितानि कंसालकानि, विजृम्भितः स्तोत्ररवः, प्रवर्तितो मन्त्रजापः, विमुक्तं कुसुमवर्ष, झणझणायिता मधुपावली, अभिषेचितं महार्हरसगन्धौषधिसत्तीर्थोदकैर्विधिना जगज्जीवबन्धोर्भगवतो बिम्बं, प्रवृत्ता मन्थरं चूतमञ्चरी, विलसितमुद्दामानन्दोचितं शेषविलासिनीजनेन, दत्तानि महादानानि, कृतमुचितकरणीयम् । एवं महता विमर्देन विधाय भगवदभिषेकपूजनं निर्गतोऽहं साधुवन्दनार्थं यावत्तावत्तथैव तस्य सुसाधुवृन्दस्य मध्ये स्थितः स तपस्वी, निविष्टः कनककमले, रतिविरहित इव मकरकेतनो, रोहिणीवियोजित इव मृगलाञ्छनः, शचीविनाकृत इव पुरन्दरः, उत्तमकार्तस्वरभास्वरेणाकारेण उल्लसन्महाप्रभाप्रवाह, उल्लसद्देहप्रभाप्रवाहः, पिञ्जरितमुनिमण्डलः, कूर्मोन्नतेन चरणतलेन, गूढशिराजालेन प्रशस्तलाञ्छनलाञ्छितेन, दर्पणाकारनखेन, सुश्लिष्टाङ्गुलिना चरणयुगलेन वरकराकारेण जयोरुद्वयेन कठिनपीनसुवृत्तविस्तीर्णेन, केसरीकिशोरलीलाविडम्बनाकटीतटेन, त्रुटितमनोहरेणोदरदेशेन, विशालेन वक्षःस्थलेन, प्रलम्बेन भुजदण्डयुगलेन, मत्तमहेभकुम्भास्फालनसहाभ्यां कराभ्यां, त्रिवलिविराजितेन कण्ठेनाधरितशशधरारविन्दशोभेन वदनेन, उत्तुङ्गसुसंस्थितेन नासावंशेन, सुश्लिष्टमांसप्रलम्बेन कर्णयुगलेनापहसितकुवलयदलाभ्यां लोचनाभ्यां, संहतसमया स्फुरत्किरणजालरंजिताधरपुटया दन्तपद्धत्या, सुश्लिष्टाष्टमीशशधरसन्निभेन ललाटपट्टेन, अधस्तनावयवचूडामणिनोत्तमाङ्गभावेन, किं बहुना? सर्वथोपमाऽतीतरूपधारी दृष्टोऽसौ मया तथैव धर्ममाचक्षाणः, प्रत्यभिज्ञातश्च तेन पूर्वावधारितेन ध्वनिना, संजातो मे मनसि विस्मयः ।।
એટલામાં મારા પરિવાર વડે ભગવાનનું બલિવિધાત=Aવૈદ્યવિધાત, નિષ્પાદિત કરાયું. સ્નાત્રનું
Page #86
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
ઉપકરણ સજ્જ કરાયું. વિચિત્ર વસ્ત્ર-અલંકારોના ચંદરવા વિસ્તારિત કરાયા. સંગીત પ્રારંભ કરાયું. કલકાહલો=વાજિંત્રો, વગાડાયાં. સુધોષા ઘંટા ચલાવાઈ. કણકણવાજિંત્રો વાગવા લાગ્યાં. દિવ્યદુંદુભિઓ વગાડાઈ. મધુર શંખો વગાડાયા. પટુપટહો વગાડાયા. ધર્ધારિકાથી મૃદંગો આસ્ફારિત કરાયા. કાંસાઓ વગાડાયા. સ્તોત્રનો ધ્વનિ શરૂ થયો. મંત્રજાપ પ્રવર્તિત કરાયો. કુસુમની વર્ષા મુકાવાઈ. મધુપાવલી=ભમરાની શ્રેણી ઝણઝણ કરાવાઈ. અત્યંત કિંમતી રસ, ગંધ, ઔષધિ સત્તીર્થોદક વડે=સત્તીર્થોના પાણી વડે, વિધિથી જગતજીવના બંધુ એવા ભગવાનનું બિંબ અભિષેક કરાયું. ચૂતમંજરી મંથર પ્રવૃત્ત થઈ. શેષ વિલાસિની જન વડે=શેષ સ્ત્રીઓ વડે, ઉદ્દામ આનંદથી ઉચિત વિલાસ કરાયો. મહાદાનો અપાયાં. ઉચિત કરણીય કરાયું. આ રીતે મોટા વિમર્શથી ભગવાનના અભિષેક પૂજનને કરીને જ્યાં સાધુવંદન માટે હું નીકળ્યો ત્યાં તે પ્રમાણે જ તે સુસાધુના વૃંદમાં રહેલ તે તપસ્વી=જે તપસ્વી પૂર્વમાં કુરૂપ દેખાયેલા તે તપસ્વી, સુવર્ણના કમલમાં રતિથી રહિત જાણે કામદેવ બેઠેલ હોય તેવા, રોહિણીથી વિયોજિત જાણે ચંદ્ર હોય તેવા, ઇન્દ્રાણી વગરના ઇન્દ્ર જેવા, ઉત્તમ સુવર્ણના ભાસ્વર આકારથી ઉલ્લાસ પામતા મહાપ્રભાના પ્રવાહવાળા, ઉલ્લાસ પામતા દેહની પ્રભાતા પ્રવાહવાળા, પિંજરિત કર્યું છે મુનિમંડલ જેમણે એવા, કૂર્મથી ઉન્નત ચરણતલ વડે, ગૂઢ શિરાજાલથી, પ્રશસ્ત લાંછનથી લાંછિત, દર્પણના આકારવાળા નખથી સુશ્લિષ્ટ અંગુલિવાળા ચરણયુગલ વડે, શ્રેષ્ઠ બે હાથના આકાર વડે, વિશાલ એવી બે જંધા વડે, કઠિન, પુષ્ટ, અત્યંત ગોળ, વિસ્તીર્ણ, સિંહના બચ્ચાની લીલાને વિડંબના કરે એવા કટીતટ વડે, ત્રુટિત-મનોહર એવા ઉદરદેશ વડે, વિશાળ વક્ષઃસ્થલ વડે, લાંબા ભુજદંડયુગલ વડે, મદથી મત્ત એવા મોટા હાથીના કુંભસ્થલને આસ્ફાલન કરવામાં સમર્થ એવા બે હાથ વડે, ત્રણ વવલિથી વિરાજિત એવા કંઠ વડે, તિરસ્કૃત કરી છે ચંદ્ર અને કમલની શોભાને જેણે એવા વદન વડે=મુખ વડે, ઉન્નત અને અત્યંત સંસ્થિત એવા નાસાવંશ વડે, સુશ્લિષ્ટમાંસથી લાંબા એવા કર્ણયુગલ વડે, તિરસ્કૃત કર્યા છે કમલનાં બે દલ જેણે એવાં બે નેત્ર વડે, સંહતસમા=એક સરખા, સ્ફુરત કિરણોના સમૂહથી રંજિત કર્યા અધરપુટ=બે હોઠરૂપી પુટ જેણે એવા દાંતની શ્રેણી વડે, સુશ્લિષ્ટ એવા અષ્ટમીચંદ્રના સમાન લલાટપટ્ટ વડે, નીચેના અવયવોને વિષે મુગટ સમાન એવા મસ્તકપણા વડે, શોભતા હતા એમ અન્વય છે. બહુ કહેવા વડે સર્યું, સર્વથા ઉપમાથી અતીત રૂપને ધારણ કરનારા આ=પૂર્વમાં જોયેલા કુરૂપ એવા બુધસૂરિ, મારા વડે તે જ પ્રકારે ધર્મને કહેતા જોવાયા. અને પૂર્વમાં અવધારિત ધ્વનિ વડે=કુરૂપ અવસ્થામાં જે ધ્વનિથી બોલતા હતા તે પૂર્વમાં અવધારિત ધ્વનિ વડે, પ્રત્યભિજ્ઞાત થયા=આ તે જ છે એ પ્રમાણે જણાયા. મારા મનમાં
વિસ્મય થયો.
૭૫
बुधसूरिरूपपरावर्त्तः
ततश्चिन्तितं मया -
-अये ! स एवायं तपस्वी कथं पुनरीदृशकमनीयरूपः क्षणादेव संपन्न इति । अथवा किमत्राश्चर्यं ? निवेदितं मे पूर्वं धर्मगुरुणा चन्दनेन, यथाभवन्ति भगवतां सुसाधूनां लब्धयः,
Page #87
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ तन्माहात्म्येन च भवन्त्येते यथेच्छ्या विविधरूपधारिणो, जायन्ते परमाणुवत्सूक्ष्माः, संपद्यन्ते पर्वतवद् गुरवः, वर्त्तन्ते अर्कतूलवल्लघवः, पूरयन्ति स्वदेहविस्तारेण भुवनं, आज्ञापयन्ति किङ्करमिव देवेश्वरं, निमज्जन्ति कठिनशिलातले, कुर्वन्त्येकघटाद्घटशतसहस्रं दर्शयन्त्येकपटात्पटशतसहस्रं, आकर्णयन्ति सर्वाङ्गोपाङ्गैः, हरन्ति स्पर्शमात्रेण निःशेषरोगगणं, गच्छन्ति पवनवद् गगने, सर्वथा नास्ति किञ्चिदसाध्यमेतेषां भगवतां सुसाधूनां प्राप्तलब्धयो ह्येते सर्वस्य करणपटवो भवन्ति । अतोऽयं मुनिसत्तमः पूर्वं तथा कुरूपो मया दृष्टः अधुना पुनरेवंविधरूपधारी दृश्यते तन्नूनं प्राप्तलब्धिरेष भगवानित्यहो भगवतोऽतिशयः ।
૭૬
બુધાચાર્ય વડે રૂપપરાવર્તન
તેથી મારા વડે વિચારાયું. અરે ! તે જ આ તપસ્વી કેવી રીતે ફરી મનોહર રૂપવાળા ક્ષણમાં જ થયા. અથવા આમાં=મહાત્માના અકમનીયમાંથી કમનીય રૂપ થવામાં, શું આશ્ચર્ય છે ? અર્થાત્ આશ્ચર્ય નથી. મને પૂર્વમાં ધર્મગુરુ એવા ચંદન વડે નિવેદન કરાયું. શું નિવેદન કરાયું ? તે ‘વથા’થી બતાવે છે ભગવાન એવા સુસાધુઓને લબ્ધિઓ થાય છે=ભગવાન સુસાધુઓને નિઃસ્પૃહતા રૂપ અસંગ પરિણામજન્ય ક્ષયોપશમભાવની અનેક પ્રકારની લબ્ધિઓ થાય છે. અને તેના માહાત્મ્યથી આ=ભગવાન, યથા ઇચ્છાથી વિવિધરૂપવાળા થાય છે. પરમાણુની જેમ સૂક્ષ્મ થાય છે, પર્વતની જેમ ગુરુ થાય છે, અર્કતૂલની જેમ લઘુ થાય છે, સ્વદેહના વિસ્તારથી ભુવનને પૂરે છે, કિંકરની જેમ દેવેશ્વરને આજ્ઞા કરે છે, કઠિન શિલાતલમાં નિમજ્જન કરે છે, એક ઘટથી લાખ ઘડા કરે છે, એક પટથી લાખ પટ કરે છે, સર્વ અંગોપાંગોથી સાંભળી શકે છે, સ્પર્શમાત્રથી નિઃશેષ રોગના સમૂહને હરણ કરે છે, પવનની જેમ આકાશમાં જાય છે, ભગવાન એવા આ સુસાધુઓ જ સર્વથા કંઈ અસાધ્ય નથી. દિ=જે કારણથી, પ્રાપ્ત લબ્ધિવાળા એવા આ સર્વને=સર્વ કાર્યોને, કરવામાં પટુ થાય છે. આથી આ મુનિસત્તમ પૂર્વમાં તે પ્રકારે મારા વડે કુરૂપ દેખાયા. હમણાં વળી આવા પ્રકારના રૂપને ધારણ કરનારા દેખાય છે. તે કારણથી ખરેખર પ્રાપ્ત લબ્ધિવાળા આ ભગવાન છે. એથી અહો ભગવાનનો અતિશય.
-
ततः प्रहृष्टचेतसा वन्दितो मया भगवानन्यमुनयश्च, अभिनन्दितोऽहं सर्वैः स्वर्गापवर्गमार्गसंसर्गनिसर्गहेतुना धर्मलाभेन, निविष्टो भूतले, श्रुता चामृतकल्पा आक्षेपकारिणी भव्यचित्तानां विक्षेपजननी विषयाभिलाषस्य, अभिलाषोत्पादनी शिवसुखे, निर्वेदसंपादनी भवप्रपञ्चे, बाधनी विमार्गस्य भगवत धर्मदेशना, रञ्जितोऽहं तस्य गुणप्राग्भारेण, पृष्टश्च निकटोपविष्टः शनैरेको मुनिर्मया, यदुत - कोऽयं भगवान् किंनामा कुत्रत्यो वेति ? तेनोक्तं - सूरिरेष गुरुरस्माकं बुधो नाम, स धरातलपुरवास्तव्यस्तदधिपतेरेव शुभविपाकनृपतेस्तनयो निजसाधुतानन्दनस्तृणवदपहाय राज्यं निष्क्रान्तः साम्प्रतमनियत
Page #88
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ विहारेण विहरतीति । ततोऽहमाकर्ण्य तच्चरितं, दृष्ट्वा तदतिशयं, निरीक्ष्य रूपं, श्रुत्वा धर्मदेशनाकौशलं, संचिन्त्य च हृदये यथाऽहो रत्नाकरकल्पमिदं भगवतां दर्शनं यत्रैवंविधानि पुरुषरत्नान्युपलभ्यन्ते, ततः संजातो भगवदर्हत्प्रणीते मार्गे मेरुशिखरवनिष्प्रकम्पः स्थिरीभूतश्च धर्मे तेनैव बुधसूरिदर्शनेन मदीयः सर्वोऽपि परिकरः, ततोऽभिवन्द्य भगवन्तं गतोऽहं स्वस्थानं, भगवानपि क्वचिदन्यत्र विहरतीति । तेनाहं ब्रवीमि यद्यसौ बुधसूरिरागच्छेत्ततस्ते बन्धुवर्ग बोधयति, परोपकारकरणैकव्यसनी हि स भगवान्, यतस्तदापि मम मत्परिकरस्य च सद्धर्मे स्थैर्यार्थं विहितं तेन तत्तादृशं वैक्रियरूपमिति । विमलेनोक्तं-आर्य! सोऽपि कथञ्चिदिहागमनाय भवतैवाभ्यर्थनीयः, रत्नचूडेनोक्तं-यदादिशति कुमारः केवलमस्मद्वियोगेन साम्प्रतं विधुरस्तातो विसंस्थुलाऽम्बा वर्त्तते तद्गच्छामि तावदहं तयोः संधीरणार्थं स्वस्थाने, ततः करिष्यामि युष्मदादेशं, नात्र कुमारेण विकल्पो विधेय इति ।
ત્યારપછી=ભગવાનની ભક્તિ કરીને બહાર આવ્યા પછી તે મહાત્માની લબ્ધિને જોયા પછી, હષિત થયેલા ચિત્તવાળા મારા વડે ભગવાન અને અન્ય મુનિઓ વંદન કરાયા. હું સર્વ વડે સ્વર્ગ અને અપવર્ગ માર્ગના સંસર્ગતા, સર્જનના હેતુ એવા ધર્મલાભ વડે અભિનંદન કરાયો=સર્વ સાધુઓ વડે સ્વર્ગના અને મોક્ષના સંસર્ગ-સર્જનનો હેતુ, એવા ધર્મલાભ વડે અભિનંદિત કરાયો. ભૂતલમાં બેઠો. ભવ્યજીવોના ચિતને આક્ષેપ કરનારી, વિષયાભિલાષને વિક્ષેપ કરનારી, શિવસુખમાં અભિલાષને ઉત્પન્ન કરનારી, ભવપ્રપંચમાં નિર્વેદને કરનારી, વિમાર્ગને બાધ કરનારી અમૃત જેવી ભગવાનની ધર્મદેશના સંભળાઈ. હું તેમના=મહાત્માના, ગુણપ્રાશ્મારથી રંજિત થયો અને નિકટમાં બેઠેલા એક મુનિ ધીમેથી મારા વડે પુછાયા. શું પુછાયા ? તે “યતથી કહે છે – કોણ આ ભગવાન છે, કયા નામવાળા છે અને ક્યાંના છે? તેમના વડે કહેવાયું. અમારા ગુરુ આ સૂરિ બુધ નામવાળા છે. તે ધરાતલપુરના વાસ્તવ્ય, તેના અધિપતિના જ શુભવિપાક નામના રાજાના પુત્ર, તિજસાધુતાના નંદન, તૃણની જેમ રાજ્યને છોડીને નિષ્ક્રાંત થયેલા હમણાં અનિયત વિહારથી વિહરે છે. તેથી તેમનું ચરિત્ર સાંભળીને, તેમના અતિશયને જોઈને, રૂપને જોઈને, ધર્મદેશવાના કૌશલ્યને સાંભળીને, હદયમાં વિચારીને જે પ્રમાણે અહો રત્નાકરકલ્પ એવું આ ભગવાનનું દર્શન છે, જ્યાં આવા પ્રકારના પુરુષરસ્તો પ્રાપ્ત થાય છે. તેથી હું=રત્વચૂડ, ભગવદ્ અહપ્રણીત માર્ગમાં મેરુશિખરની જેમ તિબ્બકંપ થયો. અને તે જ બુધસૂરિના દર્શનથી મારો સર્વ પણ પરિવાર સ્થિર થયો. તેથી ભગવાનને અભિનંદન કરીને હું=રત્વચૂડ, સ્વસ્થાનમાં ગયો. ભગવાન પણ કોઈ ઠેકાણે અન્યત્ર વિહાર કરે છે. તેથી હુંરતચૂડ, કહું છું=વિમલકુમારને કહું છું. જો આ બુધસૂરિ આવે તો તારા=વિમલકુમારના, બંધુવર્ગને બોધ કરાવે. દિ=જે કારણથી, પરોપકાર કરવામાં એક વ્યસની તે ભગવાન છે. જે કારણથી ત્યારે પણ મને=રત્વચૂડને, અને મારા પરિકરને સધર્મમાં સ્વૈર્ય માટે તેમના વડે=બુધસૂરિ વડે, તે તેવા પ્રકારનું વૈક્રિયરૂપ કરાયું. વિમલ વડે કહેવાયું. હે આર્ય ! તે પણ=બુધસૂરિ પણ, કોઈક રીતે અહીં આગમન માટે તમારા વડે જ અભ્યર્થતીય છે. રત્નચંડ વડે કહેવાયું. કુમાર જે આદેશ કરે છે અર્થાત્
Page #89
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ તે કાર્ય હું અવશ્ય કરીશ. કેવલ અમારા વિયોગથી હમણાં તાત વિધુર છે=વ્યાકુળ છે. માતા વિસંસ્થૂલ વર્તે છે. તેથી હમણાં હું તે બેને સંધીરણ માટે=સ્વસ્થ કરવા માટે, સ્વસ્થામાં જાઉં છું. ત્યારપછી તમારો આદેશ હું કરીશ. અહીં મારા કાર્યમાં, કુમાર વડે વિકલ્પ કરવો જોઈએ નહીં.
विमलाद्वियोगो रत्नचूडस्य વિન્નેનોમાર્થ વિં ત્તત્રં? રત્નપૂર્વ: પ્રાદ-વુમાર!
વિમલથી રત્નસૂડનો વિયોગ વિમલ વડે કહેવાયું. એ આર્ય ! શું જવા યોગ્ય છે? રત્નચૂડ કહે છે – શ્લોક :
युष्मत्सङ्गामृतक्षोदलब्धास्वादस्य मेऽधुना ।
गन्तव्यमिति वक्तव्ये, भारती न प्रवर्तते ।।२४१।। શ્લોકાર્થ :
હે કુમાર ! તમારા સંગરૂપી અમૃતના જલથી લબ્ધ આસ્વાદનવાળા મને જાઉં છું એમ કહેવામાં ભારતી–વાણી, પ્રવર્તતી નથી. ર૪૧II. શ્લોક :
તથાદિजडोऽपि सज्जने दृष्टे, जायते तोषनिर्भरः ।
उदिते विकसत्येव, शशाङ्के कुमुदाकरः ।।२४२।। શ્લોકાર્ય :
તે આ પ્રમાણે – જડ પણ સજ્જન દષ્ટ થયે છતે તોષ નિર્ભર થાય છે. શશાંકઃચંદ્ર, ઉદિત થયે છતે કુમુદનો સમૂહ વિકસિત જ થાય છે. llર૪રી શ્લોક :
स तत्र क्षणमात्रेण, प्रीतिसंबद्धमानसः ।
जीवन्नेव न तं मुक्त्वा , नूनमन्यत्र गच्छति ।।२४३।। શ્લોકાર્ધ :
ત્યાં સજ્જન પુરુષમાં, ક્ષણ માત્રથી પ્રીતિના સંબંધના માનસવાળો તે=જડ, જીવતો જ તેને મૂકીને સજ્જનને મૂકીને, ખરેખર અન્યત્ર જતો નથી. li૨૪all
Page #90
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
9
શ્લોક :
જિગ્યसंसारेऽनन्तदुःखौघपूरितेऽप्यमृतं परम् ।
इदमेकं बुधैरुक्तं, यत्सद्भिश्चित्तमीलनम् ।।२४४ ।। શ્લોકાર્ચ -
વળી અનંત દુઃખના સમૂહથી પૂરિત પણ સંસારમાં પંડિતો વડે કહેવાયેલું આ એક જે સજ્જનોની સાથે ચિત્તનું મિલન પરમ અમૃત છે. ર૪૪ll શ્લોક :
कोऽधैं कर्तुं समर्थोऽत्र, सतां सङ्गस्य भूतले ।
યદિ (૨) તલયટને હેતુ સ્થાદિમુરિ: ર૪ષા શ્લોકાર્થ :
જો તેના વિઘટનમાં વિરહરૂપ મુગર ગદા, હેતુ ન હોત તો આ ભૂતલમાં સંતોના સંગનું અર્ધ કરવા માટેઃમૂલ્ય કરવા માટે, કોણ સમર્થ થાય ?=સંત પુરુષોનો વિરહ થાય ત્યારે જ સંત પુરુષોનું મૂલ્ય જીવોને ખ્યાલ આવે છે. ll૨૪ull શ્લોક :
चिन्तामणिमहारत्नममृतं कल्पपादपम् ।
स दृष्टं संत्यजेन्मूढः, सज्जनं यो विमुञ्चति ।।२४६।। શ્લોકાર્ચ -
જે મૂઢ સજ્જન પુરુષનો ત્યાગ કરે છે તે મૂઢ જોયેલા ચિંતામણિ મહારત્નને, અમૃતને, કલ્પવૃક્ષને ત્યાગ કરે. ll૨૪૬II. શ્લોક :
कुमारविरहोत्रासाज्जिह्वा लगति तालुके ।
तवापि पुरतो मेऽद्य, गन्तव्यमिति जल्पतः ।।२४७।। શ્લોકાર્થ :
તારા પણ આગળ મને આજે જવું છે એ પ્રમાણે બોલતા મારી જિહ્વા કુમારના વિરહના ઉત્રાસથી તાલુકામાં લાગે છે. રિકી
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
इदं वज्राशनेस्तुल्यमिदमत्यन्तनिष्ठुरम् ।
यन्मे भवादृशामग्रे, गच्छाम इति जल्पनम् ।।२४८।। શ્લોકાર્ય :
વજના અગ્નિ તુલ્ય આ અત્યંત નિષ્ફર છે જે મને તમારી આગળ અમે જઈએ છીએ એ પ્રમાણે જલ્પન છે. ર૪૮ll શ્લોક :
तथापिताताम्बाचित्तसन्तापरूपं संचिन्त्य कारणम् ।
महद्गन्तव्यमेवेति, मयेदमभिधीयते ।।२४९।। શ્લોકાર્ચ -
તોપણ પિતા, માતાના ચિત્તના સંતાપરૂપ કારણને વિચારીને મહાન ગંતવ્ય છે=જવું ઉચિત છે એથી મારા વડે આ કહેવાય છે. ર૪૯ll ભાવાર્થ
રત્નચૂડે વિમલકુમારનું નિઃસ્પૃહચિત્ત જોઈને નિર્ણય કર્યો કે ઘણા ભવો સુધી શુદ્ધધર્મને સેવનારા જીવો જ આવું નિર્મલચિત્ત પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે વિચારીને રત્નચૂડ વિમલકુમારના મિત્ર વામદેવને અન્યત્ર લઈ જઈને પૃચ્છા કરે છે. અને તે રાજકુમાર છે ઇત્યાદિ જાણીને કહ્યું કે હું તેની સાથે આ ઉદ્યાનમાં આવેલો. અને તમારા પગલાના કંઈક દર્શન થયાં. જેથી વિમલકુમારે આ કોઈક ચક્રવર્તી પુરુષ છે તેમ સામાન્યથી લક્ષણોના બળથી કહેલ. આ રીતે વિમલકુમારના આગમનનું પ્રયોજન જાણીને આવું ઉત્તમચિત્ત મુનિઓને પણ સ્પૃહણીય છે તેવું છે છતાં તેણે કોઈ દર્શન સ્વીકાર્યું નથી. માટે આને ભગવાનના બિંબનું દર્શન ઉચિત છે તેમ વિચારીને રત્નચૂડ વિમલકુમારને કહે છે આ ક્રિીડાનંદન ઉદ્યાનમાં મારા નાના=માતાના પિતા મણિપ્રભ આવેલા. તેમને આ ઉદ્યાન રમ્ય લાગ્યું. તેથી અહીં સુંદર યુગાદિનાથનું જિનાલય નિર્માણ કર્યું છે. તેથી વિમલકુમારને તેનાં દર્શન કરવા યોગ્ય છે તે સાંભળીને વિમલકુમાર તે ભવનમાં જાય છે. અને જિનપ્રતિમાને જોઈને વિમલકુમાર અત્યંત હર્ષિત થાય છે જાણે સાક્ષાત્ વીતરાગની જ પ્રતિમાને પોતે જોઈ રહ્યા છે તે પ્રકારે તેને ભાવો થાય છે અને પૂર્વભવમાં ઘણો ધર્મ સેવેલો છે તેથી વિમલકુમારનું જીવવીર્ય ઉલ્લસિત થયું. ઘણાં કર્મોનો નાશ થયો. બુદ્ધિ વૃદ્ધિ પામી. દઢતર વીતરાગના ગુણો પ્રત્યે અનુરાગ થયો. તેથી જિનપ્રતિમાની વીતરાગતા રૂપે રહેલી આકૃતિ જોઈને વિચારે છે.
અહો ભગવાનનું રૂપ, અહો ચિત્તની સૌમ્યતા, અહો ભગવાનનું નિર્વિકારી માનસ, અહો સાતિશયપણું, અહો અચિંત્ય માહાભ્ય. આ પ્રકારે ભગવાનના ગુણોનું સ્મરણ કરીને વીતરાગને વીતરાગ રૂપે બિંબ દ્વારા
Page #92
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ જાણે છે. આ રીતે ભાવન કરવાથી મધ્યસ્થ પરિણતિ વૃદ્ધિ થવાથી જ્યાં સુધી તે ભગવાનના સ્વરૂપને વિચારે છે ત્યાં સુધી ઘણાં પાપકર્મો નાશ થવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવોના વૃત્તાંતની સ્મૃતિનું કારણ તે જાતિસ્મરણ થયું. તેથી ક્ષણભર મૂચ્છિત થયો. વાયુપ્રદાનથી કંઈક સ્પષ્ટ ચેતનાવાળો થયો. રત્નચૂડ આદરપૂર્વક પૂછે છે આ શું થયું ? તેથી રત્નચૂડ પ્રત્યે પ્રાદુર્ભત થયેલી ભક્તિવાળો વિમલકુમાર રત્નચૂડના ચરણમાં પડે છે અને પ્રણામ કરીને કહે છે. તમે જ મારાં શરીર છો, જીવિત છો, બંધુ છો, નાથ છો, માતા છો, પિતા છો, ગુરુ છો, દેવતા છો, પરમાત્મા છો એમાં સંશય નથી, કેમ કે બિંબનું દર્શન કરાવીને તમે મારા ઉપર ઘણો ઉપકાર કર્યો છે. આના દ્વારા મને મોક્ષમાર્ગ દેખાડ્યો છે. આ સર્વ તેનાં વચનો સદુધર્મની પ્રાપ્તિના પરમાર્થને જોનારી નિર્મલદૃષ્ટિથી જ ઉલ્લસિત થાય છે; કેમ કે સધર્મની પ્રાપ્તિ અતિદુર્લભ છે અને તેની પ્રાપ્તિ રત્નચૂડથી થઈ છે. તેથી વિમલકુમારને જણાય છે કે પારમાર્થિક મારું શરીર મારો ધર્મ છે અને તે ધર્મને દેનાર આ રત્નચૂડ છે માટે તે જ મારું શરીર છે. વળી જીવને પારમાર્થિક રીતે જીવાડનાર ધર્મ છે; કેમ કે ઉત્તમ પુરુષોને જીવનનો શ્વાસ ધર્મ છે, બાહ્ય આયુષ્ય નહીં અને રત્નચૂડે ધર્મ આપીને તેને પારમાર્થિક જીવન આપ્યું છે માટે તે મારા માટે જીવિત છે.
વળી, જીવ માટે પારમાર્થિક બંધુ ધર્મ જ છે અન્ય કોઈ નહીં; કેમ કે સર્વગતિઓમાં વર્તતો ધર્મ બંધુભાવની જેમ તેનું હિત કરે છે અને તેને આપનાર રત્નચૂડ છે માટે તે પણ બંધ છે. વળી, યોગક્ષેમ કરે તે નાથ કહેવાય અને ધર્મની પ્રાપ્તિ જીવમાં વર્તતા ધર્મનું રક્ષણ કરે છે અને નવા ગુણોનો યોગ કરે છે અને તે ધર્મની પ્રાપ્તિ કરાવનાર રત્નચૂડ છે તેથી રત્નચૂડ મારા નાથ છે. વળી, માતા પુત્રનું સમ્યફ પાલન કરે છે તેમ જીવનું પાલન ધર્મ કરે છે અને તે ધર્મદાતા રત્નચૂડ છે માટે તે પણ માતા છે. પિતા પુત્રનું સમ્યક પાલન કરે છે તેમ ધર્મ પણ જીવનું સમ્યક્ પાલન કરીને સુગતિમાં સ્થાપન કરે છે અને તેને દેનાર રત્નચૂડ હોવાથી તે પિતા છે. સદ્ગુરુ માર્ગને બતાવે છે તેમ સુધર્મ મોક્ષમાર્ગ દેખાડે છે તેથી સુધર્મ ગુરુરૂપ છે અને તેને દેનાર રત્નચૂડ ગુરુ છે. વળી, સુધર્મ દેવતારૂપ છે, પરમાત્મા રૂપ છે તેમ સુધર્મને દેનાર રત્નચૂડ પણ દેવતા છે, પરમાત્મા છે આ પ્રકારે કહીને નિર્મલદૃષ્ટિથી ધર્મદાતાને ધર્મદાતા રૂપે જાણીને ફરી ફરી રત્નચૂડના ચરણમાં પડે છે. અને કહે છે કે હે આર્ય ! મને જાતિસ્મરણ થયું છે જેનાથી આજ દિનથી અતીત ઘણા ભવોમાં મેં જે આ ભગવાનને જોયા છે તે સર્વનું મને સમ્યકુ સ્મરણ થયું છે. સમ્યગ્દર્શનથી મારું માનસ રંજિત થયું છે. અનુષ્ઠાન મને સાત્મીભૂત થયું છે. ભાવનાઓથી મારું ચિત્ત ભાવિત થયું છે. સાધુ પરિઉપાસનાથી મારું અંતઃકરણ વાસિત થયું છે. મૈત્રી આદિ ભાવનાઓને મેં સ્થિર કરેલી છે. સાંસારિક સુખ-દુઃખમાં ઔદાસીન્ય નિશ્ચલ થયું છે અર્થાત્ સમભાવનો પરિણામ મારામાં ઉલ્લસિત થયો છે, વળી પ્રશમભાવ પરિણમન પામ્યો છે. સંવેગ પરિચિત થયો છે. ભવનિર્વેદ ઘણા ભવોથી સેવાયો છે આત્માના પ્રત્યે પારમાર્થિક કરુણા ઉલ્લસિત થઈ છે. આસ્તિક્ય દઢ થયું છે. અને ગુરુભક્તિ પ્રગટ થઈ છે. તપ, સંયમ મારી પ્રકૃતિ રૂપે બન્યા છે. તેથી જ્યારે મેં ભગવાનનું બિંબ જોયું ત્યારે હું અમૃતરસથી સિંચાયો, રતિથી પુરાયો. અર્થાત્ ભગવાનના બિંબને જોઈને અત્યંત રતિ ઉલ્લસિત થઈ. પ્રમોદથી ચિત્ત ભરાયું. તેથી મારા હૃદયમાં સ્કુરિત થયું. પ્રશાંત મૂર્તિવાળા, લોચનના આનંદને દેનારા આ પરમેશ્વર પૂર્વમાં મેં ક્યારેક
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ જોયા છે. આ રીતે વિચારતા લોકથી અતીત રસાંતરમાં પ્રવેશેલ જે ભવથી માંડીને સમ્યક્ત પ્રાપ્ત કરેલું તે સર્વ ભવો મને સ્મરણ થયા. તેથી હે મહાત્મા ! જે પરમગુરુઓ કરે છે તે મારું તેં કર્યું છે. આ પ્રમાણે કહીને રત્નચૂડના પગમાં વિમલકુમાર પડે છે. તેથી રત્નચૂડ એને સંભ્રમપૂર્વક ઊભો કરીને કહે છે મને જે સમીહિત હતું એ પ્રાપ્ત થયું. મારા મનોરથો પૂર્ણ થયા; કેમ કે તેં મારા ઉપર જે ઉપકાર કર્યો છે તેનો પ્રતિઉપકાર રત્નદાનથી થઈ શકે નહીં, અન્ય કોઈ રીતે થઈ શકે નહીં. પરંતુ તને ધર્મની પ્રાપ્તિ કરાવી તેથી તારા ઉપકારનો પ્રતિ-ઉપકાર મારાથી કરાયો છે, માટે મારા મનોરથો પૂર્ણ થયા.
વળી કુમારને આ હર્ષનો અતિરેક છે તે પણ સ્થાને છે; કેમ કે મહાત્માઓને બાહ્ય કોઈ પણ વસ્તુની પ્રાપ્તિમાં કે સ્વર્ગસુખની પ્રાપ્તિમાં પણ તેવો તોષ થતો નથી જેવો સુદુર્લભ એવા ધર્મની પ્રાપ્તિથી હર્ષ થાય છે; કેમ કે તે બાહ્ય સુંદર પદાર્થો તુચ્છ અને સ્વલ્પકાળના સુખને દેનારા છે, જ્યારે ભગવાન સંબંધી સન્માર્ગની પ્રાપ્તિ ભવસમુદ્રમાં સુદુર્લભ છે અને જે મહાત્માને સન્માર્ગની પ્રાપ્તિ થાય છે તેઓ હર્ષનિર્ભર થાય છે; કેમ કે માર્ગની પ્રાપ્તિના ક્ષણથી જ તેઓને શમસુખના અમૃતના આસ્વાદનને કરનારો પરિણામ થાય છે અને તે પરિણામ નિશ્ચિત અનંત આનંદથી સંપૂર્ણ મોક્ષનો હેતુ છે. તેથી અવશ્ય સંત પુરુષના હર્ષના ઉલ્લાસનું કારણ છે. વળી, ઉત્તમ પુરુષો અને શુદ્ર જીવો કેવા હોય છે ? તે સ્પષ્ટ કરતાં રત્નચૂડ કહે છે – સર્વ જીવો પોતાની પ્રકૃતિને અનુરૂપ ફલને ઇચ્છે છે. આથી જ કૂતરાઓ ભોજનના પિંડથી તોષ પામે છે. કેસરી હાથીના ઘાતથી તોષ પામે છે. ઉંદરડાઓ ધાન્યના ઢગલાઓને જોઈને તેના ઉપર નાચે છે. વળી, ગજેન્દ્ર યત્નથી અપાયેલું સુંદર ભોજન પણ અવજ્ઞાથી ભોગવે છે. તેમ અદષ્ટ તત્ત્વવાળા મૂઢ જીવો તુચ્છ ચિત્તવાળા છે તેથી ધન, રાજ્યને પામીને હર્ષના ઉત્સકવાળા થાય છે. વળી, વિમલકુમાર તો ચિંતામણિરત્ન જેવા રત્નને પામીને મધ્યસ્થતાને જ પ્રાપ્ત કરે છે. સહેજ પણ હર્ષના દોષથી કલંકિત કુમારનું ચિત્ત મેં જોયું નહીં. અને હમણાં આ રીતે સન્માર્ગની પ્રાપ્તિમાં તને હર્ષ થાય છે તેથી હે નરોત્તમ ! સુંદર સુંદર છે. ફક્ત મારામાં આ રીતે ગુરુપણું આરોપણ ન કરવું; કેમ કે હું તો નિમિત્ત માત્ર થયો છું; કેમ કે તું સ્વયં જ તેવી કલ્યાણપરંપરાને યોગ્ય છે. જેમ તીર્થકરો પૂર્વભવમાં ધર્મ સેવીને આવે છે. દીક્ષા વખતે લોકાંતિકદેવો તેઓને પ્રબોધન કરવા આવે છે તે નિમિત્ત માત્ર છે. ભગવાન સ્વયં બુદ્ધ છે તેમ તું પણ તારા ઉત્તમચિત્તથી સ્વયં બુદ્ધ છે, ફક્ત હું તને પ્રબોધન કરવામાં નિમિત્તમાત્ર થયો.
વિમલકુમાર કૃતજ્ઞ પુરુષ છે તેથી કહે છે એમ ન કહેવું જોઈએ; કેમ કે લોકાંતિકદેવો ભગવાનના બોધમાં નિમિત્ત ભાવવાળા નથી પરંતુ પોતાના ઉચિત આચાર રૂપે ભક્તિથી કહે છે જ્યારે રત્નચૂડે તો મને ભગવાનનું બિંબ બતાવીને આ કલ્યાણ પ્રાપ્ત કરાવ્યું છે. વળી, ભગવાનના ધર્મની પ્રાપ્તિમાં જે નિમિત્ત માત્ર બને છે તે જીવનો પારમાર્થિક ગુરુ છે અને આવા ગુરુનો ઉચિત વિનય કરવો તે સંતોને યોગ્ય છે. વળી, ભગવાનની આજ્ઞા છે કે સામાન્યથી પણ સાધર્મિકનો વંદનાદિ ઉચિત વિનય કરવો જોઈએ. વળી, જે મહાભાગ્યશાળી સધર્મને આપનાર છે તેવા પારમાર્થિક સદ્દગુરુનો વિનય કરવો ઉચિત છે. રત્નચૂડ કહે છે હે કુમાર ! આ પ્રમાણે ન કહો. તમે ગુણ-પ્રકર્ષ સ્વરૂપ છો. દેવતાઓને પણ પૂજનીય છો. તમે જ અમારા ગુરુ છો. માટે આ પ્રમાણે કહેવું જોઈએ નહીં. અર્થાત્ ગુણપ્રકર્ષવાળા જ ગુરુ કહેવાય અને
Page #94
--------------------------------------------------------------------------
________________
૮૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ વિમલકુમાર ગુણપ્રકર્ષવાળા છે માટે વિમલકુમાર જ મારા ગુરુ છે. વિમલકુમાર કહે છે. કૃતજ્ઞગુણપ્રકર્ષવાળા મહાત્માઓનું આ સ્પષ્ટ લિંગ છે જે ગુરુનું ભક્તિથી પૂજન કરે. તેથી જો હું ગુણપ્રકર્ષવાળો કૃતજ્ઞ મહાત્મા હોઉં તોપણ મારે મારા ગુરુ એવા રત્નચૂડની ભક્તિ કરવી જોઈએ. કેમ ગુણપ્રકર્ષવાળા મહાત્મા ગુરુભક્તિ કરે છે ? તેથી કહે છે – તે મહાત્મા છે, તે પુણ્યાત્મા છે, તે ધન્ય છે, તે સુકુલમાં ઉત્પન્ન થયેલ છે, તે જ ધીર જગવંદ્ય તપસ્વી પંડિત છે જે સગુરુઓના દાસપણા આદિને કરતો પણ લજ્જા પામતો નથી. આ રીતે ગુરુ પ્રત્યે મારે ભક્તિ કરવી ઉચિત છે. માટે ધર્મઉપકાર કરનારાઓનો અનેક ભવકોટિ વડે પણ પ્રતિ-ઉપકાર થઈ શકતો નથી.
વળી વિમલકુમાર રત્નચૂડને કહે છે. હવે મારું ચિત્ત સંસારથી વિરક્ત છે. વિષયો ક્લેશરૂપ જણાય છે. પ્રશમથી મારું ચિત્ત ભાવિત છે. ઘરના પંજરમાં મારે રહેવું નથી. ભાગવતી દીક્ષા માટે ગ્રહણ કરવી છે. કેવલ મારા પિતા વગેરે બંધુઓ છે તેઓને પ્રતિબોધનનો ઉપાય શું છે ? જેથી પિતા બંધુને ઉચિત કૃત્ય કરનાર હું થાઉં, કેમ કે જો તેઓ પણ મારા નિમિત્તે ભગવાનના ધર્મને પામશે, અન્યથા નહીં. રત્નચૂડે કહ્યું. બુધ નામના આચાર્ય છે. જો તેઓ અહીં આવે તો તારા સ્વજનોને તે પ્રતિબોધ કરાવી શકે તેમ છે. વિમલકુમાર પૂછે છે આ બુધસૂરિ તારા વડે ક્યાં જોવાયા ? તેથી રચૂડ કહે છે – આ જ ક્રીડાનંદન ઉદ્યાનમાં આ જ જિનાલયના કારભાગમાં મેં પૂર્વે બુધસૂરિને જોયેલા. ત્યારે હું પરિવાર સાથે ભગવાનના મંદિરમાં પ્રવેશતો હતો ત્યારે ઘણા સાધુની વચમાં સુંદર માર્ગને કહેનારા છતાં અત્યંત કુરૂપ આકારવાળા તે મહાત્મા દેશના આપતા મારા વડે જોવાયા. ત્યારપછી પરિવાર સહિત રત્નચૂડ જિનાલયમાં પ્રવેશ કરે છે. સુંદર વિધિપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે અને બહાર નીકળીને જુએ છે તો તે જ મહાત્મા અત્યંત સુરૂપ આકાર રૂપે દેશના આપી રહ્યા છે. તેથી પૂર્વમાં કુરૂપ હતા તે જ આ સુરૂપ આચાર્ય છે તે તેમની દેશના ધ્વનિથી નિર્ણય કર્યો. ત્યારપછી રત્નચૂડને વિચાર થયો કે આ ધર્મગુરુ ક્ષણમાં આ રીતે ભિન્ન રૂપવાળા કેમ જણાય છે ? ત્યારે તેમને પોતાના ધર્મગુરુ ચંદન મહાત્માએ કહેલું કે સુસાધુઓ અનેક પ્રકારની લબ્ધિઓ વાળા હોય છે તેથી આ પણ મહાત્મા વિશિષ્ટ લબ્ધિવાળા છે, માટે ક્ષણમાં આ પ્રકારે તેમનું રૂપ પરાવર્તન થતું પોતાને દેખાયું. ત્યારપછી હર્ષિત ચિત્તવાળા રત્નચૂડે તે મહાત્માને અને અન્ય મુનિઓને વંદન કર્યું અને તે સર્વ મહાત્માઓએ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિમાં પ્રબલ કારણ એવા ધર્મલાભરૂપ આશીર્વાદથી મને આનંદિત કર્યો. તેથી એ ફલિત થાય કે ઉત્તમ પુરુષોનું ચિત્ત સ્વર્ગ અને મોક્ષનું કારણ બને તેવા ધર્મની પરિણતિવાળું હોય છે અને તે ધર્મની પરિણતિથી વાસિત જ્યારે તેઓ ધર્મલાભ આશીર્વાદ આપે છે ત્યારે ધર્મ પ્રત્યેના તીવ્ર પક્ષપાતરૂપ સંવેગના પરિણામથી વાસિત તેઓના શબ્દો હોય છે જેનાથી યોગ્ય જીવોને કંઈક ધર્મનાં બીજો પડે છે, જે બીજ તે જીવને અવશ્ય સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિનું પ્રબલ કારણ બને છે. આ રીતે ધર્મલાભ આશીર્વાદ પ્રાપ્ત કરીને રત્નચૂડ મહાત્માની દેશના સાંભળવા બેસે છે જે દેશના ભવ્ય જીવોના ચિત્તને આક્ષેપ કરનારી હતી; કેમ કે ભવ્ય જીવોને પારમાર્થિક ધર્મનું સ્વરૂપ સાંભળવા મળે તો ચિત્તનો આક્ષેપ થાય છે અને મહાત્મા દુર્ગતિથી પડતા જીવોનું રક્ષણ કરે અને સદ્ગતિઓમાં સ્થાપન કરે તેવા ઉત્તમ ધર્મને કહેતા હતા. તેથી ભવ્ય જીવોનું ચિત્ત તે ધર્મ પ્રત્યે આક્ષેપ પામે છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૯૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ વળી, વિષયાભિલાષના વિક્ષેપને કરનારી તે દેશના હતી; કેમ કે વિષયોનો અભિલાષ તે જીવની વિહ્વળ અવસ્થા છે તે પ્રકારે નિપુણ પ્રજ્ઞાપૂર્વક પ્રસંગે પ્રસંગે તે મહાત્મા બતાવતા હતા. વળી, મોક્ષસુખમાં અભિલાષને ઉત્પન્ન કરનારી તે દેશના હતી; કેમ કે પ્રસંગે પ્રસંગે મહાત્મા મુક્ત આત્માઓ કઈ રીતે સર્વ પ્રકારના અંતરંગ અને બહિરંગ ઉપદ્રવો વગરના છે જેથી સદા સુખી છે તેનું નિરૂપણ કરતા હતા. વળી, ચાર ગતિઓના પરિભ્રમણ રૂપ ભવપ્રપંચમાં નિર્વેદને કરનારી તે દેશના હતી; કેમ કે ચારે ગતિઓનું પરિભ્રમણ જીવની કયા પ્રકારની વિડંબના છે તેના સ્વરૂપને જ તે મહાત્મા સ્પષ્ટ સ્પષ્ટતર બતાવતા હતા. વળી મોક્ષના અર્થી જીવો પણ મોક્ષના વિમાર્ગમાં માર્ગબુદ્ધિ કરીને પ્રવર્તતા હોય છે તે વિમાર્ગને બાધકરનારી ભગવાનની તે દેશના હતી; કેમ કે મોક્ષરૂપ કાર્યને અનુરૂપ તેનું કારણ કેવા પ્રકારનું હોય જેના સેવનથી મોક્ષની પ્રાપ્તિ થાય તેના પરમાર્થને સ્પર્શનારી તેમની દેશના હતી. આ રીતે તે દેશના સાંભળીને રંજિત થયેલ રત્નચૂડ કોઈક મહાત્માને આ સૂરિ કોણ છે ઇત્યાદિ પૃચ્છા કરે છે. અને તેનો બોધ કરીને રત્નચૂડને ભગવાનના શાસનમાં મેરુ જેવો નિખૂકંપ સ્થિર ભાવ થાય છે; કેમ કે ભગવાનના ધર્મને સેવીને જ આ મહાત્મા આ પ્રકારે લબ્ધિના નિધાન થયા છે, શ્રુતના રહસ્યને જાણનારા થયા છે. માટે નક્કી આ ભગવાનનું શાસન સર્વકલ્યાણનું એક કારણ છે આ પ્રકારે સ્થિર બુદ્ધિ થાય છે.
વળી રત્નચૂડનો પરિવાર પણ ભગવાનના શાસનમાં અત્યંત સ્થિર થાય છે. તેથી રત્નચૂડ વિમલકુમારને કહે છે જો આ બુધસૂરિ આવે તો તારા બંધુવર્ગને બોધ પમાડી શકે; કેમ કે પરોપકાર કરવાના સ્વભાવવાળા તે મહાત્માએ મને અને મારા પરિવારને સદ્ધર્મમાં સ્થિર કરવા અર્થે જ તેવું રૂપનું પરિવર્તન કરેલ. આ રીતે રત્નચૂડ તેના પરિવારના બોધનો ઉપાય બતાવે છે અને વિમલકુમાર કહે છે કે તે મહાત્માને તમારે જ કોઈક રીતે અહીં લાવવા જોઈએ. આ પ્રકારે વિમલકુમાર કહે છે તેથી રત્નચૂડ તે વચનને સ્વીકારે છે અને કહે છે કે માતા-પિતા વર્તમાનમાં મારા વિયોગથી વ્યાકુળ છે તેથી મારે હવે સ્વસ્થાને જવું પડે તેમ છે ત્યારપછી હું ઉચિત કૃત્ય કરીશ. આમ છતાં રત્નચૂડને વિમલકુમાર પ્રત્યે અત્યંત પ્રીતિ છે, ભક્તિ છે તેથી તેને છોડીને જવાને અનુકૂળ ચિત્ત તત્પર નથી. તોપણ માતા-પિતાના સંતાપના પરિવાર અર્થે મારે જવું જોઈએ એ પ્રકારના પોતાના વાસ્તવિક ભાવોને રત્નચૂડ વિમલકુમાર પાસે અભિવ્યક્ત કરે છે. શ્લોક :
विमलेनोक्तं-आर्य! यद्येवं ततो गम्यतां भवता, केवलं न विस्मरणीयमिदमार्येण मदीयमभ्यर्थनं आनेतव्यः स कथञ्चिदत्र बुधसूरिरिति । रत्नचूडेनोक्तं-कुमार!-कोऽत्र विकल्पः? ततो भाविसुजनदर्शनविच्छेदकातरहदया चूतमञ्जरी सबाष्पगद्गदया गिरा विमलं प्रत्याह-कुमार!| વિમલ વડે કહેવાયું. હે આર્ય ! રત્નચંડ જો આ પ્રમાણે છે માતા-પિતાના પ્રયોજનથી જવું ઉચિત છે એ પ્રમાણે છે, તો તમે જાવ. કેવલ મારું આ અભ્યર્થન આર્ય વડે વિસ્મરણ કરવું જોઈએ નહીં. તે બુધસૂરિ અહીં=પ્રસ્તુત ઉદ્યાનમાં, કોઈક રીતે લાવવા જોઈએ. રત્વચૂડ વડે કહેવાયું. તે કુમાર ! આમાં=બુધસૂરિને લાવવાના વિષયમાં, શું વિકલ્પ છે? અર્થાત્ અવશ્ય હું લાવીશ. ત્યારપછી
Page #96
--------------------------------------------------------------------------
________________
૮૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
ભાવિસુજનના દર્શનના વિચ્છેદમાં કાયર હૃદયવાળી ચૂતમંજરી સબાષ્પ ગદ્ગદ્ વાણી વડે વિમલ !
પ્રત્યે કહે છે. હે કુમાર
श्लोक :
सहोदरोऽसि मे भ्राता, देवरोऽसि नरोत्तम! |
शरीरं जीवितं नाथस्त्वं मे भवसि सुन्दर ! ।। २५० ।।
श्लोकार्थ :
तुं सहोहर छो, भारो लाई छो. हे नरोत्तम ! हेवर छो. शरीर छो, छवित छो, हे सुंदर ! तुं ४ भारो नाथ थाय छे. ॥२०॥
श्लोक :
तदेष गुणहीनोऽपि, स्मरणीयः क्वचिज्जनः ।
भवादृशां महाभाग ! धन्या हि स्मृतिगोचरे ।। २५१ ।।
श्लोकार्थ :
તે કારણથી ગુણહીન પણ આ જન=ચૂતમંજરી, ક્યારેક તમારા જેવાને સ્મરણ કરવી જોઈએ. हि= डारएाथी, हे महाभाग तमारा भेवा स्मृतिगोयरमां विमलकुमारना स्मृतिगोयरमां, हुं धन्य छं. ॥२५१॥
श्लोड :
विमलेनोक्तं- आर्य ! -
गुरुश्च गुरुपत्नी च यदि न स्मृतिगोचरे ।
ततो मे कीदृशो धर्मः, किं वा सौजन्यमुच्यताम् ? ।।२५२ ।।
श्लोकार्थ :
વિમલ વડે કહેવાયું. હે આર્યા ચૂતમંજરી ! ગુરુ, ગુરુપત્ની જો સ્મૃતિગોચર ન થાય તો કેવો भारो धर्म छे ? अथवा डेवुं भारं सौवन्य छे ? हो. ॥२२॥
एवं च कृत्वा मयापि सह सम्भाषणं गतौ चूतमञ्जरीरत्नचूडौ । मम पुनरगृहीतसंकेते ! भद्रे ! समाकर्णयतोऽपि तथा विमलरत्नचूडयोः सम्बन्धिनं धर्मजल्पं गुरुकर्मतया दूरभव्यतया च मत्तस्येव सुप्तस्येव विक्षिप्तचित्तस्येव मूर्च्छितस्येव प्रोषितस्येव मृतस्येव न तदा परिणतमेकमपि धर्मपदं हृदये वज्रशिलाशकलघटितमिव मनागपि न द्रावितं जिनवचनामृतरससेकेनापि चित्तम् । ततो विशेषतः संस्तुत्य भगवन्तं निर्गतश्चैत्यभवनान्मया सहितो विमलः । ततोऽभिहितमनेन - वयस्य वामदेव !
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ यदिदं रत्नचूडेन मह्यं दत्तं रत्नं महाप्रभावमिदमाख्यातं तेन ततः कदाचिदिदमुपयुज्यते क्वचिन्महति प्रयोजने मम च नास्थाऽधुना रत्नादिके ततो गृहीतमिदमनादरेण कथञ्चित्रक्ष्यति तस्मादत्रैव कुत्रचित्प्रदेशे निधाय गच्छाव इति । मयोक्तं-यदादिशति कुमारः, ततो विमोच्य वस्त्राञ्चलं समर्पितं तद्रत्नं मे विमलेन, निखातं मयैकत्र भूप्रदेशे कृतो निरुपलक्ष्यः स प्रदेशः, प्रविष्टौ नगरे, गतोऽहं स्वभवने, कृतः स्तेयबहुलिकाभ्यां मम शरीरेऽनुप्रवेशः,
અને આ રીતે મારી સાથે પણ સંભાષણ કરીને ચૂતમંજરી અને રત્નચૂડ ગયાં=જે રીતે વિમલકુમાર સાથે ઉચિત સંભાષણ કર્યું એ રીતે અનુસુંદર ચક્રવર્તી અગૃહીતસંકેતાને કહે છે કે વામદેવ એવા મારી સાથે સંભાષણ કરીને ચૂતમંજરી અને રત્નચંડ ગયાં. હે ભદ્ર ! અગૃહીતસંકેતા ! વળી તે પ્રકારનું વિમલ અને રત્નચૂડ સંબંધી ધર્મજલ્પને સાંભળતા પણ મને ગુરુકમપણું હોવાથી અને દૂરભવ્યપણું હોવાથી મત્તની જેમ, સુપ્તની જેમ, વિક્ષિપ્ત ચિત્તની જેમ, મૂછિતની જેમ, ત્યાગ કરાયેલાની જેમ, મરેલાની જેમ ત્યારે એક પણ ધર્મપદ હદયમાં પરિણત થયું નહીં. જાણે વજશિલાના પથ્થરથી ઘડાયેલાની જેમ ચિન જિનવચનના અમૃતરસના સિંચનથી પણ દ્રવિત થયું નહીં. ત્યારપછી=રત્વચૂડ અને ચૂતમંજરી મારી સાથે સંભાષણ કરીને ગયાં ત્યારપછી, વિશેષથી ભગવાનની સ્તુતિ કરીને ચૈત્યભવનથી મારી સાથે વિમલ નીકળ્યો. ત્યારપછી=ચૈત્યભવનથી નીકળ્યા પછી, આના વડે=વિમલ વડે, કહેવાયું. હે મિત્ર વામદેવ ! જે આ રત્ન રત્વચૂડ વડે મને અપાયું તેના વડે=રત્વચૂડ વડે, મહાપ્રભાવવાળું આ કહેવાયું. તેથી કદાચિત્ કોઈક મહાન પ્રયોજનમાં આ ઉપયોગી થાય. અને મને હમણાં રત્નાદિકમાં આસ્થા નથી=આ રત્નને સંગ્રહ કરવો એવી ઈચ્છા નથી. તેથી અનાદરથી આ ગ્રહણ કરાયું છે. કોઈક રીતે નાશ પામશે=બાહ્ય રત્ન જીવ સાથે શાશ્વત રહેનાર નથી તેથી આ રત્ન કોઈક રીતે નાશ પામશે. તે કારણથી=આ પ્રકારના રત્નમાં મને આસ્થા નથી તે કારણથી, અહીં જ કોઈક પ્રદેશમાં સ્થાપન કરીને આપણે બે જઈએ. મારા વડે કહેવાયું વામદેવ વડે કહેવાયું. કુમાર જે આદેશ કરે છે. ત્યારપછી વસ્ત્રના આંચલને છોડીને વિમલ વડે મને તે રત્ન સમર્પિત કરાયું. મારા વડે એક ભૂપ્રદેશમાં સ્થાપન કરાયું. તે પ્રદેશ તિરુપલક્ષ્ય કરાયોત્રરત્નનું સ્થાપન કરેલા ભૂમિપ્રદેશને કોઈ ન જાણી શકે તેવા સમાન કરાયો. અમે બે નગરમાં પ્રવેશ્યા. સ્વભવનમાં હું ગયો=વામદેવ ગયો. મારા શરીરમાં સ્નેય અને બહુલિકા=માયા વડે પ્રવેશ કરાયોકચોરીનો પરિણામ અને માયાનો પરિણામ મારા શરીરમાં પ્રવેશ પામ્યો. શ્લોક :
ततश्चिन्तितं मयातद्रत्नं रत्नचूडेन, सर्वकार्यकरं परम् । निवेदितं समक्षं मे, तुल्यं चिन्तामणेर्गुणैः ।।२५३।।
Page #98
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
તેથી મારા શરીરમાં ચોરી અને માયાનો પ્રવેશ થયો તેથી, મારા વડે વિચારાયું. રત્નચૂડ વડે તે રત્ન મારી સમક્ષ ચિંતામણિના ગુણોથી તુલ્ય, શ્રેષ્ઠ, સર્વકાર્ય કરનારું નિવેદન કરાયું. રિપBll બ્લોક :
तत्तादृशमनर्धेय, रत्नं को नाम मुञ्चति? ।
हरामि त्वरितं गत्वा, किं ममापरचिन्तया? ।।२५४।। શ્લોકાર્ય :
તે કારણથી તેવું અનર્દય રત્ન=અમૂલ્ય રત્ન, કોણ મૂકે? અર્થાત્ કોઈ બુદ્ધિશાળી પુરુષ તેને જતું કરે નહીં. શીધ્ર જઈને હું હરણ કરું. બીજી ચિંતા વડે મને શું ?=રત્નને ગ્રહણ કરવાની ચિંતાને છોડીને વિમલકુમારને મારા વિષયમાં શું વિચાર આવશે. ઈત્યાદિ અન્ય નિરર્થક ચિંતા વડે શું? એમ વામદેવ વિચારે છે. રાજા
ततोऽवलम्ब्य जघन्यतां विस्मृत्य विमलस्नेहं अविगणय्य सद्भावार्पणं, अपर्यालोच्यायतिं, अनाकलय्य महापापं, अविचार्य कार्याकार्य, अधिष्ठितः स्तेयबहुलिकाभ्यां, गतोऽहं तं प्रदेशं उत्खातं तद्रत्नं निखातमन्यत्र प्रदेशे, चिन्तितं च मया कदाचिदधुनैवागच्छति विमलः ततो रिक्तेऽस्मिन्दृष्टे प्रदेशे भवेदस्य विकल्पो यथा वामदेवेन गृहीतं तद्रत्नं, यदि पुनरत्र प्रदेशे यथेदं कर्पटावगुण्ठितं निखातं तथैवान्यः तत्प्रमाणः पाषाणो निखन्यते ततो विमलस्य तं दृष्ट्वा भवेदेवंविधो वितर्कः यथा तद्रत्नं ममैवापुण्यैरेवं पाषाणीभूतमिति, एवं च विचिन्त्य मया निखातस्तत्प्रमाणः कर्पटावगुण्ठितस्तत्र प्रदेशे पाषाणः, समागतो गृहं लघितं तद्दिनं, समायाता रजनी, स्थितोऽहं पर्यके ।
તેથી=વામદેવના શરીરમાં ચોરી અને માયાનો પરિણામ પ્રવેશ પામ્યો તેથી, જઘન્યતાનું અવલંબન લઈને પોતે શ્રેષ્ઠી પુત્ર છે તેથી મિત્રદ્રોહનું જઘન્ય કાર્ય મારાથી થાય નહીં તેને છોડીને મિત્રદ્રોહરૂપ જઘન્યતાનું અવલંબન લઈને, વિમલના સ્નેહનું વિસ્મરણ કરીને=મિત્ર તરીકે વિમલે જે અત્યાર સુધી સ્નેહ બતાવ્યો છે તેનું વિસ્મરણ કરીને, સદ્ભાવના અર્પણની અવગણના કરીને આ મારો મિત્ર છે તેથી આવું મૂલ્યવાન રત્ન પણ એના વિશ્વાસ ઉપર તેણે સ્થાપન કરવા માટે આપ્યું તે પ્રકારના સદ્ભાવના અર્પણની અવગણના કરીને, ભવિષ્યનું અપર્યાલોચન કરીને, મહાપાપને નહીં જાણીને, કાર્યાકાર્યનો અવિચાર કરીને=આ પ્રમાણે રત્ન ગ્રહણ કરવું એ મારા માટે અકાર્ય છે એ પ્રમાણે અવિચાર કરીને, ચોરી અને માયાથી અધિષ્ઠિત થયેલો એવો હું વામદેવ, પ્રદેશમાં ગયો જ્યાં રત્ન સ્થાપન કરેલ તે પ્રદેશમાં ગયો. તે રત્ન કઢાયું તે સ્થાનથી બહાર કઢાયું. અન્ય પ્રદેશમાં સ્થાપન કરાયું. અને મારા વડે=વામદેવ વડે, વિચારાયું. કદાચ હમણાં જ વિમલ આવે. ત્યારપછી રિક્ત એવો આ પ્રદેશ જોવાયે છતે=જ્યાં રત્ન દાટેલું તે પ્રદેશ રત્ન વગરનું જોવાયે છતે, આને=વિમલને, વિકલ્પ
Page #99
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ थाय. शुं विल्प थाय ? ते 'यथा' थी जतावे छे વામદેવ વડે તે રત્ન ગ્રહણ કરાયું છે. (એ પ્રમાણે વામદેવ સ્વમતિથી વિકલ્પો કરે છે.) વળી, ફરી આ પ્રદેશમાં જે પ્રમાણે કર્પટથી અવગુંઠિત આ=રત્ન, દટાયું છે તે પ્રમાણે જ અન્ય તેટલા પ્રમાણવાળો=જે રત્ન છે તેટલા કદવાળો, પાષાણ સ્થાપન श्रराय=जोहीने भुझय, तो तेने लेईने विभलने आ प्रहारे विर्त थाय ने 'यथा' थी जतावे छे મારા જ અપુણ્યથી તે રત્ન=રત્નચૂડે આપેલું રત્ન, પાષાણભૂત થયું. અને આ રીતે=પૂર્વમાં સ્વમતિથી વામદેવે વિચાર્યું એ પ્રમાણે વિચારીને, મારા વડે=વામદેવ વડે, તેટલા પ્રમાણવાળો કર્પટથી વીંટળાયેલો પાષાણ તે પ્રદેશમાં દટાયો. ઘરે આવ્યો. તે દિવસ પસાર થયો. રાત્રિ પ્રાપ્ત થઈ, પલંગમાં હું રહ્યો.
वामदेवकृतो रत्नापहारः
समुत्पन्ना मे चिन्ता - अये विरूपकं मया कृतं यन्नानीतं तद्रत्नं, दृष्टः केनचिदहं तथा कुर्वाणः, ग्रहीष्यति कश्चिदन्यस्तद्रत्नं, तदधुना किं करोमीति वितर्ककल्लोलमालाकुलितचित्तवृत्तेश्चित्तसंतापेन विनिद्रस्यैवातीता सर्वाऽपि शर्वरी । प्रभाते च समुत्थायातित्वरितं गतोऽहं पुनस्तं प्रदेशम् । इतश्च समागतो मद्भवने विमलः न दृष्टोऽहमनेन पृष्टो मत्परिजनः क्व वामदेव इति कथितमन्येन यथा क्रीडानन्दनोद्यानाभिमुखं गत इति, ततः समागतो ममानुमार्गेण विमलः, स चागच्छन् दूरे दृष्टो मया, ततः संजाता ममाकुलता, विस्मृतो रत्नप्रदेशः, समुत्खातः पाषाणो, गोपितः कटीपट्यां, कृतो निरुपलक्षः स प्रदेशः, गतोऽहमन्यत्र गहनान्तरे, संप्राप्तो विमलः, दृष्टोऽहमनेन, लक्षितो भयतरललोचनः, ततोऽभिहितमनेन - वयस्य! वामदेव किमेकाकी त्वमिहागतः ? किं वा भीतोऽसि ? मयोक्तं - श्रुतः प्रभाते मया त्वमिहागतः तेनाहमप्यमागतः, ततो न दृष्टस्त्वमत्र तेन संजातो मम हृदये त्रासः क्व कुमारो गत इति चिन्तया, साम्प्रतं तु त्वयि दृष्टे यदि परं स्वस्थो भविष्यामीति, विमलेनोक्तं- यद्येवं ततः सुन्दरमिदं संपन्नं यदिहागतौ साम्प्रतं गच्छावो भगवद्भवने । मयोक्तं - एवं भवतु ।
૮૮
-
-
ततो गतौ जिनमंदिरे, प्रविष्टोऽभ्यन्तरे विमलः, स्थितोऽहं द्वारदेशे, चिन्तितं मया - नूनं विज्ञातोऽहमनेन, ततो नश्यामि त्वरितं इतरथा ममेदमेष रत्नमुद्दालयिष्यति, न चात्र पुरे तिष्ठतो ममास्त्यस्मान्मोक्षः, अतः पतामि निर्देश इति, ततः पलायितोऽहं वेगेन, क्रान्तो बहुविषयं, ऊढस्त्रीणि रात्रिन्दिनानि, गतोऽष्टाविंशतिं योजनानि, छोटितो रत्नग्रन्थिः, दृष्टो निष्ठुरपाषाणः, ततो हा हतोऽस्मीति गतो मूर्च्छा, लब्धा कृच्छ्रेण चेतना, गृहीतः पश्चात्तापेन, प्रारब्धः पलायितुं भ्रष्टोऽहं कथंचित्ततः स्थानात् तत्पुनर्गृह्णामीत्यभिप्रायेण वलितः स्वदेशाभिमुखम्, इतश्च जिनसदनान्निर्गतेन न दृष्टोऽहं विमलेन, ततः संजाता विमलस्य चिन्ता क्व पुनर्गतो वामदेव इति, गवेषितः सर्वत्र कानने न चोपलब्ध:, ततो भवने पुरे च सर्वत्र गवेषितो यावत्तत्रापि न दृष्टः, ततः सर्वदिक्षु प्रहिता ममान्वेषकपुरुषाः, प्राप्तोऽहमेकैः भीतस्तेभ्यः, अभिहितस्तैः यथा वामदेव ! शोकार्त्तस्त्वद्वियोगेन विमलो वर्तते, वयमानेतारस्तवानेन
Page #100
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૮૯
प्रहितास्तेन गम्यतामिति । ततो मया चिन्तितं - अये ! न लक्षितोऽहं विमलेन, ततो विगतं मे भयं, नीतोऽहं तैर्विमलसमीपे, दृष्टो विमलेन, समालिङ्गितः स्नेहेन, मुक्तमुभाभ्यां नयनैर्विमलसलिलं, किंतु मया कपटेन प्रियमीलकमुदा विमलेन, निवेशितोऽहमर्धासने, अभिहितश्चानेन - वयस्य ! वामदेव ! वर्णय किमनुभूतं भवता ? मयोक्तं - कुमाराकर्णय अस्ति तावत्प्रविष्टस्त्वं जिनमन्दिरे, ततो यावत्तत्र किलाहमपि प्रविशामि तावद्दृष्टा मया तूर्णमागच्छन्ती गगनतलेऽम्बरचरी, सा च कीदृशीવામદેવ વડે કરાયેલ રત્નની ચોરી
મને ચિંતા ઉત્પન્ન થઈ. અરે મારા વડે આ ભૂલ કરાઈ. જે કારણથી તે રત્ન લવાયું નહીં. કોઈક વડે તે પ્રમાણે કરતો હું જોવાયો. કોઈક અન્ય તે રત્નને ગ્રહણ કરશે. તે કારણથી=તે રત્ન અન્ય ગ્રહણ કરે તેવી સંભાવના છે તે કારણથી, હમણાં હું શું કરું એ પ્રમાણે વિતર્કના કલ્લોલના વિચારોથી આકુલિત ચિત્તવૃત્તિને કારણે ચિત્તસંતાપથી નિદ્રા વગરની જ એવી મારી સર્વ પણ રાત્રિ પસાર કરાઈ અને સવારમાં ઊઠીને શીઘ્ર ફરી હું તે પ્રદેશમાં ગયો=જે પ્રદેશમાં રત્ન દાટેલું તે પ્રદેશમાં ગયો. આ બાજુ મારા ભવનમાં વિમલ આવ્યો. હું આના વડે=વિમલ વડે, જોવાયો નહીં. મારો પરિજન પુછાયો. વામદેવ ક્યાં છે ? આના દ્વારા=વામદેવના પરિજન દ્વારા, કહેવાયું. જે ‘વથા’થી બતાવે છે. ક્રીડાનંદન નામના ઉદ્યાનને અભિમુખ ગયો છે. તેથી મારા અનુમાર્ગથી વિમલ આવ્યો અને તે=વિમલ, આવતો મારા વડે દૂરમાં જોવાયો. તેથી મને આકુલતા થઈ. રત્નપ્રદેશ વિસ્મરણ થયો. પાષાણ ખોદીને કાઢ્યું. કટીપટમાં છુપાવાયો. તે પ્રદેશ=ખોદાયેલો પ્રદેશ, નિરુપલક્ષ કરાયો. અન્યત્ર ગહનાંતરમાં હું ગયો=તે ક્રીડાનંદન ઉદ્યાનમાં જે સ્થાનથી મેં રત્ન કાઢેલું તે સ્થાનથી અન્યત્ર કોઈક બગીચાના ગહન સ્થાનમાં હું ગયો. વિમલ પ્રાપ્ત થયો. આના દ્વારા=વિમલ દ્વારા, હું જોવાયો. ભયથી તરલલોચનવાળો જણાયો. તેથી=વિમલકુમારે વામદેવને ભયભીત જોયો તેથી, આના વડે=વિમલકુમાર વડે કહેવાયું. હે મિત્ર ! વામદેવ ! તું અહીં એકાંકી કેમ આવ્યો છે ? અને ભય પામેલો કેમ જણાય છે ? મારા વડે કહેવાયું=વામદેવ વડે કહેવાયું. પ્રભાતમાં મારા વડે સંભળાયું. તું= વિમલકુમાર અહીં આવેલો છે. તેથી હું પણ આવ્યો=આ ઉદ્યાનમાં આવ્યો. ત્યારપછી અહીં=ઉદ્યાનમાં, તું જોવાયો નહીં. તેથી મારા હૃદયમાં ત્રાસ થયો. કેવા પ્રકારનો ત્રાસ થયો ? એથી કહે છે કુમાર ક્યાં ગયો છે ? એ પ્રકારની ચિંતાથી ત્રાસ થયો. વળી હમણાં તું જોવાયે છતે જો વળી હું સ્વસ્થ થઈશ. વિમલ વડે કહેવાયું. જો આ પ્રમાણે છે=મને મળવાના આશયથી જ તું અહીંયાં આવેલો છે એ પ્રમાણે છે, તો આ સુંદર પ્રાપ્ત થયું. જે કારણથી અહીં આવેલા આપણે બંને ભગવાનના ભવનમાં જઈએ. મારા વડે કહેવાયું=વામદેવ વડે કહેવાયું. આ પ્રમાણે થાઓ=જિનભવનમાં આપણે જઈએ એ પ્રમાણે થાઓ. ત્યારપછી જિનમંદિરમાં અમે બંને ગયા. વિમલ અત્યંતરમાં પ્રવેશ્યો. દ્વારદેશમાં હું રહ્યો. મારા વડે વિચારાયું. ખરેખર હું=વામદેવ, આવા વડે=વિમલ વડે, વિજ્ઞાત છું. તેથી શીઘ્ર હું નાસું. ઇતરથા=જો હું નાસીશ નહીં તો, મારું આ રત્ન આ=વિમલકુમાર, ઝૂંટવી લેશે અને
=
Page #101
--------------------------------------------------------------------------
________________
CO
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ આ નગરમાં રહેતા મારો આનાથી–વિમલકુમારથી, મોક્ષ નથી. આથી હું પરદેશ જાઉં આ નગરને છોડીને અન્ય નગરમાં જાઉં. ત્યારપછી હું વેગથી પલાયન થયો. ઘણો વિષય=ઘણું ક્ષેત્ર, પસાર થયું. ત્રણ રાત્રિદિવસ પસાર થયાં. અઠ્ઠાવીશ યોજી ગયો. રત્નગ્રંથિ છોડી. નિષ્ફર પાષાણ જોવાયો. તેથી=રત્નને બદલે પાષાણને જોયો તેથી, આ હું હણાયેલો છું એ પ્રમાણે મૂચ્છને પામ્યો. મુશ્કેલીથી ચેતના પ્રાપ્ત થઈ. પશ્ચાત્તાપ દ્વારા ગ્રહણ થયો=સાચા રત્નને છોડીને પત્થરને લાવ્યો એ પ્રકારના સ્મરણને કારણે પશ્ચાત્તાપ દ્વારા ગ્રહણ થયો. કોઈક રીતે તે સ્થાનથી ભ્રષ્ટ થયેલો એવો હું=જે સ્થાને મેં રત્ન દાટેલું તે સ્થાનથી ભ્રષ્ટ થયેલો એવો હું, પલાયન થવા માટે પ્રારંભ કર્યો. ક્યાં પલાયન થવા પ્રારંભ કર્યો ? એથી કહે છે – તેને=ભાટેલા એવા તે રત્નને, ફરી ગ્રહણ કરું એ પ્રકારના અભિપ્રાયથી સ્વદેશ અભિમુખ વળ્યો. આ બાજુ જિનભવનથી નીકળેલ એવા વિમલ વડે હું જોવાયો નહીં. તેથી વિમલને ચિંતા થઈ. વળી, વામદેવ ક્યાં ગયો. સર્વત્ર બગીચામાં ગવેષણા કરી. ઉપલબ્ધ થયો નહીં. ત્યારપછી ભવનમાં અને નગરમાં, સર્વત્ર ગવેષણા કરી. યાવત્ ત્યાં પણ=ભવનમાં, નગરમાં પણ, જોવાયો નહીં. તેથી સર્વ દિશાઓમાં મારી શોધ માટે પુરુષો મોકલાયા. હું વામદેવ, તેઓમાંથી એક પુરુષો વડે=મને શોધવા માટે નીકળેલા એક પુરુષો વડે ભય પામેલો પ્રાપ્ત થયો. તેઓ વડે કહેવાયું=શોધ માટે આવેલા પુરુષો વડે, કહેવાયું, શું કહેવાયું ? તે “યથા'થી બતાવે છે – હે વામદેવ તારા વિયોગથી વિમલ શોકથી પીડિત વર્તે છે. તને લાવનારા એવા અમેeતને શોધીને લાવનારા એવા અમે, આના વડે વિમલ વડે, મોકલાવાયા છીએ. તે કારણથી તારા વડે જવાય=વિમલ પાસે જવાય. તેથી તે પુરષોએ આ પ્રમાણે વામદેવને કહ્યું તેથી, મારા વડેકવામદેવ વડે, વિચારાયું. અરે ! હું વિમલ વડે જણાયો નથી. અર્થાત મેં રત્નનું અપહરણ કર્યું છે એ રીતે હું વિમલ વડે જણાયો નથી, તેથી મારો ભય દૂર થયો, તેઓ વડે હું વિમલ સમીપ લઈ જવાયો, વિમલ વડે જોવાયો, સ્નેહથી આલિંગન કરાયું, બંને દ્વારા વિમલ અને વામ દ્વારા, નયનોથી વિમલ જલ મુકાયું હર્ષથી રડવા લાગ્યા. ફક્ત મારા વડે કપટથી રડાયું. વિમલ વડે પ્રિયમીલકતા સ્નેહથી રડાયું, હું અર્ધાસનમાં બેસાડાયો, આના વડે=વિમલ વડે, કહેવાયું – હે મિત્ર ! વામદેવ ! તારા વડે શો અનુભવ કરાયો ? વર્ણન કર. મારા વડે કહેવાયું – હે કુમાર ! સાંભળ, જિનમંદિરમાં તું ત્યાં સુધી પ્રવિષ્ટ છે, તેથી જેટલામાં ત્યાં જિનમંદિરમાં, હું પ્રવેશ કરું છું તેટલામાં મારા વડે ગગનતલમાં શીધ્ર આવતી અમ્બરચરી આકાશમાં ઊડનારી સ્ત્રી, જોવાઈ. અને તે કેવા પ્રકારની છે – શ્લોક :
प्रकाशयन्ती दिक्चक्रं, रूपलावण्यशालिनी ।
आकृष्टकरवाला च, यमजिवेव भीषणा ।।२५५ ।। શ્લોકાર્ચ -
દિશાઓને પ્રકાશન કરતી, રૂપલાવણ્યશાળી, યમજિહ્વા જેવી ભયંકર, આકૃષ્ટતલવારવાળી તે હતી. II૫પા
Page #102
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૯૧ ततस्तां दृष्ट्वा यावदहमभिलाषोत्त्राससंकीर्णं रसान्तरमनुभवामि तावदुत्पाटितस्तया नेतुमारब्धो गगनमार्गेण, ततोऽहं
તેથી તેને જોઈનેeતેવી સ્ત્રીને જોઈને, જેટલામાં હું અભિલાષ અને ઉત્રાસથી સંકીર્ણ એવા રસાંતરને અનુભવું છું, તેટલામાં તેણી વડે ઉપાડાયેલો એવો હું ગગનમાર્ગથી જવા માટે આરંભ થયો, શ્લોક :
हा कुमार कुमारेति, रटन्नुच्चैः सुविह्वलः ।
नीत एव तया दूरं, भो विद्याधरयोषिता ।।२५६।। શ્લોકાર્ચ -
ત્યારપછી મોટેથી હે કુમાર ! હે કુમાર ! એ પ્રમાણે બૂમ પાડતો અત્યંત વિક્વલ એવો હું તે વિધાધર સ્ત્રી વડે દૂર લઈ જવાયો. ર૫૬ll શ્લોક :
पयोधरभरेणोच्चैः, सस्नेहमवगृहितः ।।
चुम्बितश्च बलाद्वक्त्रे, प्रार्थितो रतकाम्यया ।।२५७।। શ્લોકાર્ચ -
વળી, અત્યંત સ્તનના ભરાવાથી, સ્નેહપૂર્વક અવમૂહિત કરાયેલો અને બલાત્કારથી મુખમાં ચુંબન કરાયેલો રમવાની ઈચ્છાથી પ્રાર્થના કરાયો. રિપછી બ્લોક :
तथा रक्तापि सा बाला, विषरूपा प्रभासते ।
कुमार! वरमित्रेण, त्वया विरहितस्य मे ।।२५८ ।। શ્લોકાર્થ :
અને હે કુમાર ! વરમિત્ર એવા તારાથી વિરહિત એવા મને રક્ત એવી તે પણ બાલા વિષરૂપ પ્રતિભાસે છે. ર૫૮ll શ્લોક :
चिन्तितं च तदा मया, यदुतअनुरक्ता सुरूपा च, यद्यप्येषा तथापि मे । वरमित्रवियुक्तस्य, न सुखाय प्रकल्पते ।।२५९।।
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
અને ત્યારે મારા વડે વિચારાયું, શું વિચારાયું ? તે ‘વ્રુત’થી બતાવે છે જો કે આ=બાલા, અનુરક્ત છે અને સુરૂપવાળી છે, તોપણ વરમિત્રથી વિયુક્ત એવા મને સુખ માટે કલ્પાતી નથી. II૨૫૯I
अत्रान्तरे समायाताऽन्याऽम्बरचरी विलोकितोऽहमनया गता साऽपि मय्यभिलाषं प्रवृत्ता चोद्दालने,
ततश्च
—
એટલામાં=તે બાલા મારી પાસે કામની માંગણી કરે છે એટલામાં, અન્ય વિદ્યાધર સ્ત્રી આવી, હું એના વડે પણ જોવાયો, તે પણ મારા વિશે અભિલાષને પામી=મારા પ્રત્યે રાગવાળી થઈ અને ઝૂંટવામાં પ્રવૃત્ત થઈ, અને તેથી=વિદ્યાધર દેવી મને ઝૂંટવા પ્રયત્ન કરે છે તેથી,
શ્લોક ઃ
आः पापे कुत्र यासीति, शब्दसन्दर्भभीषणम् ।
નાતં પરસ્પર યુદ્ધ, તો: ઘુઘરયોષિતો: ।।૨૬૦ના
શ્લોકાર્થ -
હે પાપી, ક્યાં જાય છે એ પ્રકારના શબ્દના સંદર્ભથી ભયંકર તે બે વિધાધર સ્ત્રીઓનું પરસ્પર યુદ્ધ થયું. II૨૬૦ના
ततो व्याकुलितायां निश्चुटितोऽहं हस्तात्पतितो भूतले चूर्णितो गात्रभारेण, चिन्तितं मया यद्यपि दलितोऽहं न शक्नोमि वेदनया नंष्टुं तथापि यावदनयोरेका न गृह्णाति मां तावन्नश्यामि येन जीवन्नेव विमलकुमारवरवयस्यं पश्यामि, ततः पलायितोऽहं त्वरया दृष्टश्चामीभिर्मनुष्यैः प्रापितः कुमारसमीपं, तदिदं कुमार ! मयाऽनुभूतमिति । तच्छ्रुत्वा रञ्जितो विमलो मदीयनिष्कृत्रिमस्नेहेन, हृष्टा मेऽन्तर्गता बहुलिका किल प्रत्यायितोऽयं मया विमलो मुग्धबुद्धिरिति ।
તેથી વ્યાકુલિત એવી તે સ્ત્રી હોતે છતે હાથથી છૂટેલો હું ભૂમિતલમાં પડ્યો, ગાત્રના ભારથી ચૂરાયો, મારા વડે વિચારાયું. જોકે દલિત થયેલો એવો હું વેદનાથી નાસવા માટે સમર્થ નથી. તોપણ જ્યાં સુધી આ બેમાંથી એક પણ મને ગ્રહણ ન કરે ત્યાં સુધી હું નાસી જાઉં જેથી જીવતો જ વિમલકુમાર વરમિત્રને જોઉં, તેથી ત્વરાથી પલાયન થયેલો હું આ મનુષ્યો વડે જોવાયો, કુમાર સમીપે પ્રાપ્ત કરાયો. હે કુમાર ! તે આ મારા વડે અનુભવ કરાયો. તે સાંભળીને મારા નિષ્કુત્રિમ સ્નેહથી વિમલ રંજિત થયો, મારી અંતર્ગત બહુલિકા હર્ષિત થઈ, ખરેખર મારા વડે મુગ્ધબુદ્ધિવાળો એવો વિમલ વિશ્વાસ કરાયો. એ પ્રકારે માયા હર્ષિત થઈ એમ સંબંધ છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
૯૩
वामदेवे रुष्टा देवी
अत्रान्तरे ग्रस्त इव मकरेण, दलित इव वज्रेण, समाघ्रात इव कृतान्तेन, न जाने का प्राप्तोऽहमवस्थां ? यतः - समुन्मूलयदिवान्त्राणि मे प्रादुर्भूतमुदरशूलं, उत्पाटयन्तीव लोचने, प्रवृद्धा शिरोवेदना, प्रकम्पितानि सन्धिबन्धनानि, प्रचलितं रदनजालं, समुल्लसितः श्वाससमीरणः भग्ने नयने, निरुद्धा भारती, समाकुलीभूतो विमलः कृतो हाहारवः, समागतो धवलराजः, मिलितो जनसमूहः, समाहूतं वैद्यमण्डलं, प्रयुक्तानि भेषजानि न संजातो विशेषः स्मृतं विमलस्य तद्रत्नं, अयमवसरस्तस्येति मत्वा गतो वेगेन तत्प्रदेशं, निरूपितं यत्नेन यावन्न दृश्यते तद्रत्नं, ततो जाता विमलस्य मदीयचिन्ता कथमसौ जीविष्यति ? ततः समागतो मम समीपे, अत्रान्तरे विजृम्भितैका वृद्धनारी, मोटितमनया शरीरं, उद्वेल्लितं भुजयुगलं, मुत्कलीभूताः केशाः, कृतं विकरालरूपं, मुक्ताः फेत्कारारावाः, वल्गितमुद्दामदेहया, भीतः सराजको ततो विधाय पूजामुत्पाद्य धूपं पृष्टाऽसौ - भट्टारिके ! का त्वमसीति, सा प्राह- वनदेवताऽहं, मयाऽयमेवं विहितो वामदेवो, यतोऽनेन पापेन सद्भावप्रतिपन्नोऽपि वञ्चितोऽयं सरलो विमलः, हृतमस्य रत्नं, निखातमन्यप्रदेशे, पुनर्गृहीत्वा नष्टः, पुनरानीतेन रचितमालजालं, एवं च कथितं तया वनदेवतया सविस्तरं मदीयं विलसितं दर्शितं तत्र प्रदेशे रत्नं, आह च - तदेष मया चूर्णनीयो दुष्टात्मा वामदेव: ।
નન,
વામદેવ પર ગુસ્સે થયેલ દેવી
એટલામાં=વામદેવ માયાથી વિમલકુમારને આ રીતે પોતાનું કથન કરે છે એટલામાં, મગરથી ગ્રસ્તની જેમ, વજ્રથી દલિતની જેમ, કૃતાંતથી=યમરાજથી, આક્રાંતની જેમ, હું કોઈક અવસ્થાને પ્રાપ્ત થયો=કોઈક ખરાબ અવસ્થાને પ્રાપ્ત થયો, જાણતો નથી=શું થયું તે જાણતો નથી, જે કારણથી જાણે આંતરડાંઓને ઉન્મૂલન કરતું હોય એવું, ઉદરમાં શૂલ પ્રગટ થયું, બે લોચનોને જાણે ઉત્પાટન કરતી હોય એવી શિરોવેદના પ્રવૃદ્ધ થઈ, સંધિનાં બંધનો પ્રકંપિત થયાં, દાંતનો સમૂહ પ્રચલિત થયો, શ્વાસનો પવન ઉલ્લસિત થયો, બે નયનો ભગ્ન થયાં, વાણી વિરુદ્ધ થઈ, વિમલ આકુલિત થયો, હાહારવ કરાયો, ધવલરાજા આવ્યો, જનસમૂહ મિલિત થયો, વૈઘનું મંડલ બોલાવાયું, ઔષધો પ્રયોગ કરાયા, વિશેષ થયું નહીં, વિમલને તે રત્નનું સ્મરણ થયું, તેનો આ અવસર છે એ પ્રમાણે માનીને વેગથી તે પ્રદેશે ગયો, યત્નથી જોવાયું, જ્યાં સુધી તે રત્ન દેખાતું નથી, તેથી વિમલને મારી ચિંતા થઈ. કેવી રીતે આ જીવશે ?=વામદેવ જીવશે ? એ પ્રકારે ચિંતા થઈ, તેથી મારી સમીપે આવ્યો, એટલામાં એક વૃદ્ધનારી વિજ઼મ્મિત થઈ=ધૂણવા લાગી, આવા વડે શરીર મરડાયું, ભુજયુગલ ઊંચું કરાયું, કેશો છૂટા કરાયા, વિકરાલ રૂપ કરાયું, ફેત્કારનો અવાજ મુકાયો, ઉદ્દામ દેહપણાથી કૂદાયું, રાજા સહિત જન ભય પામ્યો, ત્યારપછી પૂજાને કરી, ધૂપને ઉત્પાદન કરીને આ=વૃદ્ધ નારી,
Page #105
--------------------------------------------------------------------------
________________
–
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ પુછાઈ, હે ભટ્ટારિકા ! તમે કોણ છો ? તે કહે છે – હું વનદેવતા છું, મારા વડે આ વામદેવ આ પ્રમાણે કરાયો છે. જે કારણથી આ પાપી વડે સદ્ભાવને પામેલો પણ આ સરલ વિમલ ઠગાયો છે, આવું રત્ન હરણ કરાયું છે, અન્ય પ્રદેશમાં દટાયું છે, ફરી ગ્રહણ કરીને નાસેલો, ફરી લવાયેલા આવા વડે=વામદેવ વડે, આલજાલ રચાયું છે=અસંબદ્ધ કથન કરાયું છે, અને આ રીતે તે વનદેવતા વડે વિસ્તારપૂર્વક મારું કરાયેલું કહેવાયું. તે પ્રદેશમાં=જે પ્રદેશમાં રત્ન દાટેલું તે પ્રદેશમાં, રત્ન બતાવાયું. અને કહે છે. તે કારણથી=વામદેવે આ રીતે અનુચિત કર્યું તે કારણથી, મારા વડે=દેવતા વડે, દુષ્ટાત્મા એવો આ વામદેવ ચૂર્ણ કરવા યોગ્ય છે.
૯૪
विमलकारिता मुक्ति:
विमलेनोक्तं - सुन्दरि ! मा मैवं कार्षीः, महानेवं क्रियमाणे मम चित्तसन्तापः संपद्यते, ततो विमलाभ्यर्थनया मुक्तोऽहं वनदेवतया, निन्दितोऽहं लोकेन, धिक्कारितः शिष्टजनेन, हसितो बालसार्थेन, बहिष्कृतः स्वजनवर्गेण, जातस्तृणादपि जनमध्ये लघुतरोऽहमिति, तथापि महानुभावतया विमलो मामवलोकयति चिरन्तनस्थित्या, न दर्शयति विप्रियं, न मुञ्चति स्नेहभावं, न शिथिलयति प्रसादं, न रहयति मां क्षणमप्येकं वदति च - वयस्य! वामदेव ! न भवता मनागप्यज्ञजनवचनैश्चित्तोद्वेगो विधेयः, यतो दुराराधोऽयं लोकः, ततो भवादृशामेष केवलमवधीरणामर्हतीति, न च न प्रतीतं तस्य महात्मनो विमलस्य तदा मदीयचरितं,
વિમલ વડે વનદેવતા પાસેથી વામદેવની મુક્તિ
વિમલ વડે કહેવાયું – હે સુંદરી ! આ પ્રમાણે કર નહીં, કર નહીં=વામદેવને આ રીતે વિડંબના કર નહીં, કર નહીં. આ રીતે કરાયે છતે વામદેવને વિડંબના કરાયે છતે, મને મહાન ચિત્તસંતાપ જ પ્રાપ્ત થાય છે. તેથી=વિમલે આ પ્રમાણે કહ્યું તેથી, વિમલની અભ્યર્થના વડે હું વનદેવતાથી મુકાયો, લોક વડે હું નિંદા કરાયો, શિષ્ટજન વડે ધિક્કાર કરાયો, બાલના સમુદાયથી હસાયો, સ્વજનવર્ગથી તિરસ્કાર કરાયો, લોકમાં તૃણથી પણ લઘુતર હું થયો, તોપણ મહાનુભાવપણું હોવાને કારણે વિમલ મને પૂર્વની સ્થિતિથી જ જુએ છે=પૂર્વની જેમ જ વ્યવહાર કરે છે. વિપ્રિય બતાવતો નથી, સ્નેહભાવ મૂકતો નથી, પ્રસાદ શિથિલ કરતો નથી, એક ક્ષણ પણ મને દૂર કરતો નથી. અને કહે છે હે મિત્ર ! વામદેવ ! તારા વડે થોડોક પણ અન્નજનનાં વચનોથી ચિત્તનો ઉદ્વેગ કરવો જોઈએ નહીં. જે કારણથી આ લોક દુઃખે કરીને આરાધ્ય છે=દુઃખે કરીને અનુકૂળ કરી શકાય તેમ છે, તેથી તારા જેવાને આ= લોક, કેવલ ઉપેક્ષાને યોગ્ય છે. અને મહાત્મા વિમલને મારું ચરિત પ્રતીત નથી એમ નથી,
Page #106
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૯૫
શ્લોક :
તથાપિअहं बहुलिकादोषात्तादृशो दुष्टचेष्टितः ।
स तादृशो महाभागस्तत्रेदं विद्धि कारणम् ।।१।। શ્લોકાર્ય :
તોપણ હું બહુલિકાના દોષથી માયાના દોષથી, તેવો દુષ્ટયેષ્ટિત હતો, તે મહાભાગ વિમલ તેવા પ્રકારનો હતો મારા દુષ્ટચેષ્ટિતને કારણે મારા પ્રત્યે લેશ પણ દ્વેષ ન કરે તેવા પ્રકારનો હતો, તેમાં વિમલ આવો ઉત્તમ હતો તેમાં, આ કારણ જાણવું. ll૧ll બ્લોક :
वारुण्यामुदयं गच्छेदस्तं प्राच्यां दिवाकरः । लङ्घयेच्च स्वमर्यादां, यद्वा क्षीरमहार्णवः ।।२।। અથવાवह्निपिण्डोऽपि जायेत, कदाचिद्धिमशीतलः ।
अलाबुवत्तरेत्रीरे, निक्षिप्तो मेरुपर्वतः ।।३।। निर्व्याजस्नेहकारुण्यः, सद्दाक्षिण्यमहोदधिः ।
तथापि सुजनो भद्रे! प्रतिपन्नं न मुञ्चति ।।४।। त्रिभिर्विशेषकम् । શ્લોકાર્ચ -
સૂર્યનો પશ્ચિમમાં ઉદય થાય, પૂર્વમાં અસ્ત થાય અથવા ક્ષીરસમુદ્ર સ્વમર્યાદાનું ઉલ્લંઘન કરે, અથવા અગ્નિનો પિંડ પણ ક્યારેક હિમ જેવો શીતલ થાય, પાણીમાં ફેંકાયેલો મેરુ પર્વત તુંબડાની જેમ તરે, તોપણ નિર્ચાજ સ્નેહના કારુણ્યવાળા=નિકપટ સ્નેહથી યુક્ત કરુણાવાળા, સદ્દાક્ષિણ્યના મહોદધિ=સુંદર દાક્ષિણ્યના સમુદ્રવાળા, એવા સુજન પુરુષ હે ભદ્ર અગૃહીતસંકેતા! સ્વીકારેલાને મૂકતા નથી. ||રથી ૪ll.
શ્લોક :
अन्यच्चजानन्नपि न जानीते, पश्यन्नपि न पश्यति । न श्रद्धत्ते च शुद्धात्मा, सज्जनः खलचेष्टितम् ।।५।।
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
દુષ્ટની ચેષ્ટાને જાણવા છતાં પણ જાણતો નથી, જોવા છતાં પણ જોતો નથી, શુદ્ધાત્મા સજન ખલયેષ્ટિતની શ્રદ્ધા કરતો નથી. IIપા
શ્લોક :
ततोऽहं बन्धुभिस्त्यक्तो, लोके संजातलाघवः । विचरामि तदा साधु, विमलेन महात्मना ।।६।।
શ્લોકાર્ય :
તેથી–ઉત્તમ પુરુષો ખલયેષ્ટિતને ચિત્ત ઉપર લેતા નથી તેથી, બંધુઓ વડે ત્યાગ કરાયેલો, લોકમાં પ્રાપ્ત થયેલા લાઘવવાળો હું ત્યારે મહાત્મા એવા વિમલ સાથે વિચરું છું. IslI
શ્લોક :
अथान्यदा मया युक्तो, विमलो विमलेक्षणः । संप्राप्तस्तत्र जैनेन्द्रमन्दिरे वन्दनेच्छया ।।७।।
શ્લોકાર્ય :
હવે અન્યદા મારાથી યુક્ત વિમલદષ્ટિવાળો વિમલ વંદનની ઈચ્છાથી તે જૈનમંદિરમાં સંપ્રાપ્ત થયો. III
શ્લોક :
विधायाशेषकर्तव्यं, प्रणिपत्य जिनेश्वरम् ।
अथासौ स्तोतुमारब्धो, विमलः कलया गिरा ।।८।। શ્લોકાર્ય :
અશેષકર્તવ્ય કરીને, જિનેશ્વરને પ્રણામ કરીને આ વિમલે સુંદર વાણીથી સ્તુતિ કરવા માટે આરંભ કર્યો. IIkII
रत्नचूडागमनम्
શ્લોક :
अत्रान्तरे लसद्दीप्तिर्विद्योतितदिगन्तरः । સ રત્નપૂ. સંપ્રાપ્ત , વવેક પરિવેષ્ટિત: ISા.
Page #108
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
રત્નચૂડનું આગમન
શ્લોકાર્થ ઃ
એટલામાં વિલાસ પામતી દીપ્તિવાળો, બધી દિશાઓને પ્રકાશિત કરી છે એવો તે વિધાધરોથી વીંટળાયેલો રત્નચૂડ પ્રાપ્ત થયો. IIII
શ્લોક ઃ
अथासौ मधुरध्वानमाकर्ण्य श्रुतिपेशलम् ।
તતઃ ચિન્તયત્યેવ, રત્નપૂદ: પ્રમોતિઃ ।।૨૦।।
શ્લોકાર્થ :
હવે આ રત્નચૂડ કાનને પ્રિય એવા મધુર ધ્વનિને સાંભળીને ત્યારપછી પ્રમોદ પામેલો આ પ્રમાણે વિચારે છે. II૧૦||
શ્લોક ઃ
અવે! ૬ સ્નોતિ ધન્યાત્મા, विमलो जन्तुबान्धवम् I भगवन्तं महाभागं, तत्तावच्छूयतामिदम् ।।११।।
૯૭
શ્લોકાર્થ :
અરે ! તે ધન્યાત્મા વિમલ જંતુબાંધવ એવા ભગવાન મહાભાગની સ્તુતિ કરે છે, તે કારણથી ત્યાં સુધી=જ્યાં સુધી તે સ્તુતિ કરે ત્યાં સુધી, આ સંભળાય. ||૧૧||
શ્લોક ઃ
ततो निभृतसञ्चारो, मूकीकृत्य स्वखेचरान् ।
सहैव चूतमञ्जर्या, चित्रन्यस्त इव स्थितः । । १२ । ।
શ્લોકાર્થ :
તેથી=વિમલની સ્તુતિને સાંભળવાનો પરિણામ રત્નચૂડને થયો તેથી, મંદસંચારવાળો એવો તે રત્નચૂડ ચૂતમંજરી સાથે જ પોતાના ખેચરોને મૌન કરાવીને ચિત્રસ્થાપનની જેમ રહ્યો. II૧૨।।
શ્લોક ઃ
अथ गम्भीरनिर्घोषः स्फुटकण्टकभूषणः । आनन्दोदकपूर्णाक्षः, क्षिप्तदृष्टिर्जिनानने ।।१३।। सद्भक्त्यावेशयोगेन, साक्षादिव पुरः स्थितम् । जिनेशं परमात्मानं, भगवन्तं सनातनम् ।।१४।।
Page #109
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
सोपालम्भं सविश्रम्भं, सस्नेहं प्रणयान्वितम् । ततः संस्तोतुमारब्धो, विमलोऽमलमानसः ।।१५।। त्रिभिर्विशेषकम् ।
બ્લોકાર્થ :
હવે ગંભીર નિઘષવાળો, સપષ્ટ કંટક ભૂષણવાળો-હર્ષને કારણે સ્પષ્ટ થયેલા રોમાંચિત શરીરવાળો, આનંદરૂપી જલથી પૂર્ણ ચક્ષુવાળો, જિનના મુખમાં સ્થાપન કરેલી દષ્ટિવાળો, સદ્ભક્તિના આવેશના યોગથી સાક્ષાતની જેમ સન્મુખ રહેલા જિનેશ પરમાત્મા, ભગવાન સનાતનને ઉપાલંભ સહિત, વિશ્વાસ સહિત, સ્નેહ સહિત, પ્રીતિથી યુક્ત, અમલ માનસવાળા વિમલે ત્યારપછી સ્તુતિ કરવા માટે આરંભ કર્યો. ૧૩થી ૧૫ ભાવાર્થ :
વિમલકુમાર રત્નચૂડને કહે છે જવું આવશ્યક હોય તોપણ બુધસૂરિને લાવવાનું વિસ્મરણ કરવું નહીં, ત્યારપછી ચૂતમંજરી વિમલકુમારના ઉત્તમ ગુણોથી ભાવિત થયેલ હોવાને કારણે તમે મારા સહોદર છો, ભાઈ છો, શરીર છો, જીવિત છો, નાથ છો, ઇત્યાદિ જે કહ્યું તે સર્વ ગુણરાગમાંથી ઉત્પન્ન થયેલ ભક્તિના પરિણામરૂપ હોવાથી ધર્મજલ્પ છે અર્થાત્ ધર્મબુદ્ધિ અનુકૂળ ઉચિત સંભાષણરૂપ છે. વળી, વિમલકુમાર પણ રત્નચૂડના ઉપકારને સ્મરણ કરીને ગુરુ અને ગુરુની પત્નીને હું કેમ સ્મરણ ન કરું ? ઇત્યાદિ જે કહે છે તે પણ ધર્મજલ્પ છે, તેથી ગુણવાનના ગુણના રાગથી બોલાયેલાં તે વચનો બોલનારને ગુણવૃદ્ધિનું કારણ બને છે, તેથી નિર્જરાનું કારણ છે. અને તત્ સદશ વચન જ રૂપરંગાદિના મોહને વશ બોલાયેલાં હોય તો સ્થૂલથી ધર્મજલ્પરૂપ જણાય પરંતુ પરમાર્થથી મોહના પરિણામમાંથી ઉત્પન્ન થયેલાં તે વચનો હોવાથી મોહવૃદ્ધિનું જ કારણ બને છે અને માયાથી સામે વ્યક્તિને પોતાના સુંદર ભાવો બતાવવા અર્થે તે વચનો બોલાયાં હોય તોપણ માયા તે વચનની પ્રવર્તક હોવાથી કર્મબંધની જ પ્રાપ્તિ થાય છે. પરંતુ રત્નચૂડ, ચૂતમંજરી, અને વિમલકુમાર ત્રણેય વિવેકયુક્ત ધર્મી છે તેથી પરસ્પરના યથાર્થ ગુણોને જોઈને ગુણરાગથી જ તે સર્વ કથન કરે છે. જેથી તે ધર્મજલ્પથી તેઓને વિપુલ નિર્જરા પ્રાપ્ત થાય છે અને હળુકર્મી જીવો તેવાં વચનો સાંભળે તોપણ ચિત્તમાં ધર્મ પ્રગટ થાય છે પરંતુ વામદેવ તે વખતે ભારેકર્મી છે, તત્ત્વને સ્પર્શવા માટે અયોગ્ય હોવાથી દુર્ભવ્ય છે. તેથી મત્તપુરુષાદિની જેમ તે ધર્મપદોના પરમાર્થને લેશ પણ સ્પર્શી શકતો નથી. ત્યારપછી વિમલકુમાર ભગવાનની વિશેષ સ્તુતિ કરીને વામદેવ સાથે ચૈત્યભવનથી બહાર આવે છે. રત્ન પ્રત્યે નિઃસ્પૃહ ભાવ હોવાથી વિમલકુમાર વામદેવને તે રત્ન ઉચિત સ્થાને દાટવા માટે આપે છે. છતાં વામદેવના ચિત્તમાં માયાનો પરિણામ અને ચોરીનો પરિણામ પ્રગટ્યો તેથી કપટ કરીને તે રત્નને લઈને ભાગે છે.
વળી, કોઈક રીતે વિમલકુમાર પાસે તેના માણસો દ્વારા વામદેવ લવાય છે ત્યારે પણ માયાને વશ અસંબદ્ધ પ્રલાપો કરીને પોતે વિમલકુમાર પ્રત્યે સ્નેહવાળો છે ઇત્યાદિ બતાવે છે. અને વિમલકુમાર બુદ્ધિનો નિધાન હોવા છતાં ઉત્તમ પ્રકૃતિને કારણે વામદેવના તે સર્વ કથનને મુગ્ધબુદ્ધિથી સ્વીકારે છે પરંતુ તેનાં
Page #110
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૯૯ વચનોની પરસ્પર અસંબદ્ધતા છે ઇત્યાદિ વિકલ્પો કરીને પોતાનું ચિત્ત કલુષિત કરતો નથી; કેમ કે ઉત્તમ પુરુષોનું ચિત્ત પરના વિષયમાં ઉદાર આશયથી જ જોનાર હોય છે અને પોતાના ચિત્તમાં લેશ પણ ક્લેશ થાય તેને દૂર કરવા યત્ન કરે છે, પરંતુ શુદ્ર જીવોની જેમ પરના વિષયમાં કુશંકાદિ કરતાં નથી. વળી, વિમલકુમારના ઉત્તમ ગુણોથી આકૃષ્ટદેવી વામદેવને સખત ઉપદ્રવ કરે છે અને કોઈકના શરીરમાં પ્રવેશ કરીને તેનાં સર્વ દુષ્કૃત્યોનો પ્રકાશિત કરે છે. જેનાથી સર્વ લોકોમાં વામદેવ અત્યંત નિંદનીય બને છે. છતાં વિમલકુમાર દયાળુ સ્વભાવથી તે દેવી પાસેથી પણ વામદેવને બચાવે છે. ત્યારપછી પણ તેના અનુચિત કૃત્ય વિષયક ક્યારે કોઈ પ્રશ્ન કરતો નથી પરંતુ પૂર્વની જેમ જ સર્વ ઉચિત વર્તન કરે છે. આથી જ અનુસુંદર ચક્રવર્તી અગૃહતસંકેતાને કહે છે મહાત્મા એવા વિમલકુમારને મારું ચરિત્ર પ્રતીત નથી એમ પણ નથી તોપણ ઉત્તમ પુરુષો ક્યારેય પોતાની ઉત્તમતાની મર્યાદાનો ત્યાગ કરતા નથી. તેથી ફલિત થાય કે ઉત્તમ પુરુષો મિત્ર-સ્વજન આદિ કોઈની અનુચિત પ્રવૃત્તિ ક્યારેક દેખાય તો તેને જોઈને સહિષ્ણુ બને છે, પોતાની ઉત્તમતાનો ત્યાગ કરતા નથી. તેનું હિત કેમ થાય તેની વિચારણા કરે છે અને તેનું હિત પ્રયત્નસાધ્ય ન દેખાય તો તેની ઉપેક્ષા કરે છે પરંતુ તેવા જીવો સાથે પૂર્વમાં સ્વીકારાયેલો ઉચિત વ્યવહારનો ક્યારેય ત્યાગ કરતા નથી, કેમ કે ઉત્તમ પુરુષો સદાક્ષિણ્યના સમુદ્ર હોય છે. અર્થાત્ જેમ સુવર્ણ પ્રવાહી થાય છે ત્યારે દક્ષિણાવર્તમાં જ તેના આવર્તે વર્તે છે તેથી સુવર્ણ ઉત્તમ ધાતુ કહેવાય છે તેમ ઉત્તમ પુરુષો પણ સર્વ જીવો સાથે અત્યંત દાક્ષિણ્ય સ્વભાવવાળા હોય છે તેથી કોઈની અનુચિત પ્રવૃત્તિ જોઈને પોતાના ચિત્તને ક્લેશથી યુક્ત કરતા નથી, પરંતુ તેવા જીવો સાથે પણ વિવેકપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરે છે. આથી જ કહે છે ઉત્તમ પુરુષો ખલ ચેષ્ટિત જાણવા છતાં જાણતા નથી, જોયા છતાં જોતા નથી. શુદ્ધ આત્મા એવા તેઓ ખલ ચેષ્ટિતની શ્રદ્ધા પણ કરતા નથી.
વળી, અન્ય કોઈક વખતે વામદેવ સાથે વિમલકુમાર તે બગીચામાં આવે છે. અને ભગવાનનાં દર્શન કરવાની ઇચ્છાથી જિનાલયમાં પ્રવેશ કરે છે. ઉચિત અશેષ કર્તવ્ય કરીને જિનેશ્વરની સ્તુતિ કરવા માટે વિમલકુમાર પ્રારંભ કરે છે તે વખતે જ રત્નચૂડ આવે છે. વિમલકુમારની સ્તુતિ સાંભળીને પ્રસન્ન થયેલ રત્નચૂડ ખેચરો વગેરેને શાંત રહેવા સૂચન કરે છે. તે વખતે તે વિમલકુમાર કઈ રીતે ગંભીર અવાજથી, રોમાંચયુક્ત શરીરથી ભગવાનના ગુણોના સ્મરણથી, ઉત્પન્ન થયેલા આનંદના અશ્રુથી પૂર્ણ, ભગવાનના સન્મુખ સ્થાપન કરેલી દષ્ટિવાળા થઈને સદ્ભક્તિના અતિશયથી સાક્ષાત્ જાણે ભગવાનને સન્મુખ જુએ તેમ પરમાત્માને કંઈક ઉપાલંભ, કંઈક સ્નેહ, કંઈક પ્રીતિ આદિની અભિવ્યક્તિ થાય એ રીતે વિમલકુમાર સ્તુતિ કરવા પ્રારંભ કરે છે.
विमलकृता स्तुतिः
શ્લોક :
अपारघोरसंसारनिमग्नजनतारक! । વિમેષ યોર સંસારે, નાથ! તે વિસ્મૃત નઃ? Tદ્દા
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
વિમલે કરેલ સ્તુતિ
શ્લોકાર્થ :
અપાર ઘોર સંસારમાં નિમગ્ન એવા જનના તારક એવા હે નાથ ! ઘોર સંસારમાં કેમ આ જન તમારાથી વિસ્તૃત થયો ? ।।૧૬।।
શ્લોક ઃ
सद्भावप्रतिपन्नस्य, तारणे लोकबान्धव ! ।
त्वयाऽस्य भुवनानन्द ! येनाद्यापि विलम्ब्यते ।। १७ ।।
શ્લોકાર્થ :
જે કારણથી હે લોકબાંધવ ! હે ભુવનને આનંદ આપનાર ! સદ્ભાવથી પ્રતિપન્ન એવા આને તારવામાં તમારા વડે હજી પણ વિલંબન કરાય છે. ||૧૭||
શ્લોક ઃ
आपन्नशरणे दीने, करुणामृतसागर ! ।
ન યુમીદૃશં તું, નને નાથ! મવાદૃશામ્ ।।૮।।
શ્લોકાર્થ :
પ્રાપ્ત થયેલા શરણવાળા દીન એવા જનમાં હે કરુણાઅમૃતસાગર ! હે નાથ ! તમારા જેવાને આ પ્રમાણે કરવું યુક્ત નથી=તારવામાં વિલંબન કરવું યુક્ત નથી. ।।૧૮।।
શ્લોક ઃ
भीमेऽहं भवकान्तारे, मृगशावकसन्निभः ।
વિમુહો મવતા નાથ! મેિાળી ચાલુના? ।।।।
શ્લોકાર્થ :
ભયંકર એવા ભવરૂપી જંગલમાં મૃગલાના બચ્ચા જેવો હું હે નાથ ! દયાલુ એવા તમારા વડે કેમ એકાકી મુકાયો ? ।।૧૯।।
શ્લોક ઃ
इतश्चेतश्च निक्षिप्तचक्षुस्तरलतारकः ।
નિરાલમ્બો વેનેવ, વિનશ્યડદું ત્વયા વિના ।।૨૦।।
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
આ બાજુ અને તે બાજુ નિક્ષિપ્ત ચક્ષના તરલ તારકવાળો એવો હું આલંબન વગરનો ભયથી જ તમારા વિના વિનાશ પામીશ. IlRoll શ્લોક :
अनन्तवीर्यसम्भार! जगदालम्बदायक! ।
विधेहि निर्भयं नाथ! मामुत्तार्य भवाटवीम् ।।२१।। શ્લોકાર્ચ -
હે અનંતવીર્યના સંભારવાળા ભગવાન ! હે જગતના આલંબનને દેનારા ભગવાન ! હે નાથ ! ભવરૂપી અટવીથી મને ઉતારીને નિર્ભય કરો. ll૧TI શ્લોક :
न भास्करादृते नाथ! कमलाकरबोधनम् ।
यथा तथा जगन्नेत्र! त्वदृते नास्ति निवृतिः ।।२२।। શ્લોકાર્ય :
જે પ્રમાણે હે નાથ ! સૂર્ય વગર કમલના સમૂહનો ઉઘાડ નથી. તે પ્રમાણે જગતના નેત્ર હે નાથ ! તમારા વગર નિવૃતિ નથી=મોક્ષ નથી. ||રાાં બ્લોક :
किमेष कर्मणां दोषः? किं ममैव दुरात्मनः? । किं वाऽस्य हतकालस्य? किं वा मे नास्ति भव्यता? ।।२३।। किं वा सद्भक्तिनिर्ग्राह्य! सद्भक्तिस्त्वयि तादृशी । निश्चलाऽद्यापि संपन्ना? न मे भुवनभूषण! ।।२४ ।। लीलादलितनिःशेषकर्मजाल! कृपापर! ।
मुक्तिमर्थयते नाथ! येनाद्यापि न दीयते ।।२५।। त्रिभिर्विशेषकम् । શ્લોકાર્ચ -
શું આ કર્મનો દોષ છે ? શું દુરાત્મા એવા મારો દોષ છે ? અથવા આ હતકાલનો દોષ છે ?= ખરાબ કાળનો દોષ છે, અથવા મારામાં ભવ્યતા નથી? સદ્ભક્તિથી નિર્વાહ્ય એવા હે ભુવનભૂષણ! તમારા વિશે તેવી નિશ્ચલ સભક્તિ શું હજી પણ મને પ્રાપ્ત થઈ નથી ? લીલાથી દલિત કર્યો છે નિઃશેષ કર્મજાલ એવા કૃપાપર હે નાથ ! જે કારણથી મુક્તિને માંગતો એવા મને હજી પણ અપાતી નથી. ર૩થી ૨૫
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
स्फुटं च जगदालम्ब! नाथेदं ते निवेद्यते ।
नास्तीह शरणं लोके, भगवन्तं विमुच्य मे ।।२६।। શ્લોકાર્ચ -
હે જગતઆલંબન ! હે નાથ ! તમને આ પણ નિવેદન કરાય છે. અહીં સંસારમાં, તમને છોડીને આ લોકમાં મને કોઈ શરણ નથી. |રા શ્લોક :
त्वं माता त्वं पिता बन्धुस्त्वं स्वामी त्वं च मे गुरुः ।
ત્વમેવ નલીનના ગવત ગીવિતેશ્વર! મારા શ્લોકાર્ધ :
તમે માતા છો, તમે પિતા છો, તમે બંધુ છો, તમે સ્વામી છો, તમે મારા ગુરુ છો. હે જગતના આનંદ જીવિતેશ્વર એવા ભગવાન ! તમે જ જીવિત છો. IIરી શ્લોક :
त्वयाऽवधीरितो नाथ! मीनवज्जलवर्जिते ।
निराशो दैन्यमालम्ब्य, म्रियेऽहं जगतीतले ।।२८।। શ્લોકાર્ચ -
હે નાથ ! તમારા વડે અવગણના કરાયેલો, જલવર્જિત સ્થાનમાં માછલાની જેમ નિરાશ એવો હું દેવનું આલંબન કરીને જગતીતલમાં મરીશ. ll૧૮ શ્લોક :
स्वसंवेदनसिद्धं मे, निश्चलं त्वयि मानसम् ।
साक्षाद्भूतान्यभावस्य, यद्वा किं ते निवेद्यताम् ? ।।२९।। શ્લોકાર્ચ -
તમારા વિશે સ્વસંવેદનસિદ્ધ મારું નિશ્ચલ માનસ છે. અથવા સાક્ષાતભૂત થયા છે અન્યના ભાવો જેને એવા તમને શું નિવેદન કરું ? ll૨૯ll શ્લોક :
मच्चित्तं पद्मवन्नाथ! दृष्टे भुवनभास्करे । त्वयीह विकसत्येव, विदलत्कर्मकोशकम् ।।३०।।
Page #114
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
હે નાથ ! ભુવનભાસ્કર જોયે છતે=ભુવનને પ્રકાશ કરનાર સૂર્ય જોવાયે છતે, પદ્મની જેમ અહીં=સંસારમાં, ખૂલતા કર્મરૂપી કોશવાળું એવું મારું ચિત્ત તમારામાં વિકાસ પામે જ છે. II૩૦]I
શ્લોક ઃ
अनन्तजन्तुसन्तानव्यापाराक्षणिकस्य ते । મમોરિ નન્નાથ! ન ખાને જીવૃશી વા? ।।।।
-
શ્લોકાર્થ
હે જગત્નાથ ! અનંત જીવોના સમૂહના વ્યાપારમાં તત્પર એવા તમારી મારા ઉપર કેવા પ્રકારની દયા છે (તે) હું જાણતો નથી. II૩૧।।
શ્લોક ઃ
समुन्नते जगन्नाथ ! त्वयि सद्धर्मनीरदे ।
नृत्यत्येष मयूराभो, मद्दोर्दण्डशिखण्डिकः । । ३२।।
૧૦૩
શ્લોકાર્થ :
હે જગન્નાથ ! સદ્ધર્મ રૂપી વાદળા જેવા તમે સમુન્નત થયે છતે મયૂર જેવી મારી બે ભુજારૂપ મોર એવો આ=તમારો સેવક, નૃત્ય કરે છે. II૩૨।।
શ્લોક ઃ
तदस्य किमियं भक्तिः ? किमुन्मादोऽयमीदृश: ? । दीयतां वचनं नाथ ! कृपया मे निवेद्यताम् ।।३३।।
શ્લોકાર્થ :
તે કારણથી આની=તમારા સેવકની, શું આ ભક્તિ છે ? આવા પ્રકારનો શું ઉન્માદ છે ? વચન આપો=ઉત્તર આપો. હે નાથ ! કૃપાથી મને નિવેદન કરો. II33||
શ્લોક ઃ
मञ्जरीराजिते नाथ! सच्चूते कलकोकिलः । यथा दृष्टे भवत्येव, लसत्कलकलाकुलः ।। ३४।। तथैष सरसानन्दबिन्दुसन्दोहदायक ! । त्वयि दृष्टे भवत्येवं, मूर्खोऽपि मुखरो जनः ।। ३५ ।।
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
હે નાથ ! જે પ્રમાણે મંજરીથી શોભતો એવો સુંદર આંબો જોવાયે છતે લસત્ કલકલાકુલ કલકોકિલ=ટહુકારા કરતી કોયલ થાય જ છે. તે પ્રમાણે સુંદર આનંદબિંદુના સંદોહને દેનારા હે નાથ ! તમે જોવાયે છતે આ રીતે=કોયલ જેમ થાય છે એ રીતે, મૂર્ખ પણ આ જન મુખર=વાચાળ થાય છે. II૩૪-૩૫।।
શ્લોક ઃ
तदेनं माऽवमन्येथा, नाथासंबद्धभाषिणम् ।
मत्वा जडं जगज्ज्येष्ठ! सन्तो हि नतवत्सलाः ।। ३६ ।।
શ્લોકાર્થ ઃ
તે કારણથી હે નાથ ! અસંબદ્ધભાષી એવા આને જડ માનીને અવગણના ન કરો. =િજે કારણથી, હે જગજ્યેષ્ઠ ! સંતપુરુષો નમેલા પ્રત્યે વત્સલ હોય છે. ।।૩૬।।
શ્લોક ઃ
किं बालोऽलीकवाचाल, आलजालं लपन्नपि ।
ન ખાયતે નાત્રાથ! પિતુરાનન્દવર્ધઃ ।।રૂ।।
શ્લોકાર્થ ઃ
જૂઠો વાચાલ એવો બાલ આલજાલને બોલતો પણ હે જગતના નાથ ! પિતાના આનંદનો વર્ધક શું નથી થતો ? અર્થાત્ થાય છે. II39II
શ્લોક ઃ
तथाऽश्लीलाक्षरोल्लापजल्पाकोऽयं जनस्तव ।
किञ्चिद् वर्धयते नाथ! तोषं किं नेति कथ्यताम् ? ।। ३८ ।।
શ્લોકાર્થ :
તે પ્રમાણે અશ્લીલ અક્ષરના ઉલ્લાપને બોલનાર આ જન=વિમલકુમાર, હે નાથ ! તમારા કંઈક તોષને વધારે છે કે નહીં ? એ પ્રમાણે કહો. II3II
શ્લોક ઃ
अनाद्यभ्यासयोगेन, विषयाशुचिकर्दमे । गर्ते सूकरसंकाशं, याति मे चटुलं मनः ।। ३९ ।।
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ધ :
અનાદિના અભ્યાસના યોગથી વિષયની અશુચિરૂપ કાદવના ગર્તામાં ભૂંડના જેવું મારું ચપલ મન જાય છે. ll૧૯ll શ્લોક :
न चाहं नाथ! शक्नोमि, तनिवारयितुं चलम् ।
અતિ પ્રસાદ તવા ટેવ! વાર વારી ૪૦ ના. શ્લોકાર્થ :
હે નાથ ! ચલ એવા તેને=ચપલ મનને, નિવારણ કરવા માટે હું સમર્થ નથી, આથી પ્રસાદ કરો હે દેવ ! હે દેવ ! તેને-ચપલ મનને, વારણ કરો વારણ કરો. ll૪oll શ્લોક :
किं ममापि विकल्पोऽस्ति? नाथ! तावकशासने । येनैवं लपतोऽधीश! नोत्तरं मम दीयते ।।१।।
શ્લોકાર્ધ :
હું નાથ ! તમારા શાસનમાં શું મને પણ વિકલ્પ છે ? અર્થાત્ શું મને સંશય છે? જે કારણથી આ રીતે બોલતા પણ મને હે ઈશ્વર ! ઉત્તર આપતા નથી. II૪૧II શ્લોક :
आरूढमियती कोटी, तव किङ्करतां गतम् ।
મામધેડનુઘાર્વત્તિ, વિરમદ્યપ પરીષદ ? In૪૨ા. શ્લોકાર્ચ -
તમારી કિંકરતાને પામેલ આટલી કોટિને આરૂઢ એવા મને પણ આ પરિષહો કેમ હજી પણ છોડતા નથી ? પાછળ દોડે છે ? ll૪રા શ્લોક :
किं चामी प्रणताशेषजनवीर्यविधायक! ।
उपसर्गा ममाद्यापि, पृष्ठं मुञ्चन्ति नो खलाः ।।४३।। શ્લોકાર્ચ -
નમેલા અશેષ જનના વીર્યને કરનારા એવા હે ભગવાન ! ખાલ એવા આ ઉપસર્ગો હજી પણ મારી પીઠને કેમ મૂકતા નથી ? I૪all
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
पश्यन्नपि जगत्सर्वं, नाथ! मां पुरतः स्थितम् ।
कषायारातिवर्गेण, किं न पश्यसि पीडितम् ? ।।४४।। શ્લોકાર્ચ -
હે નાથ ! જગત સર્વને જોતા પણ તમે સન્મુખ રહેલા મને કષાયોરૂપી શત્રુઓના વર્ગથી પીડિત કેમ જોતા નથી ? ll૪૪ll શ્લોક :
कषायाभिद्रुतं वीक्ष्य, मां हि कारुणिकस्य ते ।
विमोचने समर्थस्य, नोपेक्षा नाथ! युज्यते ।।४५।। શ્લોકાર્થ :
કષાયોથી અભિદ્રત પીડિત, મને જોઈને છોડાવામાં સમર્થ કારુણિક એવા તમને હે નાથ ! ઉપેક્ષા ઘટતી નથી. ll૪૫ll શ્લોક :
विलोकिते महाभाग! त्वयि संसारपारगे ।
आसितुं क्षणमप्येकं, संसारे नास्ति मे रतिः ।।४६।। શ્લોકાર્ય :
હે મહાભાગ ! સંસારથી પારને પામેલા વિલોકિત એવા તમે હોતે છતે જોવાયેલા તમે હોતે છતે, મને સંસારમાં એક ક્ષણ પણ રહેવા માટે રતિ નથી. II૪૬ll બ્લોક :
किं तु किं करवाणीह? नाथ! मामेष दारुणः ।
आन्तरो रिपुसङ्घातः, प्रतिबध्नाति सत्वरम् ।।४७।। શ્લોકાર્ચ -
પરંતુ શું કરું? અહીં=સંસારમાં હે નાથ ! આ દારુણ અંતર રિપુસંઘાતઃશત્રુઓનો સમૂહ, શીઘ મને બાંધે છે. II૪૭ll
શ્લોક :
विधाय मयि कारुण्यं, तदेनं विनिवारय । उद्दामलीलया नाथ! येनागच्छामि तेऽन्तिके ।।४८।।
Page #118
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
તે કારણથી=આ શત્રુઓ મને બાંધે છે તે કારણથી, મારામાં કરુણા કરીને આને=આંતર શત્રુઓને, નિવારણ કરો. હે નાથ ! જે કારણથી ઉદ્દામલીલાથી=સુખપૂર્વક, તમારી પાસે આવું. ૫૪૮।।
શ્લોક ઃ
तवायत्तो भवो धीर! भवोत्तारोऽपि ते वशः ।
વં વ્યવસ્થિતે જિ વા થીવતે? પરમેશ્વર! ૪શા
૧૦૭
શ્લોકાર્થ :
હે ધીર ! તમારે આધીન ભવ છે. ભવનો ઉત્તાર પણ તમારે વશ છે. આ પ્રમાણે વ્યવસ્થિત હોતે છતે હે પરમેશ્વર ! કેમ તમારા વડે રહેવાય છે=મારો ઉદ્ધાર કરવાનું છોડીને કેમ રહેવાય છે ? ||૪||
શ્લોક ઃ
तद्दीयतां भवोत्तारो, मा विलम्बो विधीयताम् ।
નાથ! નિર્વાતિોન્નાવું, ન ગૃત્તિ મવાદૃશા:? ||૦||
શ્લોકાર્થ :
તે કારણથી ભવનો ઉત્તાર અપાવો. વિલંબ કરો નહીં. હે નાથ ! તમારા જેવા નિર્ગતિકોલ્લાપને સાંભળતા નથી=તમારા સિવાય મને કોઈ ગતિ નથી એ પ્રકારના મારા ઉલ્લાપને તમે સાંભળતા નથી. II૫૦II
ભાવાર્થ:
વિમલકુમાર મહાત્મા સંસારનું વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટ જોનાર છે તેથી જેનો છેડો નથી તેવા ઘો૨સંસારને તે રૂપે જોઈ શકે છે અને તેમાં પોતે પડેલ છે અને તેવા લોકને ભગવાન તારનારા છે તે સ્વરૂપે સંબોધન કરીને ભગવાનને કહે છે. હે નાથ ! ઘોર એવા સંસારમાં તમારા પ્રત્યે ભક્તિવાળા એવા મને કેમ સ્મરણ કરતા નથી. અર્થાત્ મારા હૈયામાં સદા તે રૂપે તમે સ્મૃતિરૂપે રહો જેથી સુખપૂર્વક હું સંસારસાગરથી તરી શકું. વળી ભક્તિના અતિશયથી ભગવાનને કહે છે. સદ્ભાવથી જેઓ તમને સ્વીકારે છે તેમને તા૨વામાં તમે લોકના બંધુ જેવા છો છતાં હજી પણ કેમ વિલંબન કરો છો ? આ પ્રકારે ભગવાનને ઉપાલંભ આપીને પરમાર્થથી લોકબંધુને અત્યંત સદ્ભાવપૂર્વક પોતે સ્વીકારે તેવું બળસંચય મહાત્મા કરે છે. વળી, ભક્તિના અતિશયથી ભગવાનને કહે છે. હું તમારા શરણે આવેલો છું અને કર્મથી વિડંબના પામું છું તેથી દીન છું અને તમે કરુણાઅમૃતના સાગર છો. તેથી તમારા જેવાએ આ જનમાં આ પ્રમાણે ક૨વું યુક્ત નથી. અર્થાત્ મને તારવામાં વિલંબન કરવું યુક્ત નથી. આ પ્રકારે કહીને ભગવાનના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શીને
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ પોતાના સીર્યને વીતરાગતાને અભિમુખ પ્રવર્તાવવા માટે મહાત્મા યત્ન કરે છે. વળી, સંસાર અત્યંત ભયંકર જંગલ છે તેવો સ્પષ્ટ બોધ છે અને તે જંગલમાં રહેલા મૃગલાના બચ્ચા જેવો હું છું; કેમ કે જંગલમાં એકાકી મૃગલાના બચ્ચાને કોઈ શરણ નથી. તેમ મને પણ આ સંસારરૂપી જંગલમાં કોઈ શરણ નથી. દયાળુ એવા તમે મને એકાકી કેમ મૂકો છો ? અર્થાત્ સદા મારા ચિત્તમાં તમે વસો, જેથી ભવરૂપી જંગલમાં પણ હું નિર્ભય થઈ સદ્દગતિઓને પામું.
વળી, ભક્તિના અતિશયથી ભગવાનને કહે છે. ભવરૂપી જંગલમાં જો તમે મને એકલો મૂકશો તો આમતેમ ચક્ષુ નાંખતો આલંબન વગરનો હું ભયથી જ નાશ પામીશ. માટે તમે મને ક્યારેય એકાકી મૂકો નહીં અર્થાત્ મારા ચિત્તમાં સદા વીતરાગ સ્વરૂપે તમે સ્થિર રહો જેથી હું નિર્ભય થાઉં. વળી, ભગવાનને સંબોધીને કહે છે તમે અનંતવીર્યના સ્વામી છો. જગતને આલંબન દેનારા છો. ભવરૂપી અટવીમાં રહેલા મને ઉદ્ધાર કરીને નિર્ભય કરો. આ પ્રકારે કહીને ભગવાનના અનંતવીર્યને અને ભગવાનના આલંબનદાયક ભાવને દૃઢ અવલંબીને મહાત્મા ભવઉત્તરણને અનુકૂળ દઢવીર્ય ઉલ્લસિત કરે છે. વળી, ભગવાનને સંબોધીને કહે છે. જેમ સૂર્યને છોડીને કમળને વિકસાવનાર કોઈ નથી તેમ તમારા વગર મોક્ષ નથી. તેથી સૂર્યનાં કિરણોથી જેમ કમળો ખીલે છે તેમ તમારા અવલંબનરૂપી કિરણોથી મારો આત્મા પણ તમારા તુલ્ય થઈને મોક્ષ પામશે. આ પ્રકારે કહીને ભગવાનના અવલંબનથી વિમલકુમાર મોક્ષને અનુકૂળ સીર્ય ઉલ્લસિત કરે છે. આ પ્રકારે મોહનાશ માટે ઉદ્યમ કરવા છતાં વિશિષ્ટ વીર્ય ઉલ્લસિત નહીં થતું જોઈને મહાત્મા કહે છે કે શું આ મારા કર્મનો દોષ છે, કે હું જ દુરાત્મા છું ? અથવા આ કાળ જ ખરાબ છે, કે મારી ભવ્યતા નથી, કે જેથી મારું સીર્ય તે પ્રકારે ઉલ્લસિત થતું નથી ? વળી, ભગવાનને સંબોધીને કહે છે. તમે સભક્તિથી ગ્રહણ થાવ તેવા છો. છતાં સભક્તિવાળા એવા મારો નિસ્તાર થતો નથી. તેથી શું મારામાં તેવી નિશ્ચલ ભક્તિ નથી જેથી મારો નિસ્તાર થતો નથી ? આ પ્રકારે ભગવાનને કહીને પોતાની સભક્તિ અતિશય કરવા મહાત્મા યત્ન કરે છે; કેમ કે વિદ્યમાન ભક્તિ જ તે તે પ્રકારના ઉલ્લાપો દ્વારા અતિશયિત થાય છે.
વળી, ભગવાનને ઉદ્દેશીને કહે છે. લીલાપૂર્વક સંપૂર્ણ કર્મના જાલનો તમે નાશ કર્યો છે. વળી જગતના જીવો પ્રત્યે કૃપાવાળા છો અને હું મોક્ષની પ્રાર્થના કરું છું છતાં હજી કેમ આપતા નથી ? આ પ્રકારે ઉપાલંભ આપીને મોક્ષને અનુકૂળ સીર્યને ઉલ્લસિત કરવા મહાત્મા યત્ન કરે છે. વળી, ભગવાનને સંબોધીને કહે છે. હે નાથ ! તમારા સિવાય મને કોઈ શરણ નથી. તમે જ માતા, પિતા, બંધુ ઇત્યાદિ છો. તેથી જો તમે મારી અવગણના કરશો તો નિરાશ થયેલો એવો હું દીનતાનું આલંબન લઈને મૃત્યુ પામીશ. માટે મારા માટે એક શરણ એવા તમે મારી ઉપેક્ષા ન કરો અને શીઘ્ર મને તારો. એ પ્રકારે કહીને તરવાનું સીર્ય મહાત્મા ઉલ્લસિત કરે છે. વળી, પોતાના ચિત્તનું અવલોકન કરીને મહાત્મા ભગવાનને કહે છે. મારું ચિત્ત તમારામાં નિશ્ચલ છે એ મને સ્વસંવેદન પ્રત્યક્ષ છે. અને તમને જગતના સર્વ પદાર્થો સાક્ષાત્ છે તેથી હું શું નિવેદન કરું જેથી મારા નિશ્ચલચિત્તને જોઈને શીઘ્ર નિસ્તાર કરો. એ પ્રકારે કહીને મહાત્મા પોતાનું વીર્ય સંચય કરે છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
વળી, ઉપમા દ્વારા કહે છે કે જેમ સૂર્યને જોઈને કમળ ખીલે છે તેમ કર્મોથી આવૃત એવું મારું ચિત્તરૂપી કમળ તમને જોઈને વિકાસ પામે છે. તેથી જેમ જેમ હું તમને જોઉં છું તેમ તેમ મારા ચિત્તમાં તમારું સ્વરૂપ સ્પષ્ટ સ્પષ્ટ પ્રતિભાશમાન થાય છે. છતાં હે જગતના નાથ ! સર્વ જંતુઓના કલ્યાણમાં તત્પર એવી તમારી મારા ઉપર કેવી દયા છે તેને હું જાણતો નથી. અર્થાત્ અત્યંત દયા કરીને શીધ્ર મને તારો. વળી, જેમ વરસાદને દેનારાં વાદળાંઓને જોઈને મોર નૃત્ય કરે છે તેમ ભગવાનના ગુણોને જોઈને મહાત્મા મયૂરની જેમ નૃત્ય કરે છે અર્થાત્ ભગવાનના ગુણોથી ભાવિત થવાને કારણે જાણે ચિત્ત મોરની જેમ નૃત્ય કરવા તત્પર થાય છે. આ પ્રકારનું પોતાનું નૃત્ય કરતું ચિત્ત ભગવાન પ્રત્યે છે તેમ બતાવીને ભગવાન પ્રત્યે કહે છે શું આ મારી ભક્તિ છે કે મારો ઉન્માદ છે ? હે ભગવાન ! મને ઉત્તર આપો. અને મને નિવેદન કરો. અર્થાત્ પારમાર્થિક તમારા ગુણોના સ્મરણપૂર્વક ભક્તિથી હું નૃત્ય કરું છું કે વિચાર્યા વગર માત્ર આ મારા ભગવાન છે તેમ ઉન્માદમાં આવીને નૃત્ય કરું છું. હે નાથ ! મંજરીવાળા આંબાના વૃક્ષને જોઈને કોકિલો ટહુકાઓ કરે છે તેમ ગુણોથી સમૃદ્ધ એવા તમને જોઈને મારું ચિત્ત કલકલથી આકુલ થાય છે અર્થાત્ તમારા ગુણોને સ્પર્શવા માટે અત્યંત તત્પર થાય છે. આથી જ તમને જોઈને મૂર્ખ એવો પણ હું મુખરવાચાલ, થાઉં છું. અર્થાત્ તમારા પારમાર્થિક સ્વરૂપને જાણવા માટે અસમર્થ હોવા છતાં તમારા ગુણોને કહેવા માટે તત્પર થાઉં છું. તેથી અસંબદ્ધ બોલનાર એવા મારી તમે અવગણના કરશો નહીં; કેમ કે સંતપુરુષો નમેલા જીવો પ્રત્યે સદ્ભાવવાળા હોય છે. આ પ્રકારે સ્તુતિ કરીને પણ પરમગુરુ પ્રત્યે પોતાનો નમ્રભાવ વિમલકુમાર અતિશય કરે છે. આ રીતે અનેક પ્રકારે જુદી જુદી સ્તુતિ કરીને પોતાને સંસારમાં લેશ પણ રતિ નથી, વીતરાગ થવાની ઉત્કટ ઇચ્છા છે તેથી ક્યારેક ભગવાનને ભક્તિથી ઉપાલંભ આપીને પણ સંસારથી તરવાની પોતાની ઇચ્છાને જ અતિશય કરે છે. અને સ્થિર ઉપયોગપૂર્વક ભગવાનના ગુણોમાં લીન થવા યત્ન કરે છે; કેમ કે સંસારથી નિતારનો એક ઉપાય પરમગુરુનાં વચનો છે અને તેને અત્યંત સ્પર્શીને પ્રવર્તતો મતિજ્ઞાનનો ઉપયોગ સંસારસમુદ્રને તારનાર છે અને જ્યાં સુધી સંસારથી વિસ્તાર ન થાય ત્યાં સુધી સદ્ગતિઓની પરંપરા આપનાર છે. તેથી તેવા ઉત્તમ ભાવની વૃદ્ધિને સન્મુખ રાખીને જ પ્રાજ્ઞ પુરુષની ભાષાથી વિમલકુમાર અનેક પ્રકારે ભગવાનની સ્તુતિ કરે છે. શ્લોક :
इत्येवं विमलो यावत्सद्भावार्पितमानसः । भूतनाथमभिष्टुत्य, पञ्चाङ्गप्रणतिं गतः ।।५१।। तावदुल्लासितानन्दपुलकोद्भेदसुन्दरः ।
संतुष्टस्तस्य भारत्या, रत्नचूडः सखेचरः ।।५२।। युग्मम् । બ્લોકાર્ય :
આ રીતે વિમલ જ્યાં સુધી સભાવથી અર્પિત માનસવાળા ભૂતનાથ પ્રાણીઓના નાથ, એવા ભગવાનની સ્તુતિ કરીને પંચાગ નમસ્કારને પામ્યો. અર્થાત્ પંચાગ પ્રણિપાત કરે છે ત્યાં સુધી
Page #121
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ ઉલ્લસિત થયેલા આનંદના પુલકના ઉભેદથી સુંદર રત્નચૂડ વિધાધર તેની વાણીથી સંતુષ્ટ
થયો. II૫૧-૫૨ણા
रत्नचूडेनाभिनन्दनप्रदानम्
૧૧૦
શ્લોક ઃ
साधु साधु कृतं धीर! स्तवनं भवभेदिनः ।
त्वयेत्येवं ब्रुवाणोऽसौ, प्रादुरासीत्तदा पुरः ।। ५३ ।। રત્નચૂડ વડે અપાયેલ અભિનંદન
શ્લોકાર્થ ઃ
હે ધીર ! તારા વડે ભવને ભેદનાર એવા પરમાત્માનું સુંદર સુંદર સ્તવન કરાયું. આ પ્રમાણે બોલતો એવો રત્નચૂડ ત્યારે તેની આગળ=વિમલકુમારની આગળ, પ્રગટ થયો. II૫૩]I
શ્લોક ઃ
धन्यस्त्वं कृतकृत्यस्त्वं, जातोऽसि त्वं महीतले । યસ્યેવૃશી મહામા! મત્તિર્યુવનવાવે ।।૧૪।
શ્લોકાર્થ :
તું ધન્ય છે, તું કૃતકૃત્ય છે. મહીતલમાં તું જન્મ્યો છે. હે મહાભાગ ! જેને આવા પ્રકારની ભુવનબાંધવ એવા પરમાત્મામાં ભક્તિ છે. II૫૪]
શ્લોક ઃ
मुक्त एवासि संसारान्निश्चितस्त्वं नरोत्तम ! ।
प्राप्य चिन्तामणि नैव, नरो दारिद्र्यमर्हति ।। ५५ ।।
શ્લોકાર્થ ઃ
હે નરોત્તમ ! તું નિશ્ચિત સંસારથી મુક્ત જ છે, ચિંતામણિને પામીને નર દરિદ્રતાને યોગ્ય નથી જ. II૫૫ાા
શ્લોક ઃ
एवं च कलवाक्येन, विमलं खचराधिपः ।
અમિનન્ય તતો નાથ, વન્દિત્વા મહ્રિનિર્મઃ ।।૬।।
तदन्ते विमलस्योच्चैर्वन्दनं प्रविधाय सः ।
પ્રથમ વન્દ્રિતસ્સેન, નિવિષ્ટઃ શુદ્ધભૂતને ।।૭।।
Page #122
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૧૧૧
શ્લોકાર્થ :
અને આ રીતે સુંદર વાક્યો વડે વિધાધરનો અધિપતિ એવો રત્નચૂડ વિમલકુમારને અભિનંદન આપીને પ્રશંસા કરીને, ત્યારપછી નાથને વંદન કરીને ભક્તિ નિર્ભર એવો રત્નચૂડ તેના અંતમાં=નાથને વંદન કર્યા પછી જિનાલયની પાસે, વિમલને અત્યંત વંદન કરીને તે રત્નચૂડ, તેના વડે વિમલ વડે, પ્રથમ વંદન કરાયેલો શુદ્ધભૂમિમાં બેઠોકરનયૂડ શુદ્ધભૂમિમાં બેઠો. II૫૬-૫૭ll
શ્લોક :
ततो विहितकर्तव्या, निषण्णा चूतमञ्जरी । विद्याधरनरेन्द्राश्च, निषण्णा नतमस्तकाः ।।५८।।
શ્લોકાર્ય :
ત્યારપછી વિહિત કર્તવ્યવાળી ચતમંજરી બેઠી. અને નતમસ્તકવાળા વિધાધર રાજાઓ બેઠા. I૫૮II શ્લોક :
अथ पृष्टतनूदन्तौ, जाततोषौ परस्परम् ।
विमलो रत्नचूडश्च, सम्भाष कर्तुमुद्यतौ ।।५९।। શ્લોકાર્ય :
હવે પરસ્પર શરીરની વાર્તા પુછાયેલા એવા ઉત્પન્ન થયેલા તોષવાળા વિમલ અને રત્નચૂડ સંભાષણ કરવા માટે ઉઘત થયા. /પ૯ll શ્લોક :
उक्तं च रत्नचूडेन, महाभाग! निशम्यताम् ।
हेतुना येन संजातं, मम कालविलम्बनम् ।।६०।। શ્લોકાર્ચ -
અને રત્નચૂડ વડે કહેવાયું. હે મહાભાગ વિમલકુમાર ! જે હેતુથી મને કાલવિલંબન થયું તે સાંભળ. Ilol
બ્લોક :
नानीतो भवदादिष्टः, स सूरिर्बुधनामकः । तत्रापि कारणं किञ्चिन्महाभाग! निशामय ।।६१।।
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
તમારા આદિષ્ટ તે બુધ નામના સૂરિ લવાયા નહીં. તેમાં પણ કંઈક કારણ હે મહાભાગ! તું સાંભળ. II૬૧II
रत्नचूडस्य विद्याधरेन्द्रता
બ્લોક :
इतो गतोऽहं वैताढ्ये दृष्टाऽम्बा शोकविह्वला । तातश्च मद्वियोगेन, तौ च संधीरितौ मया ।।२।।
રત્નચૂડનું વિધાધરના રાજા થવું શ્લોકાર્થ :
આ બાજુ હું વૈતાદ્યમાં ગયો. શોકવિત્વલ માતા જોવાઈ અને મારા વિયોગથી તાત શોકવિત્વલ જોવાયા અને તે બંને મારા વડે આશ્વાસન અપાયા. IIકરો. બ્લોક :
अथातीते दिने तस्मिन्, सङ्गमानन्दबन्धुरे ।
रात्रौ स्थितोऽहं शय्यायां, कृतदेवनमस्कृतिः ।।६३।। શ્લોકાર્ચ -
ત્યારપછી સંગમના આનંદથી મનોહર દિવસ પૂરો થયે છતે કરાયેલા દેવને નમસ્કારવાળો હું રાત્રે શયામાં રહ્યો. II3II શ્લોક :
ध्यायतः परमात्मानं, भगवन्तं जिनेश्वरम् । समागता च मे निद्रा, द्रव्यतो न तु भावतः ।।६४।। तावद् भो भो महाभाग! भुवनेश्वरभक्तक!।
उत्तिष्ठेति गिरं शृण्वन्, विबुद्धोऽहं मनोहराम् ।।६५ ।। શ્લોકાર્ચ - પરમાત્મા જિનેશ્વર ભગવાનનું ધ્યાન કરતા એવા મને દ્રવ્યથી નિદ્રા પ્રાપ્ત થઈ, ભાવથી નહીં, ત્યાં સુધી “હે ભુવનેશ્વરભક્ત ! હે મહાભાગ ! ઊઠ', એ પ્રમાણે મનોહર વાણીને સાંભળતો હું જાગ્યો. II૬૪-૬૫II
Page #124
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
શ્લોકાર્થ :
अथ विद्योतिताशेषदिक्चक्रप्रतिभास्वराः । तदाऽहं पुरतः साक्षात्पश्यामि बहुदेवताः । । ६६।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી પ્રકાશિત કરાયેલી અશેષ દિશાઓનાં સ્થાનોથી પ્રતિભાસ્વર એવા ઘણા દેવતાઓને ત્યારે હું સન્મુખ સાક્ષાત્ જોઉં છું. II૬૬।।
શ્લોક ઃ
:
ततः ससम्भ्रमोत्थानविहितातुलपूजनम् ।
ताभिर्मां श्लाघयन्तीभिरिदमुक्तं वचस्तदा । । ६७ ।।
ત્યારપછી મારી શ્લાઘા કરતા એવા તે દેવતાઓ વડે સંભ્રમપૂર્વક ઉત્થાનથી વિહિત અતુલ પૂજનવાળું આ વચન ત્યારે કહેવાયું. II૬૭||
શ્લોક ઃ
धन्योऽसि कृतकृत्योऽसि, पूजनीयोऽसि मादृशाम् । યસ્ય ભાવતો ધર્મ:, સ્થિરસ્તે નરસત્તમ! ।।૮।।
૧૧૩
શ્લોકાર્થ :
તું ધન્ય છે, કૃતકૃત્ય છે, અમારા જેવાને પૂજનીય છે, હે નરસત્તમ ! ભગવાનનો ધર્મ જે તને સ્થિર છે. II૬૮ાા
શ્લોક ઃ
रोहिण्याद्या वयं विद्यास्तव पुण्येन चोदिताः ।
सर्वास्ते योग्यतां मत्वा, समायाताः स्वयंवराः ।।६९ ।।
શ્લોકાર્થ :
અમે રોહિણી આદિ વિધાઓ તારા પુણ્યથી પ્રેરાયેલી તારી યોગ્યતાને માનીને સ્વયંવરા એવી સર્વ અમે આવ્યાં છીએ. ।।૬।।
શ્લોક ઃ
आवर्जिता गुणैस्तात ! तावकीनैः सुनिर्मलैः । अत्यन्तमनुरक्तास्ते, सर्वाः सर्वात्मना वयम् ।।७०।।
Page #125
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૧૪
શ્લોકાર્થ :
હે તાત ! રત્નચૂડ ! તમારા સુનિર્મલ ગુણોથી આવર્જિત એવી સર્વ અમે સર્વ પ્રકારે તમારામાં અત્યંત અનુરક્ત છીએ. II૭૦।।
શ્લોક ઃ
यस्य भागवतो धीर! नमस्कारो हृदि स्थितः ।
सदा जाज्वल्यते लोके, तस्य ते किमु दुर्लभम् ? ।।७१।।
શ્લોકાર્થ ઃ
હે ધીર ! જેના હૃદયમાં રહેલો ભગવાનનો નમસ્કાર સદા જાજ્વલ્યમાન છે તેને લોકમાં શું દુર્લભ છે ? ।।૭૧II
શ્લોક ઃ
एताः पञ्चनमस्कारमन्त्रमाहात्म्ययन्त्रिताः ।
आगत्य स्वयमेवेह, वयं किङ्करतां गताः । ।७२।।
શ્લોકાર્થ =
પંચનમસ્કાર મંત્રના માહાત્મ્યથી નિયંત્રિત એવી આ રોહિણી આદિ અમે, અહીં=મારી પાસે, સ્વયં જ આવીને કિંકરતાને પામેલ છીએ. II૭૨૪
શ્લોક ઃ
करिष्यामः प्रवेशं ते, शरीरे पुरुषोत्तम ! ।
प्रतीच्छ भवितव्यं च भवता चक्रवर्तिना ।।७३।।
શ્લોકાર્થ ઃ
હે પુરુષોત્તમ ! તારા શરીરમાં પ્રવેશને કરીશું, સ્વીકાર કરો, અને ચક્રવર્તીરૂપે તમારા વડે થવા યોગ્ય છે. II93]]
શ્લોક ઃ
एतच्चास्माभिरादिष्टं, विद्याधरबलं तव ।
पदातिभावमापन्नमायातं द्वारि वर्तते ।। ७४ ।।
શ્લોકાર્થ :
અને અમારા વડે=દેવીઓ વડે, આદેશ કરાયેલું, તમારા પદાતિ ભાવને પામેલું આ વિધાધરનું સૈન્ય દ્વારમાં આવેલું વર્તે છે. II૭૪।।
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ Cोs:
लसत्कुण्डलकेयूरकिरीटमणिभास्वराः ।
ततः प्रविश्य ते सर्वे, खेचरा मे नतिं गताः ।।७५ ।। सोडार्थ :
ત્યારપછી દેવીઓએ કહ્યું ત્યારપછી, વિલાસ પામતા કુંડલ, બાજુબંધ, મુગટમાં વર્તતા મણિથી પ્રકાશમાન એવા તે સર્વ નેચરો, પ્રવેશીને મને નમ્યા. ll૭૫ll श्लोक:
अत्रान्तरे प्रहतमुद्दामातोद्यशब्दं प्राभातिकतूरं, पठितं च कालनिवेदकेन यदुतएष भो! भास्करो लोके, स्वभावादुदयं गतः । प्रबोधकारको नृणां दृष्टिप्रसरदायकः ।।७६।। सदनुष्ठानहेतुश्च, सर्वासामर्थसम्पदाम् ।
सम्पादक इति ख्यातः, सद्धर्म इव वर्तते ।।७७।। Reोडार्थ :
એટલામાં ઉદ્દામ વાજિંત્રના શબ્દવાળું પ્રાભાતિક વાજિંત્ર વગાડાયું. અને કાલનિવેદક વડે हेवायु. शुंहेवायुं ? ते 'यदुत'थी जतावे छ - हे तोsो ! तोऽभ स्वभावथी 6ध्यने पाभेलो,, આ સૂર્ય મનુષ્યોની દષ્ટિના પ્રસરને દેનાર, પ્રબોધનું કારક છે. અને સદ્ અનુષ્ઠાનનો હેતુ છે. સર્વ અર્થસંપદાઓનો સંપાદક છે એ પ્રમાણે સદ્ધર્મની જેમ પ્રસિદ્ધ વર્તે છે. ll૭૬-૭૭ll टोs:
ततःभो भो लोकाः! समुत्थाय, सद्धर्मे कुरुतादरम् ।
येन वोऽतर्किता एव, संपद्यन्ते विभूतयः ।।७८।। Reोडार्थ :
તેથી તે લોકો ! ઊઠીને સદ્ધર્મમાં આદરને કરો, જેનાથી તમને અતર્કિત જ ઈચ્છા કર્યા વગર જ, વિભૂતિઓ પ્રાપ્ત થાય છે. ll૭૮ll
एतच्चाकर्ण्य चिन्तितं मया अये! भगवद्भाषितसद्धर्ममाहात्म्यमिदं, यद्-अतर्कितोपनता एव सिद्धा ममैताः सर्वविद्याः, न चेदं मे हर्षस्थानं, विघ्नः खल्वेष समुपस्थितो मे, न भविष्यति विमलेन सार्धं दीक्षाग्रहणं, यतः पुण्यानुबन्धि पुण्यमपि भगवता सौवर्णिकनिगडतुल्यं व्याख्यातं, आदिष्टं च
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ पूर्वमेव मे चन्दनेन विद्याधरचक्रवर्तित्वं, समर्थितं च महात्मना विमलेन, तत्का गतिः? भवितव्यमेवमनेन। तदेवं चिन्तयत एव मे कृतो देवताभिः शरीरेऽनुप्रवेशः, प्रारब्धो विद्याधरसमूहमें राज्याभिषेकः, कृतानि कौतुकानि, विहितानि माङ्गलिकानि, समुपनीतानि सत्तीर्थोदकानि, प्रकटितानि रत्नानि, सज्जीकृताः कनकरत्नकलशाः, एवं च महता विमर्दैन निर्वर्तितो मे राज्याभिषेकः, ततः पूजयतो देवान्, सन्मानयतो गुरून्, स्थापयतो राजनीति, निरूपयतो भृत्यवर्ग, कुर्वतो यथार्हप्रतिपत्ति, समाचरतोऽभिनवराज्योचितं सर्वं करणीयं, लयितानि मम कियन्त्यपि दिनानि ।
ततो निराकुलीभूतस्य मे संस्मृतो युष्मदादेशः, चिन्तितं च-अये! नान्वेषितोऽसौ मया बुधसूरिः, न नीतो विमलसमीपं, अहो मे प्रमत्तता, ततस्तद्गवेषणार्थं स्वयमेव भ्रान्तोऽहं भूरिभूमिमण्डलं, दृष्टश्चैकत्र नगरे मया बुधसूरिः, निवेदितो युष्मद्वृत्तान्तः, ततोऽभिहितमनेन गच्छ त्वं तावदिदमिदं च विमलाय निवेदय, अहं तु पश्चादागमिष्यामि, अयमेव हि विमलबन्धूनां प्रतिबोधनोपायो नान्यः, ततः कर्णाभ्यणे स्थित्वा शनैः कथितो विमलाय रत्नचूडेन, स प्रच्छन्नो बुधसूरिसन्देशकः, स तु मया नाकर्णित इति । प्राह च रत्नचूडः, तदनेन कारणेन संजातो मे कालविलम्बः, अमुना च हेतुना नानीतो बुधसूरिरिति, विमलेनोक्तं-सुन्दरमनुष्ठितमार्येण, ततः प्रविष्टाः सर्वेऽपि नगरे, स्थित्वा महाप्रमोदेन द्वित्राणि दिनानि गतः स्वस्थानं रत्नचूडः ।
આ સાંભળીને કાલનિવેદક વડે કહેવાયું તે સાંભળીને, મારા વડેકરતચૂડ વડે વિચારાયું, અરે ! ભગવાનથી ભાષિત આ સદ્ધર્મનું માહાભ્ય છે, જે કારણથી તહીં ઇચ્છા કરાયેલી ઉપસ્થિત થયેલ જ આ સર્વ વિદ્યા અને સિદ્ધ થઈ, અને મને આ હર્ષનું સ્થાન નથી, ખરેખર મને આ વિઘ્ન ઉપસ્થિત થયું. વિમલની સાથે દીક્ષા ગ્રહણ થશે નહીં, જે કારણથી પુણ્યાનુબંધી પુણ્ય પણ ભગવાન વડે સુવર્ણની બેડી તુલ્ય કહેવાયું છે. અને પૂર્વમાં મને ચંદન વડે વિદ્યાધરનું ચક્રવર્તીપણું આદિષ્ટ કરાયું હતું અને મહાત્મા વિમલ વડે સમર્થન કરાયું હતું-હું વિદ્યાધર ચક્રવર્તી થઈશ તેનું સમર્થન કરાયું, જે કારણથી શું ઉપાય છે ? અર્થાત્ સ્વીકાર્યા વગર અન્ય કોઈ ઉપાય નથી, આ રીતે હું વિદ્યાધર ચક્રવર્તી થાઉં એ રીતે, આના વડે થવા યોગ્ય છે=મારી પુણ્યપ્રકૃતિ વડે થવા યોગ્ય છે. આ રીતે ચિંતવન કરતાં જ મારા શરીરમાં દેવતાઓ વડે=ોહિણી આદિ દેવતાઓ વડે, અતુપ્રવેશ કરાયો. અને વિદ્યાધરના સમૂહો વડે મારો રાજ્યાભિષેક પ્રારંભ કરાયો. કૌતુકો કરાયાં. માંગલિકો કરાયાં. સુંદર તીર્થોમાં પાણીઓ લવાયાં. રસ્તો પ્રગટ કરાયાં. સોનાના અને રત્નોના કળશો પ્રગટ કરાયા. અને આ રીતે મોટા વૈભવથી મારો રાજ્યાભિષેક કરાયો. ત્યારપછી દેવતાઓનું પૂજન કરતાં, ગુરુઓને સન્માન કરતાં, રાજનીતિને સ્થાપન કરતાં, નોકરવર્ગને નિરૂપણ કરતાંsઉચિત સ્થાને યોજન કરતાં, યથાયોગ્ય પ્રતિપતિને કરતાં, અભિનવ રાજ્યને ઉચિત સર્વ કરણીયને આચરણ કરતાં મારા કેટલાક પણ દિવસો પસાર કરાયા.
Page #128
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૧૧૭ ત્યારપછી નિરાકુલ થયેલા મને તમારો આદેશ સ્મરણ થયો બુધસૂરિને લાવવાનું વચન સ્મરણ થયું. અને વિચારાયું. અરે ! મારા વડે આ બુધસૂરિ અન્વેષણ કરાયા નથી. વિમલ સમીપ લઈ જવાયા નથી. અહો મારી પ્રમત્તતા ! તેથી તેના ગવેષણ માટે=બુધસૂરિના ગવેષણ માટે, હું સ્વયં જ ઘણી ભૂમિમંડલમાં ભમ્યો અને એક નગરમાં મારા વડે બુધસૂરિ જોવાયા. તમારો વૃતાંત નિવેદિત કરાયો. ત્યારપછી આના વડે=બુધસૂરિ વડે, કહેવાયું. તું જા=રત્વચૂડ તું જા. અને ત્યાં સુધી હું આવું ત્યાં સુધી, આ આ વિમલને નિવેદન કર. વળી હું પાછળથી આવીશ. દિ=જે કારણથી, વિમલના સંબંધીઓને પ્રતિબોધનનો ઉપાય આ જ છે, અન્ય નથી. ત્યારપછી કર્ણની પાસે રહીને ધીરેથી રત્વચૂડ વડે વિમલને તે બુધસૂરિનો સંદેશો પ્રચ્છન્ન કહેવાયો. વળી તે=બુધસૂરિનો સંદેશો, મારા વડે વામદેવ વડે, સંભળાયો નહીં. અને રત્વચૂડ કહે છે આ કારણથી=પૂર્વમાં કહ્યું એ કારણથી, મને કાલવિલંબ થયો. અને આ હેતુથી=પૂર્વમાં કહ્યું એ હેતુથી, બુધસૂરિ લવાયા નથી. વિમલ વડે કહેવાયું. આર્ય વડે સુંદર કરાયું. ત્યારપછી સર્વે પણ નગરમાં પ્રવેશ કર્યો. મહાપ્રમોદથી બે-ત્રણ દિવસો રહીને રત્વચૂડ સ્વસ્થાનમાં ગયો. ભાવાર્થ -
પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે પરમ ગુરુની અત્યંત હૃદયસ્પર્શી સ્તુતિ કરીને વિમલકુમાર ભગવાનના ગુણોમાં અર્પિત માનસવાળા થઈને પંચાંગ પ્રણિપાત કરે છે. અને તે જોઈને રત્નચૂડ અત્યંત સંતુષ્ટ થાય છે. અને તેની સ્તુતિ સાંભળીને હર્ષિત થયેલ રત્નચૂડ તેની પ્રશંસા કરે છે અને કહે છે કે સંસારથી ખરેખર હે નરોત્તમ ! તું મુક્ત જ છે; કેમ કે આવા ઉત્તમ જીવોને મુક્તિની પ્રાપ્તિ અતિ સુલભ છે. ત્યારપછી રત્નચૂડ વગેરે ચૈત્યવંદન કરીને જિનાલયની નજીક શુદ્ધભૂમિમાં બેસે છે. ચૂતમંજરી પણ ઉચિત વિવેકપૂર્વક પાસે બેસે છે. વિદ્યાધર રાજાઓ પણ હાથ જોડીને બેસે છે. ત્યારપછી હર્ષિત થયેલા વિમલકુમાર અને રત્નચૂડ ઉચિત સંભાષણ કરે છે અને કહે છે. બુધસૂરિને લાવવામાં વિલંબન થવાનું કારણ શું છે ? તે બતાવતાં કહે છે – વિમલકુમાર પાસેથી ગયા પછી રત્નચૂડ નમસ્કાર મંત્રનું ધ્યાન કરીને પથારીમાં સૂએ છે, અત્યંત ઉપયોગપૂર્વક પંચપરમેષ્ઠિનું સ્મરણ કરે છે જેના કારણે નિદ્રાકાળમાં પણ ભાવથી રત્નસૂડનું ચિત્ત પંચપરમેષ્ઠિને અત્યંત અભિમુખ જ વર્તે છે. જેમ રાગી જીવને નિદ્રામાં પણ રાગી પાત્રનું સ્મરણ થાય છે તેમ પંચપરમેષ્ઠિના ગુણથી રંજિત રત્નચૂડનું ચિત્ત હોવાથી નિદ્રામાં પણ તેવા ઉત્તમ પુરુષો જ સ્મૃતિપટમાં આવે છે અને પંચપરમેષ્ઠિ પ્રત્યેની તેની ભક્તિ જોઈને તે વિદ્યાઓની અધિષ્ઠાત્રી દેવીઓ સ્વયં રત્નચૂડ પાસે આવે છે. ઊંઘમાંથી ઉઠાડે છે. જેઓના ચિત્તમાં ભગવાનનો ધર્મ સ્થિર છે એવા રત્નચૂડના ગુણોની સ્તુતિ કરે છે અને સ્વયંવરાની જેમ રત્નચૂડના શરીરમાં તે વિદ્યાઓ પ્રવેશ કરે છે. તેથી એ ફલિત થાય કે પૂર્વભવમાં તેવા પ્રકારનું શ્રેષ્ઠ પુછ્યું હતું કે જેથી વિદ્યાધર ચક્રવર્તી થાય છતાં નમસ્કાર મંત્ર પ્રત્યેની અનહદ ભક્તિ જોઈને વિદ્યાને નહીં સાધવા છતાં તેના ગુણોથી તે દેવીઓ આવર્જિત થાય તેવું પ્રકૃષ્ટ પુણ્ય નમસ્કારના જાપથી પ્રગટ થયું. તેથી જ તે દેવીઓને સ્વયં જ તેના પ્રત્યે ભક્તિ થાય છે અને કહે છે કે અમે સ્વયં જ તમારી કિંકરતાને સ્વીકારીએ છીએ. વળી, તે દેવીઓએ જ અન્ય સર્વ વિદ્યાધરોને પણ રત્નચૂડનો ચક્રવર્તી રૂપે રાજ્યાભિષેક કરવા માટે કહેલું. તેથી તે દેવીઓના વચનથી જ તે સર્વ ખેચરો પણ સ્વયં આવીને રત્નચૂડને
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
નમસ્કાર કરે છે. વળી, પ્રભાતનો સમય થવાથી ઉત્તમ રાજ્યના આચાર અનુસાર કાલનિવેદક શુભ નિવેદનો કરે છે તેથી સૂર્યના ઉદયને જોઈને યોગ્ય જીવોને સદુધર્મમાં યત્ન કરવાનો ઉત્સાહ જાગે છે. અને કાલનિવેદકના તે વચનને સાંભળીને રત્નચૂડને પણ થાય છે કે ભગવાને કહેલા સદ્ધર્મનું આ માહાસ્ય છે કે જેથી વિચાર કર્યા વગર પણ સહજ સર્વ વિદ્યાઓ મને સિદ્ધ થઈ. આમ છતાં રત્નચૂડને સંયમ પ્રત્યે પ્રબળ રાગ હોવાથી તે વિદ્યાઓની પ્રાપ્તિ હર્ષનું સ્થાન જણાતું નથી પરંતુ સંયમમાં વિદ્ગભૂત જણાય છે; કેમ કે પુણ્યાનુબંધી પુણ્ય સુવર્ણની બેડી તુલ્ય છે. તેથી ભૂતકાળના કરાયેલા એવા નિર્મળ પુણ્યથી વિદ્યાધરપણું મળ્યું છે તે પણ સંયમની પ્રાપ્તિમાં વિજ્ઞભૂત સુવર્ણની બેડી જેવું જ છે. છતાં ચંદન નામના તેમના મિત્રએ અને વિમલકુમારે તેમને પૂર્વમાં કહેલ કે તમે વિદ્યાધર ચક્રવર્તી થશો. તેથી વિદ્યાઓને ગ્રહણ કરવાની અત્યંત ઇચ્છા નહીં હોવા છતાં રત્નચૂડ તેનો સ્વીકાર કરે છે. ત્યારપછી વિદ્યાધરો ચક્રવર્તીપણાનો મહોત્સવ કરે છે. તે સમાપ્ત થયા પછી રત્નચૂડને વિમલકુમારનું વચન સ્મરણ થાય છે. તેથી શીધ્ર બુધસૂરિની ઉચિત ગવેષણા કરે છે. બુધસૂરિને વિમલકુમારના સ્વજનોના પ્રતિબોધ માટે વર્ધમાન નગર આવવા વિજ્ઞપ્તિ કરે છે. અતિશય જ્ઞાની એવા બુધસૂરિ તેમના સ્વજનોના બોધનો ઉપાય વિશિષ્ટ જ્ઞાનના બળથી નિર્ણય કરીને રત્નચૂડને કહે છે કે આ પ્રકારે તું વિમલને કહેજે. ત્યારપછી હું આવીશ. આ રીતે રત્નચૂડ વિમલકુમારને સર્વ માહિતી આપીને બે-ત્રણ દિવસ રહીને સ્વસ્થાને જાય છે.
विमलस्तु ततः प्रभृति गाढतरमभ्यस्ततया कुशलभावस्य, प्रहीणतया कर्मजालस्य, विशुद्धतया ज्ञानस्य, हेयतया विषयाणां, उपादेयतया प्रशमस्य, अविद्यमानतया दुश्चरितानां, प्रबलतया जीववीर्यस्य, प्रत्यासन्नतया परमपदसम्पत्तेर्न बहुमन्यते राज्यश्रियं, न कुरुते शरीरसंस्कारं, न ललति विचित्रलीलाभिः, नाभिलषति ग्राम्यधर्मसम्बन्धगन्धमपीति, केवलं भवचारकविरक्तचित्तः शुभध्यानानुगतः कालं गमयति। तं च तथाविधमवलोक्य पितुर्धवलनृपतेर्मातुश्च कमलसुन्दर्याः समुत्पन्ना चिन्ता, यथैषः विमलकुमारः सत्यपि मनोहरे तारुण्ये, विद्यमानेऽप्यपहसितधनदविभवे विभवे, पश्यन्नप्यधरितामरसुन्दरीलावण्या नरेन्द्रकन्यका, अधःकृतमकरकेतनोऽपि रूपातिशयेन, संगतोऽपि कलाकलापेन, नीरोगोऽपि देहेन, संपूर्णोऽपीन्द्रियसामग्र्या, रहितोऽपि मुनिदर्शनेन, नालीयते यौवनविकारैर्न निरीक्षतेऽर्धाक्षिनिरीक्षितेन, न जल्पति मन्मनस्खलितवचनेन, न सेवते गेयादिकाला, न बहुमन्यते भूषणानि, न गृह्यते मदान्धतया, न विमुच्यते सरलतया, न विषहते विषयसुखनामापीति तत्किमिदमीदृशमस्य संसारातीतमलौकिकं चरितं, यावच्चैष प्रियपुत्रको विषयसुखविमुखः खल्वेवं मुनिवदवतिष्ठते तावदावयोरिदं निष्फलं राज्यं, अकिञ्चित्करी प्रभुता, निष्प्रयोजना विभवा, मृतसमानं जीवितमिति, ततः कथं पुनरेष विषयेषु प्रवर्तिष्यते कुमार इति संपन्नो देवीनृपयो रहसि पर्यालोचः, स्थापितः सिद्धान्तः यदुतस्वयमेव तावदभिधीयतां विषयसुखानुभवं प्रति कुमारः, स हि विनीततया दाक्षिण्यधनतया च न कदाचन पित्रोर्वचनमतिलवयिष्यतीति मत्वा, ततोऽन्यदाभिहितो रहसि जननीजनकाभ्यां विमलकुमारः
Page #130
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
यथापुत्र! मनोरथशतैस्त्वमावयोर्जातोऽसि राज्यधूर्धरणक्षमश्च वर्तसे तत्किमिति नानुशीलयसि निजावस्थानुरूपं ? किं नाधितिष्ठसि राज्यं ? किं न कुरुषे दारसंग्रहं ? किं नानुभवसि विषयग्रामं ? किं न वर्धयसि कुलसन्ततिं ? किं नोत्पादयसि प्रजानामानन्दं ? किं नाह्लादयसि बन्धुवर्गं ? किं न पूरयसि प्रणयिजनं ? किं न तर्पयसि पितृदेवान् ? किं न सन्मानयसि मित्रवर्गं ? किं न जनयसि वचनमिदं कुर्वन्नावयोः प्रमोदसन्दोहमिति । विमलेन चिन्तितं, सुन्दरमिदमाभ्यामभिहितं भविष्यत्ययमेव प्रतिबोधनोपायः, ततोभिहितमनेन यदाज्ञापयति तातो यदादिशत्यम्बा तत्समस्तं मादृशां करणोचितं नात्र विकल्पः, किं तु ममायमभिप्रायः यदि सर्वेषां स्वराज्ये दुःखितलोकानामपहृत्य बाधां संपाद्य च सुखं ततः स्वयं सुखमनुभूयते तत्सुन्दरं, एवं हि प्रभुत्वमाचरितं भवति, नान्यथा, तथाहि
૧૧૯
ત્યારથી માંડીને=રત્નચૂડ આ પ્રમાણે સ્વસ્થાને જાય છે ત્યારથી માંડીને, કુશલ ભાવનું ગાઢતર અભ્યસ્તપણું હોવાને કારણે=પૂર્વના ઘણા ભવોના મોક્ષને અનુકૂળ ઉત્તમ ભાવોનું ગાઢતર અભ્યસ્તપણું હોવાને કારણે, કર્મજાલનું પ્રહીણપણું હોવાને કારણે=ભોગોનાં સંશ્લેષ આપાદક કર્મોનું નષ્ટપ્રાયઃપણું હોવાને કારણે, જ્ઞાનનું વિશુદ્ધપણું હોવાને કારણે=વિમલકુમારના બોધનું તત્ત્વને જોવામાં સમર્થ બને તેવું વિશુદ્ધપણું હોવાને કારણે, વિષયોનું હેયપણું હોવાને કારણે=બાહ્ય ભોગાદિ વિષયો આત્મા માટે ક્લેશકારી હોવાથી જીવ માટે હેયરૂપ હોવાને કારણે, પ્રશમનું ઉપાદેયપણું હોવાથી=વિવેકી જીવ માટે કષાયોના શમનજન્ય શ્રેષ્ઠ સુખ પ્રશમ છે તેથી તે જીવ માટે પ્રશમનું ઉપાદેયપણું હોવાથી, દુઃચરિત્રોનું અવિધમાનપણું હોવાથી=વિમલકુમારના ચિત્તમાં દુઃચરિત્રની પરિણતિનું અવિધમાનપણું હોવાથી, જીવવીર્યનું પ્રબલપણું હોવાને કારણે=વિમલકુમારને સંસાર અત્યંત અસાર જણાવાને કારણે, તેના ઉચ્છેદને અનુકૂળ તેના જીવવીર્યનું પ્રબલપણું હોવાને કારણે, પરમપદની પ્રાપ્તિનું પ્રત્યાસન્નપણું હોવાથી=મોક્ષની પ્રાપ્તિ વિમલકુમારને નજીકમાં થનારી હોવાથી, વિમલકુમાર રાજ્યલક્ષ્મીને બહુ માનતો નથી અર્થાત્ રાજ્ય પ્રત્યે લેશ પણ ઇચ્છાવાળો નથી. શરીરસંસ્કારને કરતો નથી. વિચિત્ર લીલાઓથી રમતો નથી. ગ્રામ્યધર્મ સંબંધવાળી ગંધને પણ ઇચ્છતો નથી. અર્થાત્ રાજા પોતાની પ્રજાની ઉચિત ચિંતા કરે તેવા ધર્મ સંબંધી ગંધને પણ ઇચ્છતો નથી. કેવલ ભવરૂપી કેદખાનાથી વિરક્ત ચિત્તવાળો શુભધ્યાનથી યુક્ત કાલ પસાર કરે છે અને તેવા પ્રકારના તેને=વિમલકુમારને, જોઈને પિતા ધવલરાજાને અને માતા કમલસુંદરીને ચિંતા ઉત્પન્ન થઈ. કેવા પ્રકારની ચિંતા થઈ ? તે ‘યથા’થી બતાવે છે – આ વિમલકુમાર મનોહર તારુણ્ય હોવા છતાં, કુબેરતા વિભવથી અતિશયિત વૈભવ વિદ્યમાન હોવા છતાં પણ, દેવતાઓની સુંદરીઓ કરતાં પણ અધિક લાવણ્યવાળી રાજકન્યાઓને જોતો પણ, રૂપના અતિશયથી કામદેવ કરતાં પણ અધિક, કલાકલાપથી યુક્ત પણ, દેહથી નીરોગ પણ, ઇન્દ્રિયોની સામગ્રીથી સંપૂર્ણ પણ, મુનિના દર્શનથી રહિત પણ, યૌવનવિકારોથી યુક્ત થતો નથી. સ્ત્રીઓ દ્વારા નિરીક્ષણ કરાયેલો નિરીક્ષણ કરતો નથી. મન્મનના=કામનાં સ્ખલિત વચનોથી બોલતો નથી=કામના વિકારોથી વ્યાકુળ વચનો બોલતો નથી. ગેયાદિ કલાઓને સેવતો નથી.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ આભૂષણોને બહુ માનતો નથી. મદાંધપણાથી ગ્રહણ કરાતો નથી=વિષયોના મદના અતિશયને કારણે જે રીતે સંસારી જીવો વિષયોથી ગ્રહણ કરાય છે તેમ ગ્રહણ કરાતો નથી. સરળતાથી મુકાતો નથી=હંમેશાં સરળ પ્રકૃતિથી રહે છે. વિષયસુખોને પણ સહન કરતો નથી=વિષયસુખોની લેશ પણ ઈચ્છા કરતો નથી. તે કારણથી કેમ આ આવા પ્રકારનું આ વિમલકુમારનું, સંસારથી અતીત અલૌકિક ચરિત્ર છે=સંસારી જીવોનું જેવું ચરિત્ર છે તેનાથી વિપરીત ચરિત્ર છે અને જ્યાં સુધી આ પ્રિયપુત્ર વિષયસુખથી વિમુખ આ રીતે મુનિની જેમ રહે છે ત્યાં સુધી આપણા બેનું માતા-પિતા બેનું, આ રાજ્ય નિષ્ફળ છે. પ્રભુતા અકિંચિકર છે. વિભવો વિપ્રયોજનવાળા છે. જીવિત મરણ સમાન છે. તેથી કેવી રીતે વળી આ કુમાર વિષયોમાં પ્રવર્તશે એ પ્રકારે દેવી અને રાજાનું એકાંતમાં પર્યાલોચન થયું. સિદ્ધાંત સ્થાપિત કરાયો રાજા-રાણી વડે તેને માટે ઉચિત નિર્ણય કરાયો. શું નિર્ણય કરાયો ? તે “યતુત'થી બતાવે છે – વિષયસુખના અનુભવ પ્રત્યે કુમાર આપણા બે વડે સ્વયં જ કહેવાય. દિ=જે કારણથી, તેનકુમાર વિનીતપણું હોવાને કારણે અને દાક્ષિણ્યધનપણું હોવાને કારણે માતા-પિતાના વચનને ક્યારેય ઉલ્લંઘન કરશે નહીં. એ પ્રમાણે માનીને તેઓ વડે સિદ્ધાંત
સ્થાપિત કરાયો. એમ અવય છે. ત્યારપછી અચદા માતા-પિતા દ્વારા એકાંતમાં વિમલકુમાર કહેવાયો. શું કહેવાયો? તે ‘ાથા'થી બતાવે છે – હે પુત્ર ! સેંકડો મનોરથોથી તું અમારો પુત્ર થયો છે. અને રાજ્યની ધુરાને ધરવામાં સમર્થ વર્તે છે. તે કારણથી કેમ નિજ અવસ્થાને અનુરૂપ આચરણા કરતો નથી ? કેમ રાજ્યને તું સ્વીકારતો નથી ? કેમ સ્ત્રીનો સંગ્રહ કરતો નથી ? કેમ વિષયોનો સમૂહ અનુભવતો નથી ? અર્થાત્ ભોગવિલાસ કરતો નથી. કેમ તું સંતતિને વધારતો નથી ? કેમ પ્રજાના આનંદને ઉત્પાદિત કરતો નથી? કેમ બંધુવર્ગને આલાદ કરતો નથી ? કેમ પ્રિયજનોને તૃપ્ત કરતો નથી ? કેમ પિતૃદેવોને પ્રીતિ ઉત્પન્ન કરતો નથી ? કેમ મિત્રવર્ગને સન્માન કરતો નથી ? કેમ આ વચનને કરતો=અમે કહીએ છીએ એ વચનને કરતો, અમારા બંને માતા-પિતા બને, પ્રમોદના સમૂહને ઉત્પન્ન કરતો નથી. વિમલ વડે વિચારાયું. આમના દ્વારા=માતા-પિતા દ્વારા સુંદર કહેવાયું. આ જ પ્રતિબોધનો ઉપાય થશેઃમાતા-પિતાને ધર્મપ્રાપ્તિનો ઉપાય થશે. તેથી આના વડે=વિમલ વડે, કહેવાયું. તાત જે આજ્ઞા કરે છે. માતા જે આદેશ કરે છે તે સમસ્ત મારા જેવાને કરણને ઉચિત છે એમાં વિકલ્પ નથી. પરંતુ મારો આ અભિપ્રાય છે. જો સ્વરાજ્યમાં સર્વ દુખિત લોકોની બાધાને દૂર કરીને અને સુખને સંપાદન કરીને ત્યારપછી સ્વયં સુખ અનુભવાય છે તે સુંદર છે. હિં=જે કારણથી, આ રીતે=પોતાના રાજ્યમાં બધાને સુખી કર્યા પછી હું સુખ ભોગવું એ રીતે, પ્રભુપણું આચરિત થાય છે, અન્યથા નહીં. તે આ પ્રમાણે –
શ્લોક :
विधाय लोकं निर्बाधं, स्थापयित्वा सुखेऽखिलम् । यः स्वयं सुखमन्विच्छेत्स राजा प्रभुरुच्यते ।।७९।।
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૨૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
यस्तु लोके सुदुःखार्ते, सुखं भुङ्क्ते निराकुलः ।
प्रभुत्वं हि कुतस्तस्य? कुक्षिभरिरसौ मतः ।।८।। लोार्थ :નિબંધ લોકને કરીને, અખિલ લોકને સુખમાં સ્થાપન કરીને જે સ્વયં સુખ ઈચ્છે છે તે રાજા પ્રભુ કહેવાય છે. વળી, સુદુઃખથી આર્ત લોકમાં ઘણાં દુઃખોથી આર્ત એવા લોકમાં, નિરાકુળ એવો જે સુખને ભોગવે છે તેનું પ્રભુપણું ક્યાંથી હોય? આ સ્વાર્થી એવો રાજા, કુક્ષિભરી પેટને भरनारो, मनायो छे. ||७८-८०||
दुःखिसत्त्वान्वेषणम् तदिदमत्र प्राप्तकालं वर्तते, तावदेष संतापिताशेषभूमण्डलो ग्रीष्मसमयः, ततोऽहमत्रैव मनोनन्दनाभिधाने गृहोपवने युक्तो बन्धुवर्गेण, परिवृतो मित्रवृन्देन, सेवमानो धर्मसमयोचितां राजलीलां, संपादयामि ताताम्बयोः सम्बन्धिनमादेशं, केवलं नियुज्यन्तां राजपुरुषा ये सर्वं दुःखदौर्गत्योपहतं लोकं गवेषयित्वा समानीय च मया सार्धं सुखमनुभावयन्तीति । एतच्चाकर्ण्य प्रहृष्टो धवलराजः प्रमुदिता कमलसुन्दरी, ततोऽभिहितमाभ्यां-साधु वत्स! गुरुवत्सल! साधु चारु जल्पितं वत्सेन, युक्तमिदमीदृशमेव भवतो विवेकस्येति, ततस्तत्र मनोनन्दने गृहोपवने सज्जीकारितमतिविशालं नरेन्द्रेण हिमगृहं, तच्चाच्छादितं निरन्तरं नलिनीदलैः, समन्तादुपगढं मरकतहरितैः, कदलीवनैवेष्टितं, सततवाहिन्या कर्परपूरितोदकप्रवाहया गृहनद्या, विलेपितं मलयजकर्पूरक्षोदगार्या, कृतविभागमुशीरमृणालनालकल्पितैभित्तिभागैः । ततस्तत्र तादृशे ग्रीष्मसन्तापहारिणि शिशिरसुखोत्कम्पकारिणि महति हिमभवने विरचितानि शिशिरपल्लवशयनानि, कल्पितानि शिशिरसुखदमृदून्यासनानि प्रवेशितः सह लोकसमूहेन विमलकुमारः, ततः समस्तेनापि जनसमुदयेन सहित एव विलिप्तः सरसचन्दनेन, गुण्डितः कर्पूररेणुना, मालितः सुरभिपाटलादामभिर्विराजितो मल्लिकाकुसुमस्तबकैरालिङ्गितः स्थूलमुक्ताफलकलापेन, निवसितः सूक्ष्मकोमलवसनैर्वीज्यमानः शिशिरबिन्दुवर्षिभिस्तालवृन्तैर्लालितः स्वादुकोमलेनाहारेण, प्रीत इव सुरभिताम्बूलेन, प्रमोदित इव मनोहारिकाकलिगीतेन, सानन्द इव विविधकरणाङ्गहारहारिणा नृत्तेन, साह्लाद इव ललितविलासिनीलोककुवलयदललोललोचनमालावलोकनेन, प्रविष्ट इव सह लोकेनावगाहितुं रतिसागरम् । तदेवं जननीजनकयोः प्रमोदसन्दोहदानार्थं सर्वेषामपि लोकानामात्मनोऽप्यधिकतरं बहिःसुखं संपादयन्नासितुं प्रवृत्तो विमलकुमारः । प्रवेशयन्ति च यथादर्श राजादेशेन नियुक्तपुरुषाः दुःखदौर्गत्योपहतं तत्र लोकं, ततः क्रियते तेषां दुःखापनोदः संपाद्यते चानन्दातिरेक इति,
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
દુઃખી જીવની શોધ તે કારણથી જ્યાં સુધી સંતાપિત અશેષ ભૂમંડલવાળો ગ્રીષ્ઠ સમય છે=ઉનાળાનો વખત છે, ત્યાં સુધી અહીં=આપણા નગરમાં, આ પ્રાપ્તકાલ વર્તે છે. તેથી આ પ્રાપ્તકાલ છે તેથી, હું અહીં જ મનોવંદન નામના ગૃહ ઉપવનમાં બંધુવર્ગથી યુક્ત, મિત્રવૃંદથી પરિવૃત, ગરમીના સમયને ઉચિત રાજલીલાને સેવતો, માતા-પિતા સંબંધી આદેશને સંપાદન કરું છું. કેવલ રાજપુરુષો નિયોજન કરાઓeતમારા દ્વારા નિયોજન કરાઓ. જેઓ સર્વ દુઃખના દોર્ગત્યથી ઉપહત એવા લોકને ગવેષણા કરીને અને લાવીને મારી સાથે સુખનું અનુભાવન કરાવે. આ સાંભળીને=વિમલકુમારના આ પ્રકારના વચનને સાંભળીને, ધવલરાજ હર્ષિત થયો. કમલસુંદરી પ્રમુદિત થઈ. ત્યારપછી તે બંને દ્વારા કહેવાયું. હે વત્સ! સુંદર ! ગુરુવત્સલ ! વત્સ વડે કહેવાયેલું સુંદર ચારુ છે. વિવેકવાળા એવા તારું આવા પ્રકારનું જ આ યુક્ત છે=બધા જીવોને સુખી કરવા એવા પ્રકારનું આ યુક્ત છે. તેથી તે મનોવંદન ગૃહઉપવનમાં રાજા વડે અતિવિશાળ હિમગૃહ સજ્જ કરાયું. નિરંતર નલિનીનાં દલોકસતત નવાં કમળો વડે તેને=હિમગૃહ, આચ્છાદિત કરાયું. નીલરત્ન એવાં લીલા કેળનાં ઝાડો વડે ચારે બાજુથી ઉપગૂઢ કરાયું. ગૃહનદીઓ કપૂરથી પુરાયેલા પાણીના પ્રવાહથી સતત વહન કરાવાઈ. ચંદન, કપૂરના લેપતથી વિલેપન કરાયું. કમળ વાળના તંતુઓ અને નાળાથી કલ્પિત ભીંતના ભાગો વડે હિમગૃહ કરાયેલા વિભાગવાળું કરાયું. ત્યારપછી ત્યાં તેવા ઉનાળાના સંતાપને દૂર કરનાર, શિયાળાના સુખના ઉત્કમ્પત કરનાર મોટા હિમભવનમાં શિશિરના પલ્લવોનાં શયન રચાયાં. શિશિરના સુખ દેનારાં મૃદુ કોમળ, એવાં આસનો કરાયાં. લોકસમૂહથી વિમલકુમાર પ્રવેશ કરાવાયો. ત્યારપછી સમસ્ત પણ જનસમુદાયથી સહિત જ સરસ ચંદન વડે વિલિપ્ત કરાયો=જનસમુદાય અને વિમલકુમાર વિલેપન કરાવાયો. કપૂરના રેણુથી ગુંડિત કરાયો. સુંગધી પાટલાની માળાઓથી સુશોભિત કરાયો. મલ્લિકાતા કુસુમના સમૂહથી વિરાજિત કરાયો, સ્થૂલ મુક્તાફલના સમૂહથી આલિંગિત કરાયો. સૂક્ષ્મ કોમલ વસ્ત્રો વડે પહેરાવાયો. શિશિરનાં બિંદુની વર્ષાવાળા તાલવૃદોથી=પંખાઓથી, વીંઝાવાયો, સ્વાદુ કોમલ આહારથી લાલિત કરાયો. જાણે સુરભિતાબૂલ વડે પ્રીતિવાળો કરાયો. મનોહારી કાકલી ગીત વડે જાણે પ્રમાદિત કરાયો. વિવિધકરણ અંગહારહારી એવા નૃત્યથી જાણે આનંદ સહિત કરાયો. સુંદર વિલાસિની સ્ત્રીઓનાં કમળપત્ર જેવાં ચપલ લોચનમાલાના અવલોકનથી જાણે આહ્વાદ સહિત કરાયો. લોકોની સાથે રતિસાગરને અવગાહન કરવા માટે પ્રવેશ કરાવાયો= હિમગૃહમાં પ્રવેશ કરાવાયો. આ રીતે માતા-પિતાના પ્રમોદના સમૂહને આપવા માટે સર્વ પણ લોકોને પોતાને પણ અધિકતર બહિદસુખને સંપાદન કરતો વિમલકુમાર રહેવા માટે પ્રવૃત્ત થયો હિમગૃહમાં રહેવા માટે પ્રવૃત્ત થયો. અને જે પ્રમાણે આદર્શ છે તે પ્રમાણે રાજાના આદેશથી નિયુક્ત પુરુષો દુઃખદોર્ગત્યથી ઉપહત લોકને ત્યાં પ્રવેશ કરાવે છે. ત્યારપછી તેઓના દુઃખનો અપલોદ કરાય છે=દુઃખ દૂર કરાય છે અને આનંદનો અતિરેક સંપાદન કરાય છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૨૩
શ્લોક :
एवं चनृपतोषविधायिविलासकरे, सुखसागरवर्तिनि राज्यधरे ।
अथ तत्र सुते सुभगे विमले, प्रमदः क्रियते नगरे सकले ।।८१।। શ્લોકાર્થ :
અને આ રીતે હવે ત્યાં રાજાના તોષને કરનાર, વિલાસને કરનાર, સુખસાગરમાં વર્તતો રાજ્યધર સુભગ વિમલ પુત્ર હોતે છતે સકલ નગરમાં પ્રમોદ કરાય છે. II૮૧TI
एवं चानन्दिते राजनि, तुष्टायां महादेव्यां, प्रमुदिते सकले जने, विमलसुखसागरावगाहनेन प्रविष्टाः केचिनियुक्तपुरुषास्तत्र हिमगृहे, दत्ता तैरन्तरा जवनिका तया च व्यवहितमेकं पुरुषं संस्थाप्य कृतप्रणामैर्विज्ञपितं तैः, यथादेव! देवादेशेन विचरद्भिरस्माभिर्दृष्टोऽयमत्यन्तदुःखितः पुरुषः समानीतश्च देवसमीपं, न चैष गाढबीभत्सतया देवदर्शनयोग्य इति मत्वा जवनिकया व्यवहितोऽस्माभिरिह प्रवेशित इत्येतदाकर्ण्य देवः प्रमाणम् । धवलराजेनोक्तं-भो भद्राः! क्व दृष्टोऽयं युष्माभिः? कथं चात्यन्तदुःखित इति । ततोऽभिहितमेकेन-देव! अस्ति तावदितो निर्गता वयं देवादेशेन दुःखदारिद्र्योपहतलोकानयनार्थं, निरूपितं नगरं, यावदृष्टं समस्तमपि तत्सततानन्दं, ततो गता वयमरण्ये, यावदृष्टो दूरादयं पुरुषः,
?, અને આ રીતે રાજા આનંદિત હોતે છતે અને મહાદેવી તુષ્ટ થયે છતે અને વિમલ એવા સુખસાગરમાં અવગાહનથી સકલ જન પ્રમુદિત થયે છતે વિમલની સાથે સુખસાગરના અવગાહતથી તે હિમઘરમાં કેટલાક નિયુક્ત પુરુષો પ્રવેશ કરાયા. તેઓ વડે તે નિયુક્ત પુરુષો વડે, વચમાં જવનિકા અપાઈ=પડદો કરાયો. અને તેના વડે=જવનિકા વડે, વ્યવહિત એવા એક પુરુષને સંસ્થાપન કરીને કરાયેલા પ્રણામવાળા એવા તેઓ વડેઃનિયુક્ત પુરુષો વડે, વિજ્ઞાપન કરાયું. શું વિજ્ઞાપન કરાયું ? તે ‘ાથા'થી બતાવે છે – હે દેવ ! ધવલરાજા ! દેવના આદેશથી વિચરતા એવા અમારા વડે આ અત્યંત દુઃખિત પુરુષ જોવાયો. અને દેવતા સમીપમાં લવાયો. અને ગાઢ બીભત્સપણું હોવાને કારણે આ લવાયેલો પુરુષ દેવના દર્શનને યોગ્ય નથી. એ પ્રમાણે માનીને પડદાથી વ્યવહિત અમારા વડે અહીં પ્રવેશ કરાયો. એથી આને સાંભળીને=આ દુઃખી પુરુષને અમે લાવ્યા છીએ એને સાંભળીને, દેવ પ્રમાણ છે અર્થાત્ આને કઈ રીતે સુખી કરવો એ વિષયમાં દેવ જે કહે તે પ્રમાણ છે. ધવલરાજા વડે કહેવાયું. હે ભદ્ર નિયુક્ત પુરુષો ! આ તમારા વડે ક્યાં જોવાયો ? અને કેવી રીતે અત્યંત દુઃખિત છે? ત્યારપછી એક વડે કહેવાયું નિયુક્ત પુરુષોમાંથી એક પુરુષ વડે કહેવાયું – હે દેવ ! છે. દેવતા આદેશથી દુઃખદારિત્ર્યથી ઉપહત લોકતા લાવવા માટે અમે અહીંથી નીકળ્યા. નગરનું નિરૂપણ કર્યું નગરનું અવલોકન કર્યું. યાવદ્ સમસ્ત પણ તે=નગર, સતત આતંદવાળું જોવાયું. ત્યારપછી અમે અરણ્યમાં ગયા, જ્યાં સુધી દૂરથી આ પુરુષ જોવાયો. કેવો જોવાયો ? એથી કહે છે –
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્લોક ઃ
શ્લોકાર્થ
:
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
वर्तमानेऽतिमध्याह्ने, भूतले वनिसन्निभे ।
ઉત્તપ્તલોકપિડામે, નાત્તપતિ મારે ।।૮શા
निर्दाहिमुर्मुराकारे, सूक्ष्मधूलीमहाचये ।
પાવત્રાળવિનિમુત્તો, જ્કોષ વિજ્ઞોતિઃ ।।૮રૂ।। યુમ્નમ્ ।
અતિમધ્યાહ્નમાં વહ્નિ જેવો ભૂતલ વર્તમાન હોતે છતે, ઉત્તપ્ત લોહપિંડ સમાન જગતને તપાવતો એવો સૂર્ય હોતે છતે, નિર્દાહી મુર્મુરાકારવાળા સૂક્ષ્મધૂલી મહાચયમાં=અત્યંત બાળે એવા અંગારાના આકારવાળા સૂક્ષ્મધૂળરૂપી મહાસમૂહમાં, પાદત્રાણથી રહિત=પગરખાં વગર, જતો આ પુરુષ જોવાયો. II૮૨-૮૩।।
बुधसूरेरागमनम्
ततोऽयं दुःखित इतिकृत्वा दूरादुच्चैरभिहितोऽस्माभिः यदुत - भो भो भद्र ! तिष्ठ तिष्ठे । अनेनोक्तं- भो भद्राः ! स्थितोऽहं यूयं तिष्ठतेति ब्रुवाणो गन्तुं प्रवृत्तः । ततो मया गत्वा वेगेन बलादानीतोऽयं महातरुमूले, निरूपितः सर्वे राजपुरुषैः यावद् दवदग्धस्थाणुरिवातिकृष्णो वर्णेन, बुभुक्षाक्षामेणोदरेण, पिपासाशोषितेनाधरोष्ठेन, अध्वखेदनिः सहेनाङ्गेन, बहिरन्तस्तापसूचकेन स्वेदजलेन, कुष्ठेन गलता कृमिजालोल्बणेन देहेन, अन्तः शूलनिवेदकैर्मुखभङ्गैः, प्रकम्पमानया जराजीर्णकपोलया गात्रयष्ट्या, महाज्वरसूचकेन दीर्घोष्णनिः श्वासजालेन, मलाविलेनाश्रुगलनाविकलेन लोचनयुगलेन, प्रविष्टया नासिकया शटितप्रायैः करचरणैरभिनवलुञ्चितेन मस्तकेनात्यन्तमलिनैश्चीवरखण्डैर्ललमानेन कम्बलेन, गृहीतेन सदण्डेनालाबुद्वयेन करतलावलम्बिनौर्णिकपिच्छेन ।
બુધાચાર્યનું આગમન
તેથી=આવો પુરુષ અમે જોયો તેથી, આ દુઃખિત છે એથી કરીને દૂરથી અત્યંત અમારા વડે કહેવાયો. શું કહેવાયો ? તે ‘યદ્ભુત’થી બતાવે છે હે ભદ્ર ! તું ઊભો રહે. ઊભો રહે. આવા વડે કહેવાયું=દુ:ખી પુરુષ વડે કહેવાયું. હે ભદ્ર ! હું સ્થિત છું. તમે ઊભા રહો. એ પ્રમાણે બોલતો જવા માટે પ્રવૃત્ત થયો. તેથી મારા વડે જઈને વેગથી આ પુરુષ મહાવૃક્ષના મૂલમાં બળાત્કારે લવાયો. સર્વ રાજપુરુષો વડે કહેવાયું. યાવ વર્ણથી દવદગ્ધ સ્થાણુ=અગ્નિથી બળાયેલા વૃક્ષની જેમ અતિકૃષ્ણ, ભૂખથી ક્ષીણ થયેલા ઉદરથી, પિપાસાથી શોષિત નીચેના હોઠ વડે, અધ્વના ખેદથી=માર્ગગમનના ખેદથી સહન નહીં શકે તેવા અંગ વડે, બહિર્ અને અંતસ્તાપને સૂચવતાર એવા પરસેવાના જલથી, ગળતા કોઢથી, ઉલ્લ્લણ એવા કીડાઓના જાળાવાળા દેહથી, અંદર શૂલને જણાવતાર એવા મુખભંગથી,
Page #136
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૧૨૫ પ્રકંપમાન એવા જરાથી જીર્ણ કપોલવાળી ગાત્રયષ્ટિથી=શરીરથી, મહાજવરસૂચક દીર્ઘ ઉષ્ણ વિશ્વાસજાલથી, મલથી આવિલ, સતત ગળતા એવા અશ્રુવાળા લોચનયુગલથી, અંદર પ્રવેશી ગયેલી નાસિકાથી સડી ગયેલા હાથ-પગ વડે અને અભિનવ લોચ કરાયેલા એવા મસ્તક વડે હમણાં જ લોચ કરાયેલા મસ્તક વડે, અત્યંત મલિન એવાં વસ્ત્રોના ખંડોથી, લટકતા કંબલથી, ગ્રહણ કર્યા છે દંડ સહિત તુંબડાદ્વયથી, કરતલ અવલંબી એવા ઓણિકપિચ્છથી હાથમાં ગ્રહણ કરાયેલા २०४२थी, पुरुष नेवायो, यो नेवायो ? ते स्पष्ट ४३ छ, मम सत्यय छे. श्लोs :
सर्वथानिधानं सर्वदुःखानां, दारिद्र्यस्य परा गतिः ।
अयमेवेति सर्वेषां, तदाऽस्माकं हृदि स्थितम् ।।८४ ।। लोहार्थ :
સર્વથા સર્વ દુઃખોનું નિધાન, દારિદ્રયની પરા ગતિ આ જ છે એ પ્રમાણે સર્વ એવા અમોને त्यारे हृध्यमां थयु. ।।८४।।
टोs:
एनं वीक्ष्य नरं नाथ! गाढं बीभत्सदर्शनम् ।
चिन्तितं च तदाऽस्माभिः, सोऽयं प्रत्यक्षनारकः ।।८५।। श्लोार्थ :
હે નાથ ! ગાઢ બીભત્સ દર્શનવાળા એવા આ નરને જોઈને ત્યારે અમારા વડે વિચારાયું. તે આ પ્રત્યક્ષ નારક છે. ll૮૫LL
राजासमीपे बुधसूरिकर्षणम् ततोऽभिहितोऽस्माभिः-भद्र! किमित्येवंविधे मध्याह्ने बम्भ्रमीषि? किमिति शीतलच्छायायामुपविष्टः सुखासिकया न तिष्ठसीति? अनेनोक्तं- भद्रा! न खल्वहं स्वायत्तोऽस्मि गुरोरादेशेन पर्यटामि तदायत्तोऽहम्। अस्माभिश्चिन्तितं-अये! परवशोऽयं वराकः, अहो कष्टमिदमस्य महत्तरं दुःखकारणं यदीदृशावस्थस्यापि पराधीनत्वं नाम, ततोऽभिहितमस्माभिः-भद्र! किं पुनरेवमहर्निशमादेशं कुर्वतस्ते स गुरुः करिष्यति? अनेनोक्तं-भद्राः! सन्ति मम कृतान्तसदृशा बलिनोऽष्टावृणिकाः तेभ्यो ग्रन्थिदानेन मां मोचयिष्यति। ततोऽस्माभिश्चिन्तितं-अहो कष्टतरमिदमस्य वराकस्य महत्तमं दुःखकारणं यदेवंविधावस्थस्यापि दानग्रहणं तन्मोचनदुराशा चेति, सर्वथा नातः परतरो दुःखी जगति लभ्यते, ततोऽस्मा
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ भिरुक्तं - भद्र ! प्रवर्तस्व गच्छ राजकुले येन ते सर्वदुःखदारिद्र्यऋणविमोक्षः क्रियते । अनेनोक्तंअलं भवतां मदीयचिन्तया, न खलु भवादृशैर्मोचितो मुच्येऽहमिति ब्रुवाणो गन्तुं प्रवृत्तः ततश्चिन्तितमस्माभिः - अरे ! सोन्माद इवायं दुरात्मा तथापि कर्तव्यं राजशासनं, नेतव्योऽयं देवसमीपमित्याकलय्यानीतोऽस्माभिरिति । धवलराजेनोक्तं - महत्कुतूहलं मे पश्याम्येनं अपनयत जवनिकामिति, ततोऽपनीता तैर्जवनिका दृष्टो यथानिर्दिष्टस्वरूपः पुरुषः विस्मितः सपरिवारो राजा, विमलेन चिन्तितं - अये ! समागतः स एष भगवान् बुधसूरिः, अहो भगवतो वैक्रियरूपकरणातिशयः, अहो ममोपरि करुणा, अहो परोपकारकरणैकरसत्वं, अहो स्वसुखकार्यनिरपेक्षता, अहो निर्व्याजसौजन्यातिरेक इति । तथाहिરાજા પાસે બુધાચાર્યનું કર્ષણ
ત્યારપછી અમારા વડે કહેવાયું. હે ભદ્ર ! આવા પ્રકારના મધ્યાહ્નમાં તું કેમ ભમે છે ? કયા કારણથી શીતલ છાયામાં બેઠેલો સુખાસિકાથી બેસતો નથી ? આવા વડે કહેવાયું. હે ભદ્ર ! ખરેખર હું સ્વાધીન નથી. ગુરુના આદેશથી પર્યટન કરું છું. તેને આધીન હું છું. અમારા વડે વિચારાયું. અરે ! આ રાંકડો પરવશ છે. અહો આનું આ મહત્તર કષ્ટ દુ:ખનું કારણ છે. જે કારણથી આવી અવસ્થામાં પણ પરાધીનપણું છે. તેથી અમારા વડે કહેવાયું. હે ભદ્ર ! વળી આ રીતે અહર્નિશ આદેશને કરતા એવા તે ગુરુ તારું શું કરશે ? આવા વડે કહેવાયું. હે ભદ્ર ! કૃતાંત જેવા બલિન અષ્ટ વૃણિકો મને છે=યમરાજ જેવા બલવાન આઠ લેણદારો છે. તેઓની પાસેથી ગ્રંથિના દાનથી મને મુકાવશે−તે ગુરુ મને તે આઠ લેણદારોથી મુકાવશે. ત્યારપછી અમારા વડે વિચારાયું. ખરેખર આ વરાકનું આ કષ્ટતર મહત્તમ દુ:ખનું કારણ છે. જે કારણથી આવા પ્રકારની અવસ્થાવાળા પણ આને દાનગ્રહણ અને તેના મોચનની દુરાશા છે. આનાથી પરતર=અત્યંત, દુ:ખી જગતમાં સર્વથા પ્રાપ્ત થતો નથી. તેથી અમારા વડે કહેવાયું. હે ભદ્ર ! તું ચાલ. રાજકુલમાં જા. જેનાથી તારાં સર્વ દુ:ખનો, દારિત્ર્યનો, હે ઋણનો વિમોક્ષ કરાય છે. આવા વડે કહેવાયું–તે દરિદ્ર પુરુષ વડે કહેવાયું. મારી ચિંતા વડે તમોને સર્યું. તમારા જેવા વડે મુકાયેલો હું મુકાતો નથી. એ પ્રમાણે બોલીને જવા માટે પ્રવૃત્ત થયો. તેથી અમારા વડે વિચારાયું. અરે ! ઉન્માદ જેવો આ દુરાત્મા છે. તોપણ રાજશાસન કરવું જોઈએ. આ દેવસમીપે લઈ જવો જોઈએ. એ પ્રમાણે જાણીને અમારા વડે લવાયો છે. ધવલરાજા વડે કહેવાયું. મને મહાન કુતૂહલ છે. આને હું જોઉં. જવનિકાને દૂર કરો. ત્યારપછી તેઓ વડે પડદો દૂર કરાયો. યથા નિર્દિષ્ટ સ્વરૂપવાળો પુરુષ જોવાયો=જે પ્રમાણે રાજપુરુષોએ પૂર્વમાં વર્ણન કરેલું તેવા સ્વરૂપવાળો પુરુષ જોવાયો. પરિવાર સહિત રાજા વિસ્મય પામ્યો. વિમલ વડે વિચારાયું. અરે ! તે આ ભગવાન બુધસૂરિ આવ્યા છે. અહો, ભગવાનના વૈક્રિય રૂપકરણનો અતિશય, અહો મારા ઉપર કરુણા, અહો, પરોપકાર કરવામાં એકરસપણું, અહો, પોતાના સુખકાર્યની નિરપેક્ષતા, અહો નિર્વ્યાજ=નિષ્કપટ સૌજન્યનો અતિરેક છે તે આ પ્રમાણે –
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૭
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ PCोs:
स्वकार्यमवधीयैव, परकार्ये कृतोद्यमाः । भवन्ति सततं सन्तः, प्रकृत्यैव न संशयः ।।८६।। अथवास्वकार्यमिदमेतेषां, यत्परार्थे प्रवर्तनम् । भानोः किं किञ्चिदस्त्यन्यल्लोकोद्योतादृते फलम् ।।८७।। अथवानिजे सत्यपि साधूनां, कार्ये नैवादरः क्वचित् । सलाञ्छनो जगद्द्योती, दृष्टान्तोऽत्र निशाकरः ।।८८।। नाभ्यर्थिताः प्रवर्तन्ते, परकार्ये महाधियः ।। केन हि प्रार्थिता लोके, वृष्टये धीर! नीरदाः? ।।८९।। स्वप्नेऽपि न स्वदेहस्य, सुखं वाञ्छन्ति साधवः । क्लिश्यन्ते यत्परार्थे ते, सैव तेषां सुखासिका ।।९०।। यथाऽग्निहपाकाय, जीवनाय यथाऽमृतम् । स्वभावेन तथा लोके, परार्था साधुसंहतिः ।।९१।। कथं ते नामृतं सन्तो? ये परार्थपरायणाः । तृणायापि न मन्यन्ते, ससुखे धनजीविते ।।१२।। इत्येवं ते महात्मानः, परार्थे कृतनिश्चयाः ।
आत्मनोऽपि भवन्त्येव, नूनं सिद्धप्रयोजनाः ।।९३।। अष्टभिः कुलकम् । दोडार्थ :
સ્વકાર્યની અવગણના કરીને જ સતત પરકાર્યમાં કૃતઉધમવાળા પ્રકૃતિથી જ સંતપુરુષો હોય છે સંશય નથી. અથવા આ આમનું સ્વકાર્ય છે જે પરઅર્થમાં=બીજાના પ્રયોજનમાં, પ્રવર્તન છે. સૂર્યને લોકના ઉધોતને છોડીને શું કંઈ અન્ય ફલ છે અર્થાત્ કંઈ નથી. અથવા સાધુઓનું નિજકાર્ય હોતે છતે પણ ક્યાંય આદર નથી જ. આમાં સાધુઓના કૃત્યમાં, લાંછનયુક્ત જગતના ઉધોતને કરનાર નિશાકરચંદ્ર, દષ્ટાંત છે. મહાપુરુષો પરકાર્યમાં અભ્યર્થિત=પ્રાર્થના કરાયેલા, પ્રવર્તતા નથી. દિ=જે કારણથી, હે વીર ! લોકમાં કોઈના વડે વાદળાંઓ વૃષ્ટિ માટે પ્રાર્થના કરાયાં ? સાધુઓ સ્વપ્નમાં પણ સ્વદેહના સુખને ઈચ્છતા નથી. જે કારણથી પર અર્થમાં તેઓ ક્લેશ કરે છે–શારીરિક કષ્ટો વેઠે છે, તે જ=પર અર્થે શારીરિક કષ્ટો વેઠે તે જ, તેઓની
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
સુખાસિકા છે. જે પ્રમાણે અગ્નિ દાહના પાક માટે છે. જે પ્રમાણે અમૃત જીવન માટે છે તે પ્રમાણે લોકમાં સાધુનો સમૂહ સ્વભાવથી પરઅર્થવાળો છે પરપ્રયોજનને કરનાર છે. જેઓ પરાર્થપરાયણ છે તે સંતો કેવી રીતે અમૃત ન થાય ? અર્થાત્ અમૃત જ છે. સુખથી યુક્ત એવું ધનજીવિત હોતે છતે તૃણ જેવું પણ માનતા નથી. આ પ્રમાણે પરઅર્થમાં કૃતનિશ્ચયવાળા તે મહાત્માઓ ખરેખર પોતાના પણ સિદ્ધ પ્રયોજનવાળા થાય જ છે. ll૮૬થી ૯૩. શ્લોક :
तदेष भगवानेवं, रूपमास्थाय वैक्रियम् ।
बोधनार्थं समायातो, मद्बन्धूनां कृतोद्यमः ।।१४।। શ્લોકાર્ધ :
તે આ ભગવાન આવા પ્રકારનું વૈક્રિય રૂ૫ ગ્રહણ કરીને મારા બંધુઓના બોધન માટે કૃતઉધમવાળા આવ્યા છે. ll૯૪ll
संदिष्टं चानेन मम भगवता रत्नचूडस्य हस्ते यथाऽहमागमिष्यामि रूपान्तरेण, भवता च दुःखितसत्त्वान्वेषणं कार्यं न चाहं विज्ञातोऽपि वन्दनीयः, न तावदात्मा परैर्लक्षयितव्यो भवता यावत्स्वार्थसिद्धिर्न संपन्नेति, ततः कृतो विमलेन बुधसूरेनिसिको नमस्कारः । कथं ?
અને આ ભગવાન વડે રત્વચૂડના હસ્તે મને સૂચન કરાયેલું. જે આ પ્રમાણે – હું રૂપાંતરથી આવીશ. અને તારા વડે દુઃખિત સત્ત્વોનું અન્વેષણ કરવું જોઈએ. અને વિજ્ઞાત એવો પણ હું વંદનીય નથી. ત્યાં સુધી આત્મા મારો આત્મા, તારા વડે બીજાઓથી જણાવો જોઈએ નહીં. જ્યાં સુધી સ્વાર્થસિદ્ધિ પ્રાપ્ત ન થાય=તારા સ્વજનો આદિને બોધ કરાવવા રૂપ સ્વાર્થસિદ્ધિ ન થાય. તેથી=બુધસૂરિએ આ પ્રમાણે રત્નચૂડ દ્વારા કહેવડાવેલું તેથી, વિમલ વડે બુધસૂરિને માનસિક નમસ્કાર કરાયો. કેવી રીતે નમસ્કાર કરાયો ? એથી કહે છે – શ્લોક :
नमस्ते ज्ञातसद्भाव! नमस्ते भव्यवत्सल! । नमस्ते मूढजन्तूनां, सम्बोधकरणे पटो! ।।१५।। अज्ञानापारनीरेशसन्तारणपरायण! ।
स्वागतं ते महाभाग! चारु चारु त्वया कृतम् ।।१६।। युग्मम् । શ્લોકાર્થ :
હે જ્ઞાત સદ્ભાવવાળા બુધસૂરિ ! તમને નમસ્કાર છે. હે ભવવત્સલ ! તમને નમસ્કાર છે. મૂઢ જીવોને સંબોધન કરવામાં પટુ એવા હે સૂરિ ! તમને નમસ્કાર છે. અજ્ઞાનમાંથી પાર ન પામી
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શકાય એવા સમુદ્રમાંથી સંતારણમાં પરાયણ હે મહાભાગ બુધસૂરિ ! તમારું સ્વાગત છે. તમારા વડે સુંદર સુંદર કરાયું. II૫-૯૬ll શ્લોક :
इति भगवताऽपि मनसैवाभिहितंसंसारसागरोत्तारी, सर्वकल्याणकारकः ।
स्वकार्यसिद्धये भद्र! धर्मलाभोऽस्तु तेऽनघः ।।९७।। શ્લોકાર્ચ -
એ પ્રમાણે જે પ્રમાણે વિમલે બુધસૂરિને મનથી નમસ્કાર કર્યો એ પ્રમાણે, ભગવાન વડે પણ બુધસૂરિ વડે પણ, મનથી જ કહેવાયું. સંસારસાગરના ઉતારને કરનાર, સર્વ કલ્યાણને કરનાર, સ્વકાર્યની સિદ્ધિ માટે હે ભદ્ર ! તને=વિમલને, અનઘ ધર્મલાભ હો=નિદોર્ષ ધર્મલાભ હો. II૯ી
अत्रान्तरे हिमभवनमध्ये प्रवेशितः स राजपुरुषैः पुरुषः, स च खेदनिःसहतया द्राट्कृत्य निषण्णो भूतले, प्रचलायितुं प्रवृत्तः, ततस्तं तादृशमवलोक्य केचिदुपहसन्ति केचिच्छोचन्ति केचिनिन्दन्ति केचिदवधीरयन्ति, तथाऽन्ये परस्परं जल्पन्ति, यदुत
એટલામાં હિમભવનના મધ્યમાં તે પુરુષ=બુધસૂરિ, રાજપુરુષો વડે પ્રવેશ કરાવાયા. અને તે ખેદને નહીં સહન કરવાપણું હોવાને કારણે દ્રઢુ કરીને=ધડાક કરીને, ભૂતલમાં બેઠા. ઊંઘવા માટે પ્રવૃત્ત થયા. તેથી તેને તેવા પ્રકારનું જોઈ=આ રીતે બેસે છે અને બેસીને ઊંઘે છે તેવા પ્રકારનું જોઈને, કેટલાક હસે છે, કેટલાક શોક કરે છે, કેટલાક નિંદા કરે છે, કેટલાક અવગણના કરે છે અને અન્ય પરસ્પર બોલે છે. શું બોલે છે ? તે “વહુ'થી બતાવે છે – શ્લોક :
સુઘી ઢીનો રુનાન્તિ:, શ્રાન્તિઃ વત્તાન્તો નુભુતિઃ |
एष प्रेक्षणकप्रायः, समायातो नराधमः ।।१८।। શ્લોકાર્ધ :
દુઃખી, દીન, રોગથી આક્રાંત, થાકેલ, ખેદને પામેલ, ભૂખ્યો આ પ્રેક્ષણકપ્રાય =બધાને જોવાને યોગ્ય, નરાધમ આવ્યો છે. ll૯૮ll શ્લોક :
क्वानीतः केन वानीतः? किञ्चिदेष सुदुःखितः । न वराको विजानीते, केवलं प्रचलायते ।।९९।।
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
ક્યાંથી લવાયો છે, કોના વડે લવાયો છે? આ કંઈક જુદુઃખિત વરાક કંઈ જાણતો નથી=ક્યાં લવાયો છો, કોના વડે લવાયો છો તે જાણતો નથી. કેવલ ઊંઘે છે. IIcell શ્લોક :
एतच्चाकर्ण्य तेन रूपान्तरवर्तिना बुधसूरिणा किं कृतम्?प्रदीपभास्वरौ कृत्वा, लसन्तावक्षिगोलको ।
कोपाटोपात्तदास्थानं, ज्वलदेव निरीक्षितम् ।।१००।। શ્લોકાર્થ :
આ સાંભળીને લોકો પરસ્પર આ રીતે બોલે છે એ સાંભળીને, તે રૂપાંતરવર્તી એવા બુધસૂરિ વડે શું કરાયું ? પ્રદીપના જેવા ભાસ્વર, વિલાસ પામતા આંખના ગોળાઓને કરીને કોપના આટોપથી તે આસ્થાનને તે સભાને, વલદ્ જ જોવાયું=ગુસ્સાથી જોવાયું. ll૧૦૦ શ્લોક :
૩ - ગ: પાપ ! વિદં નાતો, યુપ્તત્તોડપિ વિરૂપા ? /
दुःखितो वा? यतो यूयं, मामेवं हसथाधमाः ।।१०१।। શ્લોકાર્ચ -
અને કહેવાયું. હે પાપીઓ ! શું હું તમારાથી પણ વિરૂ૫ છું? અથવા દુઃખિત છું ? જેથી તમે અધમો આ પ્રમાણે મને હસો છો. II૧૦૧] શ્લોક :
कृष्णवर्णा बुभुक्षार्तास्तृष्णार्ताः खेदनिःसहाः ।
તાપાર્તા: રુષ્ટિનો ચૂર્વ, નાÉ મો મૂડમાનવા!! ૨૦૨ાા શ્લોકાર્થ :
કૃષ્ણવર્ણવાળા, બુભક્ષાથી આર્ત, તૃષ્ણાથી પીડાતા, ખેદને નહીં સહન કરતા, તાપથી આર્ત કોટવાળા તમે છો. હે મૂઢ માનવો ! હું નથી. II૧૦૨ાા.
શ્લોક :
शूलाक्रान्ता जराजीर्णा, महाज्वरविबाधिताः । સોનલા વિસ્તાક્ષા, યૂ નહિં નરાધમ ! I૨૦રૂપા
Page #142
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૩૧
શ્લોકાર્ય :
શૂલથી આક્રાંત, જરાથી જીર્ણ, મહાવરથી વિબાધિત, ઉન્માદ સહિત, વિકલાક્ષવાળા ચક્ષ વગરના, હે નરાધમો ! તમે છો, હું નથી. II૧૦3/ શ્લોક :
यूयमेव परायत्ता, यूयमेव ऋणार्दिताः ।
ચૂર્વ પ્રવનાથà, નાદં મો મૂઢમાનવા ! ૨૦૪ શ્લોકાર્ય :
તમે જ પરાધીન છો. તમે જ દેવાદારથી પીડિત છો. તમે જ ઊંઘો છો. હે મૂઢ માનવો ! હું નહીં. ll૧૦૪ll શ્લોક :
हे पापाः! कलिता यूयं, नूनं कालेन बालिशाः ।
मुनिं मां दुर्बलं मत्वा, तेनैवं हसथाधुना ।।१०५ ।। શ્લોકાર્થ :
હે પાપીઓ ! બાલિશો ! કાળથી તમે જ કલિત છોકકાળ તમારો જ સંહાર કરવા તત્પર થયો છે. તેનાથી-કાળ તમારા ઉપર કુપિત છે તેનાથી, મુનિ એવા મને દુર્બલ માનીને આ રીતે હમણાં હસો છો. ll૧૦૫ll. શ્લોક :
अथ तौ भास्कराकारौ, दृष्ट्वा तस्याक्षिगोलको । जाज्वल्यमानौ सहसा, प्रकाशितदिगन्तरौ ।।१०६।। जिह्वां च विद्युदाभासां, दन्तपङ्क्ति च भास्वराम् ।
दृष्ट्वा श्रुत्वा च तां वाचं, जगतः कम्पकारिणीम् ।।१०७।। શ્લોકાર્થ :
વળી, સહસા જાજ્વલ્યમાન પ્રકાશિત દિગંતરવાળા, તે ભાસ્કર આકારવાળા તેના અક્ષિગોલને જોઈને અને વિધુત–વીજળીના, આભાસવાળી જિલ્લાને જોઈને, ભાસ્વર દંતપંક્તિઓને જોઈને, જગતના કંપને કરનારી તેની વાણીને સાંભળીને, II૧૦૬-૧૦૭ll શ્લોક :
क्षणादेव तदास्थानं, भीतकम्पितमानसम् । संजातं सिंहनादेन, यथा हरिणयूथकम् ।।१०८।।
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
ક્ષણથી જ તે સભા ભયથી કંપિત માનસવાળી થઈ, જે પ્રમાણે સિંહનાદથી હરણનું ટોળું. ll૧૦૮ શ્લોક -
ततो धवलराजेन, विमलं प्रति भाषितम् ।
કુમાર! વડપીદ, નર: પ્રવૃતિમાનુષ: ૨૦૧૩ શ્લોકાર્થ :
તેથી ધવલરાજા વડે વિમલ પ્રત્યે કહેવાયું. હે કુમાર ! અહીં આ મનુષ્ય પ્રકૃતિથી મનુષ્ય નથી. I૧૦૯ll શ્લોક :
તથાદિमलाविलं पुरा चक्षुरधुना भास्कराधिकम् ।
अस्य देदीप्यते वत्स! तेजसा वक्त्रकोटरम् ।।११०।। બ્લોકાર્ધ :
તે આ પ્રમાણે – હે વત્સ! પૂર્વમાં મલથી યુક્ત ચક્ષવાળો, હમણાં ભાસ્કરથી અધિક આનું તેજથી મુખરૂપી કોટર અત્યંત દેદીપ્યમાન છે. ll૧૧૦|| શ્લોક -
अनेकरणसङ्घट्टभटकोटिविदारिणः ।
श्रुत्वाऽस्य भारती वत्स! कम्पते मम मानसम् ।।१११।। શ્લોકાર્ચ -
અનેક રણના=યુદ્ધના, સમૂહના કોટિ સૈનિકોને વિદારણ કરનાર એવા આની વાણી સાંભળીને મારું માનસ હે વત્સ ! કંપે છે. II૧૧૧II. શ્લોક :
तदेष न भवत्येव, तावत्सामान्यमानवः ।
देवः कश्चिदिहायातः, प्रच्छन्नो मुनिवेषकः ।।११२।। શ્લોકાર્ચ -
તે કારણથી આ સામાન્ય માનવ નથી જ. અહીં કોઈક પ્રચ્છન્ન મુનિવેષવાળો દેવ આવ્યો છે. II૧૧૨
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૩૩ બ્લોક :
एवं च स्थितेयावन्न तेजसा वत्स! सर्वं भस्मीकरोत्ययम् ।
तावत्प्रसादयाम्येनं, क्रोधान्धं मुनिपुङ्गवम् ।।११३।। શ્લોકાર્ય :
અને આ પ્રમાણે સ્થિત હોતે છતે જ્યાં સુધી હે વત્સ! તેજથી આ મુનિ, સર્વને ભસ્મ ન કરે ત્યાં સુધી ક્રોઘાંઘ એવા આ મુનિપુંગવને હું પ્રસન્ન કરું. ll૧૧all શ્લોક :
विमलेनोक्तंएवमेतन्न सन्देहः, सम्यक्तातेन लक्षितम् ।
नैष सामान्यपुरुषो विषमः कोऽप्ययं महान् ।।११४ ।। શ્લોકાર્ય :વિમલ વડે કહેવાયું. આ પ્રમાણે જ આ છે, સંદેહ નથી. પિતા વડે સમ્યક જણાયું. વિષમ એવો આ સામાન્ય પુરુષ નથી. કોઈક આ મહાન છે. II૧૧૪ll
બ્લોક :
ततश्चतूर्णं प्रसाद्यतामेष, यावन्नो याति विक्रियाम् ।
भक्तिग्राह्या महात्मानः, क्रियतां पादवन्दनम् ।।११५ ।। શ્લોકાર્ધ :
અને તેથી શીઘ. આ પ્રસાદ કરાવો, જ્યાં સુધી વિડ્યિાને પામે નહીં. ભક્તિથી ગ્રાહ્ય મહાત્માઓ છે. પાદવંદન કરાવો. ll૧૧૫ll શ્લોક :
तच्छ्रुत्वा विलसल्लोलकिरीटकरकुड्मलः ।
धावन्नुच्चैर्महाराजो, मुनेः पादनतिं गतः ।।११६।। શ્લોકાર્ચ -
તે સાંભળીને=વિમલનાં તે વચનો સાંભળીને, વિલાસ પામતા, ચપળ કિરીટવાળા હાથ જોડેલા, અત્યંત દોડતા એવા મહારાજા મુનિના પગમાં પડ્યા. ll૧૧૬ll
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
ततो दृष्ट्वा महाराजं, पतितं क्रमयोस्तथा ।
तथैव प्रणतं सूरेः, सर्वं जनकदम्बकम् ।।११७।। શ્લોકાર્ચ -
ત્યારપછી મહારાજાને ચરણમાં પડેલા જોઈને તે તે પ્રકારે જ સર્વ જનસમૂહ સૂરિને નમ્યો. ll૧૧૭l ભાવાર્થ :
રત્નચૂડ વિમલ પાસેથી સ્વસ્થાનમાં જાય છે. ત્યારપછી વિમલ શું કરે છે ? તે બતાવતાં કહે છે – વિમલના આત્માએ પૂર્વભવમાં કુશલ ભાવોનો ગાઢતર અભ્યાસ કરેલો હોવાને કારણે, વળી, તેનાં મોત આપાદક કર્મો અત્યંત ક્ષીણ થયેલાં હોવાને કારણે અને વિમલનું મતિજ્ઞાન તત્ત્વને જોવામાં અત્યંત નિર્મળ હોવાને કારણે વિમલકુમારને વિષયો હેય દેખાય છે, પ્રશમનો પરિણામ જ સેવવા જેવો દેખાય છે. વળી, સંસારી જીવો જે રીતે ભોગવિલાસ કરે તેવી આચરણાઓ કરવાનો સ્વભાવ વિમલકુમારનો નષ્ટ થયેલો હોવાને કારણે મોક્ષની પ્રાપ્તિ નજીકમાં થાય તેવી ચિત્તની વિશુદ્ધિ વર્તતી હોવાને કારણે રાજ્યલક્ષ્મી પ્રત્યે વિમલકુમારને લેશ પણ રાગ નથી. વળી, દેહ પ્રત્યે મમત્વ નહીં હોવાથી શરીરને અલંકારોથી ભૂષિત કરતો નથી. વળી, યૌવનમાં સામાન્યથી જીવો જે પ્રકારની આનંદ-પ્રમોદની લીલા કરે છે તેવી કોઈ પ્રકારની લીલા કરતો નથી. વળી, રાજપુત્ર હોવાથી ગ્રામ્ય લોકોના હિતચિંતા વિષયક વિચારો કરવાની અને પ્રવૃત્તિ કરવાની ઇચ્છા સામાન્યથી હોય છે પરંતુ વિમલકુમારનું વિરક્ત ચિત્ત હોવાથી તેવો કોઈ અભિલાષ થતો નથી. કેવલ ભવરૂપી કેદખાનાથી વિરક્ત ચિત્તવાળો વિમલકુમાર શુભચિંતવનથી યુક્ત કાળ પસાર કરે છે. અર્થાત્ શીધ્ર સંસારનો ઉચ્છેદ કઈ રીતે થાય તે રીતે કાળગમન કરે છે.
આ સર્વ ચેષ્ટા જોઈને ધવલરાજા અને તેની માતાને ચિંતા ઉત્પન્ન થઈ તેથી એકાંતમાં કુમારને કહે છે, હે પુત્ર ! કેમ તે અમારા મનોરથને પૂર્ણ કરે એ પ્રકારે ભોગવિલાસમાં યત્ન કરતો નથી ? એ પ્રમાણે સાંભળીને વિમલે વિચાર્યું. આ નિમિત્ત માતા-પિતાને બોધના ઉપાય માટે થશે, તેથી વિપુલ પ્રજ્ઞાથી વિચારીને કહ્યું કે સારો રાજા લોકોના સુખમાં સુખી રહે છે તેથી નગરના સર્વ લોકોને સુખી કરીને હું સુખમાં વિકાસ કરી શકું, માટે આ મનોગંદન નામના ઉદ્યાનમાં ઉનાળામાં સર્વ સુખપૂર્વક રહી શકે તેવી વ્યવસ્થા કરું અને નગરમાં જે કોઈ દુઃખી હોય તે સર્વને સુખ ઉત્પન્ન થાય તે પ્રકારે પ્રવૃત્તિ કરીને હું ભોગવિલાસ કરીશ તેથી તેના વચનાનુસાર સર્વ પ્રકારની વ્યવસ્થા રાજાએ કરી અને નગરના લોકો ગ્રીષ્મઋતુમાં પણ સંતાપને હરનારા હિમ જેવા તે ઉદ્યાનમાં આવીને સુખપૂર્વક ભોગવિલાસ કરે છે. વળી, રાજાએ નગરમાં લોકોને મોકલેલા અને કહેલું કે જે કોઈ દુઃખી હોય તેને લાવો અને તેવા દુ:ખીનાં સર્વ દુઃખો રાજા દૂર કરશે, આ રીતે નગરજનોથી દુ:ખી જીવો શોધાતા હતા ત્યારે અત્યંત કુરૂપ સાધુના વેશવાળા બુધસૂરિ તે નગરમાં આવે છે જેને જોઈને રાજપુરુષોને જણાય છે કે આ પુરુષ અત્યંત દુઃખી
Page #146
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
૧૩૫
પ્રત્યક્ષ ના૨ક જેવો છે. તેથી તેને કોઈક રીતે ગ્રહણ કરીને મનોનંદન નામના ઉદ્યાનમાં લાવે છે અને તેની અત્યંત કુરૂપતા આદિને જોઈને તે રાજપુરુષોએ વચમાં પડદો કરીને તે દુઃખી સ્વરૂપવાળા બુધસૂરિને બેસાડ્યા અને તેનું સર્વ વિકૃત સ્વરૂપ જેવું તેઓએ પ્રત્યક્ષથી જોયેલું તેવું જ રાજાને કહ્યું. રાજાને તે જોઈને કુતૂહલ થયું. તેથી, પડદો દૂર કરીને જુએ છે અને રાજા પરિવાર સહિત તે પુરુષનું તેવું કુત્સિત રૂપ જોઈને વિસ્મય પામે છે. વિમલકુમાર તે પ્રકારના સ્વરૂપને જોઈને આ બુધસૂરિ એમ જાણે છે, તેથી હૈયામાં ભક્તિથી તે મહાત્માનાં ગુણગાન કરે છે અને તે બુધસૂરિને મનથી નમસ્કાર કરે છે જેથી લોકોને કે રાજાને આ કોઈ મહાત્મા છે તેવો બોધ થાય નહીં.
વળી, મહાત્મા પણ મનથી જ ધર્મલાભના આશીર્વાદ આપે છે, જે વિમલકુમારના ભાવના પ્રકર્ષ દ્વારા સંસારસાગરને તારનાર છે અને સર્વકલ્યાણને કરનાર છે. ત્યારપછી રાજપુરુષોએ તે બુધસૂરિને હિમભવનમાં પ્રવેશ કરાવ્યો. અને લોકોને પારમાર્થિક તત્ત્વનો બોધ કરાવા અર્થે કુરૂપ અવસ્થામાં જ તેઓ તે હિમભવનમાં ધડાક દઈને બેઠા, જેથી લોકોનું વિશેષથી તેમના તરફ ધ્યાન જાય છે અને બેઠા બેઠા ઊંઘે છે. તે સર્વને જોઈને લોકો તેમના કુરૂપની અનેક પ્રકારની નિંદા કરે છે. તે વચન સાંભળીને, ઉચિત અવસર જાણીને બુધસૂરિએ રૂપપરાવર્તન કરીને પોતાના બે ચક્ષુને તેજસ્વી બનાવ્યાં. અને પોતાની સર્વ બહારથી દેખાતી કુત્સિત અવસ્થાઓ મારી નથી તમારી જ છે તેમ કહે છે. બુધસૂરિનું તેવું રૌદ્ર સ્વરૂપ જોઈને સભા ભયભીત થઈ. ધવલરાજાને પણ જણાયું કે આ કોઈ મનુષ્ય નથી, કોઈ દેવ હશે. તેથી વિમલકુમાર સાથે વિચારણા કરીને બુધસૂરિના ચરણમાં પડે છે. આનાથી એ ફલિત થાય કે બુધસૂરિ નિઃસ્પૃહ મુનિ હતા, લોકોને ચમત્કાર બતાવીને પોતાના પ્રભાવ બતાવવાના અર્થ ન હતા, પરંતુ ધવલરાજા વગેરે યોગ્ય જીવોને બોધ કરાવવા અર્થે તેઓનાં તેવા પ્રકારનાં જ સોપક્રમ કર્મો છે જેથી આ પ્રકારે કુત્સિત સ્વરૂપ બતાવીને તેવા સ્વરૂપવાળા જ જગતના સંસારી જીવો છે તેમ બતાવવાથી અને સાક્ષાત્ તેવું કુત્સિત સ્વરૂપ ધવલરાજા વગેરેએ જોયેલું હોવાથી જ્યારે બુધસૂરિ તેવા જ સ્વરૂપવાળા જ તમે છો તેમ કહીને તેની યથાર્થ સંગતિ બતાવશે, ત્યારે કંઈક તત્ત્વની પ્રાપ્તિમાં બાધક કર્મો બલવાન હોવા છતાં સોપક્રમ હોવાને કારણે બુધસૂરિના આ પ્રકારના પ્રયત્નથી જ ઉપક્રમ પામે તેવાં હોવાથી વિમલકુમારના સ્વજનોને બોધ અર્થે બુધસૂરિએ એ પ્રકારનો પ્રયત્ન કર્યો છે.
શ્લોક ઃ
उक्तं च नरपतिना -
क्षाम्यत्वेनं महाभागो, दोषमज्ञजनैः कृतम् ।
ददातु च प्रसादेन, स्वीयं मे दिव्यदर्शनम् । । ११८ । ।
શ્લોકાર્થ :
અને રાજા વડે કહેવાયું, મહાભાગ અજ્ઞજનોથી કરાયેલા આ દોષને ક્ષમા કરો, અને પ્રસાદથી પોતાનું દિવ્યદર્શન મને આપો. II૧૧૮।।
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
ततो यावन्नृपो भूमेरुत्थाय पुनरीक्षते । તાવત્સ જીદૃશસ્સેન, સોન વિલોતિઃ ? ।।o।। लोचनानन्दिलावण्यनिर्जितामरविग्रहः । विलसद्दीप्तिविस्तारः, साक्षादिव दिवाकरः । । १२० ।। अशेषलक्षणोपेतः, सर्वावयवसुन्दरः ।
નિષા: મને વિજ્યે, સાર્તસ્વરમાસ્વરે ।।શ્યા
શ્લોકાર્થ :
–
ત્યારપછી જ્યાં સુધી રાજા ભૂમિથી ઊઠીને ફરી જુએ છે ત્યાં સુધી લોક સહિત તેના વડે= રાજા વડે, તે=બુધસૂરિ, કેવા જોવાયા ? તે બતાવે છે – લોચનને આનંદિત કરે એવા, લાવણ્યથી જીતી લીધેલા દેવના શરીરવાળા, વિલાસ પામતા દીપ્તિના વિસ્તારવાળા, જાણે સાક્ષાત્ દિવાકર, સંપૂર્ણ લક્ષણથી યુક્ત, સર્વ અવયવથી સુંદર, સુવર્ણના જેવા તેજસ્વી દિવ્ય કમલ ઉપર બેઠેલા, રાજા વગેરે વડે જોવાયા એમ અન્વય છે. II૧૧૯થી ૧૨૧।।
શ્લોક ઃ
अथ तं तादृशं वीक्ष्य, कान्तरूपं मुनीश्वरम् ।
सनृपास्ते जना जाता, विस्मयोत्फुल्ललोचनाः । । १२२ ।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી મનોહર રૂપવાળા તે મુનીશ્વરને જોઈને રાજા સહિત તે લોકો વિસ્મયથી સ્ફુરાયમાન લોચનવાળા થયા. ૧૨૨।।
શ્લોક ઃ
परस्परं च जल्पितुं प्रवृत्ताः, यदुत
कथं वा तादृशः पूर्वं ?, कथमेवंविधोऽधुना ? |
नूनमेष महाभागो, देव एव न संशयः ।।१२३।।
શ્લોકાર્થ ઃ
અને પરસ્પર બોલવા માટે પ્રવૃત્ત થયા. શું બોલવા માટે પ્રવૃત્ત થયા ? તે ‘વદ્યુત’થી બતાવે છે કેવી રીતે પૂર્વમાં તેવા પ્રકારના, અથવા કેવી રીતે હમણાં આવા પ્રકારના ખરેખર આ મહાભાગ દેવ જ છે, સંશય નથી. II૧૨૩II
=
Page #148
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
ततः कृत्वा नरेन्द्रेण, ललाटे करकुड्मलम् ।
સ પૃષ્ઠો માવાનેવું, સ્યું મો નાથ! ધ્યતામ્? ।।૨૪।।
શ્લોકાર્થ :
તેથી રાજા વડે લલાટમાં હાથ જોડીને તે ભગવાન આ પ્રમાણે પુછાયા, હે નાથ ! તમે કોણ છો, કહો ? ||૧૨૪]
શ્લોક ઃ
मुनिरुवाच
यतिरस्मि महाराज ! न देवो नापि दानवः ।
विशेषयतिरूपं तु, लिङ्गादेवावगम्यते । । १२५ ।।
૧૩૭
શ્લોકાર્થ :
મુનિએ કહ્યું. હે મહારાજ ! હું દેવ નથી, દાનવ પણ નથી, યતિ છું. વિશેષ યતિરૂપ વળી, લિંગથી જ જણાય છે. ૧૨૫।।
શ્લોક ઃ
धवलराजेनोक्तं
यद्येवं किमिदं नाथ! विहितं भवताऽद्भुतम् । ईदृशं रूपनिर्माणं, पूर्वं बीभत्सदर्शनम् ।।१२६।।
શ્લોકાર્થ :
ધવલરાજા વડે કહેવાયું. હે નાથ ! જો આ પ્રમાણે છે=તમે યતિ છો, તો તમારા વડે કેમ આ અદ્ભુત આવા પ્રકારનું રૂપનિર્માણ કરાયું, પૂર્વમાં બીભત્સદર્શન કરાયું. II૧૨૬]I
શ્લોક ઃ
कृष्णवर्णादयो दोषा, निजदेहविवर्तिनः ।
અસ્મા મવતાઽવિષ્ટાઃ, હ્રિ વા ચિત્ત્વ ારગમ્? ।।૨૭।।
શ્લોકાર્થ :
નિજ દેહવર્તી કૃષ્ણવર્ણાદિ દોષો તમારા વડે અમને કેમ કહેવાયા ? અથવા કયા કારણને વિચારીને કહેવાયા ? ||૧૨૭।।
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
कथं वा क्षणमात्रेण, दिव्यरूपधरः परः ।
મવિત્રાથ! સંપન્નો? માતૃશાં વૃવિસ્મય: તા૨૮ાા શ્લોકાર્ચ -
હે ભગવન્! નાથ ! મારા જેવાને કર્યો છે વિસ્મય એવા તમે ક્ષણમાત્રથી શ્રેષ્ઠ દિવ્યરૂપને ધારણ કરનારા કેવી રીતે થયા? I૧૨૮ll શ્લોક :
तदिदं मे प्रसादेन, सर्वं नाथ! निवेदय ।
ममोत्पन्नं मनोमध्ये, महदत्र कुतूहलम् ।।१२९।। શ્લોકાર્ચ -
તે આ સર્વ હે નાથ ! મને પ્રસાદથી નિવેદન કરો. અહીં તમારી પ્રવૃત્તિના વિષયમાં, મારા મનમાં મોટું કુતૂહલ ઉત્પન્ન થયું છે. ll૧૨૯ll
बुधसूरिकथितं संसारिस्वरूपम् બ્લોક :
मुनिराह महाराज! कृत्वा मध्यस्थमानसम् । कथ्यमानमिदं सर्वं, समाकर्णय साम्प्रतम् ।।१३०।।
બુધાચાર્ય વડે કહેવાયેલું સંસારી જીવનું સ્વરૂપ શ્લોકાર્ચ -
મુનિ કહે છે - હે મહારાજ ! મધ્યસ્થ માનસ કરીને, કહેવાતું આ સર્વ હવે સાંભળ. ll૧૩ ll શ્લોક :
इदं विरचितं पूर्वं, मया रूपं नरेश्वर! ।
निदर्शनार्थं जीवानां, संसारोदरवर्तिनाम् ।।१३१।। શ્લોકાર્ચ -
હે નરેશ્વર ! સંસારઉદરવર્તી જીવોના સ્વરૂપનો બોધ કરવા અર્થે મારા વડે પૂર્વમાં આ રૂપ કરાયું. ll૧૩૧
Page #150
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૧૩૯
બ્લોક :
યતઃएवंभूता इमे सर्वे, जीवाः संसारवर्तिनः ।
तथापि न विजानन्ति, स्वरूपं मूढमानसाः ।।१३२।। શ્લોકાર્ય :
જે કારણથી આવા પ્રકારના સંસારવત સર્વ જીવો છે, તોપણ મૂઢમાનસવાળા સ્વરૂપને જાણતા નથી. II૧૩૨ શ્લોક - ___ अतोऽमीषां प्रबोधार्थं, तादृग् बीभत्सदर्शनम् ।
दृष्टान्तभूतं भूतानां, रूपं भूत(प!) निरूपितम् ।।१३३।। શ્લોકાર્ચ -
આથી આમને સંસારઉદરવર્તી જીવોને, બોધ કરાવા અર્થે દષ્ટાંતભૂત તેવું બીભત્સ દર્શનવાળું રૂપ હે ભૂપતિ ! નિરૂપણ કરાયું. ll૧૩૩ શ્લોક :
मुनिवेषधरं तच्च, यन्मया भूप! निर्मितम् । कृष्णवर्णादयो दोषा, युष्माकं ये च योजिताः ।।१३४।। तत्रापि कारणं भूप! वर्ण्यमानं मया स्फुटम् ।
વિઘાવ નિપુiાં વૃદ્ધિ, ઘીર! ચિત્તેડવઘારી પારૂલ યુમન્ ા શ્લોકાર્ય :
અને હે ભૂપ ! મુનિવેષને ધરનારું તે કદરૂપ એવું મારા દેહનું સ્વરૂપ, જે મારા વડે નિર્માણ કરાયું, અને કૃષ્ણવર્ણાદિ દોષો જે તમોને બતાવાયા, ત્યાં પણ કદરૂપ એવું દેહનું સ્વરૂપ કરવામાં અને તે દોષો તમારામાં બતાવામાં પણ, હે રાજા ! મારા વડે સ્પષ્ટ વર્ણન કરાતું કારણ નિપુણ બુદ્ધિથી જાણીને હે વીર ! ચિત્તમાં અવધારણ કર. ll૧૩૪-૧૩૫ll શ્લોક :
मुनयो ये महात्मानो, बुद्धाः सर्वज्ञदर्शने । तपःसंयमयोगेन, क्षालिताखिलकल्मषाः ।।१३६।। ते कृष्णवर्णा बीभत्साः, क्षुत्पिपासादिपीडिताः । कुष्ठिनोऽपि बहिर्भूप! सुन्दराः परमार्थतः ।।१३७।।
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
જે મહાત્મા એવા મુનિઓ સર્વજ્ઞદર્શનમાં બોધ પામેલા તપસંયમના યોગથી ધોવાયેલો છે સંપૂર્ણ કાદવ જેઓનો એવા તેઓeતે મુનિઓ, બહારથી કૃષ્ણવર્ણવાળા, બીભત્સ, સુધા અને પિપાસાદિથી પીડિત, કોઢવાળા પણ, હે રાજા ! પરમાર્થથી સુંદર છે. I/૧૩૬-૧૩૭ll શ્લોક :
एते तु लोका राजेन्द्र! ये सद्धर्मबहिष्कृताः । गृहस्थाः पापनिरताः, विषयामिषगृध्नवः ।।१३८ ।। एते यद्यपि दृश्यन्ते, नीरोगाः सुखनिर्भराः ।
તથાપિ તવંતો રેવા, સુવિતા રોકાપીડિતા: આશરૂા શ્લોકાર્થ :
વળી, હે રાજેન્દ્ર ! આ લોકો સદ્ધર્મથી બહાર રહેલા ગૃહરી, પાપમાં નિરત, વિષયરૂપી માંસમાં વૃદ્ધિવાળા જેઓ છે, જોકે એ નિરોગી, અત્યંત સુખી, દેખાય છે. તોપણ પરમાર્થથી રોગથી પીડિત=કષાયરોગથી પીડિત, દુઃખિત જાણવા. I૧૩૮-૧૩૯II શ્લોક :
શિષ્યकृष्णवर्णादयो दोषा, गृहिणां सन्ति ते यथा ।
तथा न सन्ति साधूनां, तदिदं ते निवेद्यते ।।१४०।। શ્લોકાર્ચ -
વળી, જે પ્રમાણે ગૃહસ્થોને કૃષ્ણવર્ણાદિ દોષો છે, તે પ્રમાણે સાધુને નથી, તે આ તને નિવેદન કરાય છે. II૧૪all શ્લોક :
बहिः कनकवर्णोऽपि, पण्डितैः परमार्थतः ।
अन्तः पापतमोलिप्तः, कृष्णवर्णोऽभिधीयते ।।१४१।। શ્લોકાર્ચ -
પંડિતો વડે બહારથી સુવર્ણના વર્ણનવાળો પણ પુરુષ પરમાર્થથી અંતરંગ પાપરૂપી અંધકારથી લેપાયેલો કૃષ્ણવર્ણવાળો કહેવાય છે. ll૧૪૧TI.
Page #152
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૧૪૧
શ્લોક :
बहिरङ्गारवर्णोऽपि, चित्ते स्फटिकनिर्मलः ।
नरो विचक्षणैर्भूप! स्वर्णवर्णोऽभिधीयते ।।१४२।। શ્લોકાર્ધ :
બહારથી અંગાર વર્ણવાળો પણ ચિત્તમાં સ્ફટિક જેવો નિર્મલ મનુષ્ય હે રાજા ! વિચક્ષણો વડે સુવર્ણના વર્ણવાળો કહેવાય છે. ll૧૪રા શ્લોક :
एवं च कृष्णवर्णोऽपि, साधुः संशुद्धमानसः ।
विज्ञेयः परमार्थेन, स्वर्णवर्णो नराधिप! ।।१४३।। શ્લોકાર્ચ -
અને આ રીતે કૃષ્ણવર્ણવાળા પણ સાધુ સંશુદ્ધ માનસવાળા પરમાર્થથી હે રાજા સ્વર્ણના વર્ણવાળા જાણવા. ll૧૪all શ્લોક :
गृहस्थस्तु सदा भूप! पापारम्भपरायणः ।
हेमावदातदेहोऽपि, विज्ञेयः कृष्णवर्णकः ।।१४४।। શ્લોકાર્ય :
વળી, હે રાજા ! પાપના આરંભમાં પરાયણ, સુવર્ણ જેવા સુંદર દેહવાળો ગૃહસ્થ સદા કૃષ્ણવર્ણવાળો જાણવો. ll૧૪૪l. શ્લોક :
अनेन परमार्थेन, मयोक्तमिदमञ्जसा ।
न कृष्णवर्णोऽहं लोका! यूयमेव तथाविधाः ।।१४५।। શ્લોકાર્ય :
આ પરમાર્થથી મારા વડે આ શીધ્ર કહેવાયું, હે લોકો ! હું કૃષ્ણવર્ણવાળો નથી, તમે જ તેવા પ્રકારના છો. II૧૪પા
શ્લોક :
તથા– संप्राप्तैरपि नो तृप्तिर्विषयैर्या नराधिप! । विद्वद्भिः परमार्थेन, सा बुभुक्षा प्रकीर्तिता ।।१४६।।
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ
અને હે રાજા ! પ્રાપ્ત થયેલા વિષયોથી પણ જે તૃપ્તિ નથી, પરમાર્થથી વિદ્વાનો વડે તે ભૂખ્યા કહેવાયા છે. ૧૪૬||
શ્લોક ઃ
-:
तया बुभुक्षिताः सर्वे, भुवनोदरचारिणः ।
अमी वराकाः सद्धर्मविकला मूढजन्तवः । ।१४७।।
શ્લોકાર્થ :
તેના વડે=બુભુક્ષા વડે, ક્ષુધાવાળા સર્વ ભુવનના ઉદરમાં રહેનાર આ વરાકો સદ્ધર્મથી વિકલ મૂઢ જીવો છે. ||૧૪૭]I
શ્લોક ઃ
ते हि यद्यपि दृश्यन्ते, तृप्ताः संपूरितोदराः ।
तथापि तत्त्वतो ज्ञेया, बुभुक्षाक्षामितोदराः । । १४८ ।
શ્લોકાર્થ ઃ
જો કે તેઓ ભરાયેલા ઉદરવાળા તૃપ્ત દેખાય છે, તોપણ તત્ત્વથી ક્ષુધાથી ક્ષીણ થયેલા ઉદરવાળા જાણવા. ||૧૪૮ાા
શ્લોક ઃ
साधवस्तु महात्मानः, सदा सन्तोषपोषिताः ।
न पीडितास्तया भूप ! भीमभावबुभुक्षया । । १४९ ।।
શ્લોકાર્થ :
વળી, મહાત્મા એવા સાધુઓ સદા સંતોષથી પોષાયેલા, હે રાજા ! તે ભયંકર ભાવવાળી સુધાથી પીડિત નથી. ।।૧૪૯।।
શ્લોક ઃ
तेन यद्यपि दृश्यन्ते, विरिक्तजठराः परम् ।
तथापि तत्त्वतो ज्ञेयास्ते तृप्ताः स्वस्थमानसाः । । १५०।।
શ્લોકાર્થ ઃ
તે કારણથી જો કે અત્યંત ખાલી પેટવાળા દેખાય છે=સાધુઓ દેખાય છે, તોપણ તત્ત્વથી તેઓ=સાધુઓ, સ્વસ્થ માનસવાળા તૃપ્ત જાણવા. ||૧૫૦||
Page #154
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
इदं कारणमालोच्य, बुभुक्षार्ताः पुरा मया ।
यूयमुक्ता धरानाथ ! तृप्तश्चात्मा प्रकाशितः । । १५१ ।।
શ્લોકાર્થ :
આ કારણની આલોચના કરીને પૂર્વમાં મારા વડે ક્ષુધાથી આર્ત તમે કહેવાયા. અને હે પૃથ્વીના નાથ ! આત્મા=પોતાનો આત્મા, તૃપ્ત પ્રકાશિત કરાયો. ||૧૫૧।।
શ્લોક ઃ
તથા
अनागतेषु भोगेषु, योऽभिलाषो नराधिप । ।
सा पिपासेति विज्ञेया, भावकण्ठस्य शोषणी । । १५२ । ।
શ્લોકાર્થ :
અને હે રાજા ! અનાગત ભોગોમાં જે અભિલાષ છે તે પિપાસા ભાવકંઠને શોષનારી જાણવી. ।।૧૫૨ણા
શ્લોક ઃ
तया पिपासिताः सर्वे, पिबन्तोऽप्युदकं जनाः ।
યે ચિત્ ભૂપ! દૃશ્યન્તુ, નૈનધર્મવહિતાઃ ।। ।।
૧૪૩
શ્લોકાર્થ :
હે રાજા ! જે કોઈ જૈનધર્મથી બહિષ્કૃત દેખાય છે, પાણીને પીતા પણ તે સર્વજનો તેનાથી=ભાવકંઠને શોષનારી પિપાસાથી, પિપાસિત થયેલા છે. II૧૫૩।।
શ્લોક ઃ
मुनयस्तु सदा धन्या, भाविभोगेषु निःस्पृहाः ।
तेनोदकं विनाऽप्येते, पिपासादूरवर्तिनः । । १५४।।
શ્લોકાર્થ ઃ
ભાવીભોગોમાં નિઃસ્પૃહ સદા ધન્ય મુનિઓ છે તે કારણથી પાણી વગર પણ આ=મુનિઓ, પિપાસાથી દૂરવર્તી છે=પિપાસાથી રહિત છે. ।।૧૫૪।।
શ્લોક ઃ
अतः पिपासिता यूयमहं तु न तृषार्दितः ।
મયેનું વ્હારાં મત્વા, પુરા રાનત્રિવેવિતમ્ ।।।
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
આથી=સંસારી જીવો પિપાસિત છે અને મુનિઓ પિપાસા વગરના છે આથી, તમે પિપાસાવાળા છો, હું તૃષાથી પીડિત નથી, આ કારણને જાણીને મારા વડે હે રાજન્ !પૂર્વમાં નિવેદન કરાયું. ૧૫પી
બ્લોક :
તથા अलब्धमूलपर्यन्तो दोषचौरशताकुलः । વિષમો વિષયવ્યાનો, દુઃધૂન્ય પ્રજ્વરિત: પારદ્દા अयं नरेन्द्र! संसारो, विद्वद्भिर्भावचक्षुषा ।
अध्वा निरीक्षितो घोरः, खेदहेतुः शरीरिणाम् ।।१५७।। युग्मम् । શ્લોકાર્ચ -
અને અલબ્ધમૂલપર્યતવાળો જેનો મૂલ અને છેડો પ્રાપ્ત થતો નથી એવો, સેંકડો દોષરૂપી ચોરટાઓથી આકુલ, વિષમ, વિષયરૂપી વાઘણવાળો, દુઃખરૂપી ધૂલથી અત્યંત પુરાયેલો આ સંસાર હે નરેન્દ્ર ! ભાવચક્ષુથી વિદ્વાનો વડે સંસારી જીવોના ખેદનો હેતુ, માર્ગથી ઘોર જોવાયો છે. ll૧૫૬-૧૫૭ll. શ્લોક :
एते च सततं जीवा, गृहीत्वा कर्मशम्बलम् । वहन्तो भवमार्गेऽत्र, न कुर्वन्त्युत्प्रयाणकम् ।।१५८ ।। तेनामी जैनसद्धर्मरहिता मूढजन्तवः ।
संसाराध्वमहाखेदखेदिताः सततं मताः ।।१५९।। શ્લોકાર્ચ -
અને આ જીવો સતત કર્મરૂપી ભાથુથ ગ્રહણ કરીને આ ભવમાર્ગમાં વહેતા ઉwયાણકને કરતા નથી ભવમાર્ગથી બહાર નીકળવાના પ્રયત્નને કરતા નથી. તે કારણથી જેન સદ્ધર્મથી રહિત આ મૂઢ જીવો સંસારરૂપી માર્ગમાં મહાખેદથી શ્રાંત થયેલા સતત મનાયા છે. ll૧૫૮-૧૫૯ll.
શ્લોક :
ततो यद्यपि दृश्यन्ते, गृहे शीतलमण्डपे । तथापि तत्त्वतो ज्ञेया, गच्छन्तः पथि ते सदा ।।१६० ।।
Page #156
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૪૫
શ્લોકાર્ય :
તેથી જો કે શીતલમંડપવાળા ગૃહમાં દેખાય છે તોપણ તત્વથી તેઓ સદા પથમાં માર્ગમાં જતા જાણવા. II૧૬oll શ્લોક :
मुनयस्तु सदा भूप! विवेकवरपर्वते ।
आरूढाः सततालादे, वर्तन्ते जैनसत्पुरे ।।१६१।। શ્લોકાર્થ :
વળી, હે રાજા! સદા વિવેકરૂપ શ્રેષ્ઠ પર્વત ઉપર આરૂઢ થયેલા મુનિઓ સતત આફ્લાદવાળા જેન સત્પરમાં વર્તે છે. II૧૬૧ી. શ્લોક :
तत्र चित्तसमाधानं, मण्डपं हिमशीतलम् ।
आसाद्य निर्वृतात्मानस्तिष्ठन्ति विगतश्रमाः ।।१६२।। શ્લોકાર્ય :
ત્યાં જૈન સપુરમાં, હિમ જેવા શીતલ ચિતસમાધાન એવા મંડપને પામીને નિવૃત આત્મા=સંસારની આરંભ-સમારંભની પ્રવૃત્તિથી નિવૃત્ત થયેલા સ્વરૂપવાળા, વિગત શ્રમવાળા રહે છે. ll૧૬ચા શ્લોક :
ततो यद्यपि दृश्यन्ते, ते बहिः खेदनिःसहाः ।
विज्ञेयाः खेदनिर्मुक्तास्तथापि परमार्थतः ।।१६३ ।। શ્લોકાર્ચ -
તેથી જો કે તેઓ મુનિઓ, બહારથી ખેદને અત્યંત સહન કરનારા દેખાય છે તોપણ પરમાર્થથી ખેદથી નિર્મુક્ત જાણવા. ll૧૬all શ્લોક :
तदिदं कारणं मत्वा, भवन्तः खेदनिःसहाः ।
अहं तु नेति राजेन्द्र! मया पूर्वं निवेदितम् ।।१६४।। શ્લોકાર્ચ -
તે આ કારણને જાણીને=પૂર્વની બે શ્લોકમાં કહ્યું કે આ કારણને જાણીને, તમે ખેદને અત્યંત સહન કરનારા છો, હું નથી એ પ્રમાણે હે રાજેન્દ્ર ! મારા વડે પૂર્વમાં નિવેદન કરાયું. ૧૬૪ll
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
તથા
क्रोधो मानस्तथा माया, लोभश्चेति चतुर्विधः ।
તાપ: સંસાળિાં મૂળ! સર્વાડ્મીન: સુવારુળ: ।IGIT तेन दन्दह्यमानास्ते, तापार्ताः सततं मताः ।
यद्यपीह विलोक्यन्ते, चन्दनादिविलेपिताः ।। १६६ ।।
શ્લોકાર્થ :
અને હે રાજા ! ક્રોધ, માન, માયા લોભ એ રૂપ ચાર પ્રકારનો તાપ સંસારી જીવોને સર્વ અંગમાં રહેલો સુદારુણ છે. તેનાથી બળતા એવા તેઓ સતત તાપથી આર્ત મનાયા છે. જો કે અહીં=સંસારમાં, ચંદનાદિથી વિલેપન કરાયેલા દેખાય છે. II૧૬૫-૧૬૬||
શ્લોક ઃ
साधवस्तु महाराज ! सततं शान्तमानसाः ।
निष्कषाया महात्मानो, निस्तापाः पापसूदनाः ।।१६७।।
શ્લોકાર્થ :
વળી, હે મહારાજ ! સાધુઓ સતત શાંત માનસવાળા, નિષ્કષાય અથવા કષાય વિનાના મહાત્માઓ, પાપને નાશ કરનારા તાપ રહિત છે. II૧૬૭II
શ્લોક ઃ
ततो यद्यपि दृश्यन्ते, ते बहिस्तापपीडिताः । तथापि परमार्थेन, विज्ञेयास्तापदूरगाः ।। १६८ ।।
શ્લોકાર્થ :
તેથી જો કે તેઓ=મુનિઓ, બહારથી તા૫પીડિત દેખાય છે. અર્થાત્ ચંદન આદિનો લેપ નહીં કરનારા હોવાથી બહારથી તાપપીડિત દેખાય છે. તોપણ પરમાર્થથી તાપથી દૂર રહેલા
જાણવા. ૭૧૬૮૨૫
શ્લોક ઃ
इदमेव मया ज्ञात्वा यूयं तापार्दिताः पुरा ।
अहं
तु
નેતિ રાનેન્દ્ર! પ્રતિજ્ઞાતમશા ।।૬૧।।
Page #158
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
આને જ જાણીને=પૂર્વના શ્લોકમાં કહ્યું એને જ જાણીને, મારા વડે પૂર્વમાં તમે તાપથી અર્દિત છો હું નથી. એ પ્રમાણે હે મહારાજ ! નિઃશંકપણાથી, જણાવાયું. ૧૬૯॥
શ્લોક ઃ
તથા
कुविकल्पकृमिस्थानं, मिथ्यात्वं भूप ! देहिनाम् ।
गलदास्तिक्यजाम्बालं, कुष्ठमुक्तं मनीषिभिः ।। १७० ।।
શ્લોકાર્થ :
તથા હે રાજા ! કુવિકલ્પરૂપી કૃમિનું સ્થાન એવું જીવોનું મિથ્યાત્વ ગળતા આસ્તિક્ય જાંબાલવાળું= જાળાવાળું, મનીષીઓ વડે કુષ્ઠ રોગ કહેવાયું છે. II૧૭૦II
શ્લોક ઃ
विनाशयति तद्भूप! सद्बुद्धिवरनासिकाम् । થર્થરાવ્યયોપં ચ, નાં થત્તે મોસ્ક્રુતમ્ ।।૭।।
૧૪૭
શ્લોકાર્થ :
હે ભૂપ ! તે=મિથ્યાત્વ સત્બુદ્ધિરૂપી શ્રેષ્ઠ નાસિકાનો વિનાશ કરે છે. અને નરને ધર્ઘર અવ્યક્તઘોષવાળો, મદથી ઉદ્ધત કરે છે. II૧૭૧II
શ્લોક ઃ
शमसंवेगनिर्वेदकारुण्यानि च मूलतः ।
हस्तपादसमान्येषां, शाटयत्येव देहिनाम् ।।१७२ ।। तेन मिथ्यात्वकुष्ठेन, विद्वदुद्वेगहेतुना ।
आक्रान्ताः पृथिवीनाथ ! सदाऽमी मूढजन्तवः ।।१७३।।
શ્લોકાર્થ :
અને આ જીવોના હસ્તપાદ જેવા શમ, સંવેગ, નિર્વેદ, કારુણ્યને મૂલથી નાશ કરે જ છે=મિથ્યાત્વ નાશ કરે જ છે, હે પૃથિવીનાથ ! કારણથી વિદ્વાનોના ઉદ્વેગનો હેતુ એવા મિથ્યાત્વરૂપી કુષ્ઠથી સદા આક્રાંત આ મૂઢ જંતુઓ છે. [૧૭૨-૧૭૩II
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
બ્લોક :
ततो यद्यपि दृश्यन्ते, सर्वावयवसुन्दराः ।
तथापि भावतो ज्ञेयाः, कृमिजालक्षताङ्गकाः ।।१७४।। શ્લોકાર્ચ -
તેથી જો કે સર્વ અવયવોએ મનુષ્યો સુંદર દેખાય છે તોપણ ભાવથી કૃમિજાલથી ક્ષીણ થયેલા અંગવાળા જાણવા. ll૧૭૪ll
શ્લોક :
सम्यग्भावेन पूतानां, मुनीनां पुनरीदृशम् । कुष्ठं नास्त्येव तेनामी, सर्वावयवसुन्दराः ।।१७५ ।।
શ્લોકાર્થ :
સભ્ય ભાવથી પવિત્ર એવા મુનિઓને વળી આવા પ્રકારનું કુષ્ઠ નથી જ. તે કારણથી આ= મુનિઓ, સર્વ અવયવોએ સુંદર જાણવા. I૧૭૫ll
બ્લોક :
ततश्चकथञ्चिदपि यद्येते, बहिः कुष्ठसमन्विताः ।
भवेयुर्भावतो भूप! तथापि न तथाविधाः ।।१७६।। શ્લોકાર્ચ -
અને તેથી કોઈક રીતે પણ જો આ મુનિઓ બહારથી કુષ્ઠથી યુક્ત હોય તોપણ હે રાજા! ભાવથી તેવા પ્રકારના નથી. ll૧૭૬ાા. શ્લોક :
अत एव मया पूर्वमिदमालोच्य कारणम् ।
तथोक्ताः कुष्ठिनो यूयं, नाहं कुष्ठीति चोदितम् ।।१७७।। શ્લોકાર્ચ -
આથી જ=મુનિઓ ભાવથી તેવા પ્રકારના નથી આથી જ, મારા વડે પૂર્વમાં આ કારણને વિચારીને તમે તે પ્રકારે કુષ્ઠીઓ કહેવાયા. હું કુક્કી નથી એ પ્રમાણે કહેવાયું. ll૧૭૭ી.
Page #160
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
તથા
परेषु द्वेषदुष्टानां, समृद्धिं वीक्ष्य देहिनाम् ।
ईर्ष्या या जायते भूप ! सा शूलमभिधीयते । । १७८ ।।
શ્લોકાર્થ ઃ
અને જીવોની સમૃદ્ધિને જોઈને પરમાં દ્વેષથી દુષ્ટ એવા જીવોને જે ઈર્ષ્યા થાય છે, હે રાજા ! તે શૂલ કહેવાય છે. I|૧૭૮||
શ્લોક ઃ
ईर्ष्याशूलेन चाक्रान्ताः परेषां व्यसने क्षमाः ।
द्वेषाध्माताः प्रकुर्वन्ति वक्त्रभङ्गं पुनः पुनः ।। १७९।।
શ્લોકાર્થ :
અને ઈર્ષ્યાભૂલથી આક્રાંત, બીજાઓની આપત્તિમાં તોષવાળા, દ્વેષથી આઘ્યાત થયેલા જીવો ફરી ફરી મુખના ભંગને કરે છે. II૧૭૯II
શ્લોક ઃ
तच्च नास्ति महाशूलं, मुनीनां धरणीपते ! ।
सर्वत्र समचित्तास्ते, वीतद्वेषा हि साधवः ।। १८० ।।
૧૪૯
શ્લોકાર્થ :
અને હે ધરણીપતિ ! મુનિઓને તે મહાશૂલ નથી, =િજે કારણથી, તેઓ મુનિઓ, સર્વત્ર સમાનચિત્તવાળા, ચાલ્યા ગયેલા દ્વેષવાળા છે. II૧૮૦]
શ્લોક ઃ
इदं कारणमाश्रित्य शूलाक्रान्ताः पुरा मया ।
यूयमुक्तास्तथाऽऽत्मा च शूलहीनः प्रकाशितः ।। १८१ ।।
શ્લોકાર્થ ઃ
આ કારણને આશ્રયીને પૂર્વમાં મારા વડે તમે શૂલઆક્રાંત કહેવાયા અને તે પ્રકારના શૂલથી હીન આત્મા=પોતાનો આત્મા, કહેવાયો. II૧૮૧।।
શ્લોક ઃ
अनादिभवचक्रेऽत्र, यथाभूताः कथञ्चन । તથાદ્યાપિ પ્રવર્તો, સદ્દાડમી ગ્રૂપ! નનવ:।।૮।।
Page #161
--------------------------------------------------------------------------
________________
૧પ૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
આ અનાદિ ભવચક્રમાં કોઈક રીતે યથાભૂત છે=જે પ્રકારે પૂર્વમાં કહેલા રોગોવાળા જન્મેલા છે તેવા સ્વરૂપવાળા છે. તે પ્રકારે=જે પ્રકારે ભૂતકાળમાં થયેલા છે તે પ્રકારે, હજી પણ હે ભૂપ! આ જીવો સદા પ્રવર્તે છે. ll૧૮ના શ્લોક :
कदाचिन्न पुनः प्राप्तं, विद्याजन्म मनोहरम् ।
नैतैविवेकतारुण्यं, न मृता भावमृत्युना ।।१८३।। શ્લોકાર્થ :
ક્યારેય પણ વળી, મનોહર વિદ્યાની પ્રાપ્તિવાળા જન્મને પામ્યા નથી તત્ત્વનો યથાર્થબોધ થાય તેવી વિધાવાળા જન્મને પામ્યા નથી, આમના વડે=આ જીવો વડે, વિવેકરૂપી તારુણ્ય પ્રાપ્ત કરાયું નથી. ભાવમૃત્યુથી મરેલા નથી=ભાવથી મૃત્યુ પ્રાપ્ત થાય તેવા મૃત્યુને પામેલા નથી. II૧૮all. શ્લોક :
जराजीस्ततो भूप! यावत्संसारजीविनः । जन्तवोऽनन्तदुःखालीवलीपलितसंगताः ।।१८४ ।। बहिस्ते तरुणाकारं, धारयन्तोऽपि मानवाः । विज्ञेयास्तत्त्वतो भूप! जराजीर्णकपोलकाः ।।१८५।।
શ્લોકાર્ધ :
તે કારણથી=વિધાજન્મ પામ્યા નથી, વિવેકતારુણ્ય પામ્યા નથી, ભાવમૃત્યુથી મર્યા નથી તે કારણથી, હે રાજા! અનંત દુઃખની શ્રેણીરૂપ વલીથી અને પલિતથી સંગત એવા યાવત્ સંસારમાં જીવનારા જીવો, જરાથી જીર્ણ છે. બહારથી તે માનવો તરુણ આકારને ધારણ કરનારા, પણ હે રાજા ! તત્ત્વથી જરાથી જીર્ણ ગાલવાળા જાણવા. ll૧૮૪-૧૮૫|| શ્લોક :
साधुभिर्भूपते! लब्धं, विद्याजन्म मनोहरम् ।
प्राप्तं विवेकतारुण्यं, दीक्षासम्भोगसुन्दरम् ।।१८६।। શ્લોકાર્ધ :
હે રાજા! સાધુઓ વડે મનોહર વિધાજન્મ પ્રાપ્ત કરાયો છે, દીક્ષાના સંભોગથી સુંદર દીક્ષાના સમ્યક પ્રકારના સેવનથી સુંદર, વિવેકતારુણ્ય પ્રાપ્ત કરાયું છે. ll૧૮૬ll
Page #162
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૫૧
શ્લોક :
अप्राप्य तां जरां घोरां, तारुण्ये वर्तमानकाः ।
तथा च ते मरिष्यन्ति, यथोत्पत्तिर्न जायते ।।१८७।। શ્લોકાર્ચ -
ઘોર એવી જરાને અપ્રાપ્ત કરીને, તારુણ્યમાં રહેલા તેઓ તે પ્રકારે મરશે, જે પ્રકારે ઉત્પત્તિ ન થાય. ll૧૮૭
બ્લોક :
अतः सर्वे जराजीर्णा, ये भवे दीर्घजीविनः ।
सन्तस्तु यौवनारूढाः, कर्मनिर्दलनक्षमाः ।।१८८।। શ્લોકાર્ચ -
આથી ભવમાં દીર્ઘ જીવનારા જેઓ છે, તે સર્વ જરાથી જીર્ણ છે. વળી, સંતપુરુષો યોવનથી આરૂઢ કર્મને નાશ કરવામાં સમર્થ છે. II૧૮૮II
બ્લોક :
તથાयतोऽमी देहिनो मूढा, रागसन्तापतापिताः ।
तेनोच्यन्ते मया भूप! महाज्वरविबाधिताः ।।१८९।। શ્લોકાર્ચ -
અને જે કારણથી આ જીવો મૂઢ, રાગસંતાપથી તપેલા છે, તે કારણથી હે રાજા ! મહાવરથી બાધા પામેલા મારા વડે કહેવાયા છે. I૧૮૯ll શ્લોક :
सत्साधूनां पुनर्नव, रागगन्धोऽपि विद्यते ।
ते बहिर्व्वरवन्तोऽपि, विज्ञेयास्तेन विज्वराः ।।१९० ।। શ્લોકાર્ચ -
વળી, સત્સાધુઓને રાગની ગંધ પણ વિદ્યમાન નથી જ, તે કારણથી બહારથી સ્વરવાળા પણ તેઓ સત્તાધુઓ વર વગરના જાણવા. ll૧૯oll
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
તથીयत् कृत्यं सदनुष्ठानं, तन्न कुर्वन्ति मूढकाः । वारिता अपि कुर्वन्ति, पापानुष्ठानमञ्जसा ।।१९१।।
બ્લોકાર્થ :
અને જે કૃત્ય સદ્ધનુષ્ઠાન છે, તેને મૂઢ જીવો કરતા નથી. વારણ કરાયેલા પણ શીધ્ર પાપનું અનુષ્ઠાન કરે છે. II૧૯૧૫ શ્લોક -
ततोऽमी जगतीनाथ! येऽपि पण्डितमानिनः । सोन्मादा इति विज्ञेयास्तेऽपि भावेन देहिनः ।।१९२।।
શ્લોકાર્ચ -
તેથી હે જગતના નાથ ! રાજા ! આ જેઓ પણ પંડિતમાની છે અને બુદ્ધિમાન છીએ એમ માનનારા છે, તે પણ જીવો ભાવથી ઉન્માદ સહિત છે એ પ્રમાણે જાણવું. II૧૯૨ા. શ્લોક :
सदनुष्ठानरक्तानां, साधूनां पुनरीदृशः ।
नोन्मादोऽस्ति धरानाथ! तस्मात्ते शुद्धबुद्धयः ।।१९३।। શ્લોકાર્ચ -
વળી, સઅનુષ્ઠાનમાં રક્ત એવા સાધુઓને આવા પ્રકારનો ઉન્માદ નથી=અસહ્મનુષ્ઠાન કરવાનો ઉન્માદ નથી. હે ધરાનાથ ! તે કારણથી તેઓ શુદ્ધ બુદ્ધિવાળા છે. II૧૯ઉll શ્લોક :
जराजीर्णा रुजाक्रान्ताः, सोन्मादा इति तत्पुरा । यूयं नाहमिति प्रोक्तं, सर्वमेतेन हेतुना ।।१९४ ।।
શ્લોકાર્ય :
તે કારણથી જરાથી જીર્ણ, રોગથી આકાંત ઉન્માદ સહિત તમે છો, હું નથી એ પ્રમાણે સર્વ પૂર્વમાં આ હેતુથી કહેવાયું. ll૧૯૪ll
Page #164
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૧૫૩
શ્લોક :
તથાपश्यन्तोऽपि विशालेन, चक्षुषा बहिरञ्जसा ।
अन्तर्वसुन्धरानाथ! कामान्धा मूढजन्तवः ।।१९५।। શ્લોકાર્ધ :
અને હે વસુંધરાનાથ ! વિશાળ એવા બાહ્ય ચક્ષુથી શીઘ જોતા પણ અંતરંગ કામમાં અંધ મૂટ જંતુઓ છે. ll૧૯૫II. શ્લોક :
विकलाक्षा मया पूर्वं, तेनामी परिकीर्तिताः ।
साधूनां विकलाक्षत्वं कामजन्यं न विद्यते ।।१९६।। શ્લોકાર્ચ -
તે કારણથી મારા વડે આ મૂઢ જીવો, ચક્ષુ વગરના પૂર્વમાં કહેવાયા. સાધુઓને કામજન્ય વિકલાક્ષપણું વિધમાન નથી. ll૧૯૬ll શ્લોક :
अतो यद्यपि दृश्यन्ते, ते बहिर्नष्टदृष्टयः ।
तथापि साधवो नैव, विकलाक्षा नराधिप! ।।१९७।। શ્લોકાર્ચ -
આથી જો કે તેઓ બાહ્યનષ્ટદષ્ટિવાળા દેખાય છે તોપણ હે રાજા ! સાધુઓ વિકલાક્ષ નથી જ. I૧૯ના શ્લોક :
तेनामी जन्तवः प्रोक्ता, विकलाक्षा मया पुरा ।
आत्मा प्रकाशितो भूप! सज्जाक्षश्चारुलोचनः ।।१९८ ।। શ્લોકાર્ચ -
તે કારણથી આ જીવો ચક્ષ વગરના પૂર્વમાં મારા વડે કહેવાયા. હે રાજા ! આત્મા મારો પોતાનો આત્મા, સજ્જ અક્ષવાળો સ્પષ્ટ ચક્ષવાળો, સુંદર લોચનવાળો પ્રકાશિત કરાયો. ll૧૯૮
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
राजनेते परायत्ता, यथा गेहस्य जन्तवः ।
साधवस्त्वपरायत्तास्तथा ते कथ्यतेऽधुना ।।१९९।। શ્લોકાર્ચ -
હે રાજન્ ! જે પ્રમાણે આ જંતુઓ ઘરને પરાધીન છે. તે પ્રમાણે તે સાધુઓ અપરાધીન હમણાં કહેવાય છે. ૧૯૯ll શ્લોક :
निःस्नेहं परमार्थेन, भित्रकर्मविनिर्मितम् ।
इदं कलत्रपुत्रादि, चञ्चलं च कुटुम्बकम् ।।२००।। શ્લોકાર્ય :
ભિન્નકર્મથી નિર્માણ થયેલું જુદા જુદા જીવોનાં જુદાં જુદાં કર્મોથી નિર્માણ થયેલું, આ સ્ત્રી, પુત્ર આદિ પરમાર્થથી સ્નેહ વગરનું અને ચંચલ કુટુંબ છે. ર૦ || શ્લોક :
अदृष्टपरमार्थानामत्यन्तं मनसः प्रियम् ।
तत्त्वभूतमिदं तेषां, मूढानां प्रतिभासते ।।२०१।। શ્લોકાર્થ :
અદષ્ટ પરમાર્થવાળા તે મૂઢ જીવોના મનને આ=કલનપુત્રાદિ, અત્યંત પ્રિય તત્ત્વભૂત ભાસે છે. ll૨૦૧II શ્લોક :
ततस्तदर्थं क्लिश्यन्ते, दासाः कर्मकरा यथा ।
रात्रौ दिवा च मोहेन, पशुभूता वराककाः ।।२०२।। શ્લોકાર્થ :
તેથી=પત્રકલત્રાદિ, તત્ત્વભૂત ભાસે છે તેથી, જે પ્રમાણે નોકર-દાસ ફ્લેશ પામે છે તે પ્રમાણે મોહથી તેના માટે પત્રકલત્રાદિ માટે, પશુભૂત રાંકડાઓ રાત્રિ દિવસ ક્લેશ કરે છે. ll૨૦શા શ્લોક :
आहारयन्ति न स्वस्था, रात्रौ निद्राविवर्जिताः । चिन्तयाऽऽकुलिता नित्यं, धनधान्यपरायणाः ।।२०३।।
Page #166
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૧૫૫ શ્લોકાર્થ :
રાત્રિમાં નિદ્રાથી વિવર્જિત, નિત્ય ચિંતાથી આકુલિત, ધનધાન્યપરાયણ એવા તે જીવો-સ્ત્રી, પુત્રાદિ પ્રત્યે સ્નેહવાળા જીવો, સ્વસ્થ આહાર પણ કરતા નથી. Il૨૦Bll. શ્લોક :
तदेवं ते कुटुम्बस्य, सदैवादेशकारिणः ।
परायत्ता न जानन्ति, परमार्थममेधसः ।।२०४।। શ્લોકાર્ય :
તે કારણથી આ રીતે સદા કુટુંબને પરાધીન, આજ્ઞાને કરનારા અબુદ્ધિમાન તે પુરુષો પરમાર્થને જાણતા નથી. Il૨૦૪ll શ્લોક :
तथाहिमाता भ्राता पिता भार्या, दुहिता पुत्र इत्यपि ।
सर्वेऽपि जन्तवो जाता, नरादिभवचक्रके ।।२०५।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – માતા, ભાઈ, પિતા, ભાર્યા, પુત્રી, પુત્ર એ પણ સર્વ પણ જીવો નરાદિ ભવચક્રમાં થયા છે. Il૨૦૫ll બ્લોક :
ततो विज्ञातसद्भावः, को हि नाम सकर्णकः ।
तदायत्तो भृशं भूत्वा, स्वकार्यं हारयेन्नरः? ।।२०६।। શ્લોકાર્ય :
તેથીeભવચનું આવું સ્વરૂપ છે તેથી, વિજ્ઞાત સર્ભાવવાળો કોણ બુદ્ધિમાન પુરુષ અત્યંત તેને આધીન થઈને સ્વકાર્યને હારે ૨=પોતાના આત્મહિતનો વિનાશ કરે ? ll૨૦૬ll શ્લોક :
अत एव महात्मानस्तत्कलत्रादिपञ्जरम् ।
संपरित्यज्य निःशेषं, जाता निःसङ्गबुद्धयः ।।२०७।। શ્લોકાર્ય :
આથી જ મહાત્માઓ નિઃશેષ તે સ્ત્રી આદિ રૂપ પાંજરાને છોડીને નિઃસંગ બુદ્ધિવાળા થયા. Il૨૦૭ll
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬) પંચમ પ્રસ્તાવ
બ્લોક :
त एव ह्यपरायत्तास्त एव कृतिनो नराः ।
त एव स्वामिनो भूप! सर्वस्य जगतोऽनघाः ।।२०८।। શ્લોકાર્થ :
હે રાજા ! તેઓ જ મહાત્માઓ જ, પરાધીન વગરના છે તેઓ જ બુદ્ધિમાન મનુષ્યો છે. નિર્દોષ એવા સુસાધુઓ જ, સર્વ જગતના સ્વામી છે. ll૨૦૮ll શ્લોક :
गुरूणां ते परायत्ता, भवन्तोऽपि महाधियः ।
निर्मुक्ता गृहपाशेन, तस्मादत्यन्तमुत्कलाः ।।२०९।। શ્લોકાર્ચ - તેઓ સુસાધુઓ, ગુરુઓને આધીન છતાં પણ મહાબુદ્ધિવાળા ગૃહપાશથી નિર્મક્ત છે. તે કારણથી અત્યંત મુલ્કલ છે બંધન વગરના છે. ll૨૦૯ll શ્લોક :
इदं च हृदये कृत्वा, कारणं मानवेश्वर! ।
यूयमुक्ताः परायत्ता, मयाऽऽत्मा तद्विलक्षणः ।।२१०।। શ્લોકાર્ચ -
અને આ કારણને હૃદયમાં કરીને હે માનવેશ્વર ! તમે પરાધીન મારા વડે કહેવાયા. આત્મા તેનાથી વિલક્ષણ પોતાનો આત્મા પરાધીનથી રહિત કહેવાયો. ll૧૦ના. શ્લોક :
તથાये च तेऽष्टौ मया पूर्वमृणिकाः संप्रकाशिताः ।
विद्धि तान्यष्ट कर्माणि, दुःखदानीह देहिनाम् ।।२११।। શ્લોકાર્ચ -
અને જે તે આઠ મારા વડે પૂર્વમાં ઋણિકા પ્રકાશન કરાઈ=લેણદારો પ્રકાશિત કરાયા. તે અહીં=સંસારમાં, જીવોને દુઃખ દેનારાં આઠ કર્મો તું જાણ. l૨૧૧il. શ્લોક :
तैश्चामी सततं जीवाः, कदर्थ्यन्ते मुहुर्मुहुः ।। दानग्रहणिकैर्भूप! कर्मभिस्तीवदारुणैः ।।२१२।।
Page #168
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
અને હે રાજા ! દાનગ્રહણ કરનારાં એવાં તીવ્ર દારુણ તે કર્મો વડે આ જીવો વારંવાર સતત કદર્થના કરાય છે. ।।૨૧૨।।
શ્લોક ઃ
बुभुक्षिताः क्वचिद्दीना, धार्यन्तेऽत्यन्तविह्वलाः ।
क्वचिद् गाढं प्रपीडयन्ते, क्षिप्त्वा नरककोष्ठके ।। २१३ ।।
શ્લોકાર્થ :
ભૂખ્યા, ક્વચિત દીન, વિહ્વલ ધારણ કરાય છે=લેણદારરૂપ કર્મો વડે ધારણ કરાય છે. ક્યારેક નરકોષ્ઠકમાં નાંખીને ગાઢ પીડન કરાય છે. II૨૧૩II
શ્લોક ઃ
साधूनामपि ते सन्ति, ऋणिकाः किं तु नो तथा । कदर्थनं प्रकुर्वन्ति, शुद्धप्रायमृणं यतः । । २१४ ।।
૧૫૭
શ્લોકાર્થ :
સાધુના પણ તે લેણદારો છે પરંતુ તે પ્રકારે કદર્શના કરતા નથી, જે કારણથી ઋણ શુદ્ધપ્રાયઃ છે. II૨૧૪II
શ્લોક ઃ
शोधयन्ति च ते नित्यं, साधवः कृतनिश्चयाः ।
ऋणं तत्तेन ते तेषामृणिका नैव बाधकाः । । २१५ । ।
શ્લોકાર્થ :
અને કૃતનિશ્ચયવાળા તે સાધુઓ નિત્ય ઋણને શોધે છે=ઋણ ચૂકવતા જાય છે. તે કારણથી તેના વડે=કર્મો વડે, તેઓના ઋણિક-કર્મોના ઋણિક, એવા તેઓ=દેવાદાર એવા સાધુઓ, બાધક નથી જ=કર્મોથી બાધા પામતા નથી જ. II૨૧૫।।
શ્લોક ઃ
ऋणार्दिता मया पूर्व, यूयमेतेन हेतुना ।
પ્રોહા ભૂપ! તથાઽત્મા હૈં, મુત્ત્ત: પ્રાશિત: -।।૨૬।।
શ્લોકાર્થ :
આ હેતુથી મારા વડે પૂર્વમાં તમે ઋણથી પીડિત કહેવાયા. હે રાજા ! તે પ્રમાણે આત્મા=પોતાનો આત્મા, ઋણમુક્ત પ્રકાશિત કરાયો. II૨૧૬ના
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
यथा च प्रचलायन्ते, भावतोऽमी नरेश्वर ! । નૈનધર્મવર્મૂિતા, નન્તવસ્તત્રિશમય ।।૨૭।।
શ્લોકાર્થ -
અને હે નરેશ્વર ! જે પ્રમાણે આ જૈનધર્મથી બહિર્મૂત જીવો ભાવથી ઊંઘે છે તેને તું
સાંભળ. I૨૧૭||
શ્લોક ઃ
दुरन्तः कर्मसन्तानो, घोरः संसारसागरः ।
रौद्रा रागादयो दोषास्तरलं देहिनां मनः । । २१८ ।।
चटुलश्चेन्द्रियग्रामो, दृष्टनष्टं च जीवितम् । ચત્તા વિભૂતવ: સર્વા, વેદશ્ય ક્ષળમપુરઃ ।।૨।। शत्रुः प्रमादो जीवानां, दुस्तरः पापसञ्चयः । અસંવતત્વ દુ:વાવ, મોમો નરપ: ।।૨૨૦।। अनित्याः प्रियसंयोगा, भवन्त्यप्रियसङ्गमाः । क्षणरक्तविरक्ताश्च, योषितो मित्रबान्धवाः । । २२१ । । उग्रो मिथ्यात्ववेतालो, जरा करविवर्तिनी । મોશાશ્વાનન્તવું:હાય, વાહનો મૃત્યુમુધઃ ।।૨૨।। एतत्सर्वमनालोच्य, कृत्वा पादप्रसारिकाम् । विवेकचक्षुः संमील्य, स्वपन्ति ननु जन्तवः ।। २२३ ।।
શ્લોકાર્થ ઃ
ખરાબ અંતવાળો કર્મનો સંતાન છે. ઘોર સંસારસાગર છે. રાગાદિ દોષો રૌદ્ર છે. જીવોનું મન તરલ છે=ચંચલ છે. ઈન્દ્રિયોનો સમૂહ ચટુલ છે=ચપળ છે. જીવિત દૃષ્ટનષ્ટવાળું છે=ક્ષણમાં દેખાય છે અને નાશ પામે તેવું છે. સર્વ વિભૂતિઓ ચલ છે અને દેહ ક્ષણભંગુર છે. જીવોનો શત્રુ પ્રમાદ છે. પાપનો સંચય દુસ્તર છે. અસંયતપણું દુઃખ માટે છે. નરકરૂપી કૂવો ભયંકર છે. પ્રિય સંયોગો અનિત્ય છે. અપ્રિયના સંયોગો થાય છે. અને સ્ત્રી, મિત્ર, બંધુઓ ક્ષણ રક્તવિરક્ત છે. મિથ્યાત્વવેતાલ ઉગ્ર છે. જરા હાથમાં રહેનારી છે. ભોગો અનંતદુઃખ માટે છે. મૃત્યુરૂપી ભૂધર=પર્વત, દારુણ છે. આ સર્વને વિચાર્યા વગર પગ પહોળા કરીને, વિવેકચક્ષુને બંધ કરીને જીવો ઊંઘે છે. II૨૧૮થી ૨૨૩||
Page #170
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૧પ૯
શ્લોક :
महाघुरघुरारावं, कुर्वन्तो नष्टचेतनाः ।
कथञ्चिन्न प्रबुध्यन्ते, शब्दैरपि विवेकिनाम् ।।२२४ ।। શ્લોકાર્ચ -
મહાઘરઘુર આરાવને કરતા= નસકોરાંને કરતા, નષ્ટ ચેતનાવાળા, વિવેકીઓના શબ્દોથી પણ કોઈક રીતે પ્રતિબોધ પામતા નથી. ll૨૨૪ll શ્લોક :
विबुद्धा अपि कृच्छ्रेण, घूर्णमानेन चक्षुषा ।
भूयोभूयः स्वपन्त्येव, ते महामोहनिद्रया ।।२२५ ।। શ્લોકાર્ચ - મુશ્કેલથી જાગેલા પણ ઊંઘવાળી ચક્ષુથી ફરી ફરી તેઓ મહામોહનિદ્રાથી સૂએ જ છે. ર૨૫ll શ્લોક :
अन्यच्च
તો વાં સમાવાતા: ? પ્રાપિતા: શેન વર્મ? |
क्वागताः? क्व च यास्यामो? विदन्त्येतन्न मूढकाः ।।२२६।। શ્લોકાર્ચ -
અને બીજું – ક્યાંથી અમે આવ્યા છીએ ? કયાં કર્મથી અહીં પ્રાપ્ત થયા છીએ ? ક્યાં આવ્યા અને ક્યાં જઈશું ? એ મૂઢ જીવો જાણતા નથી. ll૨૬ll બ્લોક :
ततो यद्यपि दृश्यन्ते, वल्गमानाः पृथग्जनाः ।
तथापि तत्त्वतो भूप! विज्ञेयाः प्रचलायिताः ।।२२७ ।। શ્લોકાર્ચ -
તેથી જોકે સામાન્ય જીવો કૂદાકૂદ કરતા દેખાય છે તોપણ તત્ત્વથી હે રાજા ! પ્રચલાવાળા જાણવા. ll૨૭ll બ્લોક :
साधूनां पुनरेषा भो! महामोहतमोमयी । निद्रा नास्त्येव धन्यानां, तेन ते नित्यजागराः ।।२२८ ।।
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
વળી, ધન્ય એવા સાધુઓને મહામોહના અંધકારમય આ નિદ્રા નથી જ. તે કારણથી તેઓ નિત્ય જાગનારા છે. ll૨૨૮ll શ્લોક :
सर्वज्ञागमदीपेन, साधवस्ते महाधियः ।
गत्यागती प्रपश्यन्ति, स्वस्यान्येषां च देहिनाम् ।।२२९ ।। શ્લોકાર્ય :
સર્વજ્ઞ આગમરૂપી દીપકથી તે મહાબુદ્ધિવાળા સાધુઓ પોતાની અને અન્ય જીવોની ગતિઆગતિને જુએ છે. અર્થાત્ અમે કઈ ગતિમાંથી આવ્યા છીએ અને કઈ ગતિમાં જવાના છીએ તે વર્તમાનમાં પોતાનાં પ્રકૃતિ અને કૃત્ય દ્વારા પોતાનાં જાણે છે અને અન્ય જીવોનાં પણ જાણે છે. Il૨૯II શ્લોક :
ततश्चते बहिन्द्रिया भूप! सुप्ता अपि कथञ्चन ।
સુપ્ત તિ વિયા, વિવેકનીનિતૈક્ષUT: Jારરૂ૦ના શ્લોકાર્થ :
અને તેથી હે રાજા ! બહારની નિદ્રાથી તેઓ સાધુઓ, કોઈ રીતે સૂતેલા પણ વિવેકથી ઉન્મીલિત ચક્ષુવાળા સૂતેલા નથી એ પ્રમાણે જાણવું. ll૨૩૦|| બ્લોક :
इदमेव मया सर्वं, संचिन्त्य हृदये पुरा ।
यूयं भोः! प्रचलायध्वे, नाहमित्येव भाषितम् ।।२३१।। શ્લોકાર્ચ -
મારા વડે હૃદયમાં આ જ સર્વને વિચારીને પૂર્વમાં તમે ઊંઘો છો, હું નહીં એ રીતે જ કહેવાયું. ll૨૩૧|| શ્લોક :
તથાयूयमेव न जानीथ, स्वरूपं मोहनिद्रिताः । मम प्रत्यक्षमेवेदं, विवेकस्फुटचक्षुषः ।।२३२।।
Page #172
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૬૧
શ્લોકાર્ચ -
અને મોહનિદ્રાવાળા તમે જ સ્વરૂપને જાણતા નથી. વિવેકાષ્ટ ચક્ષવાળા મને આ પ્રત્યક્ષ જ છે=અમે ક્યાંથી આવ્યા છીએ. ક્યાં જઈશું એ શાસ્ત્રચક્ષુથી પ્રત્યક્ષ જ છે. llર૩રા. શ્લોક :
अन्यच्चैवं व्यवस्थितेये सद्धर्मबहिर्भूतास्त एव परमार्थतः ।
देहिनो भूप! विज्ञेया, दारिद्र्याक्रान्तमूर्तयः ।।२३३।। શ્લોકાર્ચ -
અને બીજું, આ પ્રમાણે વ્યવસ્થિત હોતે છતે-પૂર્વમાં કહ્યું એ પ્રમાણે અમે જાણીએ છીએ એ પ્રમાણે વ્યવસ્થિત હોતે છતે, હે રાજા ! જેઓ સદ્ધર્મથી બહિર્ભત છે તે જ જીવો પરમાર્થથી દારિત્ર્ય આકાંતમૂર્તિ જાણવા. પર૩૩ શ્લોક :
તથાદિज्ञानदर्शनचारित्रवीर्यादीनि नरेश्वर! । न सन्ति भावरत्नानि, तेषां पापहतात्मनाम् ।।२३४।। तान्येव धनसाराणि, तान्येवैश्वर्यकारणम् ।
तान्येव सुन्दराणीह, तैविना कीदृशं धनम्? ।।२३५ ।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – હે નરેશ્વર ! પાપથી હણાયેલા તેઓને જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યાદિ ભાવરત્નો નથી. તે જ=ભાવરત્નો ધનસાર છે. તે જ ઐશ્વર્યનું કારણ છે. અહીં સંસારમાં, તે જ= ભાવરનો જ, સુંદર છે. તેના વગર કેવા પ્રકારનું ધન છે ? અર્થાત્ નથી જ. ર૩૪-૨૩પી શ્લોક -
अतस्तै रहिता येऽत्र, दृश्यन्ते धनपूरिताः ।
विज्ञेयास्तेऽपि राजेन्द्र! निर्धनाः परमार्थतः ।।२३६।। શ્લોકાર્ચ -
આથી જ હે રાજેન્દ્ર ! તેનાથી રહિત=ભાવરત્નોથી રહિત, જેઓ જે જીવો, ધનથી પુરાયેલા દેખાય છે તેઓ પણ પરમાર્થથી નિર્ધન જાણવા. ર૩૧ી.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવના
બ્લોક :
तत्साधूनां पुनस्तानि, भावरत्नानि भूपते! ।
चित्तापवरके नित्यं, जाज्वल्यन्ते महात्मनाम् ।।२३७।। શ્લોકાર્ચ -
તે કારણથી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય ભાવરત્નો છે તે કારણથી, હે રાજા ! મહાત્મા એવા સાધુને વળી તે ભાવરત્નો ચિતરૂપી ઓરડામાં નિત્ય પ્રકાશમાન વર્તે છે. ll૨૩૭ી. શ્લોક -
अतस्ते धनिनो धन्यास्त एव परमेश्वराः ।
ते शक्ता भुवनस्यापि, पोषणे नास्ति संशयः ।।२३८ ।। શ્લોકાર્ચ -
આથી સાધુઓના ચિત્તરૂપી ઓરડામાં હંમેશાં ભાવરત્નો પ્રકાશમાન વર્તે છે આથી, તેઓ ધનિક છે. ધન્ય છે, તેઓ જ પરમ ઐશ્વર્યવાળા છે. તેઓ ભવનના પણ પોષણમાં સમર્થ છે. સંશય નથી. ll૨૩૮ll
શ્લોક :
मलिना मलिनैर्भूप! बहिश्चीवरखण्डकैः । अलाबुहस्ता दृश्यन्ते, दरिद्रा इव मुग्धकैः ।।२३९।। तथापि परमार्थेन, ते महारत्ननायकाः । विज्ञेयाः पण्डितैर्भूप, मुनयः परमेश्वराः ।।२४०।।
શ્લોકાર્ય :
હે રાજા! મલિન એવાં બહારનાં વસ્ત્રોના ખંડોથી મલિન, તુંબડાના હાથવાળા, દરિદ્રની જેમ મુગ્ધકો વડે દેખાય છે. તોપણ હે રાજા ! પરમેશ્વર એવા તે મનિઓ પરમાર્થથી પંડિતો વડે મહારત્નના નાયક જાણવા. Il૨૩-૨૪૦II
શ્લોક :
શિષ્યतृणाग्राद्रत्नकोटीश्च, पातयन्ति स्वतेजसा । यदि कार्यं भवेत्ताभिस्तेषां भूप! महात्मनाम् ।।२४१।।
Page #174
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૬૩
શ્લોકાર્થ :
વળી તૃણના અગ્રણી અને સ્વતેજથી રત્નકોટિને પાડે છે. હે રાજા ! જો તે મહાત્માઓને તેઓ વડેકરનો વડે, કાર્ય હોય. ll૨૪૧ી બ્લોક :
अतः स्वकीयं दारिद्र्यमनालोच्य भवादृशैः ।
महाधनोऽपि मादृक्षः, कथमुक्तो दरिद्रकः? ।।२४२।। શ્લોકાર્ચ -
આથી તમારા વડે પોતાના દારિદ્યનો વિચાર કર્યા વગર મહાધન પણ મારા જેવો કેમ દરિદ્ર કહેવાયો? Iર૪રા શ્લોક :
मलिनोऽपि स एवात्र, यः कर्ममलपूरितः ।
વદિ ક્ષત્રિતત્રવસ્ત્રોડપિ ગતિપિત્ત પાર૪રૂા શ્લોકાર્થ :
હે જગતપતિ ! મલિન પણ તે જ અહીં છે જે બહારથી ધોવાયેલા સદ્ગાત્ર અને વસ્ત્રવાળો પણ કર્મમલથી પૂરિત છે. ll૨૪all શ્લોક :
तुषारहारगोक्षीरनिर्मलीमसमानसः ।
बहिर्मलधरोऽप्यत्र, निर्मलो मानवेश्वर! ।।२४४।। શ્લોકાર્ચ -
હે માનવેશ્વર ! બહારથી મલને ધરનારા પણ અહીં=સંસારમાં, તુષાર હિમ, હાર, ગોક્ષીર જેવા નિર્મલ માનસવાળા નિર્મલ છે. ll૨૪૪ શ્લોક :
तदिदं भावमालिन्यमविचार्याऽऽत्मनि स्थितम् ।
ગદં ર હસિત: વેન, વેરન પુરા નઃ ? પારકા શ્લોકાર્ય :
આત્મામાં રહેલ તે આ ભાવમાલિત્યનો વિચાર કર્યા વગર હું પૂર્વમાં લોકો વડે કયા કારણથી હસાયો ? //ર૪પ
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
सुभगोऽपि जगत्यत्र, सद्धर्मनिरतो नरः ।
विवेकिनां समस्तानां यस्मादत्यन्तवल्लभः ।।२४६।। શ્લોકાર્ય :
જે કારણથી અહીં જગતમાં સુભગ પણ સદ્ધર્મથી રત મનુષ્ય સમસ્ત વિવેકીઓને અત્યંત વલ્લભ છે. ll૨૪૬ll બ્લોક :
सुरासुरसमायुक्तं, जगदेतच्चराचरम् ।
बन्धुभूतं हि वर्तेत, सद्धर्मगतचेतसाम् ।।२४७।। શ્લોકાર્ચ -
સુરાસુરથી યુક્ત આ ચરાચર જગત સદ્ધર્મગત ચિત્તવાળાઓને બંધુભૂત વર્તે છે. ૨૪૭થી શ્લોક :
तस्मात्साधुः सदाचारो, लोके सौभाग्यमर्हति ।
तत्र ये कुर्वते द्वेषं, पापिष्ठास्ते नराधमाः ।।२४८।। શ્લોકાર્થ :
તે કારણથી લોકમાં સદાચારવાળા સાધુ સૌભાગ્યને યોગ્ય છે. ત્યાં સદાચારવાળા સાધુમાં, જેઓ દ્વેષને કરે છે તે પાપિષ્ઠ નરાધમો છે ll૨૪૮. શ્લોક :
पुमानधर्मभूयिष्ठो, दुर्भगो भावतो मतः । નિત્તિ તં યઃ સર્વે, મદારીના વિવિનઃ સાર૪૨ા. तस्मात्पापे रतः प्राणी, लोके दौर्भाग्यमर्हति ।
तमप्यत्र प्रशंसन्ति, ये ते पापा नराधिप! ।।२५०।। શ્લોકાર્ચ -
જે કારણથી અધર્મભૂચિષ્ઠ એવો પુરુષ ભાવથી દુર્ભગ મનાયો છે. હે મહારાજ ! સર્વ વિવેકી જીવો તેની નિંદા કરે છે. તે કારણથી પાપમાં રત પાણી લોકમાં દુર્ભાગ્ય યોગ્ય છે. હે રાજા ! તેની પણ અહીં=સંસારમાં, જેઓ પ્રશંસા કરે છે તેઓ પાપી છે. ll૨૪૯-૨૫oll
Page #176
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૧૬૫
શ્લોક :
एवं च स्थितेधार्मिको मुनिवेषेण, प्रकटोऽपि पुरा जनैः ।
दुर्भगैः सुभगोऽप्यस्मि, केन कार्येण निन्दितः? ।।२५१।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે સ્થિત હોતે છતે મુનિવેષથી પ્રગટ પણ ધાર્મિક, સુભગ પણ એવો હું પૂર્વમાં દુર્ભગ લોકો વડે કયા કારણથી નિંદાયેલો છું? Il૨૫૧૫. ભાવાર્થ :
અત્યંત કુરૂપ અવસ્થાવાળા બુધસૂરિને જોઈને લોકો તેમની નિંદા કરે છે ત્યારે બુધસૂરિ રાજાને તત્ત્વનો બોધ કરાવવા અર્થે લોકો ઉપર કોપ કરીને તેઓની અનુચિત પ્રવૃત્તિને પ્રકાશિત કરે છે રાજા તેમનું ચમત્કારી પરિવર્તન જોઈને પગમાં પડે છે અને ઇચ્છા કરે છે કે પૂર્વમાં તમે આવા કદરૂપવાળા હતા અને ક્ષણ માત્રમાં આ પ્રકારે સુંદરરૂપને ધારણ કરનારા થયા. તો હે નાથ ! તમે કોણ છો તે કહો. ત્યારે બુધસૂરિ કહે છે હું દેવ નથી, દાનવ નથી. પરંતુ સાધુ છું અર્થાત્ જૈન સાધુ છું. તેથી રાજા પ્રશ્ન કરે છે કે પૂર્વમાં આવું બીભત્સરૂપ કર્યું. હવે આવું સુંદરરૂપ કર્યું. તેનું કારણ શું છે ? તે મને પ્રસાદ પામીને કહો. રાજાની આ પ્રકારની વિનંતિ સાંભળીને બુધસૂરિ કહે છે કે મધ્યસ્થ માનસ કરીને હું કહું છું તે સાંભળો. તેથી એ પ્રાપ્ત થાય કે બુધિસૂરિ જે કહે છે તેનો વિચાર રાજા સંસારના ભાવો પ્રત્યે વલણની દૃષ્ટિએ કરે તો રાજાને પારમાર્થિક સૂક્ષ્મબોધ થાય નહીં. સ્થૂલ વચન માત્રના વિન્યાસથી જેવું બુધસૂરિનું ભાવથી સ્વરૂપ છે તેનો બોધ થાય પરંતુ તત્ત્વના અવલોકનમાં મધ્યસ્થતાને ધારણ કરીને જેવું સ્વરૂપ સંસારી જીવોનું છે અને જેવું સ્વરૂપ ભાવમુનિનું છે તે બતાવવા અર્થે બુધસૂરિ જે આગળ કહે છે તેને નિપુણપ્રજ્ઞાપૂર્વક મધ્યસ્થ થઈને રાજા સાંભળે, જેથી સન્માર્ગની પ્રાપ્તિમાં બાધક સોપક્રમ કર્મો ક્ષયોપશમભાવને પામે તે અર્થે બુધસૂરિ મધ્યસ્થ થવા સૂચન કરે છે અને કહે છે કે સંસારવર્તી જીવો ભાવથી જેવા સ્વરૂપવાળા છે તેનો બોધ કરાવવા અર્થે પૂર્વમાં મારા વડે તેવું સ્વરૂપ રચાયું. અને જેવું બહારથી મારું વિકૃત સ્વરૂપ પૂર્વમાં મેં બતાવ્યું, તેવું વિકૃત સ્વરૂપ સંસારી જીવોનું ભાવથી છે છતાં મૂઢ માનસવાળા જીવો તે જાણતા નથી. તેઓને યથાર્થ બોધ કરાવવા અર્થે મેં બહારથી તેવું વિકૃત સ્વરૂપ કરેલું. વસ્તુતઃ સંસારી જીવોનું તેવું વિકૃત સ્વરૂપ ભાવથી છે; કેમ કે ક્વચિત્ સુંદર દેહ હોય તોપણ વિષયોમાં અત્યંત ગૃદ્ધિ હોય છે, તેથી વિષયોની પ્રાપ્તિની ક્ષુધા સંસારી જીવોને ક્યારેય શાંત થતી નથી. વળી, ભાવિના ભોગોની પ્રાપ્તિની ઇચ્છારૂપ પિપાસા મુનિઓની શાંત થયેલી છે તેથી તે મુનિઓ ભાવથી સુધા-પિપાસા વગરના છે. આથી જ સાધુઓ સંયમ ગ્રહણ કરીને સતત, સર્વત્ર આ લોકનાં અને પરલોકનાં સુખો પ્રત્યે નિઃસ્પૃહ ચિત્તને પ્રગટ કરવા ઇચ્છે છે. વળી, સંસારી જીવોને પ્રાપ્ત થયેલા ભોગોમાં તૃપ્તિ નથી તેથી સદા અધિક અધિક ભોગસામગ્રીને પ્રાપ્ત કરવાની ઇચ્છા વર્તે છે અને ભાવિના ભોગોના અભિલાષરૂપ પિપાસા વર્તે છે જેથી તેઓનું ભાવકંઠ શોષાય છે. અર્થાત્ ગમે
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ તેટલા ભોગોની પ્રાપ્તિમાં પણ ભોગોનો અભિલાષ શાંત થતો નથી એ રૂપ જીવમાં શોષ ઉત્પન્ન થાય છે.
વળી, સંસારી જીવો માત્ર વર્તમાન જન્મ પૂરતા નથી પરંતુ શાશ્વત છે અને વિષમ એવો સંસારમાર્ગ છે; કેમ કે બુદ્ધિમાન પુરુષ ભાવચક્ષુથી તે સંસારનું પરિભ્રમણ અત્યંત વિષમ છે તેમ જોઈ શકે છે વળી સંસારી જીવો કર્મરૂપી ભાથું લઈને એક ભવમાંથી બીજા ભવમાં જાય છે અને અનેક પ્રકારના ખેદોને અનુભવે છે તેથી સતત સંસારી જીવો ખેદવાળા વર્તે છે. ફક્ત ક્વચિત્ બાહ્ય પુણ્યના ઉદયથી કંઈક અનુકૂળતા મળેલી હોય ત્યારે તેટલા પુણ્યકાળ સુધી બહારથી સ્વસ્થ દેખાય છે તોપણ તેઓનું સંસારનું પરિભ્રમણ સદા ખેદવાળું જ છે. જ્યારે સુસાધુઓ વિવેકરૂપી પર્વત ઉપર આરૂઢ થયેલા અને સતત આલ્લાદને કરનારા જૈનપુરમાં વસે છે. તેથી તેઓની વિવેકદૃષ્ટિ સ્પષ્ટ હોવાને કારણે દેહ આદિ સર્વથી ભિન્ન નિરાકુળ આત્મા એ જ હું છું એમ જોનારા છે તેથી દેહ આદિના સંબંધથી જે કષાયોની આકુળતા થાય છે તેને શાંત કરવા યત્ન કરે છે. વળી, તેઓનું ચિત્ત અત્યંત સમાધાન પામેલું છે કે દેહથી ભિન્ન નિરાકુળ મારો આત્મા જેમ જેમ નિઃસ્પૃહતા અધિક અધિક પ્રાપ્ત કરશે તેમ તેમ સર્વથા શાંત થયેલું ચિત્ત સુખનું કારણ થશે. તેથી તેવા સાધુ ક્વચિત્ વિહારાદિને કારણે શરીરના ખેડવાળા દેખાય તોપણ પરમાર્થથી કષાયો શાંત થયા હોવાને કારણે અને ચિત્તમાં ખેદ-ઉદ્વેગ આદિ ભાવો નહીં વર્તતા હોવાને કારણે પરમાર્થથી ખેદથી રહિત છે.
વળી, સંસારી જીવો કષાયોના તાપથી સંતપ્ત છે અને સાધુઓ સતત જિનવચનથી ભાવિત થઈને નિષ્કષાય થઈ રહ્યા છે તેથી અંતઃસ્તાપ વગરના છે.
વળી, સંસારી જીવો આત્માના વિકલ્પોને છોડીને સંસારમાં તે તે પદાર્થના પ્રાપ્તિના અને પ્રાપ્ત થયેલાના રક્ષણ આદિના કુવિકલ્પો કરે છે અને પોતાનો આત્મા સદા શાશ્વત છે તે રૂપ આસ્તિક્ય તેઓનું ગળી રહ્યું છે તેથી જ માત્ર વર્તમાન ભવની ચિંતા કરીને મૂઢની જેમ આગામી દુઃખની પરંપરાનું સર્જન કરે છે તે મિથ્યાત્વ કુષ્ઠ રોગ જેવું છે. જે સદ્ગતિઓ રૂપ નાસિકાઓનો વિનાશ કરે છે અર્થાત્ ગળતા કોઢ રોગવાળા જીવોની નાસિકા જેમ નાશ પામે છે તેમ સંસારી જીવોની પોતાના પારમાર્થિક સ્વરૂપને જોવાની જાણવાની સબુદ્ધિ નાશ પામી છે. વળી જેમ ગળતા કોઢવાળા જીવોની નાસિકા નષ્ટ હોય છે અને બેઠાબેઠા ઊંઘે છે અને ઘરઘર અવાજ કરે છે તેમ મિથ્યાદૃષ્ટિ જીવો તત્ત્વના પરમાર્થને જાણવા માટે કારણ બને તેવી સબુદ્ધિરૂપ નાસિકા વગરના છે અને તત્ત્વને જાણવા પ્રત્યે ગાઢ ઊંઘે છે. ક્વચિત્ તત્ત્વને સંભળાવનારા મહાત્મા મળે તોપણ ગાઢ ઊંઘવાને કારણે તેમના વચનના પરમાર્થને જાણવાની લેશ પણ જિજ્ઞાસા થતી નથી.
વળી, કુષ્ઠ રોગી જીવોના હાથ-પગ વગેરે ગળે છે તેમ સંસારી જીવો ભાવથી કુષ્ઠ રોગવાળા હોવાને કારણે તેઓમાં સુંદર અવયવ સ્વરૂપ જે શમ, સંવેગ, નિર્વેદ, કરુણા સ્વરૂપ જે ભાવો છે તે રૂપ હાથ-પગો સતત ગળે છે. આથી જ મિથ્યાદૃષ્ટિ જીવોમાં શમ-સંવેગ આદિ ભાવો તો નથી પરંતુ કંઈક પ્રગટી શકે તેવા મંદ સોપક્રમ કર્યો હોય તોપણ વિપર્યાસના બળથી તેની પ્રાપ્તિની સંભાવના પણ દૂર દૂરતર થાય છે. જ્યારે મુનિઓ મિથ્યાત્વરૂપ કુષ્ઠ રોગ વગરના હોવાથી તત્ત્વને જોવાની નિર્મળ બુદ્ધિવાળા હોય છે તેથી સતત પોતાના શમ, સંવેગરૂપ પરિણામોની વૃદ્ધિ કરે છે તેથી તેઓના આત્માના શમ-સંવેગ રૂપ હસ્ત-પાદ જેવા
Page #178
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૬૭ અવયવો પણ પૂર્વ પૂર્વ કરતાં પણ અધિક અધિક નિર્મળતર થાય છે. આથી જ સુસાધુઓ સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ કરીને શમ-સંવેગ આદિ ભાવોની વૃદ્ધિ દ્વારા જ ક્ષાયિક ભાવને અનુકૂળ બળસંચય કરે છે.
વળી, સંસારી જીવો બીજાની સમૃદ્ધિ જોઈને ઈર્ષ્યા કરે છે, જે મસ્તકના શૂળની વેદના જેવું છે. જ્યારે મુનિઓને બાહ્ય પદાર્થની સ્પૃહા નહીં હોવાથી કોઈની સમૃદ્ધિ જોઈને ઈર્ષ્યા થતી નથી અને ગુણવાનના ગુણોને જોઈને પ્રમોદ થાય છે. તેથી શૂલથી રહિત મુનિઓ છે અને શૂલવેદનાથી યુક્ત સંસારી જીવો છે.
વળી અનાદિ ભવચક્રમાં સંસારી જીવો અનાદિ કાળથી પરિભ્રમણ કરે છે છતાં જેઓને સંસારના વાસ્તવિક સ્વરૂપના પારમાર્થિક બોધરૂપ વિદ્યાજન્મ પ્રાપ્ત થયો નથી, વિવેકરૂપી તરુણ અવસ્થા પ્રાપ્ત થઈ નથી અને સંસારના ક્ષયરૂપ ભાવમૃત્યુથી મર્યા નથી તેઓ અનાદિ કાળથી તે તે ભવોમાં છતાં ધ્રુવ છે અને જરાથી જીર્ણ શરીરવાળા છે; કેમ કે ભાવથી વિવેક નથી, વિદ્યાજન્મરૂપ જન્મની પ્રાપ્તિ નથી. જ્યારે મુનિઓ અનાદિ કાળથી સંસારમાં હોવા છતાં જ્યારે સંસારનું વાસ્તવિક સ્વરૂપ યથાર્થ જાણે છે ત્યારે તેઓને નવા જન્મની પ્રાપ્તિ થાય છે અને નવા જન્મરૂપ વિદ્યાની પ્રાપ્તિ થયા પછી તેઓ તત્ત્વની જિજ્ઞાસાપૂર્વક તત્ત્વાતત્ત્વના વિભાગરૂપ વિવેકને પ્રગટ કરે છે જે નવા જન્મની તરુણ અવસ્થા છે, જેના બળથી પોતાના શત્રુભૂત કર્મોનો નાશ કરીને ભાવથી મૃત્યુ પામે છે. વળી સંસારી જીવો જ્યાં સુધી વિદ્યાજન્મને પામ્યા નથી ત્યાં સુધી સદા જરાથી જીર્ણ જ વર્તે છે, જ્યારે સાધુઓ વિવેકરૂપી તરુણ અવસ્થામાં વર્તે છે.
વળી, સંસારી જીવો મૂઢ હોવાથી રાગના સંતાપથી તપ્ત છે. તેથી નવી નવી ઇચ્છાઓ રૂપ મહાવરથી બાધિત છે. જેમ જવર જીવને પીડા કરે છે તેમ સર્વ પ્રકારની ઇચ્છાઓ જીવને વિહ્વળ કરે છે. તેનાથી વિહ્વળ થયેલો જીવ તે તે વસ્તુની પ્રાપ્તિમાં યત્ન કરે છે. પુણ્યના સહકારથી તેને ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય
ત્યારે ક્ષણભર શાંતિ થાય છે તોપણ ફરી ફરી નવી ઇચ્છાથી પીડિત થાય છે. જ્યારે સુસાધુઓ તો સતત ઇચ્છાના શમન માટે જ ઉદ્યમ કરે છે તેથી તેઓ વીતરાગ નહીં હોવા છતાં વીતરાગતુલ્ય યત્ન કરનારા હોવાથી ઇચ્છારૂપ વરથી રહિત છે. વળી, સંસારી જીવો સંસારની પાપપ્રવૃત્તિઓ કરીને અમે બુદ્ધિશાળી છીએ; કેમ કે ધનાદિ અર્જન કરવા સમર્થ છીએ તેવા ભાવથી ઉન્માદવાળા છે. વળી, વિવેકી માટે અંતરંગ ગુણસંપત્તિનું અર્જન જ ધનપ્રાપ્તિ છે. આથી જ બાહ્ય ત્યાગ કરીને જેઓ અમે ત્યાગી છીએ એ પ્રકારનું અભિમાન ધારણ કરે છે પરંતુ અંતરંગ કષાયોના શમનજન્ય ગુણસંપત્તિમાં યત્ન કરતા નથી તેઓ ઉન્માદવાળા જ છે. જ્યારે સદ્અનુષ્ઠાનમાં રક્ત સુસાધુઓ સદા કષાયોનું અધિક અધિક શમન કરીને અંતરંગ ગુણસંપત્તિની જ વૃદ્ધિ કરે છે તેથી ઉન્માદવાળા નથી.
વળી, સંસારી જીવોને કામની ઇચ્છા છે વસ્તુતઃ કામની ઇચ્છા જીવને વિહ્વળ કરે છે છતાં મૂઢ જીવો તે વિહ્વળતાને જોઈ શકતા નથી. તેથી સંસારી જીવોને તત્ત્વને જોનારી ચક્ષુ નથી જ્યારે મુનિઓને કામની ઇચ્છા વિહ્વળતા સ્વરૂપ છે તેવું સ્પષ્ટ દેખાય છે, તેથી વેદના ઉદયના સંસ્કારો આત્મામાં હોવા છતાં સ્વપરાક્રમથી તેને ક્ષીણ કરવા યત્ન કરે છે. વળી, સંસારી જીવો ઘરને આધીન છે અર્થાત્ ગૃહ, ધન, સ્વજનાદિને આધીન છે જ્યારે સાધુનું ચિત્ત
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ કોઈ સ્થાનમાં, કોઈ ક્ષેત્રમાં પ્રતિબદ્ધ નથી. તેથી સાધુ સ્વાધીન છે. ગૃહસ્થો પરાધીન છે. આથી જ પોતાનું માનેલું ગૃહ આદિ નાશ થાય તો આકુળ-વ્યાકુળ થાય છે જ્યારે સાધુ પોતાના નિરાકુલ સ્વભાવમાં જ ઉદ્યમ કરે છે. જગતના કોઈ ભાવો સાથે ચિત્તથી પ્રતિબંધવાળા નહીં હોવાથી સદા નિરાકુળભાવથી સ્વાધીન જીવે છે.
વળી, દરેક જીવોનાં ભિન્ન ભિન્ન કર્યો હોવાને કારણે સંસારી જીવોનું પુત્ર, કલત્રાદિ કુટુંબ ભિન્ન ભિન્ન સ્વભાવવાળું હોય છે, તેથી જ કેટલાક જીવોનાં સ્ત્રી, પુત્રાદિ તે જીવને અત્યંત અનુકૂળ વર્તન કરનારાં હોય છે તો કેટલાકનાં અત્યંત પ્રતિકૂળ વર્તન કરનારાં હોય છે. વળી બાહ્યથી સ્નેહવાળું કુટુંબ પણ પરમાર્થથી સ્નેહવાળું નથી. આથી જ તેના આત્માની ચિંતા તે કુટુંબ આદિ કરતું નથી, પરંતુ તેના દેહાદિની ચિંતા કરે છે. છતાં મૂઢ જીવોને પોતાનું તેવું કુટુંબ જ સુખનું કારણ જણાય છે તેથી તત્ત્વભૂત જણાય છે, આથી જ તેના માટે રાત્રિ-દિવસ અનેક પ્રકારના ક્લેશો અનુભવે છે. વસ્તુતઃ તેઓ વિચારતા નથી કે આ પ્રકારના કૌટુંબિક સંબંધ સર્વ જીવો સાથે અનંતીવાર કર્યા છે. પરંતુ પ્રાપ્ત થયેલા કુટુંબમાં જ મમત્વ ધારણ કરીને સર્વ ક્લેશો અનુભવે છે તેથી પોતાની સદ્ગતિની પરંપરાના કારણભૂત ધર્મને સાધવાનું હારી જાય છે.
જ્યારે મહાત્માઓ સ્ત્રી આદિ કુટુંબનો ત્યાગ કરીને નિઃસંગ બુદ્ધિવાળા થયેલા છે. તેથી અત્યંત સ્વાધીન થઈને પોતાના હિતને સાધે છે. જો કે સુસાધુ ગુરુને આધીન હોય છે તોપણ ગુરુની આધીનતા અત્યંત કર્મથી મુક્ત થવાનું કારણ છે. તેથી તે આધીનતા પણ સ્વાધીનતાનું કારણ છે તેથી કર્મને પરવશ થવાનું જ બીજ નથી.
વળી, બુધસૂરિએ કહેલ કે મારા આઠ લેણદારો છે તેથી તે લેણું ચૂકવવા અર્થે ગુરુને આધીન હું છું, તેનાથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવો આઠ કર્મરૂપ લેણદારોથી સતત પીડિત છે અને તે કર્મો જીવને ગાઢ પીડિત કરીને નરકમાં નાખે છે. જેમ લેણદારને લેણું ચૂકવવામાં ન આવે તો તે સતત કદર્થના કરે છે, તેમ સંસારી જીવો આઠ કર્મોના લેણદારોથી દુર્ગતિઓમાં સતત કદર્થનાઓ પામે છે. જ્યારે સાધુઓને પણ તે આઠ કર્મોરૂપ લેણદારો છે, તો પણ સાધુઓ શુદ્ધધર્મ સેવીને ગુણમાં યત્ન કરે છે. તેથી તેઓનાં કર્મ ઘણાં અલ્પ હોય છે. માટે પ્રાય: લેણું ચૂકવાયેલું હોય તેવા જીવોને લેણદાર કદર્થના કરતો નથી અને સદા અનુકૂળ વર્તે છે. તેમ આઠ કર્મો જેમણે ઘણાં નાશ કર્યા છે તેથી ગુણરૂપી ધનથી સમૃદ્ધ એવા સુસાધુઓ આઠ કર્મથી પણ બહુ બધા પામતા નથી. તેથી ઋણમુક્ત પ્રાયઃ છે.
વળી, જેઓ જૈનધર્મથી બહિર્ભત છે તેઓ ભાવથી સતત ઊંઘે છે; કેમ કે કર્મનું સંતાન દુરંત છે. સંસારસાગર ઘોર છે, રાગાદિ કષાયો રૌદ્ર છે, સંસારી જીવોનું મન અતિ ચંચલ છે, ઇન્દ્રિયોનો સમૂહ ચટુલ છે, જીવન ક્ષણમાં નાશ પામે તેવું છે, સર્વ બાહ્યવિભૂતિઓ ચંચલ છે, દેહ ક્ષણભંગુર છે. જીવોનો પ્રમાદ જ શત્રુ છે, પાપનો સંચય દુસ્તર છે અર્થાત્ નાશ કરવો દુષ્કર છે. અસંમતપણું દુઃખ માટે છે, નરકનાં કષ્ટ ભયંકર છે. પ્રિયના સંયોગો અનિત્ય છે. સંસારમાં અપ્રિયના સંયોગો થાય છે.
વળી, લોકોને આસ્થાનું સ્થાન સ્ત્રી, મિત્ર, બંધુઓ ક્ષણિક રક્ત થઈને વિરક્ત થાય છે. મિથ્યાત્વ અત્યંત ઉગ્ર છે. જરા અવશ્ય પ્રાપ્ત થાય તેમ છે. ભોગો કષાયોની વૃદ્ધિ દ્વારા દુઃખનું કારણ છે. મૃત્યુ દારુણ છે ઇત્યાદિ પ્રત્યક્ષ દેખાતું હોવા છતાં તેને સંસારી જીવો લેશ પણ જોતા નથી અને મૂઢની જેમ જીવે છે. તે ગાઢ
Page #180
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૧૯ ઊંઘની અવસ્થા છે. વળી, ઉપદેશક બોધ કરાવે ત્યારે કંઈક ચક્ષુ ખૂલે છે તોપણ ફરી ઊંઘી જાય છે. વળી, કેટલાક જીવો ઉપદેશને સાંભળીને પણ તત્ત્વને સન્મુખ શ્રવણકાળમાં પણ થતા નથી તેઓ માત્ર ઊંઘતા નથી પરંતુ બેઠા બેઠા ઊંઘે છે અને નસકોરાં બોલાવે છે. તેથી તત્ત્વના વિષયમાં સર્વથા નષ્ટ ચેતનાવાળા છે. આથી જ અમે ક્યાંથી આવ્યા છીએ ? કયા કર્મથી જન્મ્યા છીએ ? ક્યાં જઈશું ? ઇત્યાદિ લેશ પણ વિચાર કરતા નથી. જ્યારે સુસાધુઓ સંસારની ઘોર અવસ્થા, રાગાદિની ક્લેશ અવસ્થા ઇત્યાદિને ભાવન કરીને તે રીતે સ્પષ્ટ બોધવાના છે, જેથી સુંદર ચિત્તવાળા થઈને ભાવિના અનંત મૃત્યુથી ભય પામીને સદા સર્વજ્ઞના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને આત્માની ગુણસમૃદ્ધિને પ્રગટ કરવા યત્ન કરે છે. તેથી વિવેકદૃષ્ટિવાળા સુસાધુઓ ભાવથી જાગૃત છે.
વળી, સધર્મને નહીં સેવનારા પરમાર્થથી દારિદ્રયની આક્રાંત મૂર્તિ છે; કેમ કે અંતરંગ ગુણસંપત્તિરૂપ ભાવરત્ન તેઓ પાસે નથી. તેથી જ મનુષ્યજન્મ પૂરો કરીને દુર્ગતિઓની પરંપરારૂપ અનર્થોને પ્રાપ્ત કરે છે. જ્યારે સાધુઓ પાસે ભાવરત્ન વર્તે છે. આથી જ તેઓના ચિત્તમાં તે રત્નોનો પ્રકાશ સદા જાજ્વલ્યમાન વર્તે છે. તેથી જ હાથમાં રહેલી વસ્તુને પ્રકાશમાં જેમ સ્પષ્ટ જોઈ શકાય છે તેમ શ્રુતજ્ઞાનરૂપી ભાવરત્નથી સુસાધુઓ સંસારની સર્વ પ્રકારની વ્યવસ્થાને અને સંસારથી મુક્ત થવાના ઉપાયોને યથાર્થ જોઈ શકે છે. માટે પરમાર્થથી સુસાધુઓ જ રત્નોથી જ પૂર્ણ છે. આ પ્રકારે બુધસૂરિએ પોતાનું બાહ્યથી બતાવેલું કુરૂપપણું સંસારી જીવોમાં ભાવથી કઈ રીતે ઘટે છે અને પોતાનામાં ભાવથી સુરૂપપણું કઈ રીતે છે તે અત્યાર સુધી બતાવ્યું. જેનાથી વિવેકી જીવોને સંસારના વાસ્તવિક સ્વરૂપનો બોધ થાય છે. શ્લોક :
एवं च स्थिते महाराज! य इमे जिनवचनामृतबहिर्भूताः संसारोदरवर्तिनो जन्तवोऽनवरतं वराका बध्यन्ते दृढकर्मसन्तानरज्ज्वा, पीड्यन्ते विषयासन्तोषबुभुक्षया, शुष्यन्ति विषयाशापिपासया, खिद्यन्ते निरन्तरभवचक्रभ्रमणेन, सततोपतप्ताः कषायधर्मोष्मणा, गृह्यन्ते मिथ्यात्वमहाकुष्ठेन, तुद्यन्ते परेाशूलेन, जीर्यन्ते दीर्घसंसारावस्थानेन, दन्दह्यन्ते रागमहाज्वरेण, अन्धीक्रियन्ते कामकाचपटलेन, आक्रम्यन्ते भावदारिद्रयेण, अभिभूयन्ते जराराक्षस्या, आच्छाद्यन्ते मोहतिमिरेण, आकृष्यन्ते हषीकतुरङ्गमैः, पापच्यन्ते क्रोधतीव्रवह्निना, अवष्टभ्यन्ते मानमहापर्वतेन, वेष्ट्यन्ते मायाजालिकया, प्लाव्यन्ते लोभसागरप्लवेन, परिताप्यन्त इष्टवियोगवेदनया, दोदूयन्तेऽनिष्टसङ्गमतापेन, दोलायन्ते कालपरिणतिवशेन, तन्तम्यन्ते कुटुम्बपोषणपरायणतया, कदर्थ्यन्ते कर्मदानग्रहणिकैः, अभिद्रूयन्ते महामोहनिद्रया, कवलीक्रियन्ते मृत्युमहामकरेणेति, त इमे महाराज! जन्तवो यद्यपि शृण्वन्ति वेणुवीणामृदङ्गकाकलीगीतानि, पश्यन्ति विभ्रमबिब्बोककारिमनोहारिरूपाणि, आस्वादयन्ति सुसंस्कृतकोमलपेशलहृदयेष्टविशिष्टाहारप्रकारजातं, आजिघ्रन्ति कर्पूरागुरुकस्तूरिकापारिजातमन्दारनमेरुहरिचन्दनसन्तानकसुमनोहरकोष्ठपुटपाकादिगन्धजातं, आलिङ्गन्ति कोमलललितललनातूल्यादिस्पर्शजातं, तथा ललन्ते सह
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ स्निग्धमित्रवृन्देन, विलसन्ति मनोरमकाननेषु, विचरन्ति यथेष्टचेष्टया, क्रीडन्ति नानाक्रीडाभिः, भवन्ति सुखाभिमानेनानाख्येयरसवशनिर्भरा निमीलिताक्षाः तथाप्यमीषां जन्तूनां क्लेशरूप एवायं वृथा सुखानुशयः, एवंविधविविधदुःखहेतुशतव्रातपूरितानां हि महाराज! कीदृशं सुखं? का वा मनोनिवृतिरिति ।
અને આ પ્રમાણે સ્થિત હોતે છતે સંસારી જીવો ભાવથી અત્યંત કુરૂપવાળા છે અને સુસાધુ ભાવથી અત્યંત સુરૂપ છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, હે મહારાજ ! જેઓ આ જિતવચનરૂપી અમૃતથી બહિબૂત, સંસારના ઉદરવર્તી જીવો, સતત રાંકડા, દઢકર્મના સંતાનરૂપ રજુથી બંધાય છે, વિષયોના અસંતોષરૂપ બુમુક્ષાથી પીડાય છે, વિષયોની આશારૂપી પિપાસાથી શોષાય છે, સતત ભવચક્રના ભ્રમણથી ખેદ પામે છે, કષાયરૂપી ગરમીની ઉષ્માથી સતત ઉપપ્ત એવા જીવો મિથ્યાત્વરૂપ મહાકુષ્ઠથી ગ્રહણ કરાય છે, પરની ઈર્ષારૂપ શૂલથી પીડાય છે, દીર્ઘ સંસારના અવસ્થાનથી જીર્ણ થાય છે, રાગરૂપી મહાજવરથી અત્યંત બળે છે, કામરૂપી ચક્ષુદોષથી અંધ કરાય છે, ભાવદારિત્યથી આક્રાંત થાય છે, જરારૂપી રાક્ષસીથી અભિભવ પામે છે, મોહરૂપી તિમિરથી આચ્છાદન પામે છે, ઈન્દ્રિયોરૂપી ઘોડાઓથી આકર્ષણ કરાય છે, ક્રોધરૂપી તીવ્ર અગ્નિથી અત્યંત પકાવાય છે, માનરૂપી મહાપર્વતથી અવખંભ કરાય છે, માયાજાલિકા વડે વીંટળાય છે. લોભરૂપી સાગરના પ્રવાહથી પ્લાવિત થાય છે. ઈષ્ટવિયોગની વેદનાથી પરિતાપને પામે છે. અનિષ્ટ સંયોગના તાપથી અત્યંત દુભાય છે. કાલપરિણતિના વશથી દોલાયમાન થાય છે સતત કાલપરિણતિના વશથી અન્ય અન્ય ભાવોને પામે છે અર્થાત્ અધૈર્યને પામે છે. કુટુંબના પોષણના પરાયણપણાથી અત્યંત તાપને પામે છે; કર્મના લેણદારો વડે કદર્થના કરાય છે, મહામોહનિદ્રાથી અભિદ્રોહને પામે છે. મૃત્યરૂપી મહામગરથી કોળિયો કરાય છે. તે આ પૂર્વમાં જે સંસારી જીવના સ્વરૂપનું વર્ણન કરાયું તેવા સ્વરૂપવાળા તે આ જીવો, હે મહારાજ ! જો કે વેણ વીણા, મૃદંગ, કાકલી ગીતોને સાંભળે છે, વિભ્રમવાળા ચાળાઓને કરનારાં મનોહારી રૂપોને જુએ છે, સુસંસ્કૃત, કોમલ, પેશલ હદયને ઈષ્ટ એવા વિશિષ્ટ પ્રકારના આહારના પ્રકારના સમૂહને આસ્વાદન કરે છે, કપૂર, અગુરુ, કસ્તૂરિકા, પારિજાત, મંદાર, તમેરુ, હરિચંદનના સંતાનવાળા સુમનોહર કોષ્ઠ પુટપાકાદિ ગંધના સમૂહને સુંઘે છે, કોમલ, મનોહર એવી સ્ત્રીઓના અને ઓશિકાદિના સ્પર્શના સમૂહને આલિંગન કરે છે, સ્નિગ્ધ મિત્રવૃંદની સાથે રમે છે, મનોહર ઉદ્યાનોમાં વિકાસ કરે છે, યથેષ્ટ ચેષ્ટાથી વિચરે છે, અનેક પ્રકારની ક્રીડાઓથી રમે છે, સુખના અભિમાનથી ન કહી શકાય તેવા રસના વશથી ભરાયેલા નિમીલિત ચક્ષવાળા થાય છે. તોપણ આ જીવોનો ક્લેશરૂપ જ આ સુખનો અનુભવ વૃથા છે. આવા પ્રકારના=પૂર્વમાં વર્ણન કર્યું એવા અંતરંગ ફ્લેશો સ્વરૂપ તેવા પ્રકારના વિવિધ દુ:ખના સેંકડો હેતુઓના સમૂહથી પૂરિત જીવોને હે મહારાજ ! કેવા પ્રકારનું સુખ હોય ? અર્થાત્ અંતરંગ પીડિત હોવાથી લેશ પણ સુખ નથી. અથવા કઈ આ મનની નિવૃતિ છે=બાહ્ય ભોગોથી જે મનની નિવૃતિ દેખાય છે તે કષાયોના અંતસ્તાપને કારણે પારમાર્થિક મનની નિવૃતિ નથી.
Page #182
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૭૧
શ્લોક :
तदिमे दुःखपूरेण, पूरिताः परमार्थतः । मोहादेवावगच्छन्ति, जन्तवः सुखमात्मनः ।।२५२।।
બ્લોકાર્થ :
તે કારણથી પરમાર્થથી દુઃખના પૂરથી ભરેલા આ જીવો અંતરંગ કષાયોના તાપરૂપ દુઃખના સમૂહથી પુરાયેલા જીવો, મોહથી જ પોતાના સુખને જાણે છે-અજ્ઞાનને કારણે જ પોતે સુખી છે. તેમ માને છે. IFરપરા. શ્લોક :
व्याधैविलुप्यमानस्य शक्तिनाराचतोमरैः ।
यत्सुखं हरिणस्येह, तत्सुखं भूप! गेहिनाम् ।।२५३।। શ્લોકાર્ધ :
શક્તિનારાયતોમરોવાળા તીક્ષ્ણ ધારયુક્ત ભાલાઓવાળા, શિકારીઓથી નાશ કરાતા હરણને અહીં સંસારમાં, જે સુખ છે. હે રાજા ! સંસારી જીવોને તે સુખ છે. ll૨૫all શ્લોક -
गलेन गृह्यमाणस्य, निर्भिन्ने तालुमर्मके ।
यत्सुखं मूढमीनस्य, तत्सुखं भूप! गेहिनाम् ।।२५४ ।। શ્લોકાર્ચ :
તાળવાના મર્મને નિર્ભેદ કરાયે છતે ગળાથી ગ્રહણ કરાતા મૂઢ એવા માછલાને જે સુખ છે. હે રાજા ! સંસારી જીવોને તે સુખ છે. ll૨૫૪ો. શ્લોક :
एतावद्दुःखसङ्घातपातनिभिन्नमस्तकाः ।
सद्धर्मरहिता भूप! गेहिनो नारकोपमाः ।।२५५ ।। શ્લોકાર્થ :
આટલા દુઃખના સમૂહના પાતથી નિર્ભેદ કરાયેલા મસ્તકવાળા, સદ્ધર્મથી રહિત ગૃહસ્થો હે રાજા ! નારકની ઉપમાવાળા છે. ll૨૫પા
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
साधुभगवतां पूर्वोक्तोपद्रवाभावः सत्साधूनां पुनर्भगवतां महाराज! न सन्त्येवामी पूर्वोदिताः सर्वेऽपि क्षुद्रोपद्रवाः, यतस्तेषां भगवतां प्रनष्टं मोहतिमिरं, आविर्भूतं सम्यग्ज्ञानं, निवृत्तः सर्वत्राग्रहविशेषः, परिणतं सन्तोषामृतं, व्यपगता दुष्टक्रिया, त्रुटितप्राया भववल्लरी, स्थिरीभूतो धर्ममेघसमाधिः, तथा गाढानुरक्तमन्तरङ्गमन्तःपुरं, यतस्तेषां भगवतां सन्तोषदायिनी धृतिसुन्दरी चित्तप्रसादहेतुः, श्रद्धा आह्लादकारिणी सुखासिका, निर्वाणकारणं विविदिषा, प्रमोदविधायिनी विज्ञप्तिः, सद्बोधकारिणी मेधा, प्रमदातिरेकनिमित्तमनुप्रेक्षा, अनुकूलचारिणी मैत्री, अकारणवत्सला करुणा, सदानन्ददायिनी मुदिता, सर्वोद्वेगविघातिनी उपेक्षेति ।
વળી, ભગવાન સત્સાધુઓને હે મહારાજ ! પૂર્વમાં કહેલા સર્વ પણ આ મુદ્ર ઉપદ્રવો નથી જ, જે કારણથી તે ભગવાનનું મોહરૂપી અંધકાર નષ્ટ થયું છે. સમ્યજ્ઞાન પ્રગટ થયું છે, સર્વત્ર આગ્રહવિશેષ નિવૃત્ત થયો છે સર્વ પદાર્થોમાં આ મારા છે એ પ્રકારના સંશ્લેષતા પરિણામરૂપ આગ્રહવિશેષ નિવૃત્ત થયો છે, સંતોષરૂપી અમૃત પરિણત થયું છે. દુષ્ટક્રિયા વિશેષથી દૂર થઈ છે. ભવરૂપી વેલડી ત્રુટિતપ્રાય છે. ધર્મમેઘસમાધિ સ્થિર થયેલી છે, અને અંતરંગ અંતઃપુર ગાઢ અનુરક્ત છે ક્ષમાદિ પરિણતિઓ ગાઢ આત્મસાત્ થયેલી છે. જે કારણથી તે ભગવાનને તિસુંદરી સંતોષને દેનારી છેધૃતિપૂર્વક યોગમાર્ગને સેવવામાં તેઓને તૃપ્તિનો અનુભવ થાય છે. શ્રદ્ધા=જિતવચન જ તત્વ છે તેવો સ્વઅનુભવથી નિર્ણય થયેલ પરિણામરૂપ શ્રદ્ધા, ચિત્તપ્રસાદનો હેતુ છે, આલાદને કરનારી સુખાસિકા છે. નિર્વાણનું કારણ વિવિદિષા છે તત્તાતત્વના વિભાગને અનુકૂલ માર્ગાનુસારી ઊહ પ્રવર્તે તેવી વિશેષ જાણવાની ઇચ્છા નિર્વાણનું કારણ છે, વિજ્ઞપ્તિ તત્વનો યથાર્થ નિર્ણય, પ્રમોદને કરનાર છે. સબોધને કરનારી મેધા છે. પ્રમદના=હર્ષના, અતિરેકનું નિમિત્ત હર્ષના અતિરેકનું કારણ અનુપ્રેક્ષા છે. અનુકૂલ ચરનારી મૈત્રી છે, અકારણવત્સલ કરુણા છે. સદા આનંદને દેનારી મુદિતા છેપ્રમોદભાવના છે, સર્વ ઉદ્વેગના વિઘાત કરનારી ઉપેક્ષા છે.
સાધુ ભગવંતોને પૂર્વમાં કહેવાયેલ ઉપદ્રવોનો અભાવ શ્લોક :
तदेताभिः समायुक्ताः, सुन्दरीभिर्नरेश्वर ।
इष्टाभिर्दृढरक्ताभिर्मोदन्ते ते मुनीश्वराः ।।२५६।। શ્લોકાર્ચ -
તે કારણથી ઈષ્ટ, દઢ અનુરક્ત એવી આ સુંદરીઓથી સમાયુક્ત એવા તે મુનીશ્વરો હે રાજા ! આનંદ પામે છે. ll૨૫૬ll
Page #184
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૭૩
શ્લોક :
संसारसागरोत्तीर्णं, निर्वाणसुखसागरे ।
निमग्नं ते सदाऽऽत्मानं, मन्यन्ते मुनिपुङ्गवाः ।।२५७।। શ્લોકાર્ચ -
તે મુનિપુંગવો સંસારસાગરથી ઉત્તીર્ણ, નિર્વાણ સુખસાગરમાં નિમગ્ન એવા આત્માને સદા માને છે. ll૨૫૭ી. શ્લોક :
नेन्द्राणां तन्न देवानां, नापि तच्चक्रवर्तिनाम् ।
सध्यानपरिपूतानां, यत्सुखं शान्तचेतसाम् ।।२५८ ।। શ્લોકાર્ચ -
ઈન્દ્રોને તે સુખ નથી, દેવોને નથી, વળી ચક્રવર્તીઓને તે સુખ નથી, સધ્યાન પરિપૂત શાંત ચિત્તવાળા જીવોને જે સુખ છે. ll૨૫૮. શ્લોક :
ये स्वकेऽपि महात्मानो, वर्तन्ते देहपञ्जरे ।
પર વ સુવં તેષાં, મૂT! : પ્રદુમતિ? Iારકા શ્લોકાર્થ:
પોતાના દેહરૂપી પંજરમાં જે મહાત્માઓ પરની જેમ વર્તે છેઃપારકા ઘરમાં આપણે રહેલા છીએ તેમ તેઓ સંગ વગરના વર્તે છે, તેઓના સુખને હે રાજા ! કોણ પૂછવા માટે યોગ્ય છે ? અર્થાત્ તેઓનું સુખ કલ્પનાતીત છે. ll૫૯ll. શ્લોક :
संसारगोचरातीतं, यत्सुखं वेदयन्ति ते ।
त एव यदि जानन्ति, रसं तस्य न चापरे ।।२६०।। શ્લોકાર્ચ -
સંસારના વિષયથી અતીત જે સુખને તેઓસાધુઓ, વેદન કરે છે, તેઓ જ તેના રસને જાણે છે. બીજા જાણતા નથી. ર૬oll.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
एवं व्यवस्थिते राजन्! दुःखिभिः सुखपूरितः ।
परमार्थमनालोच्य, निन्दितोऽस्मि मुधा जनैः ।।२६१।। શ્લોકાર્થ :
આ પ્રમાણે વ્યવસ્થિત હોતે છતે હે રાજન ! દુઃખિત જીવો વડે પરમાર્થનું આલોચન કર્યા વગર ફોગટ સુખપૂરિત એવો હું નિંદા કરાયેલો છું. ll૧૧|| શ્લોક :
किंवा सुखाभिमानेन यूयमेवं विनाटिताः ।
न लक्षयथ राजेन्द्र! परमार्थसुखं परम् ? ।।२६२।। શ્લોકાર્ય :
અથવા સુખના અભિમાન વડે શું? આ રીતે અંતરંગ દુઃખી હોવા છતાં અમે સુખી છીએ એ રીતે, તમે વિડંબના કરાયા છો, હે રાજેન્દ્ર ! શ્રેષ્ઠ એવા પરમાર્થસુખને તમે જાણતા નથી. પારકા શ્લોક :
नृपतिरुवाच-भगवन्!यद्येवं विषया दुःखं, प्रशमः सुखमुत्तमम् ।
तदेष लोकः सर्वोऽपि, कस्मानेदं प्रबुध्यते? ।।२६३।। શ્લોકાર્થ :
રાજા કહે છે – હે ભગવન્! જો આ રીતે વિષયો દુઃખ છે, પ્રશમ ઉત્તમ સુખ છે. તો આ સર્વ પણ લોક કયા કારણથી આને જાણતો નથી ? Il૨૬૩ શ્લોક :
मुनिराह महाराज! महामोहवशादिदम् । __न बुध्यते जनस्तत्त्वं, यथाऽसौ बठरो गुरुः ।।२६४।। શ્લોકાર્ધ :
છે – હે મહારાજ ! મહામોહના વશથી લોક આ તત્ત્વને જાણતો નથી, જે પ્રમાણે આ બઠર ગુરુ. l૨૬૪ll ભાવાર્થ :પૂર્વમાં બુધસૂરિએ કઠોર વચનોથી લોકોને તમે જ અત્યંત વિરૂપ છો, હું સુંદર છું ઇત્યાદિ કહીને
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૭૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ધવલરાજાને કઈ રીતે સંસારી જીવો અત્યંત વિરૂપ, દુઃખી આદિ છે અને સુસાધુ એવા બુધસૂરિ કઈ રીતે અત્યંત સુખી છે તે બતાવ્યું. હવે તે કથનને વિશેષ રીતે સ્પષ્ટ કરતાં કહે છે. જે સંસારી જીવો જિનવચનના અમૃતને પામ્યા નથી. તેઓ દઢ કરૂપી રજુથી સતત બંધાય છે તેથી ક્લિષ્ટ કર્મો બાંધીને દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરશે. વળી, વર્તમાનમાં પણ વિષયોમાં અસંતોષને કારણે સુધાથી પીડાય છે. તેથી જ સતત નવા નવા વિષયોની ઇચ્છાથી આકુળ થઈને દુઃખી દુઃખી રહે છે. વળી, જે પોતાના પુણ્યના સહકારથી મળ્યું છે તેમાં સંતોષ નથી તેથી અધિક અધિક વિષયોની પ્રાપ્તિની પિપાસાથી તેઓનું ચિત્ત હંમેશાં શોષ પામે છે. વળી, સતત એક ભવમાંથી બીજા ભવમાં પરિભ્રમણ કરીને શ્રાંત થયેલા પુરુષની જેમ ખેદને અનુભવે છે. વળી, અતિ ગરમીમાં જેમ પરસેવાથી જીવો સતત વ્યાકુળ વર્તે છે તેમ તે તે નિમિત્તે કષાયની ગરમીથી ઉષ્ણ થયેલા સતત આકુળ-વ્યાકુળ તે જીવો વર્તે છે. આથી જ જિનવચનના પરમાર્થને પામેલા નથી તેવા જીવો ક્વચિત્ બાહ્યથી ધર્મક્રિયા કરતા હોય તો પણ કોઈની પ્રવૃત્તિ સહન ન કરી શકે તેવા સ્વભાવને કારણે સતત કષાયોથી આકુળ-વ્યાકુળ રહે છે. મિથ્યાત્વ મહાકુષ્ઠથી તેઓ ગળે છે; કેમ કે મારો આત્મા ત્રિકાળ વર્તી છે અને તેનું સુખ પ્રશમ છે તેની નિષ્પત્તિ અર્થે જ સર્વ ધર્મઅનુષ્ઠાન છે તેવો લેશ પણ બોધ નથી. તેથી ભોગવિલાસને જ સાર માને છે. ક્વચિત્ બાહ્ય ધર્મને પરલોક અર્થે સેવે છે તોપણ કષાયના ક્લેશરૂપ અધર્મને અધર્મરૂપે જોવા અસમર્થ છે, તેથી બાહ્ય આચારમાં ધર્મબુદ્ધિ કરીને તે તે અનુષ્ઠાન દ્વારા ક્લેશની જ વૃદ્ધિ કરે છે. તેથી વિપર્યાસરૂપ મહાકોઢથી તેઓનો મતિજ્ઞાન સ્વરૂપ આત્મા અત્યંત વ્યાપ્ત છે.
વળી, કોઈના વૈભવને જુએ, કોઈનું કંઈક સુંદર જુએ તો ઈર્ષારૂપી ભૂલથી હંમેશાં દુઃખી દુઃખી થાય છે. આથી જ કોઈનો વૈભવ જોઈને અથવા પોતાના કરતાં અધિક કુશળતા કોઈક વિષયમાં કોઈકની જોઈને, સંસારી જીવો ઈર્ષાથી દુઃખી દુઃખી થાય છે. વળી, અનાદિ કાળથી તે તે ભવોમાં ભ્રમણ કરનાર હોવા છતાં સંસારઅવસ્થા સંસારી જીવોની સદા અવસ્થિત છે. તેથી મોક્ષરૂપ ભાવમૃત્યુને પામતા નથી. માટે સંસારમાં જીર્ણ અવસ્થાવાળા છે. વળી, સંસારી જીવોની વિષયોમાં ગાઢ રાગની પરિણતિ હોવાથી રાગરૂપ મહાવરથી સદા બળે છે.
વસ્તુતઃ રાગ જીવની વ્યાકુળ અવસ્થા છે. ફક્ત પુણ્યના સહકારથી ઇષ્ટ વસ્તુ મળે છે ત્યારે ક્ષણભર ઇચ્છાના શમનરૂપને સુખ પામે છે, તોપણ સદા રાગાત્મક થઈને દુઃખી થાય છે. વળી, ચક્ષુના રોગવાળા જીવો જેમ આંધળા હોય છે તેમ કામથી અંધ થયેલા સંસારી જીવો સદા તત્ત્વને જોવા સમર્થ બનતા નથી. આથી વ્યાકુળતા કરનાર કામનો પરિણામ પણ સુખરૂપ જણાય છે. વળી, સંસારી જીવો અંતરંગ ગુણોની સંપત્તિ વગરના હોવાથી ભાવદરિદ્રતાથી યુક્ત હોય છે તેથી દરિદ્રની જેમ સંસારમાં સર્વ દુઃખોને પ્રાપ્ત કરે છે.
વળી, સંસારી જીવો ક્યારેય મરનારા નહીં હોવાથી જરા નામની રાક્ષસીથી અભિભૂત થાય છે. મોહતિમિરથી આચ્છાદિત થાય છે=હિતમાર્ગને જોવા માટે અસમર્થ થાય છે, ઇન્દ્રિયોરૂપી ઘોડાઓ તેઓને સંસારના કારણભૂત વિષયોમાં ખેંચી જાય છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ વળી, તે તે નિમિત્તોને પામીને ક્રોધરૂપી તીવ્ર અગ્નિથી સંસારી જીવોનો આત્મા અત્યંત પીડાય છે. વળી, માનરૂપી મહાપર્વતથી સંસારી જીવો અવષ્ટબ્ધ થાય છે તેથી આત્મહિત સાધવા અસમર્થ બને છે. આથી જ તપ-ત્યાગ કરીને પણ માનને વશ જીવો દુર્ગતિઓના અનર્થોને પામે છે. વળી, માયારૂપી જાળાંઓથી વીંટળાય છે, તેથી ક્વચિત્ ધર્માદિ કરે તો પણ આત્માને ઠગીને ગુણસંપત્તિને પ્રાપ્ત કરી શકતા નથી, લોભ સાગરથી પ્લાવિત થાય છે. આથી જ ધનાદિના લોભમાં મનુષ્યભવને નિષ્ફળ કરીને, નરકમાં જઈને પડે છે. વળી, સંસારી જીવો કોઈક રીતે આ મને ઇષ્ટ છે તેમ માનીને તેને પ્રાપ્ત કરે અને તેનો વિયોગ થાય ત્યારે અત્યંત વ્યાકુળ થાય છે. વળી, અનિષ્ટના સંયોગથી સતત દુઃખી દુઃખી થાય છે. વળી, તે તે ભવની તે તે પ્રકારની કાળપરિણતિના વશથી અન્ય અન્ય ભવમાં જઈને સદા અત્યંત અસ્થિરતારૂપ ડોલાયમાન અવસ્થાને પ્રાપ્ત કરે છે. વળી, આ મારા સ્વજનાદિ છે તેવી બુદ્ધિ કરીને તેઓના પોષણ અર્થે ધનઅર્જનાદિમાં પ્રવૃત્તિ કરીને દિવસ-રાત ખિન્નતાને અનુભવે છે. વળી, સંસારમાં આરંભ કરીને કર્મો બાંધે છે. તે કર્મરૂપી લેણદારો દ્વારા સંસારી જીવોની દુર્ગતિમાં અનેક પ્રકારની કદર્થનાઓ કરાય છે.
વળી, મહામોહની નિદ્રાને કારણે આત્મહિતનો વિચાર માત્ર કરી શકતા નથી. અંતે મૃત્યરૂપી મોટા મગરના કોળિયા બને છે. તેથી તે જીવો જો કે આ ભવમાં સુખવિલાસ કરતા દેખાય છે તોપણ પૂર્વમાં વર્ણન કર્યું એવા અંતરંગ દુઃખોથી તેઓનું સુખ કેવું હોય ? અર્થાત્ તેઓના પુણ્યથી મળેલા ભોગાદિનું સુખ પણ અંતરંગ ફ્લેશોથી નષ્ટપ્રાય છે. વળી, સુખ વાસ્તવિક રીતે મનની નિવૃતિરૂપ છે. આથી જ ભોગાદિની ઇચ્છા થાય છે અને તે ભોગ કર્યા પછી મનની નિવૃતિ થાય છે. તે વખતે કંઈક સ્વસ્થતાનું સુખ થાય છે, તોપણ પૂર્વમાં વર્ણન કર્યું તેવા અનેક કાષાયિકભાવોથી સંસારી જીવનું ચિત્ત હણાયેલું હોવાથી પરમાર્થથી તેઓને મનોનિવૃતિનું સુખ પ્રાપ્ત થતું નથી. તેથી અનેક દુઃખોથી યુક્ત સંસારનું સ્વરૂપ હોવા છતાં મોહથી જ સંસારી જીવો પોતાને સુખ છે તેમ માને છે. વસ્તુતઃ શિકારીઓથી શસ્ત્રો દ્વારા હણાતા હરણને જેવું સુખ છે તેવું જ સુખ સંસારી જીવોને છે; કેમ કે પુણ્યના બળથી સુખનો અનુભવ કરે છે ત્યારે પણ અંતરંગ કષાયો, નોકષાયોની પીડાથી વિનાશ પામતા એવા તે જીવો દુર્ગતિના અનર્થોને જ પ્રાપ્ત કરે છે. તેથી ઘણા દુઃખના સમૂહોની વચમાં ક્ષણભરના પુણ્યથી મળેલું સુખ અગણ્ય હોવાથી તેઓ દુઃખી જ છે.
વળી, સંસારી જીવોને જે પ્રકારની કદર્થના કહી તેવા સર્વ ઉપદ્રવો સત્યાધુઓને નથી; કેમ કે સત્યાધુઓ શરીર અંતર્વર્તી મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ આત્માના પારમાર્થિક સુખને જોનારા છે. તેથી તેઓમાં સમ્યક જ્ઞાન વર્તે છે, આથી જ તેઓને બાહ્ય સર્વ પદાર્થોમાં સંશ્લેષરૂપ આગ્રહવિશેષ નિવર્તન પામે છે. ચિત્ત ભગવાનના વચનથી ભાવિત થઈને અનિચ્છાના પરિણામને જ સ્થિર કરવા યત્ન કરે છે. તેથી સંતોષની પરિણતિવાળા છે. વળી, સંસારી જીવો મોહને વશ જે દુષ્ટ ક્રિયાઓ કરે છે તેનો ત્યાગ કરીને જિનવચનાનુસાર મોહનો નાશ કરે તેવી ઉત્તમ ક્રિયાઓ સાધુ કરે છે, તેથી ભવરૂપી વેલડી તેઓની નષ્ટપ્રાયઃ છે. ચિત્ત ધર્મમેઘસમાધિમાં સ્થિર થયેલું છે અર્થાતુ આત્માની નિરાકુળ અવસ્થામાં તે રીતે સ્થિર થાય છે કે જેથી બાહ્ય નિમિત્તો ચિત્તની વ્યાકુળતારૂપ અસમાધિ ઉત્પન્ન કરી શકતા નથી.
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૭૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
વળી, સુસાધુઓ અંતરંગ ગુણસંપત્તિરૂપ સ્ત્રીઓમાં ગાઢ અનુરક્ત છે, તેથી તેઓને મોક્ષમાર્ગમાં ધૃતિપૂર્વક પ્રયત્ન કરવામાં જ આનંદ ઉત્પન્ન થાય છે. ભગવાનનું વચન નિર્મળબુદ્ધિથી યથાવતું દેખાતું હોવાથી આ જ તત્ત્વ છે, હિત છે તેવી સ્થિર રુચિ વર્તે છે. તેથી તત્ત્વને પામીને ચિત્ત હંમેશાં પ્રસન્ન રહે છે. ચિત્તમાં સ્વચ્છતારૂપ સુખાસિકા સદા તેઓને આનંદ ઉત્પન્ન કરે છે. વળી, સ્વપ્રજ્ઞાનુસાર વિશિષ્ટ તત્ત્વ જાણવા માટે તેઓને વિવિદિષા અર્થાત્ જાણવાની જિજ્ઞાસા વર્તે છે, તેથી ચિત્ત નિપુણતાથી ભગવાનના વચનમાં સૂક્ષ્મ રીતે પ્રવર્તે છે, જેના કારણે ચિત્ત નિર્વાણને પ્રાપ્ત કરી રહ્યું છે. વળી, મહાત્માઓ વિવિદિશા દ્વારા જ્યારે સૂક્ષ્મ તત્ત્વનો બોધ કરે છે, ત્યારે તેઓમાં થયેલી વિજ્ઞપ્તિ પ્રમોદને કરનારી બને છે. આથી જ સામાયિકાદિ સૂત્રોના સૂક્ષ્મ ભાવો વિષયક વિવિદિષા કરીને જ્યારે તે સામાયિકના ગંભીર સૂક્ષ્મ અર્થોનો બોધ વિવેકી સાધુને થાય છે, ત્યારે તેઓને પ્રમોદનો અતિશય થાય છે.
વળી, તેઓની તત્ત્વને જોનારી મેધા સમ્બોધન કરનારી છે. આથી જ માર્ગાનુસારી બુદ્ધિવાળા સુસાધુઓ મેધાના બળથી શાસ્ત્રવચનોના ગંભીર સૂક્ષ્મ અર્થોને સૂક્ષ્મતર જાણીને વિશિષ્ટ, વિશિષ્ટતર સોધને પ્રાપ્ત કરે છે. વળી, સુસાધુઓ હંમેશાં સૂત્રોના સૂક્ષ્મ હાર્દને સ્પર્શવા માટે અનુપ્રેક્ષા કરે છે. જે અનુપ્રેક્ષા ક્ષપકશ્રેણી તરફ જતો ચિત્તનો ધર્મ છે. તેથી અનુપ્રેક્ષાના બળથી કષાયોના ઉન્મેલનને અનુકૂળ જેમ જેમ સૂક્ષ્મ માર્ગ તેઓને પ્રાપ્ત થાય છે તેમ તેમ પ્રમોદનો અતિશય થાય છે.
વળી, મૈત્રી આદિ ચાર ભાવનાઓથી તેઓનું ચિત્ત અત્યંત વાસિત હોવાને કારણે હંમેશાં ચિત્તમાં આનંદની વૃદ્ધિ થાય છે. તેથી આવા ગુણોથી યુક્ત તે સાધુઓ હંમેશાં સુખી વર્તે છે. વળી, તેઓ સંસારસાગરથી ઉત્તીર્ણ પ્રાયઃ છે. મોક્ષ-સુખમાં મગ્ન છે. તેથી પ્રશમનું સુખ જેવું સાધુને છે, તેવું સુખ ઇન્દ્રોને કે દેવોને કે ચક્રવર્તીને નથી. જેઓ દેહમાં પણ નિર્મમ છે તેઓના સુખને કહેવા માટે કોઈ સમર્થ નથી. ફક્ત તે સાધુ જ તે સુખને અનુભવી શકે છે. તેથી દુઃખી એવા સંસારી જીવો વડે સુખથી પૂર્ણ પણ એવો હું વ્યર્થ નિંદા કરાયો, અથવા તમે સુખના બહુમાનથી વિડમ્બિત કરાયા છો, પરમાર્થ સુખને જાણતા નથી. અર્થાતુ વિકારી સુખ કષાયોથી વિડમ્બિત છે, જ્યારે ઉપશમનું સુખ સ્વસ્થતાનું સુખ હોવાને કારણે એને તમે જાણતા નથી. આ પ્રકારે બુધસૂરિએ કહ્યું તે સાંભળીને કંઈક તાત્પર્યને સમજ્યો છે એવો રાજા મુનિને પૂછે છે, વિષયોથી થતું સુખ દુઃખ છે. અને પ્રશમનું ઉત્તમ સુખ છે, તો લોકો કેમ તે ઉત્તમ સુખને જાણી શકતા નથી ? તેનો ઉત્તર આપતાં બુધસૂરિ કહે છે, મહા અજ્ઞાનને વશ જીવો બઠર ગુરુની જેમ સુખના પરમાર્થને જાણવા સમર્થ નથી.
बठरगुरुकथानकम् धवलराजेनोक्तं- भदन्त! कोऽसौ बठरगुरुः? कथं चासौ न बुध्यते स्म तत्त्वं? बुधसूरिराहमहाराजाकर्णय-अस्ति भवो नाम विस्तीर्णो ग्रामः, तस्य च मध्ये तत्स्वरूपं नाम शिवायतनं, तच्च सदा पूरितमनर्धेयरत्नैः, भृतं मनोविविधखण्डखाद्यकैः, समायुक्तं द्राक्षापानादिपानकैः, समृद्धं धनेन, निचितं धान्येन, संपन्नं हिरण्येन, पर्याप्तं कनकेन, अन्वितं वरचेलेन, पुष्टमुपस्करण
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
બઠરગરનું કથાનક ધવલરાજા વડે કહેવાયું. હે ભદંત ! કોણ આ બઠર ગુરુ છે ? અને કેમ આ=બઠર ગુરુ, તત્વને જાણતો ન હતો ? તેનો ઉત્તર આપતાં બુધસૂરિ કહે છે. હે મહારાજ ! સાંભળો. ભવ નામ=સંસાર નામે, વિસ્તીર્ણ ગામ છે, અને તેના મધ્યમાં તે ગામના મધ્યમાં, તત્ સ્વરૂપ નામનું શિવાયતન છે. અને તે સદા અમૂલ્ય રત્નોથી પૂરિત છે, મનોજ્ઞ વિવિધ મિષ્ટાન્નોથી ભરાયેલું છે. દ્રાક્ષપાનાદિ પીણાંઓથી યુક્ત છે. ધનથી સમૃદ્ધ છે. ધાન્યથી સંચિત છે. ચાંદીથી સંપન્ન છે. સુવર્ણથી ભરાયેલું છે. સુંદર વસ્ત્રોથી યુક્ત છે. ઉપસ્કરોથી=અન્ય સામગ્રીઓથી પુષ્ટ છે. तो :
सर्वथा सर्वसामग्र्या, संयुक्तं सुखकारणम् ।
तदेवमन्दिरं शैवं, तुङ्गं स्फटिकनिर्मलम् ।।२६५ ।। RCोडार्थ:
સર્વ સામગ્રીથી સંયુક્ત સુખનું કારણ છે. તે શૈવ દેવમંદિર ઊંચા સ્ફટિકથી નિર્મલ છે. રિપો तत्र च शिवभवने तस्य स्वामी सारगुरुर्नाम शैवाचार्यः सकुटुम्बकः प्रतिवसति । स चोन्मत्तको हितमपि वत्सलमपि सुन्दरमपि तदात्मीयं कुटुम्बकं न पालयति, न च जानीते तस्य स्वरूपं, न लक्षयति तां शिवभवनसमृद्धिं, ततो विज्ञातमिदं तस्य चेष्टितं तद्ग्रामवासिभिस्तस्करैः, ततो धूर्ततया तैरागम्य कृता तेन भौतेन सह मैत्री, तस्य चोन्मत्तकतयैव ते तस्कराः सुन्दरा वत्सला हितकारिणो वल्लभाश्च प्रतिभासन्ते, ततोऽपकर्ण्य तदात्मीयं कुटुम्बकं, तैरेव सार्धमनवरतं विलसन्नास्ते । ततोऽसौ वारितो माहेश्वरैः यथा-भट्टारक ! चौराः खल्वेते, मा कार्षीरमीभिः सह सम्पर्कमिति, स तु न शृणोति तद्वचनं, ततो मूर्ख इति मत्वा तैर्माहेश्वरैः सारगुरुरिति नामापहत्य तस्य बठरगुरुरिति नाम स्थापितं, परित्यक्तं च सर्वमाहेश्वरैधूर्ततस्करपरिकरितं तन्मित्रभावमापन्नं बठरगुरुमुपलभ्य तद्देवमन्दिरम् । ततो लब्धप्रसरैस्तै—र्ततस्करैयोगदानेन तस्य वर्धितो गाढतरमुन्मादो वशीकृतं शिवायतनं अभिभूतं तत्कुटुम्बकं क्षिप्तं मध्यापवरके, तालितं तस्य द्वारं, ततो वशीभूतमस्माकं सर्वमिति मत्वा तुष्टचित्तैस्तैरेकः स्थापितो महाधूर्तस्तस्करो नायकः, ततः कृततालारवास्तस्याग्रतस्तं बठरगुरुं नाटयन्तस्तिष्ठन्ति, गायन्ति चेदं गीतकं, यदुत
અને તે શિવભવનમાં તેના સ્વામી સારગુરુ નામના શૈવાચાર્ય કુટુંબ સહિત વસે છે. અને ઉન્મત્ત એવા તે શૈવાચાર્ય, હિત પણ, વત્સલ પણ, સુંદર પણ પોતાના કુટુંબનું પાલન કરતા નથી. અને તેના સ્વરૂપને=પોતાના કુટુંબના સ્વરૂપને, જાણતા નથી. તે શિવભવનની સમૃદ્ધિને ઓળખતા નથી. તેથી તેમનું આ ચેષ્ટિત તે ગ્રામવાસી ચોરો વડે જણાયું. તેથી ધૂર્તપણાથી આવીને તેઓ વડે–ચોરો
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ વડે, તે ભૌતની સાથે મૈત્રી કરાઈ. અને તેનું શેવાચાર્યનું, ઉન્મત્તપણું હોવાથી તે ચોરટાઓ સુંદર, વત્સલ, હિતકારી, વલ્લભ લાગે છે. તેથી પોતાના આત્મીય કુટુંબને દૂર કરીને તેઓની સાથે સતત વિલાસ કરતો રહે છેતે સારગુરુ વિલાસ કરતો રહે છે. તેથી-ચોરટાઓ સાથે તે શૈવાચાર્ય રહે છે તેથી, માહેશ્વર વડે આEસારગુરુ, વારણ કરાયો. કઈ રીતે વારણ કરાયો ? તે “યથા'થી બતાવે છે – હે ભટ્ટારક ! ખરેખર આ ચોરો છે. આ બધાની સાથે સંપર્ક કર નહીં. પરંતુ તે=શેવાચાર્ય, તેનું વચન સાંભળતો નથી. તેથી આ મૂર્ખ છે એમ માનીને તે માહેશ્વરો વડે સારગુરુ એ પ્રકારના નામને દૂર કરીને તેનું બઠરગુરુ એ પ્રમાણે નામ સ્થાપન કરાયું. અને સર્વ માહેશ્વરો વડે ધૂર્ત તસ્કારોથી પરિકરિત તેના મિત્રભાવને પામેલ ધૂર્ત તસ્કરોના મિત્રભાવને પામેલ, બઠરગુરુને ઉપાલંભ આપીને તે દેવમંદિર વડે ત્યાગ કરાયો. તેથી લબ્ધ પ્રસરવાળા તે ધૂર્ત તસ્કરો વડે યોગના દાનથી ચૂર્ણરૂપી યોગના દાનથી, તેનો બઠરગુરુનો, ગાઢતર ઉન્માદ વધારાયો. શિવાયતન વશ કરાયું. તેનું કુટુંબ અભિભૂત કરાયું. મધ્ય ઓરડામાં નંખાયું તેનું કુટુંબ નંખાયું. તેના દ્વારને તાળું લગાયું. તેથી અમોને સર્વવશીભૂત છે એમ માનીને તુષ્ટ ચિત્તવાળા એવા તેઓ વડે એક મહાધૂર્ત તસ્કર નાયક સ્થાપન કરાયો. ત્યારપછી કર્યો છે તાળીઓનો અવાજ એવા એવા તે ચોટ્ટાઓ તેની આગળ=મહાપૂર્તિ એવા નાયકની આગળ, તે બઠરગુરુને નચાવતા બેસે છે અને આ ગીતને ગાય છે તે ગીત “યહુતીથી બતાવે છે – શ્લોક :
धूर्तभावमुपगम्य कथञ्चिदहो जना ! वञ्चयध्वमपि मित्रजनं हतभोजनाः । मन्दिरेऽत्र बठरस्य यथेष्टविधायका,
एत एत ननु पश्यथ वयमिति नायकाः ।।२६६।। શ્લોકાર્ચ -
હે જનો ! કોઈક રીતે ધૂર્તભાવને પામીને હરણ કરાયેલા ભોજનવાળા તમો મિત્રજનને ઠગો. અહીં મંદિરમાં બઠરનું આ=કૃત્ય, તમે જુઓ, યથેષ્ટ કરનારા એવા અમે જે પ્રમાણે ઈષ્ટ છે એ પ્રમાણે કરનારા અમો, જ નાયકો છીએ. રિકા શ્લોક :
क्वचित्पुनरेवं गायन्ति, यदुतबठरो गुरुरेष गतो वशतां, वसतिं वयमस्य सरत्नशताम् ।
निजधूर्ततया प्रकटं जगतां खादेम पिबेम च हस्तगताम् ।।२६७।। શ્લોકાર્ચ -
ક્યારેક વળી આ પ્રમાણે ગાય છે. શું ગાય છે ? તે “યહુતીથી બતાવે છે – આ બઠરગુરુ
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ વશતાને પામેલો છે વશ થયેલો છે. જગતમાં પ્રગટ એવી નિજ ધૂર્તતાથી હસ્તગત થયેલી સેંકડો રત્ન સહિત એવી આની વસતીને બઠરગુરુની વસતીને અમે ખાઈએ છીએ પીએ છીએ અમે ભોગવીએ છીએ. ર૬૭ll.
बठरगुरुमतिविपर्यासः स पुनरधन्यो बठरगुरुर्न लक्षयति तामात्मविडम्बना, नावबुध्यते निजकुटुम्बव्यतिकरं, न जानीते समृद्धशिवायतनहरणं, नावगच्छति तेषां रिपुरूपतां, मन्यते च महामित्रभावं, ततो हृष्टतुष्टो रात्री दिवा च तेषां तस्कराणां कुटुम्बकस्य मध्यगतो नृत्यनास्ते । तत्र च ग्रामे चत्वारः पाटकाः प्रतिवसन्ति, तद्यथा-जघन्योऽतिजघन्य उत्कृष्ट उत्कृष्टतरश्चेति ततोऽसौ बठरगुरुर्बुभुक्षाक्षामस्तान् भोजनं याचते ततस्तैः समर्पितं तस्य तस्करैर्महाघटकर्परं चर्चितो मषीपुण्ड्रकैरभिहितश्च-वयस्य! गुरो! भिक्षामट, विहितमेतत्तेन, ततस्तैः परिवेष्टित एव गतोऽसौ तत्रातिजघन्यपाटके भिक्षार्थं, ततो गृहे गृहे नृत्यन्नसौ वेष्टितस्तैर्विहिततालारवैर्विचरितुं प्रवृत्तः । संज्ञितास्तस्करैः षिड्गलोकाः यथा-चूर्णयतैनं, ततस्तैः વિં તં?
બઠરગુરુની મતિનો વિપર્યાસ તે વળી અધવ્ય એવો બઠરગુરુ તે આત્મવિડંબનાને જાણતો નથી. નિજકુટુંબના વ્યતિકરને જાણતો નથી. સમૃદ્ધ શિવાયતતના હરણને જાણતો નથી. તેઓની=ચોરટાઓની શત્રુતાને જાણતો નથી અને મહામિત્રભાવને માને છે. તેથી હર્ષિત થયેલો, તોષ થયેલો રાત્રિ-દિવસ તે ચોરટાઓના કુટુંબની મધ્યમાં રહેલો નાચતો રહે છે અને તે ગ્રામમાં ચાર પાડાઓ વસે છે તે આ પ્રમાણે – જઘન્ય, અતિજઘવ્ય, ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટતા. તેથી તે ગામમાં ચાર પાડાઓ છે તેથી, આ બઠરગુરુ બુભક્ષાથી ક્ષીણ થયેલો તેઓને ચોરટાઓને, ભોજનની યાચના કરે છે. તેથી તે ચોરટાઓ વડે તેને બઠરગુરુને, મહાઇટનું ઠીકરું અપાયું. મણીપુંડ્રક વડે ચર્ચિત કરાયો. અને કહેવાયું. હે મિત્ર ! ગુરુ ! ભિક્ષા માટે ફર. તેના વડે બઠરગુરુ વડે, આ=ભિક્ષા માટે અટન, કરાયું. ત્યારપછી તેઓ વડે ઘેરાયેલો જ ચોરટાઓ વડે ઘેરાયેલો જ, આ બઠર, ત્યાં તે ગ્રામમાં અતિજઘન્ય પાડામાં ભિક્ષા માટે ગયો. ત્યારપછી કરાયેલા તાલીના અવાજવાળા તેઓ વડે ચોરટાઓ વડે, વીંટળાયેલો ઘરે ઘરે નૃત્ય કરતો એવો આ બઠરગુરુ, વિચરવા માટે પ્રવૃત્ત થયો. તસ્કરો વડે બિગ લોકો સંજ્ઞા કરાયા. શું સંજ્ઞા કરાયા? તે “યથા'થી બતાવે છે – આને ચૂર્ણ કરો. તેથીકચોરટાઓ વડે પિગ લોકોને=વ્યભિચારી લોકોને, સંજ્ઞા કરાઈ તેથી, તેઓ વડે પિગ લોકો વડે, શું કરાયું ? તે કહે છે –
શ્લોક :
यष्टिमुष्टिमहालोष्टप्रहारैस्ताडितो भृशम् । स वराको रटन्नुच्चैः, कृतान्तैरिव दारुणैः ।।२६८।।
Page #192
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
अनुभूय महादुःखं, चिरं भिक्षाविवर्जितः । निर्गतः पाटकात्तस्मात्ततोऽसौ भग्नकर्परः ।।२६९।।
શ્લોકાર્થ :
જાણે ધૃતાંત જેવા દારુણ એવા ષિડ્ઝ લોકો વડે તે રાંકડો અત્યંત બૂમો પાડતો લાકડી, મુઠ્ઠી, માટીના ઢેફાના પ્રહારોથી અત્યંત તાડન કરાયો. ભિક્ષાથી રહિત ચિરકાળ મહાદુ:ખને અનુભવીને ત્યારપછી ભગ્નકર્પરવાળો આ=રાંકડો, તે પાટથી નીકળ્યો. II૨૬૮-૨૬૯।।
ततः समर्पितं तैस्तस्करैस्तस्य शरावं नीतस्तत्र जघन्यपाटके तत्रापि न लभते भिक्षां, बाध्यते षिड्गजनेन
ત્યારપછી તે તસ્કરો વડે તેને બીજું શરાવ સમર્પણ કરાયું. ત્યાં જઘન્ય પાટકમાં લઈ જવાયો. ત્યાં પણ ભિક્ષાને પામતો નથી. ષિગ્ગજનો વડે બાધા પમાડાય છે.
શ્લોક :
ततस्तत्रापि पर्यट्य, चिरं भग्ने शरावके ।
उत्कृष्टपाटके नीतस्तैर्दत्त्वा ताम्रभाजनम् ।। २७० ।।
૧૮૧
શ્લોકાર્થ :
ત્યારપછી ત્યાં પણ=બીજા પાડામાં પણ, ચિર પર્યટન કરીને=અનેક ભવોમાં પર્યટન કરીને, શરાવ ભગ્ન થયે છતે ઉત્કૃષ્ટ પાટકમાં તેઓ વડે=ચોરટાઓ વડે, તામ્રભાજન આપીને લઈ જવાયો. II૨૭૦||
શ્લોક ઃ
तत्रासौ विरलां भिक्षां, लभते छायया तया ।
यथाऽयं देवगेहस्य, रत्नपूर्णस्य नायकः । । २७१ । ।
શ્લોકાર્થ :
ત્યાં=ત્રીજા પાડામાં, આ=બઠરગુરુ, તેની છાયાથી=ત્રીજા પાડાની છાયાથી, થોડીક ભિક્ષાને મેળવે છે. જે પ્રમાણે રત્નથી પૂર્ણ એવા દેવઘરનો આ નાયક છે અર્થાત્ આ જીવ રત્નથી ભરેલા એવા દેવઘરનો નાયક છે એ પ્રકારે તેની છાયાથી ત્રીજા પાડામાં આ વિરલ ભિક્ષા મેળવે છે. II૨૭૧||
શ્લોક ઃ
कदर्थ्यते च तत्रापि, षिड्गलोकैस्तथा परैः ।
अथान्यदा क्वचित्तस्य, भग्नं तत्ताम्रभाजनम् ।।२७२ ।।
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ય :
અને ત્યાં પણ બીજા પાડામાં પણ, ષિષ્ણ લોકો વડે અને બીજાઓ વડે કદર્થના કરાય છે. હવે અન્યદા ક્યારેક તેનું તે તામ્રભાજન ભગ્ન થયું.
ત્રીજા મનુષ્ય પાડામાં પણ તે જીવ ષિદ્ગલોક જેવા પાપપ્રકૃતિઓથી કદર્થના પામે છે અને બીજા મનુષ્યોથી કદર્થના પામે છે. હવે અવદા ક્યારેક તે તામ્રભાજન જેવું મનુષ્ય આયુષ્ય પૂરું થયું. ll૨૭૨I. શ્લોક :
तत्र भग्ने पुनः पात्रे, दत्त्वा राजतभाजनम् ।
तथैव वेष्टितश्चौरैनीतोऽसौ तुर्यपाटके ।।२७३।। શ્લોકાર્ચ -
વળી તે પણ ભગ્ન થયે છતે તામ્રપાત્ર ભગ્ન થયે છતે, ચાંદીનું ભાજન આપીને તે પ્રમાણે જ ચોરોથી વીંટળાયેલો આ બઠગુરુ ચોથા પાટકમાં લઈ જવાયો. ૨૭all. શ્લોક :
तत्र चात्यन्तविख्यातः, किलायं रत्ननायकः ।
ततः सुसंस्कृतां भिक्षां, लभतेऽसौ गृहे गृहे ।।२७४ ।। શ્લોકાર્ય :
અને ત્યાં ખરેખર આ અત્યંત વિખ્યાત રત્નનાયક છે તેથી આ=બઠરગુરુ, ઘરે ઘરે સુસંસ્કૃત ભિક્ષાને મેળવે છે. ll૨૭૪ો. શ્લોક :
एवं ते तस्करास्तेषु, पाटकेषु पुनः पुनः ।
भ्रमयन्त्येव तं भौतं, नाटयन्तो दिवानिशम् ।।२७५।। શ્લોકાર્ચ - આ રીતે તે ચોરો ફરી ફરી તે પાટકોમાં તે ભોતને રાત્રિદિવસ નચાવતા ભમાવે જ છે. ર૭૫ll
શ્લોક :
हसन्तश्चूर्णयन्तश्च, वल्गमाना गृहे गृहे । कृततालारवा हृष्टा, नानारूपैविडम्बनैः ।।२७६।। स तथा क्रियमाणोऽपि, तस्करैर्बठरो गुरुः । भिक्षामात्रेण हृष्टात्मा, वल्गते पूरितोदरः ।।२७७।।
Page #194
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૮૩
શ્લોકાર્ય :
હસતા અને ચૂર્ણ કરતા, ઘરે ઘરે કૂદતા, કરેલા તાળીઓના અવાજવાળા, અનેકરૂપ વિડંબનાઓથી હર્ષિત થયેલા ચોરો વડે તે પ્રકારે કરાતો પણ તે બઠરગુરુ ભિક્ષામાત્રથી હર્ષિત આત્મા પૂરિત ઉદરવાળો કૂદે છે. ll૨૭૬-૨૭૭ી. બ્લોક :
गायति च, कथम्?अतिवत्सलको मम मित्रगणः, कुरुते विनयं च समस्तजनः ।
तदिदं मम राज्यमहो प्रकटं, भ्रियते जठरं सुधया विकटम् ।।२७८ ।। શ્લોકાર્ચ -
અને ગાય છે. કેવી રીતે ગાય છે ? તેથી કહે છે – મારો મિત્રગણ અતિવત્સલ છે અને સમસજન વિનયને કરે છે. તે આ મારું પ્રગટ અહો રાજ્ય છે. અમૃતથી પ્રગટ જઠર ભરાય છે. ર૭૮ll. શ્લોક :
अन्यच्चआत्मानं मन्यते मूढो, मग्नं च सुखसागरे ।
द्वेष्टि तस्करदोषाणां, कथकं स जडो जनम् ।।२७९।। શ્લોકાર્ચ -
અને બીજું, મૂઢ એવો આ બઠરગુરુ સુખસાગરમાં પોતાને મગ્ન જ માને છે. તસ્કરના દોષોને કહેનારા જન ઉપર તે જડ બઠરગુરુ દ્વેષ કરે છે. ll૨૭૯ll
न पुनरसौ वराको बहिर्भावितं रत्नादिसमृद्धादात्मीयभवनाच्च्यावितमनुरक्तसुन्दरनिजकुटुम्बात् पातितं, दुःखसमुद्रे शोच्यमात्मानमाकलयतीति । तदेष महाराज! निवेदितस्ते मया बठरगुरुर्येन सदृशोऽयं लोक इति, नृपतिराह-कथमेतत् ? भगवतोक्तं आकर्णय
વળી આ વરાક બહારથી ભાવિત કરાયેલ, રત્નાદિથી સમૃદ્ધ એવા આત્મીય ભવનથી થ્યાવિત=ગ્યુત કરાયેલ અને અનુરક્ત, સુંદર નિજકુટુંબથી પાત કરાયેલો, દુઃખરૂપી સમુદ્રમાં શોશ્યમાન એવા પોતાને જાણતો નથી. તે કારણથી હે મહારાજ ! આ સંસારઉદરવર્તી જીવ, મારા વડે તને બઠરગુરુ નિવેદિત કરાયો. જે કારણથી સદશ એવો આ લોક છે=બઠરગુરુ સદશ આ લોક છે. નૃપતિ કહે છે. આગલોક બઠરગુરુ છે એ, કેવી રીતે છે ? ભગવાન વડે કહેવાયું. સાંભળ –
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
ग्रामोऽत्र भूप! संसारो, विस्तीर्णस्तस्य मध्यगम् ।
स्वरूपं जीवलोकस्य, विज्ञेयं शिवमन्दिरम् ।।२८०।। શ્લોકાર્થ :
હે રાજા! અહીં પ્રસ્તુત કથાનકમાં, વિસ્તીર્ણ એવો સંસાર ગ્રામ છે. તેના મધ્યમાં રહેલું જીવલોકનું સ્વરૂપ શિવમંદિર જાણવું. ll૨૮૦||
जीवलोके उपनयः
શ્લોક :
तदेव ज्ञानवीर्यादिरत्नपूरैश्च पूरितम् । संपूर्णं सर्वकामैश्च, परमानन्दकारणम् ।।२८१।।
બઠરગુરુના કથાનકનો ચતુર્ગતિરૂપ જીવલોકને વિષે ઉપનય શ્લોકાર્થ :
અને તે જગજીવલોકનું સ્વરૂપ જ, જ્ઞાન, વીર્યાદિ રત્નના સમૂહથી પૂરિત છે. સર્વ ઈચ્છાઓથી સંપૂર્ણ છે. પરમ આનંદનું કારણ છે. [૨૮૧|| શ્લોક :
जीवलोकश्च तत्स्वामी, भौताचार्यो निगद्यते ।
तस्य स्वाभाविकाः सर्वे, ये गुणास्तत्कुटुम्बकम् ।।२८२।। શ્લોકાર્ચ -
અને જીવલોક તેનો સ્વામી તે શિવમંદિરનો સ્વામી, ભોતાચાર્ય કહેવાય છે. તેના=જીવના, સ્વાભાવિક સર્વ જે ગુણો છે તે કુટુંબ છે. ll૨૮ાાં બ્લોક :
तत्तु स्वाभाविकं तस्य, सुन्दरं हितकारि च ।
तथापि जीवलोकस्य, न चित्ते प्रतिभासते ।।२८३।। શ્લોકાર્ચ -
વળી તે કુટુંબ, તેનું જીવલોકનું, સ્વાભાવિક સુંદર અને હિતકારી છે તોપણ જીવલોકને ચિત્તમાં તે શિવમંદિર સારું લાગતું નથી. ll૨૮૩
Page #196
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
सोऽयं लोकः सदोन्मत्तः, कर्मयोगेन वर्तते ।
न जानीते निजं रूपं, गुणरत्नादिपूरितम् ।।२८४ ।।
શ્લોકાર્થ :
તે આ લોક કર્મયોગથી સદા ઉન્મત્ત વર્તે છે. ગુણરત્નાદિથી પૂરિત પોતાના સ્વરૂપને જાણતો
નથી. II૨૮૪II
શ્લોક ઃ
રાવિવોષાઃ સર્વેઽપિ, તરા: પરિજાતિતાઃ ।
तएव हि महाधूर्ता, जीवलोकस्य वञ्चकाः ।। २८५ ।।
શ્લોકાર્થ :
સર્વ પણ રાગાદિ દોષો ચોરો કહેવાયા છે. =િજે કારણથી, મહાધૂર્ત એવા તેઓ જ=રાગાદિ દોષોરૂપ ચોરો જ, જીવલોકને ઠગનારા છે. II૨૮૫II
શ્લોક ઃ
सुहृदस्ते प्रभासन्ते, जीवलोकस्य वल्लभाः ।
तेच गाढं प्रकुर्वन्ति कर्मोन्मादस्य वर्धनम् ।। २८६ ।।
૧૮૫
શ્લોકાર્થ :
જીવલોકને તેઓ=રાગાદિ, મિત્ર, વલ્લભ લાગે છે. અને કર્મના ઉન્માદને તેઓ=રાગાદિ, ગાઢ વર્ધન કરે છે. II૨૮૬ા
શ્લોક ઃ
ते स्वरूपं वशीकृत्य, जीवलोकस्य ये गुणाः । कुटुम्बमन्तस्तत्क्षिप्त्वा, चित्तद्वारं निरुन्धते । । २८७ ।।
શ્લોકાર્થ :
તેઓ=રાગાદિ, જીવલોકના સ્વરૂપને વશ કરીને જે અંતરંગકુટુંબ રૂપ ગુણો છે તેને ચિત્તદ્વારમાં નાંખીને નિરોધ કરે છે. II૨૮૭II
શ્લોક ઃ
तदेवं ते धरानाथ ! गुणसम्भारपूरितम् ।
स्वरूपं जीवलोकस्य, हृत्वा मन्दिरसन्निभम् ।।२८८ ।।
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
अभिभूय तिरोधाय, तस्य भावकुटुम्बकम् । बृहद्धूर्तोपमं राज्ये, महामोहं निधाय च ।। २८९ ।। रागादिदोषाः सर्वेऽपि तस्याग्रे हृष्टमानसाः ।
તં જોર્જ વધિતોન્માવું, નાટયન્તિ વશીષ્કૃતમ્ ।।૨૬૦।।
શ્લોકાર્થ ઃ
તે કારણથી આ રીતે હે ધરાનાથ ! તેઓ=રાગાદિ ચોરટાઓ, ગુણસમૂહથી પૂરિત જીવલોકના મંદિર જેવા સ્વરૂપને હરણ કરીને તેના ભાવકુટુંબને અભિભવ કરીને, તિરોધાન કરીને, અને મોટી ઘૂર્તની ઉપમાવાળા મહામોહને રાજ્યમાં સ્થાપન કરીને સર્વે પણ રાગાદિ દોષો તેની આગળમાં=મહામોહની આગળમાં, હર્ષિત માનસવાળા, વર્ધિત ઉન્માદવાળા, વશ કરાયેલા તે લોકને નચાવે છે. II૨૮૮થી ૨૯૦II
શ્લોક :
स एष श्रूयते भूप ! महाकोलाहलः सदा ।
गीततालरवोन्मिश्रः, कृतो रागादितस्करैः ।। २९१ ।।
શ્લોકાર્થ :
હે રાજા ! રાગાદિ તસ્કરોથી કરાયેલો ગીતતાલરવથી ઉન્મિશ્ર તે જ આ મહાકોલાહલ સદા સંભળાય છે. II૨૯૧||
શ્લોક ઃ
माहेश्वरास्तु विज्ञेया ये जीवा जैनदर्शने ।
प्रबुद्धास्ते हि तं लोकं, वारयन्ति क्षणे क्षणे । । २९२ ।।
શ્લોકાર્થ ઃ
જૈનદર્શનમાં જે જીવો બોધ પામેલા છે તે વળી માહેશ્વર જાણવા. =િજે કારણથી, તેઓ=માહેશ્વરો, તે લોકને ક્ષણે ક્ષણે વારણ કરે છે. ।।૨૯।।
શ્લોક ઃ
i?
जीवलोक ! न युक्तस्ते, सङ्गो रागादितस्करैः । सर्वस्वहारका दुष्टास्तवैते भावशत्रवः ।। २९३ ।।
-
Page #198
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
કેવી રીતે વારે છે ? તેથી કહે છે હે જીવલોક ! રાગાદિ ચોરો સાથે તારો સંગ યુક્ત નથી. સર્વસ્વને હરણ કરનારા તારા આ દુષ્ટ ભાવશત્રુઓ છે. II૨૯૩||
શ્લોક ઃ
स तु कर्ममहोन्मादविह्वलीभूतचेतनः ।
हितं तत्तादृशं वाक्यं, जीवलोकोऽवमन्यते । । २९४।।
શ્લોકાર્થ :
વળી, કર્મના મહા ઉન્માદથી વિહ્વલીભૂત ચેતનાવાળો તે જીવલોક તેવા પ્રકારના તે હિતવાક્યની અવગણના કરે છે. II૨૪II
શ્લોક ઃ
सुन्दराः सुहृदो धन्या, ममैते हितहेतवः ।
વં દિ મન્યતે મૂઢો, રાવીનેષ માવતઃ ।।૨૬।। ततो माहेश्वराकारैः, स सारगुरुसन्निभः । तैर्ज्ञाततत्त्वैर्मूर्खत्वाद् बठरो गुरुरुच्यते ।। २९६ ।।
૧૮૭
શ્લોકાર્થ :
સુંદર, હિતના કારણ, ધન્ય એવા આ રાગાદિ મારા મિત્ર છે, મૂઢ એવો આ જીવલોક રાગાદિ ભાવશત્રુઓને પરમાર્થથી આ પ્રમાણે માને છે. તેથી જ્ઞાતતત્ત્વવાળા માહેશ્વર આકારવાળા તેઓ વડે સારગુરુ સમાન તે જીવલોક મૂર્ખતા હોવાથી બઠરગુરુ કહેવાય છે. II૨૯૫-૨૯૬II
શ્લોક ઃ
तं लोकभौतं विज्ञाय, वृतं रागादितस्करैः ।
जैनमाहेश्वरास्तस्य, त्यजन्ति शिवमन्दिरम् ।।२९७ ।।
શ્લોકાર્થ :
રાગાદિ તસ્કરો વડે તે ભૌત લોક ઘેરાયેલો જાણીને જૈન માહેશ્વરો તેના શિવમંદિરનો ત્યાગ કરે છે. II૨૯૭II
શ્લોક ઃ
यथा च याचितास्तेन, क्षुधाक्षामेण भोजनम् ।
તે તારા: રે વત્ત, તેસ્તસ્ય ઘટરમ્ ।।૨૮।।
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૮
विलिप्तश्च मषीपुण्ड्रैर्नीतो भिक्षाऽटनेन सः । तदिदं जीवलोकेऽपि समानमिति गृह्यताम् ।।२९९।।
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
અને જે પ્રમાણે ક્ષુધાથી ક્ષીણ શરીરવાળા તેના વડે બઠરગુરુ વડે, તે ચોરો ભોજનની યાચના કરાયા. તેઓ વડે=ચોરો વડે, તેના=બઠરગુરુના, હાથમાં ઘટકર્પર અપાયું. અને મષીપુંડ્ર વડે વિલેપન કરાયો. ભિક્ષા અટનથી તે=બઠરગુરુ, લઈ જવાયો. તે આ જીવલોકમાં પણ=સંસારી જીવમાં પણ, સમાન છે એ પ્રમાણે ગ્રહણ કરો. ।।૨૯૮-૨૯૯॥
શ્લોક ઃ
तथाहि
भोगाकाङ्क्षाक्षुधाक्षामो, जीवलोकोऽपि वर्तते । रागादीनेष यत्नेन, याचते भोगभोजनम् । । ३००।। ततस्तेऽपि भवग्रामे, भिक्षाटनविधित्सया ।
निःसारयन्ति दर्पिष्ठास्तं लोकं भौतसन्निभम् ।।३०१ ।।
શ્લોકાર્થ ઃ
-
તે આ પ્રમાણે – ભોગની ઇચ્છારૂપ ક્ષુધાથી ક્ષીણ થયેલો જીવલોક પણ વર્તે છે. આ=જીવલોક, રાગાદિ ચોરટાઓ પાસે યત્નથી ભોગરૂપ ભોજનની યાચના કરે છે, ત્યારપછી=જીવ રાગાદિ પાસે ભોગરૂપ ભોજનની યાચના કરે છે ત્યારપછી, ભવગ્રામમાં ભિક્ષા અટન કરાવવાની ઈચ્છાથી દર્ષિષ્ઠ એવા તેઓ પણ=પ્રવર્ધમાન થયેલા રાગાદિ પણ, ભૌત જેવા તે લોકને નિઃસારણ કરે છે.
||300-309 ||
શ્લોક ઃ
થમ્?
-
कृष्णपापमषीलेपपुण्ड्रकैर्गाढचर्चितम् । विशालनरकायुष्कवितीर्णघटकर्परम् ।।३०२।।
શ્લોકાર્થ ઃ
કેવી રીતે નિઃસારણ કરે છે ? એથી કહે છે કૃષ્ણ એવા પાપરૂપી મષીના લેપના છાપાઓથી ગાઢ ચર્ચિત, વિશાળ નરક આયુષ્યરૂપી વિસ્તીર્ણ ઘટકર્પરવાળા ભૌત જેવા તે લોકને નિઃસારણ કરે છે એમ પૂર્વના શ્લોક સાથે સંબંધ છે. II૩૦૨।।
Page #200
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૮૯
શ્લોક :
तिर्यनारकमानुष्यदेवसम्बन्धिनो भवाः । विज्ञेयास्ते भवग्रामे, चत्वारः पाटकास्त्वया ।।३०३।। जघन्यातिजघन्यौ द्वौ, तत्राद्यौ परिकीर्तितौ ।
उत्कृष्टो मानुषो ज्ञेयस्तथोत्कृष्टतरः परः ।।३०४।। શ્લોકાર્ચ -
તિર્યંચ, નારક, મનુષ્ય, દેવ સંબંધી ભવો તે ભવગ્રામમાં ચાર પાડાઓ તારા વડે જાણવા=હે રાજન્ ! તારા વડે જાણવા. ત્યાં ચાર પાડાઓમાં, જઘન્ય, અતિજઘન્ય આઘ બે તિર્યંચ, નરક કહેવાયા છે. ઉત્કૃષ્ટ મનુષ્ય સંબંધી પાડો કહેવાયો છે. ઉત્કૃષ્ટતર પર=દેવસંબંધી પાડો, કહેવાયો છે. Il૩૦૩-૩૦૪ll શ્લોક :
कर्परं च शरावं च, तानं राजतमेव च ।
भाजनं लोकभौतस्य, तदायुष्कमुदाहृतम् ।।३०५।। શ્લોકાર્ય :લોકભોતનું કર્પર, શરાવ, તામ્ર અને રાજતરૂપ ભાજન છે, તે તેનું આયુષ્ય કહેવાયું છે. ll૩૦૫ll શ્લોક :
स एष जीवलोकस्तैर्वेष्टितो भावतस्करैः ।
पापात्मा नरकं यायादाद्यपाटकसन्निभम् ।।३०६।। શ્લોકાર્ધ :તે આ જીવલોક ભાવતસ્કરોથી ઘેરાયેલો પાપાત્મા આઘા પાટક જેવા નરકમાં જાય છે. ll૩૦૬ો.
શ્લોક :
तत्रासौ याचमानोऽपि, नाश्नुते भोगभोजनम् । घोरैर्नरकपालैश्च, पीड्यते षिड्गसन्निभैः ।।३०७।।
બ્લોકાર્ધ :
ત્યાં આધ પાટકમાં, આ જીવલોક યાચના કરાતો પણ ભોગભોજનને પ્રાપ્ત કરાતો નથી. અને ષિલ્ગ જેવા ઘોર નરકપાલો વડે પીડા કરાય છે. Il૩૦૭.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
तीव्रानन्तमहादुःखसङ्घातमनुभूय च ।
आयुष्ककपरे भग्ने, निर्गच्छेच्च ततः क्वचित् ।।३०८ ।। શ્લોકાર્ચ -
અને તીવ્ર અનંત મહાદુઃખના સંઘાતને અનુભવ કરીને આયુષ્યરૂપી કર્પર ભગ્ન થયે છતે ત્યાંથી અતિજઘન્ય પાડામાંથી, ક્યારેક નીકળે. ll૧૦૮
બ્લોક :
अथ तिर्यग्भवं प्राप्य, द्वितीयमिव पाटकम् । ततोऽसौ पर्यटेत्तत्र, भोगभोजनलम्पटः ।।३०९।।
શ્લોકાર્ય :
હવે બીજા પાડાની જેવા તિર્યંચ ભવને પામીને ત્યારપછી ભોગભોજનમાં લંપટ એવો આ જીવલોક, ત્યાં બીજા પાડામાં, પર્યટન કરે. [૩૦૯ll શ્લોક :
अथ तत्रापि नैवासौ, लभते भोगभोजनम् ।
क्षुदादिषिड्गलोकेन, केवलं परिपीड्यते ।।३१० ।। શ્લોકાર્થ :
હવે ત્યાં પણ બીજા પાડામાં પણ, આ જીવલોક, ભોગભોજનને પ્રાપ્ત કરતો નથી. સુધાદિ પિગલોકથી કેવલ અત્યંત પીડા પામે છે. ll૧૧oll શ્લોક :
पुनश्च तिर्यगायुष्के, क्वचिनिष्ठां गते सति ।
तृतीयपाटकाकारं, मानुष्यकमवाप्नुते ।।३११।। શ્લોકાર્ચ -
અને વળી, ક્યારેક તિર્ય, આયુષ્ય પૂર્ણ થયે છતે મનુષ્ય સંબંધી ત્રીજા પાડાના આકારને પ્રાપ્ત કરે છે. [૩૧૧|| શ્લોક :
अथ तत्र भवेदस्य, पुण्यलेशः कथञ्चन । आन्तरैश्वर्ययुक्तत्वे, सा छाया परिकीर्तिता ।।३१२।।
Page #202
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૧૯૧
શ્લોકાર્ચ -
હવે ત્યાં-ત્રીજા પાડામાં, કોઈક રીતે આને જીવલોકને, પુણ્યલેશ થાય તે આંતર ઐશ્વર્યયુક્તપણામાં છાયા કહેવાય છે આ જીવ અંતરંગ ઘણા ઐશ્વર્યયુક્ત છે તેની છાયા તે પુણ્યલેશ છે તેથી કંઈક સુખ થાય છે કંઈક મધ્યસ્થભાવ થાય છે તે જીવના અંતરંગ પરિણામનો અંશ છે, તેનાથી પુણ્ય બંધાય છે તેથી અંતરંગ સમૃદ્ધિની છાયારૂપ પુણ્ય કહેવાય છે. II3૧૨
શ્લોક :
ततश्च
या छायाऽस्य महाराज! सा पुण्यलवलक्षणा ।
तया हि जीवलोकोऽत्र, लभते भोगभोजनम् ।।३१३।। શ્લોકાર્ચ -
અને તેથી હે મહારાજ ! આની જીવલોકની, જે છાયા તે પુણ્યલવલક્ષણ છે તેનાથી=પુણ્યલવરૂપ છાયાથી, જીવલોક અહીં મનુષ્યભવમાં, ભોગભોજનને પામે છે. ll૧૧all બ્લોક :
तथा मनुष्यभावेऽपि, राजदायादतस्करैः ।
रागादिभिश्च पीड्येत, धूर्वोक्तजनसन्निभैः ।।३१४ ।। શ્લોકાર્થ :
અને મનુષ્યભવમાં પણ રાજાથી, લેણદારોથી, તસ્કરોથી ધૂર્ત કહેવાયેલા જન સમાન રાગાદિ વડે પીડા પમાડાય છે. ll૧૪TI. શ્લોક :
स ताम्रभाजनाकारे, नरायुष्केऽतिलविते ।
गच्छेद्देवभवं लोकस्तुर्यपाटकसन्निभम् ।।३१५ ।। શ્લોકાર્ચ -
તામ્રભાજનના આકારવાળા નરઆયુષ્ય અતિબંધિત થયે છતે તે લોક ચોથા પાટક જેવા દેવભવમાં જાય. II3૧૫II
શ્લોક :
अन्तरङ्गमहारत्नच्छाया तत्र गरीयसी । नरेन्द्र! जीवलोकस्य, देवलोके विभाव्यते ।।३१६।।
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
દેવલોકમાં હે રાજા ! જીવલોકની મોટી અંતરંગ મહારત્નની છાયા વિશેષ જોવાય છે. ।।૩૧૬।।
શ્લોક ઃ
ततस्तत्र भवे भूरि, लभते भोगभोजनम् ।
दधानो राजताकारममरायुष्कभाजनम् ।।३१७।
શ્લોકાર્થ :
તેથી=જીવલોકની અંતરંગ મહારત્નની છાયા છે તેથી, તે ભવમાં ચાંદીના જેવા આકારવાળા અમરઆયુષ્યના ભાજનને ધારણ કરતો એવો જીવલોક ઘણાં ભોગભોજન પ્રાપ્ત કરે છે. II૩૧૭|| શ્લોક ઃ
एवमेष महाराज ! लोकभौतो दिवानिशम् ।
बुभुक्षितो भवग्रामे, बम्भ्रमीति पुनः पुनः ।। ३१८ ।
શ્લોકાર્થ --
હે મહારાજ ! ભવગ્રામમાં દિવસરાત બુભુક્ષાવાળો આ લોકરૂપ ભૌત આ રીતે ફરી ફરી ચારે ગતિઓમાં ભ્રમણ કરે છે. II૩૧૮II
શ્લોક ઃ
उन्मत्तः कर्मयोगेन पापमष्या विलेपितः ।
रागादिभिः कृतारावैर्वेष्टितो धूर्ततस्करैः ।। ३१९ ।।
શ્લોકાર્થ :
કર્મયોગથી ઉન્મત્ત, પાપમષીથી વિલેપન કરાયેલો, કર્યો છે અવાજ જેણે એવા ધૂર્ત-ચોરરૂપ રાગાદિથી વીંટાળાયેલો, II૩૧૯।।
શ્લોક ઃ
हसन् गायन् रटनुच्चैर्नृत्यन्नुद्दामलीलया ।
તેવુ તેવુ મહારાન! યોનિોદેવુ દિ′તે ।।રૂ૨૦।।
શ્લોકાર્થ ઃ
હે મહારાજ ! હસતો, ગાતો અત્યંત રટન કરતો ઉદ્દામલીલાથી નાચતો તે તે યોનિરૂપી ઘરોમાં ભટકે છે. II૩૨૦II
Page #204
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
१८3
Cोs:
यथा च हृदये तुष्टः स भौतो भिक्षया तया ।
वराको नैव जानीते, हृतं रत्नभृतं गृहम् ।।३२१।। Gोडार्थ :
અને તે ભોત તે ભિક્ષાથી જે પ્રમાણે હદયમાં તોષ પામેલો રાંકડો હરણ કરાયેલા રત્નથી ભરાયેલા ગૃહને જાણતો નથી જ. ll૩૨૧ી. टोs :
अभिभूतं कुटुम्बं च, सुन्दरं गाढवत्सलम् ।
न लक्षयति चात्मानं, दुःखसागरमध्यगम् ।।३२२।। दोडार्थ :
અને ગાઢ વત્સલવાળા અભિભૂત થયેલા સુંદર પોતાના કુટુંબને અને દુઃખસાગરની મધ્યમાં રહેલા આત્માને જાણતો નથી. II3II श्लोक :
केवलं मोहदोषेण, संतुष्टः सुखनिर्भरः ।
वल्गमानो जने गाढं, करोत्यात्मविडम्बनम् ।।३२३।। श्लोजार्थ :
કેવલ મોહના દોષથી સંતુષ્ટ, સુખનિર્ભર લોકમાં ગાઢ કૂદતો આત્મવિડંબનાને કરે છે. ll૩૨૩ दोs:
तथाऽयमपि राजेन्द्र! जीवलोकः कथञ्चन । संसारे यद्यवाप्नोति, तुच्छं वैषयिकं सुखम् ।।३२४ ।। तथाइन्द्रत्वं विबुधत्वं वा, राज्यं रत्नधनादिकम् । पुत्रं कलत्रमन्यद्वा, लभते यदि किञ्चन ।।३२५ ।। ततोऽलीकाभिमानेन, किलाहं सुखनिर्भरः ।
मीलनिःस्पन्दमन्दाक्षो, न चेतयति किञ्चन ।।३२६।। दोबार्थ :તે પ્રમાણે હે રાજેન્દ્ર ! આ પણ જીવલોક કોઈક રીતે સંસારમાં જો તુચ્છ વૈષયિક સુખ પ્રાપ્ત
Page #205
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૯૪
કરે અને ઈન્દ્રપણું, વિબુધપણું અથવા રાજ્ય રત્નધનાદિક, પુત્ર, સ્ત્રી અથવા અન્ય જો કંઈ પ્રાપ્ત કરે તો ખોટા અભિમાનથી ખરેખર સુખનિર્ભર એવો હું બંધ કરાયેલા નિઃસ્પંદન મંદ અક્ષવાળો= તત્ત્વને જોવામાં ચક્ષુ બંધ કરી છે અને વિષયોમાં સ્થિર થયેલ મંદ ચક્ષુવાળો, કંઈ વિચારતો નથી. ||૩૨૪થી ૩૨૬]I
શ્લોક ઃ
ततश्च
अहो सुखमहो स्वर्गो, धन्योऽहमिति भावितः ।
एवं विचेष्टते भूप ! यथाऽयं तावको जनः ।। ३२७।।
શ્લોકાર્થ :
અને તેથી=વિષયોમાં સ્થિર બુદ્ધિવાળો છે તેથી, અહો સુખ છે, અહો સ્વર્ગ છે, હું ધન્ય છું એ પ્રકારે ભાવિત થયેલો લોક હે રાજા ! જે પ્રમાણે આ તારો જન છે એ રીતે ચેષ્ટા કરે છે. II૩૨૭]I
શ્લોક ઃ
अनन्तदर्शनज्ञानवीर्यानन्दादिभिः सदा । भावरत्नैर्भृतं त्वात्मस्वरूपं नावबुध्यते ।। ३२८ ।।
શ્લોકાર્થ ઃ
વળી અનંતદર્શન, જ્ઞાન, વીર્ય, આનંદાદિ રૂપ ભાવરત્નોથી ભરાયેલા આત્મસ્વરૂપને જાણતો
નથી. II૩૨૮II
શ્લોક ઃ
वराको न च जानीते, यथेदं भावतस्करैः ।
हृतं रागादिभिर्मेऽत्र, स्वरूपं मन्दिरोपमम् ।। ३२९ ।।
શ્લોકાર્થ ઃ
અને ભાવતસ્કર એવા રાગાદિ વડે અહીં=સંસારમાં, જે પ્રમાણે મંદિરની ઉપમા જેવું મારું આ સ્વરૂપ હરણ કરાયું, તે પ્રમાણે વરાક જાણતો નથી. II૩૨૯॥
શ્લોક ઃ
क्षमामार्दवसत्यादिरूपं भावकुटुम्बकम् ।
न चायं बुध्यते लोकः, सुन्दरं हितवत्सलम् ।। ३३०।।
Page #206
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ : =
ક્ષમા, માર્દવ, સત્ય આદિરૂપ સુંદર, હિતવત્સલ ભાવકુટુંબને આ લોક જાણતો નથી જ. ||33||
શ્લોક ઃ
इदं च न विजानीते, चित्तापवरके यथा ।
अमीभिरेव रागाद्यैरभिभूय तिरोहितम् ।।३३१ ।।
શ્લોકાર્થ :
અને ચિત્તરૂપી ઓરડામાં જે પ્રમાણે આ જ રાગાદિ વડે અભિભવ કરીને તિરોહિત કરાયેલા એવા આને=ભાવકુટુંબને જાણતો નથી, 1133૧||
શ્લોક ઃ
ततोऽयं तादृशैश्वर्यादनन्तानन्ददायिनः ।
भ्रंशितः सुखहेतोश्च, कुटुम्बात्तैर्वियोजितः ।। ३३२ ।।
૧૯૫
શ્લોકાર્થ :
તેથી=હિતવત્સલ કુટુંબને અને ચિત્તરૂપી ઓરડામાં તિરોહિત છે તેને જાણતો નથી તેથી, તેવા પ્રકારના ઐશ્વર્યવાળા અનંત આનંદને દેનારા અને સુખના હેતુ એવા કુટુંબથી તેઓ વડે=રાગાદિ ચોરો વડે, આ=જીવલોક, ભ્રંશ કરાયો અને વિયોજિત કરાયો. II33૨।।
શ્લોક :
क्षिप्तश्चात्र भवग्रामे, दुःखसङ्घातपूरिते ।
तथापि लोको रागादीन्, वयस्यानिव मन्यते । । ३३३।।
શ્લોકાર્થ :
અને દુઃખના સંઘાતથી પૂરિત આ ભવરૂપી ગ્રામમાં નંખાયો=જીવલોક નંખાયો. તોપણ લોક= જીવલોક, મિત્રની જેમ રાગાદિને માને છે. II333II
શ્લોક ઃ
भिक्षाभूतमिदं लब्ध्वा, तथा वैषयिकं सुखम् ।
हृष्टो नृत्यति मूढात्मा, यथासौ बठरो गुरुः ।। ३३४।।
શ્લોકા :
અને ભિક્ષા જેવા આ વૈષયિક સુખને પામીને હર્ષિત થયેલો મૂઢાત્મા નાચે છે જે પ્રમાણે આ બઠરગુરુ. ||૩૩૪]]
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
तदेवमेष राजेन्द्र! जनस्तत्त्वं न बुध्यते ।
સુસી મધ્યસ્થ, સુવિä તેન મન્યતે પારૂરૂડા શ્લોકાર્ચ -
તે કારણથી આ રીતે આ જન હે રાજેન્દ્ર ! તત્વને જાણતો નથી. તેના કારણે દુઃખસાગરના મધ્યમાં રહેલો સુખીપણાને માને છે. [૩૩૫ll ભાવાર્થ -
પૂર્વમાં બુધસૂરિએ રાજાને કહ્યું કે આ લોક તત્ત્વને જાણતા નથી. જે પ્રમાણે આ બઠરગુરુ. તેથી તત્ત્વની જિજ્ઞાસાથી ધવલરાજા બઠરગુરુ કોણ છે ? તે પ્રશ્ન કરે છે – તેના ઉત્તરરૂપે બુધસૂરિ બઠરગુરુનું દૃષ્ટાંત બતાવે છે અને તે બઠરગુરુનું દૃષ્ટાંત બતાવ્યા પછી તેનો ભાવાર્થ બતાવે છે. તે આ પ્રમાણે – સંસારી જીવો રૂપ લોક બઠરગુરુ જેવા છે; કેમ કે કથાનકમાં જે ગ્રામ બતાવેલ છે તે વિસ્તારવાળો સંસાર છે. તેના મધ્યમાં શિવમંદિર જેવું જીવલોકનું સ્વરૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ચૌદરાજલોકરૂપ સંસારી જીવોના પરિભ્રમણના સ્થાનરૂપ સંસાર છે. અને તેની અંદરમાં જીવલોક રહેલો છે અને તેનું સ્વરૂપ શિવમંદિર જેવું છે. કેમ શિવમંદિર જેવું છે ? તેથી કહે છે – જેમ તે શિવમંદિર અનેક રત્નોથી પૂરિત છે તેમ જીવ પણ જ્ઞાન, વીર્યાદિ રત્નોથી પૂર્ણ છે. વળી તે શિવમંદિર સર્વ કામનાઓથી સંપૂર્ણ છે માટે પરમ આનંદનું કારણ છે; કેમ કે સંસારવર્તી સર્વ જીવો સ્વરૂપથી સિદ્ધતુલ્ય છે.
વળી કથાનકમાં તે જીવલોક પોતાના સ્વરૂપનો સ્વામી ભૌતાચાર્ય કહેવાયો છે અને તે ભૌતાચાર્યના સ્વાભાવિક ગુણો છે તે તેનું કુટુંબ કહેવાયું છે. તેથી જો જીવને તે કુટુંબ પ્રાપ્ત થયું હોય તો ક્ષમાદિ ભાવરૂપ તે કુટુંબ જીવને માટે સુંદર છે, હિતકારી છે છતાં પણ ગાઢ કર્મના ઉદયવાળા સંસારી જીવોને તે ક્ષમાદિ ભાવરૂપ કુટુંબ ચિત્તમાં પ્રતિભાસ થતું નથી અર્થાત્ આ જ કુટુંબ મારું હિત છે, સર્વ કલ્યાણનું કારણ છે. અને હું જ્ઞાનાદિ રત્નોથી પૂર્ણ છે તેમ જણાતું નથી. આ પ્રકારનો સંસારી જીવનો પરિણામ કર્મના કારણે થયેલો છે. તેથી સદા ઉન્મત્ત થયેલો જીવ પોતાના ગુણરૂપી રત્નોથી પૂરિત સ્વરૂપને જાણતો નથી.
વળી, કથામાં કહ્યું કે ધૂર્ત એવા તસ્કરોએ તે જીવનું તેવું ચેષ્ટિત જાણીને તેની પાસે આવે છે. તે ચોરો રાગાદિ દોષો જ છે. અને તેઓ મહાધૂર્ત છે અને જીવલોકને ઠગનારા છે. જેમ ધૂતારા ઠગનારા હોવા છતાં મીઠું મીઠું બોલીને જીવને ઠગે છે તેમ જીવને પોતાના સ્વરૂપનું અજ્ઞાન હોવાથી રાગાદિ ભાવો જીવોને બાહ્ય પ્રલોભન આપીને ઠગે છે. વસ્તુતઃ બાહ્ય પદાર્થોમાંથી કોઈ ભાવ નીકળીને જીવમાં સંક્રમણ પામતો નથી. જેથી જીવને તેનાથી સુખ પ્રાપ્ત થાય છતાં ચોર જેવા રાગાદિ ભાવો જીવને ઠગે છે અને વિપર્યાસવાળા જીવને તે રાગાદિ કષાયો મિત્ર જેવા વલ્લભ ભાસે છે. મિત્ર થઈને આવેલા તે રાગાદિ ભાવો કર્મના ઉન્માદને વધારે છે અને કર્મના ઉન્માદના સ્વરૂપને વશ થયેલો જીવ છે એમ જાણીને તે રાગાદિ ભાવો જીવલોકને હિત કરનારા જે કુટુંબીઓ છે તેને ચિત્તદ્વારમાં વિરોધ કરે છે અર્થાત્ મોહનીયકર્મ ચિત્તના
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૯૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ક્ષમાદિ ભાવો રૂપ પોતાના કુટુંબને પ્રગટ થવા દેતો નથી, પરંતુ તે રીતે નિરોધ કરીને રાખે છે કે જેથી જીવમાં ક્ષમાદિ ભાવો પ્રગટ થઈને જીવનું હિત કરવા સમર્થ બને નહીં. આ રીતે ક્ષમાદિ ગુણોથી પૂરિત સ્વરૂપવાળા જીવનું મંદિર જેવું જ સ્વરૂપ છે તેને તે ચોરો હરણ કરે છે અર્થાત્ જેમ કથાનકમાં કહેલું કે તે શિવાયતન જીવનું સ્વરૂપ છે જેમાં સુખપૂર્વક જીવ સદા રહી શકે છે તે સ્વરૂપ ક્ષમાદિ ગુણોથી ભરપૂર છે. જેથી જીવને સદા માટે સુખ કરનારું છે. એવા સમૃદ્ધિથી ભરપૂર જીવના સ્વરૂપને કષાયો હરણ કરીને અને તેના ક્ષમાદિ ભાવો રૂપ કુટુંબને તિરોધાન કરીને અત્યંત ધૂર્ત જેવા મહામોહને રાજ્યમાં સ્થાપન કરે છે. તેથી જીવના નિવાસસ્થાન જેવું જે નિર્મળ મતિજ્ઞાન છે જેમાં જીવ સ્વસ્થ રહી શકે છે અને ક્ષમાદિ ભાવોથી યુક્ત રહીને સુખપૂર્વક સંસારઅવસ્થામાં પણ કાળ નિગમન કરી શકે છે તે મતિજ્ઞાનના ઉપયોગરૂપ જીવનું રાજ્ય કષાયોએ મહામોહને આપ્યું અને રાગાદિ સર્વ કષાયો તે જીવને મહામોહની સન્મુખ નચાવે છે અને પોતે ગીત તાળીઓ વગાડે છે તેથી એ પ્રાપ્ત થાય કે જીવના ચિત્ત ઉપર મહામોહનું અસ્તિત્વ છે અને મહામોહની સન્મુખ બઠરગુરુ જેવા મૂઢ જીવો સતત રાગાદિ ભાવોથી પ્રેરાઈને નૃત્ય કરે છે. વળી, રાગાદિ ભાવો પોતાના હર્ષની અભિવ્યક્તિરૂપે તે તે સ્વરૂપે સતત કલકલ કરતા હોય છે. જે ગીત અને તાલના અવાજ જેવા રાગાદિ તસ્કરોનો ખિલખિલાટ છે.
વળી, કથાનકમાં કહ્યું કે માહેશ્વરોએ તે સારગુરુને ચોરોને વશ થતા જોઈને તેને ઉચિત ઉપદેશ આપે છે અને કહે છે કે આ ચોરો છે છતાં તે સારગુરુ અર્થાત્ ગુણસંપત્તિરૂપ સારનો સ્વામી એવો શૈવાચાર્ય તે માહેશ્વરના વચનને સાંભળતો નથી. તેથી તેઓએ તેનું નામ સારગુરુ દૂર કરીને બઠરગુરુ સ્થાપન કર્યું. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવ પરમાર્થથી સારભૂત ગુણોનો સ્વામી છે તેથી સુખરૂપ શિવનો આચાર્ય છે આમ છતાં જ્યારે તેઓને કષાયોની સંગતિ પ્રિય લાગે છે ત્યારે ભગવાનના શાસનને જાણનારા જે બોધ પામેલા જીવો છે તે માહેશ્વર જેવા છે અને તેઓ સંસારી જીવને ક્ષણે ક્ષણે વારણ કરે છે અને કહે છે કે આ કષાયો જ તમારા સુખને નાશ કરનારા છે, તમારી ઉપશમની સંપત્તિ જ સુખ છે. વળી, તમારી આત્માની સંપત્તિનું હરણ કરનારા દુષ્ટ એવા કષાયો છે માટે ભાવશત્રુઓ છે, આમ છતાં જે જીવોમાં ગાઢ કર્મોનો મહાઉન્માદ વર્તે છે તેઓ જૈનદર્શનને પામેલા મહાત્માઓના વચનને સાંભળીને પણ તેની અવગણના કરે છે અને માને છે કે આ કષાયોથી જ મને સર્વ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે, કેમ કે બાહ્ય પદાર્થોમાં મને રાગ છે તેથી ધન-અર્જન આદિ કરીને હું સુખને અનુભવું છું. પ્રતિકૂળ વર્તનારા જીવો પ્રત્યે કોપ કરીને હું મારા ઇષ્ટકાર્યને સાધી શકું છું. તેવા મૂઢ જીવોને કષાયોના ઉપશમજન્ય ક્ષમાદિ ભાવોના સુખની ગંધ પણ જણાતી નથી. તેથી માહેશ્વર જેવા ઉપદેશકોના વચનની તેઓ અવગણના કરે છે તેથી સારગુરુ એવા તે સંસારી જીવને તેઓ બઠરગુરુ કહે છે અર્થાત્ તત્ત્વને જાણવામાં આ જીવ મૂઢ છે તેથી તેને બઠરગુરુ કહે છે.
વળી, તે જીવની તેવી સ્થિતિ જોઈને તે માહેશ્વરી તેના શિવમંદિરનો ત્યાગ કરે છે અર્થાત્ તેમને ઉપદેશ આપવાનો ત્યાગ કરે છે; કેમ કે તેનું શિવમંદિરરૂપ ચિત્ત રાગાદિ ચોરટાઓથી ઘેરાયેલું છે. વળી, તે બઠરગુરુ સુધાથી ક્ષીણ થયેલા શરીરવાળો હોવાથી ભોજનની યાચના કરે છે ત્યારે તે ચોરટાઓ તેને ઘડાનું ઠીકરું આપે છે. શરીર ઉપર મસીના છાપાઓ મારે છે અને ભિક્ષા લેવા માટે તેને ચાર ગતિઓમાં ભમાવે
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ છે તેમાં ઘટનું ઠીકરું આપીને નરકમાં લઈ જાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ભોગની અતિ આકાંક્ષાથી ક્ષીણ થયેલો જીવ વર્તે છે ત્યારે ધન, ભોગ આદિમાં અત્યંત આસક્ત થઈને નવા નવા વિષયોની યાચના કરે છે જેનાથી ક્લિષ્ટ કર્મો કરીને તે જીવ ઘટના ઠીકરા જેવું નરકાયુષ્ય બાંધે છે. જ્યાં તે જીવને રાગાદિ ભાવો લઈ જાય છે.
વળી, કથામાં કહ્યું કે ત્યાં લઈ જઈને રાગાદિ તસ્કરોએ ષિડ્રગ લોકોને કહ્યું કે આને તમે ચૂર્ણ કરો. તેથી તે રાંકડો કૃતાંત જેવા પરમાધામી વડે અનેક પ્રકારની કદર્થના કરાવાય છે અને લેશ પણ ભોજનને પ્રાપ્ત કરતો નથી અર્થાત્ કોઈ પ્રકારના ભોગવિલાસને પ્રાપ્ત કરતો નથી. માત્ર ભૂખતરસ વેઠે છે અને નરકનાં કષ્ટો વેઠે છે તે સર્વ રાગાદિ તસ્કરોનું કાર્ય છે. કોઈક રીતે નરકાદિનાં કષ્ટો વેઠીને આયુષ્ય ક્ષીણ થાય છે ત્યારે તે જીવ પશુના ભવમાં આવે છે. ત્યાં શરાવ જેવું તિર્યંચ આયુષ્યનું પાત્ર મળે છે. જેને લઈને ભોગ અર્થે તિર્યંચગતિમાં ભટકે છે. ત્યાં પણ પ્રાયઃ ભોગ મળતા નથી. ક્વચિત્ અલ્પ આહાર-પાણી મળે છે જ્યારે અનેક પ્રકારની તિર્યંચભવની કદર્થના પામે છે. વળી ત્યાંનું આયુષ્ય પૂરું થાય ત્યારે કોઈક રીતે ત્રીજા પાડારૂપ મનુષ્યભવ પામે છે. ત્યાં તામ્રના જેવું આયુષ્યરૂપ ભાજન મળે છે. જ્યાં પુણ્યલેશને કારણે કંઈક તેને સુખ મળે છે. તે પણ તેના અંતરંગ ક્ષમાદિ ભાવોની જ સમૃદ્ધિની છાયા છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈક રીતે કષાયો જીવે કંઈક મંદ કર્યા. જેથી તે જીવને મનુષ્યઆયુષ્યની પ્રાપ્તિ થઈ. જેથી તામ્ર જેવું ભાજન મળ્યું. માટે અંતરંગ ક્ષમાદિ ભાવો રૂપ ઐશ્વર્ય જોકે પ્રગટ નથી, તોપણ તેની છાયાથી જ કંઈક તે જીવે પુણ્ય બાંધ્યું. જેથી મનુષ્યલોકમાં કંઈક ભોગસામગ્રી મેળવે છે. ત્યાં પણ રાગાદિ ધૂર્ત લોકોથી પીડાય છે. અનેક પ્રકારના ક્લેશોને પ્રાપ્ત કરે છે.
વળી, કંઈક રાગાદિ ભાવો અલ્પ થવાથી દેવઆયુષ્ય બાંધીને દેવલોકમાં જાય છે. ત્યાં ચાંદીના આકાર જેવું દેવઆયુષ્યનું ભાજન મળે છે ત્યાં પણ તેના અંતરંગ ક્ષમાદિ ભાવો રૂપ મહારત્નની છાયાને જ કારણે ઘણા ભોગો પ્રાપ્ત થાય છે અર્થાત્ તે જીવ જે કંઈ શુભભાવ કરે છે જેનાથી દેવઆયુષ્ય બાંધે છે તે સર્વ શુભભાવ તેના અંતરંગ ક્ષમાદિ ભાવોના જ છાયારૂપ અંશો છે. ફક્ત ગાઢ વિપર્યાસ હોવાને કારણે ત્યાં પણ તે જીવને ચોર જેવા રાગાદિ તસ્કરો મિત્ર લાગે છે. તેથી કંઈક ભોગવિલાસ કરીને ફરી તે જીવ તે ચાર ગતિરૂપ ભવગ્રામમાં ફરી ફરી ફરે છે. આ રીતે રાગાદિથી વિડંબના કરતો યોનિરૂપ ગૃહોમાં તે જીવ સતત ભમ્યા કરે છે. અને જે કંઈ થોડી ભિક્ષા મળે છે તેનાથી હર્ષિત થાય છે. ગાઢ મૂઢતાને કા૨ણે તે બઠરગુરુ પોતાનું રત્નથી ભરાયેલું હરણ કરાયેલું ગૃહ જાણતો નથી.
વળી, સુખનું પ્રબલ કારણ, ગાઢ વત્સલ એવા ક્ષમાદિ ભાવો રૂપ અંતરંગ કુટુંબને જાણતો નથી. વળી, પોતે સંસારમાં દુઃખસાગરમાં પડેલો છે તેને જાણતો નથી. કેવલ અજ્ઞાનને કારણે તુચ્છ વિષયોમાં સંતોષ પામેલો, વિષયોમાં કૂદાકૂદ કરતો આત્માની વિડંબના કરે છે. તે રીતે આ જીવ પણ તુચ્છ વૈયિક સુખોમાં આનંદ માનીને હું સુખી છું એમ માને છે પરંતુ અંતરંગ ભાવરત્નોથી ભરેલા આત્મસ્વરૂપને જાણતો નથી અને રાગાદિભાવ તસ્કરોથી મંદિરની ઉપમાવાળું પોતાનું સ્વરૂપ હરાયું છે તે જાણતો નથી. વળી, પોતાનું ક્ષમાદિ ભાવરૂપ કુટુંબ હિતવત્સલ છે તે જાણતો નથી. વળી, પોતાના ચિત્તના કોઈક ઓરડામાં રાગાદિ
Page #210
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૧૯૯ ભાવોએ તે ભાવકુટુંબનો અભિભવ કરીને તિરોહિત કર્યું છે તે જાણતો નથી. આથી જ સંસારી જીવોને ક્ષમાદિ ભાવોના પરિણામોની લેશ પણ ગંધ આવતી નથી. માત્ર કષાયોના તે તે પ્રકારના કલકલમાં સુખ પ્રતીત થાય છે અને રાગાદિથી મોહની સામે નૃત્ય કરીને ચાર ગતિની વિડંબનાને પ્રાપ્ત કરે છે.
धवलराजस्वमोक्षचिन्ता धवलराजेनोक्तं-भदन्त! यद्येवं ततः सततमुन्मत्ता वयं, विषमा रागादितस्कराः, मुषितं स्वरूपशिवायतनं, नाशितं भावकुटुम्बकं, पर्यटामो भवग्रामे, सुदुर्लभा भोगभिक्षा, तल्लवलाभेन तुष्टा वयं, निमग्नाः परमार्थतो दुःखसागरे, अतः कथं पुनरितोऽस्माकं मोक्षो भविष्यतीति? बुधसूरिणोक्तंमहाराज! भविष्यति भवतामितो भवविडम्बनान्मोक्षो यदि यादृशं तस्य बठरगुरोर्वृत्तान्तान्तरं संपन्नं तादृशं भवतामपि संपद्येत । नृपतिराह-भदन्त! किं पुनस्तस्य संपन्नं?
| ધવલ રાજાની પોતાના મોક્ષ સંબંધી ચિંતા ધવલરાજા વડે કહેવાયું. હે ભદંત ! જો આ પ્રમાણે છે-શૈવમંદિરના સ્વામી એવા અમે બઠરગુરુ જેવા થઈને ચાર ગતિઓમાં ફરીએ છીએ એ પ્રમાણે છે તો, સતત અમે ઉન્મત્ત છીએ. રાગાદિ તસ્કરો વિષમ છે. સ્વરૂપરૂપ શિવાયતન અમારા આત્માના સ્વરૂપરૂપ સુખનું આયતન, લુંટાયું છે=રાગાદિ ચોરો વડે લુંટાયું છે. ભાવકુટુંબ નાશ કરાયું છે ક્ષમાદિ ભાવો રૂપ અમારું હિતકારી કુટુંબ રાગાદિ ચોરટાઓ વડે નાશ કરાયું છે. ભવગ્રામમાં ચાર ગતિઓના વિભાજનરૂપ ભવગ્રામમાં, અમે ભટકીએ છીએ. ભોગભિક્ષા સુદુર્લભ છે=સુખને અનુકૂળ ઈષ્ટ વિષયોની પ્રાપ્તિ સુદુર્લભ છે. તેના લવલાભથી તુચ્છ વિષયોના લેશની પ્રાપ્તિથી, અમે તુષ્ટ છીએ. પરમાર્થથી દુ:ખસાગરમાં નિમગ્ન છીએ. આથી=પૂર્વમાં કહ્યું કે કષાયોથી વિડંબિત છીએ આથી, કેવી રીતે વળી આનાથી ચોરટાઓથી, અમારો મોક્ષ થશે? બુધસૂરિ વડે કહેવાયું. હે મહારાજ ! આ ભવવિડંબનાથી તમારો મોક્ષ થશે, જો જેવા પ્રકારનું તે બઠરગુરુનું વૃત્તાંતાંતર-પૂર્વના વૃત્તાંત કરતાં અન્ય પ્રકારનું વૃત્તાંત, થયું તેવું તમારું પણ પ્રાપ્ત થાય. રાજા કહે છે. હે ભદંત ! શું વળી તેને પ્રાપ્ત થયું ?=બઠરગુરુને અન્ય વૃત્તાંત શું પ્રાપ્ત થયું ?
बठरगुरुकथाशेषः भगवतोक्तं-महाराज! तं तथाऽनवरतं तैर्धूर्ततस्करैः खलीक्रियमाणं बठरगुरुमुपलभ्य समुत्पन्ना कस्यचिदेकस्य महामाहेश्वरस्य तस्योपरि करुणा, यदुत-कथमस्य दुःखविमोक्षो जायेत? ततः पृष्टोऽनेनैको महावैद्यः, दत्तस्तेनोपदेशः सम्यगवधारितोऽनेन गृहीतमुपकरणं गतो रात्रौ शिवायतनं, इतश्च बृहती वेलां नाटयित्वा बठरगुरुं श्रान्ता इव प्रसुप्तास्ते तस्मिन्नवसरे धूर्ततस्कराः, ततः प्रविष्टो माहेश्वरः, प्रज्वालितोऽनेन शिवमन्दिरे प्रदीपः, ततो दृष्टोऽसौ बठरगुरुणा माहेश्वरः, तथाभव्यतया च संजातखेदेन याचितोऽसौ जलपानं, माहेश्वरः प्राह-भट्टारक! पिबेदं तत्त्वरोचकं
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ नाम सत्तीर्थोदकं, पीतमनेन ततः प्रनष्टः क्षणादुन्मादो, निर्मलीभूता चेतना, विलोकितं शिवमन्दिरं, दृष्टास्ते धूर्ततस्कराः, किमेतदिति पृष्टो माहेश्वरः? कथितोऽनेन शनैः शनैः सर्वोऽपि वृत्तान्तः, ततोऽभिहितं शैवेन-तर्हि किं मयाऽधुना विधेयं? ततः समर्पितो माहेश्वरेणास्य वज्रदण्डः, प्राह च-भट्टारक! वैरिणस्तवैते ततो निपातय मा विलम्बिष्ठाः, ततः समुत्थाय चूर्णिता वज्रदण्डेन ते सर्वे-ऽपि तस्कराः शैवेन, प्रविघाटितश्चित्तापवरकः, प्रकटीभूतं कुटुम्बकं, आविर्भूता रत्नराशयः, प्रविलोकिता सर्वापि निजशिवमन्दिरविभूतिः, संजातः प्रमोदातिरेकः, ततो बहुतस्करं परित्यज्य तं भवग्रामं स्थितस्ततो बहिर्भूते निरुपद्रवे शिवालयाभिधाने गत्वा महामठे स सारगुरुरिति, तदयमीदृशो वृत्तान्तस्तस्य संपन्नः । नृपतिरुवाच-भदन्त! कथमेष वृत्तान्तोऽत्र जने समानः?
બઠરગુરુની શેષ કથા ભગવાન વડે કહેવાયું. હે મહારાજ ! તે ધૂર્ત તસ્કરો વડે તે રીતે સતત ખલ કરાતા તે બઠરગુરુને જોઈને કોઈક એક માહેશ્વરને તેના ઉપર કરૂણા ઉત્પન્ન થઈ. કેવા પ્રકારની કરુણા ઉત્પન્ન થઈ ? તે
હુતથી બતાવે છે – આને દુઃખનો મોક્ષ કેવી રીતે થાય ? એ પ્રકારે કરુણા ઉત્પન્ન થઈ. તેથી આવા વડે માહેશ્વર વડે, એક મહાવૈદ્ય પુછાયા. તેના વડે તે મહાવેદ્ય વડે, ઉપદેશ અપાયો બઠરગુરુના રોગનાશનો ઉપદેશ અપાયો. આના વડે તે માહેશ્વર વડે, સમ્યમ્ અવધારણ કરાયું. ઉપકરણ ગ્રહણ કરાયું ઉપદેશ અનુસાર દુઃખના નાશનું સાધન ગ્રહણ કરાયું. રાત્રિમાં શિવાયતન ગયો=ાત્રિમાં તે માહેશ્વર શિવાયતનમાં ગયો. આ બાજુ ઘણી વેળા સુધી બઠરગુરુને નચાવીને થાકેલાની જેમ તે ધૂર્ત તસ્કરો તે અવસરમાં સૂતા. ત્યારપછી માહેશ્વરે પ્રવેશ કર્યો. આના દ્વારા=માહેશ્વર દ્વારા, શિવમંદિરમાં દીવો પ્રગટ કરાયો. ત્યારપછીeતેના શિવમંદિરમાં દીવો પ્રજ્જવલિત થયો ત્યારપછી, બઠરગુરુ વડે આ માહેશ્વર જોવાયા. અને તથાભવ્યતાના કારણે તત્વની પ્રાપ્તિને યોગ્ય ભવ્યપણું હોવાને કારણે, સંજાત ખેદ વાળા એવા તે બઠરગુરુ વડે, જલપાનની યાચના કરાયેલા આ માહેશ્વરે કહ્યું – હે ભટ્ટારક! આ તસ્વરોચક નામનું સતીર્થોદક તું પી. આના વડે=બઠરગુરુ વડે, પિવાયું=સત્તીર્થોદક પિવાયું. ત્યારપછી સતીર્થોદકનું પાન કર્યા પછી, ક્ષણથી ઉન્માદ નાશ પામ્યો. ચેતના નિર્મલ થઈ. શિવમંદિર જોવાયું. ધૂર્ત તસ્કરો જોવાયા. આ શું છે?=જલપાનથી બઠરગુરુને જે દેખાયું એ શું છે?, એ પ્રકારે માહેશ્વર પુછાયો. આવા વડે માહેશ્વર વડે, ધીમે ધીમે સર્વ વૃતાંત કહેવાયો. ત્યારપછી શૈવ વડે કહેવાયું બઠરગુરુ જે શૈવઆચાર્ય થયો તેના વડે, કહેવાયું. તો મારે હમણાં શું કરવું જોઈએ ? ત્યારપછી માહેશ્વરે આનેત્રશૈવાચાર્યને, વજદંડ આપ્યો. અને કહ્યું કે ભટ્ટારક ! તારા આ વૈરી છેરાગાદિ શત્રુ બૈરી છે, તેથી નિપાતન કર=વજદંડ તેઓના ઉપર માર. વિલંબન કર નહીં. ત્યારપછી માહેશ્વરે શૈવાચાર્યને કહ્યું ત્યારપછી, ઊઠીને વજદંડ વડે તે સર્વ પણ તસ્કરો ચૂણિત કરાયા. શૈવ વડે ચિત્ત નામનો ઓરડો ખોલાયો. કુટુંબ પ્રગટ થયું. રત્નાશિઓ પ્રગટ થઈ. સર્વ પણ પોતાના શિવમંદિરની
Page #212
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૦૧ વિભૂતિ જોવાઈ. પ્રમોદનો અતિશય થયો. ત્યારપછી ઘણા તસ્કરવાળા તે ભવગ્રામનો ત્યાગ કરીને ત્યારપછી બહિર્ભત નિરુપદ્રવવાળા શિવાલય નામના મહામઠમાં જઈને તે સારગુરુ રહ્યા. આવા પ્રકારનો તે આ વૃતાંત તેને પ્રાપ્ત થયો. રાજા કહે છે. કેવી રીતે આ વૃત્તાંત આ જનમાં સમાન છે ?= અમારા બધામાં આ સમાન છે ?
कथाशेषोपनयः भगवानाह-महाराजाकर्णय-महामाहेश्वरस्थानीयोऽत्र सद्धर्मप्रबोधकरो गुरुर्द्रष्टव्यो, यतः
બઠરગુરુની બાકીની કથાનો ઉપનય ભગવાન કહે છે – હે મહારાજા ! સાંભળ. માહેશ્વર સ્થાનીય અહીં સંસારમાં, સધર્મ પ્રબોધકર ગુરુ જાણવા. શ્લોક :
विडम्ब्यमानं रागादितस्करैर्दुःखपीडितम् । भावैश्वर्यपरिभ्रष्टं, स्वकुटुम्बवियोजितम् ।।३३६।। लोकभौतं भवग्रामे, वीक्ष्य भिक्षाचरोपमम् । तन्मात्रेणैव संतुष्टं, कर्मोन्मादेन विह्वलम् ।।३३७।। सद्धर्मगुरुरेवात्र, जायते करुणापरः ।
अमुष्मादःखसन्तानात्कथमेष वियोक्ष्यते? ।।३३८ ।। શ્લોકાર્થ :
જે કારણથી રાગાદિ તસ્કરોથી વિડંબના કરાતો, દુઃખથી પીડિત, ભાવઐશ્વર્યથી પરિભ્રષ્ટ, સ્વકુટુંબથી વિયોજિત ભિક્ષાચરની ઉપમાવાળા તેના માત્રથી જ સંતુષ્ટ-ભિક્ષાની પ્રાપ્તિ માત્રથી સંતર, કર્મના ઉન્માદથી વિઠ્ઠલ ભવગ્રામમાં લોકભોતને જોઈને અહીં=સંસારમાં, સધર્મગર જ કરુણાતત્પર થાય છે. કેવી રીતે આEલોકભૌત, આ દુઃખના સંતાનથી મોક્ષ પામશે એ પ્રકારની કરુણા થઈ એમ અન્વય છે. ll૩૩૬થી ૩૩૮ll
ततो जिनमहावैद्योपदेशादवधारयति सद्धर्मगुरुस्तत्रोपायं, ततो धूर्ततस्करेष्विव सुप्तेषु रागादिषु क्षयोपशममुपगतेषु प्रज्वालयति जीवस्वरूपशिवमन्दिरे सज्ज्ञानप्रदीपं, पाययति सम्यग्दर्शनामलजलं, समर्पयति चारित्रवज्रदण्डं, ततोऽयं जीवलोकः सज्ज्ञानप्रदीपोद्योतितस्वरूपशिवमन्दिरे महाप्रभावसम्यग्दर्शनसलिलपाननष्टकर्मोन्मादो, गृहीतचारित्रदण्डभासुरो गुरुवचनेनैव निर्दलयति सस्पर्धमाहूय महामोहादिधूर्ततस्करगणं, तं च निर्दलयतोऽस्य जीवलोकस्य विशालीभवति कुशलाशयः, क्षीयन्ते
Page #213
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ प्राचीनकर्माणि, न बध्यन्ते नूतनानि, विलीयते दुश्चरितानुबन्धः, समुल्लसति जीववीर्यं, निर्मलीभवत्यात्मा, परिणमति गाढमप्रमादो, निवर्तन्ते मिथ्याविकल्पाः, स्थिरीभवति समाधिरत्नं, प्रहीयते भवसन्तानः, ततः प्रविघाटयत्येष जीवलोकश्चित्तापवरकावरणकपाटं, ततः प्रादुर्भवति स्वाभाविकगुणकुटुम्बकं, विस्फुरन्ति ऋद्धिविशेषाः, विलोकयति तानेष जीवलोको विमलसंवेदनालोकेन, ततः संजायते निरभिष्वङ्गानन्दसन्दोहः, समुत्पद्यते बहुदोषभवग्रामजिहासा, उपशाम्यति विषयमृगतृष्णिका, रूक्षीभवत्यन्तर्यामी, विचरन्ति सूक्ष्मकर्मपरमाणवः, व्यावर्तते चिन्ता, संतिष्ठते विशुद्ध ध्यानं, दृढीभवति योगरत्नं, जायते महासामायिकं, प्रवर्ततेऽपूर्वकरणं, विजृम्भते क्षपक श्रेणी, निहन्यते कर्मजालशक्तिः, विवर्तते शुक्लध्यानानलः, प्रकटीभवति योगमाहात्म्यं, विमोच्यते सर्वथा घातिकर्मपाशेभ्यः, क्षेत्रज्ञः स्थाप्यते परमयोगे, देदीप्यते विमलकेवलालोकेन, कुरुते जगदनुग्रहं विधत्ते च केवलिसमुद्घातं, समानयति कर्मशेषं, संपादयति योगनिरोधं, समारोहति शैलेश्यवस्थां, त्रोटयति भवोपग्राहिकर्मबन्धनं, विमुञ्चति सर्वथा देहपञ्जरं, ततो विहाय भवग्राममेष जीवलोकः सततानन्दो निराबाधो गत्वा तत्र शिवालयाभिधाने महामठे सारगुरुरिव सभावकुटुम्बकः सकलकालं तिष्ठतीति ।।
૨૦૨
ત્યારપછી જિનરૂપી મહાવૈદ્યના ઉપદેશથી સદ્ધર્મગુરુ ત્યાં=લોકભોતના રોગમાં, ઉપાયને=ઔષધને, અવધારણ કરે છે. ત્યારપછી સૂતેલા ધૂર્ત તસ્કરોની જેમ ક્ષયોપશમભાવ પામેલા રાગાદિ હોતે છતે જીવ સ્વરૂપ શિવમંદિરમાં સજ્ઞાનરૂપી દીવો પ્રગટાવે છે. સમ્યગ્દર્શન નામનું નિર્મળ જળ પિવડાવે છે. ચારિત્રરૂપી વજદંડ આપે છે. ત્યારપછી સજ્ઞાનના પ્રદીપથી પ્રકાશિત સ્વરૂપવાળા શિવમંદિરમાં મહાપ્રભાવવાળા સમ્યગ્દર્શનરૂપ પાણીના પાનથી નષ્ટ થયેલા કર્મના ઉન્માદવાળો આ જીવલોક ગ્રહણ કરાયેલા ચારિત્રના દંડથી ભાસુર=કોપવાળો, ગુરુના વચનથી જ સ્પર્ધાપૂર્વક મહામોહાદિ ધૂર્ત તસ્કરોને બોલાવીને નિર્દલન કરે છે. અને તેને=મહામોહાદિ ધૂર્તરૂપ તસ્કરગણને, નિર્દલન કરતાં આ જીવલોકનો કુશલાશય વિશાલ થાય છે, પ્રાચીન કર્મો ક્ષય પામે છે, નવાં બંધાતાં નથી, દુષ્ચારિત્રનો પ્રવાહ વિલીન થાય છે, જીવવીર્ય ઉલ્લસિત થાય છે=શત્રુના નાશ માટે જીવવીર્ય ઉલ્લસિત થાય છે, આત્મા નિર્મલ થાય છે–મલિનતા આપાદક કર્મો અલ્પ થવાથી આત્મા નિર્મલ થાય છે, ગાઢ અપ્રમાદ પરિણમન પામે છે=સંચિત વીર્ય થવાને કારણે પોતાને અંતરંગ સમૃદ્ધિને સાધવાને અનુકૂળ ગાઢ અપ્રમાદ પરિણમન પામે છે, મિથ્યા વિકલ્પો નિવર્તન પામે છે=બાહ્ય પદાર્થોને અવલંબીને આ ઇષ્ટ છે, આ અનિષ્ટ છે ઇત્યાદિ રૂપ મિથ્યા વિકલ્પો નિવર્તન પામે છે. સમાધિરત્ન સ્થિર થાય છે–ચિત્ત અસંગભાવને સ્પર્શનાર હોવાથી અંતરંગ સ્વસ્થતારૂપ સમાધિરત્ન સ્થિર થાય છે. ભવસંતાન નાશ પામે છે=ભવના પ્રવાહને ચલાવે એવા ક્લિષ્ટ સંસ્કારો અને ક્લિષ્ટ કર્મો નાશ થવાથી ભવસંતાન નાશ પામે છે. ત્યારપછી આ જીવલોક ચિત્તરૂપી ઓરડાના આવરણવાળા કબાટને ઉઘાડે છે. તેથી= કબાટને ઉઘાડે છે તેથી, સ્વાભાવિક ગુણકુટુંબ પ્રગટ થાય છે=ક્ષમાદિ ભાવો રૂપ ગુણનો સમુદાય
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૦૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ પ્રગટ થાય છે. ઋદ્ધિવિશેષો સ્કરણ થાય છે=ચિત્તની નિર્મળતાને અનુરૂપ લબ્ધિવિશેષો પ્રગટ થાય છે. તેઓને=ઋદ્ધિવિશેષોને, આ જીવલોક વિમલસંવેદના જ્ઞાનથી જુએ છે=આત્મામાં પ્રગટ થયેલી ઋદ્ધિઓને પણ મોહઉત્પત્તિનું કારણ થાય તે રીતે જોતો નથી પરંતુ નિઃસંગતાની પરિણતિથી જ તે ઋદ્ધિઓ સુખનું કારણ છે તેવા વિમલજ્ઞાનથી ઋદ્ધિવિશેષોને જુએ છે. તેથી નિર્મળજ્ઞાનથી ઋદ્ધિને જુએ છે તેથી, અભિળંગ વગરનો આનંદનો સમૂહ થાય છે=ઋદ્ધિની પ્રાપ્તિ પૂર્વે જે આનંદ હતો તે આનંદ ઋદ્ધિમાં પણ રાગનો અસ્પર્શ હોવાથી વૃદ્ધિ પામે છે. બહુ દોષવાળા ભવગ્રામના ત્યાગની ઈચ્છા ઉત્પન્ન થાય છે. વિષયરૂપી મૃગતૃષ્ણા શાંત થાય છે. અંતર્યામી રુક્ષ થાય છે=દેહમાં વર્તતો આત્મા કર્મબંધને અનુકૂળ જે સ્નિગ્ધ ભાવવાળો હતો તે રુક્ષ થાય છે. જેથી કર્મબંધ અલ્પ અલ્પતર થાય છે. સૂક્ષ્મ કર્મપરમાણુઓ વિચટન પામે છેઃછૂટા પડે છે. ચિંતા=સંસારના અનર્થોની ચિંતા, દૂર થાય છે. વિશુદ્ધ ધ્યાનને સેવે છે. યોગરતને દઢ કરે છે=મોક્ષને સાધે એવી યોગપરિણતિને સ્થિર કરે છે. મહાસામાયિક પ્રગટ થાય છે. અપૂર્વકરણ પ્રવર્તે છે. ક્ષપકશ્રેણી ઉલ્લસિત થાય છે. કર્મના જાળાની શક્તિ હણાય છે. શુક્લધ્યાનરૂપી અગ્નિ વધે છે. યોગનું માહાભ્ય પ્રગટ થાય છે=મોક્ષસાધક યોગની પરિણતિ શ્રેષ્ઠ કોટિની પ્રગટ થાય છે. ઘાતકર્મોના પાશાઓથી સર્વથા મુકાય છે. ક્ષેત્રજ્ઞ એવો જીવ પરમ યોગમાં સ્થાપન કરાય છે. વિમલ કેવલાલોકથી દેદીપ્યમાન બને છે. જગતના અનુગ્રહને કરે છે =કેવલજ્ઞાન થયા પછી જગતના જીવોને ઉપદેશ દ્વારા અનુગ્રહ કરે છે. અને કેવલી સમુદ્દઘાતને કરે છે. કર્મશેષને સમાન કરે છે=આયુષ્યની સાથે શેષ અઘાતીકને સમાન કરે છે. યોગનિરોધ સંપાદન કરે છે. શૈલેશી અવસ્થામાં આરોહણ કરે છે. ભવગ્રાહી કર્મના બંધનને તોડે છે. સર્વથા દેહરૂપી પાંજરાને છોડે છે. તેથી=સર્વથા દેહનો ત્યાગ કરે છે તેથી, ભવગ્રામનો ત્યાગ કરીને સતત આનંદવાળો, તિરાબાધ એવો આ જીવલોક તે શિવાલય નામના મહામમાં જઈને સાર-ગુરુની જેમ ભાવકુટુંબ સહિત સકલકાલ રહે છે. ભાવાર્થ :
પૂર્વમાં બુધસૂરિએ ધવલરાજાને બઠરગુરુનું ભાવાર્થ સહિત દૃષ્ટાંત બતાવ્યું. તે સાંભળીને નિપુણ બુદ્ધિવાળા ધવલરાજા તેમનું યોજન પોતાના આત્મા સાથે ઘટાવતાં કહે છે કે તે બઠરગુરુની જેમ અમે સતત ઉન્મત્ત છીએ. રાગાદિ ચોરો અત્યંત વિષમ છે. આત્માના સ્વરૂપ રૂપ અમારું નિવાસસ્થાન રાગાદિ ચોરો વડે લુંટાયું છે. આત્માનું ક્ષમાદિ ભાવો રૂપ ભાવકુટુંબ રાગાદિ ચોરો વડે નાશ કરાયું છે. વળી, ચાર ગતિઓમાં ફરીએ છીએ. વળી, સંસારમાં બાહ્ય ભોગોની પ્રાપ્તિરૂપ ભિક્ષા અત્યંત દુર્લભ છે. તેના અલ્પ લાભથી તોષ થયેલા અમે પરમાર્થથી દુર્ગતિઓના પરિભ્રમણરૂપ દુઃખસાગરમાં નિમગ્ન છીએ. કેવી રીતે આનાથી અમારો મોક્ષ થશે ? તેથી આચાર્ય કહે છે. જેમ તે બઠરગુરુને નવો વૃત્તાંત થયો તેમ તમારો પણ નવો વૃત્તાંત થાય તો મોક્ષ થાય. વળી તે નવો વૃત્તાંત જ સ્પષ્ટ કરતાં કહે છે તે ધૂર્ત કષાયોથી બઠરગુરુ સંસારમાં વિડંબના કરાતો હતો ત્યારે પૂર્વમાં ક્લિષ્ટ કર્મોવાળો હોવાથી મહેશ્વરોનું સાંભળતો ન હતો. આથી જ અનંતકાળથી સંસારી જીવ ચાર ગતિઓની કદર્થના પ્રાપ્ત કરે છે. જિનવચનના પરમાર્થને જાણવા માટે
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
સન્મુખ પણ થતો નથી. પરંતુ જ્યારે કંઈક કર્મલઘુતાને પામે છે ત્યારે તે જીવ મહામહેશ્વરના ઉપદેશને યોગ્ય બને છે. તેથી જૈનશાસનને પામેલા કોઈક મહાત્માને તે જીવની યોગ્યતા જોઈને તેના પ્રત્યે કરુણા થાય છે અને વિચારે છે કે કઈ રીતે આ જીવ કષાયોની કદર્થનાથી મુક્તિ પામશે. ત્યારપછી તે મહાત્માએ મહાવૈદ્ય એવા તીર્થકરોનાં વચનોનું સમાલોચન કર્યું. તેના ઉપદેશ અનુસાર અવધારણ કર્યું કે આ પ્રકારની આ જીવની યોગ્યતા છે તેને અનુરૂપ ઉચિત ઔષધ અપાશે તો તેનું હિત થશે. જેમ વંકચૂલ રાજપુત્ર હતો. લુંટારાની પલ્લીનો સ્વામી થયો. અને કુકર્મો કરે છે છતાં કોઈક સંયોગથી આવેલા મહાત્માએ જિનવચનાનુસાર તેના હિતના ઉપાયરૂપ ચાર પ્રતિજ્ઞા છે તેમ જાણીને તે ઔષધ આપ્યું. જેથી તે વંકચૂલ મહાવિવેકસંપન્ન શ્રાવક થઈને બારમા દેવલોકે જાય છે. અન્યથા નરકની જ પ્રાપ્તિ થાત. તેમ ગુરુ ભિન્ન ભિન્ન જીવને જે જે પ્રકારની યોગ્યતા જણાય તેનો ઉચિત ઉપાય જિનવચનથી નિર્ણય કરીને તેના હિત માટે યત્ન કરે છે, ત્યારપછી તે મહાત્મા રાત્રિમાં ઉપકરણ ગ્રહણ કરીને શિવાયતનમાં જાય છે અર્થાત્ જ્યારે તે જીવના રાગાદિ ભાવો કોઈક રીતે મંદ થયેલા હોય ત્યારે જીવ તત્ત્વને સન્મુખ બને તેવી કોઈક રાત્રિ છે અને તે અવસ્થામાં ઉચિત ઉપદેશ દ્વારા સદ્ગુરુ સદ્જ્ઞાનરૂપ દીપક તેના શિવાયતનમાં પ્રગટાવે છે અર્થાત્ તે જીવના ચિત્તમાં સમ્યજ્ઞાન પ્રગટે તેવો ઉચિત ઉપદેશ આપે છે. જેનાથી રાગાદિને માટે રાત્રિ જેવી અવસ્થામાં તે જીવના ચિત્તમાં ક્ષયોપશમભાવરૂપ સમ્યજ્ઞાન પ્રગટે છે. તેથી તે જીવના ચિત્તમાં નિર્મળ બોધ થવાને કારણે માહેશ્વર પોતાના હિતકારીરૂપે દેખાય છે અર્થાત્ દુઃખી એવા મને આ મહાત્મા જ હિતકારી છે એમ જણાય છે.
વળી તે જીવની તેવા પ્રકારની યોગ્યતા હોવાને કારણે સંસારના પરિભ્રમણથી તેને કંઈક ખેદ થયેલો તેથી તૃષાતુર પુરુષ જેમ પાણીની યાચના કરે તેમ તત્ત્વને જાણવાની જિજ્ઞાસારૂપ જલપાનની તે યાચના કરે છે. તેથી તે મહાત્મા તત્ત્વની રુચિ ઉત્પન્ન થાય તેવું સુંદર જળ આપે છે અર્થાત્ સંસારનું વાસ્તવિક સ્વરૂપ, જીવનું વાસ્તવિક સ્વરૂપ અને સંસારની વિડંબનાથી મુક્ત થવાના ઉપાયનું વાસ્તવિક સ્વરૂપ તે રીતે બતાવે છે જેથી તે જીવને મુક્ત અવસ્થાની પ્રાપ્તિની અત્યંત રુચિ થાય છે. વળી, તે તત્ત્વના શ્રવણથી તેનો ઉન્માદ દૂર થયો અર્થાત્ પૂર્વમાં આ રાગાદિ ભાવો સુખકારી છે તેવો બોધ હતો અને બાહ્ય ભોગોમાં જ સારબુદ્ધિ હતી એ ઉન્માદ દૂર થાય છે તેથી તત્ત્વને જોવામાં મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચેતના નિર્મળ થાય છે, તેથી મોહથી અનાકુળ આત્માના સ્વરૂપ રૂપ શિવમંદિર પોતાનું નિવાસસ્થાન છે, રત્નોથી પૂર્ણ છે, સુખની ખાણ છે ઇત્યાદિ યથાર્થ દેખાય છે. તે રાગાદિ ભાવો ધૂર્ત તસ્કરો છે તેમ દેખાય છે. તેથી તે જીવ તે ઉપદેશકરૂપ માહેશ્વરને પૂછે છે આ સર્વ શું છે ? અર્થાત્ મને મારું શિવમંદિર અત્યારે દેખાય છે, પૂર્વમાં દેખાતું ન હતું એ સર્વ શું છે ? તેથી તે માહેશ્વર કહે છે – અનાદિ કાળથી પ્રચુર કર્મને કારણે તે રાગાદિને જ સારરૂપે જોતો હતો તેથી આ સર્વ વિડંબના અનંતી વખત પ્રાપ્ત થઈ. માટે હવે તારાં કર્મો કંઈક અલ્પ થયાં છે તેથી તને આત્માનું નિરાકુળ સ્વરૂપ સ્વપ્રજ્ઞાથી દેખાય છે. પૂર્વમાં મૂઢતાને કારણે તે દેખાતું ન હતું ઇત્યાદિ સર્વ વૃત્તાંત કહે છે. ત્યારપછી તે જીવ બઠર હતો તે હવે શૈવ બને છે અર્થાત્ સુખનો અર્થી બને છે અર્થાત્ પૂર્વમાં જડ જેવો હતો અને હવે આત્માના નિર્મળસુખને જોનારો થયો તેથી શૈવ થયો.
Page #216
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
૨૦૫
વળી, તે માહેશ્વરને પૂછે છે મારે શું કરવું જોઈએ ? તેથી તે માહેશ્વર આ જીવને વજદંડ આપે છે અર્થાત્ પૂર્વમાં સમ્યજ્ઞાન આપ્યું. તેથી તત્ત્વની જિજ્ઞાસા થઈ. ત્યારપછી સમ્યગ્દર્શન આપ્યું. વળી, તે જીવ હિત સાધવા તત્પર બને છે ત્યારે ચારિત્રરૂપ વજદંડ આપે છે અને કહે છે કે આ ચારિત્રરૂપ વજદંડ વડે રાગાદિ તસ્કરોને તું ચૂર્ણ ક૨; કેમ કે આ તારા અત્યંત વૈરી છે, તેથી વિલંબન કર્યા વગર આનો નાશ કરવા ઉદ્યમ ક૨. ગુરુવચનને સાંભળીને તે મહાત્મા ધૂર્ત એવા તસ્કરોને સ્પર્ધા સહિત બોલાવીને નિર્દલન કરે છે અર્થાત્ તેઓનું યથાર્થ સ્વરૂપ સમાલોચન કરીને તેઓનો અત્યંત નાશ થાય તે રીતે અત્યંત અપ્રમાદથી સ્વભૂમિકાનુસાર સંયમની ઉચિત આચરણા કરીને ઔદાયિક ભાવરૂપે વિદ્યમાન કષાયોને ક્ષયોપશમભાવરૂપે કરવા માટે અપ્રમાદથી યત્ન કરે છે, અને જેમ જેમ કષાયોનો ક્ષયોપશમભાવ વૃદ્ધિ પામે છે તેમ તેમ કુશલ આશય વૃદ્ધિ પામે છે અર્થાત્ મારે સર્વ ઉદ્યમથી વીતરાગ જ થવું છે તેવી દૃઢ પરિણતિરૂપ કુશલ આશય વૃદ્ધિ પામે છે. એનાથી પૂર્વનાં કર્મો ક્ષય થાય છે, નવાં બંધાતાં નથી. એથી જીવનો સંસાર પરિમિત, પરિમિતતર થાય છે. અનુચિત આચરણાનો જે પ્રવાહ હતો તે વિલય પામે છે અર્થાત્ કષાયને પરવશ થવાનો જે જીવનો પરિણામ હતો તે ક્ષીણ, ક્ષીણતર થાય છે અને ક્ષયોપશમભાવને અતિશય ક૨વાને અનુકૂળ જીવવીર્ય ઉલ્લસિત થાય છે; કેમ કે જેમ જેમ અંતરંગ સમૃદ્વિ દેખાય છે તેમ તેમ તેને અધિક અધિક પ્રગટ કરવાનો સીર્ય અતિશય બને છે. પોતાનો આત્મા કર્મની અલ્પતા થવાને કારણે અત્યંત નિર્મળ થાય છે જેથી શત્રુના નાશ માટે અપ્રમાદભાવ અત્યંત પરિણામ પામે છે. આત્માને ઉપકારક ન હોય તેવા મિથ્યા વિકલ્પો નિવર્તન પામે છે. તેથી પોતાની ગુણસમૃદ્ધિને પ્રગટ કરવાના જ માત્ર વિકલ્પો પ્રવર્તે છે. જેનાથી સમાધિ વૃદ્ધિ પામે છે. ભવનો પ્રવાહ ક્ષીણ, ક્ષીણતર થાય છે, ત્યારપછી તે જીવ પોતાના શિવમંદિરના ચિત્તરૂપી ઓરડામાં જે કુટુંબ પુરાયેલું હતું તેનાં આવરણોને દૂર કરે છે. જેથી ક્ષયોપશમભાવવાળું અંતરંગ સ્વાભાવિક ગુણરૂપ કુટુંબ પ્રગટ થાય છે.
વળી, તે કુટુંબની પ્રાપ્તિ પછી ચિત્ત નિર્મળ, નિર્મળતર થવાથી અનેક લબ્ધિઓ રૂપ ઋદ્ધિઓ પ્રગટે છે. તે લબ્ધિઓને પણ તે મહાત્મા નિર્મલ દૃષ્ટિથી યથાર્થ જુએ છે. જેથી લબ્ધિમાં પણ મૂર્છા થતી નથી, પરંતુ નિઃસંગભાવવાળું ચિત્ત વૃદ્ધિ પામે છે, તેથી ભવના ઉચ્છેદની ઇચ્છા પ્રબલતર બને છે, વિષયોની ઇચ્છા અત્યંત શાંત થાય છે, કર્મમલને અનુકૂલ સ્નિગ્ધ પરિણતિ અત્યંત રૂક્ષ થાય છે. જેથી સૂક્ષ્મતર કર્મપરમાણુઓ નાશ પામે છે. જેથી ચિત્ત સર્વ ચિંતાથી ૫૨ બને છે. વિશુદ્ધધ્યાનને પ્રાપ્ત કરીને, મહાસામાયિકના પરિણામને પ્રાપ્ત કરે છે. જેના બળથી અપૂર્વકરણ રૂપ ક્ષપકશ્રેણી આદિને પ્રાપ્ત કરીને ઘાતિકર્મોથી રહિત બને છે, કેવલજ્ઞાન પામ્યા પછી જીવો પર અનુગ્રહ કરીને અંતે યોગનિરોધ દ્વારા સર્વ કર્મોનો નાશ કરીને મોક્ષમાં જાય છે.
अनेन हेतुना महाराज ! मयोक्तं - यथा यादृशं तस्य सारगुरोर्वृत्तान्तान्तरं संपन्नं तादृशं यदि भवतामपि संपद्येत ततो भवेदितो विडम्बनान्मोक्षो, नान्यथेति ।
આ હેતુથી=તે બઠરગુરુના જીવનમાં નવો વૃત્તાંત બન્યો એમ પૂર્વમાં મહારાજ ! મારા વડે કહેવાયું. શું કહેવાયું ? તે ‘વા'થી બતાવે છે
બતાવ્યું એ હેતુથી, હે જે પ્રકારે તે સારગુરુનું
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ વૃતાંતાંતર થયું તેવું જો તમને પણ પ્રાપ્ત થાય તો આ વિડંબનાથી=સંસારના પરિભ્રમણની વિડંબનાથી, મોક્ષ છે, અન્યથા નથી. શ્લોક -
ततः श्रुत्वा मुनेर्वाक्यमिदमत्यन्तसुन्दरम् ।
हष्टः स धवलो राजा, ते च लोकाः प्रमोदिताः ।।३३९।। શ્લોકાર્ચ -
ત્યારપછી=મહાત્માએ મહારાજાને કહ્યું ત્યારપછી, મુનિનું અત્યંત સુંદર આ વાક્ય સાંભળીને હર્ષિત થયેલો તે ધવલરાજા અને તે લોકો અત્યંત પ્રમોદિત થયા. ll૧૩૯ll
શ્લોક :
ततश्च
विदलत्कर्मजालैस्तैः, समस्तैभक्तिनिर्भरैः ।
इदमुक्तमनूचानैर्ललाटे कृतकुड्मलैः ।।३४०।। શ્લોકાર્ચ -
અને ત્યારપછી વિદલત્ કર્મચાલવાળા, ભક્તિનિર્ભર વિનયવાળા, લલાટમાં હાથ જોડેલા એવા (અને સુશીલ એવા તેઓ વડે આ કહેવાયું. ll૧૪oll શ્લોક :
येषां नो भगवान्नाथः, संपन्नोऽत्यन्तवत्सलः ।
तेषां न दुर्लभो नाम, वृत्तान्तोऽयं यतीश्वर! ।।३४१।। શ્લોકાર્ય :
જે અમોને ભગવાન નાથ અત્યંત વત્સલ સંપન્ન થયા. તેઓને હે યતીશ્વર ! આ વૃત્તાંત સારગુરુનો જે નવો વૃતાંત થયો એ વૃતાંત, દુર્લભ નથી. ll૩૪૧TI શ્લોક -
अतो भगवताऽस्माकं, निर्विकल्पेन चेतसा ।
दीयतामधुनाऽऽदेशो, मादृशैः किं विधीयताम्? ।।३४२।। શ્લોકાર્ચ -
આથી વિકલા વગર ચિત્તથી ભગવાન વડે હમણાં અમને આદેશ અપાય. મારા જેવા વડે શું કરાય ? Il૩૪રા
Page #218
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૦૭
શ્લોક :
बुधसूरिराहचारु चारूदितं भद्राः! सुन्दरा भवतां मतिः ।
विज्ञातं ननु युष्माभिः, सर्वं मामकभाषितम् ।।३४३।। શ્લોકાર્ચ -
બુધસૂરિ કહે છે – હે ભદ્ર જીવો ! સુંદર સુંદર કહેવાયું, તમારી મતિ સુંદર છે. ખરેખર મારા સંબંધી કહેવાયેલું સર્વ તમારા વડે જણાયું છે. l૩૪all શ્લોક :
बुद्धो मदीयवाक्यार्थः, सभावार्थो नरोत्तम! । साम्प्रतं हि महाराज! सफलो मे परिश्रमः ।।३४४।।
શ્લોકાર્ય :
હે નરોત્તમ ! ભાવાર્થ સહિત મારા વાક્યનો અર્થ જણાયો છે, હે મહારાજ ! મારો પરિશ્રમ હમણાં સફલ છે. ૩૪૪ll બ્લોક :
इयानेव ममादेशो, भवद्भिः क्रियतामिह ।
यन्मया विहितं भूप! तद्भवद्भिर्विधीयताम् ।।३४५।। શ્લોકાર્ચ - આટલો જ મારો આદેશ તમારા વડે અહીં કરાય. હે રાજ ! મારા વડે જે
| તમારા વડે કરાય. ll૧૪પ શ્લોક :
नृपितरुवाच-भदन्त! किं भवद्भिर्विहितं? बुधसूरिराहपर्यालोच्य मयाऽसारं, संसारं चारकोपमम् ।
दीक्षा भागवती भूप! गृहीता तनिबर्हिणी ।।३४६।। શ્લોકાર્ચ -
રાજા કહે છે. હે ભદંત ! તમારા વડે શું કરાયું છે ? બુધસૂરિ કહે છે – કેદખાનાની ઉપમાવાળા અસાર સંસારનું પર્યાલોચન કરીને હે રાજા!મારા વડે તેના નિબહણને કરનારી અસારસંસારમાંથી મુકાવનારી ભાગવતી દીક્ષા ગ્રહણ કરાઈ છે. ll૧૪૬II
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
युष्माकमपि चेज्जातो, मदीयवचनेन भोः! । अनन्तदुःखविस्तारे, निर्वेदो भवचारके ।।३४७।। ततो गृह्णीत तां दीक्षां, संसारोच्छेदकारिणीम् ।
हे लोका! मा विलम्बध्वं, धर्मस्य त्वरिता गतिः ।।३४८।। युग्मम् । શ્લોકાર્થ :
જો મારા વચનથી તમને પણ અનંત દુઃખના વિસ્તારવાળા ભવરૂપી કેદખાના વિષયક નિર્વેદ થયો છે. તો સંસારના ઉચ્છેદન કરનારી તે દીક્ષાને ગ્રહણ કરો, હે લોકો, વિલમ્બન કરો નહીં, ધર્મની ત્વરિતા ગતિ છે. ll૧૪૭-૩૪૮ શ્લોક :
नृपतिरुवाचयदादिष्टं भदन्तेन, स्थितं तन्मम मानसे ।
किंचित्तु भवता तावत्कथ्यतां मे कुतूहलम् ।।३४९।। શ્લોકાર્થ :
રાજા કહે છે. ભદંત વડે જે આદિષ્ટ છે તે મારા માનસમાં સ્થિત છે મને ઈચ્છિત છે. કંઈક મને કુતૂહલ છે તમારા વડે કહેવાય. Il૩૪૯II શ્લોક :
एते प्रबोधिता नाथ! यत्नेन भवता वयम् । भवांस्तु बोधितः केन! कथं वा कुत्र वा पुरे? ।।३५०।। किं वा जातः स्वयंबुद्धो? भदन्त! परमेश्वरः ।
सर्वं निवेद्यतां नाथ! ममेदं हितकाम्यया ।।३५१।। युग्मम् । શ્લોકાર્થ :
શું કુતૂહલ છે ? તે રાજા કહે છે – હે નાથ ! તમારા વડે અમે યત્નથી પ્રતિબોધ કરાયા. વળી, કોના વડે કેવી રીતે અથવા કયા નગરમાં તમે પ્રતિબોધિત કરાયા? અથવા હે ભદંત !પરમેશ્વર ! શું સ્વયં બોધ પામેલા છો? હે નાથ !હિત કામનાથી મને આ સર્વ નિવેદન કરો. ll૩૫૦-૩૫૧ી. શ્લોક :
सूरिराह महाराज! साधूनामात्मवर्णनम् । नैवेह युज्यते कर्तुं तद्धि लाघवकारणम् ।।३५२।।
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૦૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ય :
સૂરિ કહે છે. હે મહારાજ ! સાધુઓને પોતાનું વર્ણન અહીં=સંસારમાં, કરવું ઘટતું નથી જ. દિ જે કારણથી, તે પોતાનું વર્ણન, લાઘવનું કારણ છે. llઉપરા. શ્લોક :
ममात्मचरिते तच्च, कथ्यमाने परिस्फुटम् ।
यतः संपद्यते तस्मान्न युक्तं तस्य कीर्तनम् ।।३५३।। શ્લોકાર્ચ -
અને મારું આત્મચરિત્ર કહેવાય છતે જે કારણથી સ્પષ્ટ લાઘવનું કારણ પ્રાપ્ત થાય છે તે કારણથી તેનું કીર્તન યુક્ત નથી. II3N3II શ્લોક :
ततो धवलराजेन, प्रणम्य चरणद्वयम् ।
स पृष्टः कौतुकावेशानिर्बन्धेन पुनः पुनः ।।३५४।। શ્લોકાર્ચ -
ત્યારપછી ચરણદ્વયને નમસ્કાર કરીને ધવલરાજા વડે તે=બુધસૂરિ, કૌતુકના આવેશથી ફરી ફરી પુછાયા. Il૩૫૪ll શ્લોક :
अथ विज्ञाय निर्बन्धं, तादृशं तस्य भूपतेः ।
કુતૂહત્ન નનાનાં ૨, તાઃ સૂરિરાષત પારૂલકા શ્લોકાર્ધ :
હવે તે રાજાનો તેવો આગ્રહ જાણીને અને લોકોનું કુતૂહલ જાણીને ત્યારપછી સૂરિ બોલ્યા. llઉપપી. શ્લોક :
यद्यस्ति ते महाराज! महदत्र कुतूहलम् ।
ततो निवेद्यते तुभ्यं, समाकर्णय साम्प्रतम् ।।३५६।। શ્લોકાર્ચ -
હે મહારાજ ! જો આમાં મારા ચરિત્રમાં, મહાન કુતૂહલ છે તો તને નિવેદન કરાય છે. હમણાં સાંભળ. In૩૫૬ો
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શ્લોક ઃ
શ્લોકાર્થ :
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
લોકમાં સુવિખ્યાત, વિસ્તીર્ણ, અતિસુંદર અનેક અદ્ભુતના વૃત્તાંતરૂપ ધરાતલ નામનું નગર
છે. II૩૫૭II
શ્લોક ઃ
:
बुधसूरिचरितम्
अस्ति लोके सुविख्यातं, विस्तीर्णमतिसुन्दरम् । અનેાદ્ભુતવૃત્તાન્ત, પુર નામ ધરાતલમ્ ।।રૂ977 બુધાચાર્યનું ચરિત્ર
तत्र प्रसिद्ध माहात्म्यो, जगदाह्लादकारकः ।
राजा शुभविपाकोऽस्ति, प्रतापाक्रान्तभूतलः । । ३५८ ।।
ત્યાં=ધરાતલ નામના નગરમાં, પ્રસિદ્ધ માહાત્મ્યવાળા જગતને આહ્લાદ કરનાર, પ્રતાપથી આક્રાંત ભૂતલવાળો શુભવિપાક નામનો રાજા છે. ।।૩૫૮।।
શ્લોક :
तस्यातिवल्लभा साध्वी, समस्ताङ्गमनोहरा ।
विद्यते विदिता लोके, सुन्दरी निजसाधुता ।। ३५९ ।।
શ્લોકાર્થ :
તેને અતિવલ્લભ, સુંદર, સમસ્ત અંગથી મનોહર લોકમાં જણાયેલ નિજસાધુતા સુંદરી=રાણી, વિધમાન છે. II૩૫૯]
શ્લોક ઃ
अन्यदा कालपर्यायादासाद्य निजसाधुताम् ।
સમુત્પન્નો વુધો નામ, તત્સુતો જોવિશ્રુતઃ ।।રૂ૬૦।।
શ્લોકાર્થ ઃ
અન્યદા કાલપર્યાયથી પામીને નિજસાધુતાને બુધ નામનો લોકમાં વિખ્યાત તેનો પુત્ર થયો. II3૬૦II
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૧૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોક :
आकरो गुणरत्नानां, कलाकौशलमन्दिरम् ।
स वर्धमानः संजातो, रूपेण मकरध्वजः ।।३६१।। શ્લોકાર્થ :ગુણરત્નોનો આકર, કલાકૌશલ્યનું મંદિર, રૂપથી મકરધ્વજ વૃદ્ધિ પામતો તે બુધ, થયો VIB૬૧II શ્લોક :
भ्राता शुभविपाकस्य, जगत्तापकरः परः ।
तथाऽशुभविपाकोऽस्ति, भीषणो जनमेजयः ।।३६२।। શ્લોકાર્ય :
અને જગતને પર અત્યંત, તાપ કરનારો, જનમેજય-જૂર, ભીષણ અશુભવિપાક નામનો શુભવિપાકનો ભાઈ છે. Il૩૬૨ll શ્લોક :
तस्य विख्यातमाहात्म्या, लोकसन्तापकारिणी ।
देवी परिणतिर्नाम, विद्यते भीमविग्रहा ।।३६३।। શ્લોકાર્ય :
તેને લોકના સંતાપને કરનારી વિખ્યાત માહામ્યવાળી, ભીમવિગ્રહવાળી પરિણતિ નામની દેવી વિધમાન છે. Il393II શ્લોક :
अथ ताभ्यां समुत्पनो, दारुणाकारधारकः ।
विषाङ्कुरोपमः क्रूरो, मन्दो नाम सुताधमः ।।३६४।। શ્લોકાર્ય :
હવે તે બંને દ્વારા અશુભવિપાક અને પરિણતિ દ્વારા, દારુણ આકારને ધારણ કરનારો વિષના અંકુરની ઉપમાવાળો, ક્રૂર મંદ નામનો અધમપુત્ર ઉત્પન્ન થયો. Il૩૬૪ll શ્લોક :
आवासो दोषकोटीनां, गुणगन्धविवर्जितः । संपन्नो वर्धमानोऽसौ, तथापि मदविह्वलः ।।३६५।।
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
કરોડો દોષનો આવાસ, ગુણગંધથી રહિત તોપણ મદથી વિહ્વલ વધતો એવો આ થયો. II3૬૫||
શ્લોક ઃ
पितृव्यपुत्रभावेन, तयोश्च बुधमन्दयोः ।
યકૃ∞વા વા સંપન્ના, પ્રાત્રોમંત્રી મનોહરા ।।રૂ૬૬।।
શ્લોકાર્થ ઃ
પિતરાઈ ભાઈના સંબંધથી તે બુધ અને મંદ બે ભાઈઓની યદચ્છાથી મનોહર મૈત્રી થઈ. II3૬૬||
શ્લોક ઃ
सहितावेव तौ नित्यं, नगरे काननेषु च ।
ततो विचरतः स्वेच्छाक्रीडारसपरायणौ ।। ३६७ ।।
શ્લોકાર્થ ઃ
તેથી નગરમાં, બગીચાઓમાં નિત્ય સહિત જ એવા તેઓ સ્વેચ્છા અનુસાર ક્રીડારસપરાયણ
વિચરવા લાગ્યા. ।।૩૬૭।।
શ્લોક ઃ
अस्ति धिषणा नाम, पुरे विमलमानसे । શુમાભિપ્રાયરાખસ્ય, વુદિતા ચારુવર્ણના ।।રૂદ્દ૮।।
શ્લોકા ઃ
હવે વિમલમાનસરૂપ નગરમાં શુભ અભિપ્રાય રાજાની ધિષણા નામની સુંદર દર્શનવાળી પુત્રી છે. II૩૬૮II
શ્લોક ઃ
सा तेन यौवनस्थेन, बुधेन वरलोचना ।
गृहे स्वयंवरायाता, परिणीता कृतोत्सवा ।। ३६९ ।।
શ્લોકાર્થ ઃ
તે=ધિષણા નામની પુત્રી, વરલોચના=સુંદર લોચનવાળી, યૌવનસ્થ બુધની સાથે ઘરમાં સ્વયંવરથી આવેલી કૃત ઉત્સવવાળી પરણાવાઈ. II૩૬૯II
Page #224
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૧૩
શ્લોક :
तस्याश्च कालपर्यायात्, निःशेषगुणमन्दिरम् ।
मनोरथशतैर्जातो, विचारो नाम पुत्रकः ।।३७०।। શ્લોકાર્ય :
અને તેને કાલપર્યાયથી નિઃશેષ ગુણનું મંદિર સેંકડો મનોરથોથી વિચાર નામનો પુત્ર થયો. અર્થાત્ બુદ્ધપુરુષમાં તત્ત્વના આલોચનની પરિણતિરૂપ ધિષણા પ્રગટે છે ત્યારપછી ઘણો કાલ તેના બળથી તે બુદ્ધપુરુષ ઊહ કરે છે જેના બળથી માર્ગાનુસારી વિચાર પ્રગટે છે. તે તેનો પુત્ર છે. ll૩૭oll શ્લોક :
अथान्यदा निजे क्षेत्रे, क्रीडतोबुधमन्दयोः ।
यस्तदानीं समापनो, वृत्तान्तस्तं निबोधत ।।३७१।। શ્લોકાર્ચ -
હવે અન્યદા પોતાના ક્ષેત્રમાં ક્રીડા કરતાં બુધ અને મંદને ત્યારે જે વૃત્તાંત થયો તેને તમે સાંભળો. ||૩૭૧II બ્લોક :
तस्य क्षेत्रस्य पर्यन्ते, दृष्टस्ताभ्यां मनोरमः ।
ललाटपट्टसन्नामा, विशालो वरपर्वतः ।।३७२।। શ્લોકાર્ચ -
તે ક્ષેત્રના પર્વતમાં પોતાના ક્ષેત્રમાં તેઓ રમતા હતા તે ક્ષેત્રના પર્વતમાં, તે બંને દ્વારા લલાટપટ્ટરૂપ સદ્ઉત્તમ, નામવાળો મનોરમ વિશાલ શ્રેષ્ઠ પર્વત જોવાયો. Il૩૭૨ શ્લોક -
तस्योपरिष्टादुत्तुङ्गे, शिखरे सुमनोहरा ।
निलीनालिकुलच्छाया, कबर्याख्या वनावली ।।३७३।। શ્લોકાર્ચ -
તેની ઉપરમાં=લલાટપટ્ટપર્વતની ઉપરમાં, ઊંચા શિખરમાં નિલીનાલિના કુલની છાયાવાળી છુપાઈ ગયેલા ભમરાના સમૂહની છાયાવાળી, સુમનોહર કબરી નામની વનાવલી છે. ll૧૭all શ્લોક :
ललाटपट्टनामानं, पर्वतं तं निरीक्षितुम् । अथ तौ लीलया तत्र, प्रदेशे समुपागतौ ।।३७४ ।।
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
તે લલાટપટ્ટ નામના પર્વતને જોવા માટે તે પ્રદેશમાં લીલાથી તે બંને આવ્યા. II3૭૪ બ્લોક :
यावदृष्टा सुदीर्घाभिः, शिलाभिः परिनिर्मिता ।
तस्याधस्ताद्गता दूरं, नासिकाख्या महागुहा ।।३७५ ।। શ્લોકાર્ચ -
જ્યાં સુધી સુદીર્ઘ એવી શિલાઓથી નિર્માણ કરાવેલી તેના નીચે=પર્વતના નીચે, દૂર સુધી ગયેલી નાસિકા નામની મહાગુફા જોવાઈ. ll૩૭૫l બ્લોક :
अथ तां तादृशीं वीक्ष्य, रमणीयां महागुहाम् ।
तन्निरूपणलाम्पट्यं, संजातं बुधमन्दयोः ।।३७६।। શ્લોકાર્થ :
હવે, તેવા પ્રકારની રમણીય મહાગુફાને જોઈને બુધ અને મંદને તેના નિરૂપણનું લાંપત્ય તેને જોવાનું લાંપ, થયું. ll૩૭૬ll શ્લોક -
अथाग्रे संस्थितौ तस्यास्तनिरीक्षणलालसौ ।
यावदृष्टं सुगम्भीरं, तत्रापवरकद्वयम् ।।३७७।। શ્લોકાર્ચ -
હવે તેણીના અગ્રમાં ગુફાની અગ્રમાં, તેને જોવાની લાલસાવાળા બંને રહ્યા. જ્યાં સુધી ત્યાં ગુફામાં, સુગંભીર બે ઓરડા જોવાયા. ||૩૭૭ી. શ્લોક :
તથાयुक्तं तदन्धकारेण, लोचनप्रसरातिगम् ।
अदृश्यमानपर्यन्तं, द्वाराभ्यामुपलक्षितम् ।।३७८।। શ્લોકાર્ચ -
અને તે બે ઓરડા, અંધકારથી યુક્ત લોચનના ગમનથી અતીત અદશ્યમાન પર્યતવાળા, બે દ્વારથી ઉપલક્ષિત નાસિકના બે ઓરડા છે. Il૩૭૮II.
Page #226
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૧૫
૨૧૫
બ્લોક :
ततो मन्दो बुधं प्राह, पश्याऽपवरकद्वयम् । अनेनैव विभक्तेयं, नासिकाख्या महागुहा ।।३७९।।
શ્લોકાર્ય :
ત્યારપછી=મંદ અને બુધે નાસિકાના બે ઓરડા જોયા ત્યારપછી, મંદ બુધને કહે છે. બે અપવરકને તું જે, આના દ્વારા જ=બે ઓરડા દ્વારા જ, આ નાસિકા નામની મહાગુફા વિભક્ત છે=વિભાગ કરાયેલી છે. [૩૭૯II. શ્લોક :
तदाकर्ण्य बुधेनोक्तं, भ्रातः ! सम्यग्विनिश्चितम् । एषा शिलाऽनयोर्मध्ये विभागार्थं विनिर्मिता ।।३८०।।
શ્લોકાર્ચ -
તે સાંભળીને મંદનું વચન સાંભળીને, બુધ વડે કહેવાયું, હે ભાઈ ! સમ્યગૂ નિશ્ચય કરાયો. આ શિલા આ બેના મધ્યમાં વિભાગ માટે નિર્માણ કરાઈ છે. Il૩૮૦|| શ્લોક :
एवं च जल्पतोर्वत्स, तदानीं बुधमन्दयोः ।
गुहातो निर्गता काचिद्दारिका चटुलाकृतिः ।।३८१।। શ્લોકાર્ચ -
આ રીતે હે વત્સ! ત્યારે બુધ અને મંદ બોલ્ય છતે ગુફામાંથી કોઈ ચટુલ આકૃતિવાળી કોઈ દારિકા નીકળી. ||૩૮૧II બ્લોક :
प्रणम्य पादयोस्तूर्णं, तयोः सा राजपुत्रयोः ।
पुरतो दर्शितप्रीतिस्ततश्चेत्थमभाषत ।।३८२।। શ્લોકાર્ય :
તે બે રાજપુત્રના ચરણમાં શીઘ પ્રણામ કરીને સન્મુખ દર્શિત પ્રીતિવાળી તેકનીકળેલી બાલિકા, ત્યારપછી આ પ્રમાણે બોલી. Il૩૮૨૨
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
नासिकाघ्राणसंगमः
શ્લોક :
स्वागतं भवतोरत्र, विहितो मदनुग्रहः । प्रतिजागरणं मेऽद्य, युवाभ्यां यदनुष्ठितम् ।।३८३।।
બુધ અને મંદને નાસિકા અને ઘાણનો સંગમ શ્લોકાર્ય :
તમારા બેનું સ્વાગત છે, અહીં-આ સ્થાનમાં, મારા ઉપર અનુગ્રહ કરાયો. જે કારણથી આજે તમારા બંને દ્વારા મારું પ્રતિજાગરણ કરાયું. ll૧૮all શ્લોક :
ततो मन्दो लसत्तोषो, दृष्ट्वा वचनपाटवम् ।
तां दारिकां मृदूल्लापैः, सस्नेहं समभाषत ।।३८४।। શ્લોકાર્થ :
તેથી નાસિકારૂપ ગુફામાંથી નીકળેલી બાલાએ તે બંનેને આ પ્રમાણે કહ્યું તેથી, વિલાસ પામતા તોષવાળા મંદે, વચનની પટુતાને જોઈને સ્નેહ સહિત મૃદુ ઉલ્લાપોથી તે દારિકાને કહ્યું. [૩૮૪ll
શ્લોક :
વથ?निवेदयावयोर्बाले? काऽसि त्वं वरलोचने? । किमर्थं वा वसस्यत्र, गुहाकोटरचारिणी? ।।३८५।।
શ્લોકાર્ય :
શું બોલ્યો? તે કહે છે – હે બાલા!કેવી રીતે? કેવી રીતે અમારા બે વડે તારું પ્રતિજાગરણ કરાયું ? અમને બંનેને નિવેદન કર, હે વરલોચના ! તું કોણ છો ? અહીં ગુફામાં, ગુફાના કોટરમાં ફરનારી તું કેમ વસે છે? Il૩૮૫ll
શ્લોક :
एतच्च वचनं श्रुत्वा, सा शोकभरपीडिता । मूर्च्छया पतिता बाला, भूतले नष्टचेतना ।।३८६।।
Page #228
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૧૭
શ્લોકાર્ધ :
અને આ વચન સાંભળીને શોકભરથી પીડિત એવી તે બાલા મૂર્છાથી ભૂતલમાં નષ્ટયેતનાવાળી પડી. Il3૮૬ll શ્લોક :
ततो वायुप्रदानाद्यैर्मन्देनाश्वासिता पुनः ।
स्थूलमुक्ताफलानीव, साऽश्रुबिन्दूनमुञ्चत ।।३८७।। શ્લોકાર્ચ -
ત્યારપછી વાયુ આપવા આદિથી મંદ વડે આશ્વાસન અપાઈ, ફરી સ્થૂલ મુક્તાફલ જેવાં અશ્રુબિંદુઓને તેણીએ મૂક્યાં. ll૧૮૭ી. શ્લોક :
भद्रे! किमेतदित्येवं, पृच्छतश्च पुनः पुनः ।
मन्दस्य साऽब्रवीदेवं, स्नेहगद्गदया गिरा ।।३८८ ।। શ્લોકાર્ચ -
હે ભદ્રા! આ શું છે? તું કેમ રડે છે ? એ પ્રમાણે ફરી ફરી પુછાતા મંદને આ પ્રમાણે સ્નેહથી ગદ્ગદ્ વાણીથી તે બાલા બોલી. ll૧૮૮ાા શ્લોક :
नाथ! मे मन्दभाग्यायाः, किं स्तोकं शोककारणम् ? ।
युवयोर्विस्मृताऽस्मीति, याऽहं स्वस्वामिनोरपि ।।३८९।। શ્લોકાર્ચ -
હે નાથ ! સ્વસ્વામી એવા તમને બેને જે હું વિસ્મૃત છું, એ મંદ ભાગ્યવાળી એવી મને શું થોડું શોકનું કારણ છે ? અર્થાત્ ઘણું શોકનું કારણ છે. ll૧૮૯ll શ્લોક :
अहं भुजङ्गता नाम, भवतोः परिचारिका ।
युवाभ्यामेव देवाभ्यां, गुहायां विनियोजिता ।।३९०।। શ્લોકાર્ચ -
હું ભુજંગતા નામની તમારી પરિચારિકા છું, દેવ એવા તમારા બંને વડે જ ગુફામાં યોજિત કરાઈ છું. ll૧૯oll
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૮
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
अस्यां हि भवतोरस्ति, घ्राणनामा वयस्यकः ।
तिष्ठामि युष्मदादेशात्तस्याहं परिचारिका ।।३९१।। શ્લોકાર્ચ -
દિકજે કારણથી, આમાં ગુફામાં, તમારા બેનો ઘાણ નામનો મિત્ર છે. તમારા આદેશથી તેની હું પરિચારિકા છું ઘાણની હું પરિચારિકા છું. ll૩૯૧ll શ્લોક :
चिरकालप्ररूढं हि, युवयोस्तेन संगतम् ।
यथा चेदं तथा नाथ! समाकर्णय साम्प्रतम् ।।३९२ ।। શ્લોકાર્ચ -
તે કારણથી ઘાણની હું પરિચારિકા છું તે કારણથી, ચિરકાલ પ્રરૂઢ તમારા બેનો સંગમ છે. જે પ્રમાણે આ છે ચિરકાલ પ્રરૂટ તમારા બેનો તેની સાથે ધ્રાણની સાથે, સંગમ છે, તે પ્રમાણે છે નાથ ! હવે સાંભળો. Il૩૯૨ાા બ્લોક :
पुरेऽसंव्यवहाराख्ये, पुराऽभूद् भवतोः स्थितिः ।
ततः प्रचलितौ कर्मपरिणामस्य शासनात् ।।३९३।। શ્લોકાર્ચ -
અસંવ્યવહાર નામના નગરમાં તમારા બેની પૂર્વમાં સ્થિતિ હતી. ત્યારપછી કર્મપરિણામના શાસનથી તમે બંને પ્રચલિત થયા અસંવ્યવહાર નગરથી બહાર નીકળ્યા. ll૧૯all શ્લોક :
गतावेकाक्षसंस्थाने, विकलाक्षे पुनस्ततः ।
भूरिलोकाकुलं तत्र, विद्यते पाटकत्रयम् ।।३९४ ।। શ્લોકાર્ચ -
એકાક્ષ સંસ્થાનમાં ગયા. ત્યારપછી વળી વિકલાક્ષમાં ગયા. ત્યાં વિકલાક્ષ નગરમાં, ઘણા લોકથી આકુલ ત્રણ પાડાઓ વિધમાન છે. ll૧૯૪ll શ્લોક :
द्वितीये पाटके सन्ति, बहवः कुलपुत्रकाः । तत्र त्रिकरणं नाम, तन्मध्ये संस्थितौ युवाम् ।।३९५ ।।
Page #230
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
બીજા પાડામાં=વિકલાક્ષ નગરના તેઇન્દ્રિયરૂપ બીજા પાડામાં, ઘણા કુલપુત્રકો છે. ત્યાં=વિકલાક્ષ નગરમાં, ત્રિકરણ તેઈન્દ્રિય, નામના તેના મધ્યમાં તમે બંને રહ્યા. ।।૩૫।।
શ્લોક ઃ
स कर्मपरिणामाख्यो, नरेन्द्रस्तत्र तिष्ठतोः ।
प्रसन्नो युवयोस्तेन, दत्तेयं वां महागुहा ।। ३९६ ।।
શ્લોકાર્થ :
ત્યાં રહેતા તમારા બંને ઉપર તે કર્મપરિણામ નામનો રાજા પ્રસન્ન થયો. તેના વડે આ મહાગુફા તમને બંનેને અપાઈ. II૩૬]I
શ્લોક ઃ
अयं च घ्राणसंज्ञोऽत्र, वयस्यो हितकारकः ।
યુવયોવિહિતસ્તેન, મુદ્દાયા: પરિપાલઃ ।।રૂ૧૭।।
૨૧૯
શ્લોકાર્થ :
અને અહીં તેઈન્દ્રિયમાં, આ ઘ્રાણ સંજ્ઞાવાળો, તમારા બંનેનો તેના વડે=કર્મપરિણામરાજા વડે, ગુફાનો પરિપાલક હિતકારક મિત્ર કરાયો. II૩૯૭II
શ્લોક ઃ
सुखसागरहेतुश्च, युवयोरेष वत्सलः ।
वयस्योऽचिन्त्यमाहात्म्यस्ततः प्रभृति वर्तते । । ३९८ ।।
શ્લોકાર્થ :
અને ત્યારથી માંડીને=તેઇન્દ્રિયથી માંડીને, અચિંત્ય માહાત્મ્યવાળો, સુખસાગરનો હેતુ તમારા બેનો આ વત્સલ મિત્ર વર્તે છે. II3CII
શ્લોક ઃ
જિંતુ
राजादेशवशादेष, न गुहाया विनिर्गतः ।
तत्रैव वर्तमानोऽयं, युवाभ्यां लालितः पुरा ।।३९९।।
શ્લોકાર્થ :
પરંતુ રાજાના આદેશના વશથી=કર્મપરિણામરાજાના આદેશના વશથી, આ=ઘ્રાણ, ગુફાથી નીકળતો નથી. ત્યાં જ=ગુફામાં જ, વર્તતો આ=ઘ્રાણ, તમારા વડે પૂર્વમાં લાલન કરાયો છે. II૩૯૯]
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૨૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
तथाविधेषु स्थानेषु, यत्र यत्र गतौ युवाम् ।
लालितस्तत्र तत्रायं, गन्धैर्नानाविधैः पुरा ।।४००।। શ્લોકાર્ચ -
તેવા પ્રકારનાં સ્થાનોમાંeતેઈન્દ્રિયાદિ સ્થાનોમાં, જ્યાં જ્યાં તમે બંને ગયા ત્યાં ત્યાં આ ઘાણ, પૂર્વમાં અનેક પ્રકારની ગંધોથી લાલન કરાયો છે. ll૪ool શ્લોક :
पुरीं मनुजगत्याख्यामन्यदा क्वचिदागतौ ।
तस्यां पुनर्विशेषेण, युवाभ्यामेष लालितः ।।४०१।। શ્લોકાર્ચ -
મનુષ્યગતિ નામની નગરીમાં અન્યદા ક્યારેક તમે બંને આવ્યા. ત્યાં વળી વિશેષથી તમારા બંને વડે આeઘાણ, લાલન કરાયો. l૪૦૧ી. શ્લોક :
अहं च विहिता स्नेहादस्यैव परिचारिका ।
युवाभ्यामेव मित्रस्य, मन्दभाग्या भुजङ्गता ।।४०२।। શ્લોકાર્ચ -
અને તમારા બંને વડે, આ જ મિત્રની મંદભાગ્યવાળી ભુજંગતા એવી હું સ્નેહથી પરિચારિકા કરાઈ. ૪૦૨ાા બ્લોક :
तदेवं चिरमुढेषा, घ्राणेन सह मैत्रिका ।
युवयोरनुचरी लोके, प्रसिद्धाऽहं भुजङ्गता ।।४०३।। શ્લોકાર્ચ -
આ રીતે ચિરકાળથી ઘાણની સાથે તમારા બંનેની મૈત્રી વહન કરાઈ. આ હું ભુજંગતા લોકમાં અનુચરી પ્રસિદ્ધ છું. ll૪૦૩ll
બ્લોક :
तथापि देवौ यद्येवं, कुर्वाते गजमीलिकाम् । अतः परतरं नाथ! किं शोकभरकारणम्? ।।४०४।।
Page #232
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ
તોપણ હે બે દેવો=મંદ અને બુધરૂપ બે દેવો ! જો આ રીતે ગજમીલિકાને=ઉપેક્ષાને તમે બંને કરો છો. આનાથી અધિક હે નાથ ! શોકભરનું કારણ શું છે ? ||૪૦૪||
શ્લોક ઃ
:
तस्माच्चिरन्तनस्थित्या, दृश्यतां किङ्करो जनः । યુવામ્યાં નાથ! નિમિથ્ય, પાત્વતામેષ બાન્ધવઃ ।।૪૦૯||
શ્લોક ઃ
શ્લોકાર્થ ઃ
તે કારણથી ચિરંતન સ્થિતિથી=પૂર્વની સ્થિતિથી, તમારા બંને દ્વારા કિંકર જન=ભુજંગતા, જોવાય. હે નાથ ! આ બાંધવ ઘ્રાણ નિમિથ્યા પાલન કરાય. II૪૦૫]ા
શ્લોક ઃ
एवं वदन्ती साऽलीकस्नेहदर्शितसम्भ्रमा ।
पादेषु पतिता गाढं, बालिका बुधमन्दयोः । । ४०६।।
શ્લોકાર્થ :
અલીક=જુઠ્ઠા સ્નેહથી દર્શિત સંભ્રમવાળી આ રીતે બોલતી તે બાલિકા=ભુજંગતા, બુધ અને
મંદનાં ચરણોમાં અત્યંત પડી. ।।૪૦૬||
बुधकृता भुजङ्गतोपेक्षा
बुधेन चिन्तितं हन्त, दारिका नैव सुन्दरा ।
इयं हि धूर्ततासारा, कारणैः प्रविभाव्यते ।।४०७ ।।
૨૨૧
બુધ વડે કરાયેલી ભુજંગતાની ઉપેક્ષા
શ્લોકાર્થ :
બુધ વડે વિચારાયું. આ દારિકા સુંદર નથી જ. =િજે કારણથી, કારણો દ્વારા–તેનાં વચનાદિ કારણો દ્વારા, આ ધૂર્તતાસારા=ધૂર્તતાયુક્ત, પરિભાવન કરાય છે. II૪૦૭]I
શ્લોક ઃ
યતઃ —
कपोलसूचितं हास्यं, सलज्जं मृदुभाषितम् ।
भवतीह कुलस्त्रीणां निर्विकारं निरीक्षितम् ।।४०८ ।।
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
एषा तु बृहदाटोपा, विलासोल्लासिलोचना । वागाडम्बरसारा च, ततो दुष्टा न संशयः ।।४०९।।
શ્લોકાર્થ :
જે કારણથી અહીં=સંસારમાં, કુલસ્ત્રીઓનું કપોલસૂચિત હાસ્ય, લજ્જાવાળું, મૃદુભાષિત, નિર્વિકારવાળું નિરીક્ષણ હોય છે. વળી બૃહદ્ આટોપવાળી=મોટા આડંબરવાળી, વિલાસથી ઉલ્લાસી લોચનવાળી અને વાણીના આડંબર પ્રધાનવાળી છે. તેથી દુષ્ટ છે=ભુજંગતા દુષ્ટ છે, સંશય નથી. ।।૪૦૮-૪૦૯||
શ્લોક ઃ
શ્લોક ઃ
ततोऽवधार्य चित्तेन, बुधेनेत्थं महात्मना । कृताऽवधीरणा तस्याः, किञ्चिन्नो
વૈત્તમુત્તરમ્ ।।૪।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી ચિત્તથી અવધારણ કરીને આ રીતે બુધ મહાત્મા વડે તેણીની અવગણના કરાઈ. કંઈ ઉત્તર અપાયો નહીં. ।।૪૧૦||
मन्देन घ्राणभुजङ्गतालालनम्
मन्दस्तु पादपतितां समुत्थाप्य भुजङ्गताम् । संजातनिर्भरस्नेहस्ततश्चेदमवोचत ।।४११ ।।
મંદ વડે ઘ્રાણ અને ભુજંગતાનું લાલન
શ્લોકાર્થ :
વળી, પગમાં પડેલી એવી ભુજંગતાને ઊભી કરીને થયેલા નિર્ભર સ્નેહવાળો મંદ થયો અને ત્યારપછી આ બોલ્યો. ।।૪૧૧।।
શ્લોક ઃ
विषादं मुञ्च चार्वङ्गि ! धीरा भव वरानने ! ।
एवं हि गदितुं बाले ! युक्तं ते चारुलोचने ! ।। ४१२ । ।
શ્લોકાર્થ ઃ
હે ચાર્વાંગી ! વિષાદને છોડ, હે સુંદર મુખવાળી સ્ત્રી ! ધીર થા, હે ચારુ લોચનવાળી બાલા !
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૨૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
આ રીતે=તેં તારો તેઈન્દ્રિયના ભવથી અત્યાર સુધીનો પરિચય બતાવ્યો એ રીતે, કહેવા માટે તને યુક્ત છે. II૪૧૨।।
શ્લોક ઃ
वृत्तान्तो विस्मृतोऽप्येष तथा संपादितस्त्वया ।
अनेन स्नेहसारेण, सोऽपि प्रत्यक्षतां गतः ।।४१३ ।।
શ્લોકાર્થ :
આ વૃત્તાંત વિસ્તૃત થયેલો પણ=મારા વડે વિસ્તૃત થયેલો પણ, તારા વડે તે પ્રકારે સંપાદિત કરાવાયો=આપણા જુના પરિચયનો વૃત્તાંત તારા વડે તે પ્રમાણે સ્મરણ કરાવાયો. સ્નેહસાર એવા આનાથી=તારા ક્થનથી, તે પણ=વિસ્તૃત થયેલો આપણો વૃત્તાંત પણ, પ્રત્યક્ષતાને પામ્યો. ।।૪૧૩|| શ્લોક ઃ
तदत्र भवती तावन्निवेदयतु मेऽधुना ।
યદ્વેષ
તે મદ્રે! સ્નેહીતી નનસ્તવ ।।૪૪।।
શ્લોકાર્થ :
તે કારણથી અહીં=તારા વિષયમાં, ભગવતી એવી તું મને હમણાં નિવેદન કર, જે કારણથી હે ભદ્ર ! સ્નેહથી ખરીદાયેલો તારો આ જન કરે. ।।૪૧૪૦૫
શ્લોક ઃ
तयोक्तमियदेवात्र, कर्तव्यं नाथ ! साम्प्रतम् ।
अयं चिरन्तनस्थित्या, लालनीयो वयस्यकः । । ४१५ ।।
શ્લોકાર્થ ઃ
તેણી વડે કહેવાયું=ભુજંગતા વડે કહેવાયું, હે નાથ ! હમણાં અહીં=મારા વિષયમાં, આટલું જ કર્તવ્ય છે. ચિરંતન સ્થિતિથી આ મિત્ર=ધ્રાણ, પાલન કરવો જોઈએ. II૪૧૫।ા
શ્લોક ઃ
मन्दः प्राह यथा कार्यं, लालनं कमलानने ! ।
मयाऽस्य वरमित्रस्य, तत्सर्वं मे निवेदय ।।४१६।।
શ્લોકાર્થ :મંદ કહે છે હે કમલ જેવા મુખવાળી ભુજંગતા ! જે પ્રમાણે મારા વડે આ વરમિત્રનું લાલન કરવું જોઈએ તે સર્વ મને નિવેદન કર. ૪૧૬||
=
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
भुजङ्गताऽऽह सद्गन्धलुब्धबुद्धिरयं सदा ।
अतः सुगन्धिभिर्द्रव्यैः, क्रियतामस्य लालनम् ।।४१७।। શ્લોકાર્ચ -
ભુજંગતા કહે છે – આવરમિત્ર એવો ઘાણ, સદા સળંધમાં લુબ્ધ બુદ્ધિવાળો છે. આથી સુગંધી દ્રવ્યો વડે આનું લાલન કરાય. ll૪૧૭ll શ્લોક :
चन्दनागरुकर्पूरकुरङ्गमदमिश्रितम् ।
कुङ्कुमक्षोदगन्धाढ्यं, रोचतेऽस्मै विलेपनम् ।।४१८ ।। શ્લોકાર્ચ -
ચંદન, અગર, કપૂર, કસ્તૂરીથી મિશ્રિત કુંકુમનાગકેસરના, ચૂર્ણના ગંધથી યુક્ત વિલેપન આને ધ્રાણને, રુચે છે. ll૪૧૮ll શ્લોક :
एलालवङ्गकर्पूरसज्जातिफलसुन्दरम् ।
तथा सुगन्धि ताम्बूलं, स्वदतेऽस्मै मनोरमम् ।।४१९ ।। શ્લોકાર્ય :
અને ઈલાયચીથી, લવિંગથી, કપૂરથી, સજ્જાતિફલથી સુંદર એવું મનોરમ સુગંધી તાંબૂલ આને ઘાણને, ગમે છે. ll૪૧૯II શ્લોક :
सधूपा विविधा गन्धा, वर्तिकाः पुष्पजातयः ।
यत्किञ्चित्सौरभोपेतं, तदेवास्यातिवल्लभम् ।।४२०।। શ્લોકાર્ચ -
ધૂપ સહિત વિવિધ ગંધો, વર્તિકા અગરબતી, પુષ્પની જાતિઓ જે કંઈ સૌરભથી યુક્ત છે તે જ આને અતિવલ્લભ છે. I૪૨૦)
શ્લોક :
दुर्गन्धिवस्तुनामापि, नैवास्य प्रतिभासते । तस्मात्सुदूरतस्त्याज्यं, तदस्य सुखमिच्छता ।।४२१।।
Page #236
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૨૫
શ્લોકાર્થ :
દુર્ગધી વસ્તુનું નામ પણ આને ઘાણને, ગમતું નથી જ. તે કારણથી આનાકઘાણના, સુખને ઈચ્છતા પુરુષ વડે, તે દુર્ગધવાળી વસ્તુ, સુદૂરથી ત્યાજ્ય છે. ll૪૨૧] શ્લોક :
तदेवं क्रियतां तावल्लालनं मित्रपालनम् ।
एतद्धि भवतोर्दुःखवारणं सुखकारणम् ।।४२२।। શ્લોકાર્ચ -
આ રીતે મિત્રનું પાલનલાલન કરાઓ, હિંજે કારણથી, આ મિત્રનું પાલન, તમારા બેનું દુઃખનું વારણ અને સુખનું કારણ છે. II૪૨૨ા. શ્લોક :
यदेवं लालितेनेह, घ्राणेन भवतोः सुखम् ।
संभविष्यति तद्देव! को हि वर्णयितुं क्षमः? ।।४२३।। શ્લોકાર્ચ -
જે કારણથી આ રીતે=ભુજંગતાએ કહ્યું એ રીતે, અહીં=સંસારમાં, લાલન કરાયેલા ઘાણ વડે તમને બંનેને જે સુખ થશે તેને તે સુખને, હે દેવ ! કોણ વર્ણન કરવા સમર્થ છે? Il૪૨૩ll શ્લોક :
मन्देनोक्तं विशालाक्षि! सुन्दरं गदितं त्वया ।
सर्वं विधीयते सुभ्र! तिष्ठ भद्रे! निराकुला ।।४२४ ।। શ્લોકાર્ચ -
મંદ વડે કહેવાયું છે વિશાલાક્ષિ ભુજંગતા ! તારા વડે સુંદર કહેવાયું, હે સુભ્ર ! સર્વ કરાય છે=મારા વડે કરાય છે. હે ભદ્રા ! નિરાકુલ રહે. ll૪૨૪ll બ્લોક :
एवं च वदतो मन्दस्यपादयोः पतिता भूयो, हर्षविस्फारितेक्षणा ।
महाप्रसाद इत्येवं, वदन्ती सा भुजङ्गता ।।४२५।। શ્લોકાર્ય :
અને “મહાપ્રસાદ છે” એ પ્રમાણે બોલતી હર્ષથી વિસ્ફારિત ચક્ષવાળી તે ભુજંગતા આ રીતે બોલતા મંદના પગમાં ફરી પડી. II૪૨૫
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
ભાવાર્થ :
વળી, બુધસૂરિ રાજાને કહે છે – જેમ તે સારગુરુનો વૃત્તાંતાંતર થયો તેથી તે સારગુરુએ મહા માહેશ્વરના ઉપદેશ અનુસાર પ્રવૃત્તિ કરીને મોક્ષને પ્રાપ્ત કર્યું, તેમ તમે પણ તેવા પ્રકારના ઉપદેશકના વચનથી પ્રવૃત્તિ કરીને કષાયો-નોકષાયો રૂપ ચોરટાઓને ચિત્તવૃત્તિમાંથી દૂર કરશો તો મોક્ષ થશે. અન્યથા નહીં થાય. બુધસૂરિનું તે વચન સાંભળીને રાજા વગેરે હર્ષિત થયા અને મહાત્માને કહે છે તમને પામીને અમે પણ એ પ્રકારે યત્ન કરશું. માટે અમને આદેશ આપો કે અમારે શું કરવું જોઈએ. બુધસૂરિએ કહ્યું કે જે મેં કર્યું છે તે જ તમારે કરવું જોઈએ. તેથી એ ફલિત થાય કે જેઓનું ભાવથી તે પ્રકારનું સત્ત્વ સંચિત થયું છે તેઓએ દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. વળી દીક્ષા ગ્રહણ કરીને માત્ર સંતોષ પામવો જોઈએ નહીં પરંતુ સતત કષાય-નોકષાયો રૂ૫ શત્રુઓને નાશ કરવા માટે ચિત્તમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટાવવો જોઈએ અને ચારિત્રરૂપી દંડને ગ્રહણ કરીને સતત કષાયો ક્ષીણ થાય તેવો યત્ન કરવો જોઈએ. વળી, જેમાં તેવી શક્તિનો સંચય થયો નથી તેઓએ સર્વવિરતિની શક્તિના સંચય અર્થે પ્રતિદિન સર્વવિરતિવાળા મહાત્માઓનું ઉત્તમ ચિત્ત કેવું હોય છે તેનો સૂક્ષ્મબોધ કરીને તેવા ઉત્તમ ભાવોથી આત્માને ભાવિત કરવો જોઈએ અને શક્તિ અનુસાર તેને અનુરૂપ ઉચિત ક્રિયાઓ કરવી જોઈએ કે ભાવથી સર્વવિરતિની શક્તિનો સંચય થાય અને સ્વભૂમિકાનુસાર યત્ન કરીને સતત કષાય-નોકષાયનો ક્ષય થાય તે પ્રકારે ઉદ્યમ કરવો જોઈએ.
વળી, રાજા સૂરિને કહે છે કે અમે તમારાથી બોધ પામ્યા તેમ તમને કોનાથી બોધ થયો છે તે જાણવાની મને અત્યંત જિજ્ઞાસા થાય છે. જોકે સાધુ પોતાનું ગૃહસ્થ જીવન સ્મરણ કરે નહીં અને કોઈને કહે નહીં; કેમ કે તે કથન વખતે પણ પૂર્વના સેવાયેલા ભાવો સ્મરણ થાય તો કષાયો ઉલ્લસિત થવાની સંભાવના છે. તેથી સુસાધુઓ પોતાના પૂર્વ જીવનનું કથન ક્યારેય કહે નહીં. ફક્ત રાજાનો અતિઆગ્રહ જાણીને અને પોતાના કથનથી રાજા વગેરેને લાભ થશે તેવો નિર્ણય થવાથી અત્યંત સંવરપૂર્વક અને સંવેગથી વાસિત ચિત્ત કરીને બુધસૂરિ પોતાનું ચરિત્ર કહે છે, જેથી તે વર્ણન વખતે પૂર્વના ચેષ્ટિતનું સ્મરણ થવાથી રાગાદિ ઉલ્લસિત થાય નહીં. પરંતુ પોતાના અને રાજાના સંવેગની વૃદ્ધિનું કારણ બને તે રીતે પોતાનું ચરિત્ર કહે છે.
ત્યાં શુભવિપાક અને અશુભવિપાક નામનો રાજા છે. તે અંતરંગ પરિણામને આશ્રયીને છે તેથી જે જીવોના શુભવિપાક નામનાં કર્મો છે અને જે જીવમાં માર્ગાનુસારી બુદ્ધિરૂપ નિજસાધુતા છે તેનાથી બુધનો જન્મ થયો; કેમ કે શુભકર્મો અને જીવમાં વર્તતી નિજસાધુતારૂપ ઉત્તમતા તેના કારણે તે જીવ જન્મથી જ તત્ત્વને જોવાને અભિમુખ માર્ગાનુસારી બુદ્ધિવાળો થાય છે. વળી, અશુભકર્મ અને લોકના સંતાપને કરનારી એવી પરિણતિ જીવને મંદબુદ્ધિવાળો કરે છે; કેમ કે જે જીવમાં અશુભકર્મોનો ઉદય વર્તે છે તેથી ચિત્તમાં દયાળુતા નથી. માટે કષાયોને વશ થઈને લોકોને સંતાપ કરે તેવો છે. તેથી તેવી પરિણતિને વશ તે જીવ તત્ત્વને જોવામાં મંદબુદ્ધિવાળો થાય છે. આથી જ ઇન્દ્રિયોમાં જ તેને સુખ દેખાય છે. આત્માના પારમાર્થિક સુખને જોવાની મતિ તેનામાં પ્રગટ થઈ નથી. જ્યારે બુધ એવા જીવોમાં માર્ગાનુસારી બુદ્ધિ હોવાથી સ્વાભાવિક જ અકષાય અવસ્થા તેઓને સુંદર જણાય છે અને કષાયની વિડંબના વિડંબના જણાય છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
૨૨૭
વળી, બાલ્યકાળમાં બુધ અને મંદ બંને કર્મરાજારૂપ એક પિતાના પુત્ર હોવાથી સાથે ફ૨ના૨ા બને છે અને તેઓ પોતાની નાસિકાને જોઈને તેમાં રહેલા ઘ્રાણને અને ભુજંગતાને જોઈને તે ભુજંગતાનું વક્તવ્ય સાંભળે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવને તેઇન્દ્રિયથી માંડીને નાસિકાની પ્રાપ્તિ છે અને નાસિકાને કારણે પ્રાણસુંગધને, ગ્રહણ કરવાની શક્તિ તેને મિત્રરૂપે જણાય છે અને તે પ્રાણમાં કષાયોના વિષને ચઢાવે તેવી ભુજંગતારૂપ સાપણ વર્તે છે. જેથી સુગંધી પદાર્થોને ગ્રહણ કરવાની ઇચ્છા તે જીવને ઇચ્છારૂપે ડંસ આપે છે. જેનું ઝેર તે જીવને ચઢે છે. આ બુધનો જીવ અને આ મંદનો જીવ તેઇન્દ્રિયથી માંડીને અત્યાર સુધી જે ઘ્રાણ સહિતના ભવોને પામ્યા તે સર્વ ભવોમાં પ્રાણ સાથે બંનેને મિત્રતા હતી. ભુજંગતા બંનેને સુંદર જણાતી હતી. ફક્ત કોઈક રીતે કર્મનો નાશ થવાથી બુધનાં શુભકર્મો વિપાકમાં આવ્યાં. જેથી તે જીવમાં નિજચારુતા પ્રગટી. જેના કારણે બુધના ભવમાં માર્ગાનુસારી બુદ્ધિ પ્રાપ્ત થઈ. જ્યારે મંદના જીવને તેઇન્દ્રિયના ભવથી અત્યાર સુધી અનેક વખત ઘ્રાણેન્દ્રિય પ્રાપ્ત થયેલ. ઘ્રાણ મિત્ર જણાતો હતો અને ભુજંગતા તેને અત્યંત પ્રિય જણાતી હતી અને તેના આદેશથી હંમેશાં ધ્રાણને હિતકારી કૃત્ય કરતો હતો. તેમ વર્તમાનના ભવમાં પણ માર્ગાનુસારી બુદ્ધિ નહીં હોવાથી અને અશુભકર્મના વિપાકની ઉત્પત્તિ હોવાથી મંદને ઘ્રાણ જ પ્રિય જણાય છે અને ભુજંગતા જે કંઈ કહે છે તે સર્વ તેને તે રીતે જ ભાસે છે. આથી જ મંદ જેવા જે સંસારી જીવો છે તેઓને ઘ્રાણેન્દ્રિયના સુગંધી ભાવો અત્યંત પ્રિય જણાય છે. દુર્ગંધી ભાવો અત્યંત અપ્રિય જણાય છે અને તે વખતે રાગ-દ્વેષરૂપ જે પરિણામો થાય છે તે ઘ્રાણેન્દ્રિયની આસક્તિજન્ય ઝેર છે તેમ તેઓ જાણતા નથી. તેથી ઘ્રાણેન્દ્રિયની આસક્તિ તેઓને ભુજંગતારૂપે જણાતી નથી પરંતુ સુખાકારી સ્ત્રી તરીકે જણાય છે અને તેના સૂચન અનુસાર ઘ્રાણને વશ થઈને તેઓ સર્વ પ્રવૃત્તિ કરે છે, જ્યારે બુધ પુરુષ ભુજંગતાને કુટિલ સ્ત્રી માનીને તેના સર્વ કથનને સાંભળ્યા પછી કંઈ ઉત્તર આપતા નથી.
बुधस्य विवेकः
શ્લોક ઃ
बुधस्तु मौनमालम्ब्य, शून्यारण्ये मुनिर्यथा ।
अवस्थितो यतस्तेन शठोऽयं लक्षितस्तया ।।४२६ ।।
બુધનો વિવેક
શ્લોકાર્થ :
વળી જે કારણથી શૂન્ય અરણ્યમાં મુનિ જેમ રહે તેમ બુધ મૌન આલંબીને રહ્યો તે કારણથી તેણી વડે=ભુજંગતા વડે, આ બુધ, શઠ જણાયો. II૪૨૬॥
શ્લોક ઃ
ततो न किञ्चिदुक्तोऽसौ काकली विहिता परम् ।
बुधेन तु तदालोक्य, चित्तेनेदं विवेचितम् ।।४२७।।
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
તેથી આ=બુધ, કંઈ ન કહેવાયો પરંતુ ઉપેક્ષા કરાઈ=ભુજંગતા વડે ઉપેક્ષા કરાઈ. વળી, તે જોઈને ઉપેક્ષા જોઈને, બુધ વડે ચિત્તથી આ વિવેચન કરાયું. l૪૨૭ી શ્લોક -
ગાक्षेत्रं मदीयं शैलश्च, मामिकेयं महागुहा ।
अतोऽस्यां यः स्थितो घ्राणः, स मे पाल्यो न संशयः ।।४२८ ।। શ્લોકાર્ચ -
અરે ! મારું આ ક્ષેત્ર શૈલ છે. મારી આ મહાગુફા છે. આથી આમાં જે ઘાણ રહેલો છે તે મને પાલ્ય છે એમાં સંશય નથી. II૪૨૮ll શ્લોક :
केवलं यदियं वक्ति, दारिका शाठ्यसारिका ।
तन्मया नास्य कर्तव्यं, लालनं सुखकाम्यया ।।४२९ ।। બ્લોકાર્થ :
કેવલ જે આ શાક્યસારિકાકપટમાં ચતુર એવી દારિકા, કહે છે, આનુંeઘાણનું, તે લાલન સુખકામનાથી મારા વડે કરવું જોઈએ નહીં. ll૪૨૯ll શ્લોક :
વિતુ?यावत् क्षेत्रं न मुञ्चामि, तावदस्यापि पालनम् ।
कार्यं विशुद्धमार्गेण, लोकयात्रानुरोधतः ।।४३०।। શ્લોકાર્થ :
પરંતુ જ્યાં સુધી ક્ષેત્રને ન છોડું ત્યાં સુધી વિશુદ્ધમાર્ગ વડે લોકયાત્રાના અનુરોધથી આનું પણ પાલન કરવું જોઈએ=ઘાણનું પણ પાલન કરવું જોઈએ. l૪૩૦||
બ્લોક :
एवं निश्चित्य चित्तेन, बुधस्तं पालयन्नपि । घ्राणं न युज्यते दोषैर्लभते सुखमुत्तमम् ।।४३१।।
Page #240
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
આ રીતે ચિત્તથી નિર્ણય કરીને બુધ તે ઘ્રાણનું પાલન કરતો પણ દોષોને પ્રાપ્ત કરતો નથી. ઉત્તમ સુખને મેળવે છે=ઘ્રાણને કંઈક અનુકૂળ વસ્તુ આપીને વિકારના શમનરૂપ ઉત્તમ સુખને પ્રાપ્ત કરે છે; પરંતુ રાગાદિની વૃદ્ધિરૂપ દોષોથી યોજન પામતો નથી. II૪૩૧]I
શ્લોક :
मन्दस्तु तां पुरस्कृत्य, शठचित्तां भुजङ्गताम् । घ्राणलालनलाम्पट्याल्लभते दुःखसागरम् ।।४३२।।
શ્લોકાર્થ :
વળી મંદ શઠ ચિત્તવાળી તે ભુજંગતાને આગળ કરીને ઘ્રાણના લાલનના લાંપટ્યથી દુઃખસાગરને પ્રાપ્ત કરે છે. II૪૩૨)ા
શ્લોક ઃ
થં
सुगन्धिद्रव्यसम्भारकरणोद्यतमानसः ।
तन्तम्यते वृथा मूढस्तन्निमित्तं दिवानिशम् ।। ४३३।।
–
શ્લોકાર્થ :
કેવી રીતે સુગંધી દ્રવ્યના સમૂહના કરણમાં ઉધત માનસવાળો મૂઢ તેના નિમિત્તે દિવસરાત વૃથા અત્યંત પીડા પામે છે. II૪૩૩||
શ્લોક ઃ
૨૨૯
दुर्गन्धपरिहारं च कुर्वाणः खिद्यते मुधा ।
शमसौख्यं न जानीते, हस्यते च विवेकिभिः ।।४३४ ।।
શ્લોકાર્થ :
અને દુર્ગંધના પરિહારને કરતો વૃથા ખેદ પામે છે. શમના સુખપણાને જાણતો નથી. વિવેકીઓ વડે હસાય છે. II૪૩૪]I
શ્લોક ઃ
तथापि मोहदोषेण, सुखसन्दर्भनिर्भरम् ।
आत्मानं मन्यते मन्दः, प्रसक्तो घ्राणलालने ।। ४३५ ।।
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
તોપણ મોહના દોષથી ઘાણના લાલનમાં પ્રસક્ત આસક્ત, એવો મંદ પોતાને સુખના સંદર્ભથી નિર્ભર માને છે. Il૪૩પII.
विचारेण घ्राणवृत्तोदितिः
શ્લોક :
इतश्च यौवनारूढो, विचारो राजदारकः । कथंचिल्लीलया गेहाद्देशकालिकयोगतः ।।४३६।। बहिरङ्गान्तरङ्गेषु, स देशेषु पुनः पुनः । पर्यट्य क्वचिदायातः, स्वगेहे राजदारकः ।।४३७।।
વિચાર વડે ઘાણના વૃતાંતનું કથન શ્લોકાર્થ :
અને આ બાજુ યૌવન આરૂઢ વિચાર નામનો રાજદારક=બુધનો પુત્ર, લીલા વડે દેશકાલના યોગને કારણે ઘરથી કોઈક રીતે બહિરંગ-અંતરંગ દેશોમાં ફરી ફરી ભટકીને તે રાજપુત્ર ક્યારેક સ્વઘરમાં આવ્યો. Il૪૩૬-૪૩૭ી. શ્લોક :
अथ तत्र समायाते, प्रहष्टौ धिषणाबुधौ ।
संजातो बृहदानन्दः, संतुष्टं राजमन्दिरम् ।।४३८ ।। શ્લોકાર્ય :
હવે ત્યાં આવ્યું છતે સ્વઘરમાં વિચાર નામનો રાજદારક આવે છd, ધિષણા અને બુધ હર્ષિત થયાં તે રાજપુત્રનાં માતા-પિતા ધિષણા અને બુધ હર્ષિત થયાં. મોટો આનંદ થયો. રાજમંદિર સંતુષ્ટ થયું. l૪૩૮l શ્લોક :
ततश्चवृत्ते महाविमर्दैन, समागममहोत्सवे । सा ज्ञाता मैत्रिका तेन, घ्राणेन बुधमन्दयोः ।।४३९ ।।
Page #242
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૨૧
શ્લોકાર્ય :
અને તેથી મોટા વિમર્દથી સમાગમનો મહોત્સવ પ્રવૃત્ત થયે છતે ઘાણની સાથે બુધ અને મંદની તે મૈત્રી તેના વડે વિચાર વડે, જણાઈ. ll૪૩૯ll શ્લોક :
ततो रहसि संस्थाप्य, तमात्मपितरं बुधम् ।
स विचारः प्रणम्येत्थं, प्रोवाच कृतकुड्मलः ।।४४०।। શ્લોકાર્ય :
તેથી એકાંતમાં તે પોતાના પિતા બુધને એકાંતમાં સ્થાપન કરીને, પ્રણામ કરીને હાથ જોડાયેલો તે વિચાર આ પ્રમાણે બોલ્યો. ll૪૪oll શ્લોક :
तात यो युवयोर्जातो, घ्राणनामा वयस्यकः ।
सोऽयं न सुन्दरो दुष्टस्तत्राकर्णय कारणम् ।।४४१।। શ્લોકાર્થ :
હે તાત ! તમારા બેનો જે ઘાણ નામનો મિત્ર થયો તે આ સુંદર નથી, દુષ્ટ છે. ત્યાં કારણ સાંભળો. ||૪૪૧II શ્લોક :
अस्ति तावदहं तात! देशदर्शनकाम्यया । अपृष्ट्वा तातमम्बां च निर्गतो भवनात्तदा ।।४४२।। ततोऽनेकपुरग्रामखेटाकरमनोहरा ।
विलोकिता मया तात! भ्रान्त्वा भ्रान्त्वा वसुन्धरा ।।४४३।। શ્લોકાર્ચ -
હે તાત! અહીં દેશદર્શનની કામનાથી માતા-પિતાને પૂછ્યા વગર ત્યારે ભવનથી નીકળેલો હું હતો. ત્યારપછી હે તાત ! અનેક પુર, ગ્રામ, ખેટ, આકરથી મનોહર એવી વસુંધરા ભમી ભમીને મારા વડે જોવાઈ. ll૪૪૨-૪૪all બ્લોક :
अन्यदा भवचक्रेऽहं, संप्राप्तो नगरे पुरे । राजमार्गे मया दृष्टा, तत्रैका वरसुन्दरी ।।४४४।।
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ય :
અન્યદા ભવચક્રમાં હું પુર નામના નગરમાં સંપ્રાપ્ત થયો. રાજમાર્ગમાં મારા વડે ત્યાં એક શ્રેષ્ઠ સુંદરી જોવાઈ. ll૪૪૪l શ્લોક :
सा मां वीक्ष्य विशालाक्षी, परितोषमुपागता ।
रसान्तरं भजन्तीव, कीदृशी प्रविलोकिता? ।।४४५।। શ્લોકાર્ચ - મને જોઈને જાણે સાંતરને ભજતી તે વિશાલાક્ષી પરિતોષને પામી. કેવી જોવાઈ? Il૪પા શ્લોક -
सिक्तेवामृतसेकेन, कल्पपादपमञ्जरी । हृष्टा नीरदनादेन, नृत्यन्तीव मयूरिका ।।४४६।। प्रगे सहचरस्येव मिलिता चक्रवाकिका । अम्भोदबन्धनेनेव, विमुक्ता चन्द्रलेखिका ।।४४७।। राज्ये कृताभिषेकेव, क्षिप्तेव सुखसागरे ।
मया सा लक्षिता साध्वी, प्रीतिविस्फारितेक्षणा ।।४४८।। त्रिभिर्विशेषकम् । શ્લોકાર્ચ -
એથી કહે છે – અમૃતના સિંચનથી જાણે સિંચાયેલી કલ્પવૃક્ષની મંજરી ન હોય, નીરદના નાદથી મેઘના અવાજથી, હર્ષિત થયેલી, મોરલાની જેમ જાણે નૃત્ય કરતી ન હોય, સવારમાં સહચરને મળેલી સવાકિકા જેવી, વાદળાના બંધનથી જ વિમુક્ત થયેલી ચંદ્રલેખિકા જેવી, રાજ્યમાં કૃત અભિષેકવાળી જાણે સુખસાગરમાં ફેંકાયેલી મારા વડે પ્રીતિથી વિસ્ફારિત ચક્ષુવાળી તે સુંદરી જોવાઈ. ll૪૪૬થી ૪૪૮l. શ્લોક :
ततस्तां वीक्ष्य संपन्नो, ममापि प्रमदस्तदा ।
चित्तं ह्याीभवेदृष्टे, सज्जने स्नेहनिर्भरे ।।४४९।। શ્લોકાર્ચ -
ત્યારપછી તેને જોઈને મને પણ ભારે હર્ષ થયો. પિંકજે કારણથી, સ્નેહનિર્ભર સુંદર જન જોવાયે છતે ચિત આદ્ધ થાય છે. II૪૪૯ll.
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૩૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોક :
ततः कृतप्रणामोऽहं, प्रोक्तो दत्ताशिषा तया ।
ब्रूहि वत्स! कुतस्त्योऽसि ? त्वं मे हृदयनन्दन ! ।।४५०।। શ્લોકાર્ચ -
તેથી કરાયેલા પ્રણામવાળો, અપાયેલા આશિષવાળી તેણી વડે હું કહેવાયો. હે વત્સ! ક્યાંનો તું છો ? હે હૃદયનંદન ! મને તું કહે. ll૪૫oll
मार्गानुसारितासंगमः શ્લોક :
मयोक्तमम्ब! जातोऽहं, धिषणाया धरातले । पुत्रोऽहं बुधराजस्य, देशकालिकयोगतः ।।४५१।।
વિચારને માર્ગાનુસારિતાનો મેળાપ શ્લોકાર્થ :
મારા વડે કહેવાયું. હે માતા ! ધરાતલમાં ધિષણાથી હું ઉત્પન્ન થયો. દેશકાલિક યોગથી બુધરાજાનો હું પુત્ર છું. ll૪પ૧|| શ્લોક :
एतच्चाकर्ण्य सा नारी, विलसन्नयनोदका । स्नेहेन मां परिष्वज्य, चुम्बित्वा मस्तके मुहुः ।।४५२।। ततः प्राह महाभाग! चारु चारु कृतं त्वया ।।
त्वमादावत्र मे वत्स! विदितश्चित्तलोचनैः ।।४५३।। શ્લોકાર્ચ -
આ સાંભળીને વિકાસ પામતાં નેત્રોમાંથી નીકળતા પાણીવાળી તેનારી મને સ્નેહથી આલિંગન કરીને, મસ્તક ઉપર વારંવાર ચુંબન કરીને, ત્યારપછી કહે છે હે મહાભાગ! તારા વડે સુંદર સુંદર કરાયું. હે વત્સ ! પ્રારંભમાં અહીં આ સ્થાનમાં, તું ચિત્તરૂપી લોચન વડે જણાયો. ll૪૫-૪૫all
બ્લોક :
जातिस्मरे जनस्यैते, लोचने हृदयं च भोः । यतोऽमूनि विजानन्ति, दृष्टमात्रं प्रियाप्रियम् ।।४५४।।
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
આ બે લોચન અને હૃદય જનનું જાતિસ્મરણ છે. જે કારણથી આ હૃદય અને લોચન દષ્ટ માત્રમાં પ્રિયાપ્રિયને જાણે છે. ll૪૫૪ll શ્લોક :
वत्स! त्वं नैव जानी, मां प्रायेण विशेषतः ।
लघिष्ठोऽसि मया वत्स! विमुक्तो बालकस्तदा ।।४५५ ।। શ્લોકાર્ચ -
હે વત્સ! તું મને પ્રાયઃ વિશેષથી જાણતો નથી. હે વત્સ! તું નાનો છે ત્યારે બાળક એવો તું મારા વડે મુકાયો. ll૪પપા શ્લોક :
अहं हि मातुस्ते वत्स! धिषणाया वयस्यिका ।
वल्लभा बुधराजस्य, नाम्ना मार्गानुसारिता ।।४५६।। શ્લોકાર્ચ -
દિ જે કારણથી, હે વત્સ ! હું તારી માતા ધિષણાની સખી છું. અને બુધરાજાની માર્ગાનુસારિતા નામવાળી વલ્લભા છું. II૪૫૬ll શ્લોક :
शरीरं जीवितं प्राणाः सर्वस्वं मम साऽनघा ।
तव माता महाभाग! पिता ते जीविताधिकः ।।४५७।। શ્લોકાર્ચ -
હે મહાભાગ ! તારી તે નિર્દોષ માતા મારું શરીર, જીવિત, પ્રાણ સર્વસ્વ છે. તારા પિતા જીવિતથી અધિક છે. ll૪પ૭ll શ્લોક :
तयोरेव समादेशादहं लोकविलोकनम् ।
कर्तुं विनिर्गता वत्स! जातमात्रे पुरा त्वयि ।।४५८।। શ્લોકાર્થ :
તે બંનેના જ=બુધના અને ધિષણાના, સમાદેશથી લોકના વિલોકનને કરવા માટે હે વત્સ! પૂર્વમાં તારો જન્મ માત્ર થતે છતે હું નીકળેલી છું. II૪૫૮ll
Page #246
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૩૫
શ્લોક :
अतो मे भागिनेयस्त्वं, पुत्रस्त्वं जीवितं तथा ।
सर्वस्वं परमात्मा च, सर्वं भवसि सुन्दर! ।।४५९।। શ્લોકાર્ચ -
આથી મારો તું ભાણેજ છો, તું ખુબ છો, તું જીવિત છો, સર્વસ્વ છો અને પરમાત્મા છો. હે સુંદર ! તું સર્વ છે. I૪૫૯ll શ્લોક :
सुन्दरं च कृतं वत्स! देशदर्शनकाम्यया ।
यदेवं निर्गतो गेहाज्जिगीषुस्त्वं न संशयः ।।४६०।। શ્લોકાર્થ :
અને હે વત્સ ! દેશદર્શનની કામનાથી. ઘરથી નીકળવાની ઈચ્છાવાળો તું આ રીતે જે કારણથી નીકળ્યો તે સુંદર કરાયું, સંશય નથી. I૪૬oll શ્લોક :
તથयो न निर्गत्य निःशेषां, विलोकयति मेदिनीम् ।
अनेकाद्भुतवृत्तान्तां, स नरः कूपदर्दुरः ।।४६१।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – નીકળીને ગૃહથી નીકળીને, અનેક અદ્ભુત વૃતાંતવાળી નિઃશેષ પૃથ્વીને જે જોતો નથી, તે નર કૂવામાં રહેલા દેડકા જેવો છે. II૪૬૧II શ્લોક :
યત:क्व विलासाः क्व पाण्डित्यं, क्व बुद्धिः क्व विदग्धता । क्व देशभाषाविज्ञानं, क्व चैषाऽऽचारचारुता? ।।४६२।। यावद्भूर्तशताकीर्णा, नानावृत्तान्तसङ्कुला ।
नानेकशः परिभ्रान्ता, पुरुषेण वसुन्धरा ।।४६३।। युग्मम् । શ્લોકાર્થ :જે કારણથી ક્યાં વિલાસો છે ? ક્યાં પાંડિત્ય છે ? ક્યાં બુદ્ધિ છે ? ક્યાં ચાતુર્ય છે ? ક્યાં
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
દેશભાષાનું વિજ્ઞાન છે ? ક્યાં આ આચારસુંદરતા છે? સેંકડો ધૂથી આકીર્ણ, અનેક પ્રકારના વૃતાંતોથી યુક્ત, વસુંધરા પુરુષ વડે અનેક વખત જ્યાં સુધી પરિભ્રમણ કરાઈ નથી, ત્યાં સુધી તે નર કૂવાનો દેડકો છે. ll૪૬૨-૪૬૩ શ્લોક :
तथेदं सुन्दरतरं, वत्सेन विहितं हितम् ।
भवचक्रे यदायातस्त्वमत्र नगरे परे ।।४६४।। શ્લોકાર્ધ :
તે પ્રમાણે આ સુંદરતર હિત ભવચક્રમમાં વત્સ વડે કરાયું, જે કારણથી શ્રેષ્ઠ એવા નગરમાં તું આવ્યો. ll૪૬૪ll
શ્લોક :
इदं हि नगरं वत्स! भूरिवृत्तान्तमन्दिरम् । अनेकाद्भुतभूयिष्ठं, विदग्धजनसङ्कुलम् ।।४६५ ।।
શ્લોકાર્ય :
કિજે કારણથી, હે વત્સ ! આ નગર ઘણા વૃતાંતોનું મંદિર, અનેક અદ્ભુતથી શ્રેષ્ઠ, વિદગ્ધ જનથી યુક્ત છે. I૪૬૫ll શ્લોક :
विलोकयति यः सम्यगेतद्धि नगरं जनः ।
तेन सर्वमिदं दृष्टं, भुवनं सचराचरम् ।।४६६।। શ્લોકાર્ચ -
જે જે જન, આ નગરને સમ્યમ્ અવલોકન કરે છે, તેના વડે ચરાચર એવું આ સર્વ ભુવન જોવાયું છે. I૪૬૬ll શ્લોક :
अथवा किमनेन बहुना?धन्याऽस्मि, कृतकृत्याऽस्मि, यस्या मे दृष्टिगोचरम् ।
स्वत एवागतोऽसि त्वं, वत्स! सद्रत्नपुञ्जकः ।।४६७।। શ્લોકાર્થ :અથવા બહુ એવા આનાથી શું? તારા દેશદર્શનની કામનાથી આગમનના વિષયમાં બહુ
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૩૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ કહેવાથી શું? તું ધન્ય છે, કૃતકૃત્ય છે, જે મારી દષ્ટિગોચરને સત્નનો પુંજ એવો તું હે વત્સ! સ્વતઃ જ આવ્યો છે. ll૪૬૭ll શ્લોક :
मयोक्तमम्ब! यद्येवं, ततो मे चारु वेधसा ।
इदं संपादितं हन्त, मीलितोऽहं यदम्बया ।।४६८।। શ્લોકાર્ચ -
મારા વડે કહેવાયું, હે અંબા ! જો આ પ્રમાણે છે=આ નગરમાં તને પ્રાપ્ત કરીને હું ધન્ય થયો છું એ પ્રમાણે છે, તો વેધ વડે ભાગ્ય વડે, ખરેખર મારું આ સુંદર સંપાદિત કરાયું, જે કારણથી હું માતાની સાથે મળ્યો. ll૪૬૮ શ્લોક -
अधुना दर्शयत्वम्बा, प्रसादेन विशेषतः ।
ममेदं बत निःशेषं, भवचक्रं महापुरम् ।।४६९।। શ્લોકાર્ધ :
હે અંબા ! હવે કૃપા કરીને મને આ આખું ભવચક્ર નામનું મહાપુર બતાવો. ૪૬૯ll. શ્લોક :__ ततः सा बाढमित्युक्त्वा, तात! मार्गानुसारिता ।
समस्तं भवचक्रं मे, सवृत्तान्तमदर्शयत् ।।४७०।। શ્લોકાર્ચ -
ત્યારપછી સારું એ પ્રમાણે કહીને હે તાત બુધ ! તે માર્ગાનુસારિતાએ મને સવૃતાંત સમસ્ત ભવચક્ર બતાવ્યું. ll૪૭૦|| ભાવાર્થ :
પૂર્વમાં ભુજંગતાએ બુધ અને મંદ પાસે પોતાનો પૂર્વનો પરિચય બતાવ્યો, તે સાંભળીને બુધ મૌન લે છે અને વિચારે છે કે આ ઘાણ શઠ છે અને બુધે પોતે ગુફા વગેરે જોઈ, તે શું છે ? તેનો નિપુણતાપૂર્વક વિચાર કરે છે. મારું શરીરરૂપ ક્ષેત્ર છે. તે પર્વત છે. મારી આ નાસિકા છે તે મહાગુફા છે અને આ નાસિકામાં ધ્રાણેન્દ્રિય રહેલી છે. તેથી મારે એનું પાલન કરવું જોઈએ એમાં સંશય નથી. પરંતુ જે ભુજંગતા–ધ્રાણેન્દ્રિયમાં આસક્તિરૂપ પરિણતિ કહે છે તે મારે કરવું જોઈએ નહીં, પરંતુ જ્યાં સુધી આ શરીરરૂપ ક્ષેત્રને મૂકું નહીં ત્યાં સુધી આ મતિજ્ઞાનના ઉપયોગરૂપ ધ્રાણનું વિશુદ્ધ માર્ગથી પાલન કરવું જોઈએ અર્થાતુ ધ્રાણેન્દ્રિય મળી છે. તેથી તે તે ઇન્દ્રિયોથી જે બોધ થાય તેનો યથાર્થ બોધ કરવો જોઈએ પરંતુ ધ્રાણેન્દ્રિય જે જે માંગણી કરે
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ તે સર્વ પોષવી જોઈએ નહીં. આ રીતે બુધપુરુષ ભૂતકાળની આરાધનાથી નિર્મલમતિવાળો છે તેથી ઘ્રાણેન્દ્રિયનું પાલન કરવા છતાં આસક્તિના અભાવને કારણે દોષોથી અર્થાત્ ક્લિષ્ટકર્મ બંધોથી જોડાતો નથી અને પુણ્યના ઉદયથી મળેલી ઘ્રાણેન્દ્રિયને અનુકૂળ ઉત્તમ ભોગસામગ્રીથી શ્રેષ્ઠ સુખને પ્રાપ્ત કરે છે; કેમ કે ગૃહસ્થ અવસ્થામાં રાજકુળમાં જન્મેલ હોય ત્યારે ઘ્રાણેન્દ્રિયને અનુકૂળ ઘણા ભોગો મળે છે, તોપણ આસક્તિ નહીં હોવાથી કંઈક મંદ મંદ ભોગની ઇચ્છા થાય છે, તે ઇષ્ટ એવા ઘ્રાણના ભોગથી શાંત થાય છે તેથી ઉત્તમ સુખ મળે છે.
વળી, મંદ આસક્તિરૂપ ભુજંગતાને અનુસરીને ઘ્રાણના લાલનપાલનમાં લંપટ બને છે. તેથી સતત નવા નવા સુગંધી પદાર્થો પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિથી અને ભોગવવાની ઇચ્છાથી વ્યાકુળ રહે છે. તેથી તેને ઘ્રાણેન્દ્રિયજન્ય તૃપ્તિ થતી નથી માટે અતૃપ્ત આત્મા સદા દુઃખસાગરને પ્રાપ્ત કરે છે. કેવી રીતે મંદ દુઃખને પામ્યો ? તે સ્પષ્ટ કરતાં કહે છે – સુગંધી દ્રવ્યોને એકઠા કરવામાં ઉદ્યત માનસવાળો દિવસ-રાત મૂઢ એવો તે સતત ક્લેશો કરે છે અને દુર્ગંધના પરિહારને કરતો સદા ખેદ પામે છે અર્થાત્ દુર્ગંધી પદાર્થો પ્રાપ્ત થાય છે ત્યારે આકુળ-વ્યાકુળ થાય છે. બુધની જેમ શમસૌષ્યને જાણતો નથી અર્થાત્ અનિચ્છામાં જ સુખ છે એ પ્રકારના પરમાર્થને જાણતો નથી. જ્યારે બુધને તો અનિચ્છામાં જ સુખ દેખાય છે, તેથી પુણ્યથી મળેલી ઉત્તમ ભોગસામગ્રીથી કંઈક મંદ ઇચ્છા છે, તે શમે છે જેથી શમના સૌષ્યને બુધ પામે છે. ફક્ત મંદને મોહનો ઉદય હોવાને કારણે પરમાર્થથી દુઃખી હોવા છતાં પોતાને સુખી માને છે.
વળી, આ બાજુ બુધનો વિચાર નામનો પુત્ર યૌવનમાં આરૂઢ થયો. તેથી દેશકાલને જોવાની ઇચ્છાથી તે રાજપુત્ર ઘરથી નીકળીને દેશાટન કરવા જાય છે અને તે પ્રથમ બહિરંગ અને ત્યારપછી અંતરંગ દેશોમાં ફરીને સ્વઘરમાં આવે છે. તેથી એ પ્રાપ્ત થાય કે બુધ અને ધિષણાનો પુત્ર વિચાર છે અને તે વિચાર એ જીવનો મતિજ્ઞાનના તત્ત્વને જોવાને અનુકૂલ ઉચિત ઉપયોગ સ્વરૂપ છે. બુધ જ્યારે બાલ્યાવસ્થામાં છે ત્યારે તે વિચાર પણ માર્ગાનુસારી હોવા છતાં તત્ત્વને જોવામાં વિશેષથી પ્રવર્તતો નથી, પરંતુ જ્યારે તે બુધ પુરુષની બુદ્ધિ પકવ બને છે ત્યારે તેનો વિચાર યૌવન અવસ્થામાં આરૂઢ બને છે. તેથી આ જગતના બાહ્ય દેશો કઈ રીતે પ્રવર્તે છે અને અંતરંગ દેશો કઈ રીતે પ્રવર્તે છે તેને જોવાની ઇચ્છાથી બુધનો ઊહ પ્રવર્તે છે જે વિચાર સ્વરૂપે છે.
વળી તે ઊહ સંસારમાં કઈ રીતે નગરોની વ્યવસ્થા છે, કઈ રીતે મનુષ્યનગરી ગતિ છે, કઈ રીતે આ ભવચક્ર પ્રવર્તે છે, તે સર્વ જોવા માટે વ્યાપારવાળું થાય છે ત્યારપછી બુધનો તે મતિજ્ઞાનના ઉપયોગરૂપ ઊહ અંતરંગ જીવના પરિણામમાં થતા અંતરંગભાવોને જોવામાં પ્રવર્તે છે અને તે જોઈને તે વિચાર બુધ પાસે આવે છે. ત્યારે પુત્રનો સમાગમનો મહોત્સવ ધિષણા અને બુધ કરે છે. તે વિચારને બોધ થયો કે બુધે અને મંદે ઘ્રાણ સાથે મૈત્રી કરી છે તેથી વિચાર કહે છે આ ઘ્રાણ સુંદર નથી, દુષ્ટ છે. માટે મંદ અને બુધ તમે બંનેએ ઘ્રાણ સાથે જે મૈત્રી કરી છે તે ઉચિત નથી. તેથી એ ફલિત થાય કે બુધનું માર્ગાનુસારી ઊહ ઘ્રાણને વશ થવું તે ઉચિત જણાતું નથી તેમ બતાવે છે. કેમ ઉચિત નથી ? તે બતાવવા અર્થે વિચાર કહે છે. હું બહારના દેશોને અને અંતરંગ દુનિયાને જોવાની ઇચ્છાથી તમને પૂછ્યા વગર નીકળેલો. અન્યદા હું
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૩૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ભવચક્રનગરમાં પુર નામના નગરમાં પ્રાપ્ત થયો. ત્યાં મને રાજમાર્ગમાં શ્રેષ્ઠ સુંદરી દેખાઈ. જે મને જોઈને અતિર્ષિત થઈ. તેથી એ પ્રાપ્ત થાય કે વિચાર બાહ્ય નગરોમાં ફર્યા પછી અંતરંગ નગરમાં જાય છે ત્યાં માર્ગાનુસારિતા નામની સ્ત્રી સાથે તેનો યોગ થાય છે. જે માર્ગાનુસારિતા વિચારને જોઈને અત્યંત પ્રીતિવાળી થાય છે; કેમ કે બુધ પુરુષનો વિચાર માર્ગાનુસારિતા સાથે અત્યંત સંબંધવાળો છે આથી બુધ પુરુષો જે કંઈ વિચાર કરે તે મોક્ષમાર્ગને અનુસરનારા હોય છે તેથી તે માર્ગાનુસારિતા વિચારને કહે છે કે તારી માતા ધિષણાની હું પ્રિયસખી છું અને બુધ પણ મને અત્યંત વલ્લભ છે. તેથી એ ફલિત થાય કે જીવમાં તત્ત્વને જોનારી ધિષણા છે. તે માર્ગાનુસારી સાથે અત્યંત પ્રીતિવાળી છે અને બુધને પણ માનુસારિતા અત્યંત પ્રિય લાગે છે. આથી જ બુધ પુરુષો હંમેશાં માર્ગાનુસારી બુદ્ધિથી સર્વ વિચાર કરે છે. આથી જ બુધને માર્ગાનુસારિતા વલ્લભ હોય છે, કેમ કે બુધને છોડીને જીવમાં માર્ગાનુસારિતા આવતી નથી, અને બુધ તે જ છે કે જે સંસારનું વાસ્તવિક સ્વરૂપ યથાર્થ જોવામાં મહિને પ્રવર્તાવે છે,
વળી બુધ, ધિષણા, માર્ગાનુસારિતા અને વિચાર એ પરસ્પર જીવના અંતરંગ પરિણામો છે. આથી જ માર્ગાનુસારિતા વિચારને કહે છે. તું મારો જીવિત છો, તું મારો પ્રાણ છો; કેમ કે તત્ત્વનો વિચાર જ માર્ગાનુસારિતાનો પ્રાણ, જીવિત છે. વળી, માર્ગાનુસારિતા વિચારને કહે છે કે દેશદર્શનની ઇચ્છાથી તું અહીં આવ્યો તે સુંદર કર્યું, કેમ કે બુધમાં રહેલો વિચારનો પરિણામ જ્યારે અવલોકનમાં પ્રવર્તે છે, ત્યારે
જ્યાં માર્ગાનુસારિતા રહેલી છે એ દિશા તરફ જ જાય છે, જેથી વિચાર માર્ગાનુસારિતાને પુષ્ટ કરે છે અને માર્ગાનુસારિતાથી પુષ્ટ થયેલો વિચાર સુખપૂર્વક આત્મહિત સાધી શકે છે. આથી જ માર્ગાનુસારિતાએ વિચારને સમસ્ત ભવચક્રનું સ્વરૂપ યથાવતું બતાવ્યું. કઈ રીતે યથાવત્ બતાવ્યું તે બતાવે છે.
सात्त्विकमानसनगरादिदर्शनम् બ્લોક :
अथैकत्र मया दृष्टं, पुरं तत्र महागिरिः । तच्छिखरे रमणीयं च, निविष्टमपरं पुरम् ।।४७१।।
સાત્વિકમાનસનગર આદિનું દર્શન શ્લોકાર્થ :
હવે એક ઠેકાણે મારા વડે વિચાર વડે, નગર જોવાયું. ત્યાં મહાગિરિ છે અને તેના શિખરમાં રમણીય એવું બીજું પુર છે. ૪૭૧|| શ્લોક :
ततो मयोक्तंनिवेदयाम्ब! किंनाम, पुरमेतदवान्तरम् । किंनामायं गिरिः किं च, शिखरे दृश्यते पुरम् ? ।।४७२।।
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૪૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ય :
તેથી મારા વડે કહેવાયું. હે માતા ! કયા નામવાળું આ અવાંતરપુર છે=ભવચક્ર મહાનગરનું અવાંતરપુર છે. નિવેદન કરો. કયા નામવાળો આ ગિરિ છે-અવાંતરપુરમાં રહેલો આ પર્વત કયા નામવાળો છે અને શિખરમાં આ પર્વતના શિખરમાં, પુર નગર, કયું છે ? Il૪૭૨ા. શ્લોક :
मार्गानुसारिता प्राह, वत्स! नो लक्षितं त्वया? ।
सुप्रसिद्धमिदं लोके, पुरं सात्त्विकमानसम् ।।४७३।। શ્લોકાર્ચ -
માર્ગાનુસારિતા કહે છે. હે વત્સ ! વિચાર ! તારા વડે જણાયું નથી, લોકમાં આ સુપ્રસિદ્ધ સાત્વિકમાનસ નામનું પુર છે. ll૪૭૩| શ્લોક :
एषोऽपि सुप्रसिद्धोऽत्र, विवेकवरपर्वतः ।
प्ररूढमप्रमत्तत्वमिदं च शिखरं जने ॥४७४।। શ્લોકાર્ચ -
અહીં=સાત્વિકમાનસપુરમાં, આ પણ સુપ્રસિદ્ધ એવો વિવેકવર પર્વત છે અને લોકમાં આ શિખર અપ્રમતત્વરૂપે પ્રરૂઢ છે પ્રસિદ્ધ છે. ll૪૭૪ll શ્લોક :
इदं तु भुवनख्यातं, वत्स! जैन महापुरम् ।
तव विज्ञातसारस्य, कथं प्रष्टव्यतां गतम्? ।।४७५।। શ્લોકાર્ધ :
વળી, હે વત્સ ! ભવનમાં ખ્યાત એવું જૈન મહાપુર છે. વિજ્ઞાતસાર એવા તને કઈ રીતે પ્રશ્નનો વિષય થયો ?=પૂછવાનો વિષય થયો ? Il૪૭પી શ્લોક :
यावत्सा कथयत्येवं, मम मार्गानुसारिता ।
तावज्जातोऽपरस्तत्र, वृत्तान्तस्तं निबोध मे ।।४७६।। શ્લોકાર્ય :
જ્યાં સુધી તે માર્ગાનુસારિતા મને આ પ્રમાણે કહે છે ત્યાં સુધી જ્યાં હું માર્ગાનુસારિતા સાથે બેઠો હતો, ત્યાં અપર વૃત્તાંત થયો. મારા તે વૃત્તાંતને સાંભળો. ૪૭૬ll
Page #252
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
गाढं प्रहारनिर्भिन्नो, नीयमानः सुविह्वलः । पुरुषैर्वेष्टितो दृष्टो, मयैको राजदारकः ।।४७७।।
શ્લોકાર્થ :
ગાઢ પ્રહારથી ભેદ કરાયેલો, અત્યંત વિલ્વલ, રાજપુત્રોથી વીંટળાયેલો લઈ જવાતો એક રાજપુત્ર મારા વડે જોવાયો. II૪૭૭]I
શ્લોક ઃ
શ્લોક ઃ
ततो मयोक्तं
क एष दारको मातः ! किं वा गाढप्रहारितः ।
कुत्र वा नीयते लग्नाः, के वाऽमी परिचारकाः ? ।।४७८ ।।
શ્લોકાર્થ ઃ
તેથી=રાજપુરુષોથી વેષ્ટિત લઈ જવાતો જોવાયો તેથી, મારા વડે કહેવાયું=વિચાર વડે કહેવાયું – હે માતા ! આ રાજપુત્ર કોણ છે ? અથવા કેમ ગાઢ પ્રહારિત છે ? અથવા ક્યાં લઈ જવાય છે ? અથવા લાગેલા આ પરિચારકો કોણ છે ? ।।૪૭૮||
संयमपराभवः
૨૪૧
मार्गानुसारिता प्राह, विद्यतेऽत्र महागिरौ ।
राजा चारित्रधर्माख्यो यतिधर्मस्तु तत्सुतः ।।४७९।।
સંયમનો પરાભવ
શ્લોકાર્થ ઃ
માર્ગાનુસારિતા કહે છે. આ મહાગિરિમાં ચારિત્રધર્મ નામનો રાજા વિદ્યમાન છે. વળી, તેનો પુત્ર યતિધર્મ છે. II૪૭૯||
શ્લોક ઃ
तस्यायं संयमो नाम, पुरुषः ख्यातपौरुषः ।
एकाकी च क्वचिद्दृष्टो, महामोहादिशत्रुभिः ।।४८०।।
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૪૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
તેનો આ સંયમ નામનો ખ્યાતપરુષવાળો પુરુષ છે. અને ક્યાંક મહામોહાદિ શત્રુઓ વડે એકલો જોવાયો. ૪૮૦II શ્લોક :
ततो बहुत्वाच्छत्रूणां, प्रहारैर्जर्जरीकृतः । अयं निर्वाहितो वत्स! रणभूमेः पदातिभिः ।।४८१।।
શ્લોકાર્ય :
તેથી શત્રુઓનું બહુપણું હોવાથી મહામોહાદિ શત્રુઓ ઘણા હોવાથી, પ્રહારો વડે જર્જરિત કરાયો. હે વત્સ!પદાતિઓ વડે-ચારિત્રધર્મના સૈનિકો વડે, રણભૂમિથી આ નિર્વાહિત કરાયો સંયમ નિર્વાહિત કરાયો. ll૪૮૧TI શ્લોક :
अमी पदातयो वत्स! नेष्यन्तीमं स्वमन्दिरे ।
अस्य चात्र पुरे जैने, सर्वे तिष्ठन्ति बान्धवाः ।।४८२।। શ્લોકાર્ચ -
હે વત્સ ! આ પદાતિઓ સ્વમંદિરમાં આને રાજપુત્રને, લઈ જશે અને આ જેનપુરમાં આના= સંયમના, સર્વ બંધુઓ રહેલા છે. I૪૮૨ાા શ્લોક :
મયો-ષ્યિાदृष्ट्वेमं यत्करिष्यन्ति, शत्रुभिः परिपीडितम् ।
चारित्रधर्मराजाद्या, बृहन्मे तत्र कौतुकम् ।।४८३।। શ્લોકાર્ચ -
મારા વડે કહેવાયું. હે માતા !=માર્ગાનુસારિતા!શત્રુઓ વડે પરિપીડિત એવા આને રાજપુત્રને, જોઈને ચારિત્રધર્માદિ રાજાઓ જે કરશે તેમાં તેના વિષયમાં, મને ઘણું કૌતુક છે. ll૪૮all શ્લોક :
अतो महाप्रसादेन, नीत्वा मां गिरिमस्तके । अधुना दर्शयत्वम्बा, स्वामिनोऽस्य विचेष्टितम् ।।४८४ ।।
Page #254
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૪૩
શ્લોકાર્ચ -
આથી=મને તે પ્રકારનું કૌતુક છે આથી, મહાપ્રસાદથી ગિરિના મસ્તકમાં મને લઈ જઈને હવે અંબા ! આનું સંયમના સ્વામીનું યતિધર્મનું, વિચેષ્ટિત હમણાં બતાવો. ll૪૮૪ll શ્લોક :
मार्गानुसारितयोक्तं-वत्सैवं क्रियते, ततस्तदनुमार्गेण, विवेकगिरिमस्तके ।
आरूढा सा मया साधु, तत्र मार्गानुसारिता ।।४८५।। શ્લોકાર્ચ -
માર્ગાનુસારિતા વડે કહેવાયું. હે વત્સ! એ પ્રમાણે કરાય છે. ત્યારપછી એ પ્રમાણે કરાય છે એમ કહ્યા પછી, તેના અનુમાર્ગથી લઈ જવાતા એવા તે સંયમના અનુમાર્ગથી, તે વિવેકગિરિના મસ્તકમાં માર્ગાનુસારિતા મારી સાથે આરૂઢ થઈ. ll૪૮૫ા. શ્લોક :
अथ तत्र पुरे जैने, राजमण्डलमध्यगः ।
दृष्टश्चित्तसमाधाने, मण्डपे स महानृपः ।।४८६।। શ્લોકાર્ચ -
હવે તે જેનપુરમાં ચિત્તસમાધાનમંડપમાં રાજમંડલના મધ્યમાં રહેલો તે મહાનુપ જોવાયો ચારિત્રધર્મરાજા જોવાયો. II૪૮૬ો. શ્લોક :
नामतो गुणतः सर्वे, वर्णिताश्च पृथक् पृथक् ।
ममाग्रे ते महीपालास्तया विज्ञाततत्त्वया ।।४८७।। શ્લોકાર્ય :
નામથી અને ગુણથી પૃથફ પૃથક્ મારી આગળ તે સર્વ રાજાઓ વિજ્ઞાતતત્ત્વવાળી એવી તેણી વડે માર્ગાનુસારિતા વડે, વર્ણન કરાયા. ll૪૮૭ll શ્લોક :
इतश्च तैर्नरैस्तूर्णं समानीतः स संयमः । दर्शितश्च नरेन्द्रस्य, वृत्तान्तश्च निवेदितः ।।४८८।।
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
અને આ બાજુ તે મનુષ્યો વડે=ચારિત્રધર્મના સૈનિકો વડે, તે સંયમ શીઘ લવાયો. અને રાજાને બતાવાયો ચારિત્રધર્મરાજાને સંયમ બતાવાયો. અને વૃતાંત નિવેદન કરાયો. ૪૮૮
चारित्रधर्मराजसभायां सम्भ्रमः શ્લોક :
ततस्तं तादृशं ज्ञात्वा, शत्रुजन्यं पराभवम् । तत्रास्थाने समस्तास्ते, सुभटाः क्षोभमागताः ।।४८९।।
ચારિત્રધર્મની રાજસભામાં સંભ્રમ શ્લોકાર્ચ -
તેથી તેવા પ્રકારના શત્રુજવ્ય પરાભવ જાણીને તે સ્થાનમાં ચિત્તસમાધાનમંડપમાં, સમસ્ત પણ તે સુભટો ક્ષોભને પામ્યા. l૪૮૯ll શ્લોક :
તતभीमध्वानैः कराघातप्रकम्पितमहीतलैः ।
तैर्जातं तत्सदः क्षोभविभ्रान्तोदधिसन्निभम् ।।४९०।। શ્લોકાર્ચ -
અને તેથી ભયંકર અવાજવાળા હાથના ઘાતથી પ્રકંપિત મહીતલવાળા તેઓ વડે-તે મંડપમાં રહેલા સુભટો વડે, ક્ષોભથી વિભ્રાંત થયેલા સમુદ્ર જેવું તે રાજમંદિર થયું. ll૪૯oll શ્લોક :
केचिन्मुञ्चन्ति हुङ्कारं, कुपितान्तकसन्निभाः ।
भुजमास्फालयन्त्यन्ये, पुलको’दसुन्दराः ।।४९१।। શ્લોકાર્થ :
કોપાયમાન થયેલા યમદેવ જેવા કેટલાક હુંકારો મૂકે છે. રોમાંચ થવાને કારણે સુંદર એવા અન્ય ભુજાને આસ્ફાલન કરે છે. ll૪૯૧ી. શ્લોક :
रोषरक्ताननाः केचिज्जाता भृकुटिभीषणाः । अन्ये तूत्तानितोरस्काः, खड्गे विन्यस्तदृष्टयः ।।४९२।।
Page #256
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૪૫
શ્લોકાર્ચ - રોષથી રક્ત થયેલા મુખવાળા કેટલાક ભૃકુટિથી ભીષણ થયા. વળી, ખગમાં સ્થાપન કરી છે દષ્ટિ જેમણે એવા અન્ય ઉત્તાનિત ઉરકવાળા થયાત્રફલાયેલી છાતીવાળા થયા. ll૪૯ો.
શ્લોક :
क्रोधान्धबुद्धयः केचित्संपन्ना रक्तलोचनाः ।
अन्ये स्फुटाट्टहासेन, गर्जिताखिलभूधराः ।।४९३।। શ્લોકાર્ચ -
ક્રોધથી અંધ બુદ્ધિવાળા કેટલાક રક્તલોયનવાળા થયા. વળી, અન્ય રાષ્ટ અટ્ટહાસ્યથી ગજિત થયેલી અખિલ ભૂધરવાળા થયા. ll૪૯all શ્લોક :
अन्येऽन्तस्तापसंरम्भाद्विगलत्स्वेदबिन्दवः ।
केचिद्रक्ताङ्गभीमाभाः, साक्षादिव कृशानवः ।।४९४ ।। શ્લોકાર્ધ :
અંતતાપના સંરંભથી ગળતા સ્વેદના બિંદુવાળા એવા અન્ય કેટલાક રક્તના અંગથી ભીમ જેવા જાણે સાક્ષાત્ યમરાજ જેવા થયા. ll૪૪ll શ્લોક :
अतस्तं तादृशं वीक्ष्य, क्षुभितं राजमण्डलम् ।
चारित्रधर्मराजेन्द्र, सद्बोधः प्रत्यभाषत ।।४९५ ।। શ્લોકાર્ય :
આથી તેવા પ્રકારના ક્ષભિત તે રાજમંડલને જોઈને ચારિત્રધર્મરાજા પ્રત્યે સધ્ધોધમંત્રી બોલ્યો, Il૪લ્પા શ્લોક :
देव! नैष सतां युक्तो, धीराणां कातरोचितः ।
अकालनीरदारावसन्निभः क्षोभविभ्रमः ।।४९६ ।। શ્લોકા :
હે દેવ ! સજ્જન એવા ધીરપુરુષોને અકાલ વાદળાંના અવાજ જેવા ક્ષોભનો વિભ્રમ યુક્ત નથી. ll૪૯૬ll
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
બ્લોક :
तस्मादेते निवार्यन्तामलमुत्तालमानसाः ।
राजानः क्रियतामेषामभिप्रायपरीक्षणम् ।।४९७।। શ્લોકાર્ચ -
તે કારણથી ઉત્તાલમાનસવાળા આ રાજાઓ અત્યંત નિવારણ કરાય, આમના અભિપ્રાયનું પરીક્ષણ કરો. I૪૯૭ll શ્લોક -
ततो निवारणाकूतलीलया प्रविलोकिताः । चारित्रधर्मराजेन, क्षणं मौनेन ते स्थिताः ।।४९८ ।।
શ્લોકાર્ચ :
ત્યારપછી સબોધે ચારિત્રધર્મરાજાને ઉપરમાં કહ્યું એ પ્રમાણે કહ્યું ત્યારપછી, ચારિત્રધર્મરાજા વડે નિવારણાના ઈરાદાની લીલાથી=સંબોધે કહ્યું એ પ્રમાણે રાજાઓના ક્ષોભના નિવારણાના ઈરાદાની લીલાથી, જોવાયા-રાજાઓ જોવાયા, તેઓ ક્ષણ મૌન રહ્યા. ll૪૯૮).
શ્લોક :
उक्ताश्च ते तेन नराधिपेनयथा भो भो महीपाला! ब्रत यद्वो विवक्षितम् । एवं व्यवस्थिते कार्ये, किमत्र क्रियतामिति? ।।४९९।।
શ્લોકાર્ય :
તે રાજાઓ, તે નરાધિપ વડે ચારિત્રધર્મરાજા વડે, કહેવાયા. શું કહેવાયા ? તે ‘ાથા'થી બતાવે છે, હે મહીપાલો! જે તમારું વિવક્ષિત છે તે બોલો, આ પ્રમાણે કાર્ય વ્યવસ્થિત હોતે જીતે સંયમનો પરાભવ કરનારા મહામોહાદિનો પ્રતીકાર કરવા રૂપ કાર્ય વ્યવસ્થિત હોતે છતે, અહીં એના વિષયમાં, શું કરાય? ll૪૯૯ll. શ્લોક :
एतच्चाकर्ण्यसत्यशौचतपस्त्यागब्रह्माद्यास्ते नराधिपाः । प्रवृद्धरभसोत्साहा, योद्धुकामाः प्रभाषिताः ।।५००।।
Page #258
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૪૭
શ્લોકાર્ચ -
અને આને સાંભળીને ચારિત્રધર્મરાજાના આ પ્રકારના વચનને સાંભળીને, પ્રવૃદ્ધ થયો છે રભસ પ્રચંડ, ઉત્સાહ જેમને એવા સત્ય, શૌચ, તપ, ત્યાગ, બ્રહ્મ આદિ તે રાજાઓ યુદ્ધની ઈચ્છાવાળા બોલ્યા. II૫oolI શ્લોક :
इत्थं महापराधे तैः, संयमस्य कदर्थने ।
प्रसह्य विहिते देव! किमद्यापि विलम्ब्यते? ।।५०१।। શ્લોકાર્ચ -
આ રીતે તેઓ વ=મહામોહાદિ વડે, સંયમની મહાઅપરાધવાળી અત્યંત કદર્થના કરાય છતે હે દેવ ! કેમ હજી પણ વિલંબન કરાય છે ? .પ૦૧. શ્લોક :
येऽपराधक्षमाऽपथ्यसेवया वृद्धिमागताः ।
तेषामुच्छेदनं देव! केवलं परमौषधम् ।।५०२।। શ્લોકાર્ચ -
અપથ્યના સેવનના કારણે અપરાધમાં સમર્થ એવા જે મહામોહાદિ, વૃદ્ધિને પામ્યા. હે દેવ ! તેઓનો ઉચ્છેદ-મહામોહાદિનો ઉચ્છેદ, કેવલ પરમ ઔષધ છે. II૫૦ચા શ્લોક :
अन्यच्चेह कुतस्तावत्सुखगन्धोऽपि मादृशाम्? । ન થાવ તા: પાપા, મહામોદાલિશત્રવ: પાલ૦રૂા. यावच्च देवपादानां, नेच्छा तत्र प्रवर्तते ।
नैव संपद्यते तावद्, घातस्तेषां दुरात्मनाम् ।।५०४ ।। युग्मम् । શ્લોકાર્ચ -
અને બીજું અહીં જૈનપુરમાં, મારા જેવાઓને સત્ય, શૌચાદિને, ત્યાં સુધી સુખની ગંધ પણ ક્યાંથી હોય ? જ્યાં સુધી તે પાપી મહામોહાદિ શત્રુઓ હણાયા નથી અને જ્યાં સુધી દેવપાદોનીક ચારિત્રધર્મરાજાદિની, ત્યાં મહામોહાદિના નાશમાં, ઈચ્છા પ્રવર્તતી નથી, ત્યાં સુધી તે દુરાત્માનોમહામોહાદિનો, ઘાત પ્રાપ્ત થતો નથી જ. II૫૦૩-૫૦૪ll.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
યત:एकैकोऽपि भटो नाथ! तावकीनो महाहवे ।
सर्वानिर्दलयत्येव, कुरङ्गानिव केसरी ।।५०५।। શ્લોકાર્ચ -
જે કારણથી મહાતવમાં મહાયુદ્ધમાં, હે નાથ ! તમારો એકેક પણ ભટ સર્વેને મહામોહાદિ સર્વોને, નિર્દલન કરે છે જ, જેમ હરણિયાઓને સિંહ નિઈલન કરે છે. II૫૦૫ll. શ્લોક :
क्षणेन प्लावयन्तीमे, क्षुभिताम्भोधिविभ्रमाः ।
रिपुसैन्यं न चेदेषां, स्यात्तवाज्ञा विधारिका ।।५०६।। શ્લોકાર્થ :
જે તમારી આજ્ઞા-ચારિત્રધર્મરાજાની આજ્ઞા, તેઓને વિધારિકા મહામોહની સામે લડવા તત્પર થયેલા રાજાઓને વિજ્ઞ કરનારી, ન હોય તો ક્ષણમાં ક્ષભિત થયેલા સમુદ્રના વિભ્રમવાળા આ સત્યાદિ રાજાઓ, રિપુસૈન્યને ક્ષણમાં પ્લાવિત કરે છે. પo૬ll શ્લોક :
एवं च ते महीपालाः, शौण्डीरा रणशालिनः ।
सर्वेऽपि स्वामिनोऽध्यक्षमेकवाक्यतया स्थिताः ।।५०७।। શ્લોકાર્ય :
અને આ રીતે શૂરવીર, યુદ્ધ કરવાની ઈચ્છાવાળા તે મહીપાલો સત્યાદિ રાજાઓ, સર્વ પણ સ્વામીના સન્મુખ ચારિત્રધર્મરાજાની સન્મુખ, એકવાક્યપણાથી રહ્યા=જો તમે અમને શત્રુઓનો નાશ કરતાં અટકાવો નહીં તો અમે શત્રુના સૈન્યનો નાશ ક્ષણમાં કરશું એ પ્રકારના એકવાક્યપણાથી રહ્યા. ll૫૦૭ll શ્લોક :
रणकण्डूपरीतागांस्तानेवं वीक्ष्य भूभुजः । दुर्दान्तमत्तमातङ्गनिर्दारिहरिसन्निभान् ।।५०८।। स राजा मन्त्रिणा सार्धं, सद्बोधेन सभान्तरे । प्रविष्टो गुह्यमन्त्रार्थमाहूय च महत्तमम् ।।५०९।।
Page #260
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૪૯
શ્લોકાર્ધ :
દુર્દાત એવા મતરૂપી હાથીને નાશ કરનાર સિંહ જેવા યુદ્ધ કરવામાં તત્પર અંગવાળા એવા સત્યાદિ રાજાઓને, આ રીતે જોઈને શત્રુનો નાશ કરવામાં તત્પર થયેલા છે એ રીતે જોઈને, તે રાજા-ચારિત્રધર્મરાજા, સમ્બોધ મંત્રીની સાથે, સમાંતરમાં ગુહ્યમંત્રને માટે પ્રવેશ્યો અને મહત્તમને= સમ્યગ્દર્શનને, બોલાવ્યો. II૫૦૮-૫૦૯II શ્લોક :
अथ तत्रापि सा तात! साध्वी मार्गानुसारिता ।
अन्तर्धानं विधायोच्चैः, प्रविष्टा सहिता मया ।।५१०।। શ્લોકાર્ચ -
હવે, ત્યાં પણ-ચારિત્રધર્મરાજાએ મંત્રણા માટે સમાંતરમાં પ્રવેશ કર્યો ત્યાં પણ, હે તાત બુધ! તે સુંદર માર્ગાનુસારિતાએ અત્યંત અંતર્ધાન થઈને, મારી સાથે વિચાર સાથે, પ્રવેશ કર્યો. પ૧ ll
सम्यग्दर्शनोक्तिः બ્લોક :
ततस्तत्रोचितं राज्ञा, पृष्टौ मन्त्रिमहत्तमौ । स सम्यग्दर्शनस्तावद्राजानं प्रत्यभाषत ।।५११।।
સમ્યગ્દર્શનનું કથન શ્લોકાર્થ :
ત્યારપછી તે રાજાએ સમાંતરમાં પ્રવેશીને મહત્તમને બોલાવ્યો ત્યારપછી, ત્યાં=સમાંતરમાં, મંત્રી અને મહત્તમ રાજા વડે ઉચિત પુછાયા આ સર્વ રાજાઓ મોહની સામે લડવા તૈયાર થયા છે તેઓને અનુજ્ઞા આપવી એ ઉચિત છે કે નહીં એના વિષયમાં સબોઘ મંત્રી અને સમ્યગ્દર્શન સેનાપતિ પુછાયા, તે સમ્યગ્દર્શન રાજા પ્રત્યે બોલ્યો ચારિત્રધર્મરાજા પ્રત્યે બોલ્યો. Ifપ૧૧| શ્લોક :
તેવા યુસુમટેડ પ્રો, સત્યાઃ સત્યવિશ્વ: |
तदेव प्राप्तकालं ते, कर्तुं को पत्र संशयः? ।।५१२।। શ્લોકાર્ચ -
હે દેવ ! સત્યવિક્રમવાળા સત્યાદિ સુભટો વડે યુદ્ધ કરવામાં પારમાર્થિક વિક્રમવાળા સત્યાદિ સુભટો વડે, જે કહેવાયું, તે જ તમને કરવા માટે પ્રાપ્ત કાલ છે અનુજ્ઞા આપવા માટે ઉચિત કાલ
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૫૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ છે. અહીં=શૂરવીર એવા સત્યાદિ સુભટોને અનુજ્ઞા આપવાના વિષયમાં, શું સંશય છે? અર્થાત્ તેઓ શત્રુનો નાશ કરી શકશે કે પીછેહઠ કરશે એવા પ્રકારનો કોઈ સંશય નથી. પ૧રી
શ્લોક :
યત:वध्यानां दुष्टचित्तानामपकारं सुदुःसहम् ।
शत्रूणामीदृशं प्राप्य, मानी कः स्थातुमिच्छति? ।।५१३।। શ્લોકાર્ધ :
જે કારણથી વધ્ય એવા દુષ્ટ ચિત્તવાળા શત્રુઓના દુઃસહ એવા આવા પ્રકારના અપકારને પ્રાપ્ત કરીને આપણા સંયમરૂપ સેનાને આ રીતે ઘાયલ કરી એવા પ્રકારનો દુઃસહ અપકાર પ્રાપ્ત કરીને, માની એવો કોણ બેસવા માટે ઇચ્છા કરે ? પિ૧all શ્લોક :
वरं मृतो वरं दग्धो, मा संभूतो वरं नरः ।
वरं गर्भे विलीनोऽसौ, योऽरिभिः परिभूयते ।।५१४ ।। શ્લોકાર્ચ -
જે શત્રુઓ વડે પરાભવ પામે છે મહામોહાદિ દ્વારા પરાભવ પામીને જે બેસી રહે છે અને પ્રતિકાર કરતો નથી એ મરેલો સારો છે, બળોલો સારો છે, એ નર નહીં જન્મેલો સારો છે, એ ગર્ભમાં વિલીન થયેલો સારો છે. ll૫૧૪ll શ્લોક -
स धूलिः स तृणं लोके, स भस्म स न किंचन ।
योऽरिभिम॒द्यमानोऽपि, स्वस्थचित्तोऽवतिष्ठते ।।५१५ ।। શ્લોકાર્ચ -
જે શત્રુઓ વડે મર્દન કરાતો પણ સ્વસ્થ ચિત્તવાળો રહે છે, તે ધૂળ છે, લોકમાં તે તૃણ છે, તે ભસ્મ છે, તે કંઈ નથી. અર્થાત્ માત્ર દેખાય છે, વાસ્તવિક કંઈ નથી. પ૧૫ll
બ્લોક :
यस्यैकोऽपि भवेद्राज्ञः, शत्रुः सोऽपि जिगीषति । तत्ते न युज्यते स्थातुमनन्ता यस्य शत्रवः ।।५१६।।
Page #262
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૫૧
શ્લોકાર્ય :
જે રાજાને એક પણ શત્રુ હોય, તે પણ તે રાજા પણ, જીતવાની ઈચ્છા કરે છે તે શત્રુને જીતવાની ઈચ્છા કરે છે, તે કારણથી જેને અનંતા શત્રુઓ છે, એવા તને રહેવા માટે ઘટતું નથી= નિશ્ચિત થઈને રહેવા માટે ઘટતું નથી. આપ૧૬ll શ્લોક :
__ अतो निर्भिद्य निःशेषं, शत्रुवर्ग नराधिप।।
निष्कण्टकां महीं कृत्वा, ततो भव निराकुलः ।।५१७।। શ્લોકાર્ચ -
આથી હે નરાધિપ! ચારિત્રધર્મરાજા! નિઃશેષ, શત્રુવર્ગને નિર્ભેદ કરીને નાશ કરીને, નિકંટક પૃથ્વીને કરીને ચિત્તરૂપી પૃથ્વીને શત્રુઓ વગરની કરીને, ત્યારપછી નિરાકુલ થા. //પ૧ના શ્લોક :
तदेवमुद्धतं वाक्यमभिधाय महत्तमः ।
મોનેનાવસ્થિતઃ સદ્યા, વૃત્વ વાર્થવિનિયમ્ પાપ૨૮ાા. શ્લોકાર્થ :
સમ્યગ્દર્શનના કથનનું નિર્ગમન કરતાં તહેવ'થી કહે છે. આ રીતે ઉદ્ધત વાક્યને કહીને મહત્તમ=સમ્યગ્દર્શન, તત્કાળ કાર્યનો વિશેષ નિર્ણય કરીને મૌનથી રહ્યો. આપ૧૮.
सद्बोधोक्तिः બ્લોક :
अथाभिधातुं यत्कृत्यं, लीलामन्थरया दृशा । चारित्रधर्मराजेन, सद्बोधः प्रविलोकितः ।।५१९ ।।
સબોધનું કથન શ્લોકાર્ધ :
હવે, જે કૃત્ય છે તેને કહેવા માટે લીલામંથર દષ્ટિથી ચારિત્રધર્મરાજા વડે સમ્બોધ મંત્રી જોવાયો. ||પ૧૯l. શ્લોક :
ततो निर्णीय गर्भार्थं, कार्यतत्त्वस्य कोविदः । સવાદ: સરવ: સારું, વાવમસ્થનમાષત કરવા
Page #263
--------------------------------------------------------------------------
________________
૨પર
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
ત્યારપછી ચારિત્રધર્મરાજાએ સદ્ગોધ પ્રત્યે જોયું ત્યારપછી, કાર્યતત્વના ગર્ભાર્થનો નિર્ણય કરીને મોહના સામે યુદ્ધ કરવું ઉચિત છે કે નહીં તે કાર્યતત્ત્વના ગર્ભમાં રહેલા અર્થનો નિર્ણય કરીને, બુદ્ધિમાન એવો સમ્બોધ મંત્રી આ પ્રમાણે આગળ બતાવે છે એ પ્રમાણે, સારવાક્ય બોલ્યો. પિ૨ ll શ્લોક :
साधु साधूदितं देव! विदुषा तेन ते पुरः ।
संप्रत्यसाम्प्रतं वक्तुं, मादृशामत्र वस्तुनि ।।५२१।। બ્લોકાર્ધ :
હે દેવ ! વિદ્વાન એવા તેના વડે સમ્યગ્દર્શન વડે, તમારી આગળ સુંદર સુંદર કહેવાયું, આ વસ્તુમાં=સમ્યગ્દર્શને કહ્યું એ વસ્તુમાં, મારા જેવાએ=સદ્ધોધ જેવાએ, હમણાં કહેવું અસામત છે અનુચિત છે, II૫૨૧TI શ્લોક :
तथापि ते महाराज! यन्ममोपरि गौरवम् ।
तदेव लम्भितोत्साहं, वाचालयति मादृशम् ।।५२२।। શ્લોકાર્થ :
તોપણ હે મહારાજ ! જે મારા ઉપર તમારું ગૌરવ છે તે જ લંભિત ઉત્સાહવાળા મારા જેવાને પ્રાપ્ત થયેલા ઉત્સાહવાળા સમ્બોધને, વાચાલ કરે છે. પરરા શ્લોક -
ततः सम्यग्दर्शनं प्रत्याहअहो तेजःप्रधानत्वमहो वाचि प्रगल्भता ।
अहो ते स्वामिभक्तत्वं, चारु चारु महत्तम! ।।५२३ ।। શ્લોકાર્ચ -
તેથી સમ્યગ્દર્શન પ્રત્યે કહે છેઃબોધ કહે છે, અહો તેજનું પ્રધાનપણું, અહો વાણીની પ્રગભતા, હે મહત્તમ ! અહો તારું=સમ્યગ્દર્શનનું, સ્વામીભક્તપણું સુંદર સુંદર છે. પર૩|| શ્લોક :
सत्यं मानवतां धीर! दुःसहोऽरिपराभवः । सत्यं पराभिभूतस्य, लोके निःसारता परा ।।५२४।।
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૫૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ધ :
હે વીર ! સમ્યગ્દર્શન ! માનવાળા જીવોને શત્રુનો પરાભવ ખરેખર દુઃસહ છે, લોકમાં શત્રુથી અભિભૂત થયેલાની અત્યંત નિઃસારતા સત્ય છે. પર૪ll બ્લોક :
सत्यं दुष्टाः शठा वध्या, महामोहादिशत्रवः ।
સત્યં તવાતુ: સર્વે, તેવાવાનુનીવિનઃ સાપરા શ્લોકાર્ચ -
દુષ્ટ, શઠ એવા મહામોહાદિ શત્રુઓ ખરેખર વધ્ય છે, દેવપાદના અનુજીવી સર્વ ચારિત્રધર્મના કૃપા ઉપર જીવનારા સર્વ રાજાઓ, ખરેખર તેના ઘાતક છે શત્રુઓના ઘાતક છે. 'પરપી શ્લોક :
વિશ્વतिष्ठन्तु पुरुषास्तावदेवशासनवर्तिनः ।
नार्योऽपि देवसैन्यस्य, तेषां निर्घातने क्षमाः ।।५२६ ।। શ્લોકાર્ય :
વળી, દેવશાસનવર્તી પુરુષો ચારિત્રધર્મના આજ્ઞાવર્તી પુરુષો, દૂર રહો, દેવના સૈન્યની નારીઓ પણ ચારિત્રધર્મરાજાના સૈન્યની નારીઓ પણ, તેઓના નિર્ધાતનમાં સમર્થ છે=મહામોહાદિના વિનાશમાં સમર્થ છે. પરા શ્લોક :
વિધતુંप्रस्तावरहितं कार्य, नारभेत विचक्षणः ।
नीतिपौरुषयोर्यस्मात्प्रस्तावः कार्यसाधकः ।।५२७।। શ્લોકાર્ય :
પરંતુ વિચક્ષણ પુરુષ પ્રસ્તાવ રહિત કાર્યનો આરંભ કરતો નથી, જે કારણથી નીતિ અને પૌરુષનો પ્રસ્તાવ કાર્યસાધક છે. પર૭ી.
શ્લોક :
अथवा देवपादानां, भवतश्च पुरो मया । नीतिशास्त्रं यदुच्येत, हन्त तत्पिष्टपेषणम् ।।५२८ ।।
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ય :
અથવા દેવપાદોની ચારિત્રધર્મરાજાની અને તમારી સમ્યગ્દર્શનની, આગળ મારા વડે નીતિશાસ્ત્ર જે કહેવાય છે. તે ખરેખર પિષ્ટપેષણ છે પિસાયેલાને ફરી પીસાવાની ક્રિયા તુલ્ય નિરર્થક ક્રિયા છે. પિ૨૮II
नीतिशास्त्रप्रकाशनम् શ્લોક :
तथाहिषड् गुणाः पञ्च चाङ्गानि, शक्तित्रितयमुत्तमम् । सोदयाः सिद्धयस्तिस्रस्तथा नीतिचतुष्टयम् ।।५२९।।
સર્બોધ મંત્રી દ્વારા નીતિશાસ્ત્રનું પ્રકાશન શ્લોકાર્થ :
તે આ પ્રમાણે – છ ગુણો છે, પાંચ અંગો છે, ઉત્તમ ત્રણ શક્તિ છે, ઉદય સહિત ત્રણ સિદ્ધિઓ છે, અને ચાર નીતિઓ છે. પર૯ll. શ્લોક :
चतस्रो राजविद्याश्च, यच्चान्यदपि तादृशम् ।
प्रतीतं युवयोः सर्वं, तद्धि किं तस्य र्वण्यते? ।।५३०।। શ્લોકાર્ચ -
અને ચાર રાજવિદ્યા છે. અને બીજું પણ તેવું તમારા બંનેને ચારિત્રધર્મરાજા અને સમ્યગ્દર્શન બંનેને, સર્વ પ્રતીત છે, તે કારણથી તેનું શું વર્ણન કરાય? અર્થાત્ વર્ણન કરાતું નથી. પરૂoll શ્લોક :
ત:
स्थानं यानं तथा सन्धिर्विग्रहश्च परैः सह ।
संश्रयो द्वैधभावश्च, षड्गुणाः परिकीर्तिताः ।।५३१।। શ્લોકાર્ચ -
જે કારણથી સ્થાન, યાન, પરની સાથે શત્રુઓની સાથે, તે પ્રકારની સંધિ અને વિગ્રહ, સંશ્રય અને સ્વભાવ છ ગુણો કહેવાયા છેઃનીતિશાસ્ત્રમાં યુદ્ધ કરનારને આ છ વસ્તુઓની માર્ગાનુસારી વિચારણા કરવી એ છ ગુણો કહેવાયા છે. I/પ૩૧II
Page #266
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૫૫
શ્લોક :
તથાउपायः कर्मसंरम्भे, विभागो देशकालयोः । पुरुषद्रव्यसम्पच्च, प्रतिकारस्तथापदाम् ।।५३२।। पञ्चमी कार्यसिद्धिश्च, पर्यालोच्यमिदं किल ।
अङ्गानां पञ्चकं राज्ञा, मन्त्रमार्गे विजानता ।।५३३।। શ્લોકાર્ચ -
અને કર્મના આરંભમાં ઉપાય, દેશકાલનો વિભાગ, પુરુષ અને દ્રવ્યની સંપત્તિ, તે પ્રકારની આપત્તિઓનો પ્રતિકાર, પાંચમી કાર્યસિદ્ધિ મંત્રમાર્ગમાં જાણતા એવા રાજા વડે આ અંગોનું પંચક ખરેખર પર્યાલોચન કરવું જોઈએ. આપ૩૨-૫૩૩
શ્લોક :
તથા
उत्साहशक्तिः प्रथमा, प्रभुशक्तिद्वितीयिका । तृतीया मन्त्रशक्तिश्च, शक्तित्रयमिदं परम् ।।५३४।।
શ્લોકાર્થ :
અને પ્રથમ ઉત્સાહ શક્તિ, બીજી પ્રભુની શક્તિ સ્વામીની શક્તિ, ત્રીજી મંત્ર શક્તિ આ શક્તિમય શ્રેષ્ઠ છે. I/પ૩૪ll. શ્લોક :
शक्तित्रितयसंपाद्यास्त्रय एवोदयास्तथा ।
हिरण्यमित्रभूमीनां, लाभा सिद्धित्रयं विदुः ।।५३५ ।। શ્લોકાર્ચ -
ત્રણ શક્તિથી સંપાઘ તે પ્રકારના હિરણ્ય, મિત્ર અને ભૂમિઓના ત્રણ જ ઉદયો લાભો છે, ત્રણ સિદ્ધિને જાણવા. પ૩પા.
શ્લોક :
તથા
सामभेदोपदानानि, दण्डश्चेति चतुष्टयम् । नीतीनां सर्वकार्येषु, पर्यालोच्यं विजानता ।।५३६ ।।
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શ્લોકાર્થ :
અને સામ, ભેદ, ઉપદાન અને દંડ એ સર્વ કાર્યોમાં નીતિનું ચતુષ્ટય બુદ્ધિમાન પુરુષો વડે પર્યાલોચન કરવું જોઈએ. II૫૩૬।।
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
તથા
आन्वीक्षिकी यी वार्ता, दण्डनीतिस्तथा परा ।
विद्याश्चतस्रो भूपानां, किलैताः सन्ति गोचरे ।।५३७ ।।
શ્લોકાર્થ ઃ
આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા અને શ્રેષ્ઠ દંડનીતિ રાજાઓના વિષયમાં ખરેખર આ ચાર વિધાઓ છે. II૫૩૭II
શ્લોક ઃ
-:
तदेतद्देवपादानां, भवतश्च विशेषतः ।
પ્રતીતમેવ નિ:શેષ, વ્રુન્યતાં જિ? મહત્તમ! ।।૮।।
શ્લોકાર્થ :
તે આ=પૂર્વમાં સદ્બોધે તાત્તિ શબ્દથી નીતિશાસ્ત્રનું પ્રકાશન કર્યું તે આ, દેવપાદોને અને તને=ચારિત્રધર્મરાજાને અને સમ્યગ્દર્શનને, વિશેષથી નિઃશેષ પ્રતીત જ છે, હે મહત્તમ ! સમ્યગ્દર્શન ! શું વર્ણન કરાય ? ||૫૩૮||
શ્લોક ઃ
केवलं ज्ञातशास्त्रोऽपि, स्वावस्थां यो न बुध्यते । तस्याकिञ्चित्करं ज्ञानमन्धस्येव सुदर्पणः । । ५३९ ।।
શ્લોકાર્થ
કેવલ જ્ઞાતશાસ્ત્રવાળો પણ જે પુરુષ સ્વઅવસ્થાને જાણતો નથી=હું લડવા સમર્થ છું કે નહીં એ રૂપ પોતાની અવસ્થાને જાણતો નથી, તેનું જ્ઞાન અકિંચિત્કર છે, જેમ અંધને જ સુદર્પણ અકિંચિત્કર છે. II૫૩૯II
શ્લોક :
प्रवर्तेताविवेकेन, यो ह्यसाध्येऽपि वस्तुनि ।
लोके स जायते हास्यः, समूलश्च विनश्यति । । ५४०।।
Page #268
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૫૭
શ્લોકાર્થ :
દિ જે કારણથી, અવિવેકથી અસાધ્ય પણ વસ્તુમાં જે પ્રવર્તે છે, તે લોકમાં હાસ્યહાસ્યાસ્પદ થાય છે, અને મૂલ સહિત વિનાશ પામે છે. /પ૪oll.
શ્લોક :
તતવइदं मूलविनष्टं हि, तात! सर्वं प्रयोजनम् ।
अतोऽद्य तावकोत्साहः, कुत्र नामोपयुज्यताम् ? ।।५४१।। શ્લોકાર્ય :
અને તેથીઅસાધ્ય વસ્તુમાં પ્રવર્તનાર પુરુષ મૂલ સહિત વિનાશ પામે છે તેથી, હે તાત ! ચારિત્રધર્મરાજા! મૂલવિનષ્ટ એવું આ સર્વ પ્રયોજન છે. અર્થાત્ તમે સ્વઅવસ્થાને જાણ્યા વગર યુદ્ધનો પ્રારંભ કરશો તો આ તમારું સર્વ પ્રયોજન મૂલવિનષ્ટ છે. આથી=સ્વઅવસ્થાનો વિચાર કર્યા વગર પ્રવૃત્તિ કરવામાં ભૂલનો વિનાશ છે આથી, આજે તમારો ઉત્સાહ ક્યાં ઉપયોગી થાય ? અર્થાત્ થાય નહીં, પ૪૧II
सद्बोधेन स्वाभिप्रायप्रकाशनम् શ્લોક :
યતઃभवचक्रमिदं सर्वं, वयं ते च महाऽरयः । स कर्मपरिणामाख्यो, यश्च राजा महाबलः ।।५४२।। आयत्तं सर्वमेवेदं, तस्यैकस्य महात्मनः । तात! संसारिजीवस्य, यस्यायत्ता महाटवी ।।५४३।। युग्मम् ।
સર્બોઘ મંત્રી વડે પોતાના અભિપ્રાયનું પ્રકાશન શ્લોકાર્થ :
જે કારણથી આ સર્વ ભવચક્ર, અમે સર્વ અને તે મહાબુઓ અને તે કર્મપરિણામ નામનો રાજા અને જે મહાબલ. હે તાત! સર્વ જ આ તે એક સંસારી જીવરૂપ મહાત્માને આધીન છે, જેને આધીન મહાટવી છે. પ૪૨-૫૪૩
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
स चाद्यापि न जानीते, नामापि खलु मादृशाम् ।
महामोहादिसैन्यं तु, मन्यते गाढवल्लभम् ।।५४४।। શ્લોકાર્ચ -
અને તે સંસારી જીવ, હજી પણ મારા જેવાનું નામ પણ જાણતો નથી=સમ્બોધ આદિ મારા જેવાનું નામ પણ જાણતો નથી. વળી, મહામોહાદિ સૈન્યને અત્યંત વલ્લભ માને છે. પ૪૪ll
શ્લોક :
इतश्चयत्र संसारिजीवस्य, पक्षपातो बलेऽधिकः ।
तस्यैव विजयो नूनं, स हि सर्वस्य नायकः ।।५४५।। શ્લોકાર્ચ -
અને આ બાજુ જે બલમાં જે સૈન્યમાં, સંસારી જીવને અધિક પક્ષપાત છે, તેનો જ ખરેખર વિજય છે. દિ=જે કારણથી, ત=સંસારી જીવ, સર્વનો નાયક છે. પ૪૫ll શ્લોક :
ततो यावन्न जानीते, सोऽस्माकं सैन्यमुत्तमम् । यावच्च पक्षपातोऽस्य, नाद्याप्यस्मासु जायते ।।५४६।। तावन्न युक्तः संरम्भो, न यानं न च विग्रहः ।
युक्तं साम तदा स्थानमुपेक्षा गजमीलिका ।।५४७।। युग्मम् । શ્લોકાર્ચ - તેથી=સંસારી જીવ નાયક છે માટે તેને આધીન શત્રુનો જય અથવા શત્રુથી પરાજય છે તેથી, જ્યાં સુધી તે સંસારી જીવ, અમારું ઉત્તમ સેવ જાણતો નથી, અને જ્યાં સુધી આ સંસારી જીવને, અમારામાં હજી પણ પક્ષપાત થતો નથી, ત્યાં સુધી સંરંભ યુક્ત નથી યુદ્ધની તૈયારી યુક્ત નથી, યાન યુક્ત નથી, વિગ્રહ યુક્ત નથી, ત્યારે સામ, સ્થાન, ઉપેક્ષા, ગજમીલિકા યુક્ત છે=આંખમીંચામણાં યુક્ત છે. પિ૪૬-૫૪૭ll શ્લોક :
संकुचन्ति हि विद्वांसः, कार्यं संचिन्त्य किंचन । केसरी गजनिर्घाते, यथोत्पातविधित्सया ।।५४८।।
Page #270
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૫૯
શ્લોકાર્ય :કિજે કારણથી, વિદ્વાનો કોઈક કાર્યનો વિચાર કરીને સંકુચન કરે છે, જે પ્રમાણે ગજના નાશમાં ઉત્પાત-કૂદકો, મારવાની ઈચ્છાથી સિંહ સંકોચન કરે છે.
દૂરવર્તી ગજને નાશ કરવાનો અર્થ સિંહ તેના ઉપર કૂદીને પડવા અર્થે પ્રથમ દેહને સંકોચે છે અને સંકોચ દ્વારા બળ સંચિત કરીને હાથીને મારવા અર્થે તેના ઉપર પડે છે. તેમ બુદ્ધિમાન પુરુષ શત્રુના નાશાદિ કોઈક કાર્યનો વિચાર કરીને પ્રથમ શક્તિ ન હોય તો સંકોચ કરીને શક્તિ સંચિત કરે છે, ત્યારપછી શત્રુ સામે લડવા અર્થે કૂદકો મારે છે. પ૪૮ી. શ્લોક :
न पौरुषं गलत्यत्र, नश्यतोऽपि विजानतः ।
सिंहो ह्यपसरत्येव, बृहदास्फोटदित्सया ।।५४९।। શ્લોકાર્ચ -
અહીં=પોતાની શક્તિના સંચય અર્થે વિદ્વાનની સંકુચનની પ્રવૃત્તિમાં, જાણતા એવા ભાગતાનું પણ પુરુષપણું ગળતું નથી=રાજનીતિને જાણનાર અને શક્તિના અભાવને કારણે શત્રુઓથી દૂર ભાગતા પણ પુરુષનું પુરુષપણું ગળતું નથી, હિં=જે કારણથી, મોટા આસ્ફોટને દેવાની ઈચ્છાથીહાથીની સૂંઢ ઉપર મોટી તરાપ દેવાની ઈચ્છાથી, સિંહ અપસરણ કરે છે જ=કેટલાંક ડગલાં પાછળ અપસરણ કરે છે જ. I/પ૪૯ll બ્લોક :
सम्यग्दर्शनेनोक्तंआर्य! संसारिजीवोऽसौ, न जाने ज्ञास्यते न वा ।
अस्मानेतेऽरयो नित्यमधुनैवं विबाधकाः ।।५५०।। શ્લોકાર્ચ -
સમ્યગ્દર્શન વડે કહેવાયું. હે આર્ય ! હું જાણતો નથી કે આ સંસારી જીવ જાણશે કે નહિ. અમારા આ શત્રુઓ નિત્ય વિબાધક છે, હાલમાં આ પ્રમાણે પીડા કરનારા છે. ll૧૫oll બ્લોક :
तदद्य संयमस्तावदित्थमेभिः कदर्थितः ।
શ્વઃ સર્વાન દત્તારસ્વતઃ સ્થાનું ન ચુખ્યત્વે ભાજપા શ્લોકાર્ચ - તે કારણથી=આ શત્રુઓ નિત્ય વિબાધક છે તે કારણથી, આજે આ રીતે સંયમ એમના વડે=
Page #271
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ મહામોહાદિ વડે, કદર્થના કરાયો. કાલે સર્વોને પણ=સત્યાદિ સર્વોને પણ, હણનારા થશે=મહામોહાદિ હણનારા થશે, તેથી રહેવા માટે ઘટતું નથી=મહામોહાદિની સામે યુદ્ધ કર્યા વગર રહેવા માટે ઘટતું નથી. II૫૫૧॥
ભાવાર્થ
૨૬૦
:
બુધનો વિચા૨ નામનો પુત્ર માર્ગાનુસારિતા સાથે ભવચક્રને જોવા માટે જાય છે અર્થાત્ બુધ પુરુષ માર્ગાનુસારી બુદ્ધિથી ભવચક્રનો વિચાર કરે છે. તેથી માર્ગાનુસારિતા તેને ભવચક્ર બતાવે છે એમ કહેલ છે. ત્યાં માર્ગાનુસારી બુદ્ધિ વિચારને એક નગર બતાવે છે અર્થાત્ ભવચક્રની અંદર રહેલ સાત્ત્વિક માનસરૂપ નગર બતાવે છે. ત્યાં વિવેક નામનો મહાપર્વત બતાવે છે તેના ઉપર અપ્રમત્તશિખર બતાવે છે અને ત્યાં જૈનમહાપુર બતાવે છે. તેથી એ ફલિત થાય કે બુધ પુરુષો માર્ગાનુસારી બુદ્ધિથી પારમાર્થિક જૈનનગરને જોવા યત્ન કરે છે. માત્ર બહારથી દેખાતા જૈનોના નિવાસને જૈનનગરરૂપે જોતા નથી, પરંતુ જે જીવોમાં કંઈક તત્ત્વને જોવામાં સાત્ત્વિકતા પ્રગટી છે તે જીવો માર્ગાનુસા૨ી બુદ્ધિથી વિવેક પર્વતને જુએ છે અર્થાત્ આત્મા અને શરીર બે જુદાં છે, ધનાદિથી પોતાનો આત્મા જુદો છે, પોતાનો આત્મા મતિજ્ઞાન સ્વરૂપ છે અને તે મતિજ્ઞાન સ્વરૂપ પોતાના આત્માને અપ્રમાદથી જોવા યત્ન કરે તેવા જીવો જૈનનગરમાં રહેલા છે અને શક્તિના પ્રકર્ષથી જિન થવા યત્ન કરનારા છે, તેમ વિચારને દેખાય છે.
આ રીતે માર્ગાનુસારિતાએ વિચારને જૈનનગર બતાવ્યું. એટલામાં જૈનનગરમાં વસતા કોઈક સાધુના સંયમરૂપ પરિણામને મહામોહાદિ સુભટોએ ગાઢ પ્રહાર કરેલો જોયો અને ચારિત્રરાજાના સૈનિકો જર્જરિત અવસ્થાવાળા તે સંયમને લઈ જતા વિચારને દેખાય છે. તેથી એ ફલિત થાય કે જૈનનગરમાં વસતા કોઈક સુસાધુ ૧૭ પ્રકારના સંયમને પાળનારા હતા, પરંતુ તે વખતે સત્ય, શૌચાદિ અન્ય સુભટોથી પરિવરેલા ન હતા, તેથી નિમિત્તોને પામીને તે મહાત્માની ચિત્તવૃત્તિમાં મહામોહાદિએ કોલાહલ મચાવીને સંયમને જર્જરિત કર્યો પરંતુ સંયમ નાશ પામ્યો નથી, મૃતપ્રાયઃ સ્થિતિમાં છે. તેવા સંયમને ચારિત્રધર્મના સૈનિકો ચારિત્રધર્મ પાસે લઈ જાય છે. તેનો બોધ કરાવવા અર્થે માર્ગાનુસારિતા વિચારને કહે છે. આ મહાગિરિમાં ચારિત્રધર્મરાજા છે, તેનો પુત્ર યતિધર્મ છે અર્થાત્ ૧૦ પ્રકારનો યતિધર્મ છે. તેનો સંયમ નામનો આ પુરુષ છે. વળી, તે સાધુ અન્ય યતિધર્મમાં પ્રમાદવાળા થયા ત્યારે તેના સંયમરૂપ પુરુષને મહામોહાદિ શત્રુઓએ એકાકી જોઈને જર્જરિત કર્યો છે. તે સંયમને ચારિત્રધર્મરાજા પાસે લઈ જાય છે. તેથી વિચાર માર્ગાનુસારિતા સાથે જ્યાં સંયમ છે ત્યાં અદ્દશ્ય થઈને પ્રવેશ કરે છે. તે જૈનપુરમાં ચિત્તસમાધાન નામનો મંડપ છે. તેમાં ચારિત્રધર્મ રાજા બેઠેલ છે અને તેની આગળ અન્ય ઘણા રાજાઓ બેઠેલા છે, તેથી એ પ્રાપ્ત થાય કે સુસાધુઓ ચિત્તના સમાધાનવાળા હોય છે, તેથી આત્મા સિવાયના બાહ્ય પદાર્થો સાથે તેઓને કોઈ પ્રયોજન નથી. માત્ર આત્માના અસંગભાવ ગુણને પ્રગટ કરવા અર્થે તેઓ યત્ન કરે છે, ત્યાં ચારિત્રની પરિણતિ અને અન્ય પણ ક્ષયોપશમભાવના ગુણો વર્તે છે, ત્યાં જર્જરિત સંયમને તે રાજપુરુષો લઈ આવ્યા અને મહામોહાદિથી તે સંયમનો પરાજય જાણીને ચિત્તવૃત્તિમાં રહેલ ચારિત્રના સર્વ સુભટો શત્રુ સામે લડવા માટે કટિબદ્ધ થયા. પોતપોતાનું બળ બતાવીને શત્રુનો નાશ કરવા માટે તત્પર થયા અર્થાત્ તે જીવમાં વર્તતા સત્યાદિ સંયમના
Page #272
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
પરિણામો શત્રુનો નાશ કરવા માટે કંઈક સન્મુખ થયા. તે જોઈને તે જીવમાં રહેલો સદ્બોધ ચારિત્રધર્મને કહે છે. ધીર પુરુષોએ કાયરને ઉચિત પ્રયત્ન કરવો યુક્ત નથી, પરંતુ પોતાની શક્તિનું સમાલોચન કરીને ઉચિત પ્રયત્ન કરવો જોઈએ.
૨૬૧
કઈ રીતે ઉચિત શક્તિનું સમાલોચન કરવું જોઈએ ? તે બતાવતાં કહે છે ચારિત્રધર્મરાજાના અન્ય રાજાઓના અભિપ્રાયનું પરીક્ષણ કરવું જોઈએ અર્થાત્ તેઓ કેવા બલિષ્ઠ છે અને યુદ્ધ કરવા સમર્થ છે ઇત્યાદિનો નિર્ણય કરીને યુદ્ધમાં જવું જોઈએ. તેથી ચારિત્રધર્મરાજા સત્યાદિ ધર્મોને પૂછે છે કે આ પરિસ્થિતિમાં શું કરવું ઉચિત છે ? તેથી યુદ્ધના ઉત્સાહવાળા તેઓ કહે છે કે મહામોહાદિ સૈન્યોએ આપણો મોટો અપરાધ કર્યો છે તેથી તેમની સામે યુદ્ધ કરવામાં વિલંબન કરવું ઉચિત નથી.
વળી, ચારિત્રધર્મની જ્યાં સુધી શત્રુની ઘાતમાં ઇચ્છા નથી ત્યાં સુધી તે દુરાત્માઓનો અમે પણ ઘાત કરવા સમર્થ નથી અને ચારિત્રધર્મની ઇચ્છા હોય તો અમારા સત્યાદિમાંથી એક પણ રાજા તે સર્વનો ઘાત ક૨વા સમર્થ છે. તેથી એ ફલિત થાય છે કે જીવમાં ક્ષયોપશમભાવનો જે ચારિત્રનો પરિણામ છે તે બલવાન હોય અને શત્રુના ઘાતને અભિમુખ થાય તેમ હોય તો સત્યાદિ અન્ય રાજાઓમાંથી કોઈ એક રાજા પણ તે સર્વનો=મોહાદિનો, નાશ કરવા સમર્થ છે; કેમ કે પ્રવર્ધમાન ચારિત્રના ક્ષયોપશમનો ઉપયોગ સત્યાદિ કોઈ એક ધર્મમાં દૃઢ યત્નવાળો થાય છે, ત્યારે તે એક સત્ય વ્રત જ સંપૂર્ણ મોહનાશને ક૨વા સમર્થ છે. આથી જ ક્ષમામાત્રના ઉપયોગવાળા મુનિ પ્રવર્ધમાન અસંગની પરિણતિરૂપ ચારિત્રના બળથી સંપૂર્ણ મોહનો નાશ કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે.
વળી, જો ચારિત્રનો પરિણામ જ શિથિલ હોય, ક્ષમાદિ દશેય ધર્મો યુદ્ધભૂમિમાં ચડેલા હોય અને તે મહાત્મા બાહ્ય આચરણાથી તે તે વ્રતો પાળતા હોય, કંઈક ક્ષમાદિમાં યત્ન કરતા હોય, પણ અસંગભાવને અભિમુખ વીર્ય અત્યંત ઉલ્લસિત થતું ન હોય તો સત્યાદિ મોહનાશ કરવા સમર્થ બનતા નથી. આ પ્રકારે સત્યાદિ રાજાઓએ ચારિત્રધર્મને કહ્યું. વળી, કહ્યું કે તમારી ઇચ્છાના બળથી અમારામાંથી એક પણ સંપૂર્ણ મોહનો નાશ કરવા સમર્થ છે. આ પ્રકારે તે સાધુમાં વર્તતા સત્યાદિ ધર્મ મોહની સામે યુદ્ધ કરવા તત્પર થયા છે તે જાણીને ચારિત્રધર્મરાજા સદ્બોધ સાથે, અને સમ્યગ્દર્શન સાથે મંત્રણા ક૨વા ગુપ્ત સ્થાનમાં બેસે છે; કેમ કે સમ્યગ્દર્શન મહાસેનાપતિ છે અને સદ્બોધ બુદ્ધિધન મંત્રી છે, તેની સલાહ લઈને યુદ્ધ કરવું ઉચિત છે, તેથી ચારિત્રધર્મ તેની વિચારણા કરવા અર્થે ગુપ્ત સ્થાનમાં બેસે છે. માર્ગાનુસારિતા વિચાર સહિત અદ્દશ્ય થઈને તે જોવા માટે બેસે છે અર્થાત્ કોઈ સાધુની આ પ્રકારની સ્થિતિ વર્તતી હોય જેના કારણે તેને ચારિત્રનો પરિણામ સદ્બોધમંત્રી અને સમ્યગ્દર્શનની સાથે ઉચિત વિચારણા કરતા હોય તેના તાત્પર્યને જાણવા માટે માર્ગાનુસારી બુદ્ધિથી બુધ પુરુષ વિચાર દ્વારા જાણવા યત્ન કરે છે. જેથી ચારિત્રસૈન્યમાં કઈ જાતનો વિચાર કયા સંયોગમાં પ્રવર્તે છે તેનો બોધ માર્ગાનુસારી પ્રજ્ઞાથી વિચારને થાય છે,
વળી, સમ્યગ્દર્શન ચારિત્રધર્મને કહે છે. સત્યાદિ સુભટો લડવા માટે તત્પર થયા છે, તેથી તેમાં વિલંબન કરવો ઉચિત નથી; કેમ કે શત્રુઓ વિદ્યમાન હોય ત્યારે વિવેકીપુરુષે નિશ્ચિત થઈને બેસવું ઉચિત નથી. તેથી એ ફલિત થાય કે જીવમાં વર્તતું સમ્યગ્દર્શન પ્રેરણા કરે છે કે પ્રમાદ વગર શત્રુઓનો નાશ કરવા માટે
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૬૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ સત્યાદિ રાજાઓએ ઉદ્યમ કરવો જોઈએ. જેથી તે મહાત્મામાં વર્તતા મહામોહાદિ શીઘ્ર નાશ પામે. આ પ્રકારે જે મહાત્માનું સંયમ ઘાયલ થયું છે, તે મહાત્મામાં વર્તતું સમ્યગ્દર્શન શત્રુઓનો નાશ કરવા માટે અભિમુખ થવા સૂચન કરે છે. સમ્યગ્દર્શનનું આ પ્રકારે સૂચન મળ્યા પછી ચારિત્રધર્મરાજા સોધમંત્રીને નિર્ણય પૂછે છે. સદ્બોધ કાર્યનો યથાર્થ નિર્ણય કરીને ઉચિત પ્રવૃત્તિ કરવા જ પ્રેરણા કરે છે, તેથી સમ્યગ્દર્શનને સોધમંત્રી કહે છે શત્રુનો નાશ કરવા માટે તારો ઉત્સાહ છે તે સુંદર છે; કેમ કે ચારિત્રધર્મના સૈન્યમાં જે પુરુષો છે તે પણ મહામોહાદિ શત્રુઓનો નાશ કરવા માટે સમર્થ છે. એટલું જ નહીં પણ નારીઓ પણ શત્રુઓનો નાશ કરવા સમર્થ છે. તેથી એ ફલિત થાય કે જે જીવમાં પુરુષરૂપે વાચક ધર્મો છે અને સ્ત્રી શબ્દથી વાચ્ય ક્ષાંત્યાદિ ધર્મો છે તે સર્વમાંથી કોઈ પણ તીવ્ર વેગથી મહામોહાદિ સન્મુખ થાય તો મહામોહાદિને નાશ કરવા સમર્થ છે. તોપણ વિચક્ષણ પુરુષ પ્રસ્તાવ રહિત કાર્યનો પ્રારંભ કરતા નથી અર્થાત્ પ્રયત્નનો પ્રસ્તાવ હોય તો તે કાર્યનું સાધક બને છે. જો ઉચિત બળસંચયરૂપ પુરુષકારનો પ્રસ્તાવ ન હોય તો યુદ્ધમાં જયરૂપ કાર્યની સિદ્ધિ થાય નહીં.
ત્યારપછી યુદ્ધમાં જે નીતિશાસ્ત્ર છે તેનું યથાર્થ પ્રકાશન સદ્બોધ રાજાની આગળ કરે છે અને કહે છે કે આ નીતિશાસ્ત્ર ચારિત્રધર્મરાજા અને સમ્યગ્દર્શન સારી રીતે જાણે છે, છતાં તેના જાણનાર પણ ચારિત્રધર્મરાજા કે સમ્યગ્દર્શન પોતાની અવસ્થાને જાણે નહીં, તો કાર્યની સિદ્ધિ કરી શકે નહીં. તેથી એ ફલિત થાય કે જ્યારે તે સાધુમાં વર્તતો ચારિત્રનો પરિણામ અને તે સાધુમાં વર્તતો સમ્યગ્દર્શનનો પરિણામ પોતાની સ્વઅવસ્થાનો વિચાર કર્યા વગર યુદ્ધમાં જાય તો શત્રુનો નાશ કરી શકે નહીં. વળી, ચારિત્રનો પરિણામ અને સમ્યગ્દર્શન બંને કુશળ છે. તેથી મોહની સાથે લડવામાં ક્યારે કઈ નીતિ અપનાવવી જોઈએ તેનો યથાર્થ નિર્ણય કરી શકે છે. આમ છતાં પોતાને શત્રુ સામે લડવું ઉચિત છે કે નહીં તેનો નિર્ણય કર્યા વગર પ્રવૃત્તિ કરે તો કાર્યસિદ્ધિ થાય નહીં. આ પ્રકારે સબોધ સમ્યગ્દર્શનને અને ચારિત્રધર્મને સલાહ આપે છે; કેમ કે સદ્બોધની જ અત્યંત સૂક્ષ્મ પ્રજ્ઞા છે, જેની સલાહથી કરાયેલું કાર્ય અત્યંત સફળ થાય છે.
વળી, સદ્બોધ યુદ્ધ વિષયક પોતાનો અભિપ્રાય બતાવતાં કહે છે. જે સંસારી જીવની ચિત્તરૂપી અટવી છે, તે સંસારી જીવને આધીન તે જીવનું પૂર્ણ ભવચક્ર છે. વળી, સંસારી જીવને આધીન જ ક્ષયોપશમભાવવાળા ચારિત્રના પરિણામો છે. વળી, જીવને આધીન જ મહામોહાદિ શત્રુઓ છે. કર્મપરિણામ નામનો મહાન બલવાન રાજા છે તે પણે તેને આધીન છે. તેથી એ ફલિત થાય કે જે સંસારી જીવ જે પ્રકારે પ્રવૃત્તિ કરે તેને અનુરૂપ તેનું ભવચક્ર નિર્માણ થાય છે. વળી, તે સંસારી જીવ ચારિત્રધર્મના ક્ષયોપશમભાવમાં યત્ન કરે તો ચારિત્રસૈન્ય બલવાન બને છે. મહામોહાદિને અનુકૂળ યત્ન કરે તો તે બલવાન થાય છે. કર્મપરિણામ પણ તે જીવને જ આધીન છે. તેથી જે પ્રકારનો તે જીવ યત્ન કરે તે પ્રમાણે કર્મની પ્રચુરતા કે અલ્પતા થાય છે. તેથી ચારિત્રધર્મનું સૈન્ય પણ તે જીવને આધીન છે. આમ છતાં, જે સાધુમાં રહેલા સંયમના પરિણામને મહામોહાદિએ ઘાયલ કર્યો છે, તે સાધુનો જીવ મારા જેવાનું નામ પણ જાણતો નથી. અને મહામોહાદિના સૈન્યને ગાઢ વલ્લભ માને છે. આથી જ તે સાધુના અનુકૂળ ભાવને આશ્રયીને જ મહામોહાદિ સૈન્યોએ સંયમને જર્જરિત કર્યો છે. જો તે જીવ સદ્બોધનું નામ જાણતો હોત તો સદ્બોધની સલાહથી તે સાધુ પ્રવર્ત્ય
Page #274
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૬૩
હોત તેથી મહામોહાદિનું સૈન્ય તેમને ઘાયલ કરી શકે નહીં. વળી, તે સાધુનો જીવ અત્યારે મારું નામ પણ= સદ્બોધનું નામ પણ જાણતો નથી. બીજું તે સંસારી જીવનો જે બલમાં અધિક પક્ષપાત છે તે જ બલ વિજય પામે છે અને પ્રસ્તુત સાધુનો જીવ મહામોહાદિના સૈન્યમાં પક્ષપાતવાળો છે ત્યાં સુધી આપણા જયનો સંભવ નથી. તેથી જ્યાં સુધી આપણા ઉત્તમ સૈન્યને તે સાધુ જાણે નહીં અને આપણામાં તેને પક્ષપાત થાય નહીં ત્યાં સુધી યુદ્ધ કરવાનો સમારંભ કરવો ઉચિત નથી, યુદ્ધ માટે જવું ઉચિત નથી, શત્રુઓ સાથે વિગ્રહ કરવો ઉચિત નથી, પરંતુ ઉપેક્ષા જ કરવી ઉચિત છે. તેથી એ ફલિત થાય કે જ્યાં સુધી તે સાધુ સદ્બોધના વચનાનુસાર અર્થાત્ જિનવચનરૂપ સદ્બોધના વચન અનુસાર પ્રયત્ન કરવાને સન્મુખ થાય નહીં, ત્યાં સુધી તેમનું સમ્યગ્દર્શન વિદ્યમાન હોવા છતાં તેમના વર્તતા સત્યાદિ ધર્મો બાહ્ય આચરણારૂપે વિદ્યમાન હોવા છતાં શત્રુનો નાશ કરવા સમર્થ બને તેમ નથી; કેમ કે પ્રમાદી થયેલા તે સાધુને મહામોહનું સૈન્ય વલ્લભ જણાય છે. આથી જ મહામોહથી તેમનું સંયમ જર્જરિત થયું છે. વળી, સદ્બોધ યુક્તિથી કહે છે કે જેમ સિંહ હાથીનો ઘાત કરવા માટે કૂદકો મારવા તૈયાર થાય ત્યારે પ્રથમ દેહનું સંકોચન કરે છે પછી કૂદકો મારે છે. તેમ વર્તમાનમાં આપણે શત્રુ સાથે લડવાનું છોડી દઈને સંકોચ ક૨વો જોઈએ અને યુદ્ધનો ઉચિતકાળ આવે ત્યારે યુદ્ધમાં જવું જોઈએ તેથી શત્રુનો સંહાર થઈ શકે. તેથી એ ફલિત થાય કે જ્યારે તે પ્રમાદી સાધુનું સીર્ય કોઈક રીતે જાગૃત થાય અને જિનવચનાનુસાર પ્રવર્તવા તત્પર થાય ત્યારે જ મોહનાશને માટે આપણે ઉદ્યમ કરવો જોઈએ, ત્યાં સુધી કાળક્ષેપ કરવો જોઈએ. વળી, અન્ય પણ દૃષ્ટાંતથી બતાવે છે. જેમ સિંહ હાથી પર મોટો આસ્ફોટ દેવા તત્પર થયો હોય ત્યારે કેટલાંક ડગલાં પાછળ જાય છે પછી કૂદીને હાથીની સૂંઢ ઉપર પડવા માટેનો પ્રબલ યત્ન કરે છે. તેમ શત્રુ બલવાન હોય ત્યારે યુદ્ધભૂમિથી પાછા ફરવામાં પુરુષપણું ગળતું નથી પરંતુ સંચિત વીર્ય કરીને યુદ્ધભૂમિમાં જવાથી વિજયની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે સદ્બોધે કહ્યું તેથી તે સાધુમાં વર્તતું સમ્યગ્દર્શન પ્રશ્ન કરે છે કે આ સંસારી જીવ ક્યારે આપણને જાણશે અને આ શત્રુઓ આ રીતે બાધા કરનારા છે તે ક્યારે જાણશે તે મને ખબર પડતી નથી. તેથી આજે તે સાધુમાં ૨હેલા સંયમને મહામોહાદિએ કદર્થના કરી તેમ કાલે આપણા બધાનો પણ નાશ કરી શકશે તેથી બેસવું ઉચિત નથી. તેથી એ પ્રાપ્ત થાય કે જો સાધુ પ્રમાદી થયા તેથી સંયમ ઘવાયું તેમ હજી વધારે પ્રમાદી બને તો સદ્બોધ નાશ પામે, સમ્યગ્દર્શન પણ નાશ પામે. તેથી તે સાધુમાં વર્તતું સમ્યગ્દર્શન વિચારે છે કે જો શત્રુનો વિરોધ નહીં કરવામાં આવે તો કાલે આપણો પણ વિનાશ થશે, એ પ્રકારે સમ્યગ્દર્શન પોતાની શંકા સોધ પાસે વ્યક્ત કરે છે.
संसारिजीवजागृतिक्रमः
શ્લોક ઃ
सद्बोधेनोक्तं
આર્ય! મોત્તાલતાં હાર્લીઃ, વ્હાલસાધ્ય પ્રયોનને ।
ધ્રુવં સંસારિનીવોડસો, સામ્યતે ન: વાચન ।।૨।।
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૬૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
સંસારી જીવની જાગૃતિનો ક્રમ શ્લોકાર્ચ -
સમ્બોધ વડે કહેવાયું=સમ્બોધ વડે સમ્યગ્દર્શનને કહેવાયું. હે આર્ય! સમ્યગ્દર્શન!કાલસાધ્ય પ્રયોજનમાં-પ્રયત્ન સાધ્ય નથી પરંતુ કાલસાધ્ય પ્રયોજન છે એવા પ્રસંગમાં, ઉત્તાકતાને કર નહીં ઉતાવળને કર નહીં. આ સંસારી જીવ નક્કી ક્યારેક આપણને જાણશે. પિપરા શ્લોક :
યતાस कर्मपरिणामाख्यो, नरेन्द्रोऽत्र बलद्वये ।
समानपक्षपातेन, सदा प्रायेण वर्तते ।।५५३।। શ્લોકાર્થ :
જે કારણથી અહીં=સંસારી જીવમાં, કર્મપરિણામ રાજા બલદ્રયમાં–મહામોહના અને ચારિત્ર ઘર્મરાજાના એમ બંને સૈન્યમાં, સમાન પક્ષપાતથી પ્રાયઃ સદા વર્તે છે. llપપ૩/ શ્લોક :
तस्य संसारिजीवोऽपि, निःशेषं कुरुते वचः ।
अतोऽस्मानेष तस्योच्चैः, कदाचिज्ज्ञापयिष्यति ।।५५४।। શ્લોકાર્ચ -
અને આ બાજુ સંસારી જીવ પણ નિઃશેષ તેનું વચન-કર્મપરિણામરાજાનું વચન, કરે છે. આથી આકર્મપરિણામરાજા, તેને=સંસારી જીવને, ક્યારેક આપણને અત્યંત જણાવશે પરિચિત કરાવશે. પિપ૪ll શ્લોક :
ततश्च
ज्ञाताः संसारिजीवेन, सप्रसादेन पूजिताः ।
વયના વિધ્યામ:, શનિર્વતનક્ષમ સાધી શ્લોકાર્ય :
અને તેથી કર્મપરિણામરાજા સંસારી જીવને આપણો પરિચય કરાવશે તેથી, સંસારી જીવ વડે જ્ઞાત થયેલા પ્રસાદ સહિત પૂજાયેલા હે આર્ય ! અમે શગુના નિર્દલનમાં સમર્થ થશે. પિપપી.
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૬૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ___ केवलमसावपि कर्मपरिणामः क्वचिदवसरे पर्यालोच्य महत्तमभगिन्या सह लोकस्थित्या, पृष्ट्वा चावसरं निजभार्यां कालपरिणति, कथयित्वाऽऽत्मीयमहत्तमाय स्वभावाय, कृत्वा विदितं नियतियदृच्छादीनां निजपरिजनानामनुकूलयित्वा संसारिजीवस्यैव महादेवीं भवितव्यतामपेक्ष्य 'सप्रसादोऽयमिति विज्ञप्तिकावसरं ततः संसारिजीवस्य समस्तमस्मद्वृत्तान्तं सर्वेषामभिरुचिते सति विज्ञापयिष्यति, ततः प्रतिबन्धकाभावाल्लगिष्यति सा विज्ञप्तिका, भविष्यति संसारिजीवोऽस्मासु सप्रसादः,
કેવલ આ પણ કર્મપરિણામ કોઈક અવસરમાં મહત્તમ ભગિની લોકસ્થિતિ સાથે પર્યાલોચત કરીને, પોતાની ભાર્યા કાલપરિણતિને અવસર પૂછીને પોતાના મહત્તમ એવા સ્વભાવને કહીને નિયતિ યદચ્છાદિ નિજપરિજનોને નિવેદન કરીને, સંસારી જીવની જ મહાદેવી ભવિતવ્યતાને અનુકૂલ કરીને પ્રસાદવાળો આ છે=ચારિત્રમૈત્ય પ્રત્યે પ્રસાદવાળો આ સંસારી જીવ છે, એ પ્રકારના વિજ્ઞપ્તિના અવસરની અપેક્ષા રાખીને ત્યારપછી સર્વેને અભિરુચિત થયે છતેપૂર્વમાં કહેલા કાલપરિણતિ આદિ સર્વને આપણું વૃત્તાંત કહેવાનું રુચિનો વિષય થયે છતે, સંસારી જીવને સમસ્ત પણ આપણું વૃતાંતર ચારિત્રધર્મનું સૈન્ય તમારું હિતકારી છે એ પ્રકારનું સમસ્ત પણ આપણું વૃતાંત, વિજ્ઞાપન કરશેકર્મપરિણામરાજા વિજ્ઞાપન કરશે. તેથી પ્રતિબંધકનો અભાવ થવાથી તે વિજ્ઞપ્તિકા લાગશેઃ કર્મપરિણામરાજા સંસારી જીવને સમસ્ત પણ આપણો વૃત્તાંત કહેશે તેથી સંસારી જીવ આપણો પ્રતિબંધક નહીં થવાથી તે વિજ્ઞપ્તિ=સમ્યગ્દર્શને મોહની સામે યુદ્ધ કરવાની કરેલી વિજ્ઞપ્તિ લાગુ પડશે=સફળ થશે. સંસારી જીવ આપણામાં ચારિત્રતા સેચમાં, પ્રસાદવાળો થશે. શ્લોક :
ततश्चनिर्मूलान्नाशयिष्यामः, शत्रूनेतान्महत्तम! । तेन कालविलम्बोऽत्र, रुचितो मे प्रयोजने ।।५५६।।
શ્લોકા :
અને તેથી, હે મહત્તમ ! સમ્યગ્દર્શન! આ શત્રુઓનો નિર્મલથી અમે નાશ કરીશું, તે કારણથી મારા આ પ્રયોજનમાં=મહામોહાદિ નાશના વિષયમાં, કાલવિલંબન રુચિનો વિષય છે. પપII
શ્લોક :
सम्यग्दर्शनेनोक्तंयद्येवं प्रेष्यतां तावतस्तेषां दुरात्मनाम् । न लङ्घयन्ति मर्यादां, येन ते दूतभर्त्तिताः ।।५५७।।
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
સમ્યગ્દર્શન વડે કહેવાયું - જો આ પ્રમાણે છેઃઅત્યારે મહામોહ સામે યુદ્ધ કરવાનો અવસર નથી અને કાલવિલંબન આવશ્યક છે આ પ્રમાણે જો છે, તો તે દુરાત્માઓની પાસે દૂત મોકલાવાય, જે કારણથી દૂતથી ભત્સિત થયેલા તેઓ મર્યાદાને ઉલ્લંઘન કરે નહીં જે રીતે સંયમને જર્જરિત કર્યો તેમ આપણા અન્ય સૈન્યને જર્જરિત કરવા માટે મર્યાદાનું ઉલ્લંઘન કરે નહીં. પપછી શ્લોક :
सद्बोधेनोक्तंन कार्यं तत्र दूतेन, प्रहितेन महत्तम! ।
तिष्ठामस्तावदत्रैव, बकवत्रिभृतेन्द्रियाः ।।५५८।। શ્લોકાર્ચ -
સમ્બોધ વડે કહેવાયું – ત્યાં મોહના સૈન્યમાં, હે મહત્તમ! સમ્યગ્દર્શન ! મોકલાયેલા એવા દૂત વડે કાર્ય નથી=પ્રયોજન નથી. અહીં જ=સંસારી જીવની ચિત્તવૃત્તિમાં જ, બગલાની જેમ નિભૂત ઈન્દ્રિયવાળા=સંવર ઈન્દ્રિયવાળા, આપણે રહીએ. II૫૫૮ll શ્લોક :
सम्यग्दर्शनेनोक्तंन भाव्यमतिभीतेन, भवता पुरुषोत्तम! ।
सुरुष्टा अपि ते पापाः, किं करिष्यन्ति मादृशाम्? ।।५५९।। શ્લોકાર્ય :
સમ્યગ્દર્શન વડે કહેવાયું - હે પુરુષોત્તમ એવા સમ્બોધ ! અતિભય પામેલા એવા તમારા વડે સર્બોધ વડે, થવું જોઈએ નહીં. સુરુષ્ટ પણ તે પાપીઓ આપણા પ્રત્યે રોષ પામેલા એવા તે મહામોહાદિ પાપીઓ, મારા જેવાને શું કરશે ? સમ્યગ્દર્શનને શું કરશે. પિપ૯ll શ્લોક :
अन्यच्चयदि नो रोचते तात! दूतस्ते दण्डपूर्वकः ।
તતઃ વિધાનાર્થ, સમપૂર્વ પ્રદીયતા ભાદ્દા શ્લોકાર્ધ :
અને બીજું, હે તાત ! સમ્બોધ, દંડપૂર્વક તમારો દૂત જો ન રુચે તો સંધિના વિધાન માટે સામપૂર્વક દૂત મોકલાઓ સામનીતિપૂર્વક દૂત મોકલાઓ. I૫૬oll
Page #278
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૬૭
શ્લોક :
સવોથેનો–સા મા મેવં વો:, યત:कोपाध्माते कृतं साम, कलहस्य विवर्धकम् ।
जाज्वलीति हि तोयेन, तप्तं सर्पिर्न संशयः ।।५६१।। શ્લોકાર્ચ -
સમ્બોધ વડે કહેવાયું. હે આર્ય ! આ પ્રમાણે ન કહો, ન કહો. જે કારણથી ક્રોધથી ધમધમે છતે કરાયેલી સામનીતિ, કલહનું વિવર્ધક છે. હિં=જે કારણથી, તપેલું ઘી પાણીથી જાજ્વલિત થાય છે, સંશય નથી. II૫૬૧ શ્લોક :
અથવાफलेन दृश्यतामेतत्पूर्यतां ते कुतूहलम् ।
येन संपद्यते तात! प्रत्ययो मम जल्पिते ।।५६२।। શ્લોકાર્ચ -
અથવા ફલથી આ જવાય. તારું કુતૂહલ સમ્યગ્દર્શનનું કુતૂહલ, પુરાવાય. જેથી હે તાત! સમ્યગ્દર્શન ! મારા જલ્પિતમાં વિશ્વાસ થાય. પિકા શ્લોક :
दूतः प्रहीयतां तेषां, यदि देवाय रोचते ।
ततो विज्ञाय तद्भावमुचितं हि करिष्यते ।।५६३।। શ્લોકાર્ય :
જો દેવ એવા ચારિત્રધર્મને રુચે તો તેમને મહામોહાદિને, દૂત મોકલાવાય, ત્યારપછી સંબોધે કહ્યું કે દેવને રુચે તો દૂત મોકલાઓ. ત્યારપછી, તેના ભાવને જાણીને ચારિત્રધર્મના ભાવને જાણીને, ઉચિત કરાશે દૂતને મોકલવા વિષયક ઉચિત પ્રવૃતિ કરાશે. 1પ93ll
सत्याभिधानदूतप्रेषणम्
શ્લોક :
अथ चारित्रधर्मेण, तद्वाक्यमनुमोदितम् । ततस्तैः प्रहितो दूतः, सत्याख्यः शत्रुसंहतेः ।।५६४।।
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૧૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
સત્ય નામના દૂતનું પ્રેષણ શ્લોકાર્ય :
હવે ચારિત્રધર્મરાજા વડે તેનું વાક્ય સમ્યગ્દર્શનનું વાક્ય, અનુમોદન કરાયું. તેથી તેઓ વડે=ચારિત્રધર્મના સૈન્ય વડે, શત્રુના સમૂહને સત્ય નામનો દૂત મોકલાયો. પિ૬૪ll
શ્લોક :
अथ दूतानुमार्गेण, साऽपि मार्गानुसारिता ।
गता तात! मया साधू, महामोहबले तदा ।।५६५।। શ્લોકાર્ધ :
હવે દૂતના અનુમાર્ગથી તે પણ માર્ગાનુસારિતા હે તાત ! બુધ ! મારી સાથે વિચાર સાથે, ત્યારે જ્યારે દૂત જાય છે ત્યારે, મહામોહના બલમાં ગઈ. પ૬પી. શ્લોક -
प्रमत्ततानदीतीरे, चित्तविक्षेपमण्डपे ।
दृष्टश्च विहितास्थानो, महामोहमहानृपः ।।५६६।। શ્લોકાર્થ :
પ્રમત્તતા નદીના તીરમાં, ચિત્તવિક્ષેપમંડપમાં વિહિત સભાવાળો મહામોહ મહારાજ જોવાયો. પછી
શ્લોક :
अथ दूतः स सत्याख्यस्तत्रास्थानेऽरिपूरिते ।
प्रविष्टः प्रतिपत्त्या च, निविष्टः शुभविष्टरे ।।५६७।। શ્લોકાર્ધ :
હવે સત્ય નામનો તે દૂત શત્રુઓથી પૂરિત તે સભામાં પ્રવેશ્યો અને પ્રતિપત્તિ દ્વારા શુભવિષ્ટરમાં શુભ નામના સિંહાસનમાં, બેઠો. પછી.
શ્લોક :
ततः पृष्टतनूदन्तो, वाक्यमेवमुदारधीः । स प्राह साहसाढ्योऽपि, कोपाग्नेः शान्तिकाम्यया ।।५६८।।
Page #280
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૬૯ શ્લોકાર્ય :
ત્યારપછી પુછાયેલા તનૂદંતવાળો–મહામોહની શરીરની વાર્તા પૂછી છે જેણે એવો, ઉદાર બુદ્ધિવાળો સાહસથી આક્ય પણ એવો તે સત્ય નામનો દૂત, કોપરૂપી અગ્નિની શાંતિની કામનાથી આ પ્રમાણે આગળમાં કહે છે એ પ્રમાણે, વાક્યને કહે છે. પ૬૮ll શ્લોક :
चित्तवृत्तिमहाटव्या यः प्रभुः परमेश्वरः ।
लोके संसारिजीवोऽसौ, तावद् भो मूलनायकः ।।५६९।। શ્લોકાર્થ :લોકમાં આ સંસારી જીવ ચિતરૂપી મહાટવીનો જે પ્રભુ પરમેશ્વર મૂલનાયક છે. પsell શ્લોક :
बहिरङ्गान्तरगाणां, संसारोदरचारिणाम् ।
राज्ञां ग्रामपुराणां च, स स्वामी नात्र संशयः ।।५७०।। શ્લોકાર્ચ -
બહિરંગ-અંતરંગ સંસારઉદરયારી એવા રાજાઓનો અને ગ્રામનગરોનો તે સ્વામી છે એમાં સંશય નથી. પ૭oll શ્લોક :
एवं च स्थितेयूयं वयं च ये चान्ये, केचिदान्तरभूभुजः ।
ते कर्मपरिणामाद्याः सर्वे तस्यैव किङ्कराः ।।५७१।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે સ્થિત હોતે છતે તમે મહામોહાદિ, અમે સત્યાદિ, અને જે અન્ય કોઈ અંતરંગ રાજાઓ કર્મપરિણામ આદિ છે તે સર્વ તેના જ=સંસારી જીવના જ, કિંકરો છે. પ૭૧iા. શ્લોક :
ततश्चैकमिदं राज्यं, सर्वेषामेक एव च ।
स्वामी संसारिजीवोऽतः, को विरोधः परस्परम्? ।।५७२।। શ્લોકાર્ચ -
અને તેથી સર્વેનું આ એક જ રાજ્ય છે, એક જ સંસારી જીવ સ્વામી છે, આથી પરસ્પર શું વિરોધ ? અર્થાત્ આપણે બંનેને પરસ્પર વિરોધ નથી. II૫૭૨ા.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૭૦
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ /
યત:
शक्ताः स्वस्वामिनो भक्ताः, संहताश्च भवन्ति भोः ।
भृत्या बन्धूपमा नैव, स्वपक्षक्षयकारकाः ।। ५७३।।
શ્લોકાર્થ ઃ
જે કારણથી સમર્થ એવા સ્વસ્વામીના ભક્તો સંહત થાય છે=પરસ્પર ભેગા થયેલા થાય છે. બંધુની ઉપમાવાળા સેવકો સ્વપક્ષનો ક્ષય કરનારા થતા નથી જ=મહામોહનું અને ચારિત્રનું સૈન્ય એક જીવના ભૃત્ય હોવાથી બંધુની ઉપમાવાળા રહે તો સ્વપક્ષરૂપ પોતાના સ્વામીના ક્ષયને કરનારા થતા નથી. ||૫૭૩||
શ્લોક ઃ
तदस्तु सततानन्दमतःप्रभृति सुन्दरम् ।
યુમિ: સદ્દ રાનેન્દ્ર! પ્રેમ ન: પ્રીતિવર્ધનમ્ ।।૩૪।।
શ્લોકાર્થ ઃ
તે કારણથી હે રાજેન્દ્ર ! મહામોહ ! આજથી માંડીને તમારી સાથે સતત આનંદ, સુંદર, પ્રીતિવર્ધન આપણા બધાનો=મહામોહાદિ અને ચારિત્રસૈન્ય આદિનો, પ્રેમ થાઓ. ૧૫૭૪II
ભાવાર્થ:
કોઈક વિવક્ષિત સાધુમાં સંયમનો પરિણામ મોહના હુમલાથી ઘવાયો તે વખતે તે મહાત્મામાં વર્તતું સમ્યગ્દર્શન વિદ્યમાન છે તેથી તેને પરિણામ થાય છે કે આપણા સંયમની કદર્થના થઈ છે માટે આપણે મોહની સામે યુદ્ધ કરવું જોઈએ. મૌન લેવું ઉચિત નથી; કેમ કે સમ્યગ્દર્શનના પરિણામને મહાવ્રતોની અત્યંત રુચિ હોય છે. તેથી મહાવ્રતોરૂપ સંયમનો પરિણામ નાશ પામે તે સમ્યગ્દર્શનનો પરિણામ સહન કરી શકે નહીં છતાં તે મહાત્મામાં વર્તતો સબોધ સમ્યગ્દર્શનને કહે છે અત્યારે શત્રુનો નાશ શક્ય નથી જ્યારે આપણો ઉચિત કાલ આવશે ત્યારે આપણે આપણું પ્રયોજન સિદ્ધ કરી શકશું, અત્યારે સંસારી જીવ સદ્બોધને, સમ્યગ્દર્શનને કે ચારિત્રના પરિણામને તે રીતે સ્પષ્ટ જોતો નથી. તેથી પ્રમાદને વશ થઈને મહામોહાદિથી પોતાનું સંયમ ઘાયલ થયું તોપણ પોતાનો પ્રમાદ સ્વભાવ છોડતો નથી અને મહામોહને અનુકૂલ વર્તે છે, ચારિત્રધર્મને અનુકૂલ વર્તતો નથી. જ્યારે આપણો ઉચિતકાલ આવશે ત્યારે સંસારી જીવ ફરી આપણા પક્ષવાળો થશે; કેમ કે કર્મપરિણામરાજા મોહના પક્ષમાં અને ચારિત્રના પક્ષમાં સદા પ્રાયઃ સમાન વર્તે છે. એથી જ્યારે ઔદાયિકભાવનાં કર્મો પ્રચુર હોય ત્યારે સંસારી જીવ કર્મપરિણામરાજાના વચનથી મોહને અનુકૂળ વર્તે છે અને દર્શનમોહનીય આદિ કર્મો ક્ષયોપશમભાવનાં પ્રચુર હોય ત્યારે તે ક્ષયોપશમભાવના કર્મના વચનથી સંસારી જીવ ચારિત્રધર્મને અનુકૂળ વર્તે છે. તેથી જ્યારે સંસારી જીવનો
Page #282
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૭૧ તે પ્રકારે જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ થશે ત્યારે તે કર્મપરિણામરાજા તેને ચારિત્રસૈન્યની પારમાર્થિક ઓળખાણ કરાવશે, સંસારી જીવને આપણું ચારિત્રનું સૈન્ય જ હિતકારી જણાશે. તેથી સંસારી જીવ અત્યંત પ્રસાદપૂર્વક આપણી પૂજા કરશે અર્થાત્ ચારિત્રધર્મના સૈન્યને જ હંમેશાં આદરસત્કાર કરશે ત્યારે આપણે શત્રુને નાશ કરવા સમર્થ થશે, તે પ્રકારનો તે મહાત્મામાં રહેલો સદ્ધોધ સમ્યગ્દર્શનને જણાવે છે અર્થાત્ સમ્યગ્દર્શન શત્રુનો નાશ કરવાનો અર્થી છે, પરંતુ તે મહાત્મામાં રહેલો સમ્યમ્ બોધ જાણે છે કે શત્રુનો નાશ કરવા માટે મહાવીર્યને ઉલ્લસિત કરે તેવો સદ્ધોધ તે મહાત્મામાં નથી; કેમ કે તે મહાત્મામાં રહેલો સદ્ધોધ તે જીવના શત્રુના નાશ માટે ઉદ્યમ કરવા ઉત્સાહિત કરવા સમર્થ નથી અર્થાત્ કંઈક સદ્ધોધ છે, છતાં તેવો નિપુણ સદ્ધોધ તે મહાત્મામાં નથી, જેથી અપ્રમાદપૂર્વક શત્રુના નાશમાં તે મહાત્મા ઉદ્યમશીલ થાય.
અહીં પ્રશ્ન થાય કે ક્યારે તે જીવનો કર્મપરિણામ સદ્ધોધ આદિનો પરિચય કરાવશે જેથી ચારિત્રનું સૈન્ય મોહનાશને કરવા સમર્થ બને ? તેથી કહે છે – તે જીવમાં જ્ઞાનાવરણીયનો તેવો ક્ષયોપશમ થશે તે લોકસ્થિતિનું આલોચન કરીને થશે, કાલપરિણતિનું આલોચન કરીને થશે, સ્વભાવનું આલોચન કરીને થશે, નિયતિ અને યહૃચ્છાદિનું અને ભવિતવ્યાનું આલોચન કરીને થશે. વળી, તે સર્વે અનુકૂળ હશે ત્યારે તેનો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમરૂપ કર્મપરિણામ તેને ચારિત્રસૈન્યની પારમાર્થિક ઓળખાણ કરાવશે જેથી તે જીવ ચારિત્રસૈન્યની પૂજા કરશે, તેથી તેનાથી સત્કારિત થયેલા આપણે મોહનાશ માટે સમર્થ થશે. તેથી એ ફલિત થાય કે લોકસ્થિતિ આદિ સર્વ કારણો કાર્યને અનુકૂળ હોય ત્યારે જ જીવને તે પ્રકારના સૂક્ષ્મ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે, જેથી તે જીવ હંમેશાં ચારિત્રસૈન્યને જ પુષ્ટ, પુષ્ટતર કરીને સર્વ કર્મનો નાશ કરવા સમર્થ બને છે. આથી જ તે મહાત્મામાં વર્તતો સબોધ કહે છે કે અત્યારે આપણો ઉચિત અવસર નથી. તેથી શત્રુના નાશ માટે કાલવિલંબન જ ઉચિત છે.
વળી, સમ્યગ્દર્શનનો પરિણામ મોહથી સંયમની જર્જરિત અવસ્થા થઈ તે સહન કરી શકતો નથી, તેથી મોહનો નાશ કરવા માટે પ્રેરણા કરે છે. સમ્યગ્દર્શન કહે છે કે જો અત્યારે લડવાનો અવસર નથી તો દૂતને મોકલીને તે દુરાત્માઓની દુર્ભન્ટ્સના કરવી જોઈએ, જેથી મોહનું સૈન્ય મર્યાદાનું ઉલ્લંઘન કરીને આપણા સૈન્યને સંયમની જેમ ફરી જર્જરિત કરે નહીં. તેથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દર્શન જીવને મોહનાશ કરવા જ ઉલ્લસિત કરે છે તો પણ જીવમાં જે સબોધ છે તે અત્યંત નિપુણ છે પરંતુ જાણે છે કે મોહના નાશ માટે જેવો સૂક્ષ્મબોધ જોઈએ તેવો ક્ષયોપશમ મારો નથી, તેથી અત્યારે જીવ મહામોહના સૈન્યને અનુકૂળ વર્તે છે. આથી જ સમ્યગ્દર્શન હોવા છતાં પ્રાપ્ત થયેલું સંયમ જર્જરિત થયું તોપણ સંસારી જીવ ચારિત્રસૈન્યને પુષ્ટ કરવાને અભિમુખ થતો નથી, પરંતુ પ્રમાદને વશ માનસન્માનાદિ ભાવોને અભિમુખ વર્તે છે,
વળી તેનું સમ્યગ્દર્શન કંઈક શત્રુના નાશની પ્રેરણા કરે છે, તેથી તે જીવમાં વર્તતો સદ્ધોધ કહે છે – અત્યારે સંસારી જીવ કંઈક મોહના સૈન્યને અનુકૂળ છે માટે દૂત મોકલવો ઉચિત નથી, પરંતુ બગલાની જેમ સંવૃત ઇન્દ્રિય થઈને રહેવું જોઈએ અર્થાત્ જેમ બગલો માછલાને પકડવા અર્થે સ્થિર ઊભો રહે છે અને જેવું માછલું પાસે આવે ત્યારે શીધ્ર ચાંચથી પકડે છે, તેમ આપણે પણ અત્યારે મૌન લઈને કાળક્ષેપ કરવો
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૭૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ જોઈએ. વળી, મોહનું સૈન્ય આપણાથી નાશ થાય તેવી ભૂમિકામાં આવે ત્યારે જેમ બગલો માછલાને પકડે છે તેમ આપણે પણ શત્રુનો નાશ કરવા માટે ઉદ્યમ કરવો ઉચિત છે. અત્યારે નિર્ચાપારવાળા રહેવું ઉચિત છે. આ પ્રકારના સદ્ધોધના વચનને સાંભળીને સમ્યગ્દર્શન સર્બોધને કહે છે, તમારે અત્યંત ભયભીત થઈને રહેવું જોઈએ નહીં. રોષ પામેલા પણ મહામોહાદિ મારા જેવાને શું કરશે ? અર્થાત્ કદાચ ચારિત્ર ઉપર હુમલો કરશે તો પણ મારું સમ્યગ્દર્શન તેનો પ્રતિકાર કરીને તેઓને કાઢવા જ યત્ન કરશે. માટે તે મહાત્મામાં રહેલું સમ્યગ્દર્શન મોહની સામે યુદ્ધ કરવા ઉત્સાહિત કરે છે અને તે મહાત્મામાં રહેલો બોધ કાળક્ષેપ કરવાનું સૂચન કરે છે.
વળી, સમ્યગ્દર્શન સદ્ધધને કહે છે. જો કઠોર શબ્દથી મોહને નિર્ભર્લ્સના કરવી ઉચિત જણાતી ન હોય તોપણ મોહની સાથે સંધિ કરવા માટે સામનીતિપૂર્વક દૂત મોકલવો જોઈએ. અર્થાત્ ફરી તે મહામોહનો હુમલો આપણા ઉપર ન આવે તે રીતે મહામોદાદિ સાથે સમાધાન કરવું જોઈએ. પરંતુ મૌન લઈને બેસવું જોઈએ નહીં. સદ્ધોધ કહે છે. ક્રોધથી અધ્યાત થયેલા શત્રુ સાથે સામનીતિ પણ કલહનું વર્ધન કરે છે અર્થાત્ શત્રુ પોતાની શક્તિ બલવાન છે તેમ જાણે છે તેથી સમાધાન કરવારૂપ પ્રસ્તાવ મૂકવામાં પણ કુપિત થઈને તે અધિક હુમલો કરે તેવી જ સંભાવના છે માટે કાળક્ષેપ જ કરવો ઉચિત છે છતાં જો ચારિત્રરાજાને ઉચિત જણાય તો તે દૂત મોકલવાના વિષયક ઉચિત નિર્ણય કરે.
વળી, તે મહાત્મામાં વર્તતા ચારિત્રના પરિણામને સમ્યગ્દર્શનનું વચન ગમ્યું. તેથી સત્ય નામના દૂતને મોકલવા તત્પર થાય છે. તેથી એ ફલિત થાય કે તે મહાત્મામાં વર્તતા ચારિત્રના પરિણામને સમ્યગ્દર્શન જે કહે છે તે ઉચિત જણાય છે અને સદ્ધોધ કહે છે કે કાળક્ષેપ કરવો ઉચિત છે છતાં સમ્યગ્દર્શનના વચનને અવલંબીને સત્ય નામના ચારિત્રના પરિણામને દૂતરૂપે મહામોહ પાસે મોકલે છે, તે વખતે વિચાર અને માર્ગાનુસારિતા તે બંને પણ સત્યના માર્ગને અનુસરીને તે સ્થાને જાય છે, જ્યાં મહામોહાદિનું સૈન્ય બેઠું છે.
ક્યાં મહામોહનું સૈન્ય છે તે બતાવે છે. તેથી કહે છે – પ્રમત્તતા નદીના તીરમાં ચિત્તવિક્ષેપમંડપમાં મહામોહાદિ રાજા સભા ભરીને બેઠેલો છે, તેથી એ ફલિત થાય કે જે સાધુનું સંયમ નાશ પામ્યું તે સાધુમાં જે પ્રમાદનો પરિણામ છે, ત્યાં તે મહાત્માના ચિત્તમાં કષાયોના વિક્ષેપો પ્રગટ થયા છે, મહામોહનો પરિણામ બેઠેલો છે. ત્યાં ચારિત્ર રાજાના આદેશથી સત્ય નામનો દૂત મહામોહની સભામાં પ્રવેશે છે અને મહામોહને શાંત કરવા અર્થે મધુર શબ્દથી કહે છે.
શું કહે છે ? તે બતાવે છે – સત્ય નામનો દૂત ચિત્તવિક્ષેપમંડપમાં મહામોહરાજા બેઠો છે ત્યાં આવીને મહામોહના કોપની શાંતિ અર્થે કહે છે કે આ ચિત્તરૂપી મહાઅટવીનો પ્રભુ સંસારી જીવ છે અને તે ચિત્તવૃત્તિ અટવીમાં મહામોહનું સૈન્ય અને ચારિત્રધર્મનું સૈન્ય રહેલું છે તેથી આપણા બધાનો તે સ્વામી છે. માટે આપણે બંને પ્રીતિપૂર્વક આપણા સ્વામીને પ્રીતિ થાય તેમ રહેવું જોઈએ, પરંતુ પરસ્પર ઝઘડો કરવો જોઈએ નહીં. તેનાથી એ પ્રાપ્ત થાય કે સમ્યગ્દર્શનનો પરિણામ જીવમાં વિદ્યમાન છે તેને પોતાના રક્ષણ માટે અને ચારિત્રના સૈન્યના રક્ષણ માટે ચિંતા વર્તે છે. પરંતુ સમ્યગ્દર્શનનો પરિણામ તેવો બળવાન નથી
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૭૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ કે જેથી શત્રુ સામે યુદ્ધ કરીને શત્રુનો નાશ કરવા સમર્થ બને, પરંતુ પોતાના ઉપર મોહનો હુમલો ન આવે તેવી ઇચ્છાથી સામનીતિ દ્વારા મોહને શાંત કરવા પ્રયત્ન કરે છે. જેમ પ્રસન્નચંદ્રરાજર્ષિ મોહની સામે લડતા હતા, સંયમના પરિણામવાળા હતા, દુર્મુખના વચનના શ્રવણને કારણે પ્રમાદવાળા થયા, તે વખતે તેઓના ચિત્તમાં વિક્ષેપ થયો, મહામોહનું સામ્રાજ્ય ત્યાં પ્રવર્તતું થયું અને તેઓના હુમલાથી માત્ર ચારિત્ર નાશ ન થયું, પરંતુ સમ્યગ્દર્શન પણ નાશ પામ્યું. મિથ્યાત્વનું એકછત્ર સામ્રાજ્ય પ્રવર્તવા લાગ્યું, છતાં તે જીવની કર્મની પરિણતિ, ભવિતવ્યતાદિ સર્વ કારણો ક્ષણમાં અનુકૂળ થયાં તેથી પ્રસન્નચંદ્રરાજર્ષિની ચિત્તવૃત્તિમાં ચારિત્રનું સૈન્ય ઉલ્લસિત થયું અને અલ્પકાળમાં સર્વ શત્રુઓનો નાશ કરવા સમર્થ બન્યું તેમ પ્રસ્તુત સંસારી જીવમાં પણ મહામોહનો હુમલો આવ્યો, સંયમ નાશ ન થયું, પરંતુ જર્જરિત અવસ્થામાં હતું, સમ્યગ્દર્શન વિદ્યમાન હતું, તોપણ તે અતિ બળવાન નહતું, જેથી સત્યાદિ અન્ય ચારિત્રધર્મો તે રીતે ઉલ્લસિત થઈને મોહનાશ કરવા સમર્થ બને. તેથી તેઓ મહામોહનો હુમલો પોતાના ઉપર ન થાય તદ્ અર્થે સામનીતિથી મહામોહની સાથે સમાધાન કરવા યત્ન કરે છે. તેથી જેમ સંયમ જર્જરિત થયું તેમ સંયમનાં અન્ય સત્યાદિ અંગો જર્જરિત ન થાય તે અર્થે મહામોહ સાથે સમાધાનનો યત્ન કરે છે, પરંતુ યુદ્ધ કરવા આહ્વાન કરતાં નથી. જ્યારે પ્રસન્નચંદ્રરાજર્ષિની ચિત્તવૃત્તિમાં સમ્યગ્દર્શનાદિ સર્વ નષ્ટપ્રાયઃ હતાં તોપણ તેમનો સદ્ધોધ ક્ષણ પૂર્વે નષ્ટ હતો તે ક્ષણ પછી અત્યંત જવલન બને છે તેથી તે સદ્ધોધથી ઉત્સાહિત થયેલા સમ્યગ્દર્શનાદિ સર્વ ભાવો અને ચારિત્રના સૈનિકો પણ ઉસ્થિત થયા અને ક્ષણમાં શત્રુનો નાશ કર્યો. તેવો સૂમબોધ અત્યારે પ્રસ્તુત જીવમાં પ્રગટ થાય તેમ નથી તેથી સમ્યગ્દર્શનના સૂચનથી મહામોહાદિ સાથે સમાધાન કરીને પોતાનું રક્ષણ કરવા અર્થે ચારિત્રસૈન્ય યત્ન કરે છે.
महामोहसभाक्षोभः
શ્લોક :
इदं सत्योदितं सत्यं, वाक्यमाकर्ण्य सा सभा । महामोही महाक्षोभमथ प्राप्ता मदोद्धुरा ।।५७५।।
મહામોહની સભામાં ક્ષોભ શ્લોકાર્ય :સત્યનું વચન સાંભળીને મહામોહ શું કહે છે ? તે હવે બતાવે છે – હવે, સત્યથી કહેવાયેલું આ સત્ય વાક્ય ચિત્તવૃત્તિનો સ્વામી સંસારી જીવ છે અને મહામોહનું સૈન્ય અને ચારિત્રનું સૈન્ય તેમાં રહેલું છે તેથી આપણા બંનેનો સ્વામી સંસારી જીવ છે ઈત્યાદિ સત્ય વડે કહેવાયેલું સત્ય વાક્ય, સાંભળીને મહામોહી તે સભા મહામોહથી આક્રાંત એવી તે મહામોહવાળી સભા, મદથી ઉદ્ધર મહાક્ષોભને પામી. I૫૭૫ll
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૭૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
ततश्चदष्टोष्ठा रक्तसर्वाङ्गा, भूमिताडनतत्पराः ।
क्रोधान्धबुद्धयः सर्वे, समकालं प्रभाषिताः ।।५७६।। શ્લોકાર્ચ -
અને તેથી, દંશાયેલા હોઠવાળા, રક્ત સર્વ અંગવાળા, ભૂમિના તાડનમાં તત્પર, ક્રોધથી અંધ થયેલી બુદ્ધિવાળા સર્વ મહામોહના રાજાઓ સમકાલ=એક સાથે, બોલ્યા. પછી શ્લોક -
अरे रे दुष्ट! केनेदं, दुरात्मंस्ते निवेदितम् ।
यथा संसारिजीवो नः, स्वामी सम्बन्धिनो वयम् ।।५७७।। શ્લોકાર્ચ -
અરે રે દુષ્ટ ! દુરાત્મા ! કોના વડે તને આ નિવેદન કરાયું? શું નિવેદન કરાયું? તે ‘કથા'થી બતાવે છે – સંસારી જીવ આપણો છે. સ્વામીના સંબંધવાળા અમે છીએ સંસારી જીવ મોહનો અને ચારિત્રનો એવા બંને સૈન્યનો સ્વામી છે, સ્વામી સંબંધવાળા આપણે છીએ, એ પ્રમાણે કોના વડે નિવેદન કરાયું ? એ પ્રમાણે બધા રાજાઓ બોલ્યા, એમ સંબંધ છે. I૫૭૭ી. શ્લોક :
पातालेऽपि प्रविष्टानां, नास्ति मोक्षः कथंचन ।
युष्माकमालजालेन, किमनेन? नराधमाः! ।।५७८।। શ્લોકાર્ચ -
વળી, તે રાજાઓ કહે છે. પાતાળમાં પ્રવેશેલા તમારો કોઈ રીતે મોક્ષ નથી, હે નરાધમો ! આ આલાલ કથનથી શું ?=આપણે બધાએ મિત્રભાવથી રહેવું જોઈએ એ પ્રકારના અસંબદ્ધ કથનથી શું ? પિ૭૮ll શ્લોક :
संसारिजीवो नः स्वामी, यूयं सम्बन्धिनः किल ।
अहो सम्बन्धघटना, अहो वाक्यमहो गुणाः ।।५७९।। શ્લોકાર્ય :સંસારી જીવ આપણો સ્વામી છે=સંસારી જીવ મહામોહની સેનાનો અને ચારિત્રની સેનાનો સ્વામી છે, તમે મહામોહનું સૈન્ય, સંબંધી છે ચારિત્રધર્મના સૈન્ય સાથે એક સ્વામીના સંબંધપણાથી
Page #286
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
સંબંધી છે, એમ જે સત્યએ મહામોહને કહ્યું તે અનુચિત છે, તે બતાવવા અર્થે મહામોહના સંબંધી રાજાઓ બોલે છે. અહો સંબંધ વાક્ય જુઠ્ઠું છે. અહો ગુણો=સત્યના વાક્યના જુઠ્ઠા ગુણો છે. II૫૭૯।।
શ્લોક :
तत्तूर्णं गच्छ गच्छेति, देवतास्मरणोद्यताः ।
यूयं भवत शान्त्यर्थमेते वो वयमागताः । । ५८० ।।
શ્લોકાર્થ :
તે કારણથી=સત્યનું વચન જુદું છે તે કારણથી, શીઘ્ર તું જા જા, અર્થાત્ સત્ય તું શીઘ્ર જા જા. એ પ્રમાણે દેવતાના સ્મરણમાં ઉધત એવા તમે થાઓ=અમે તમારી સામે લડવા આવીએ છીએ
માટે તમારા ઈષ્ટ દેવતાના સ્મરણ અર્થે તમે ઉદ્યત થાઓ, તમારી શાંતિ માટે આ અમે આવીએ છીએ=તમારા ચિત્તમાં જે કોલાહલ થયો છે તેના શમન અર્થે ચારિત્ર સામે યુદ્ધ કરવા માટે અમે આવીએ છીએ. II૫૮૦ના
શ્લોક ઃ
શ્લોક ઃ
एवं च
सहस्ततालमुत्तालाः, प्रविहस्य परस्परम् ।
तथाऽन्ये निष्ठुरैर्वाक्यैः, कृत्वा दूतकदर्थनम् ।।५८१ ।। चलितास्तत्क्षणादेव, क्रोधान्धास्ते महीभुजः ।
સંનદ્ધ્વન્દ્વવવા, મહામોદ્દપુરસ્કરૉઃ ।।૮।। યુઘ્નમ્ ।
૨૭૫
શ્લોકાર્થ ઃ
અને આ રીતે, સહસ્તતાલના ઉત્તાલવાળા=મહામોહરાજાઓના અવાંતર રાજાઓ પરસ્પર હાથમાં તાલી આપેલા, પરસ્પર હસીને=આ સત્ય આપણને સલાહ આપવા આવ્યો છે, મૂર્ખની ચેષ્ટા છે, એ પ્રકારે પરસ્પર હસીને, અને અન્ય નિષ્ઠુર વાક્યો વડે દૂતની કદર્થના કરીને તત્ક્ષણ જ= સત્યએ સામનીતિ અર્થે મહામોહને કહ્યું તે ક્ષણ જ, ક્રોધાંધવાળા તે રાજાઓ=મહામોહના અવાંતર રાજાઓ, મહામોહને આગળ કરેલા તૈયાર થયેલા બદ્ધકવચવાળા ચાલ્યા. II૫૮૧-૫૮૨।।
चारित्रमोहयोर्युद्धम्
सत्येनापि समागत्य, सर्वं तच्चेष्टितं प्रभोः ।
चारित्रधर्मराजस्य, विस्तरेण निवेदितम् ।। ५८३ ।।
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
ચારિત્ર અને મોહનું યુદ્ધ શ્લોકાર્ચ -
સત્ય વડે પણ આવીને પ્રભુ એવા ચારિત્રધર્મરાજાને, સર્વ તેઓનું ચેષ્ટિત વિસ્તારથી નિવેદન કરાયું. પ૮all શ્લોક :
अथाभ्यर्णगतां मत्वा, महामोहमहाचमूम् ।
चारित्रधर्मराजीयं संनद्धमखिलं बलम् ।।५८४ ।। શ્લોકાર્ચ -
હવે મહામોહ મહાસૈન્ય અભ્યર્થગત માનીને આવેલું માનીને, ચારિત્રધર્મરાજાનું અખિલ બલ લડવા તત્પર થયું. પિ૮૪ll શ્લોક :__ततः परिसरे रम्ये, लग्नमायोधनं तयोः ।
चित्तवृत्तिमहाटव्यां, सैन्ययोः कृतविस्मयम् ।।५८५।। શ્લોકાર્થ :
ત્યારપછી ચિત્તવૃત્તિ મહાઅટીમાં રમ્ય એવા પરિસરમાં=સ્થાનમાં, તે બે સૈન્યનું મહામોહાદિના સૈન્યનું અને ચારિત્રના સેવનું, કરાયેલો છે વિસ્મય જેના વડે એવું તે યુદ્ધ શરૂ થયું. પ૮૫ll
तच्च कीदृशं-विलसितभटकोटिसङ्घातहेतिप्रभाजालविस्तारसञ्चारनि शिताशेषतामिस्रमेकत्र चारित्रधर्मानुसञ्चारिराजेन्द्रवृन्दैरतोऽन्यत्र दुष्टाभिसन्ध्याद्यनेकप्रचण्डोग्रभूपेन्द्रशृङ्गाङ्गसच्छायकायप्रभोल्लासबद्धान्धकारप्रतानप्रनष्टाखिलज्ञानसद्योतसन्तानजातम् । ततो भीषणे तादृशे कातराणां नराणां महाभीतिसम्पादके वादितानेकबिब्बोकवादिनिर्घातसंत्रासिताशेषसंसारसञ्चारिजीवौघसंग्रामसम्मर्दनालोकिसत्सिद्धविद्याधरे
અને તે યુદ્ધ કેવું છે? એક બાજુ ચારિત્રધર્મના અનુસંચારી રાજેન્દ્રનાં વંદોથી વિલાસ પામેલા કરોડો સેનાનીઓના સમૂહથી ફેલાવાતી પ્રજાના સમૂહના વિસ્તારના સંચાર વડે નાશ કરાયેલો છે અશેષ અંધકાર જેમાં એવું યુદ્ધ છે એમ અવય છે. આનાથી અન્યત્ર=ચારિત્રધર્મના સૈન્યની બીજી બાજુ, દુષ્ટ અભિસંધિ આદિ અનેક પ્રચંડ ઉગ્ર રાજાઓના મુગટ અને અંગના પડછાયાવાળી કાયાની પ્રભાતા વિલાસથી બંધાયેલા અંધકારના વિસ્તારથી નાશ કર્યો છે અખિલ જ્ઞાનના સદ્યોતના સંતાનના સમૂહવાળું યુદ્ધ છે એમ અત્રય છે. તેથી બે સૈન્યનું તેવા પ્રકારનું યુદ્ધ થયું તેથી, કાયર
Page #288
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
નરોને ભયંકર મહાભીતિનું સંપાદક તેવા, બતાવાયા છે અનેક ચાળાઓ અને વાજિંત્રોના અવાજથી ત્રાસ પમાડ્યો છે અશેષ સંસારમાં સંચારિત થયેલા જીવનો સમૂહ છે જેમાં એવા સંગ્રામના સમ્મર્દને જોનારા એવા સસિદ્ધવિદ્યાધરવાળા યુદ્ધમાં શું થયું તે બતાવે છે.
શ્લોક ઃ
भो ! रणे ते महामोहराजेन्द्रसत्का भटाः ।
पाटयन्तः परानीकमुद्वेल्लिताः ( इतस्ततः) ।। ५८६ ।।
શ્લોકા
યુદ્ધમાં તે મહામોહ રાજેન્દ્ર સંબંધી ભટો શત્રુના સૈન્યને=ચારિત્રના સૈન્યને, પછાડતા, ઉદ્વેલિત
થયા=આગળ વધતા હતા. [૫૮૬।।
શ્લોક ઃ
:
શ્લોક ઃ
ततश्च
बहुदारुणशस्त्रशतैः प्रहतं, दलिताखिलवारणवाजिरथम् । श्रुतिभीषणवैरिनिनादभयात्तदशेषमकम्पत धर्मबलम् ।।५८७ ।।
૨૭૭
શ્લોકાર્થ :
અને ત્યારપછી દલિત કર્યો છે અખિલ હાથી અને ઘોડાઓના રથો જેમાં એવું ધર્મરૂપી સૈન્ય ઘણા ભયંકર એવા સેંકડો શસ્ત્રોથી હણાયું, કાનને ભયંકર એવા શત્રુઓના અવાજના ભયથી તે અશેષ ધર્મબલ ધ્રૂજવા લાગ્યું. I૫૮૭II
मोहराजविजयः
ततश्चारित्रधर्मोऽसौ, सबलो बलशालिना । મહામોદનરેન્દ્રળ, નિતસ્તાત! મહાદવે ।।૮।।
મોહરાજાનો યુદ્ધમાં વિજય
શ્લોકાર્થ ઃ
અને હે તાત બુધ ! ત્યારપછી સેના સહિત એવો આ ચારિત્રધર્મ મહાહવમાં=મહાયુદ્ધમાં, બલશાલી એવા મહામોહરાજા વડે જિતાયો. ૫૮૮ાા
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
नंष्ट्वा प्रविष्टः स्वस्थाने, ततस्ते रिपवस्तकम् ।
लसत्कलकलारावा, रोधयित्वा व्यवस्थिताः ।।५८९।। શ્લોકાર્ચ -
નાસીને સ્વસ્થાનમાં પ્રવેશ કર્યો, ત્યારપછી વિલાસ કરતા કલકલ અવાજવાળા તે શત્રુઓ તેને=બલ સહિત ચારિત્રધર્મને, અવરોધ કરીને રહ્યા. I૫૮૯ll શ્લોક :
ततः परिणतं राज्यं, महामोहनराधिपे ।
चारित्रधर्मराजस्तु, निरुद्धोऽभ्यन्तरे स्थितः ।।५९०।। શ્લોકાર્ચ -
ત્યારપછી મહામોહ નરાધિપમાં રાજ્ય પરિણત થયું. વળી, ચારિત્રધર્મરાજા અત્યંતરમાં નિરુદ્ધ રહ્યો. પcoll બ્લોક :
मार्गानुसारिता प्राह, दृष्टं तात! कुतूहलम् ।
सुष्ठु दृष्टं मयाप्युक्तमम्बिकायाः प्रसादतः ।।५९१।। શ્લોકાર્ચ -
માર્ગાનુસારિતા કહે છે, હે તાત ! વિચાર ! કુતૂહલ જોવાયું યુદ્ધનું કુતૂહલ જોવાયું. મારા વડે પણ વિચાર વડે પણ, કહેવાયું. અંબિકાના પ્રસાદથી સુંદર જોવાયું. પ૯૧TI શ્લોક :
केवलं कलहस्यास्य, मूलमम्ब! परिस्फुटम् ।
अहं विज्ञातुमिच्छामि, तन्निवेदय साम्प्रतम् ।।५९२।। શ્લોકાર્થ :
કેવલ હે અંબા ! આ કલહનું મૂલ પરિક્રુટ હું વિચાર, જાણવા ઈચ્છું છું, તે કારણથી હમણાં નિવેદન કરો. પ૯૨ાાં
શ્લોક :
मार्गानुसारिता प्राह, रागकेसरिणोऽग्रतः । योऽयं दृष्टस्त्वया वत्स! मन्त्री निर्व्याजनैपुणः ।।५९३।।
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૭૯
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
માર્ગાનુસારિતા કહે છે. રાગકેસરીની આગળ હે વત્સ ! નિર્ચાજ નૈપુણ્યવાળો મંત્રી જે આ તારા વડે જોવાયો. Ifપ૯all શ્લોક :
अनेन मन्त्रिणा पूर्वं, जगत्साधनकाम्यया ।
मानुषाणि प्रयुक्तानि, पञ्चात्मीयानि कुत्रचित् ।।५९४ ।। શ્લોકાર્થ :
પૂર્વમાં આ મંત્રી વડે જગતને સાધવાની ઈચ્છાથી કોઈક ઠેકાણે પાંચ પોતાના માનુષ્યોને પ્રયુક્ત કર્યા છે મોકલ્યા છે. I૫૯૪ો.
શ્લોક :
अभिभूतानि तानीह, सन्तोषेण पुरा किल । चारित्रधर्मराजस्य, तन्त्रपालेन लीलया ।।५९५ ।।
શ્લોકાર્ચ -
અહીં=સંસારમાં, તેઓને પૂર્વમાં ચારિત્રધર્મરાજાના તંત્રપાલ એવા સંતોષ વડે લીલાથી અભિભૂત કર્યા છે. [પલ્પા
શ્લોક :
तन्निमित्तः समस्तोऽयं, जातोऽमीषां परस्परम् ।
कलहो वत्स! साटोपमन्तरङ्गमहीभुजाम् ।।५९६।। શ્લોકાર્ય :
હે વત્સ ! સાટોપવાળા આ અંતરંગ રાજાઓનો પરસ્પર સમસ્ત પણ આ કલહ તેના નિમિત્તવાળો થયો છે=સંતોષે તે પાંચ મનુષ્યોને અભિભૂત કર્યા તેના નિમિત્તવાળો થયો છે. II૫૯૬ો.
मयाऽभिहितं-अम्बिके! किन्नामानि तानि मानुषाणि कथं वा पञ्चैतानि जगत्साधयन्ति? मार्गानुसारितयोक्तं-वत्स विचार! स्पर्शरसनाघ्राणदृष्टिश्रोत्राणि तान्यभिधीयन्ते,
મારા વડે કહેવાયું=વિચાર વડે કહેવાયું. હે અંબા ! માર્ગાતુસારિતા ! કયા નામવાળા તે મનુષ્યો છે અથવા કેવી રીતે પાંચ એવા તે જગતને સાધે છે? માર્ગાતુસારિતા વડે કહેવાયું. હે વત્સ વિચાર ! સ્પર્શ, રસના, ઘાણ, દૃષ્ટિચક્ષુ, અને શ્રોત્ર તે પાંચ મનુષ્યો, કહેવાય છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૮૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ / પંચમ પ્રસ્તાવ
બ્લોક :
તાનિ - स्पर्शे रसे च गन्धे च, रूपे शब्दे च देहिनाम् ।
आक्षेपं मनसः कृत्वा, साधयन्ति जगत्त्रयम् ।।५९७ ।। શ્લોકાર્ચ -
અને તે સ્પર્શના વિષયમાં, રસના વિષયમાં, ગંધના વિષયમાં, રૂપના વિષયમાં અને શબ્દના વિષયમાં સંસારી જીવોના મનનો આક્ષેપ કરીને જગત્રયને સાધે છે. પ૯૭ના બ્લોક :
શિષ્યएकैकं प्रभवत्येषां, वशीकर्तुं जगत्त्रयम् ।
यत्पुनर्वत्स! पञ्चापि, तत्र किं चित्रमुच्यताम् ।।५९८ ।। શ્લોકાર્ય :
વળી, આમનું એક એકત્રપાંચ મનુષ્યોને એક એક, જગત્રયને વશ કરવા માટે સમર્થ છે. હે વત્સ ! જે વળી પાંચે પણ છે ત્યાં શું આશ્ચર્ય કહેવાય. આપ૯૮II બ્લોક :
ततो मयोक्तं संपूर्णं, देशदर्शनकौतुकम् ।
अधुना तातपादानां, पार्श्वे यास्यामि सत्वरम् ।।५९९।। શ્લોકાર્ચ -
તેથી માર્ગાનુસારિતાએ પાંચે મનુષ્યોનું સ્વરૂપ બતાવ્યું તેથી, મારા વડે વિચાર વડે, કહેવાયું. દેશ દર્શનનું કૌતુક પૂર્ણ થયું વિચાર જગતના ભિન્ન ભિન્ન બહિરંગ અને અંતરંગ દેશોના દર્શનના કૌતુકથી નીકળેલો એ કૌતુક પૂર્ણ થયું. હવે તાત પાસે બુધ પાસે, શીધ્ર હું જઈશ. II૫૯૯ll શ્લોક -
तयोक्तं गम्यतां वत्स! निरूप्य जनचेष्टितम् ।
अहमप्यागमिष्यामि, तत्रैव तव सन्निधौ ।।६०० ।। શ્લોકાર્ચ -
તેણી વડે કહેવાયું માર્ગાનુસારિતા વડે કહેવાયું. હે વત્સ ! જનચેતિનું નિરૂપણ કરીને જવાય પિતા પાસે જવાય. હું પણ ત્યાં જ=બુધ પાસે જ, તારી સન્નિધિમાં તારી સાથે, આવીશ. II૬૦૦IL
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૮૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ભાવાર્થ :
પૂર્વમાં સમ્યગ્દર્શનના વચનથી પ્રેરાઈને ચારિત્રધર્મરાજાએ સત્ય નામના દૂતને સામનીતિપૂર્વક સંધિ કરવા અર્થે મહામોહ પાસે મોકલ્યો. મહામોહને સત્યએ કહ્યું કે આપણે બંને સંસારી જીવની ચિત્તરૂપી અટવીમાં રહેનારા છીએ; કેમ કે મહામોહના પરિણામો પણ સંસારી જીવના ચિત્તમાં થાય છે અને ચારિત્રના સર્વ પરિણામો પણ ક્ષયોપશમભાવરૂપે સંસારી જીવના ચિત્તમાં થાય છે. તેથી મહામોહે ચારિત્રધર્મ સાથે પ્રીતિનું વર્તન કરવું જોઈએ, જેથી પરસ્પર કલહ ન થાય. આ પ્રકારે સત્યએ મહામોહને નિવેદન કર્યું. તેનું કારણ જે સાધુનું સંયમ મહામોહ દ્વારા હણાયેલું છે તે સાધુનો જીવ સંયમયોગમાં હોવા છતાં પ્રમાદના પરિણામવાળો છે તેથી સત્યાદિ ચારિત્રધર્મો મહામોહની સામે લડવા સમર્થ નથી. માટે મહામોહના ક્ષોભના નિવારણ અર્થે સામનીતિથી મિત્રાચારી કરવા તત્પર થાય છે પરંતુ સત્યવચનને સાંભળીને પણ મહામોહાદિ ક્ષોભાયમાન થયા; કેમ કે સંસારી જીવ તેમના પક્ષમાં છે તેથી કુપિત થઈને સત્યને કહે છે. સંસારી જીવ આપણો સંબંધી છે એમ તમે કહો છો એ તમારું દુર્વચન છે. વસ્તુતઃ સંસારી જીવ મહામોહનો સ્વામી છે, તમારો નથી; કેમ કે અનાદિ કાળથી સંસારી જીવની ચિત્તવૃત્તિમાં અમે જ વર્તીએ છીએ. કોઈક રીતે તમે પ્રગટ થઈને અમારા રાજ્યને પડાવવા યત્ન કર્યો છે. તેથી તમારો અને અમારો સ્વામી એક છે તેમ કહીને અમને શાંતિ રાખવાનો ઉપદેશ આપવો ઉચિત નથી અને પાતાળમાં પણ તમે પ્રવેશ કરશો તોપણ તમને અમે છોડીશું નહીં. તમારી સાથે યુદ્ધ કરીને સંસારી જીવની ચિત્તવૃત્તિમાંથી તમને દૂર કરશું. આ પ્રકારનું બળ મહામોહના સૈન્યને સંસારી જીવને પોતાના પ્રત્યેનો પક્ષપાત છે તેવું જણાવાથી આવે છે અને જે સાધુ પ્રમાદને વશ સંયમનો નાશ થયા પછી પ્રમાદને અભિમુખ છે તેઓ મહામોહને અભિમુખ જ છે તેથી મહામોહનું સૈન્ય ઉત્સાહિત થઈને સત્યને નિર્ભર્જના કરીને કાઢી મૂકે છે અને કહે છે કે તું શીધ્ર જા. તમારા ઇષ્ટદેવતાનું સ્મરણ કરો. અને તમને મારવા માટે અમે આવીએ છીએ. જીવ પોતાના પક્ષમાં છે તેમ જાણીને આ પ્રકારે મહામોહના સૈન્યના દરેક રાજાઓ ઉત્સાહથી બોલે છે અને નિષ્ફર વચનોથી સત્યની કદર્થના કરીને કાઢી મૂક્યો.
વળી, તે સર્વ મહામોહના સૈન્યો યુદ્ધ કરવા માટે તત્પર થઈને ચારિત્રધર્મ સૈન્ય પાસે આવે છે. વળી, સત્યએ પણ ચારિત્રધર્મરાજાને વિસ્તારથી સર્વ કથન કર્યું. તેથી એ ફલિત થાય કે બુદ્ધિમાન એવા સબોધમંત્રીની સલાહને સ્વીકાર્યા વગર સત્યને મોકલીને ચારિત્રધર્મના સૈન્યએ મોહને લડવા માટે ઉશ્કેર્યો છે, અને જે જીવમાં સમ્યગ્દર્શન છે આમ છતાં મોહને અભિમુખ પરિણામ હોવાથી સમ્યગ્દર્શન પ્લાન થઈ રહ્યું છે તે વખતે સમ્યગ્દર્શન યથાર્થ નિર્ણય કરવા સમર્થ નથી. તેના વચનથી પ્રેરાઈને જે જીવ મોહના શમન માટે યત્ન કરે છે તે જીવનું જ્યારે મોહને અભિમુખ વલણ હોય ત્યારે તે શમનનો યત્ન જ વિનાશનું કારણ બને છે. આથી જ જે મહાત્મામાં સંયમ ઘાયલ થયેલું તે મહાત્માને સમ્યગ્દર્શન કંઈક રક્ષણ કરવાને અભિમુખ પરિણામવાળું હોવા છતાં જીવ મોહને અત્યંત અભિમુખ થયેલ, તેથી સંયમના રક્ષણ માટે કરાયેલ યત્ન પણ મોહને પુષ્ટ કરે છે. જેમ કેટલાક જીવો કલ્યાણને અર્થે સંયમ ગ્રહણ કરવાને તત્પર થાય છે પરંતુ પોતાની શક્તિનું આલોચન કર્યા વગર સંયમ ગ્રહણ કરે છે ત્યારે મોહને અભિમુખ એવું તેમનું
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
ચિત્ત સંયમ ગ્રહણ કરીને અધિક મોહને વશ થાય છે તેથી તે જીવનું અધિક અહિત થાય છે. તેમ પ્રસ્તુત મહાત્મામાં પણ કંઈક સમ્યગ્દર્શનની મતિ હતી જેથી સંયમના રક્ષણનો પરિણામ થયો. તેથી મહામોહના ઉપદ્રવને શમ કરવા અર્થે કોઈક વિશિષ્ટ પ્રકારનું અનુષ્ઠાન કરવા તત્પર થાય છે પરંતુ ચિત્ત મોહને અભિમુખ હોવાથી તે અનુષ્ઠાન દ્વારા જ મોહની જ વૃદ્ધિ કરે છે તેથી અધિક વિનાશને પ્રાપ્ત કરે છે. વળી મોહનું સૈન્ય ચારિત્રના નાશ માટે સન્મુખ થયું. ત્યારે જીવમાં ચારિત્રનો પરિણામ મંદ ક્ષયોપશમવાળો હોવાથી અને ચારિત્રના પોષક એવા અવાંતર ભાવો મંદ ક્ષયોપશમવાળા હોવાથી અને મહામોહના ભાવો અર્થાત્ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના ઉદયના ભાવો પ્રબલ હોવાથી તે યુદ્ધમાં ચારિત્રધર્મનો પરાજય થાય છે.
વળી, તે વખતે ચિત્તવૃત્તિ કેવી છે? તે બતાવતાં કહે છે – યુદ્ધકાળમાં એક બાજુ અનેક પ્રકારના ચારિત્રમોહનીયના ક્ષયોપશમ ભાવો વર્તી રહ્યા છે જેથી ચિત્તવૃત્તિમાં ક્ષયોપશમભાવોનો પ્રકાશ વર્તે છે તો બીજી બાજુ મહામોહનું સૈન્ય ચિત્તવૃત્તિમાં ગાઢ અંધકાર ફેલાવે છે. જેથી આખી ચિત્તવૃત્તિ અંધકારથી વ્યાપ્ત બને છે. વળી, મહામોહનું સૈન્ય પ્રબલ હોવાથી અર્થાત્ ઔદાયિકભાવ તે જીવમાં પ્રચુર હોવાથી અને દર્શનમોહનીય, ચારિત્રમોહનીય અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમરૂપ ચારિત્રનું સૈન્ય અલ્પ શક્તિવાળું હોવાથી મહામોહના પરિણામોએ યુદ્ધભૂમિમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમનો વિનાશ કર્યો અર્થાત્ ક્ષયોપશમભાવથી જે થોડા ભાવો વર્તતા હતા તે નાશ પામ્યા. તેથી સેના સહિત ચારિત્રધર્મ મહામોહરાજા વડે જિતાયો. અને નાસીને તે ચારિત્રધર્મરાજા પોતાની ચિત્તવૃત્તિમાં જઈને બેસે છે અને જ્ઞાનાવરણીય આદિના ઔદયિકભાવો તેને અત્યંત અવરોધે છે. તેથી જે મહાત્માનું સંયમ જર્જરિત થયેલું તે મહાત્માની ચિત્તવૃત્તિમાં યુદ્ધ પછી મહામોહનું એક સામ્રાજ્ય પ્રવર્તવા લાગ્યું. સમ્યગ્દર્શન પણ નાશ પામ્યું. સમ્બોધ પણ નષ્ટપ્રાયઃ થયો અને મોહને વશ તે મહાત્માની ચિત્તવૃત્તિ સર્વત્ર વ્યાપ્ત થાય છે. જેમ પ્રસન્નચંદ્રરાજર્ષિ દુર્મુખના વચનથી જ્યારે સાતમી નરકને અનુકૂળ પરિણતિવાળા થાય છે ત્યારે તેમની ચિત્તવૃત્તિમાં મહામોહનું એક સામ્રાજ્ય વર્તતું હતું. તેમ પ્રસ્તુત મુનિની ચિત્તવૃત્તિમાં પણ સંયમના પરિણામો સર્વથા નાશ પામ્યા.
વળી, મોહને અનુકૂળ સર્વ ભાવો પ્રગટ થયા. તેથી તે સાધુ શીતલવિહારી સાધુ બન્યા=શિથિલાચારી સાધુ બન્યા. આ પ્રકારે બહારની દુનિયામાં માર્ગાનુસારિતાની સહાયથી બુધનો વિચાર નામનો પરિણામ અવલોકન કરે છે તેથી વિચારને જિજ્ઞાસા થાય છે કે આ પ્રકારનું મહામોહના સૈન્યના અને ચારિત્રના સૈન્યના કલહનું બીજ શું છે ? તેથી જીવમાં વર્તતી માર્ગાનુસારિતા તે વિચારને કહે છે કે રાગકેસરીનો મંત્રી જે વિષયાભિલાષ છે તેના દ્વારા જગતને વશ કરવા માટે પાંચ મનુષ્યોરૂપ પાંચ ઇન્દ્રિયો મોકલાવાઈ છે, તેના દ્વારા થયેલા જીવો રાગને વશ થાય છે અને સર્વ કર્મોને કરીને સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે તેથી આખા જગતને તેઓ કર્મપરિણામને વશ કરી શકે છે. વળી, સંસારી જીવોમાંથી કોઈ જીવ તે પાંચમાંથી એક ઇન્દ્રિયને વશ થાય તોપણ તે મહામોહને વશ બને છે. વળી, જે પાંચેય ઇન્દ્રિયને વશ છે. તેઓ તો સંપૂર્ણ મહામોહને વશ છે આ પ્રકારે માર્ગાનુસારી બુદ્ધિ વિચારને પદાર્થ બતાવે છે. ત્યારપછી તે માર્ગાનુસારી બુદ્ધિ અને વિચાર બુધ પાસે આવે છે. આવીને શું થાય છે ? તે હવે પછી કહે છે –
Page #294
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૮૩
विचारस्य प्रत्यागमनम् બ્લોક :
अथाहमागतस्तूर्णं, निश्चित्येदं प्रयोजनम् । ततस्तात! वयस्योऽयं, घ्राणनामा न सुन्दरः ।।६०१।।
વિચારનું પ્રત્યાગમન શ્લોકાર્ય :
ત્યારપછી= દેશાટન કરીને પાછા આવવાને અભિમુખ હું થયો ત્યારપછી, હું વિચાર, આ પ્રયોજનનો નિર્ણય કરીને શીઘ આવ્યો છું. તેથી હે તાત ! આ ધ્રાણ નામનો મિત્ર સુંદર નથી= વિચાર બુધને કહે છે – પાંચ ઈન્દ્રિયો મહામોહે મોકલેલ છે એ પ્રકારનું તેઓનું પ્રયોજન નિર્ણય કરીને હું તમારી પાસે આવ્યો છું માટે મહામોહના મંત્રીએ મોકલેલ આ ઘાણ છે તેથી તમે મિત્રરૂપે ઘાણને સ્વીકાર્યો તે સુંદર મિત્ર નથી. એમ બુધનો વિચાર માર્ગાનુસારી બુદ્ધિથી નિર્ણય કરીને કહે છે. II૬૦૧]. બ્લોક :
वञ्चको मुग्धबुद्धीनां, पर्यटत्येष देहिनाम् ।
मानुषाणां तृतीयोऽयं, रागकेसरिमन्त्रिणाम् ।।६०२।। શ્લોકાર્થ :મુગ્ધ બુદ્ધિવાળા જીવોનો વંચક એવો આ ઘાણ, ભટકે છે. રાગકેસરીમંત્રીઓના મનુષ્યોનો આ ત્રીજો છે. II૬૦૨શી. શ્લોક :
यावनिवेदयत्येवं, बुधाय निजदारकः ।
मार्गानुसारिता तावदायाता भो नरेश्वर! ।।६०३।। શ્લોકાર્ધ :
આ રીતે પોતાનો પુત્ર એવો વિચાર બુધને જ્યાં સુધી નિવેદન કરે છે હે નરેશ્વર ! ધવલરાજા ! ત્યાં સુધી માર્ગાનુસારિતા આવી. ll૧૦૩| શ્લોક :
समर्थितं तया सर्वं, विचारकथितं वचः । त्यजामि घ्राणमित्येवं, बुधस्यापि हृदि स्थितम् ।।६०४।।
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
તેણી વડે માર્ગાનુસારિતા વડે, વિચારથી કહેવાયેલું સર્વ વચન સમર્થિત કરાયું. આ રીતે ઘાણનો હું ત્યાગ કરું છું એ પ્રમાણે બુધના પણ હૃદયમાં સ્થિત થયું. Iloil શ્લોક :
રૂતિभुजङ्गतासमायुक्तो, घ्राणलालनलालसः ।
मन्दः सुगन्धिगन्धानां, सदाऽन्वेषणतत्परः ।।६०५।। શ્લોકાર્થ :
અને આ બાજુ ભુજંગતાથી સમાયુક્ત, ઘાણના લાલનમાં લાલસાવાળો એવો મંદ સુગંધી ગંધોને શોધવામાં સદા તત્પર રહ્યો. I૬૦પા. શ્લોક -
तत्रैव नगरे भूप! लीलावत्याः कथंचन ।
स देवराजभाया, भगिन्या भवने गतः ।।६०६।। બ્લોકાર્ધ :
હે રાજા ધવલ ! તે જ નગરમાં દેવરાજની ભાર્યા લીલાવતીની ભગિનીના ભવનમાં તે મંદ, ગયો. ll૧૦૬ શ્લોક :
ततश्चसपत्नीपुत्रघातार्थं, तस्मिन्नेव क्षणे तया ।
आत्तो डोम्बीकराद्गन्धसंयोगो मारणात्मकः ।।६०७।। શ્લોકાર્ચ -
અને ત્યારપછી શોક્યના પુત્રના ઘાત માટે તે જ ક્ષણમાં જે ક્ષણમાં મંદ તેના રાજભવનમાં ગયો તે જ ક્ષણમાં, તેણી વડે=લીલાવતીની બહેન વડે, ડોમ્બીકરથી મારણાત્મક ગંધનો સંયોગ ગ્રહણ કરાયો. ૬૦૭ll.
શ્લોક :
ततश्चतां गन्धपुटिकां द्वारे, मुक्त्वा लीलावती गृहे । प्रविष्टा स च संप्राप्तो, मन्दः सा तेन वीक्षिता ।।६०८।।
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૮૫
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ય :
અને ત્યારપછી દ્વારમાં તે ગંધપુટિકાને મૂકીને લીલાવતીના ઘરમાં પ્રવેશી તેની ભગિની પ્રવેશી. અને તે મંદ પ્રાપ્ત થયો ભવનમાં પ્રાપ્ત થયો. તેના વડે મંદ વડે તે જોવાઈ લીલાવતીની ભગિની જોવાઈ. II૬૦૮ll શ્લોક :
ततो भुजङ्गताऽऽदेशाच्छोटयित्वा निरूपिताः ।
दत्ता घ्राणाय ते गन्धास्ततस्तेन दुरात्मना ।।६०९।। શ્લોકાર્ચ -
ત્યારપછી ભુજંગતાના આદેશથી ધ્રાણેન્દ્રિયની આસક્તિના વશથી, છોડીને લીલાવતીની ભગિનીએ જે ગંધપુટિકા દ્વારમાં બાંધેલી તેને છોડીને, જોવાઈ. ત્યારપછી ગંધપુટિકાને છોડ્યા પછી, તે દુરાત્મા એવા મંદ વડે ધ્રાણેન્દ્રિયને તે ગંધો અપાઈ મંદ વડે તે ગંધ સૂંઘાઈ. II૬૦૯II શ્લોક :
ततश्चाघूर्णिते घ्राणे, तैर्गन्धैस्तस्य मूर्च्छया ।
स्नेहमोहितचित्तत्वात्स मन्दः प्रलयं गतः ।।६१०।। શ્લોકાર્થ :
અને ત્યારપછી ધ્રાણેન્દ્રિયની તે ગંધ સૂંઘાયે છતે તે ગંધો વડે તેને મૂચ્છ થવાથી મંદને મૂચ્છ થવાથી, સ્નેહથી મોહિત ચિતપણું હોવાને કારણે ગંધની સ્નેહથી મૂર્થિતપણું હોવાને કારણે, તે મંદ મૃત્યુને પામ્યો. ll૧૦ શ્લોક :
ततो विनष्टमालोक्य, घ्राणलालनलम्पटम् ।
तं मन्दं घ्राणसम्पर्काद्विरक्तो नितरां बुधः ।।६११।। શ્લોકાર્ચ -
ત્યારપછી ઘાણના લાલનમાં લંપટ એવા તે મંદને નાશ પામેલો જોઈને ઘાણના સંપર્કથી બુધ અત્યંત વિરક્ત થયો ૬૧૧II
बुधसूरिवृत्तान्तोपसंहारः શ્લોક :
ततश्च सा बुधेनेदं, पृष्टा मार्गानुसारिता । મા કર્થ માનેન, સંસ ન ભવિષ્યતિ? સાદરા
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
બુધસૂરિના વૃત્તાંતનો ઉપસંહાર
શ્લોકાર્થ ઃ
અને ત્યારપછી બુધ વડે તેણી માર્ગાનુસારિતા આ પુછાઈ – હે ભદ્રા ! કેવી રીતે આની સાથે=ઘ્રાણની સાથે, મને સંસર્ગ થશે નહીં ? ।।૬૧૨।।
શ્લોક ઃ
मार्गानुसारिता प्राह, देव! हित्वा भुजङ्गताम् ।
तिष्ठ त्वं साधुमध्यस्थः, सदाचारपरायणः । । ६१३।।
શ્લોકાર્થ :
માર્ગાનુસારિતા કહે છે હે દેવ ! બુધ ! ભુજંગતાને છોડીને=ઘ્રાણમાં આસક્તિને છોડીને, સાધુની મધ્યમાં રહેલો, સદાચારપરાયણ તું રહે. II૬૧૩।।
શ્લોક ઃ
ततोऽयं विद्यमानोऽपि, दोषसंश्लेषकारणम् ।
न ते संपत्स्यते देव! ततस्त्यक्तो भविष्यति ।।६१४।।
શ્લોકાર્થ :
તેથી=સાધુની મધ્યમાં સદાચારમાં પરાયણ તું રહીશ તેથી, હે દેવ ! વિધમાન પણ આ=ધ્રાણ, તને દોષના સંશ્લેષનું કારણ થશે નહીં. તેથી=ભુજંગતા નહીં હોવાને કારણે ઘ્રાણ દોષસંશ્લેષનું કારણ થશે નહીં તેથી, ત્યાગ કરાયેલો=ઘ્રાણ દ્વારા ત્યાગ કરાયેલો (તું) થઈશ. ।।૬૧૪||
શ્લોક ઃ
बुधेनापि कृतं सर्वं, विज्ञाय हितमात्मने ।
मार्गानुसारितावाक्यं तत्तदा प्राप्य सद्गुरुम् ।।६१५ । ।
શ્લોકાર્થ ઃ
બુધ વડે પણ પોતાનું હિત જાણીને સર્વ માર્ગાનુસારિતાનું વાક્ય ત્યારે તે સદ્ગુરુને પ્રાપ્ત કરીને કરાયું=બુધસૂરિના જે ગુરુ છે જેમની પાસે તેમણે દીક્ષા ગ્રહણ કરી છે તે સદ્ગુરુને પ્રાપ્ત કરીને કરાયું, II૬૧૫।।
શ્લોક ઃ
ततो गृहीतदीक्षोऽसौ, साध्वाचारपरायणः । विज्ञातागमसद्भावो, गुरूपासनतत्परः ।।६१६ ।।
Page #298
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
તેથી=માર્ગાનુસારિતાનું વાક્ય કરાયું તેથી, ગૃહીત દીક્ષાવાળા, સાધ્વાચારમાં પરાયણ, વિજ્ઞાત આગમમાં સદ્ભાવવાળા, ગુરુની ઉપાસનામાં તત્પર, આ=બુધ, થયા. ll૧૧૬ll શ્લોક :
आचार्यः पात्रतां मत्वा, गच्छनिक्षेपकाम्यया ।
उत्पन्नलब्धिमाहात्म्यः, सूरिस्थाने निवेशितः ।।६१७ ।। શ્લોકાર્ધ :
આચાર્ય વડે પાત્રતાને જાણીને ગચ્છના નિક્ષેપની ઈચ્છાથી, ઉત્પન્ન લબ્ધિના માહાભ્યવાળા એવા આ બુધસાધુ, સૂરિસ્થાનમાં નિવેશ કરાયા. II૬૧૭ll શ્લોક :
स एष भवतां भूप! सत्प्रबोधविधित्सया ।
विहाय गच्छमेकाकी, बुधसूरिः समागतः ।।६१८।। શ્લોકાર્ચ -
હે ભૂપ ! ધવલરાજા ! તમને સત્ પ્રબોધ કરવાની ઈચ્છાથી ગચ્છને એકાકી છોડીને તે આ બુધસૂરિ આવ્યા. ll૧૮ll શ્લોક :
योऽयं निवेदयत्येवं, शृण्वन्ति च भवादृशाः ।
सोऽहमेव धरानाथ! बुधनामेति गृह्यताम् ।।६१९।। શ્લોકાર્ય :
આ રીતે જે અત્યાર સુધી બુધસૂરિએ કહ્યું એ રીતે, જે આ નિવેદન કરે છે અને તમારા જેવા સાંભળે છે. હે પૃથ્વીના નાથ ધવલરાજા! તે જ બુધ નામવાળો એ પ્રમાણે ગ્રહણ કરો. II૬૧૯ll ભાવાર્થ :
બુધનો વિચારરૂપ પરિણામ જગતને જોવાની કામનાથી વ્યાપારવાળો થયેલો અને માર્ગાનુસારિતાના બળથી જગતનું અવલોકન કરીને તે વિચાર શીધ્ર બુધ પાસે આવે છે અને પિતાને કહે છે અર્થાત્ બુધને કહે છે – તમે જે ધ્રાણની સાથે મિત્રતા કરી છે તે સુંદર નથી. તેથી એ ફલિત થાય કે બુધ પુરુષ હંમેશાં માત્ર દૃષ્ટ જગતને ઇન્દ્રિયોથી દેખાતા પદાર્થને જોઈને સંતોષ પામતા નથી પરંતુ જગતની વ્યવસ્થા કઈ રીતે ચાલે છે તેના પરમાર્થના અવલોકનમાં યત્નવાળા હોય છે. તેથી તેમને જણાય છે કે વિષયના અભિલાષમાંથી
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ઉત્પન્ન થયેલ પ્રાણ છે જે વિનાશનું કારણ છે. વળી માર્ગાનુસારિતા બુદ્ધિના બળથી બુધપુરુષ વિચાર દ્વારા કોઈ મહાત્માના સંયમના પરિણામને મોહથી જે ઉપદ્રવ થાય છે તેને જોવા માટે વ્યાપારવાળા થાય છે અને તેના બળથી મોહનું અને ચારિત્રનું કઈ રીતે યુદ્ધ થયું તેના પરમાર્થને માર્ગાનુસારિતાના બળથી જાણે છે અને મહામોહ અને ચારિત્ર વચ્ચે હંમેશાં સુસાધુઓની ચિત્તવૃત્તિમાં યુદ્ધ કેમ વર્તે છે તેની ગવેષણા કરે છે. ત્યારે માર્ગાનુસારીબુદ્ધિથી બુધને જણાય છે કે વિષાયાભિલાષ મંત્રીના પાંચ મનુષ્યો સંસારી જીવોને રાગના પરવશ કરવા માટે મોકલાવાયા છે અને સંતોષ તે પાંચ મનુષ્યોને હણીને જીવને મુક્ત કરે છે તેથી હંમેશાં સંતોષ પ્રત્યે મહામોહના સૈનિકોને વૈરની વૃત્તિ છે વળી સંતોષ ચારિત્રના સૈન્યનો તંત્રપાલ છે તેથી તે બંને વચ્ચે યુદ્ધ ચાલે છે. આ પ્રકારે બુધપુરુષ વિચાર દ્વારા જાણે છે.
વળી જ્યાં સુધી જીવ સંસારમાં છે ત્યાં સુધી ધ્રાણેન્દ્રિય અવશ્ય રહેશે. અને ધ્રાણેન્દ્રિયના બળથી પોતાને સર્વ અનર્થો થાય છે તેવો નિર્ણય વિચાર દ્વારા બુધને થાય છે, ત્યાં સુધી માર્ગાનુસારિતા બુદ્ધિ પ્રગટ થાય છે અને તે બુધને કહે છે. વિચાર દ્વારા તમને જે નિર્ણય થયો છે કે રાગકેસરીના મંત્રીનો ત્રીજો પુરુષ આ ધ્રાણ છે અને તે સુંદર નથી; કેમ કે સંસારના પરિભ્રમણનું જ કારણ છે. તે સત્ય છે તેથી બુધપુરુષે વિચાર દ્વારા જે જાણ્યું અને માર્ગાનુસારિતા બુદ્ધિ દ્વારા તેણે દૃઢ કર્યું, એટલામાં જ બુધનો બીજો ભાઈ મંદ સુગંધમાં લંપટ થઈને અકાળે મૃત્યુ પામે છે તેમ જાણીને તે પ્રત્યક્ષ દૃષ્ટાંતના બળથી બુધને ઘાણ પ્રત્યે અત્યંત વિરક્તભાવ થયો; કેમ કે વિચાર દ્વારા, માર્ગાનુસારી બુદ્ધિ દ્વારા અને પ્રત્યક્ષ મંદના દૃષ્ટાંત દ્વારા સ્થિર નિર્ણય થાય છે કે પ્રાણની સાથે જે ઘણા કાળની મૈત્રી છે તે સુંદર નથી,
વળી બુધપુરુષ માર્ગાનુસારિતાને પૂછે છે અર્થાત્ માર્ગાનુસારીબુદ્ધિથી વિચારે છે. શું વિચારે છે ? તેથી કહે છે – આ ઘાણની સાથે મને કેવી રીતે સંસર્ગનો અભાવ થાય. તેથી માર્ગાનુસારી બુદ્ધિ તેને સલાહ આપે છે કે ઘ્રાણેન્દ્રિયમાં જે આસક્તિરૂપ ભુજંગતા છે અર્થાત્ જીવની સંશ્લેષના પરિણામરૂપ સની શક્તિ છે તેનો ત્યાગ કરીને સુસાધુઓ સાથે સદાચારવાળો તું રહે. જેથી વિદ્યમાન પણ ધ્રાણેન્દ્રિય કર્મબંધરૂપ દોષનું કારણ થશે નહીં, કેમ કે જીવને કર્મબંધ બાહ્ય પદાર્થો પ્રત્યેના સંશ્લેષથી જ થાય છે અને સમભાવના પરિણામથી કર્મબંધ થતા નથી.
વળી, જેઓ ધ્રાણેન્દ્રિયના સુંદર સુગંધો પ્રત્યે રાગવાળા નથી. અને દુર્ગધો પ્રત્યે દ્વેષવાળા નથી. તેઓનું ચિત્ત બાહ્ય પદાર્થોમાં સંશ્લેષ વગરનું થવાથી અને સંયમ ગ્રહણ કરીને સામાયિકના પરિણામનો અતિશય થાય તે રીતે સદાચારમાં યત્ન કરનારા થવાથી તેઓનો સામાયિકનો પરિણામ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને વીતરાગતામાં વિશ્રાંત થાય છે. જેનાથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને અંતે દેહનો ત્યાગ કરીને ધ્રાણેન્દ્રિય વગરના મુક્ત બને છે. માટે ધ્રાણેન્દ્રિયના ત્યાગનો ઉપાય ધ્રાણેન્દ્રિયની આસક્તિને છોડીને સંયમની શુદ્ધ આચરણાઓ છે. આ પ્રકારે માર્ગાનુસારિતા દ્વારા નિર્ણય કરીને બુધપુરુષ તેના વચનને અનુસરીને અને સદ્ગુરુને પ્રાપ્ત કરીને દીક્ષા ગ્રહણ કરે છે. અને દીક્ષા ગ્રહણ કર્યા પછી સતત તે બુધ સાધ્વાચારની ક્રિયામાં પરાયણ રહે છે. જેથી ધ્રાણેન્દ્રિયના ઇષ્ટ-અનિષ્ટ પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષ થતો નથી.
Page #300
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૮૯ પરંતુ સમભાવની વૃદ્ધિવાળું ચિત્ત થાય છે. વળી, સંયમ ગ્રહણ કર્યા પછી આગમોને ભણીને શાસ્ત્રજ્ઞ બને છે અને ગુણવાન ગુરુની ઉપાસનામાં તત્પર રહે છે જેથી ગુણવાન ગુરુ જેવા જ ઉત્તમ ગુણોથી પોતે સંપન્ન થાય છે તેથી ગુણવાન ગુરુ એવા આચાર્ય પોતાના સૂરિસ્થાનમાં તેમને સ્થાપન કરે છે અને આ પ્રકારે પોતાનું જીવન વૃત્તાંત કહ્યા પછી તે બુધસૂરિ કહે છે – તે જ બુધ એવો હું તમને પ્રતિબોધ કરાવવા અર્થે ગચ્છને મૂકીને એકાકી અહીં તમારી સન્મુખ આવ્યો છું. બ્લોક :
प्रबोधकारणं भूप! तदिदं संविधानकम् ।
मम संपन्नमेतद्धि, तुल्यं युष्मादृशामपि ।।६२०।। શ્લોકાર્થ :
તે આ પૂર્વમાં બુધસૂરિએ પોતાનું જીવન અત્યાર સુધી બતાવ્યું તે આ, સંવિધાનક પ્રસંગ, હે રાજા! મને પ્રબોધનું કારણ થયું. આ તમારા જેવાને પણ તુલ્ય છે=ધ્રાણેન્દ્રિયનો પ્રસંગ જેમ મને પ્રબોધનું કારણ છે તેમ તમારા જેવાને પણ તુલ્ય છે. IIકર૦II શ્લોક :
યત:विचरन्ति सदा तानि, मानुषाणि जगत्त्रये ।
तत्पृष्ठतोऽनुधावन्ति, महामोहादिशत्रवः ।।६२१।। શ્લોકાર્ય :
જે કારણથી જગત્રયમાં તે મનુષ્યો વિષયાભિલાષના મોકલાવાયેલા પાંચ મનુષ્યો, સદા વિચરે છે. તેની પાછળ તે પાંચ મનુષ્યોની પાછળ, મહામોહાદિ શત્રુઓ દોડે છે. Iકરવા.
બ્લોક :
તતર્યयो यस्तैः प्राप्यते प्राणी, स सर्वो गाढदारुणैः । निर्भिद्य खण्डशः कृत्वा, क्षणेनैव विलुप्यते ।।६२२।।
શ્લોકાર્ય :
અને તેથી જગત્રયમાં પાંચ મનુષ્યો વિચરે છે અને તેની પાછળ મહામોહાદિ શત્રુઓ દોડે છે તેથી, જે જે પ્રાણી તેઓ વડે તે પાંચ મનુષ્યો અને મહામોહાદિ વડે, પ્રાપ્ત કરાય છે તે સર્વતે સર્વ મનુષ્યો, ગાઢ દારુણથી ભેદીને ખંડ કરીને ક્ષણમાં જ વિનાશ કરાય છે. IIકરશે.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
इदमेव परं भूप ! निर्भयस्थानमुत्तमम् । अमीभिर्लुप्यमानस्य, जैनेन्द्रं वरशासनम् ।।६२३।।
શ્લોકાર્થ ઃ
હે રાજા ! કેવલ આમના વડે=પાંચ મનુષ્યો અને મહામોહાદિ વડે, લોપ કરાતા જીવને આ જ જૈનેન્દ્ર શ્રેષ્ઠ શાસન ઉત્તમ નિર્ભય સ્થાન છે. II૬૨૩II
શ્લોક ઃ
:
एवं च ज्ञाततत्त्वानां प्रवेष्टुमिह युज्यते ।
ન યુત્ત ક્ષળમધ્યે, ઘરાનાથ! વિશ્રિતુમ્ ।।૬૨૪।।
શ્લોકાર્થ :
અને આ રીતે જ્ઞાત તત્ત્વવાળા જીવોને અહીં=જૈનેન્દ્ર શાસનમાં, પ્રવેશ કરવા માટે ઘટે છે. એક ક્ષણ પણ હે ધરાનાથ ! વિલંબન કરવું યુક્ત નથી. II૬૨૪||
શ્લોક ઃ
त्यज्यन्तां विषया भूप ! कालकूटविषोपमाः ।
આસ્વાદ્યતામિવું વિધ્વં, પ્રમામૃતમુત્તમમ્ ।।દ્દ।।
શ્લોકાર્થ ઃ
હે રાજા ! કાલકૂટ વિષની ઉપમાવાળા વિષયો તમારા દ્વારા ત્યાગ કરાય. દિવ્ય, ઉત્તમ એવું આ પ્રશમ અમૃત આસ્વાદન કરાય=ઘ્રાણેન્દ્રિયનો, ભુજંગતાનો ત્યાગ કરીને સામાયિક્તા પરિણામરૂપ દિવ્ય અમૃતનો આસ્વાદન કરાય. II૬૨૫ાા
શ્લોક
ततो धवलराजेन, विहस्य विमलः क्षणम् ।
तथा सर्वेऽपि ते लोकाः, साकूतं प्रविलोकिताः ।।६२६।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી ધવલરાજા વડે ક્ષણ હસીને વિમલ અને સર્વ પણ તે લોકો=ત્યાં બેઠલા સર્વ પણ લોકો, ઈરાદાપૂર્વક જોવાયા=કંઈક કહેવાના આશયથી ધવલરાજા વડે જોવાયા. ।।૬૨૬ના
Page #302
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૯૧
શ્લોક :
કરું - भो भो लोका! यदादिष्टं, भदन्तेन महात्मना ।
इदमाकर्णितं चित्ते, लग्ने च भवतां वचः? ।।६२७।। શ્લોકાર્ચ -
અને કહેવાયું. હે લોકો ! જે ભદંત મહાત્મા વડે આદેશ કરાયો અને સંભળાયેલું આ વચન તમારા ચિત્તમાં લાગ્યું ? અર્થાત્ કર્તવ્યરૂપે જણાયું? IIકર૭ll બ્લોક :
ततस्ते बुधसद्भानोः, प्रतापेन प्रबोधिताः । कमलाकरसङ्काशाः, प्रोत्फुल्लमुखपङ्कजाः ।।६२८।। भक्त्या ललाटपट्टेषु, विन्यस्तकरकुड्मलाः ।
सर्वेऽपि लोकास्तत्रेदं, समकालं प्रभाषिताः ।।६२९।। શ્લોકાર્ધ :
ત્યારપછી રાજાએ લોકોને કહ્યું કે મહાત્માનું વચન તમારા ચિત્તમાં લાગ્યું ત્યારપછી, બુધરૂપી સદ્ સૂર્યના પ્રતાપથી પ્રબોધ પામેલા કમલાકર જેવા-ખીલેલા કમળ જેવા, પ્રોફુલ્લ મુખના કમળવાળા= ખીલેલા મુખકમળવાળા લલાટરૂપ પટ્ટ ઉપર ભક્તિથી સ્થાપન કરાયેલા છે હાથરૂપી કુમલા એવા તે સર્વ પણ લોકો ત્યાં રાજાના કથનના ઉત્તરમાં, સમકાલ આ બોલ્યા. II૬૨૮-૬ર૯ll શ્લોક :
बाढमाकर्णितं देव! वचोऽस्माभिर्महात्मनः ।
विज्ञातस्तस्य सद्भावो, महाभागप्रसादतः ।।६३०।। શ્લોકાર્ય :
હે દેવ ! મહાત્માનું વચન અમારા વડે અત્યંત સંભળાયું છે. મહાભાગના પ્રસાદથી=અમારા ભાગ્યના પ્રસાદથી, તેનો સદ્ભાવ જણાયો છે બુધસૂરિના વચનનું તાત્પર્ય જણાયું છે. ll૧૩૦||.
શ્લોક :
विधूयाज्ञानतामिस्र, मनोऽनेन प्रकाशितम् । जीविताश्चामृतेनेव, मिथ्यात्वविषपूर्णिताः ।।६३१ ।।
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૯૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને આમના વડે=બુધસૂરિ વડે, મન પ્રકાશિત કરાયું અમારું મન તત્વથી પ્રકાશિત કરાયું. મિથ્યાત્વના વિષથી મૂચ્છિત, એવા અમે જાણે અમૃત વડે જીવિત કરાયા. II૬૩૧II શ્લોક :
तल्लग्नमिदमस्माकं, चित्ते गाढं मुनेर्वचः ।
संपाद्यतां तदादिष्टं, मा विलम्बो विधीयताम् ।।६३२।। શ્લોકાર્ચ -
તે કારણથી અમૃત વડે અમે જીવિત થયા તે કારણથી, મુનિનું આ વચન અમારા ચિત્તમાં ગાઢ સ્પર્યું છે. તેમનાથી આદિષ્ટકમુનિથી આદેશ કરાયેલું (સંયમના ગ્રહણને) સંપાદન કરો. વિલંબ કરો નહીં II૬૩રા
धवलराजादिप्रतिबोधः दीक्षाग्रहणं च બ્લોક :
एतच्चाकर्ण्य राजेन्द्रः, परं हर्षमुपागतः । ततो राज्याभिषेकार्थं, विमलं प्रत्यवोचत ।।६३३।।
ધવલરાજા વગેરેનો પ્રતિબોધ અને દીક્ષા ગ્રહણ શ્લોકાર્ચ -
આ સાંભળીને રાજેન્દ્ર એવા ધવલરાજા પરમ હર્ષને પામ્યા. ત્યારપછી રાજ્યના અભિષેક માટે વિમલ પ્રત્યે બોલ્યા. II૬૩૩ll. શ્લોક :
गृह्णामि पुत्र! प्रव्रज्यां, राज्यं त्वमनुशीलय ।
पुण्यमें भगवानेष, संपन्नो गुरुरुत्तमः ।।६३४।। શ્લોકાર્ચ -
હે પુત્ર! હું પ્રવજ્યા ગ્રહણ કરું છું. તું રાજ્યનું અનુશીલન કર. પુણ્યથી મને આ ઉત્તમ ગુરુ ભગવાન પ્રાપ્ત થયા છે. II૬૩૪ll
Page #304
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૯૩
Cोs:
विमलः प्राह किं तात! नाहं ते चित्तवल्लभः ।
__ येन दुःखाकरे राज्ये, मां स्थापयितुमिच्छसि? ।।६३५ ।। PCोडार्थ:
વિમલ કહે છે. તે તાત ! હું તમારા ચિત્તનો વલ્લભ નથી. જે કારણથી દુઃખના ખાણરૂપ રાજ્યમાં મને સ્થાપન કરવા તમે ઈચ્છો છો. II૬૩૫ll दोs :
इत्थं क्षिपसि मां तात! संसारे दुःखपूरिते । स्वयं गच्छसि निर्वाणमहो ते तात! चारुता ।।६३६।।
टोडार्थ:
હે તાત! મને આ રીતે મને રાજ્ય આપો છો એ રીતે, દુઃખપૂરિત એવા સંસારમાં નાંખો છો. स्वयं निleu dर मो छो. dld ! माश्ययारी मारी सुंदरता छ. ।।935।।
PRTs :
ततो गाढतरं तुष्टस्तच्छ्रुत्वा वैमलं वचः । साधु साधूदितं वत्स! न मुञ्चामीत्यभाषत ।।६३७।।
Cोडार्थ:
તેથી વિમલે ધવલરાજાને આ પ્રમાણે કહ્યું તેથી, તે વિમલનું વચન સાંભળીને ગાઢતર તુષ્ટ થયો રાજા તુષ્ટ થયો. હે વત્સ ! સુંદર સુંદર કહેવાયું. હું મૂકતો નથી રાજ્ય ઉપર તને મૂકતો नथी में प्रभाए। जोल्यो. 1939।।।
ततः कमलनामानं, राज्ये संस्थाप्य पुत्रकम् । विधाय जिनपूजां च, दिनान्यष्ट मनोहराम् ।।६३८ ।। तथा दत्त्वा महादानं, विधाय च महोत्सवम् । विहिताशेषकर्तव्यः, शुभकाले समाहितः ।।६३९।। विमलेन समं राजा, सपत्नीकः सबान्धवः ।। सपौरलोकः सहसा, निष्क्रान्तो विधिपूर्वकम् ।।६४०।।
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ય :
ત્યારપછી વિમલના વચનથી રાજા પ્રસન્ન થયા ત્યારપછી, કમલ નામના પુત્રને રાજ્યમાં સ્થાપ્ત કરીને અને મનોહર આઠ દિવસ જિનપૂજાને કરીને અને મહાદાન આપીને અને મહોત્સવને કરીને, કરાયેલા અશેષકર્તવ્યવાળો રાજા શુભકાલમાં સમાધાનને પામેલો હવે ભોગોથી સર્યું એ પ્રકારના ચિત્તના સમાધાનને પામેલો, એવો રાજ વિમલની સાથે, પત્ની સહિત, બાંધવો સહિત, નગરના લોકો સહિત સહસા વિધિપૂર્વક નિષ્ઠાંત થયો-સંયમ ગ્રહણ કર્યું. ll૧૩૮થી ૬૪oll શ્લોક :
વિ વન?– यैः समाकणितं सूरेस्तद्वाक्यममृतोपमम् । तेषां मध्ये जनाः स्तोका, ये गृहेषु व्यवस्थिताः ।।६४१।। तेऽपि चावाप्तसम्यक्त्वा, व्रतरत्नविभूषिताः ।
जाता रत्नाकरे प्राप्ते, कः स्यादारिद्र्यभाजनम्? ।।६४२।। શ્લોકાર્ચ -
વધારે શું કહેવું? સૂરિનું અમૃતની ઉપમાવાળું તે વાક્ય જેઓ વડે સંભળાયું તેમાંથી થોડા લોકો જેઓ ગૃહમાં રહ્યા અને તેઓ પણ પ્રાપ્ત થયેલા સમ્યક્તવાળા, વ્રતરત્નથી વિભૂષિત થયા. રત્નાકર પ્રાપ્ત થયે છતે દારિત્ર્યનું ભાજન કોણ થાય? II૬૪૧-૪૨ાા ભાવાર્થ -
બુધસૂરિને ધવલરાજાએ સંયમ ગ્રહણનું કારણ પૂછેલું. તેથી લાભ જોઈને બુધસૂરિએ પોતે અને મંદ કઈ રીતે સાથે રમતા હતા અને વિચાર ધારા અને માર્ગાનુસારી બુદ્ધિ દ્વારા ઘાણનું સ્વરૂપ કઈ રીતે જાણ્ય, વળી ધ્રાણેન્દ્રિયના ત્યાગ અર્થે જ માર્ગાનુસારી બુદ્ધિના બળથી સંયમ ગ્રહણ કર્યું ઇત્યાદિ કહ્યું. પછી રાજાને કહે છે, જે મારા માટે સંયમગ્રહણનું કારણ બન્યું, તે તમારા માટે પણ સમાન છે; કેમ કે વિષયાભિલાષ મંત્રીના પાંચ મનુષ્યો જગત્રયમાં વર્તે છે અને તેની પાછળ મહામોહાદિ શત્રુઓ દોડે છે; કેમ કે સંસારી જીવોને પાંચ ઇન્દ્રિયો મળેલી છે અને મહામોહ આપાદક પરિણતિઓ વિદ્યમાન છે અને તેને ઉલ્લસિત કરનારાં કર્મો વિદ્યમાન છે. તેથી જે જે સંસારી જીવ તે ઇન્દ્રિયોને વશ બને છે તે સર્વ તે ઇન્દ્રિયો દ્વારા વિનાશ કરાય છે; કેમ કે સંસારી જીવનું પરમ સ્વાસ્થરૂપ સ્વરૂપ ઇન્દ્રિયોની આસકિતથી વિનાશ પામે છે. તેથી જે જે જીવ જે જે ઇન્દ્રિયોને વશ બને છે તે વખતે મહામોહાદિ શત્રુઓ તે જીવનો વિનાશ કરે છે. આ પ્રમાણે બતાવીને બુધસૂરિ રાજાને કહે છે. ભગવાનનું શાસન જ તે ઇન્દ્રિયોથી અને મહામોહાદિ શત્રુઓથી રક્ષણનું સ્થાન છે; કેમ કે સર્વજ્ઞના વચનથી જેઓ દિવસ-રાત ઉચિત પ્રવૃત્તિઓ કરે છે તેઓના ચિત્તમાં ઇન્દ્રિયો કોલાહલ કરવા સમર્થ થતી નથી અને ઇન્દ્રિયોને વશ જેઓ નથી તેઓને મહામોહાદિ પણ કંઈ કરવા સમર્થ
Page #306
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૨૯૫
નથી; કેમ કે ભગવાનના વચનથી ભાવિત થઈને પ્રશમસુખમાં તે મહાત્માઓ સદા વર્તે છે. તેથી જેઓએ પ્રસ્તુત કથાનક દ્વારા તત્ત્વને જાણ્યું છે તેઓએ સંયમમાં પ્રવર્તવું જોઈએ અને ક્ષણ પણ વિલંબ કરવો જોઈએ નહીં; કેમ કે કાલકૂટના વિષ જેવા વિષયો છે અને પ્રશમના અમૃત જેવી ઉત્તમ જિનવચનથી થતી જીવની પરિણતિ છે. તેથી વિવેકીએ અમૃતમાં જ પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રકારે બુધસૂરિ રાજાને કહે છે. રાજાને તે વચનો સમ્યક્ પરિણમન પામ્યાં. તેથી ત્યાં બેઠેલા લોકોના ઇરાદાને જાણવા રાજા પ્રશ્ન કરે છે કે મહાત્માનું વચન તમારા ચિત્તમાં સ્પશ્યું કે નહીં ? લોકો કહે છે મહાત્માએ મિથ્યાત્વવિષથી મૂર્છિત એવા અમને જાણે અમૃતથી જીવિત કર્યા છે માટે ક્ષણ પણ સંયમ ગ્રહણ ક૨વા માટે વિલંબ કરવો જોઈએ નહીં. લોકોનાં તે વચન સાંભળીને રાજા હર્ષિત થાય છે તેથી વિમલને રાજ્ય ગ્રહણ કરવા માટે કહે છે. વિમલ પણ ઉચિત વચન દ્વારા હું સંયમ માટે તત્પર છું તેમ કહે છે. તેથી અત્યંત હર્ષિત થયેલ રાજા પોતાના અન્ય પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને સંયમ માટે તત્પર થયેલા લોકો સાથે વિધિપૂર્વક સંયમ ગ્રહણ કરે છે. વળી, ત્યાં બેઠેલા કેટલાક લોકો સંયમ ગ્રહણ કરવા તત્પર થયા નહીં. તોપણ કેટલાક સમ્યક્ત્વ પામ્યા. કેટલાક દેશવિરતિથી વિભૂષિત થયા; કેમ કે રત્નાકર જેવા ઉત્તમ ગુરુને પામીને કોણ દરિદ્રતાને પ્રાપ્ત કરે ? તેથી ત્યાં ઉપસ્થિત નગરલોકોમાંથી વધારે ભાગના સર્વ જીવો પ્રતિબોધ પામીને પોતાના આત્માનું હિત કરે છે.
वामदेवाऽप्रतिबोधकारणम्
શ્લોક ઃ
અહં તુ મદ્રે! તત્રાપિ, વામળેવતા સ્થિતઃ । दृष्ट्वा तत्तादृशं सूरे:, रूपनिर्माणकौशलम् ||६४३।। श्रुत्वा तत्तादृशं वाक्यं, महामोहतमोऽपहम् ।
तथापि च न बुद्धोऽस्मि, तत्राकर्णय कारणम् ।।६४४।। વામદેવના અપ્રતિબોધનું કારણ
શ્લોકાર્ય
હે ભદ્રા અગૃહીતસંકેતા ! ત્યાં પણ=બુધસૂરિના ઉપદેશ સ્થળમાં પણ, વામદેવપણાથી રહેલો હું સૂરિનું તેવા પ્રકારનું તે રૂપનિર્માણમાં કુશલપણું જોઈને, મહામોહના અંધકારને હણનારું તેવા પ્રકારનું તે વાક્ય સાંભળીને તોપણ બોધ પામ્યો નહીં. ત્યાં કારણ સાંભળ. ||૬૪૩-૬૪૪||
શ્લોક ઃ
:
सौ बहुलिका पूर्व, योगिनी भगिनी मम । शरीरेऽनुप्रविष्टाऽऽसीत्सा मे तत्र विजृम्भिता ।।६४५।।
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૯૬
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ - પૂર્વે જે આ યોગિની એવી મારી બહેન બહુલિકા શરીરમાં અનપ્રવેશ કરાયેલી હતી તે ત્યાં હું જ્યારે બુધસૂરિની દેશના સાંભળતો હતો ત્યાં, મારામાં વિજૂભિત થઈ મારામાં માયાનો પરિણામ પ્રગટ થયો. I૬૪પી. બ્લોક :
ततोऽगृहीतसङ्केते! तद्वशेन दुरात्मना ।
स तादृशो महाभागो, वञ्चकः परिकल्पितः ।।६४६।। શ્લોકાર્ચ -
તેથી હે અગૃહીતસંકેતા! તેના વશથી માયાના વશથી, દુરાત્મા એવા મારા વડે તેવા પ્રકારના મહાભાગ એવાને બુધસૂરિને, વંચકરૂપે કપાયા. ll૧૪થી શ્લોક -
चिन्तितं च मया हन्त, मुनिवेषविडम्बकः ।
सिद्धेन्द्रजालचातुर्यः, कश्चिदेष समागतः ।।६४७।। શ્લોકાર્ચ -
અને મારા વડે વિચારાયું. ખરેખર મુનિવેષના વિડંબક, સિદ્ધ ઈન્દ્રજાલમાં ચતુર કોઈક આ આવેલ છે આ પુરુષ આવેલ છે. I૬૪૭ી શ્લોક :
अहो शाठ्यमहो जालमहो वाचालताऽतुला ।
अहो मूढा नरेन्द्राद्या, येऽमुनाऽपि प्रतारिताः ।।६४८।। શ્લોકાર્ચ -
અહો ! શઠપણું, અહો ! જાલપણું=ઈન્દ્રજાલપણું, અહો ! અતુલ વાચાળતા, અહો ! મૂઢ એવા નરેન્દ્ર આદિ જેઓ આમના વડે પણ=બુધસૂરિ વડે પણ, ઠગાવાયા. II૬૪૮l.
શ્લોક :
તથાદિअङ्गे बहुलिका येषां, प्रवर्तेत दुरात्मनाम् । ते हि सर्वं शठप्रायं, मन्यन्ते भुवनत्रयम् ।।६४९।।
Page #308
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૯૭
શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – જે દુરાત્માના અંગમાં મતિજ્ઞાનના ઉપયોગમાં, બહુલિકા માયા, પ્રવર્તે છે. તેઓ ભુવનત્રયરૂપ સર્વને શઠપ્રાય માને છે. ll૧૪૯ll શ્લોક :
तदेवं तं बुधाचार्य, तदाऽलीकविकल्पनैः ।
विकल्पयन्त्रहं भद्रे! न प्रबुद्धो दुरात्मकः ।।६५०।। શ્લોકાર્ચ -
તે કારણથી આ રીતે પૂર્વમાં વામદેવે બુધસૂરિ વિષયક વિચાર્યું એ રીતે, તે બધાચાર્યને ત્યારે જુઠ્ઠા વિકલ્પોથી વિકલ્પ કરતો દુરાત્મક એવો હું વામદેવનો જીવ, હે ભદ્રે ! અગૃહીતસંકેતા! હું પ્રબુદ્ધ થયો નહીં. ll૧૫ol. શ્લોક :
प्रव्रज्यावसरे तेषां, राजादीनां मया पुनः । इदं विचिन्तितं भद्रे! स्वचित्ते पापकर्मणा ।।६५१।।
શ્લોકાર્થ :
વળી, તે રાજા આદિઓની પ્રવજ્યાના અવસરમાં હે ભદ્રે પાપકર્મવાળા એવા મારા વડે સ્વયિત્તમાં આ વિચારાયું. II૬૫૧II શ્લોક :
કાप्रव्रज्यां ग्राहयेदेष, विमलो मां बलादपि ।
आदितो वञ्चयित्वेमं, ततो नश्यामि सत्वरम् ।।६५२।। શ્લોકાર્થ :
અરે ! આ વિમલ મને બલાત્કારથી પણ પ્રવજ્યાને ગ્રહણ કરાવશે. તેથી આને વિમલને, આદિથી ઠગીને જલ્દીથી હું નાસી જાઉ. Ilઉપરા
શ્લોક :
बद्ध्वा मुष्टिद्वयं गाढं, ततोऽहं तारलोचने! । तथा नष्टो यथा नैव, गन्धमप्येष बुध्यते ।।६५३।।
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
ત્યારપછી હે તારલોચના અગૃહીતસંકેતા! હું વામદેવના ભવવાળો એવો હું, ગાઢ મુષ્ટિદ્રયને બાંધીને તે પ્રમાણે નાસ્યો. જે પ્રમાણે આ વિમલ, ગંધ પણ બોધ કરે નહીં મારી નાસી જવાની ગંધનો બોધ કરી શકે નહીં. II૬૫૩ શ્લોક :
अथ दीक्षादिने प्राप्ते, विमलेन महात्मना । क्व वामदेव! इत्येवं, सर्वत्राहं निरूपितः ।।६५४।।
શ્લોકાર્ધ :
હવે દીક્ષાદિન પ્રાપ્ત થયે છતે વિમલ મહાત્મા વડે વામદેવ ક્યાં છે એ પ્રકારે સર્વત્ર હું તપાસ કરાયો. II૬૫૪ll
શ્લોક :
अदृष्ट्वा, मां पुनः पृष्टो, बुधसूरिर्महात्मना ।
क्व गतो वामदेवोऽसौ ? किं वा संचिन्त्य कारणम् ? ।।६५५।। શ્લોકાર્ય :
વળી, મને નહીં જોઈને મહાત્મા એવા વિમલ વડે બુધસૂરિ પુછાયા – આ વામદેવ ક્યાં ગયો છે? અથવા શું કારણ વિચારીને ગયો છે ? IઉપપII બ્લોક :
ज्ञानालोकेन विज्ञाय, विमलाय निवेदितम् ।
ततो मदीयचरितं, निःशेषं बुधसूरिणा ।।६५६।। શ્લોકાર્થ :
ત્યારપછી જ્ઞાનના આ લોકથી જાણીને વિશિષ્ટ જ્ઞાનના બળથી જાણીને, બુધસૂરિ વડે, મારું નિઃશેષ ચરિત્ર વિમલને નિવેદિત કરાયું. IIઉપકા શ્લોક :
विमलेनोदितं नाथ! किं न भव्यः स मे सुहृत् ? ।
श्रुतेऽपि तावके वाक्ये, येनैवं बत चेष्टते? ।।६५७।। શ્લોકાર્ધ :વિમલ વડે કહેવાયું – હે નાથ ! તે મારો મિત્ર શું ભવ્ય નથી? જે કારણથી તમારા વચન
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૯૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
સાંભળ્યે છતે પણ ખેદ છે કે આ રીતે ચેષ્ટા કરે છે અર્થાત્ દીક્ષાના ભયથી ભાગી જવાની ચેષ્ટા
કરે છે. II૬૫૭II
શ્લોક ઃ
શ્લોકાર્થ :
સૂરિ વડે કહેવાયું. હે ભદ્ર વિમલ ! અભવ્ય નથી=વામદેવ અભવ્ય નથી, પરંતુ તેની=વામદેવની, તેવી આચરણામાં જે કારણ છે તે સર્વ હું તને નિવેદન કરું છું. II૬૫૮॥
શ્લોક ઃ
सूरिणाऽभिहितं भद्र! नाभव्यः किं तु कारणम् । यत्तस्य तादृशे शीले, तत्ते सर्वं निवेदये । । ६५८ ।।
શ્લોક ઃ
શ્લોકાર્થ
એક બહુલિકા નામની તેની પ્રિય ભગિની છે અને સ્તેય નામનો અંતરંગ બીજો ભાઈ છે.
||૬૫૯
-
एका बहुलिका नाम, भगिनी तस्य वल्लभा ।
अस्त्यन्तरङ्गा भ्राता च, द्वितीयः स्तेयनामकः । । ६५९ ।।
ताभ्यामधिष्ठितेनेदं, वामदेवेन चेष्टितम् ।
પુરા ધ વિહિત તાત! રત્નસ્ય દરવિમ્ ।।૬૬૦ના
શ્લોકાર્થ ઃ
તે બંને દ્વારા=માયારૂપ બહુલિકા અને સ્તેયની પરિણતિ તે બંને દ્વારા, અધિષ્ઠિત એવા વામદેવ વડે આ ચેષ્ટિત કરાયું છે અને હે તાત ! વિમલ ! પૂર્વમાં રત્નનું હરણાદિક કરાયું. II૬૬૦ના
શ્લોક ઃ
तस्मात्तस्य न दोषोऽयं, प्रकृत्या सुन्दरो हि सः । स्तेयो बहुलिका चास्य, दोषसंश्लेषकारणम् ।।६६१ ।।
શ્લોકાર્થ :
તે કારણથી તેનો=વામદેવનો, આ દોષ નથી. દિ=જે કારણથી, તે=વામદેવનો જીવ, પ્રકૃતિથી સુંદર છે. સ્તેય અને બહુલિકા આના વામદેવના, દોષના સંશ્લેષનું કારણ છે. II૬૬૧||
Page #311
--------------------------------------------------------------------------
________________
૩૦૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
विमलेनोदितं नाथ! किं ताभ्यां स वराककः ।
क्वचिन्मुच्येत पापाभ्यां? किं वा नेति निवेद्यताम् ।।६६२।। શ્લોકાર્ચ -
વિમલ વડે કહેવાયું. હે નાથ!તે રાંકડો વામદેવ શું તે બંને પાપો દ્વારા ક્યારે મુકાશે ? અથવા શું નહીં મુકાય એ પ્રકારે નિવેદન કરો. IIકરા
स्तेयबहुलिकामोचनोपायः શ્લોક :
सूरिराह महाभाग! भूरिकालेऽतिलयिते । स ताभ्यां मोक्ष्यते तत्र, कारणं ते निवेद्यताम् ।।६६३।।
સ્તેય અને બહુલિકાથી મુક્તિનો ઉપાય શ્લોકાર્ધ :
સૂરિ કહે છે. હે મહાભાગ! ઘણો કાલ અતિબંધિત થયે છતે તે વામદેવ, બંને દ્વારા=સ્તેય અને બહુલિકા દ્વારા, મુકાશે. તેમાં તને કારણે નિવેદન કરાય છે. II૬૩. શ્લોક :
शुभाभिसन्धिनृपतेः, पुरे विशदमानसे ।
भार्ये स्तो निर्मलाचारे, शुद्धतापापभीरुते ।।६६४।। શ્લોકાર્ધઃ
શુભઅભિસંધિ રાજાના વિશદમાનસરૂપ નગરમાં નિર્મલ આચારવાળી શુદ્ધતા અને પાપભીરુતા નામની બે ભાર્યા છે. I૬૪|| શ્લોક :
तयोश्च गुणसंपूर्णे, जनताऽऽनन्ददायिके ।
ऋजुताऽचौरते नाम, विद्येते कन्यके शुभे ।।६६५।। શ્લોકાર્થ :
અને તે બંનેને ગુણથી સંપૂર્ણ, જનતાને આનંદને દેનારી ઋજુતા અને અચોરતા નામની બે શુભકન્યા વિદ્યમાન છે. IIકપી
Page #312
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
अत्यन्तसरला साध्वी, सर्वलोकसुखावहा ।
ऋजुता सा महाभाग ! प्रतीतैव भवादृशाम् ।।६६६।।
શ્લોકાર્થ :
અત્યંત સરલ સાધ્વી, સર્વ લોકના સુખને લાવનારી હે મહાભાગ વિમલ ! તે ઋજુતા તમારા જેવાને પ્રતીત જ છે. ૬૬૬
શ્લોક ઃ
अचौरतापि लोकेऽत्र, निःस्पृहा शिष्टवल्लभा ।
सर्वाङ्गसुन्दरी नूनं, विदितैव भवादृशाम् । । ६६७ ।।
૩૦૧
શ્લોકાર્થ :
અહીં લોકમાં શિષ્ટને વલ્લભ, નિઃસ્પૃહ સર્વાંગસુંદર એવી અચૌરતા ખરેખર તમારા જેવાને વિદિત જ છે. II૬૬૭||
શ્લોક ઃ
ते च कन्ये क्वचिद्धन्ये, सुहृत्ते परिणेष्यति ।
સ્તેયોઽયં વર્તુલા પાસ્ય, તતો મો! ન ભવિષ્યતઃ ।।૬૬૮।।
શ્લોકાર્થ :
અને ધન્ય એવી તે બે કન્યા ક્યારેક તમારા મિત્રને પરણશે અને તેથી આને આ સ્તેય અને બહુલા રહેશે નહીં. ।।૬૬૮।।
શ્લોક ઃ
तयोराभ्यां सहावस्था, प्रकृत्यैव न विद्यते ।
તતસ્તાત! તોર્નામે, દાભ્યામધ્યેષ મોતે ।।૬૬।।
શ્લોકાર્થ ઃ
આ બંનેની સાથે=ઋજુતા અને અચૌરતાની સાથે, તે બેનું=સ્તેય અને બહુલાનું, અવસ્થાન પ્રકૃતિથી જ વિધમાન નથી. તેથી હે તાત ! તે બંનેના લાભમાં=ઋજુતા અને અચૌરતાના લાભમાં, બંનેથી પણ=સ્તેય અને બહુલા બંનેથી પણ, આ=વામદેવ, મુકાશે. II૬૬૯||
Page #313
--------------------------------------------------------------------------
________________
૩૦૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
ततो न योग्यताऽद्यापि, वामदेवस्य विद्यते । धर्मं प्रतीति निश्चित्य, कुरु तस्यावधीरणम् ।।६७०।।
બ્લોકાર્થ :
તેથી ઘણા કાળ પછી તે મુકાશે તેથી, વામદેવની ધર્મ પ્રત્યે હમણાં પણ યોગ્યતા વિધમાન નથી. એ પ્રકારે નિશ્ચિત કરીને તેનું અવશીરણ કરવામદેવની અવગણના કર. II૬૭૦II
શ્લોક :
ततश्चेदं मुनेर्वाक्यं, विमलेन महात्मना ।
श्रुत्वा तथेति वदता, विहिता मेऽवधीरणा ।।६७१।। શ્લોકાર્ચ -
અને તેથી આ મુનિનું વાક્ય સાંભળીને તહતિ એ પ્રમાણે બોલતા વિમલ મહાત્મા વડે મારી અવગણના કરાઈ. II૬૭૧II ભાવાર્થ :
ધવલરાજા વગેરે દીક્ષા ગ્રહણ કરવા તત્પર થયા તે વખતે બુધસૂરિએ જે માર્ગનો ઉપદેશ આપ્યો તે સર્વ પ્રસંગે વામદેવ પણ ત્યાં હાજર હતો, જે વામદેવ અનુસુંદર ચક્રવર્તીનો જીવ છે. આ અનુસુંદર ચક્રવર્તી અગૃહીતસંકેતાને કહે છે – મારામાં વકતા હોવાને કારણે તે સૂરિનું વચન સાંભળીને મને લેશ પણ બોધ થયો નહીં. તેનું કારણ મારા શરીરમાં માયા નામની ભગિની પ્રવેશેલી હતી તેનો વિલાસ હતો અર્થાત્ મતિજ્ઞાનના ઉપયોગરૂપ વામદેવના શરીરમાં માયાના પ્રચુર સંસ્કાર હતા, તે બુધસૂરિના ઉપદેશને સાંભળીને ઉલ્લસિત થયા. તેથી વામદેવને બુધસૂરિ ઇન્દ્રજાલિક જેવા અને શઠ જણાય છે; કેમ કે પોતાનામાં માયાનો સ્વભાવ હોવાથી બધાને માયાવાળા જોવાની તેની દૃષ્ટિ પ્રવર્તે છે. તેથી જેઓના ચિત્તમાં માયાનો પ્રચુર સ્વભાવ હોય તેઓને સરળ જીવો પણ માયાવી દેખાય છે અને માયાવી જીવો પણ માયાવી દેખાય છે. તે ચિત્તમાં વર્તતી માયાનું જ કારણ છે. આથી જ સરળ સ્વભાવવાળા એવા વિમલકુમારને વામદેવનો માયાવી સ્વભાવ ઘણા પ્રસંગે જોયેલો હોવા છતાં વામદેવ સરળ જ છે તેમ દેખાય છે પરંતુ આ માયાવી છે એ પ્રકારે જોવા માટે વિમલકુમારની દૃષ્ટિ પ્રવર્તતી નથી. તેમ માયાવી એવા વામદેવમાં પણ બુધસૂરિને માયાવીરૂપે જોવા દૃષ્ટિ પ્રવર્તે છે અને રાજા વગેરે મૂઢ છે તેથી બુધસૂરિ દ્વારા ઠગાયા છે તેમ દેખાય છે.
વળી વામદેવ મનમાં વિચારે છે કે આ વિમલ મને બળાત્કારે પ્રવજ્યા ગ્રહણ કરાવશે માટે હું તેને ઠગીને શીધ્ર નાસી જાઉં. આ પ્રકારનો પરિણામ પણ ગાઢ ક્લિષ્ટ કર્મ અને માયાના પરિણામથી જ થાય છે. તેથી દીક્ષાના ભયથી વામદેવ ત્યાંથી ચાલ્યો જાય છે. વિમલ મહાત્મા તેના પ્રત્યે પ્રીતિવાળો છે તેથી તેની સર્વત્ર તપાસ કરે છે. ક્યાં ગયો તેની માહિતી મળતી નથી તેથી બુધસૂરિને પૂછે છે. બુધસૂરિએ વામદેવનું
Page #314
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૩૦૩ વાસ્તવિક સ્વરૂપ જેવું છે તેવું કહ્યું તે સાંભળીને પણ વિમલકુમારને તેના પ્રત્યે દ્વેષ થતો નથી પરંતુ બુધસૂરિને પૂછે છે કે તે મારો મિત્ર શું ભવ્ય નથી ? અને ભવ્ય હોવા છતાં કેમ આ પ્રમાણે કરે છે ? તેથી બુધસૂરિ કહે છે – તેના ચિત્તમાં એક માયા અને બીજો ચોરીનો પરિણામ વિદ્યમાન છે તેથી પૂર્વમાં તારા રત્નનું હરણાદિ કરેલું. છતાં વામદેવના જીવનો આ દોષ નથી. તેનામાં રહેલા કર્મજન્ય માયાનો પરિણામ અને ચોરીનો પરિણામ છે તેનો આ દોષ છે. આ સાંભળીને તેના પ્રત્યે વિમલને દ્વેષ થતો નથી. પરંતુ કઈ રીતે તે આ બંને પાપોથી મુક્ત થશે, તેનું કારણ બુધસૂરિને પૂછે છે.
વળી બુધસૂરિ કહે છે. અંતરંગ દુનિયામાં શુભ-અભિસંધિ નામના રાજાનું વિશદમાનસ નામનું નગર છે. તેની બે પત્નીઓ છે. શુદ્ધતા અને પાપભીરુતા. તે રાજા અને રાણીને બે કન્યાઓ છે. ઋજુતા અને અચૌર્યતા. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોના ચિત્તમાં તત્ત્વને અભિમુખ વિશદમાનસ વર્તે છે અને તે વિશદમાનસ કોઈ નિમિત્તને પામીને શુભઅભિસંધિવાળું થાય છે જેનાથી તે જીવમાં શુદ્ધતાનો યોગ અને પાપભીરુતાનો યોગ પ્રગટે છે અને જ્યારે જીવમાં શુભઅભિસંધિપૂર્વક શુદ્ધતાનો યોગ થાય ત્યારે તેનામાં ઋજુતા પ્રગટે છે અને શુભઅભિસંધિપૂર્વક પાપભીરુતાનો યોગ થાય ત્યારે તેનામાં અચૌર્યતા પ્રગટે છે; કેમ કે પાપભીરુ જીવો ક્યારે કોઈ વસ્તુની ચોરી કરતા નથી. જેમ વિમલકુમારમાં અત્યંત ઋજુતા હતી તેથી જ રામદેવના ચોરી આદિના પ્રસંગો જોયેલા હોવા છતાં વામદેવ વિષયક માયાવી આદિ ભાવોની શંકા કરતો નથી. પરંતુ પોતે સરળ હોવાથી વામદેવને પણ સરળ માને છે તે શુદ્ધતાથી પ્રગટ થયેલી ઋજુતા છે. વળી વામદેવમાં જેમ ચોરીનો પરિણામ હતો તેથી પાપભીરુતા ન હતી. જ્યારે વિમલકુમારમાં તત્ત્વને અભિમુખ શુભઅભિસંધિ પ્રવર્તતી હતી તેથી તેનામાં પાપભીરુતા વર્તતી હતી. તેથી ક્યારેય કોઈની વસ્તુ ગ્રહણ ન કરે તેવો અચૌર્યતાનો પરિણામ પણ વર્તતો હતો. આથી અચૌર્યતા નિઃસ્પૃહપરિણામવાળી હોય છે તેથી જ વિમલકુમારને રત્નચૂડ રત્ન આપે છે ત્યારે નિઃસ્પૃહતાને કારણે વિમલકુમારને તે રત્ન લેવાનો પરિણામ પણ થતો નથી. તેથી જેના ચિત્તમાં નિઃસ્પૃહતા વર્તે છે તેના ચિત્તમાં અચૌર્યતા વર્તે છે. વળી વામદેવને આ બે કન્યા પ્રાપ્ત થશે ત્યારે વામદેવ માયા અને તેયરૂપ દોષોથી મુકાશે. એ પ્રકારે બુધસૂરિ વિમલકુમારને કહે છે અને કહે છે કે વર્તમાનમાં વામદેવ ધર્મ પ્રત્યે યોગ્ય નથી. માટે તેની ઉપેક્ષા કરીને તું આત્મહિતમાં પ્રયત્ન કર. તેથી મહાત્માના વચનથી વિમલકુમાર વામદેવની ઉપેક્ષા કરે છે.
वामदेवकृतः सरलगृहे धनापहारः अहं तु प्राप्तः काञ्चनपुरे, प्रविष्टो हट्टमार्गे, दृष्टः सरलो नाम वाणिजः, गतस्तस्यापणे, विजृम्भिता बहुलिका कृतमस्य पादपतनं नटेनेव, भृतमानन्दोदकस्य नयनयुगलम् । तदवलोक्याीभूतः सरलः, ततोऽभिहितमनेन-भद्र! किमेतत् ? मयोक्तं-तात! युष्मानवलोक्य मयाऽऽत्मजनकस्य स्मृतम् । सरलेनोक्तं - यद्येवं ततो वत्स! पुत्र एवासि त्वं, ततो नीतोऽहमनेन स्वभवने, समर्पितो बन्धुमत्याः स्वभार्यायाः, कारितः स्नानभोजनादिकं, पृष्टो नामकुलादिकं, निवेदितं मया 'सजातीयोऽयमिति तुष्टः सरलः, अभिहितमनेन
Page #315
--------------------------------------------------------------------------
________________
30४
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ સરલના ઘરમાં વામદેવ વડે કરાયેલ ધનની ચોરી વળી, હું વામદેવ, કાંચનપુરમાં પહોંચ્યો. બજારમાર્ગમાં પ્રવેશ્યો. સરલ નામનો વાણિયો જોવાયો. તેની દુકાનમાં હું ગયો. માયા ઉલ્લસિત થઈ. આનું વાણિયાનું, નટની જેમ પાદપતન કરાયું પગે લગાયો, આનંદના અશ્રુથી તયયુગલ ભરાયું. તે જોઈને સરલ આર્દીભૂત થયો. તેથી આવા વડે= સરલ વડે, કહેવાયું. હે ભદ્ર ! આ શું છે ? અર્થાત્ કેમ મને પગે લાગે છે અને આ રીતે હર્ષની અભિવ્યક્તિ કરે છે ? મારા વડે વામદેવ વડે, કહેવાયું. હે તાત ! તમને જોઈને મારા વડે પોતાના પિતાનું સ્મરણ થયું. સરલ વડે કહેવાયું. જો આ પ્રમાણે છે તો હે વત્સ ! તું પુત્ર જ છો. ત્યારપછી હું આતા દ્વારા સરલ દ્વારા, સ્વભવનમાં લઈ જવાયો. બંધુમતી નામની પોતાની ભાર્યાને સમર્પિત કરાયો. સ્નાનભોજલાદિક કરાવાયું. વામકુલાદિક પુછાયો. મારા વડે નિવેદન કરાયું. આ સજાતીય छे=श्रेष्ठीपुत्र छ, मेथी सरल तुष्ट थयो. माना 43 वायुं -
Res:
अपुत्रयोः प्रिये! पुत्रो वृद्धयोः परिपालकः । दत्तः संचिन्त्य दैवेन, वामदेवोऽयमावयोः ।।६७२।।
टोडार्थ :
હે પ્રિયે ! અપુત્રવાળા વૃદ્ધ એવા આપણા બેનો પરિપાલક એવો આ વામદેવ દેવ વડે=ભાગ્ય 43, वियारीने अपायो. ।।७७२।।
तदाकर्ण्य हष्टा बन्धुमती, निक्षिप्तं सरलेन मय्येव गृहं, दर्शितमापणनिहितं रत्नादिकमन्तर्धनं, स च तस्यैव मूर्छया मया सहितस्तत्रैवापणे स्वपिति स्म । अन्यदा सन्ध्यायामावयोर्गृहे तिष्ठतोः समागतः सरलस्य बन्धुलनाम्नः प्रियमित्रस्य गृहादाह्वायकः, यथा मम पुत्रस्य षष्ठीजागरे भवताऽऽगत्येह वस्तव्यमिति । ततोऽभिहितोऽहं सरलेन-पुत्र! वामदेव! गन्तव्यं मया बन्धुलगृहे त्वं पुनरापणे गत्वा वसेति । मयोक्तं-अलं मे तातरहितस्यापणे गमनेनाद्य तावदम्बाया एव पादमूले वत्स्यामि । ततोऽहो स्नेहसारोऽयमिति चिन्तयन्नेवं भवत्विति वदन् गतः सरलः । स्थितोऽहं गृहे रात्रौ, विजृम्भितः स्तेयः, चिन्तितं मया हरामि तदन्तर्धनं, ततोऽर्धरात्रे गतस्तमापणं, उद्घाटयतश्च समागता दण्डपाशिकाः, दृष्टोऽहमेतैः प्रत्यभिज्ञातश्च ततः पश्यामस्तावत्किमेषोऽर्धरात्रे करोत्यापणमुद्घाट्येति संचिन्त्य स्थितास्तूष्णींभावेन प्रच्छन्नाः । तत्खातं मया तदन्तर्धनं निखातं तस्यैवापणस्य पश्चाद्भूभागे, विभातप्रायायां च रजन्यां कृतो हाहारवः, मीलितो नगरलोकः, संप्राप्तः सरलः, प्रकटीभूता दण्डपाशिकाः, प्रवृत्तः कलकलः ।
Page #316
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૩૦૫ તે સાંભળીને બંધુમતી હર્ષિત થઈ. સરલશેઠ વડે મારા ઉપર જ ઘરનો (ભાર) નિક્ષેપ કર્યો=આરોપણ કર્યો. દુકાનની અંદર અંતર્ધન રત્નાદિક સ્થાપન કરાયેલું બતાવાયું અને તેની જ મૂચ્છથી=રત્વની મૂચ્છથી જ મારા સહિત જ તે=સરળશેઠ, તે દુકાનમાં સૂતા હતા. અચદા સંધ્યાવેળામાં અમે બંને ઘરમાં રહ્યું છતે સરલના બંધુલ નામના પ્રિય મિત્રતા ગૃહથી બોલાવનાર આવ્યો. શું કહે છે ? તે ‘ાથા'થી બતાવે છે – મારા પુત્રની છઠી જાગરણ છે. અહીં મારા ઘરે, તમારા વડે આવીને વસવું જોઈએ. તેથી હું સરલ વડે કહેવાયો. હે પુત્ર વામદેવ ! મારા વડે બંધુલના ગૃહમાં જવાનું છે. તું વળી દુકાનમાં જઈને રહેજે. મારા વડે કહેવાયું. પિતાના રહિત એવા મને દુકાનમાં જવા વડે સર્યું, આજે માતાની પાસે જ હું વસીશ. તેથી વામદેવે આ પ્રમાણે કહ્યું તેથી, સ્નેહસાર આ છે=વામદેવ છે, એ પ્રમાણે વિચારતો, આ પ્રમાણે થાવ, એ પ્રમાણે બોલતો સરલ ગયો. હું રાત્રિમાં ઘરમાં રહેલો હતો. ચોરીનો પરિણામ વિજશ્મિત થયો. મારા વડે વિચારાયું. તેનું અંતર્ધત હરણ કરું. તેથી અર્ધરાત્રિમાં બજારમાં ગયો. અને ઉઘાડતાં દંડપાલિકો આવ્યા. હું તેઓ વડે જોવાયો અને ઓળખાયો. તેથી અમે જોઈએ, આ અર્ધરાત્રિમાં દુકાનને ખોલીને શું કરે છે એ પ્રમાણે વિચારીને મૌનભાવથી પ્રચ્છન્ન રહ્યા. મારા વડે અંતર્ધન ખોદાયું અને તે જ દુકાનની પાછળના ભૂ-ભાગમાં દટાયું, અને વિભાતપ્રાયઃ એવી રાત્રિમાં હાહારવ કરાયો વામદેવ વડે હાહાર કરાયો. અર્થાત્ ચોરી થઈ છે એ પ્રકારે બૂમાબૂમ કરાઈ. નગરલોક એકઠો થયો. સરલ પ્રાપ્ત થયો. દંડપાલિકો પ્રગટ થયા. કલકલ પ્રવૃત્ત થયો.
दण्डपाशिकैः राजसमीपे नयनम् सरलेनोक्तं-वत्स! वामदेव! किमेतत् ? मयोक्तं हा तात! मुषिता मुषिताः स्म इति, दर्शितश्चोद्घाटित आपणो निधानस्थानं च, सरलेनोक्तं-पुत्र! त्वया कथमिदं ज्ञातं? मयोक्तं-अस्ति तावनिर्गतस्तातः ततो मे तातविरहवेदनया नागता निद्रा, स्थितः शय्यायां विपरिवर्तमानः रात्रिशेषे च चन्तितिं मया-अयि! यदि परमेतस्यां तातस्पर्शपूतायां आपणशय्यायां निद्रासुखं संपद्यते नान्यत्रेति संचिन्त्य समागतोऽहमापणे दृष्टमिदमीदृशं चौरविलसितं ततः कृतो हाहारव इति । दण्डपाशिकैश्चिन्तितं निश्चितमेतत्तस्करोऽयं दुरात्मा वामदेवः, अहो अस्यालजालचातुर्यं, अहो वाचालता, अहो वञ्चकत्वं, अहो कृतघ्नता, अहो विश्रम्भघातित्वमहो पापिष्ठतेति । ततस्तैरुत्त्कंश्रेष्ठिनिराकुलो भव, लब्ध एवास्तेऽस्माभिश्चौरः, ततः साकूतमवलोकितं सर्वैर्ममाभिमुखं, ज्ञातोऽहमेतैरिति संजातं मे भयं, ततः पुनः सलोप्नं ग्रहीष्याम इत्यालोच्य गतास्तावद्दण्डपाशिकाः, दत्तो ममावरक्षकः, अनेककुविकल्पाकुलस्य मे लवितं तद्दिनं, सन्ध्यायां गृहीत्वा तदन्तर्धनं पलायमानोऽहं गृहीतो दण्डपाशिकैः, जातः कोलाहलः, मिलितं पुनर्नगरं, कथितो दण्डपाशिकैः समस्तोऽपि लोकाय मदीयव्यतिकरः, संजातो मच्चरितेन विस्मयः, नीतोऽहं रिपुसूदनराजसमीपे, आज्ञापितस्तेन वध्यतया, समागतः सरलः, पतितो नृपचरणयोः, अभिहितमनेन
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ દંડપાલિકો વડે વામદેવને રાજા પાસે નયન સરલ વડે કહેવાયું. હે વત્સ વામદેવ ! આ શું છે? કઈ રીતે આ ચોરી થઈ અને કઈ રીતે તને ખબર પડી ? મારા વડે કહેવાયું. હે તાત ! ચોરાયા, ચોરાયા, એ પ્રમાણે ઉદ્ઘાટિત દુકાન બતાવાઈ. અને વિધાનસ્થાન બતાવાયું. સરલ વડે કહેવાયું. હે પુત્ર ! તારા વડે કેવી રીતે જણાયું? મારા વડે કહેવાયું – પિતાજી નીકળેલા છે. ત્યારપછી વેદનાથી મને નિદ્રા આવી નહીં. શય્યામાં વિપરિવર્તમાન રહ્યો. અને ત્રિશેષમાં મારા વડે વિચારાયું. જો વળી આ તાતના સ્પર્શથી પવિત્ર થયેલ દુકાનની શધ્યામાં સુખપૂર્વક નિદ્રા પ્રાપ્ત થશે, અન્યત્ર તહીં. એ પ્રમાણે વિચારીને હું દુકાનમાં આવ્યો. આવા પ્રકારનું આ ચોરવિલસિત જોવાયું દુકાનને તોડીને અંદરથી રત્ન ઉપાડી જાય એવા પ્રકારનું આ ચોરવિલસિત જોવાયું. તેથી હાહાર કરાયો. દંડપાલિકો વડે વિચારાયું. આ નિશ્ચિત છે. આ દુરાત્મા વામદેવ તસ્કર છે. ખરેખર આનું વામદેવનું, આલજાલ ચાતુર્ય છે. અહો વાચાળતા=વામદેવની વાચાળતા, અહો વંચકપણું વામદેવનું વંચકપણું, અહો કૃતઘ્નતા, અહો વિશ્વસનીય ઘાતિપણું, અહો પાપિષ્ટપણું. ત્યારપછી તેઓ વડે દંડપાલિકો વડે, કહેવાયું. શ્રેષ્ઠિ નિરાકુલ થાવ. અમારા વડે ચોર પ્રાપ્ત થયો જ છે. ત્યારપછી સર્વ વડે તે દંડપાલિકો વડે, મારું મુખ ઈરાદાપૂર્વક જોવાયું. હું આમના વડે દંડપાલિકો વડે, જ્ઞાત છું. એ પ્રકારે મને ભય થયો. ત્યારપછી સલોપ્ય ગ્રહણ કરશું ચોરીના માલ સહિત ચોરને ગ્રહણ કરશું એ પ્રકારે આલોચન કરીને દં૫પાલિકો ગયા. મારા ઉપર અવરક્ષક મુકાયો=હું શું કરું છું એનું નિરીક્ષણ કરનાર ગુપ્તચર રખાયા. અનેક કુવિકલ્પથી આકુલ મારો તે દિવસ પસાર થયો. સંધ્યામાં તે અંતર્ધનને ગ્રહણ કરીને પલાયન થતો હું દંડપાલિકો વડે ગ્રહણ કરાયો. કોલાહલ થયો. વળી તગર ભેગું થયું. દંડપાલિકો વડે સમસ્ત પણ મારો વ્યતિકર લોકોને કહેવાયો. મારા ચરિત્રથી વિસ્મય થયો. હું રિપુસૂદનરાજ સમીપે લઈ જવાયો. તેના વડે રાજા વડે, વધ્યપણાથી આજ્ઞા કરાયો. સરલ આવ્યો. રાજાના ચરણમાં પડ્યો. આના વડે સરલ વડે, કહેવાયું – શ્લોક :
ममायं पुत्रको देव! वामदेवोऽतिवल्लभः । अतो मेऽनुग्रहं कृत्वा, मुच्यतामेष बालकः ।।६७३।। गृह्यतां मम सर्वस्वं, मैष देव! निपात्यताम् ।
अन्यथा जायते देव! मरणं मे न संशयः ।।६७४।। શ્લોકાર્ય :
હે દેવ ! આ મારો પુત્ર વામદેવ અતિવલ્લભ છે. આથી મારા ઉપર અનુગ્રહ કરીને આ બાળક મુકાય, મારું સર્વસ્વ ગ્રહણ કરાય. હે દેવ ! આ બાળક, મરાય નહીં. હે દેવ ! અન્યથા=જો આને મારવામાં આવશે તો, મારું મરણ થશે. સંશય નથી. II૧૭૩-૧૭૪ll
Page #318
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૩૦૭
શ્લોક :
ततोऽतिसरलं मत्वा, सरलं तं नराधिपः । अमुञ्चन्मां प्रसादेन, तस्यायच्छच्च तद्धनम् ।।६७५।। केवलं सरलस्तेन, तदा प्रोक्तो महीभुजा ।
श्रेष्ठिन्नेष सुपुत्रस्ते, समीपे मम तिष्ठतु ।।६७६।। શ્લોકાર્ય :
તેથી અતિસરલ તે સરલને માનીને રાજાએ પ્રસાદથી મને મૂક્યો. અને તેને તે ધન આપ્યું. કેવલ તે રાજા વડે ત્યારે સરલ કહેવાયો. હે શ્રેષ્ઠિ ! આ તારો સુપુત્ર મારી સમીપે રહો. II૬૭૫-૭૬ll શ્લોક :
યત – अयं विषाङ्कुराकारस्तस्करो जनतापकः ।
तदेष मद्गृहाद् बाह्यो, वामदेवो न सुन्दरः ।।६७७।। શ્લોકાર્ધ :
જે કારણથી વિષાંકુર આકારવાળો જનનો તાપક=લોકોને તાપ કરના કારણથી મારા ઘરથી બહારમાં આ વામદેવ સુંદર નથી. II૬૭૭ી.
वामदेवस्य दयनीयदशायां मरणम्
શ્લોક :
इतश्चपुरापि दुर्बलीभूतः, साम्प्रतं नष्ट एव सः । પુળ્યોદયો વયસ્યો છે, ર્વી તદુરિતમ્ ૬૭૮.
વામદેવનું દયનીય દશામાં મરણ શ્લોકાર્ચ -
અને આ બાજુ પૂર્વમાં પણ દુર્બલ થયેલો એવો તે મારો પુણ્યોદય નામનો મિત્ર હમણાં તે દુષ્ટયેષ્ટિત જોઈને વામદેવે કરેલી દુષ્ટ ચેષ્ટા જોઈને, નાસી ગયો. II૬૭૮
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
ततश्चश्रेष्ठिना प्रतिपत्रं तनरेन्द्रवचनं तदा ।
धिक्कारविहतो दीनः, स्थितोऽहं राजमन्दिरे ।।६७९।। શ્લોકાર્ચ -
અને તેથી મારું પુણ્ય નષ્ટ થયેલું તેથી, તે રાજાનું વચન ત્યારે શ્રેષ્ઠી વડે સ્વીકારાયું. ધિક્કારથી હણાયેલો દીન હું રાજમંદિરમાં રહ્યો. ll૧૭૯ll. શ્લોક :
राजदण्डभयादुग्राद्भयेन प्रशमं गते ।
ભદ્રા નિવસતિતંત્ર, તે જે તૈયક્તિ ૬૮૦ના શ્લોકાર્ચ -
રાજદંડના ભયને કારણે ઉગ્ર ભયથી હે ભદ્રા ! અગૃહીતસંકેતા ! તે રાજમંદિરમાં વસતાં એવાં મારાં તે ચોરી અને માયા પ્રશમને પામ્યાં. ll૧૮૦I શ્લોક :
तथापि लोको मां भद्रे! सर्वकार्येषु शकते ।
अन्येनापि कृतं चौर्य, ममोपरि निपात्यते ।।६८१।। શ્લોકાર્ય :
તોપણ હે ભદ્રા અગૃહીતસંકેતા! સર્વ કાર્યોમાં લોકો મારી શંકા કરે છે આણે ચોરી કરી છે એ પ્રકારની શંકા કરે છે. અન્ય વડે પણ કરાયેલું ચીર્ય મારા ઉપર નિપાતન કરાય છે લોકો વડે આણે ચોરી કરી છે એમ કહેવાય છે. ll૧૮૧il શ્લોક :
ब्रुवाणस्यापि सद्भूतं, न प्रत्येति च मे जनः ।
धिक्कारैर्हन्ति मामेवं, दृष्टा ते सत्यवादिता ।।६८२।। શ્લોકાર્ધ :
સદ્ભૂત બોલતા પણ મારો લોક વિશ્વાસ કરતા નથી=મેં ચોરી કરી નથી તેમ યથાર્થ કહેવા છતાં લોક મારો વિશ્વાસ કરતા નથી. તારી સત્યવાદિતા જોવાઈ એ પ્રકારે ધિક્કારોથી મને હણે છે. TI૬૮શા
Page #320
--------------------------------------------------------------------------
________________
૩૦૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોક :
सर्वस्योद्वेगजनकः, कृष्णाहेस्तुल्यतां गतः ।
तत्रागृहीतसङ्केते! बहुकालं विडम्बितः ।।६८३।। શ્લોકાર્ય :
સર્વના ઉદ્વેગનો જનક કાળા સર્પની તુલ્યતાને પામ્યો, ત્યાં રાજમંદિરમાં, હે અગૃહીતસંકેતા ! ઘણો કાળ વિડંબના કરાયો. II૬૮all શ્લોક :
अन्यदा श्रीगृहं राज्ञो, विद्यासिद्धन केनचित् ।
निःशेषं मुषितं भद्रे! स च चौरो न लक्षितः ।।६८४।। બ્લોકાર્ધ :
અન્યદા રાજાનું ઘર કોઈક વિધાસિદ્ધ વડે નિઃશેષ ચોરાયું. અને તે ચોર હે ભદ્રા ! જણાયો નહીં. ll૧૮૪ll બ્લોક :
ततोऽहं दृष्टदोषत्वादस्यैवंविधसाहसम् ।
संभाव्यं नापरस्येति, ग्राहितस्तेन भूभुजा ।।६८५।। શ્લોકાર્ય :
તેથી દષ્ટ દોષપણું હોવાને કારણે મેં પૂર્વમાં ચોરી કરી છે એવું જોવાયેલું હોવાને કારણે, આનું વામદેવનું, આવા પ્રકારનું સાહસ સંભાવ્ય છે, બીજાનું નહીં. એથી તે રાજા વડે હું ગ્રહણ કરાયો. II૬૮૫ll. શ્લોક :
अनेकयातनाभिश्च, नानारूपैविडम्बनैः ।
ततोऽहं गाढरुष्टेन, तेन भद्रे! कदर्थितः ।।६८६।। શ્લોકાર્ચ -
અનેક યાતનાવાળી અનેક પ્રકારની વિડંબનાથી ગાઢ સુષ્ટ એવા તે રાજા વડે ત્યારપછી હે અગૃહીતસંકેતા! કદર્થના કરાયો. ll૧૮૬ll શ્લોક :
न स्थितः सरलस्यापि, वचनेन नराधिपः । उल्लम्बितो विशालाक्षि! ततोऽहं विरटनलम् ।।६८७।।
Page #321
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૩૧૦
શ્લોકાર્થ :
સરલના પણ વચનથી=સરલે બચાવા માટે રાજાને વિનંતી કરી તે વચનથી, રાજા અટક્યો નહીં. ત્યારપછી હે વિશાલાક્ષિ એવી અગૃહીતસંકેતા ! અત્યંત રડતો એવો હું ફાંસીએ ચડાવાયો. II૬૮૭]]
શ્લોક :
अत्रान्तरे च सा जीर्णा, गुटिका मम पूर्विका ।
भवितव्यतया दत्ता, ततोऽन्या गुटिका मम ।। ६८८ ।।
શ્લોકાર્થ ઃ
અને એટલામાં=હું ફાંસીએ ચડાવાયો એટલામાં, પૂર્વની મારી ગુટિકા=આયુષ્યરૂપી ગુટિકા, તે જીર્ણ થઈ, તેથી ભવિતવ્યતા વડે મને અન્ય ગુટિકા અપાઈ=અન્ય ભવનું આયુષ્ય અપાયું. II૬૮૮॥
શ્લોક ઃ
तस्याः प्रभावतो भद्रे ! तीव्रदुःखौघसम्पदि ।
રાત: પાવિષ્ટવાસાયાં, નર્યામત્સ્યપાદ ।।૮।।
શ્લોકાર્થ ઃ
હે ભદ્રા ! અગૃહીતસંકેતા ! તેના પ્રભાવથી=આયુષ્યરૂપી ગુટિકાના પ્રભાવથી, તીવ્ર દુઃખના સમૂહની સંપત્તિવાળી પાપિષ્ટવાસવાળી અંત્યપાટક નગરીમાં હું ગયો. II૬૮૯।।
શ્લોક ઃ
तत्रानुभूय दुःखानि, तीव्रानन्तानि विह्वलः ।
असंख्यकालं भूयोऽपि, गुटिकादानयोगतः । । ६९० ।। पञ्चाक्षपशुसंस्थाने, समागत्य पुरे ततः ।
भ्रान्तोऽहं बहुशोऽन्येषु नगरेषु पुनः पुनः । । ६९९ ।।
શ્લોકાર્થ :
ત્યાં=સાતમી નરકમાં, વિશ્વલ એવો હું તીવ્ર અનંતદુઃખોને અનુભવીને ફરી પણ ગુટિકાના દાનના યોગથી અસંખ્યકાલ પંચાક્ષપશુસંસ્થાનરૂપ નગરમાં આવીને ત્યારપછી ફરી ફરી અન્ય નગરોમાં હું બહુ વાર ભમ્યો. II૬૯૦-૬૯૧||
શ્લોક ઃ
तन्नास्ति नगरं भद्रे ग्रामो वा वरलोचने ! |
मुक्त्वाऽसंव्यवहाराख्यं, बहुशो यन्त्र वीक्षितम् । । ६९२ । ।
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૧૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
હે ભદ્રા ! અગૃહીતસંકેતા! તે નગર નથી, હે વરલોચના ! તે ગામ નથી જે અસંવ્યવહાર નામના નગરને છોડીને બહુ વાર જોવાયું નથી. ll૧૯૨ા. શ્લોક :
तथापि पशुसंस्थाने, योषिदाकारधारकः ।
बहुशो बहुलिकादोषाद्विशेषेण विडम्बितः ।।६९३।। શ્લોકાર્થ:
તોપણ બધા જ ભવોમાં અનેક વખત ભમ્યો છું તોપણ, પશુસંસ્થાનમાં સ્ત્રી આકારનો ધારક ઘણી વખત માયાના દોષથી વિશેષથી વિડંબના કરાયોકવામદેવના ભવમાં સેવાયેલ માયાના સંસ્કારોના બળથી પશુના ભવોમાં સ્ત્રીના આકારને ધારણ કરનારો અનેક વખત વિશેષથી વિડંબના કરાયો. ll૧૯૩IL. શ્લોક :
सोढानि नानादुःखानि, स्थाने स्थाने मया तदा ।
ताभ्यां पापवयस्याभ्यां, प्रेरितेन वरानने! ।।६९४ ।। શ્લોકાર્થ :
ત્યારે પશુસંસ્થાનમાં, માયાના દોષને કારણે વિશેષથી વિડંબના કરાયો ત્યારે, સ્થાને સ્થાને તે તે ભવોમાં, તે બે પાપમિત્રો દ્વારા ચોરી અને માયારૂપ બે પાપમિત્રો દ્વારા, પ્રેરાયેલા એવા મારા વડે હે વરાનના ! અગૃહીતસંકેતા ! અનેક પ્રકારનાં દુઃખો સહન કરાયાં. II૯૪ll
प्रज्ञाविशालासंवेगभावना શ્લોક :
एवं वदति संसारिजीवे प्रज्ञाविशालया । इदं विचिन्तितं गाढं, संवेगापनचित्तया ।।६९५ ।।
પ્રજ્ઞા વિશાલાની સંવેગ ભાવના શ્લોકાર્ચ -
આ રીતે સંસારી જીવ કહ્યું છતે પ્રજ્ઞાવિશાલા વડે ગાઢ સંવેગઆપન્નચિત્તપણાને કારણે=ભવના ઉચ્છેદ માટે ગાઢ જીવવીર્ય ઉલ્લસિત થયું છે એવા ચિતપણાને કારણે, આ વિચારાયું. Iકલ્પIી.
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૧૨
શ્લોક :
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
अहो दुरन्तः स्तेयोऽसौ, माया चात्यन्तदारुणा । ययोरासक्तचित्तोऽयं, वराको भूरि नाटितः । । ६९६ ।।
શ્લોકાર્થ :
અહો આ ચોરી ખરાબ અંતવાળી છે, અને માયા અત્યંત દારુણ છે. જેનાથી=જે માયાથી, આસક્ત ચિત્તવાળો આ વરાક=અનુસુંદરનો જીવ, ઘણો નચાવાયો. II૬૬।।
શ્લોક ઃ
તથાદિ
वञ्चितस्तादृशोऽनेन, महात्मा विमलः पुरा ।
तन्माहात्म्येन लोके च गतोऽयं तृणतुल्यताम् ।।६९७।।
શ્લોકાર્થ ઃતે આ પ્રમાણે આના દ્વારા=અનુસુંદરના જીવ દ્વારા, પૂર્વમાં તેવા પ્રકારનો મહાત્મા એવો વિમલ ઠગાવાયો. અને તેના માહાત્મ્યથી=માયાના માહાત્મ્યથી, લોકમાં આ=અનુસુંદરનો જીવ,
તૃણતુલ્યતાને પામ્યો. II૬૯૭।।
શ્લોક :
—
सरलो वत्सलः स्निग्धो, मुषित्वा च प्रतारितः ।
प्राप्तोऽयं तत्प्रसादेन, तत्र घोरविडम्बनम् ।।६९८।।
શ્લોકાર્થ :
અને સ્નિગ્ધ, વત્સલ એવો સરલ લૂંટીને ઠગાવાયો, તેના પ્રસાદથી=ચોરીના પ્રસાદથી, ત્યાં= વામદેવના ભવમાં, આ=અનુસુંદરનો જીવ, ઘોર વિડંબનાને પામ્યો. ।।૬।।
શ્લોક ઃ
તથા
यदयं तादृशेनापि, महाभागेन सूरिणा ।
बुधेन बोधितो नासीत् सा माया तत्र कारणम् । । ६९९ ।।
શ્લોકાર્થ ઃ
અને જે કારણથી આ=અનુસુંદરનો જીવ, તેવા પ્રકારના પણ મહાભાગ એવા બુધસૂરિ વડે બોધ પામ્યો ન હતો, તેમાં તે માયા કારણ છે અર્થાત્ વામદેવના ભવમાં જે ઉત્કટ માયા હતી તેથી
Page #324
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
૩૧૩
તે બુધસૂરિ પણ માયાવી છે, ઇન્દ્રજાળી છે તે પ્રકારે જ વિચારતો હતો તેમાં માયા જ કારણ છે. II૬૯૯II
શ્લોક :
ब्रुवाणस्यापि सद्भूतं, न प्रत्येति स्म यज्जनः ।
धिक्करोति च तत्रापि, सैव मायाऽपराध्यति ।।७०० ।।
શ્લોકાર્થ :
સદ્ભૂતને કહેતા પણ તેનો જે કારણથી લોક વિશ્વાસ કરતો ન હતો અને ધિક્કાર કરે છે. ત્યાં પણ=વામદેવના ભવમાં તે ધિક્કારની પ્રાપ્તિમાં પણ, તે જ માયા અપરાધને પામે છે=વામદેવના ભવમાં સરલના ગૃહમાં ચોરી કરતી વખતે જે માયા કરેલી તેના કારણે જ લોકોમાં સાચું પણ બોલતા એવા તેને લોકો માયાવી જ માનતા હતા અને ધિક્કાર કરતા હતા, તેમાં પણ વામદેવમાં વર્તતી માયાની જ પરિણતિ કારણ છે. II૭૦૦II
શ્લોક ઃ
यदन्यजनितेनापि, दोषेणायं विबाधितः ।
संसारिजीवस्तत्रापि, स्तेयो माया च कारणम् ।।७०१ ।।
શ્લોકાર્થ :
જે કારણથી અન્યજનિત પણ દોષથી=અન્યએ કરેલી ચોરીના દોષથી, આ સંસારી જીવ, બાધા પામ્યો=વામદેવના ભવમાં બાધા પામ્યો, તેમાં પણ ચોરી અને માયા જ કારણ છે. II૭૦૧।।
શ્લોક ઃ
एवं चानन्तदोषाणामाकरस्ते दुरात्मिके ।
તથાપિ તોજ: વિષ્ઠઃ, સ્ટેયમાયે ન મુખ્યતિ ।।૭૦૨।।
શ્લોકાર્થ -
અને આ રીતે=વામદેવના ભવમાં અનુસુંદરના જીવને જે રીતે અનર્થો પ્રાપ્ત થયા એ રીતે, અનંતદોષોના આકાર તે બે દુરાત્મક છે=માયા અને ચોરી દુરાત્મક છે, તોપણ પાપિષ્ઠ લોક ચોરી અને માયાને મૂકતો નથી.
પ્રજ્ઞાવિશાલાની અત્યંત માર્ગાનુસારી પ્રજ્ઞા અને ગાઢ સંવેગની પરિણતિને કારણે જે પ્રકારે માયા અને ચોરીના અનર્થ ફલોનું દર્શન વામદેવના ભવના કથનથી થાય છે તે ગ્રંથકારશ્રીએ શ્લોક-૬૯૫થી ૭૦૨માં સ્પષ્ટ કરેલ છે. જેથી વિચારક જીવ તેના હાર્દને જાણીને પ્રજ્ઞાવિશાલાની જેમ ચોરી અને માયાના પરમાર્થને વિચારવા સમર્થ બને. II૭૦૨ા
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૧૪
શ્લોક ઃ
શ્લોક :
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
अन्यच्च
तथा संसारिजीवे भोः, कथयत्यात्मचेष्टितम् ।
स भव्यपुरुषस्तत्र, चिन्तयामास विस्मितः । । ७०३।।
શ્લોકાર્થ :
અને બીજું, તે પ્રકારે સંસારી જીવે પોતાનું ચેષ્ટિત કહે છતે ત્યાં=સંસારી જીવના કથનમાં, વિસ્મિત થયેલા તે ભવ્યપુરુષે વિચાર કર્યો. ||૭૦૩||
भव्यपुरुषसविस्मयविमर्शः
अपूर्वमिदमस्याहो, तस्करस्यातिजल्पितम् ।
अतिचित्रमसंभाव्यं, लोकमार्गातिदूरगम् ।।७०४ ॥
ભવ્યપુરુષનો વિસ્મયપૂર્વક વિમર્શ
શ્લોકાર્થ ઃ
શું વિચાર કર્યો ? તે બતાવે છે → – આ તસ્કરનું અતિજલ્પિત=અનુસુંદર ચક્રવર્તીનું અતિશયોક્તિથી યુક્ત, અતિચિત્ર, અસંભાવ્ય, લોકમાર્ગથી અતિદૂર જનારું=લોકમાર્ગથી વિરુદ્ધ, આ=વામદેવનું કથન, અપૂર્વ છે. ।।૭૦૪]
શ્લોક ઃ
अप्रसिद्धं ममात्यन्तं, हृदयाक्षेपकारि च ।
તદ્દસ્ય પરમાર્થો ય:, સ મયા નાવધારિતઃ ।।૭૦૬||
શ્લોકાર્થ ઃ
તે કારણથી મને અત્યંત અપ્રસિદ્ધ અને હૃદયના આક્ષેપને કરનાર જે આનો પરમાર્થ છે= અનુસુંદર ચક્રવર્તીના ક્થનનો પરમાર્થ છે, તે મારા વડે અવધારણ કરાયું નથી. l૭૦૫૩]
શ્લોક :
-
તથાદિ
पूर्वं तावदनेनोक्तं, यथाऽऽसीत्किल सर्वदा । पुरेऽसंव्यवहाराख्ये, वास्तव्योऽहं कुटुम्बिकः । ।७०६।।
Page #326
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૩૧૫
શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે, પૂર્વમાં આના વડે અનુસુંદર ચક્રવર્તીરૂપ ચોર વડે, કહેવાયું. શું કહેવાયું ? તે યથા'થી બતાવે છે – ખરેખર અસંવ્યવહાર નગરમાં કુટુંબિક એવો વાતવ્ય હું હતો ઘણા અનંતા જીવોનો કુટુંબિક એવો હું વાસ્તવ્ય હતો. ll૭૦૬ll શ્લોક :
कालं तत्र स्थितोऽनन्तं, भवितव्यतया सह ।
स्वकर्मपरिणामाख्यराजादेशेन निर्गतः ।।७०७।। શ્લોકાર્થ :
ત્યાં=અસંવ્યવહાર નગરમાં, ભવિતવ્યતાની સાથે અનંતકાલ રહ્યો. સ્વકર્મપરિણામ નામના રાજાના આદેશથી નીકળ્યો=અસંવ્યવહાર નગરમાંથી નીકળ્યો. ll૭૦૭ll. બ્લોક :
एकाक्षपशुसंस्थाने, तथाऽन्येषु च भूरिषु ।
तथाविधेषु स्थानेषु, भ्रान्तो दुःखैः प्रपूरितः ।।७०८ ।। શ્લોકાર્ચ -
એકાક્ષ પશુસંસ્થાનમાં અને તે પ્રકારે અન્ય ઘણા તેવા પ્રકારનાં સ્થાનોમાં દુઃખોથી પુરાયેલો હું ભમ્યો. ll૭૦૮II શ્લોક :
___ अन्यच्चेदमनेनोक्तमनन्तं कालमेकशः ।
सर्वेषु तेषु स्थानेषु, नाटितः किल भार्यया ।।७०९।। શ્લોકાર્ચ -
અને બીજું આ આના વડે= પ્રસ્તુત અનુસુંદર ચક્રવર્તીરૂપ ચોર વડે, એક એક વખત આ અનંતકાલ કહેવાયો. શું કહેવાયું? તે સાષ્ટ કરે છે – ખરેખર ભાર્યા વડે=ભવિતવ્યતા વડે, સર્વ તે તે સ્થાનોમાં નચાવાયો. ll૭૦૯ll શ્લોક :
तथाहिनन्दिवर्धनरूपेण, रिपुदारणलीलया । वामदेवविधानेन, किलाहं भ्रमितस्तया ।।७१०।।
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – નંદિવર્ધનરૂપથી, રિપુદારુણલીલાથી, વામદેવના વિધાનથી ખરેખર હું તેણી વડે ભવિતવ્યતા વડે, ભમાવાયો. ll૭૧૦|| શ્લોક :
अतीतोऽनन्तकालश्च, सर्वेषामन्तराऽन्तरा ।
कृतान्यनन्तरूपाणि, तथाऽन्यानि स्वभार्यया ।।७११।। શ્લોકાર્ય :
અને સર્વના વચવચમાં નંદીવર્ધન આદિ મનુષ્યના સર્વ ભવોની વચવચમાં, અનંતકાલ પસાર થયો અને સ્વભાર્યા વડે અન્ય અનંતરૂપો કરાયાં. ll૭૧૧II. શ્લોક :
गुटिकादानयोगेन, किलेदं विहितं तया ।
तदस्य चरितं सर्वं, विरुद्धमिव भासते ।।७१२।। શ્લોકાર્થ :
ગુટિકાના દાનના યોગથી ખરેખર તેણી વડે=ભવિતવ્યતા વડે, આ કરાયું. આનું તે સર્વ ચરિત અનુસુંદર ચક્રવર્તીરૂપ ચોરનું તે સર્વ ચરિત્ર, વિરુદ્ધના જેવું ભાસે છે. ll૭૧રચા શ્લોક :
તથાદિपुरुषश्चेत्कथं तस्य, स्थितिः कालमनन्तकम् ।
किं वाऽजरामरो हन्त, भविष्यत्येष तस्करः ।।७१३।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે પુરુષ જો છે તો કેવી રીતે તેની સ્થિતિ અનંતકાલ હોય. શું ખરેખર આ ચોર અજર, અમર હશે ? I૭૧all બ્લોક :
तावत्कालस्थितिर्हन्त, का चेयं भवितव्यता? ।
कथं वा निजभार्याऽपि, प्रतिकूलत्वमागता ।।७१४ ।। શ્લોકાર્ચ -
ખરેખર તેટલા કાળ સુધી સ્થિતિ-અનંત અનંત કાળ સુધી સ્થિતિ, અને આ ભવિતવ્યતા ભાર્યા કોણ? અથવા કેવી રીતે પોતાની ભાર્યા પણ પ્રતિકૂલપણાને થઈ? Il૭૧૪ll
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૧૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોક :___ का चेयं गुटिका नाम, महावीर्या यया कृतः ।
થોડણનત્તરૂપોષે, વિતવ્યતા તથ? I૭૧૫ TI શ્લોકાર્ય :
અને મહાવીર્યવાળી આ ગુટિકા કઈ છે જેના વડે જે ગુટિકા વડે, એક પણ એવો આ ચોરનો જીવ, અનંતરૂપ તે ભવિતવ્યતા વડે કરાયો ? Il૭૧૫ll
શ્લોક :
अन्यच्चनगराण्यन्तरङ्गाणि, मित्राणि स्वजनास्तथा ।
येऽमुना गदितास्तेऽपि, न मया परिनिश्चिताः ।।७१६ ।। શ્લોકાર્ય :
અને બીજું, અંતરંગ નગરો, મિત્રો અને સ્વજનો જે આના વડે કહેવાયાં, તે પણ મારા વડે પરિનિશ્ચિત નથી સ્પષ્ટ નિર્ણય કરાયાં નથી. ll૭૧૬ll શ્લોક :
तदिदं स्वप्नसकाशमिन्द्रजालाधिकं गुणैः ।
अस्य संसारिजीवस्य, चरितं प्रतिभाति मे ।।७१७।। શ્લોકાર્ચ - તે કારણથી સ્વાન -
થી ઈન્દ્રજાલથી અધિક આ સંસારી જી ત્ર મને પ્રતિભાસે છે. ll૭૧૭ના શ્લોક :
इयं च मुखरागेण, बुध्यमानेव लक्ष्यते ।
साध्वी प्रज्ञाविशालेदं, निःशेषं चरितं हृदि ।।७१८ ।। શ્લોકાર્ચ -
અને મુખરાગથી આ પ્રજ્ઞાવિશાલા સાધ્વી હૃદયમાં નિઃશેષ ચરિત્ર જાણે જાણતી ન હોય એવી જણાય છે. II૭૧૮II
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૮
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
अन्यच्च
इदं मे लेशतः सर्वं निर्दिष्टमनया पुरा ।
અસ્ય સંસારિનીવસ્ય, વૃત્ત પ્રજ્ઞાવિશાલવા ।।૭।।
શ્લોકાર્થ :
અને બીજું, આ પ્રજ્ઞાવિશાલા વડે પૂર્વમાં આ સંસારી જીવનો સર્વ વૃત્તાંત મને લેશથી નિર્દેશ કરાયેલો. II૭૧૯।।
શ્લોક ઃ
केवलं विस्मृतप्रायं मम तद्वर्ततेऽधुना ।
अकाण्डे पृच्छतश्चेत्थं, संजायेत ममाज्ञता ।।७२०।।
શ્લોકાર્થ :
કેવલ તે=પ્રજ્ઞાવિશાલા વડે નિર્દેશ કરાયેલો વૃત્તાંત, મને હમણાં વિસ્તૃતપ્રાય વર્તે છે અને આ રીતે અકાંડમાં=અનવસરમાં, પૂછતા મારી અજ્ઞતા થાય છે. II૭૨૦Il
શ્લોક ઃ
तत्तावत्कथयत्वेष, तस्करो यद्विवक्षितम् ।
अहं तु प्रश्नयिष्यामि, पश्चादेनां रहः स्थिताम् ।। ७२१ । ।
શ્લોકાર્થ :
ત્યાં સુધી આ તસ્કર જે વિવક્ષિત છે તે કહો, હું પાછળથી એકાંતમાં રહેલી આમને= પ્રજ્ઞાવિશાલાને, પ્રશ્ન કરીશ. II૭૨૧||
શ્લોક ઃ
इदं निश्चित्य हृदये, स भव्यपुरुषस्तदा ।
वचः संसारिजीवस्य, तूष्णीमाकर्णयन् स्थितः ।। ७२२ ।।
શ્લોકાર્થ ઃ
આ પ્રમાણે હૃદયમાં નિશ્ચય કરીને ત્યારે તે ભવ્યપુરુષ સંસારી જીવનું વચન મૌન ભાવે સાંભળતો રહ્યો. II૭૨૨।।
શ્લોક :
मुखं संसारिजीवस्य पश्यन्ती विस्मितेक्षणा । स्थिताऽगृहीतसङ्केता, सम्यगज्ञातभावना ।।७२३।
Page #330
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
:
સંસારી જીવના મુખને જોતી, વિસ્મિતદૃષ્ટિવાળી અગૃહીતસંકેતા સમ્યક્ અજ્ઞાત ભાવવાળી રહી. II૭૨૩II
શ્લોક ઃ
શ્લોક ઃ
सदागमस्तु भगवान्निःशेषं तस्य चेष्टितम् ।
वेत्ति संसारिजीवस्य ततो मौनेन संस्थितः ।।७२४।।
શ્લોકાર્થ ઃ
વળી, સદાગમ ભગવાન તે સંસારી જીવનું નિઃશેષ ચેષ્ટિત જાણે છે, તેથી મૌનથી રહ્યા. II૭૨૪II संसारिजीवस्य आनन्दनगरे प्रयाणम्
संसारिजीवेनोक्तं
अथाहमन्यदा भद्रे ! तुष्टया निजभार्यया ।
संजातकृपया प्रोक्तः, केनचिच्छुभकर्मणा । । ७२५ ।।
૩૧૯
સંસારીજીવનું આનંદનગરમાં પ્રયાણ
શ્લોકાર્થ :
સંસારી જીવ વડે કહેવાયું=શ્લોક-૬૯૪માં સંસારી જીવે પોતાનું કથન કર્યું તે વખતે પ્રજ્ઞાવિશાલા શું વિચારે છે, ભવ્યપુરુષ શું વિચારે છે, સદાગમ શું વિચારે છે ? તે અત્યાર સુધી બતાવ્યું – હવે શ્લોક-૬૯૪ સુધીનું વક્તવ્ય કર્યા પછી સંસારી જીવ વડે કહેવાયું. શું કહેવાયું ? તે ‘અથ’થી બતાવે છે – હવે=વામદેવ ભવથી નરકાદિ અનેક ભવમાં ભટક્યા પછી હવે, હે ભદ્રા અગૃહીતસંકેતા ! અન્યદા કોઈક શુભકર્મોથી તુષ્ટ એવી નિજભાર્યા વડે થયેલી કૃપાથી હું કહેવાયો. II૭૨૫।।
શ્લોક ઃ
त्वयाऽऽर्यपुत्र! गन्तव्यमधुना लोकविश्रुते ।
आनन्दनगरे तत्र, वस्तव्यं चारुलीलया ।। ७२६।।
શ્લોકાર્થ :
હે આર્યપુત્ર ! લોકવિશ્રુત એવા આનંદનગરમાં હમણાં તારા વડે જવું જોઈએ, સુંદર લીલાથી ત્યાં વસવું જોઈએ. II૭૨૬II
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૨૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
મો– यदेवि! रोचते तुभ्यं, कर्तव्यं तन्मया ध्रुवम् ।
ततः पुण्योदयो भूयः, स तया मे निदर्शितः ।।७२७।। શ્લોકાર્ચ -
મારા વડે કહેવાયું - હે દેવી ! તને જે રુચે છે, તે મારા વડે નિચે કરવું જોઈએ. ત્યારપછી ફરી તે પુણ્યોદય તેણી વડે મને બતાવાયો. ll૭૨૭ll શ્લોક :
तथाऽन्यः सागरो नाम, सहायो मे निरूपितः । प्रस्तावोऽस्येति विज्ञाय, भवितव्यतया तया ।।७२८ ।।
શ્લોકાર્ય :
અને આનો પ્રસ્તાવ છે લોભનો પ્રસ્તાવ છે, એ પ્રમાણે જાણીને તે ભવિતવ્યતા વડે અન્ય સાગર નામનો લોભ નામનો, મારો સહાય નિરૂપિત કરાયો. I૭૨૮II
શ્લોક -
૩છું – मूढतानन्दनो नाम, रागकेसरिणोऽङ्गजः । मयाऽयं विहितोऽद्यैव, सहायस्ते मनोहरः ।।७२९।।
શ્લોકાર્ધ :
અને કહેવાયું ભવિતવ્યતા વડે કહેવાયું, મૂઢતાનો નંદન અને રાગકેસરીનો આ મનોહર પુત્ર મારા વડે=ભવિતવ્યતા વડે, આજે જ તારો સહાય કરાયો છે. ll૭૨૯ll શ્લોક :
ततोऽहं सहितस्ताभ्यां, सहायाभ्यां प्रवर्तितः । आनन्दनगरे गन्तुं, गुटिकादानयोगतः ।।७३० ।। इति ।।
બ્લોકાર્ધ :
ત્યારપછી સહાય એવા તે બંને સહિત પુણ્ય અને મૂઢતાના પુત્ર સહિત, હું આનંદનગરમાં ગુટિકાના દાનના યોગથી જવા માટે પ્રવર્તિત કરાયો. ll૭૩૦I
Page #332
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૩૨૧
શ્લોક :
ये घ्राणमायानृतचौर्यरक्ता, भवन्ति पापिष्ठतया मनुष्याः ।
इहैव जन्मन्यतुलानि तेषां, भवन्ति दुःखानि विडम्बनाश्च ।।७३१।। શ્લોકાર્થ :
જે મનુષ્યો પાપિષ્ટપણાથી ઘાણ, માયામૃષાવાદ, ચૌર્યમાં રક્ત થાય છે. તેઓને તે મનુષ્યોને, આ જન્મમાં અતુલ દુઃખો અને વિડંબના થાય છે. ll૭૩૧ી. શ્લોક :
तथा परत्रापि च तेषु रक्ताः, पतन्ति संसारमहासमुद्रे ।
अनन्तदुःखौघचितेऽतिरौद्रे तेषां ततश्चोत्तरणं कुतस्त्यम् ? ।।७३२।। શ્લોકાર્ચ - તેઓમાંગધ્રાણ આદિમાં, રક્ત એવા જીવો તે પ્રકારે પત્ર પણ=આ લોકમાં જે પ્રકારે દુઃખી થાય છે તે પ્રકારે બીજા ભાવોમાં પણ, અનંત દુઃખના સમૂહથી યુક્ત એવા અતિ રોદ્ર સંસારમહાસમુદ્રમાં પડે છે અને ત્યારપછી=આ જન્મમાં પાપો કરીને ઘોર સંસારમાં પડે છે ત્યારપછી, તેઓનું ઉદ્ધરણ કેવી રીતે થાય ? Il૭૩૨૧ શ્લોક :
जैनेन्द्रादेशतो वः कथितमिदमहो लेशतः किञ्चिदत्र, प्रस्तावे भावसारं कृतविमलधियो गाढमध्यस्थचित्ताः! एतद्विज्ञाय भो भो मनुजगतिगता ज्ञाततत्त्वा मनुष्याः!
स्तेयं मायां च हित्वा विरहयत ततो घ्राणलाम्पट्यमुच्चैः ।।७३३।। શ્લોકાર્ય :
જેનેન્દ્રના આદેશથી ભગવાનના વચનના ઉદ્દેશથી, આ પ્રસ્તાવમાં કૃતવિમલબુદ્ધિવાળા, ગાઢ મધ્યસ્થ ચિત્તવાળા એવા અમોને અહો આ ભાવસાર કંઈક લેશથી કહેવાયું છે. ભો ભો મનુષ્યગતિને પામેલા, આને જાણીને જ્ઞાત તત્ત્વવાળા=પ્રસ્તુત પ્રસ્તાવને જાણીને જ્ઞાત તત્ત્વવાળા, હે મનષ્યો ! સ્નેય અને માયાને છોડીને ત્યારપછી ઘાણના લામ્પત્યનો અત્યંત ત્યાગ કરો. I૭33II
।। इति श्रीसिद्धर्षिमुनिविहितायामुपमितिभवप्रपञ्चकथायां
मायास्तेयघ्राणेन्द्रियविपाकवर्णनः पञ्चमः प्रस्तावः ।। આ પ્રમાણે શ્રી સિદ્ધષિ મુનિએ કરેલ ઉપમિતિભવપ્રપંચો કથા ગ્રંથમાં માયા-તે-ધ્રાણેન્દ્રિય વિપાક વર્ણન નામનો પાંચમો પ્રસ્તાવ સમાપ્ત થયો.
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
ભાવાર્થ :
વિમલકુમાર મને બળાત્કારે દીક્ષા આપશે એવા સ્વકલ્પિત ભયથી ભયભીત થઈને વામદેવ તે નગરથી ભાગે છે અને કાંચનપુર નગરમાં આવે છે. સાથે માયા અને ચૌર્યનો પરિણામ વિદ્યમાન છે. સંયોગાનુસાર ક્યારેક માયા ઊઠે છે, ક્યારેક બંને પરિણામ ઊઠે છે. કાંચનપુરમાં તેને સરલ નામનો વાણિયો દેખાયો. તેથી માયાને વશ થઈને નટની જેમ તે વાણિયાના પગે પડે છે અને માયાને વશ જ એકદમ ગદ્ગદ થાય છે; કેમ કે બુદ્ધિ છે, મૂઢતા છે, માયા છે તેથી ઉચિત સ્થાનનો વિચાર કરીને તે શ્રેષ્ઠીને પોતાને વશ કરવાના આશયથી માયા કરીને તેને પગે લાગે છે અને કહે છે કે તમને જોઈને મને મારા પિતાનું સ્મરણ થયું. તે પ્રકારના તેના વચનને સાંભળીને સરળ સ્વભાવવાળા જીવોને પ્રાયઃ સર્વ જીવો સરળ જ દેખાય છે તેથી સરલ એવા તે શ્રેષ્ઠીએ પુત્રની જેમ તેને ઘરે રાખ્યો અને સરળ સ્વભાવથી પોતાનું રત્નાદિ ધન સર્વ બતાવ્યું.
વળી, તે શ્રેષ્ઠી રત્નાદિ ધન પોતાની વેચવાની દુકાનમાં રાખતો હતો. તેથી પુત્રતુલ્ય વામદેવ સહિત તે દુકાનમાં સૂએ છે. કોઈક દિવસે તેના ઘરે કોઈક પ્રિય મિત્ર આવ્યો અને પોતાના પુત્રના ષષ્ઠી જાગરણના પ્રસંગમાં આવવાનો સરલને આગ્રહ કર્યો. તેથી સરલ સ્વભાવવાળા શ્રેષ્ઠીએ વામદેવને કહ્યું કે હું મિત્રના ત્યાં જઈશ. તું દુકાનમાં જઈને સૂઈ જજે. વામદેવમાં કુટિલબુદ્ધિ હતી. તેથી સરલને વિશ્વાસમાં લાવવા અર્થે કહે છે કે હું માતાની પાસે જ વસીશ, દુકાનમાં નહીં, કેમ કે નિપુણતાપૂર્વક ચોરી કરીને રત્નો લેવાં હોય અને દુકાનથી રત્નો લઈને પલાયન થવું દુષ્કર હોય અને રાજપુરુષો દ્વારા પકડાવાનો ભય હોય તેથી પિતાનો વિશ્વાસ સંપાદન કરવા અર્થે માતા પાસે જ સૂએ છે અને રાત્રે ચોરીનો પરિણામ ઉલ્લસિત થયો તેથી દુકાનમાં જાય છે. રત્નો ગ્રહણ કરવા પ્રયત્ન કરે છે. દંડપાશિકોત્રરાજાના રક્ષકો, આવ્યા. જોયું કે આ તો શ્રેષ્ઠીનો પુત્ર જ છે. તેથી મૌન લઈને આ શું કરે છે તે કોઈક સ્થાનમાં પ્રચ્છન્ન રહીને જુએ છે. વામદેવ તે ધન લઈને તે દુકાનના પાછળના કોઈક સ્થાનમાં ખોદીને દાટે છે. ત્યારપછી રાત્રિના સવારના સમયે વામદેવ જ હાહાકાર કરે છે. નગરના લોકો એકઠા થયા. સરલ આવે છે. વામદેવ માધાપૂર્વક સરલને કહે છે. આપણી દુકાનમાં ચોરી થઈ છે. કેવી રીતે તે અહીં આવ્યો ઇત્યાદિ પૂછે છે ત્યારે માયાપૂર્વક આળજાળ કહીને સરલને વિશ્વાસ ઉત્પન્ન કરે છે કે વામદેવે ચોરી કરી નથી. પરંતુ દંડપાશિકો નિપુણ હોય છે તેથી નિશ્ચય કર્યો કે આ વામદેવ જ ચોર છે, તેથી સરલને કહે છે ચોરીના માલ સહિત અમે ચોરને ઉપસ્થિત કરીશું, તમે ચિંતા કરો નહીં. દંડપાશિકોના વચનને સાંભળીને વામદેવને ભય થયો; કેમ કે દંડપાશિકોએ રાતના તેને જોયેલો છતાં અતિલોભને વશ અને ચોરીના પરિણામને વશ સંધ્યા વેળાએ તે ગ્રહણ કરીને પલાયન કરવા તત્પર થાય છે. વળી, દંડપાશિકોએ તેની પ્રવૃત્તિ ઉપર ગુપ્તચર રાખેલો. તેથી ધનગ્રહણ કરીને પલાયન થતા તેને પકડ્યો અને રાજા પાસે તેને લઈ જાય છે. રાજાએ તેનો વધ કરવાની આજ્ઞા આપી. છતાં સરલ સ્વભાવવાળા તે શ્રેષ્ઠી પોતાનું ધન રાજાને સમર્પિત કરીને પણ વામદેવના પ્રાણરક્ષણની અભ્યર્થના કરે છે. સરલ જીવો હંમેશાં અનેક દોષવાળામાં પણ દોષ જોવાને બદલે વિચારે છે કે જીવને
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૨૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ક્યારેક દોષનો પરિણામ થાય છે તો પણ આ જીવ સરળ જ છે, તેથી વામદેવને પુત્રની જેમ જ રક્ષણ કરવા પ્રયત્ન કરે છે.
આ બાજુ વામદેવનું અંતરંગ પુણ્ય માયાને કારણે અને ચૌર્ય દોષને કારણે દુર્બલ બને છે. તેથી રાજાએ શ્રેષ્ઠીનું વચન સ્વીકારીને પણ તેને પોતાના રાજમંદિરમાં રાખવાનો આગ્રહ કર્યો. તેથી ફલિત થાય છે કે જીવ પૂર્વભવનું પુણ્ય કરીને આવે છે અને ઉચિત પ્રવૃત્તિ કરે તો તે પુણ્ય પુષ્ટ પુષ્ટતર થાય છે અને ચિત્તમાં ક્લેશ ઘટાડીને સુખ ઉત્પન્ન કરે છે વળી જેઓ પુણ્ય લઈને જન્મ્યા છે છતાં ચોરીમાયા આદિ ભાવોથી યુક્ત છે તેઓનું ચિત્ત હંમેશાં ક્લેશવાળું હોય છે. કંઈક પુણ્યના બળથી સરલ જેવા પિતા મળે છે તોપણ પોતાના ક્લિષ્ટ ભાવોને કારણે તેઓનું ક્રમસર પુણ્ય નાશ પામે છે. આથી જ રાજાને ત્યાં ધિક્કારને પામેલો તે રાજમંદિરમાં રહે છે અને રાજાના દંડના ભયથી અંતરંગ ચોરી અને માયાનો પરિણામ વિદ્યમાન હોવા છતાં વ્યક્તરૂપે પ્રગટ થતા નથી. તોપણ પુણ્ય નાશ થયેલું હોવાથી નગરમાં ક્યાંય ચોરી થાય તો લોકો વામદેવ ઉપર જ શંકા કરે છે. વળી, અતિપાપનો ઉદય પ્રગટ થવાથી કોઈક વિદ્યાસિદ્ધ પુરુષે રાજાના ઘરમાં જ ચોરી કરી. ચોર પકડાયો નહીં. તેથી રાજાને વામદેવ જ ચોર છે તેવો વિશ્વાસ થયો; કેમ કે પુણ્ય નાશ પામે છે, પાપ પ્રબલ બને છે ત્યારે સજ્જન એવા રાજાને તેના પૂર્વના કૃત્યને આશ્રયીને તે વામદેવમાં જ શંકા થાય છે. તેથી રાજાના આદેશથી તેને ફાંસીની સજા થઈ. ક્લિષ્ટ પરિણામોને કારણે તેની ભવિતવ્યતા પણ તેવી જ હતી કે જેથી નરકનું આયુષ્ય બાંધીને સાતમી નરકમાં જાય છે. ત્યારપછી અસંખ્ય કાળ અનેક દુઃખો પશુભવમાં પ્રાપ્ત કરે છે. અસંવ્યવહારનગર છોડીને સર્વ સ્થાનોમાં અનેક દુઃખોથી યુક્ત ક્લિષ્ટ ભવો પ્રાપ્ત કરે છે. વળી વામદેવના ભવમાં કરેલા માયાના પરિણામને કારણે પશુભવમાં પણ સ્ત્રીભવને જ વારંવાર પ્રાપ્ત કરે છે. અને સ્ત્રીભવમાં માયાદોષને પુષ્ટ કરીને અનેક પ્રકારની વિડંબનાઓ સંસારમાં પ્રાપ્ત કરે છે. તેથી અનુસુંદર ચક્રવર્તી અગૃહીતસંકેતાને કહે છે તે બંને પાપમિત્રો દ્વારા મેં દરેક ભવમાં ઘણાં દુઃખો પ્રાપ્ત કર્યા. આ પ્રકારે વામદેવનું ચરિત્ર અનુસુંદર ચક્રવર્તી પ્રજ્ઞાવિશાલા, પોંડરીક અને અગૃહીતસંકેતા સન્મુખ કહે છે. તે સાંભળીને પ્રજ્ઞાવિશાલાને કેવો પરિણામ થાય છે ? તે બતાવે છે –
પ્રજ્ઞાવિશાલા વિશાળ પરિણામવાળી હોવાથી અનુસુંદર ચક્રવર્તીના સર્વ કથનના પરમાર્થને જાણનારી છે તેથી સાધ્વી હોવાને કારણે સંવેગવાળાં હતાં તોપણ પ્રસ્તુત સંસારી જીવના કષાયોની વિડંબનાનું સ્વરૂપ સાંભળીને ગાઢ સંવેગ ઉત્પન્ન થાય છે અર્થાત્ તે કષાયો પ્રત્યે અત્યંત વિમુખભાવ થાય છે અને વિચારે છે કે ચોરી અને માયા અત્યંત દારુણ છે જેના કારણે આ અનુસુંદરનો જીવ વામદેવના અને પછીના ભવોમાં આ રીતે સર્વ વિડંબના પામ્યો. વળી, તે વિડંબના સ્પષ્ટ કરતાં કહે છે. મહાત્મા એવા વિમલને પ્રાપ્ત કરીને પણ આ વામદેવે તેને ઠગ્યો અને વામદેવના ભવમાં જ લોકો આગળ તૃણતુલ્ય પ્રગટ થયો; કેમ કે રત્નચોરી કરીને જતા તેને કોઈક વ્યંતરદેવે ગ્રહણ કરીને તેને લોકો સમક્ષ ચોર તરીકે પ્રગટ કર્યો. તેથી ચોરીની જ દુર્બુદ્ધિનું તે સાક્ષાતું ફળ છે. વળી, સરળ જેવા વત્સલ પિતાને ઠગીને પણ ઘોર વિડંબના પામ્યો તે પણ ચોરીનું જ તદ્ભવમાં સાક્ષાત્ ફળ છે. આ પ્રકારે ચોરીના અનર્થનું ભાવન કરીને પ્રજ્ઞાવિશાલા ચોરી અને
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૨૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
માયા પ્રત્યે અત્યંત વિમુખભાવ થાય તેવા સંવેગને પામે છે, તેમ જેઓ નિપુણ પ્રજ્ઞાથી પ્રસ્તુત કથાને વાંચીને ચોરીના અને માયાના સાક્ષાત્ અનર્થો સાંભળે છે તેથી ચોરી અને માયા પ્રત્યે જેઓને ધૃણા થાય છે તેમાં પણ તે ભાવોના સંસ્કારો અનાદિના પડેલા હોવા છતાં ક્ષીણ ક્ષીણતર થાય છે, જેનાથી આત્માની શુદ્ધિ થાય છે. વળી, પ્રજ્ઞાવિશાલા વિચારે છે કે બુધસૂરિ જેવા ઉત્તમપુરુષ તેને મળ્યા છતાં આ અનુસુંદરનો જીવ પ્રચુર માયાને કારણે આ બુધસૂરિ માયાવી છે, ઇન્દ્રજાલી છે ઇત્યાદિ વિચારીને આત્મહિતને પામી શક્યો નહીં. તેથી માયા આત્મહિત સાધવામાં પ્રબલ બાધક છે આથી જ ઉત્તમપુરુષના યોગને પણ નિષ્ફલ કરે છે. વળી, તે બુધસૂરિ અનુભવ અનુસાર યથાર્થ પદાર્થ કહે છે તોપણ વિશ્વાસ થતો નથી અને બુધસૂરિ પ્રત્યે ધિક્કાર ઉત્પન્ન થાય છે તેમાં પણ વામદેવમાં વર્તતી પ્રચુર માયા જ કારણ છે. વળી, બીજા જીવોના ચોરીના આક્ષેપો પણ વામદેવને પ્રાપ્ત થયા તેમાં વામદેવમાં વર્તતી ચોરી અને માયા જ કારણ છે; કેમ કે તેણે ચોરી અને માયાથી સરલને ઠગેલો. તેથી લોકો તેને તે રીતે જ જુએ છે. આ પ્રકારે માર્ગાનુસારી પ્રજ્ઞાથી પ્રજ્ઞાવિશાલા વામદેવના ચરિત્રમાંથી પરમાર્થને ગ્રહણ કરે છે.
વળી, ભવ્યપુરુષમાં પ્રજ્ઞાવિશાલા જેવી નિપુણપ્રજ્ઞા નથી છતાં કંઈક ઊહ કરે તેવી પ્રજ્ઞા છે તેથી તેને જણાય છે કે ચોરી કરીને આ જીવ ચોરીના માલ સહિત રાજપુરુષોથી પકડાયેલો અહીં આવેલો છે અને ચોરીનું કારણ શું છે ? તે અગૃહીતસંકેતા પૂછે છે તેના ઉત્તરરૂપે પોતાનું લાંબું લાંબું ચરિત્ર કહીને અસંવ્યવહાર નગરમાંથી પોતે નીકળીને આ રીતે સંસારમાં ઘણી વિડંબનાઓ પામ્યો. ઇત્યાદિ જે સર્વ કહે છે તે સર્વ અસંબદ્ધ ભાસે છે; કેમ કે આણે ચોરી કેમ કરી, તેનું પ્રયોજન શું છે તે જાણવાને અભિમુખ વિચાર ભવ્યપુરુષનો પ્રવર્તે છે ત્યારે અનંતકાળની આ સર્વ વાતો અને કર્મપરિણામરાજા, ભવિતવ્યતા આદિનાં સર્વ કથનો અનુસુંદર વડે કહેવાયાં તેનો ચોરીના પ્રયોજન સાથે કોઈ સંબંધ ભવ્યપુરુષને જણાતો નથી. તેથી તે વિચારે છે કે એક પુરુષ આ રીતે અનંતકાળ કઈ રીતે જીવી શકે અને આ રીતે ભવિતવ્યતા તેની વિડંબના કરનાર કોણ છે તેનો કોઈ પરમાર્થ તે જાણી શકતો નથી. તેથી ઇન્દ્રજાળ જેવું તેનું ચરિત્ર દેખાય છે. વળી, આ સર્વ કથન સાંભળીને પ્રજ્ઞાવિશાલાને શું ભાવ થાય છે તે જાણવા માટે પોંડરીક પ્રજ્ઞાવિશાલાનું મુખ જુએ છે. તેના મુખના ભાવથી તેને જણાય છે કે આ સર્વ કથન પ્રજ્ઞાવિશાલાને સુસંગત જણાય છે તેવા ભાવો જ તેમનું મુખ બતાવે છે. તેથી ઉચિતકાળે હું તેમને પૂછીશ એ પ્રકારનો સંકલ્પ કરે છે.
વળી, અગૃહીતસંકેતા કથાને સાંભળે છે પરંતુ કોઈ શંકા કે પ્રતિસંધાન કરી શકતી નથી. તેથી વિસ્મયપૂર્વક સંસારી જીવનું મુખ જોતી સર્વ સાંભળે છે. વળી, સદાગમ તે જીવનું સર્વ ચેષ્ટિત સાક્ષાત્ જોનારા છે અને જેવું તેમને જ્ઞાનમાં દેખાય છે તેવું જ તે સંસારી જીવ સર્વ કથન કરે છે તેથી મૌનથી રહેલા છે. આ રીતે અનુસુંદર ચક્રવર્તીના જીવના કથનકાળમાં વર્તતા પ્રજ્ઞાવિશાલા આદિના ચિત્તમાં વર્તતા ભાવોને કહ્યા પછી સંસારી જીવ પોતાનું ચરિત્ર કહેતાં આગળ શું કહે છે ? તે બતાવે છે – સંસારમાં અસંખ્યાતકાળ ભટક્યા પછી ભવિતવ્યતાના પ્રસાદથી અને કોઈ શુભકર્મના બળથી હું આનંદનગરમાં
Page #336
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૩૨૫ મોકલાવાયો. અને કોઈક શુભભાવથી જે પુણ્ય બાંધેલું તે પુણ્યોદય તેનો સહચર થાય છે અને અનાદિકાલના કોઈ સંસ્કારોને કારણે લોભકષાય તેમાં પ્રચુર જાગે છે તેથી પુણ્યનો ઉદય અને પ્રચુર લાભકષાય બેથી યુક્ત તે જીવ આનંદનગરમાં ભવિતવ્યતાના ગુટિકાના દાનથી મનુષ્યરૂપે થાય છે. ત્યાં પ્રચુર લોભકષાયને કારણે અંતરંગ ફ્લેશોને અનુભવે છે અને પુણ્યના ઉદયથી બાહ્ય કંઈક અનુકૂળતાઓ પ્રાપ્ત કરે છે અને જે જીવોને અંતરંગ પુણ્યનો ઉદય છે અને કષાયો મંદ છે તે જીવોને તે પુણ્ય જેમ બાહ્ય સુખ આપે છે તેમ કષાયોની મંદતામાં સહાયક થઈને અંતરંગ પણ સુખ આપે છે. જ્યારે પ્રચુર કષાયવાળા જીવો પુણ્યના ઉદયથી બાહ્ય સુખસામગ્રી મેળવે છે તોપણ પ્રચુર લોભાદિને વશ થઈને પુણ્યને ક્ષીણ કરે છે અને અંતે તે ભવમાં પણ દુઃખી થાય છે અને જન્માંતરમાં પણ દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે. અંતે પ્રસ્તુત પ્રસ્તાવનો સાર બતાવતાં કહે છે – ધ્રાણ, માયામૃષાવાદ અને ચૌર્યથી યુક્ત પાપિષ્ઠ જીવો આ લોકમાં પણ દુઃખોને પામે છે અને પરલોકમાં પણ દુરંત સંસારમાં પડે છે. તેથી ગંભીરતાપૂર્વક પ્રસ્તુત કથાનકને ભાવન કરીને સ્તેય અને માયાને છોડવા માટે અને ઘાણના લાપથ્યનો પરિહાર કરવા માટે પ્રસ્તુત પ્રસ્તાવના બળથી ભાવન કરીને સારને ગ્રહણ કરવા યત્ન કરવો જોઈએ.
પાંચમો પ્રસ્તાવ સંપૂર્ણ
અનુસંધાનઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૭ (ષષ્ઠ પ્રસ્તાવ)
Page #337
--------------------------------------------------------------------------
________________
આશ્રવ અને અનુબંધ
ચારિત્રાચાર
પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા
૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો
ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો
૫. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.) કૃત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો
[1]
Is Jaina Order Independent Religion or Denomination ? (અંગ્રેજી આવૃત્તિ) Status of religion in modern Nation State theory (અંગ્રેજી આવૃત્તિ) અનેકાંતવાદ
કર્મવાદ કણિકા
કર્મવાદ કર્ણિકા (હિન્દી આવૃત્તિ)
કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ગૃહજિનાલય મહામંગલકારી
ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ચિત્તવૃત્તિ
ચિત્તવૃત્તિ (હિન્દી આવૃત્તિ)
જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ?
ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧
પ્રશ્નોત્તરી
પ્રશ્નોત્તરી (હિન્દી આવૃત્તિ)
ભાગવતી પ્રવ્રજ્યા પરિચય
ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન)
જિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય ? (હિન્દી આવૃત્તિ)
દર્શનાચાર
જમણી બાજુના નંબર પુસ્તક ક્રમાંક સૂચવે છે.
常
ં? ” હૈં
૫૮
५४
C
૫
2 જ ઢ = 。。 2 × &
૭
Page #338
--------------------------------------------------------------------------
________________
(2)
ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિષ્ણજય, સિદ્ધિ, વિનિયોગ) મધ્યસ્થભાવ (સંઘ એકતાની માસ્ટર કી) મનોવિજય અને આત્મશુદ્ધિ યોગદષ્ટિસમુચ્ચય લોકોત્તર દાનધર્મ “અનુકંપા શાસન સ્થાપના શાસન સ્થાપના (હિન્દી આવૃત્તિ) શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો (હિન્દી આવૃત્તિ) શ્રી ઉપધાન માર્ગોપદેશિકા સદ્ગતિ તમારા હાથમાં ! સદ્ગતિ આપકે હાથ મેં ! (હિન્દી આવૃત્તિ)
સંપવિ :- પ. પૂ. પંન્યાસ શ્રી રિહંતસરની મદારીન સીદવ पाक्षिक अतिचार
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી
'Rakshadharma' Abhiyaan Right to Freedom of Religion !!!!! ‘રક્ષાધર્મ' અભિયાન શ્રી નવપદ આરાધના વિધિ (અપ્રાપ્ય) શ્રી સમેતશિખરજીની સંવેદના સેવો પાસ સંખેસરો (અપ્રાપ્ય) સેવો પાસ સંખેસરો (હિં.આ.) સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!! સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!! (હિં.આ.)
સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ
૧૦૪
૧૦૫ ૫૯
Page #339
--------------------------------------------------------------------------
________________
[3]
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત
વિવેચનના ગ્રંથો
વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
૧૧૪ ૧૧૫
૧૧૬
અઢાર પાપસ્થાનક સ્વાધ્યાય, અમૃતવેલની નાની સઝાય, “સાચો જૈન' પદ અને વીરોની પ્રભુભક્તિ' પદ શબ્દશઃ વિવેચન અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ અમૃતવેલની મોટી સઝાય અને નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન તથા શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચન આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચન આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ઉપદેશપદ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ઉપદેશમાલા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ઉપમિતિભવપ્રપંચા કથા (પ્રસ્તાવ-૧) શબ્દશઃ વિવેચન ભાગ-૧ ઉપમિતિભવપ્રપંચા કથા (પ્રસ્તાવ-૨) શબ્દશઃ વિવેચન ભાગ-૨ ઉપમિતિભવપ્રપંચા કથા (પ્રસ્તાવ-૩) શબ્દશઃ વિવેચન ભાગ-૩ ઉપમિતિભવપ્રપંચા કથા (પ્રસ્તાવ-૪) શબ્દશઃ વિવેચન ભાગ-૪
9PP
૧૨૪
૧૮
૧૭૬
૧૭૮
૧૨૬
૧૨૭
૧૨૮
૧૭૧
૧૭૨
૧૭૩
૧૮૦
Page #340
--------------------------------------------------------------------------
________________
[4]
૧૮૧
૧૮૨
૩૧
૧૦૨ ૧૦૩
૧૮
૧૧૦
૧૬૧ ૧૬૨ ૧૬૪ ૧૪૭ ૧૧૮ ૧૬૦
૧૩૮
૧૫૯
ઉપમિતિભવપ્રપંચા કથા (પ્રસ્તાવ-૪) શબ્દશઃ વિવેચન ભાગ-૫ ઉપમિતિભવપ્રપંચા કથા (પ્રસ્તાવ-૫) શબ્દશ: વિવેચન ભાગ-૧ ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ગુરતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન તત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૪ દેવસિઅ રાઈઅ પ્રતિક્રમણ સૂત્ર શબ્દશઃ વિવેચન દોઢસો ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન દ્રવ્યગુણપર્યાયના રાસના છૂટા બોલ રાસના આધારે વિવેચન દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૧ દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ધર્મપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ધર્મપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૫ નવતત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન પખીસૂત્ર (પાક્ષિકસૂત્ર) શબ્દશઃ વિવેચન પગામસિજ્જા શબ્દશઃ વિવેચન પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ પંચવક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪
૧૨૯ ૧૬૫
૧૩૨
૧૩૩ ૧૩૪
૧૪૦
૧૪૧
૧૪૨
૧૫૫
૧૫૬
૧૧૭
૧૨૫ ૧૪૪
જ
૧૦૦
૧૦૧
Page #341
--------------------------------------------------------------------------
________________
૧૧૯
૧૨૦
૧૨૩
૩૪
૩૭
૧૩૦
૧૩૧
પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચના પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ બત્રીશી-૦૧ : દાનાવિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૨ : દેશનાદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૩ : માર્ગદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૪ : જિનમહત્ત્વદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૫ : જિનભક્તિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચના બત્રીશી-૦૬ : સાધુસામગ્ગદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૭ : ધર્મવ્યવસ્થાદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૮ : વાદદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૦૯ : કથાદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૦ : યોગલક્ષણદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૧ : પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૨ : પૂર્વસેવાદ્રાવિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૩ : મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૪ : અપુનબંધકદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૫ : સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચના બત્રીશી-૧૬ ઃ ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૭ઃ દેવપુરુષકારદ્વાબિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૮ : યોગભેદદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૧૯ : યોગવિવેકદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૦ : યોગાવતારદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન
૧૪૬
૧૩૯
૧૧૩
Page #342
--------------------------------------------------------------------------
________________
બત્રીશી-૨૧ : મિત્રાદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૨ : તારાદિત્રયદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૩ : કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૪ : સદ્દષ્ટિદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૫ : ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૬ : યોગમાહામ્યદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૭ : ભિક્ષુદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૮ : દીક્ષાદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન બત્રીશી-૨૯ : વિનયદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન
બત્રીશી-૩૦ : કૈવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન
બત્રીશી-૩૧ : મુક્તિદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન
બત્રીશી-૩૨ : સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન
બાર ભાવના શબ્દશઃ વિવેચન (તત્ત્વાર્થસૂત્ર અને યોગશાસ્ત્ર આધારિત)
ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન યોગદષ્ટિની સજ્ઝાય શબ્દશઃ વિવેચન યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૧ યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૨ યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૩ યોગવિંશિકા શબ્દશઃ વિવેચન
યોગશતક શબ્દશઃ વિવેચન યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન
[6]
લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૧ લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૨ લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૩ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ
વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ વીતરાગ સ્તોત્ર પ્રાયઃ શબ્દશઃ વિવેચન
૭ ૬૬ 8888 8
62
૧૦૬
૯૨
૧૫૨
૧૫૩
૧૫૪
૨ ૩ ૪ ૐ નમ
७५
૭૭
૧
૪૫
૧૦૭
ૐ ૐ ૐ ૐ
૧૬૮
૧૬
Page #343
--------------------------------------------------------------------------
________________
૧પ૦
૧૫૧
૧૦૮
૧૦૯
૯૮
૧૨૧
૧૪૩
વૈરાગ્યકલ્પલતા (સ્તબક-૧) શબ્દશઃ વિવેચન ભાગ-૧ શાંતસુધારસ શબ્દશઃ વિવેચન (બાર ભાવના અને મૈત્રી આદિ ચાર ભાવના) શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચના ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ સકલાહ-સ્તોત્ર અને અજિતશાંતિ સ્તવન શબ્દશઃ વિવેચના સમ્યક્ત ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચના સમ્યત્ત્વના સડસઠ બોલ સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૧ સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૨ સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૩ સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ સૂત્રના પરિણામદર્શક યત્નલેશ
૨૩
૧૪૫
૬૯
૧૪૮
૧૪૯
૧૭૦
૩૮
ગીતાર્થ ગંગા જ્ઞાનભંડાર આધારિત
સંશોધનાત્મક પ્રકાશનો
આગમ પ્રકાશનસૂચી (હિન્દી)
સંકલનકાર : નીરવભાઈ બી. ડગલી
૧૭૫
ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો
૧. ધર્મતીર્થ ભાગ-૧
૨. ધર્મતીર્થ ભાગ-૨
Page #344
--------------------------------------------------------------------------
________________
[8]
- પ્રાપ્તિસ્થાન પર
જ અમદાવાદ : ગીતાર્થ ગંગા શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
૧ (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૪૫૭૪૧૦ Email : gitarthganga@yahoo.co.in.
gitarthganga@gmail.com
જ વડોદરા :
શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ ‘દર્શન', ઈ-૬૯, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩.
૧ (૦૨૬૫) ૨૩૯૧૧૯૯ (મો.) ૯૮૨૫૩૧૨૯૯૭ Email : saurin 108@yahoo.in
મુંબઈ: શ્રી લલિતભાઈ ધરમશી ૧૦૧-૧૦૨, સર્વોદય હાઈટ્સ, જૈન મંદિર રોડ, સર્વોદયનગર, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦.
(૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૯૦૩૦
(મો.) ૯૩૨૨૨૩૧૧૧૩ Email : jpdharamshi60@gmail.com
શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના વેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. : (૦૨૨) ૩૨૪૩૮૪૩૪
(મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ Email : divyaratna_108@yahoo.co.in
સુરત : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 8 (૦૨૬૧) ૩૨૨૮૭૨૩
(મો.) ૯૦૧૬૧૮૮૯૯૦
* જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્ક્સ, c-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧.
6 (૦૨૮૮) ૨૬૭૮૫૧૩ (મો.) ૯૭૨૬૯૯૩૯૯૦ Email : karan.u.shah@hotmail.com
* BANGALORE: Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. E (080) (O) 22875262 (R) 22259925
(Mo.) 9448359925 Email : vimalkgadiya@gmail.com
* રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. 8 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦
(મો.) ૯૪૨૭૧૬૮૬૧૩ Email : shree_veer@hotmail.com
Page #345
--------------------------------------------------------------------------
________________
[9]
નોંધ
Page #346
--------------------------------------------------------------------------
________________ जानन्नपि न जानीते, पश्यन्नपि न पश्यति / न श्रद्धत्ते च शुद्धात्मा, सज्जनः खलचेष्टितम् / / દુષ્ટની ચેષ્ટાને જાણવા છતાં પણ જાણતો નથી, જોવા છતાં પણ જોતો નથી, શુદ્ધાત્મા સજ્જન ખલચેષ્ટિતની શ્રદ્ધા કરતો નથી. . આ શ્લોક સજ્જનની ઉત્તમ પ્રકૃતિને બતાવે છે. : પ્રકાશક : કરાતાર્થ થઈ. મૃતદેવતા ભવન', 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410. E-mail : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com