________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
द्योतिताशेषदिक्चक्रं, सर्ववर्णविराजितम् । लसदच्छप्रभाजालैर्दिक्षु बद्धेन्द्रकार्मुकम् ।।१९० ।। तच्च दर्शयित्वाऽभिहितं रत्नचूडेन - कुमार ! सर्वरोगहरं धन्यं, जगद्दारिद्र्यनाशनम् । गुणैश्चन्तामणेस्तुल्यमिदं रत्नं सुमेचकम् ।।१९१।।
૫૫
શ્લોકાર્થ ઃ
પ્રકાશિત કરી છે સર્વ દિશાચને એવું સર્વવર્ષોથી શોભતું, દિશાઓમાં વિલાસ પામતી ચંદ્રની પ્રભાના જાલોથી બદ્ધ ઇન્દ્ર કામુક એવા તેને=રત્નને, બતાવીને રત્નચૂડ વડે કહેવાયું. હે કુમાર ! સર્વ રોગને હરનાર, ધન્ય, જગતના દારિદ્રયને નાશ કરનાર, ગુણોથી ચિંતામણિતુલ્ય આ સુમેચક=સર્વ રંગવાળું રત્ન છે. II૧૯૦-૧૯૧||
શ્લોક ઃ
दत्तं ममेदं देवेन, तोषितेन स्वकर्मणा ।
इह लोके करोत्येतत्सर्वाशापूरणं नृणाम् ।।१९२।।
શ્લોકાર્થ :
સ્વકર્મથી તોષિત એવા દેવ વડે મને આ અપાયું છે. આ લોકમાં મનુષ્યોની સર્વ આશાના પૂરણને આ કરે છે. II૧૯૨૪)
तदस्य ग्रहणेन ममानुग्रहं करोतु कुमारो, नान्यथा मे धृतिः संपद्यते, विमलेनोक्तं - महात्मन्न कर्तव्यो भवताऽऽग्रहो, न च विधेया चेतस्यवभावना, दत्तमिदं त्वया, गृहीतं मया, केवलं तवैवेदं सुन्दरं अतः संगोप्यतामिदं मुच्यतामतिसम्भ्रमः, ततश्चूतमञ्जर्योक्तं- कुमार ! न कर्तव्यो भवताऽऽर्यपुत्रस्यायमभ्यर्थनाभङ्गः, तथाहि
તે કારણથી=આવું આ ઉત્તમ રત્ન છે તે કારણથી, આવા ગ્રહણથી કુમાર મતે . અનુગ્રહ કરો=વિમલકુમાર મને અનુગ્રહ કરો. અન્યથા મને ધૃતિ પ્રાપ્ત થતી નથી=કુમાર ગ્રહણ ન કરે તો મારું ચિત્ત સ્વસ્થતાને પામતું નથી. વિમલકુમાર વડે કહેવાયું. હે મહાત્મન્ ! તારા વડે આગ્રહ કરાવો જોઈએ નહીં. ચિત્તમાં અવભાવના કરવી જોઈએ નહીં=વિમલકુમારે આને ગ્રહણ કર્યું નથી એ પ્રકારે ચિત્તમાં ખેદ કરવો જોઈએ નહીં. આ=રત્ન, તારા વડે અપાયું. મારા વડે ગ્રહણ કરાયું. કેવલ તને જ આ સુંદર છે. આથી આ સંગોપન કરો=આ રત્નને તમારી પાસે જ ઉચિતસ્થાને રાખો. અતિસંભ્રમ દૂર કરો. તેથી ચૂતમંજરી વડે કહેવાયું. હે કુમાર ! તમારા વડે આર્યપુત્રની આ અભ્યર્થનાનો ભંગ કરાવો જોઈએ નહીં. તે આ પ્રમાણે –
-