________________
૫૬
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
निःस्पृहा अपि चित्तेन, दातरि प्रणयोद्यते ।
सन्तो नाभ्यर्थनाभङ्गं, दाक्षिण्यादेव कुर्वते । ।१९३।।
શ્લોકાર્થ ઃ
પ્રણયથી ઉધત એવા દાતામાં=પ્રીતિથી તત્પર થયેલા દાતામાં, ચિત્તથી નિઃસ્પૃહ પણ સંતો દાક્ષિણ્યથી જ પ્રાર્થનાભંગને કરતા નથી. ।।૧૯૩||
શ્લોક ઃ
एवं च चूतमञ्जर्यां, वदन्त्यां विमलः किल ।
किमुत्तरं ददामीति यावच्चिन्तयते हृदि । । १९४ ।। तावद्वस्त्राञ्चले तस्य, रत्नचूडेन सादरम् । तद्रत्नं बद्धमेवोच्चैर्दिव्यकर्पटके स्थितम् । । १९५ । ।
શ્લોકાર્થ ઃ
આ રીતે ચૂતમંજરીએ કહ્યુ છતે વિમલકુમાર શું ઉત્તર આપું એ પ્રમાણે જ્યાં સુધી હૃદયમાં વિચારે છે ત્યાં સુધી તેના=વિમલકુમારના, વસ્ત્રના છેડામાં રત્નચૂડ વડે અત્યંત દિવ્યકર્પટકમાં રહેલું રત્ન આદરપૂર્વક બંધાયું જ. ||૧૯૪-૧૯૫]
શ્લોક ઃ
अथ तादृशरत्नस्य, लाभेऽपि विगतस्पृहम् ।
मध्यस्थं हर्षनिर्मुक्तं, विमलं वीक्ष्य चेतसा । । १९६ । ।
स रत्नचूडः स्वे चित्ते, तद्गुणैर्गाढभावितः ।
तदा विचिन्तयत्येवं, विस्मयोत्फुल्ललोचनः । । १९७।।
શ્લોકાર્થ -
હવે તેવા રત્નના લાભમાં પણ ચિત્તથી વિગત સ્પૃહાવાળા, મધ્યસ્થ, હર્ષથી રહિત વિમલને જોઈને તેના ગુણોથી ગાઢ ભાવિત એવો તે રત્નચૂડ વિસ્મયથી ઉફુલ્લ લોચનવાળો ત્યારે સ્વચિત્તમાં આ પ્રમાણે વિચારે છે. ||૧૯૬-૧૯૭૫
શ્લોક ઃ
अहो अपूर्वं महात्म्यमहो निःस्पृहताऽतुला । इदमस्य कुमारस्य, लोकातीतं विचेष्टितम् ।।१९८ ।।