________________
૨૫૬
શ્લોકાર્થ :
અને સામ, ભેદ, ઉપદાન અને દંડ એ સર્વ કાર્યોમાં નીતિનું ચતુષ્ટય બુદ્ધિમાન પુરુષો વડે પર્યાલોચન કરવું જોઈએ. II૫૩૬।।
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
તથા
आन्वीक्षिकी यी वार्ता, दण्डनीतिस्तथा परा ।
विद्याश्चतस्रो भूपानां, किलैताः सन्ति गोचरे ।।५३७ ।।
શ્લોકાર્થ ઃ
આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા અને શ્રેષ્ઠ દંડનીતિ રાજાઓના વિષયમાં ખરેખર આ ચાર વિધાઓ છે. II૫૩૭II
શ્લોક ઃ
-:
तदेतद्देवपादानां, भवतश्च विशेषतः ।
પ્રતીતમેવ નિ:શેષ, વ્રુન્યતાં જિ? મહત્તમ! ।।૮।।
શ્લોકાર્થ :
તે આ=પૂર્વમાં સદ્બોધે તાત્તિ શબ્દથી નીતિશાસ્ત્રનું પ્રકાશન કર્યું તે આ, દેવપાદોને અને તને=ચારિત્રધર્મરાજાને અને સમ્યગ્દર્શનને, વિશેષથી નિઃશેષ પ્રતીત જ છે, હે મહત્તમ ! સમ્યગ્દર્શન ! શું વર્ણન કરાય ? ||૫૩૮||
શ્લોક ઃ
केवलं ज्ञातशास्त्रोऽपि, स्वावस्थां यो न बुध्यते । तस्याकिञ्चित्करं ज्ञानमन्धस्येव सुदर्पणः । । ५३९ ।।
શ્લોકાર્થ
કેવલ જ્ઞાતશાસ્ત્રવાળો પણ જે પુરુષ સ્વઅવસ્થાને જાણતો નથી=હું લડવા સમર્થ છું કે નહીં એ રૂપ પોતાની અવસ્થાને જાણતો નથી, તેનું જ્ઞાન અકિંચિત્કર છે, જેમ અંધને જ સુદર્પણ અકિંચિત્કર છે. II૫૩૯II
શ્લોક :
प्रवर्तेताविवेकेन, यो ह्यसाध्येऽपि वस्तुनि ।
लोके स जायते हास्यः, समूलश्च विनश्यति । । ५४०।।