________________
૧૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
દુઃખી જીવની શોધ તે કારણથી જ્યાં સુધી સંતાપિત અશેષ ભૂમંડલવાળો ગ્રીષ્ઠ સમય છે=ઉનાળાનો વખત છે, ત્યાં સુધી અહીં=આપણા નગરમાં, આ પ્રાપ્તકાલ વર્તે છે. તેથી આ પ્રાપ્તકાલ છે તેથી, હું અહીં જ મનોવંદન નામના ગૃહ ઉપવનમાં બંધુવર્ગથી યુક્ત, મિત્રવૃંદથી પરિવૃત, ગરમીના સમયને ઉચિત રાજલીલાને સેવતો, માતા-પિતા સંબંધી આદેશને સંપાદન કરું છું. કેવલ રાજપુરુષો નિયોજન કરાઓeતમારા દ્વારા નિયોજન કરાઓ. જેઓ સર્વ દુઃખના દોર્ગત્યથી ઉપહત એવા લોકને ગવેષણા કરીને અને લાવીને મારી સાથે સુખનું અનુભાવન કરાવે. આ સાંભળીને=વિમલકુમારના આ પ્રકારના વચનને સાંભળીને, ધવલરાજ હર્ષિત થયો. કમલસુંદરી પ્રમુદિત થઈ. ત્યારપછી તે બંને દ્વારા કહેવાયું. હે વત્સ! સુંદર ! ગુરુવત્સલ ! વત્સ વડે કહેવાયેલું સુંદર ચારુ છે. વિવેકવાળા એવા તારું આવા પ્રકારનું જ આ યુક્ત છે=બધા જીવોને સુખી કરવા એવા પ્રકારનું આ યુક્ત છે. તેથી તે મનોવંદન ગૃહઉપવનમાં રાજા વડે અતિવિશાળ હિમગૃહ સજ્જ કરાયું. નિરંતર નલિનીનાં દલોકસતત નવાં કમળો વડે તેને=હિમગૃહ, આચ્છાદિત કરાયું. નીલરત્ન એવાં લીલા કેળનાં ઝાડો વડે ચારે બાજુથી ઉપગૂઢ કરાયું. ગૃહનદીઓ કપૂરથી પુરાયેલા પાણીના પ્રવાહથી સતત વહન કરાવાઈ. ચંદન, કપૂરના લેપતથી વિલેપન કરાયું. કમળ વાળના તંતુઓ અને નાળાથી કલ્પિત ભીંતના ભાગો વડે હિમગૃહ કરાયેલા વિભાગવાળું કરાયું. ત્યારપછી ત્યાં તેવા ઉનાળાના સંતાપને દૂર કરનાર, શિયાળાના સુખના ઉત્કમ્પત કરનાર મોટા હિમભવનમાં શિશિરના પલ્લવોનાં શયન રચાયાં. શિશિરના સુખ દેનારાં મૃદુ કોમળ, એવાં આસનો કરાયાં. લોકસમૂહથી વિમલકુમાર પ્રવેશ કરાવાયો. ત્યારપછી સમસ્ત પણ જનસમુદાયથી સહિત જ સરસ ચંદન વડે વિલિપ્ત કરાયો=જનસમુદાય અને વિમલકુમાર વિલેપન કરાવાયો. કપૂરના રેણુથી ગુંડિત કરાયો. સુંગધી પાટલાની માળાઓથી સુશોભિત કરાયો. મલ્લિકાતા કુસુમના સમૂહથી વિરાજિત કરાયો, સ્થૂલ મુક્તાફલના સમૂહથી આલિંગિત કરાયો. સૂક્ષ્મ કોમલ વસ્ત્રો વડે પહેરાવાયો. શિશિરનાં બિંદુની વર્ષાવાળા તાલવૃદોથી=પંખાઓથી, વીંઝાવાયો, સ્વાદુ કોમલ આહારથી લાલિત કરાયો. જાણે સુરભિતાબૂલ વડે પ્રીતિવાળો કરાયો. મનોહારી કાકલી ગીત વડે જાણે પ્રમાદિત કરાયો. વિવિધકરણ અંગહારહારી એવા નૃત્યથી જાણે આનંદ સહિત કરાયો. સુંદર વિલાસિની સ્ત્રીઓનાં કમળપત્ર જેવાં ચપલ લોચનમાલાના અવલોકનથી જાણે આહ્વાદ સહિત કરાયો. લોકોની સાથે રતિસાગરને અવગાહન કરવા માટે પ્રવેશ કરાવાયો= હિમગૃહમાં પ્રવેશ કરાવાયો. આ રીતે માતા-પિતાના પ્રમોદના સમૂહને આપવા માટે સર્વ પણ લોકોને પોતાને પણ અધિકતર બહિદસુખને સંપાદન કરતો વિમલકુમાર રહેવા માટે પ્રવૃત્ત થયો હિમગૃહમાં રહેવા માટે પ્રવૃત્ત થયો. અને જે પ્રમાણે આદર્શ છે તે પ્રમાણે રાજાના આદેશથી નિયુક્ત પુરુષો દુઃખદોર્ગત્યથી ઉપહત લોકને ત્યાં પ્રવેશ કરાવે છે. ત્યારપછી તેઓના દુઃખનો અપલોદ કરાય છે=દુઃખ દૂર કરાય છે અને આનંદનો અતિરેક સંપાદન કરાય છે.