________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૧૪૫
શ્લોકાર્ય :
તેથી જો કે શીતલમંડપવાળા ગૃહમાં દેખાય છે તોપણ તત્વથી તેઓ સદા પથમાં માર્ગમાં જતા જાણવા. II૧૬oll શ્લોક :
मुनयस्तु सदा भूप! विवेकवरपर्वते ।
आरूढाः सततालादे, वर्तन्ते जैनसत्पुरे ।।१६१।। શ્લોકાર્થ :
વળી, હે રાજા! સદા વિવેકરૂપ શ્રેષ્ઠ પર્વત ઉપર આરૂઢ થયેલા મુનિઓ સતત આફ્લાદવાળા જેન સત્પરમાં વર્તે છે. II૧૬૧ી. શ્લોક :
तत्र चित्तसमाधानं, मण्डपं हिमशीतलम् ।
आसाद्य निर्वृतात्मानस्तिष्ठन्ति विगतश्रमाः ।।१६२।। શ્લોકાર્ય :
ત્યાં જૈન સપુરમાં, હિમ જેવા શીતલ ચિતસમાધાન એવા મંડપને પામીને નિવૃત આત્મા=સંસારની આરંભ-સમારંભની પ્રવૃત્તિથી નિવૃત્ત થયેલા સ્વરૂપવાળા, વિગત શ્રમવાળા રહે છે. ll૧૬ચા શ્લોક :
ततो यद्यपि दृश्यन्ते, ते बहिः खेदनिःसहाः ।
विज्ञेयाः खेदनिर्मुक्तास्तथापि परमार्थतः ।।१६३ ।। શ્લોકાર્ચ -
તેથી જો કે તેઓ મુનિઓ, બહારથી ખેદને અત્યંત સહન કરનારા દેખાય છે તોપણ પરમાર્થથી ખેદથી નિર્મુક્ત જાણવા. ll૧૬all શ્લોક :
तदिदं कारणं मत्वा, भवन्तः खेदनिःसहाः ।
अहं तु नेति राजेन्द्र! मया पूर्वं निवेदितम् ।।१६४।। શ્લોકાર્ચ -
તે આ કારણને જાણીને=પૂર્વની બે શ્લોકમાં કહ્યું કે આ કારણને જાણીને, તમે ખેદને અત્યંત સહન કરનારા છો, હું નથી એ પ્રમાણે હે રાજેન્દ્ર ! મારા વડે પૂર્વમાં નિવેદન કરાયું. ૧૬૪ll