________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
૯૫
શ્લોક :
તથાપિअहं बहुलिकादोषात्तादृशो दुष्टचेष्टितः ।
स तादृशो महाभागस्तत्रेदं विद्धि कारणम् ।।१।। શ્લોકાર્ય :
તોપણ હું બહુલિકાના દોષથી માયાના દોષથી, તેવો દુષ્ટયેષ્ટિત હતો, તે મહાભાગ વિમલ તેવા પ્રકારનો હતો મારા દુષ્ટચેષ્ટિતને કારણે મારા પ્રત્યે લેશ પણ દ્વેષ ન કરે તેવા પ્રકારનો હતો, તેમાં વિમલ આવો ઉત્તમ હતો તેમાં, આ કારણ જાણવું. ll૧ll બ્લોક :
वारुण्यामुदयं गच्छेदस्तं प्राच्यां दिवाकरः । लङ्घयेच्च स्वमर्यादां, यद्वा क्षीरमहार्णवः ।।२।। અથવાवह्निपिण्डोऽपि जायेत, कदाचिद्धिमशीतलः ।
अलाबुवत्तरेत्रीरे, निक्षिप्तो मेरुपर्वतः ।।३।। निर्व्याजस्नेहकारुण्यः, सद्दाक्षिण्यमहोदधिः ।
तथापि सुजनो भद्रे! प्रतिपन्नं न मुञ्चति ।।४।। त्रिभिर्विशेषकम् । શ્લોકાર્ચ -
સૂર્યનો પશ્ચિમમાં ઉદય થાય, પૂર્વમાં અસ્ત થાય અથવા ક્ષીરસમુદ્ર સ્વમર્યાદાનું ઉલ્લંઘન કરે, અથવા અગ્નિનો પિંડ પણ ક્યારેક હિમ જેવો શીતલ થાય, પાણીમાં ફેંકાયેલો મેરુ પર્વત તુંબડાની જેમ તરે, તોપણ નિર્ચાજ સ્નેહના કારુણ્યવાળા=નિકપટ સ્નેહથી યુક્ત કરુણાવાળા, સદ્દાક્ષિણ્યના મહોદધિ=સુંદર દાક્ષિણ્યના સમુદ્રવાળા, એવા સુજન પુરુષ હે ભદ્ર અગૃહીતસંકેતા! સ્વીકારેલાને મૂકતા નથી. ||રથી ૪ll.
શ્લોક :
अन्यच्चजानन्नपि न जानीते, पश्यन्नपि न पश्यति । न श्रद्धत्ते च शुद्धात्मा, सज्जनः खलचेष्टितम् ।।५।।