________________
૧૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ भिरुक्तं - भद्र ! प्रवर्तस्व गच्छ राजकुले येन ते सर्वदुःखदारिद्र्यऋणविमोक्षः क्रियते । अनेनोक्तंअलं भवतां मदीयचिन्तया, न खलु भवादृशैर्मोचितो मुच्येऽहमिति ब्रुवाणो गन्तुं प्रवृत्तः ततश्चिन्तितमस्माभिः - अरे ! सोन्माद इवायं दुरात्मा तथापि कर्तव्यं राजशासनं, नेतव्योऽयं देवसमीपमित्याकलय्यानीतोऽस्माभिरिति । धवलराजेनोक्तं - महत्कुतूहलं मे पश्याम्येनं अपनयत जवनिकामिति, ततोऽपनीता तैर्जवनिका दृष्टो यथानिर्दिष्टस्वरूपः पुरुषः विस्मितः सपरिवारो राजा, विमलेन चिन्तितं - अये ! समागतः स एष भगवान् बुधसूरिः, अहो भगवतो वैक्रियरूपकरणातिशयः, अहो ममोपरि करुणा, अहो परोपकारकरणैकरसत्वं, अहो स्वसुखकार्यनिरपेक्षता, अहो निर्व्याजसौजन्यातिरेक इति । तथाहिરાજા પાસે બુધાચાર્યનું કર્ષણ
ત્યારપછી અમારા વડે કહેવાયું. હે ભદ્ર ! આવા પ્રકારના મધ્યાહ્નમાં તું કેમ ભમે છે ? કયા કારણથી શીતલ છાયામાં બેઠેલો સુખાસિકાથી બેસતો નથી ? આવા વડે કહેવાયું. હે ભદ્ર ! ખરેખર હું સ્વાધીન નથી. ગુરુના આદેશથી પર્યટન કરું છું. તેને આધીન હું છું. અમારા વડે વિચારાયું. અરે ! આ રાંકડો પરવશ છે. અહો આનું આ મહત્તર કષ્ટ દુ:ખનું કારણ છે. જે કારણથી આવી અવસ્થામાં પણ પરાધીનપણું છે. તેથી અમારા વડે કહેવાયું. હે ભદ્ર ! વળી આ રીતે અહર્નિશ આદેશને કરતા એવા તે ગુરુ તારું શું કરશે ? આવા વડે કહેવાયું. હે ભદ્ર ! કૃતાંત જેવા બલિન અષ્ટ વૃણિકો મને છે=યમરાજ જેવા બલવાન આઠ લેણદારો છે. તેઓની પાસેથી ગ્રંથિના દાનથી મને મુકાવશે−તે ગુરુ મને તે આઠ લેણદારોથી મુકાવશે. ત્યારપછી અમારા વડે વિચારાયું. ખરેખર આ વરાકનું આ કષ્ટતર મહત્તમ દુ:ખનું કારણ છે. જે કારણથી આવા પ્રકારની અવસ્થાવાળા પણ આને દાનગ્રહણ અને તેના મોચનની દુરાશા છે. આનાથી પરતર=અત્યંત, દુ:ખી જગતમાં સર્વથા પ્રાપ્ત થતો નથી. તેથી અમારા વડે કહેવાયું. હે ભદ્ર ! તું ચાલ. રાજકુલમાં જા. જેનાથી તારાં સર્વ દુ:ખનો, દારિત્ર્યનો, હે ઋણનો વિમોક્ષ કરાય છે. આવા વડે કહેવાયું–તે દરિદ્ર પુરુષ વડે કહેવાયું. મારી ચિંતા વડે તમોને સર્યું. તમારા જેવા વડે મુકાયેલો હું મુકાતો નથી. એ પ્રમાણે બોલીને જવા માટે પ્રવૃત્ત થયો. તેથી અમારા વડે વિચારાયું. અરે ! ઉન્માદ જેવો આ દુરાત્મા છે. તોપણ રાજશાસન કરવું જોઈએ. આ દેવસમીપે લઈ જવો જોઈએ. એ પ્રમાણે જાણીને અમારા વડે લવાયો છે. ધવલરાજા વડે કહેવાયું. મને મહાન કુતૂહલ છે. આને હું જોઉં. જવનિકાને દૂર કરો. ત્યારપછી તેઓ વડે પડદો દૂર કરાયો. યથા નિર્દિષ્ટ સ્વરૂપવાળો પુરુષ જોવાયો=જે પ્રમાણે રાજપુરુષોએ પૂર્વમાં વર્ણન કરેલું તેવા સ્વરૂપવાળો પુરુષ જોવાયો. પરિવાર સહિત રાજા વિસ્મય પામ્યો. વિમલ વડે વિચારાયું. અરે ! તે આ ભગવાન બુધસૂરિ આવ્યા છે. અહો, ભગવાનના વૈક્રિય રૂપકરણનો અતિશય, અહો મારા ઉપર કરુણા, અહો, પરોપકાર કરવામાં એકરસપણું, અહો, પોતાના સુખકાર્યની નિરપેક્ષતા, અહો નિર્વ્યાજ=નિષ્કપટ સૌજન્યનો અતિરેક છે તે આ પ્રમાણે –