________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
જે કારણથી હે વીર ! દર્શનથી જ પાપના નાશમાં સમર્થ, ભવનો નાશ કરનાર એવું પરમાત્માનું આ સબિંબ તારા વડે મને બતાવાયું. ll૧૪ll
विमलस्य सम्यक्त्वोत्पादः एतद्धि दर्शयता रत्नचूड! भवता दर्शितो मे मोक्षमार्गः, कृतं परमसौजन्यं, छेदिता भववल्लरी, उन्मूलितं दुःखजालं, दत्तं सुखकदम्बकं, प्रापितं शिवधामेति । रत्नचूडेनोक्तं-कुमार! नाहमद्यापि विशेषतोऽवगच्छामि, किमत्र संपन्नं भवतः ? विमलेनोक्तं-आर्य! संपन्नं मे जातिस्मरणं, स्मृतोऽद्यदिनमिवातीतो भूरिभवसन्तानः, यतः पुनरपि निवेशिता मया भक्तिभरनिर्भरेण भूरिभवेषु वर्तमानेन भगवद्बिम्बे दृष्टिः, निर्मलीकृतं सम्यग्ज्ञाननिर्मलजलेन चित्तरत्नं, रञ्जितं सम्यग्दर्शनेन मानसं, सात्मीकृतं सदनुष्ठानं, भावितो भावनाभिरात्मा, वासितं तत्साधुपर्युपासनयाऽन्तःकरणं, सात्मीभूता मे समस्तभूतेषु मैत्री, गतोऽङ्गाङ्गीभावं गुणाधिकेषु प्रमोदः, धारितं बहुशश्चित्ते क्लिश्यमानेषु कारुण्यं, दृढीभूता दुर्विनीतेषूपेक्षा, निश्चलीभूतं वैषयिकसुखदुःखयोरौदासीन्यं, तथा परिणतः प्रशमः, परिचितः संवेगः, चिरसंस्तुतो भवनिर्वेदः, प्रगुणिता करुणा, अनुगुणितमास्तिक्यं, प्रगुणीभूता गुरुभक्तिः, क्षेत्रीभूतौ तपःसंयमाविति । ततो यावदृष्टं मयेदं भुवनभर्तुर्भगवतो निष्कलङ्क बिम्बं तावदहं सिक्त इवामृतरसेन, पूरित इव रत्या, स्वीकृत इव सुखासिकया, भृत इव प्रमोदेन, ततः स्फुरितं मम हृदये यदुत
વિમલને સખ્યત્ત્વની ઉત્પત્તિ હિં=જે કારણથી, આને બતાવતા હે રત્નચૂડ ! તારા વડે મને મોક્ષમાર્ગ બતાવાયો. પરમ સૌજન્ય કરાયું. ભવની વેલડી છેદાઈ. દુ:ખજાલનું ઉમૂલન કરાયું. સુખનો સમૂહ અપાયો. મોક્ષનું ધામ પ્રાપ્ત કરાવાયું. રત્વચૂડ વડે કહેવાયું. હે કુમાર ! હજી પણ હું વિશેષથી જાણતો નથી. અહીં=પ્રતિમાના દર્શનમાં, તને શું પ્રાપ્ત થયું? વિમલ વડે કહેવાયું. હે આર્ય ! મને જાતિસ્મરણ થયું. આજના દિનની જેમ જ અતીતના ઘણા ભવોની પરંપરાનું સ્મરણ થયું, જે કારણથી ફરી પણ ઘણા ભવોમાં ભક્તિના સમૂહથી નિર્ભર વર્તતા એવા મારા વડે ભગવાનના બિબમાં દષ્ટિ સ્થાપન કરાઈ છે. સમ્યજ્ઞાનરૂપી નિર્મલ જલથી ચિતરત્ન નિર્મલ કરાયું. સમ્યગ્દર્શનથી માનસ રંજિત કરાયું. સદનુષ્ઠાન આત્મસાત્ કરાયું. ભાવનાથી આત્મા ભાવિત કરાયો. સાધુની પર્યાપાસનાથી અંતઃકરણ વાસિત કરાયું. મને સમસ્ત જીવોમાં મૈત્રી સાત્મીભૂત થઈ. ગુણાધિક જીવોના ઉપર પ્રમોદ અંગાંગીભાવને પામ્યો. ઘણી વખત ચિત્તમાં ક્લિશ્યમાન જીવોની કરુણા ધારણ કરાઈ. દુર્વિનીત જીવોમાં ઉપેક્ષા દઢીભૂત=દઢ થઈ. વૈષયિક સુખ-દુ:ખમાં ઔદાસી નિશ્ચલીભૂત નિશ્ચલ, થયું. અને પ્રથમ પરિણામ