________________
૬૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
સચરાચર ભુવનના બંધુ=ચરાચર ભુવનના બંધુ, એવા ભગવાનનું આવા પ્રકારનું બિંબ જોતા વિમલકુમારનું સહસા જીવવીર્ય ઉલ્લસિત થયું. ઘણાં કર્મોનો સમૂહ વિદારિત થયો. સદ્ગદ્ધિ વૃદ્ધિને પામી. દઢતર ગુણાનુરાગ પ્રગટ થયો. તેથી આવા વડે=વિમલકુમાર વડે, વિચારાયું. અહો ! ભગવાન એવા આ દેવનું રૂપ, અહો સૌમ્યતા, અહો નિર્વિકારતા, અહો સાતિશયપણું, અહો અચિંત્ય માહાસ્યતા, તે આ પ્રમાણે – શ્લોક -
आकार एव व्याचष्टे, निष्कलङ्को मनोहरः ।
अनन्तमस्य देवस्य, गुणसम्भारगौरवम् ।।२०५।। શ્લોકાર્ય :
આકાર જ પ્રતિમાનો આકાર જ, દેવના નિષ્કલંક, મનોહર, અનંત ગુણસંભારના ગૌરવને કહે છે. ર૦પા શ્લોક :
वीतरागो गतद्वेषः, सर्वज्ञः सर्वदर्शनः ।
सुनिश्चितमयं देवो, बिम्बादेवावगम्यते ।।२०६।। શ્લોકાર્ચ - વીતરાગ, દ્વેષ રહિત, સર્વજ્ઞ, સર્વદર્શી, આ દેવ સુનિશ્ચિત બિંબથી જ જણાય છે. ll૨૦૬ શ્લોક :
यावत्स चिन्तयत्येवं, मध्यस्थेनान्तरात्मना । विमलः क्षालयन्नुच्चैर्मलमात्मीयचेतसः ।।२०७।। तावत्तस्य समुत्पन्नं, स्वजातेः स्मरणं तदा । अतीतभवसन्तानवृत्तान्तस्मृतिकारणम् ।।२०८।। युग्मम् ।
બ્લોકાર્ધ :
તે વિમલકુમાર, આ રીતે શ્લોક-૨૦૫, ૨૦૬માં કહ્યું એ રીતે, કેટલામાં પોતાના ચિત્તના મલનું અત્યંત ક્ષાલન કરતો તે વિમલકુમાર મધ્યસ્થ અંતરાત્માથી આ પ્રમાણે ચિંતવન કરે છે, તેટલામાં તેને અતીત ભવના સંતાનવૃત્તાંતની સ્મૃતિનું કારણ સ્વજાતિનું સ્મરણ ત્યારે ઉત્પન્ન થયું. Il૨૦૭-૨૦૮II