________________
૨૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
नासिकाघ्राणसंगमः
શ્લોક :
स्वागतं भवतोरत्र, विहितो मदनुग्रहः । प्रतिजागरणं मेऽद्य, युवाभ्यां यदनुष्ठितम् ।।३८३।।
બુધ અને મંદને નાસિકા અને ઘાણનો સંગમ શ્લોકાર્ય :
તમારા બેનું સ્વાગત છે, અહીં-આ સ્થાનમાં, મારા ઉપર અનુગ્રહ કરાયો. જે કારણથી આજે તમારા બંને દ્વારા મારું પ્રતિજાગરણ કરાયું. ll૧૮all શ્લોક :
ततो मन्दो लसत्तोषो, दृष्ट्वा वचनपाटवम् ।
तां दारिकां मृदूल्लापैः, सस्नेहं समभाषत ।।३८४।। શ્લોકાર્થ :
તેથી નાસિકારૂપ ગુફામાંથી નીકળેલી બાલાએ તે બંનેને આ પ્રમાણે કહ્યું તેથી, વિલાસ પામતા તોષવાળા મંદે, વચનની પટુતાને જોઈને સ્નેહ સહિત મૃદુ ઉલ્લાપોથી તે દારિકાને કહ્યું. [૩૮૪ll
શ્લોક :
વથ?निवेदयावयोर्बाले? काऽसि त्वं वरलोचने? । किमर्थं वा वसस्यत्र, गुहाकोटरचारिणी? ।।३८५।।
શ્લોકાર્ય :
શું બોલ્યો? તે કહે છે – હે બાલા!કેવી રીતે? કેવી રીતે અમારા બે વડે તારું પ્રતિજાગરણ કરાયું ? અમને બંનેને નિવેદન કર, હે વરલોચના ! તું કોણ છો ? અહીં ગુફામાં, ગુફાના કોટરમાં ફરનારી તું કેમ વસે છે? Il૩૮૫ll
શ્લોક :
एतच्च वचनं श्रुत्वा, सा शोकभरपीडिता । मूर्च्छया पतिता बाला, भूतले नष्टचेतना ।।३८६।।