________________
૩૦૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
विमलेनोदितं नाथ! किं ताभ्यां स वराककः ।
क्वचिन्मुच्येत पापाभ्यां? किं वा नेति निवेद्यताम् ।।६६२।। શ્લોકાર્ચ -
વિમલ વડે કહેવાયું. હે નાથ!તે રાંકડો વામદેવ શું તે બંને પાપો દ્વારા ક્યારે મુકાશે ? અથવા શું નહીં મુકાય એ પ્રકારે નિવેદન કરો. IIકરા
स्तेयबहुलिकामोचनोपायः શ્લોક :
सूरिराह महाभाग! भूरिकालेऽतिलयिते । स ताभ्यां मोक्ष्यते तत्र, कारणं ते निवेद्यताम् ।।६६३।।
સ્તેય અને બહુલિકાથી મુક્તિનો ઉપાય શ્લોકાર્ધ :
સૂરિ કહે છે. હે મહાભાગ! ઘણો કાલ અતિબંધિત થયે છતે તે વામદેવ, બંને દ્વારા=સ્તેય અને બહુલિકા દ્વારા, મુકાશે. તેમાં તને કારણે નિવેદન કરાય છે. II૬૩. શ્લોક :
शुभाभिसन्धिनृपतेः, पुरे विशदमानसे ।
भार्ये स्तो निर्मलाचारे, शुद्धतापापभीरुते ।।६६४।। શ્લોકાર્ધઃ
શુભઅભિસંધિ રાજાના વિશદમાનસરૂપ નગરમાં નિર્મલ આચારવાળી શુદ્ધતા અને પાપભીરુતા નામની બે ભાર્યા છે. I૬૪|| શ્લોક :
तयोश्च गुणसंपूर्णे, जनताऽऽनन्ददायिके ।
ऋजुताऽचौरते नाम, विद्येते कन्यके शुभे ।।६६५।। શ્લોકાર્થ :
અને તે બંનેને ગુણથી સંપૂર્ણ, જનતાને આનંદને દેનારી ઋજુતા અને અચોરતા નામની બે શુભકન્યા વિદ્યમાન છે. IIકપી