________________
૧૬૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવના
બ્લોક :
तत्साधूनां पुनस्तानि, भावरत्नानि भूपते! ।
चित्तापवरके नित्यं, जाज्वल्यन्ते महात्मनाम् ।।२३७।। શ્લોકાર્ચ -
તે કારણથી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય ભાવરત્નો છે તે કારણથી, હે રાજા ! મહાત્મા એવા સાધુને વળી તે ભાવરત્નો ચિતરૂપી ઓરડામાં નિત્ય પ્રકાશમાન વર્તે છે. ll૨૩૭ી. શ્લોક -
अतस्ते धनिनो धन्यास्त एव परमेश्वराः ।
ते शक्ता भुवनस्यापि, पोषणे नास्ति संशयः ।।२३८ ।। શ્લોકાર્ચ -
આથી સાધુઓના ચિત્તરૂપી ઓરડામાં હંમેશાં ભાવરત્નો પ્રકાશમાન વર્તે છે આથી, તેઓ ધનિક છે. ધન્ય છે, તેઓ જ પરમ ઐશ્વર્યવાળા છે. તેઓ ભવનના પણ પોષણમાં સમર્થ છે. સંશય નથી. ll૨૩૮ll
શ્લોક :
मलिना मलिनैर्भूप! बहिश्चीवरखण्डकैः । अलाबुहस्ता दृश्यन्ते, दरिद्रा इव मुग्धकैः ।।२३९।। तथापि परमार्थेन, ते महारत्ननायकाः । विज्ञेयाः पण्डितैर्भूप, मुनयः परमेश्वराः ।।२४०।।
શ્લોકાર્ય :
હે રાજા! મલિન એવાં બહારનાં વસ્ત્રોના ખંડોથી મલિન, તુંબડાના હાથવાળા, દરિદ્રની જેમ મુગ્ધકો વડે દેખાય છે. તોપણ હે રાજા ! પરમેશ્વર એવા તે મનિઓ પરમાર્થથી પંડિતો વડે મહારત્નના નાયક જાણવા. Il૨૩-૨૪૦II
શ્લોક :
શિષ્યतृणाग्राद्रत्नकोटीश्च, पातयन्ति स्वतेजसा । यदि कार्यं भवेत्ताभिस्तेषां भूप! महात्मनाम् ।।२४१।।