________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
यथापुत्र! मनोरथशतैस्त्वमावयोर्जातोऽसि राज्यधूर्धरणक्षमश्च वर्तसे तत्किमिति नानुशीलयसि निजावस्थानुरूपं ? किं नाधितिष्ठसि राज्यं ? किं न कुरुषे दारसंग्रहं ? किं नानुभवसि विषयग्रामं ? किं न वर्धयसि कुलसन्ततिं ? किं नोत्पादयसि प्रजानामानन्दं ? किं नाह्लादयसि बन्धुवर्गं ? किं न पूरयसि प्रणयिजनं ? किं न तर्पयसि पितृदेवान् ? किं न सन्मानयसि मित्रवर्गं ? किं न जनयसि वचनमिदं कुर्वन्नावयोः प्रमोदसन्दोहमिति । विमलेन चिन्तितं, सुन्दरमिदमाभ्यामभिहितं भविष्यत्ययमेव प्रतिबोधनोपायः, ततोभिहितमनेन यदाज्ञापयति तातो यदादिशत्यम्बा तत्समस्तं मादृशां करणोचितं नात्र विकल्पः, किं तु ममायमभिप्रायः यदि सर्वेषां स्वराज्ये दुःखितलोकानामपहृत्य बाधां संपाद्य च सुखं ततः स्वयं सुखमनुभूयते तत्सुन्दरं, एवं हि प्रभुत्वमाचरितं भवति, नान्यथा, तथाहि
૧૧૯
ત્યારથી માંડીને=રત્નચૂડ આ પ્રમાણે સ્વસ્થાને જાય છે ત્યારથી માંડીને, કુશલ ભાવનું ગાઢતર અભ્યસ્તપણું હોવાને કારણે=પૂર્વના ઘણા ભવોના મોક્ષને અનુકૂળ ઉત્તમ ભાવોનું ગાઢતર અભ્યસ્તપણું હોવાને કારણે, કર્મજાલનું પ્રહીણપણું હોવાને કારણે=ભોગોનાં સંશ્લેષ આપાદક કર્મોનું નષ્ટપ્રાયઃપણું હોવાને કારણે, જ્ઞાનનું વિશુદ્ધપણું હોવાને કારણે=વિમલકુમારના બોધનું તત્ત્વને જોવામાં સમર્થ બને તેવું વિશુદ્ધપણું હોવાને કારણે, વિષયોનું હેયપણું હોવાને કારણે=બાહ્ય ભોગાદિ વિષયો આત્મા માટે ક્લેશકારી હોવાથી જીવ માટે હેયરૂપ હોવાને કારણે, પ્રશમનું ઉપાદેયપણું હોવાથી=વિવેકી જીવ માટે કષાયોના શમનજન્ય શ્રેષ્ઠ સુખ પ્રશમ છે તેથી તે જીવ માટે પ્રશમનું ઉપાદેયપણું હોવાથી, દુઃચરિત્રોનું અવિધમાનપણું હોવાથી=વિમલકુમારના ચિત્તમાં દુઃચરિત્રની પરિણતિનું અવિધમાનપણું હોવાથી, જીવવીર્યનું પ્રબલપણું હોવાને કારણે=વિમલકુમારને સંસાર અત્યંત અસાર જણાવાને કારણે, તેના ઉચ્છેદને અનુકૂળ તેના જીવવીર્યનું પ્રબલપણું હોવાને કારણે, પરમપદની પ્રાપ્તિનું પ્રત્યાસન્નપણું હોવાથી=મોક્ષની પ્રાપ્તિ વિમલકુમારને નજીકમાં થનારી હોવાથી, વિમલકુમાર રાજ્યલક્ષ્મીને બહુ માનતો નથી અર્થાત્ રાજ્ય પ્રત્યે લેશ પણ ઇચ્છાવાળો નથી. શરીરસંસ્કારને કરતો નથી. વિચિત્ર લીલાઓથી રમતો નથી. ગ્રામ્યધર્મ સંબંધવાળી ગંધને પણ ઇચ્છતો નથી. અર્થાત્ રાજા પોતાની પ્રજાની ઉચિત ચિંતા કરે તેવા ધર્મ સંબંધી ગંધને પણ ઇચ્છતો નથી. કેવલ ભવરૂપી કેદખાનાથી વિરક્ત ચિત્તવાળો શુભધ્યાનથી યુક્ત કાલ પસાર કરે છે અને તેવા પ્રકારના તેને=વિમલકુમારને, જોઈને પિતા ધવલરાજાને અને માતા કમલસુંદરીને ચિંતા ઉત્પન્ન થઈ. કેવા પ્રકારની ચિંતા થઈ ? તે ‘યથા’થી બતાવે છે – આ વિમલકુમાર મનોહર તારુણ્ય હોવા છતાં, કુબેરતા વિભવથી અતિશયિત વૈભવ વિદ્યમાન હોવા છતાં પણ, દેવતાઓની સુંદરીઓ કરતાં પણ અધિક લાવણ્યવાળી રાજકન્યાઓને જોતો પણ, રૂપના અતિશયથી કામદેવ કરતાં પણ અધિક, કલાકલાપથી યુક્ત પણ, દેહથી નીરોગ પણ, ઇન્દ્રિયોની સામગ્રીથી સંપૂર્ણ પણ, મુનિના દર્શનથી રહિત પણ, યૌવનવિકારોથી યુક્ત થતો નથી. સ્ત્રીઓ દ્વારા નિરીક્ષણ કરાયેલો નિરીક્ષણ કરતો નથી. મન્મનના=કામનાં સ્ખલિત વચનોથી બોલતો નથી=કામના વિકારોથી વ્યાકુળ વચનો બોલતો નથી. ગેયાદિ કલાઓને સેવતો નથી.