________________
૧પ૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
આ અનાદિ ભવચક્રમાં કોઈક રીતે યથાભૂત છે=જે પ્રકારે પૂર્વમાં કહેલા રોગોવાળા જન્મેલા છે તેવા સ્વરૂપવાળા છે. તે પ્રકારે=જે પ્રકારે ભૂતકાળમાં થયેલા છે તે પ્રકારે, હજી પણ હે ભૂપ! આ જીવો સદા પ્રવર્તે છે. ll૧૮ના શ્લોક :
कदाचिन्न पुनः प्राप्तं, विद्याजन्म मनोहरम् ।
नैतैविवेकतारुण्यं, न मृता भावमृत्युना ।।१८३।। શ્લોકાર્થ :
ક્યારેય પણ વળી, મનોહર વિદ્યાની પ્રાપ્તિવાળા જન્મને પામ્યા નથી તત્ત્વનો યથાર્થબોધ થાય તેવી વિધાવાળા જન્મને પામ્યા નથી, આમના વડે=આ જીવો વડે, વિવેકરૂપી તારુણ્ય પ્રાપ્ત કરાયું નથી. ભાવમૃત્યુથી મરેલા નથી=ભાવથી મૃત્યુ પ્રાપ્ત થાય તેવા મૃત્યુને પામેલા નથી. II૧૮all. શ્લોક :
जराजीस्ततो भूप! यावत्संसारजीविनः । जन्तवोऽनन्तदुःखालीवलीपलितसंगताः ।।१८४ ।। बहिस्ते तरुणाकारं, धारयन्तोऽपि मानवाः । विज्ञेयास्तत्त्वतो भूप! जराजीर्णकपोलकाः ।।१८५।।
શ્લોકાર્ધ :
તે કારણથી=વિધાજન્મ પામ્યા નથી, વિવેકતારુણ્ય પામ્યા નથી, ભાવમૃત્યુથી મર્યા નથી તે કારણથી, હે રાજા! અનંત દુઃખની શ્રેણીરૂપ વલીથી અને પલિતથી સંગત એવા યાવત્ સંસારમાં જીવનારા જીવો, જરાથી જીર્ણ છે. બહારથી તે માનવો તરુણ આકારને ધારણ કરનારા, પણ હે રાજા ! તત્ત્વથી જરાથી જીર્ણ ગાલવાળા જાણવા. ll૧૮૪-૧૮૫|| શ્લોક :
साधुभिर्भूपते! लब्धं, विद्याजन्म मनोहरम् ।
प्राप्तं विवेकतारुण्यं, दीक्षासम्भोगसुन्दरम् ।।१८६।। શ્લોકાર્ધ :
હે રાજા! સાધુઓ વડે મનોહર વિધાજન્મ પ્રાપ્ત કરાયો છે, દીક્ષાના સંભોગથી સુંદર દીક્ષાના સમ્યક પ્રકારના સેવનથી સુંદર, વિવેકતારુણ્ય પ્રાપ્ત કરાયું છે. ll૧૮૬ll