________________
૨૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
કરોડો દોષનો આવાસ, ગુણગંધથી રહિત તોપણ મદથી વિહ્વલ વધતો એવો આ થયો. II3૬૫||
શ્લોક ઃ
पितृव्यपुत्रभावेन, तयोश्च बुधमन्दयोः ।
યકૃ∞વા વા સંપન્ના, પ્રાત્રોમંત્રી મનોહરા ।।રૂ૬૬।।
શ્લોકાર્થ ઃ
પિતરાઈ ભાઈના સંબંધથી તે બુધ અને મંદ બે ભાઈઓની યદચ્છાથી મનોહર મૈત્રી થઈ. II3૬૬||
શ્લોક ઃ
सहितावेव तौ नित्यं, नगरे काननेषु च ।
ततो विचरतः स्वेच्छाक्रीडारसपरायणौ ।। ३६७ ।।
શ્લોકાર્થ ઃ
તેથી નગરમાં, બગીચાઓમાં નિત્ય સહિત જ એવા તેઓ સ્વેચ્છા અનુસાર ક્રીડારસપરાયણ
વિચરવા લાગ્યા. ।।૩૬૭।।
શ્લોક ઃ
अस्ति धिषणा नाम, पुरे विमलमानसे । શુમાભિપ્રાયરાખસ્ય, વુદિતા ચારુવર્ણના ।।રૂદ્દ૮।।
શ્લોકા ઃ
હવે વિમલમાનસરૂપ નગરમાં શુભ અભિપ્રાય રાજાની ધિષણા નામની સુંદર દર્શનવાળી પુત્રી છે. II૩૬૮II
શ્લોક ઃ
सा तेन यौवनस्थेन, बुधेन वरलोचना ।
गृहे स्वयंवरायाता, परिणीता कृतोत्सवा ।। ३६९ ।।
શ્લોકાર્થ ઃ
તે=ધિષણા નામની પુત્રી, વરલોચના=સુંદર લોચનવાળી, યૌવનસ્થ બુધની સાથે ઘરમાં સ્વયંવરથી આવેલી કૃત ઉત્સવવાળી પરણાવાઈ. II૩૬૯II