________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૨૧૩
શ્લોક :
तस्याश्च कालपर्यायात्, निःशेषगुणमन्दिरम् ।
मनोरथशतैर्जातो, विचारो नाम पुत्रकः ।।३७०।। શ્લોકાર્ય :
અને તેને કાલપર્યાયથી નિઃશેષ ગુણનું મંદિર સેંકડો મનોરથોથી વિચાર નામનો પુત્ર થયો. અર્થાત્ બુદ્ધપુરુષમાં તત્ત્વના આલોચનની પરિણતિરૂપ ધિષણા પ્રગટે છે ત્યારપછી ઘણો કાલ તેના બળથી તે બુદ્ધપુરુષ ઊહ કરે છે જેના બળથી માર્ગાનુસારી વિચાર પ્રગટે છે. તે તેનો પુત્ર છે. ll૩૭oll શ્લોક :
अथान्यदा निजे क्षेत्रे, क्रीडतोबुधमन्दयोः ।
यस्तदानीं समापनो, वृत्तान्तस्तं निबोधत ।।३७१।। શ્લોકાર્ચ -
હવે અન્યદા પોતાના ક્ષેત્રમાં ક્રીડા કરતાં બુધ અને મંદને ત્યારે જે વૃત્તાંત થયો તેને તમે સાંભળો. ||૩૭૧II બ્લોક :
तस्य क्षेत्रस्य पर्यन्ते, दृष्टस्ताभ्यां मनोरमः ।
ललाटपट्टसन्नामा, विशालो वरपर्वतः ।।३७२।। શ્લોકાર્ચ -
તે ક્ષેત્રના પર્વતમાં પોતાના ક્ષેત્રમાં તેઓ રમતા હતા તે ક્ષેત્રના પર્વતમાં, તે બંને દ્વારા લલાટપટ્ટરૂપ સદ્ઉત્તમ, નામવાળો મનોરમ વિશાલ શ્રેષ્ઠ પર્વત જોવાયો. Il૩૭૨ શ્લોક -
तस्योपरिष्टादुत्तुङ्गे, शिखरे सुमनोहरा ।
निलीनालिकुलच्छाया, कबर्याख्या वनावली ।।३७३।। શ્લોકાર્ચ -
તેની ઉપરમાં=લલાટપટ્ટપર્વતની ઉપરમાં, ઊંચા શિખરમાં નિલીનાલિના કુલની છાયાવાળી છુપાઈ ગયેલા ભમરાના સમૂહની છાયાવાળી, સુમનોહર કબરી નામની વનાવલી છે. ll૧૭all શ્લોક :
ललाटपट्टनामानं, पर्वतं तं निरीक्षितुम् । अथ तौ लीलया तत्र, प्रदेशे समुपागतौ ।।३७४ ।।