________________
૨૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
તોપણ મોહના દોષથી ઘાણના લાલનમાં પ્રસક્ત આસક્ત, એવો મંદ પોતાને સુખના સંદર્ભથી નિર્ભર માને છે. Il૪૩પII.
विचारेण घ्राणवृत्तोदितिः
શ્લોક :
इतश्च यौवनारूढो, विचारो राजदारकः । कथंचिल्लीलया गेहाद्देशकालिकयोगतः ।।४३६।। बहिरङ्गान्तरङ्गेषु, स देशेषु पुनः पुनः । पर्यट्य क्वचिदायातः, स्वगेहे राजदारकः ।।४३७।।
વિચાર વડે ઘાણના વૃતાંતનું કથન શ્લોકાર્થ :
અને આ બાજુ યૌવન આરૂઢ વિચાર નામનો રાજદારક=બુધનો પુત્ર, લીલા વડે દેશકાલના યોગને કારણે ઘરથી કોઈક રીતે બહિરંગ-અંતરંગ દેશોમાં ફરી ફરી ભટકીને તે રાજપુત્ર ક્યારેક સ્વઘરમાં આવ્યો. Il૪૩૬-૪૩૭ી. શ્લોક :
अथ तत्र समायाते, प्रहष्टौ धिषणाबुधौ ।
संजातो बृहदानन्दः, संतुष्टं राजमन्दिरम् ।।४३८ ।। શ્લોકાર્ય :
હવે ત્યાં આવ્યું છતે સ્વઘરમાં વિચાર નામનો રાજદારક આવે છd, ધિષણા અને બુધ હર્ષિત થયાં તે રાજપુત્રનાં માતા-પિતા ધિષણા અને બુધ હર્ષિત થયાં. મોટો આનંદ થયો. રાજમંદિર સંતુષ્ટ થયું. l૪૩૮l શ્લોક :
ततश्चवृत्ते महाविमर्दैन, समागममहोत्सवे । सा ज्ञाता मैत्रिका तेन, घ्राणेन बुधमन्दयोः ।।४३९ ।।