________________
૨૨૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
આ રીતે=તેં તારો તેઈન્દ્રિયના ભવથી અત્યાર સુધીનો પરિચય બતાવ્યો એ રીતે, કહેવા માટે તને યુક્ત છે. II૪૧૨।।
શ્લોક ઃ
वृत्तान्तो विस्मृतोऽप्येष तथा संपादितस्त्वया ।
अनेन स्नेहसारेण, सोऽपि प्रत्यक्षतां गतः ।।४१३ ।।
શ્લોકાર્થ :
આ વૃત્તાંત વિસ્તૃત થયેલો પણ=મારા વડે વિસ્તૃત થયેલો પણ, તારા વડે તે પ્રકારે સંપાદિત કરાવાયો=આપણા જુના પરિચયનો વૃત્તાંત તારા વડે તે પ્રમાણે સ્મરણ કરાવાયો. સ્નેહસાર એવા આનાથી=તારા ક્થનથી, તે પણ=વિસ્તૃત થયેલો આપણો વૃત્તાંત પણ, પ્રત્યક્ષતાને પામ્યો. ।।૪૧૩|| શ્લોક ઃ
तदत्र भवती तावन्निवेदयतु मेऽधुना ।
યદ્વેષ
તે મદ્રે! સ્નેહીતી નનસ્તવ ।।૪૪।।
શ્લોકાર્થ :
તે કારણથી અહીં=તારા વિષયમાં, ભગવતી એવી તું મને હમણાં નિવેદન કર, જે કારણથી હે ભદ્ર ! સ્નેહથી ખરીદાયેલો તારો આ જન કરે. ।।૪૧૪૦૫
શ્લોક ઃ
तयोक्तमियदेवात्र, कर्तव्यं नाथ ! साम्प्रतम् ।
अयं चिरन्तनस्थित्या, लालनीयो वयस्यकः । । ४१५ ।।
શ્લોકાર્થ ઃ
તેણી વડે કહેવાયું=ભુજંગતા વડે કહેવાયું, હે નાથ ! હમણાં અહીં=મારા વિષયમાં, આટલું જ કર્તવ્ય છે. ચિરંતન સ્થિતિથી આ મિત્ર=ધ્રાણ, પાલન કરવો જોઈએ. II૪૧૫।ા
શ્લોક ઃ
मन्दः प्राह यथा कार्यं, लालनं कमलानने ! ।
मयाऽस्य वरमित्रस्य, तत्सर्वं मे निवेदय ।।४१६।।
શ્લોકાર્થ :મંદ કહે છે હે કમલ જેવા મુખવાળી ભુજંગતા ! જે પ્રમાણે મારા વડે આ વરમિત્રનું લાલન કરવું જોઈએ તે સર્વ મને નિવેદન કર. ૪૧૬||
=