________________
૧૩૬
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
ततो यावन्नृपो भूमेरुत्थाय पुनरीक्षते । તાવત્સ જીદૃશસ્સેન, સોન વિલોતિઃ ? ।।o।। लोचनानन्दिलावण्यनिर्जितामरविग्रहः । विलसद्दीप्तिविस्तारः, साक्षादिव दिवाकरः । । १२० ।। अशेषलक्षणोपेतः, सर्वावयवसुन्दरः ।
નિષા: મને વિજ્યે, સાર્તસ્વરમાસ્વરે ।।શ્યા
શ્લોકાર્થ :
–
ત્યારપછી જ્યાં સુધી રાજા ભૂમિથી ઊઠીને ફરી જુએ છે ત્યાં સુધી લોક સહિત તેના વડે= રાજા વડે, તે=બુધસૂરિ, કેવા જોવાયા ? તે બતાવે છે – લોચનને આનંદિત કરે એવા, લાવણ્યથી જીતી લીધેલા દેવના શરીરવાળા, વિલાસ પામતા દીપ્તિના વિસ્તારવાળા, જાણે સાક્ષાત્ દિવાકર, સંપૂર્ણ લક્ષણથી યુક્ત, સર્વ અવયવથી સુંદર, સુવર્ણના જેવા તેજસ્વી દિવ્ય કમલ ઉપર બેઠેલા, રાજા વગેરે વડે જોવાયા એમ અન્વય છે. II૧૧૯થી ૧૨૧।।
શ્લોક ઃ
अथ तं तादृशं वीक्ष्य, कान्तरूपं मुनीश्वरम् ।
सनृपास्ते जना जाता, विस्मयोत्फुल्ललोचनाः । । १२२ ।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી મનોહર રૂપવાળા તે મુનીશ્વરને જોઈને રાજા સહિત તે લોકો વિસ્મયથી સ્ફુરાયમાન લોચનવાળા થયા. ૧૨૨।।
શ્લોક ઃ
परस्परं च जल्पितुं प्रवृत्ताः, यदुत
कथं वा तादृशः पूर्वं ?, कथमेवंविधोऽधुना ? |
नूनमेष महाभागो, देव एव न संशयः ।।१२३।।
શ્લોકાર્થ ઃ
અને પરસ્પર બોલવા માટે પ્રવૃત્ત થયા. શું બોલવા માટે પ્રવૃત્ત થયા ? તે ‘વદ્યુત’થી બતાવે છે કેવી રીતે પૂર્વમાં તેવા પ્રકારના, અથવા કેવી રીતે હમણાં આવા પ્રકારના ખરેખર આ મહાભાગ દેવ જ છે, સંશય નથી. II૧૨૩II
=