________________
૧૧૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ पूर्वमेव मे चन्दनेन विद्याधरचक्रवर्तित्वं, समर्थितं च महात्मना विमलेन, तत्का गतिः? भवितव्यमेवमनेन। तदेवं चिन्तयत एव मे कृतो देवताभिः शरीरेऽनुप्रवेशः, प्रारब्धो विद्याधरसमूहमें राज्याभिषेकः, कृतानि कौतुकानि, विहितानि माङ्गलिकानि, समुपनीतानि सत्तीर्थोदकानि, प्रकटितानि रत्नानि, सज्जीकृताः कनकरत्नकलशाः, एवं च महता विमर्दैन निर्वर्तितो मे राज्याभिषेकः, ततः पूजयतो देवान्, सन्मानयतो गुरून्, स्थापयतो राजनीति, निरूपयतो भृत्यवर्ग, कुर्वतो यथार्हप्रतिपत्ति, समाचरतोऽभिनवराज्योचितं सर्वं करणीयं, लयितानि मम कियन्त्यपि दिनानि ।
ततो निराकुलीभूतस्य मे संस्मृतो युष्मदादेशः, चिन्तितं च-अये! नान्वेषितोऽसौ मया बुधसूरिः, न नीतो विमलसमीपं, अहो मे प्रमत्तता, ततस्तद्गवेषणार्थं स्वयमेव भ्रान्तोऽहं भूरिभूमिमण्डलं, दृष्टश्चैकत्र नगरे मया बुधसूरिः, निवेदितो युष्मद्वृत्तान्तः, ततोऽभिहितमनेन गच्छ त्वं तावदिदमिदं च विमलाय निवेदय, अहं तु पश्चादागमिष्यामि, अयमेव हि विमलबन्धूनां प्रतिबोधनोपायो नान्यः, ततः कर्णाभ्यणे स्थित्वा शनैः कथितो विमलाय रत्नचूडेन, स प्रच्छन्नो बुधसूरिसन्देशकः, स तु मया नाकर्णित इति । प्राह च रत्नचूडः, तदनेन कारणेन संजातो मे कालविलम्बः, अमुना च हेतुना नानीतो बुधसूरिरिति, विमलेनोक्तं-सुन्दरमनुष्ठितमार्येण, ततः प्रविष्टाः सर्वेऽपि नगरे, स्थित्वा महाप्रमोदेन द्वित्राणि दिनानि गतः स्वस्थानं रत्नचूडः ।
આ સાંભળીને કાલનિવેદક વડે કહેવાયું તે સાંભળીને, મારા વડેકરતચૂડ વડે વિચારાયું, અરે ! ભગવાનથી ભાષિત આ સદ્ધર્મનું માહાભ્ય છે, જે કારણથી તહીં ઇચ્છા કરાયેલી ઉપસ્થિત થયેલ જ આ સર્વ વિદ્યા અને સિદ્ધ થઈ, અને મને આ હર્ષનું સ્થાન નથી, ખરેખર મને આ વિઘ્ન ઉપસ્થિત થયું. વિમલની સાથે દીક્ષા ગ્રહણ થશે નહીં, જે કારણથી પુણ્યાનુબંધી પુણ્ય પણ ભગવાન વડે સુવર્ણની બેડી તુલ્ય કહેવાયું છે. અને પૂર્વમાં મને ચંદન વડે વિદ્યાધરનું ચક્રવર્તીપણું આદિષ્ટ કરાયું હતું અને મહાત્મા વિમલ વડે સમર્થન કરાયું હતું-હું વિદ્યાધર ચક્રવર્તી થઈશ તેનું સમર્થન કરાયું, જે કારણથી શું ઉપાય છે ? અર્થાત્ સ્વીકાર્યા વગર અન્ય કોઈ ઉપાય નથી, આ રીતે હું વિદ્યાધર ચક્રવર્તી થાઉં એ રીતે, આના વડે થવા યોગ્ય છે=મારી પુણ્યપ્રકૃતિ વડે થવા યોગ્ય છે. આ રીતે ચિંતવન કરતાં જ મારા શરીરમાં દેવતાઓ વડે=ોહિણી આદિ દેવતાઓ વડે, અતુપ્રવેશ કરાયો. અને વિદ્યાધરના સમૂહો વડે મારો રાજ્યાભિષેક પ્રારંભ કરાયો. કૌતુકો કરાયાં. માંગલિકો કરાયાં. સુંદર તીર્થોમાં પાણીઓ લવાયાં. રસ્તો પ્રગટ કરાયાં. સોનાના અને રત્નોના કળશો પ્રગટ કરાયા. અને આ રીતે મોટા વૈભવથી મારો રાજ્યાભિષેક કરાયો. ત્યારપછી દેવતાઓનું પૂજન કરતાં, ગુરુઓને સન્માન કરતાં, રાજનીતિને સ્થાપન કરતાં, નોકરવર્ગને નિરૂપણ કરતાંsઉચિત સ્થાને યોજન કરતાં, યથાયોગ્ય પ્રતિપતિને કરતાં, અભિનવ રાજ્યને ઉચિત સર્વ કરણીયને આચરણ કરતાં મારા કેટલાક પણ દિવસો પસાર કરાયા.