________________
૧૮૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
ग्रामोऽत्र भूप! संसारो, विस्तीर्णस्तस्य मध्यगम् ।
स्वरूपं जीवलोकस्य, विज्ञेयं शिवमन्दिरम् ।।२८०।। શ્લોકાર્થ :
હે રાજા! અહીં પ્રસ્તુત કથાનકમાં, વિસ્તીર્ણ એવો સંસાર ગ્રામ છે. તેના મધ્યમાં રહેલું જીવલોકનું સ્વરૂપ શિવમંદિર જાણવું. ll૨૮૦||
जीवलोके उपनयः
શ્લોક :
तदेव ज्ञानवीर्यादिरत्नपूरैश्च पूरितम् । संपूर्णं सर्वकामैश्च, परमानन्दकारणम् ।।२८१।।
બઠરગુરુના કથાનકનો ચતુર્ગતિરૂપ જીવલોકને વિષે ઉપનય શ્લોકાર્થ :
અને તે જગજીવલોકનું સ્વરૂપ જ, જ્ઞાન, વીર્યાદિ રત્નના સમૂહથી પૂરિત છે. સર્વ ઈચ્છાઓથી સંપૂર્ણ છે. પરમ આનંદનું કારણ છે. [૨૮૧|| શ્લોક :
जीवलोकश्च तत्स्वामी, भौताचार्यो निगद्यते ।
तस्य स्वाभाविकाः सर्वे, ये गुणास्तत्कुटुम्बकम् ।।२८२।। શ્લોકાર્ચ -
અને જીવલોક તેનો સ્વામી તે શિવમંદિરનો સ્વામી, ભોતાચાર્ય કહેવાય છે. તેના=જીવના, સ્વાભાવિક સર્વ જે ગુણો છે તે કુટુંબ છે. ll૨૮ાાં બ્લોક :
तत्तु स्वाभाविकं तस्य, सुन्दरं हितकारि च ।
तथापि जीवलोकस्य, न चित्ते प्रतिभासते ।।२८३।। શ્લોકાર્ચ -
વળી તે કુટુંબ, તેનું જીવલોકનું, સ્વાભાવિક સુંદર અને હિતકારી છે તોપણ જીવલોકને ચિત્તમાં તે શિવમંદિર સારું લાગતું નથી. ll૨૮૩