________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
सोऽयं लोकः सदोन्मत्तः, कर्मयोगेन वर्तते ।
न जानीते निजं रूपं, गुणरत्नादिपूरितम् ।।२८४ ।।
શ્લોકાર્થ :
તે આ લોક કર્મયોગથી સદા ઉન્મત્ત વર્તે છે. ગુણરત્નાદિથી પૂરિત પોતાના સ્વરૂપને જાણતો
નથી. II૨૮૪II
શ્લોક ઃ
રાવિવોષાઃ સર્વેઽપિ, તરા: પરિજાતિતાઃ ।
तएव हि महाधूर्ता, जीवलोकस्य वञ्चकाः ।। २८५ ।।
શ્લોકાર્થ :
સર્વ પણ રાગાદિ દોષો ચોરો કહેવાયા છે. =િજે કારણથી, મહાધૂર્ત એવા તેઓ જ=રાગાદિ દોષોરૂપ ચોરો જ, જીવલોકને ઠગનારા છે. II૨૮૫II
શ્લોક ઃ
सुहृदस्ते प्रभासन्ते, जीवलोकस्य वल्लभाः ।
तेच गाढं प्रकुर्वन्ति कर्मोन्मादस्य वर्धनम् ।। २८६ ।।
૧૮૫
શ્લોકાર્થ :
જીવલોકને તેઓ=રાગાદિ, મિત્ર, વલ્લભ લાગે છે. અને કર્મના ઉન્માદને તેઓ=રાગાદિ, ગાઢ વર્ધન કરે છે. II૨૮૬ા
શ્લોક ઃ
ते स्वरूपं वशीकृत्य, जीवलोकस्य ये गुणाः । कुटुम्बमन्तस्तत्क्षिप्त्वा, चित्तद्वारं निरुन्धते । । २८७ ।।
શ્લોકાર્થ :
તેઓ=રાગાદિ, જીવલોકના સ્વરૂપને વશ કરીને જે અંતરંગકુટુંબ રૂપ ગુણો છે તેને ચિત્તદ્વારમાં નાંખીને નિરોધ કરે છે. II૨૮૭II
શ્લોક ઃ
तदेवं ते धरानाथ ! गुणसम्भारपूरितम् ।
स्वरूपं जीवलोकस्य, हृत्वा मन्दिरसन्निभम् ।।२८८ ।।