________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
અને હે રાજા ! દાનગ્રહણ કરનારાં એવાં તીવ્ર દારુણ તે કર્મો વડે આ જીવો વારંવાર સતત કદર્થના કરાય છે. ।।૨૧૨।।
શ્લોક ઃ
बुभुक्षिताः क्वचिद्दीना, धार्यन्तेऽत्यन्तविह्वलाः ।
क्वचिद् गाढं प्रपीडयन्ते, क्षिप्त्वा नरककोष्ठके ।। २१३ ।।
શ્લોકાર્થ :
ભૂખ્યા, ક્વચિત દીન, વિહ્વલ ધારણ કરાય છે=લેણદારરૂપ કર્મો વડે ધારણ કરાય છે. ક્યારેક નરકોષ્ઠકમાં નાંખીને ગાઢ પીડન કરાય છે. II૨૧૩II
શ્લોક ઃ
साधूनामपि ते सन्ति, ऋणिकाः किं तु नो तथा । कदर्थनं प्रकुर्वन्ति, शुद्धप्रायमृणं यतः । । २१४ ।।
૧૫૭
શ્લોકાર્થ :
સાધુના પણ તે લેણદારો છે પરંતુ તે પ્રકારે કદર્શના કરતા નથી, જે કારણથી ઋણ શુદ્ધપ્રાયઃ છે. II૨૧૪II
શ્લોક ઃ
शोधयन्ति च ते नित्यं, साधवः कृतनिश्चयाः ।
ऋणं तत्तेन ते तेषामृणिका नैव बाधकाः । । २१५ । ।
શ્લોકાર્થ :
અને કૃતનિશ્ચયવાળા તે સાધુઓ નિત્ય ઋણને શોધે છે=ઋણ ચૂકવતા જાય છે. તે કારણથી તેના વડે=કર્મો વડે, તેઓના ઋણિક-કર્મોના ઋણિક, એવા તેઓ=દેવાદાર એવા સાધુઓ, બાધક નથી જ=કર્મોથી બાધા પામતા નથી જ. II૨૧૫।।
શ્લોક ઃ
ऋणार्दिता मया पूर्व, यूयमेतेन हेतुना ।
પ્રોહા ભૂપ! તથાઽત્મા હૈં, મુત્ત્ત: પ્રાશિત: -।।૨૬।।
શ્લોકાર્થ :
આ હેતુથી મારા વડે પૂર્વમાં તમે ઋણથી પીડિત કહેવાયા. હે રાજા ! તે પ્રમાણે આત્મા=પોતાનો આત્મા, ઋણમુક્ત પ્રકાશિત કરાયો. II૨૧૬ના