________________
૪૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ / પંચમ પ્રસ્તાવ જાણવી, વિલગ્ન મધ્યભાગ વડે જેનો મધ્યભાગ બરાબર લાગેલો હોય, અને શોભતો હોય તેવા ઉદર વડે જ સુખને ભોગવનારી સ્ત્રી જાણવી. ||૧૬૬ll શ્લોક :
कुनखैः सव्रणैः स्विनैविस्तीर्णे रोमशैः खरैः ।
વિવૃતઃ પાડુંરે રૂક્ષે હસ્તે સુવિતા: પાક્કા શ્લોકાર્ચ -
ખરાબ નખવાળા, વ્રણ સહિત, પરસેવાવાળા વિસ્તીર્ણ, વધારે રોમવાળા, કઠોર, વિકૃત, ફિક્કા, રુક્ષ, એવા હાથો વડે સ્ત્રીઓ અત્યંત દુઃખી જાણવી. ll૧૬૭ll
यावच्चैवं किल विस्तरेण निवेदयिष्यति मम नारीलक्षणं विमलस्तावदकाण्ड एव किं संपनं? - ખરેખર વિમલ જેટલામાં આ પ્રમાણે વિસ્તારથી મને સ્ત્રીના લક્ષણને બતાવશે તેટલામાં અકાંડ જ=અકસ્માત જ, શું સંપન્ન થયું? તે બતાવે છે – બ્લોક :
आकाशे भास्कराकारो, निष्कृष्टासी बिभीषणौ ।
नरौ विलोकितौ तूर्णमागच्छन्तौ तदा मया ।।१६८।। શ્લોકાર્ચ -
આકાશમાં સૂર્યના જેવા આકારવાળા, ખેંચી છે તલવાર જેમણે, ભયંકર શીઘ આવતા એવા બે મનુષ્યો તે વખતે મારા વડે જોવાયા=વામદેવ વડે જોવાયા. II૧૬૮II.
ततः ससंभ्रमं तदभिमुखवलोकयता मयाऽभिहितं-कुमार! कुमारेति, ततो विमलेनापि विस्फारिता किमेतदिति चिन्तयता तदभिमुखं विमलकोमलकमलदलविलासलासिनी दृष्टिः, अत्रान्तरे प्राप्तौ लतागृहकस्योपरि तौ पुरुषौ, ततोऽभिहितमेकेन-अरे रे निर्लज्ज पुरुषाधम! नास्ति नश्यतोऽपि भवतो मोक्षः, तदिदानीं सुदृष्टं कुरु जीवलोकं, स्मरेष्टदेवतां, पुरुषो वा भवेति, एतच्चाकासौ लतागृहकमध्यवर्ती पुरुषो धीरा भवेति संस्थाप्य तां ललनामरे रे न विस्मर्तव्यमिदमात्मजल्पितं, पश्यामः को वाऽत्र नश्यतीति ब्रुवाणः समाकृष्य करवालमुत्पतितस्तदभिमुखं,
ત્યારપછી=વામદેવે બે ભીષણ પુરુષને તલવાર ખેંચીને આવતા જોયા ત્યારપછી, સંભ્રમપૂર્વક તેને અભિમુખ અવલોકન કરતાં મારા વડે વામદેવ વડે, હે કુમાર ! હે કુમાર !' એ પ્રમાણે કહેવાયું. ત્યારપછી વિમલ વડે પણ આ શું છે એ પ્રકારની ચિંતાથી તેને અભિમુખ વિમલ, કોમલ, કમલદલના વિલાસને કરનારી દષ્ટિ વિસ્ફારિત કરાઈ. એટલામાં લતાગૃહના ઉપરમાં તે બંને પુરુષો પ્રાપ્ત થયા.