________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
૧૫૫ શ્લોકાર્થ :
રાત્રિમાં નિદ્રાથી વિવર્જિત, નિત્ય ચિંતાથી આકુલિત, ધનધાન્યપરાયણ એવા તે જીવો-સ્ત્રી, પુત્રાદિ પ્રત્યે સ્નેહવાળા જીવો, સ્વસ્થ આહાર પણ કરતા નથી. Il૨૦Bll. શ્લોક :
तदेवं ते कुटुम्बस्य, सदैवादेशकारिणः ।
परायत्ता न जानन्ति, परमार्थममेधसः ।।२०४।। શ્લોકાર્ય :
તે કારણથી આ રીતે સદા કુટુંબને પરાધીન, આજ્ઞાને કરનારા અબુદ્ધિમાન તે પુરુષો પરમાર્થને જાણતા નથી. Il૨૦૪ll શ્લોક :
तथाहिमाता भ्राता पिता भार्या, दुहिता पुत्र इत्यपि ।
सर्वेऽपि जन्तवो जाता, नरादिभवचक्रके ।।२०५।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – માતા, ભાઈ, પિતા, ભાર્યા, પુત્રી, પુત્ર એ પણ સર્વ પણ જીવો નરાદિ ભવચક્રમાં થયા છે. Il૨૦૫ll બ્લોક :
ततो विज्ञातसद्भावः, को हि नाम सकर्णकः ।
तदायत्तो भृशं भूत्वा, स्वकार्यं हारयेन्नरः? ।।२०६।। શ્લોકાર્ય :
તેથીeભવચનું આવું સ્વરૂપ છે તેથી, વિજ્ઞાત સર્ભાવવાળો કોણ બુદ્ધિમાન પુરુષ અત્યંત તેને આધીન થઈને સ્વકાર્યને હારે ૨=પોતાના આત્મહિતનો વિનાશ કરે ? ll૨૦૬ll શ્લોક :
अत एव महात्मानस्तत्कलत्रादिपञ्जरम् ।
संपरित्यज्य निःशेषं, जाता निःसङ्गबुद्धयः ।।२०७।। શ્લોકાર્ય :
આથી જ મહાત્માઓ નિઃશેષ તે સ્ત્રી આદિ રૂપ પાંજરાને છોડીને નિઃસંગ બુદ્ધિવાળા થયા. Il૨૦૭ll